________________
૧૨૨ :
સંબોધ પ્રકરણ જ ગુર્વાજ્ઞાની આરાધના ઘણા ગુણોરૂપી રત્નોનું નિધાન છે. જેમ ધનના અનુરાગી જીવને ઘણું ધન મેળવવાની ઇચ્છા હોય તેમ ગુણાનુરાગી શ્રાવકને ઘણા ગુણો મેળવવાની ઇચ્છા હોય. ઘણા ગુણો ગુર્વાજ્ઞાની આરાધનાથી જ મળી શકે છે. માટે તે અવશ્ય ગુવજ્ઞાની આરાધના કરે, અર્થાત્ ગુર્વાજ્ઞાનું પાલન કરે.
તીર્થકરવચનના પાલનમાં આચાર્યવચનનું પાલન થઈ જાય છે અને આચાર્યવચનના પાલનમાં તીર્થકરવચનનું પાલન થઈ જાય છે. હા, એ બેમાંથી કોઈ એક વચનનું દ્રવ્યથી પાલન ન પણ હોય, પણ ભાવથી બંનેનું પાલન હોય છે. આમ એકના વચનના પાલનમાં બીજાના વચનનો ભાવથી સંયોગ અવશ્ય થઈ જાય છે. માટે અહીં કહ્યું કે પરસ્પર ભાવના સંયોગથી આ કહ્યું છે. તીર્થકર અને આચાર્ય એ બેમાંથી એકના વચનનું પાલન કરવાથી બીજાના વચનનું ભાવથી પાલન થઈ જાય છે. કોઈ એકના વચનનો ભાવથી ત્યાગ કરવાથી બીજાના વચનનો ભાવથી અવશ્ય ત્યાગ થઈ જાય છે.
જેમ કે-ઓઘનિર્યુક્તિમાં કહ્યા પ્રમાણે ગ્લાનિસેવા કરનારે તીર્થકરવચનનું પાલન કરવામાં આચાર્યવચનનું દ્રવ્યથી પાલન નથી કર્યું, પણ ભાવથી કર્યું જ છે. એ રીતે કોઈ સાધુ બિમાર પડે ત્યારે ગુરુ તેને આધાર્મિક આહાર સેવનની આજ્ઞા કરે છે. અહીં આધાર્મિક આહાર સેવન કરનાર તીર્થકરવચનનું દ્રવ્યથી પાલન કર્યું નથી, પણ ભાવથી કર્યું છે.
ભાવનિક્ષેપમાં રહેલા ગુરુ અને તીર્થકર એ બંનેની આજ્ઞા સમાન છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં નિપાના ઉલ્લેખથી ગુરુ અને તીર્થકર એ બંનેની આજ્ઞા સમાન છે એ વિષયને સ્પષ્ટ કહ્યો છે.
શ્રી મહાનિશીથ સૂત્ર (અધ્યાય પાંચ)માં પાંચ પ્રકારના આચારોને પાળનાર અને તેનો ઉપદેશ આપનાર ભાવાચાર્યને તીર્થકર સમાન કહ્યા છે. તે આ પ્રમાણે–“ અયવં તિસ્થયરતિયં મા નાદ મન્ના ડેલહુ आयरिय संतियं ? गोयमा ? चउव्विहा आयरिआ पण्णत्ता, तं जहानामायरिया ? ठवणायरिया २ दव्वायरिया ३ भावायरिया ४ । तत्थ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org