________________
૧૪૨ .
સંબોધ પ્રકરણ
ગાથાર્થ– આ ચરાચર-નશ્વર જગતમાં પણ જીવોને, ૧. આરોગ્યરોગરહિત શરીર, ૨. આજ્ઞાને કોઇ તોડે નહિ પણ સર્વને પ્રિય લાગે તેવી ઠકુરાઈ (આશૈશ્વય), ૩. અનુપમ રૂપ, ૪. કદી નાશ ન પામે તેવી નિષ્કલંકયશકીર્તિ, ૫. ઉત્તમ નિષ્પાપન્યાયોપાર્જિત ધન, ૬. નિર્વિકારી યૌવન, ૭. અખંડ દીર્ઘ આયુ, ૮. કદી ઠગે નહિ તેવો પરિવાર, ૯. ભક્તિ-પૂજ્યભાવ ધારણ કરનારા પવિત્ર હૃદયવાળા પુત્રો, વગેરે ઉત્તમ સુખો મળે છે, તે એક માત્ર જીવદયાનું જ સાક્ષાત્ ફળ છે.
વિશેષાર્થ– જીવદયા નહિ પાળનારાઓનું જીવન તેથી વિપરીત, અર્થાત્ પાંગળાપણું, ઠંડાપણું, કોઢિયાપણું વગેરે મહારોગો; સ્વજનાદિનો વિયોગ, શોક, અપૂર્ણ આયુ (અકાળ મરણ), દુઃખ, દૌર્ભાગ્ય વગેરે મહાદુઃખોથી ભરેલું હોય છે. (૧૨).
धण्णाणं रक्खट्टा, कीरति वईओ जहा तहेवेत्थ । पढमवयरक्खणट्ठा, कीरति वयाइं सेसाई ॥१३॥ धान्यानां रक्षार्थं क्रियन्ते वृत्तयो यथा तथैवात्र । પ્રથમવ્રતરક્ષણાર્થ ચિત્તે વ્રતાનિ શેષાણિ II ૨૩ ..................... ૨૩૩
ગાથાર્થ– જેવી રીતે ધાન્યની રક્ષા માટે વાડ કરવામાં આવે છે તેવી રીતે જ અહીં પ્રથમ વ્રતની રક્ષા માટે બીજાં વ્રતો કરવામાં આવે છે.
(૧૩)
किं ताए पढियाए, पयकोडीए पलालभूयाए। जं इत्तियं न नायं, परस्स पीडा न कायव्वा ॥१४॥ किं तया पठितया पदकोट्या पलालभूतया । થતાવત્ જ્ઞાતં પરસ્ય પીડા ન કર્તવ્યા | ૨૪ ll .. ૨૩૪
ગાથાર્થ જો પરને પીડા ન કરવી જોઇએ એટલું પણ જાણ્યું નથી તો તે પરાળ સ્વરૂપ ક્રોડો પદોને ભણવાથી શું? (પરાળ એટલે જેમાંથી ધાન્ય કાઢી લીધું છે તેવા સાર વગરના પોચા સાંઠા.) (૧૪)
किं सुरगिरिणो गरुयं, जलनिहिणो किं व हुज्ज गंभीरं। किं गयणाओ विसालं, को य अहिंसासमो धम्मो ॥१५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org