________________
૧૨૦ :
સંબોધ પ્રકરણ ૪. ક્રિયામાં અપ્રમાદ– શ્રાવક માર્ગાનુસારી અને શ્રદ્ધાળુ હોવાના કારણે જેમ પ્રજ્ઞાપનીય હોય છે, તેમ મોક્ષ સાધક અનુષ્ઠાનો આચરવામાં નિધાન ગ્રહણ કરનાર પુરુષની જેમ તત્પર રહે છે. અર્થાત નિધાનની ઇચ્છાવાળો જીવ નિધાન લેવામાં - નિધાન ગ્રહણ કરવાની વિધિમાં આળસ ન કરે તેમ ભાવશ્રાવક મોક્ષસાધક અનુષ્ઠાનમાં આળસ ન કરે. (આથી તે વિકથા આદિ પ્રમાદનો ત્યાગી હોય.)
૫. શક્યાનુષ્ઠાન આરંભ–પોતાનાથી શક્ય અનુષ્ઠાનોને આચરનારો હોય. અર્થાત્ શક્ય અનુષ્ઠાનમાં પ્રમાદ ન કરે અને અશક્ય અનુષ્ઠાન કરે નહિ.
આત્મોત્કર્ષને ઉત્પન્ન કરનાર કર્મથી ( કર્મોદયથી) અશક્યનો આરંભ થાય છે. પણ નિપુણ જીવ અનુબંધવાળા અને એષણીય અનુષ્ઠાનને જાણે છે.
વિશેષાર્થ– માનકષાય આત્મોત્કર્ષને ઉત્પન્ન કરે છે. માટે માનકષાયના ઉદયથી જીવ અશક્યનો આરંભ કરે છે, માનકષાયના ઉદયથી જીવમાં બધા કરતા ચઢિયાતા દેખાવાની વૃત્તિ થાય છે. બધા જેવું ન કરતા હોય તેવું કરવામાં આવે તો બધાથી ચઢિયાતા દેખાય. બધા જેવું ન કરતા હોય તેવું કરવાની ઇચ્છાથી જીવ અશક્ય પણ અનુષ્ઠાન કરવા માંડે છે. આથી અહીં કહ્યું કે આત્મોત્કર્ષને ઉત્પન્ન કરનાર કર્મથી અશક્યનો આરંભ થાય છે.
નિપુણ જીવ અનુબંધવાળા અને એષણીય અનુષ્ઠાનને જાણે છે– અહીં તાત્પર્ય એ છે કે નિપુણ જીવ એ વિચારે છે કે કેવું અનુષ્ઠાન કરવાથી અનુષ્ઠાન અનુબંધવાળું બને. આમ વિચારતાં જે અનુષ્ઠાન અનુબંધવાળું બને તે અનુષ્ઠાનનો પ્રારંભ કરે. અહીં અનુબંધ એટલે સતત થવું, તૂટવું નહિ. જે અનુષ્ઠાન સતત થાય, વચ્ચે તૂટે નહિ, તે અનુષ્ઠાન અનુબંધવાળું કહેવાય. અથવા અનુબંધ એટલે પરિણામ-ફળ. જે અનુષ્ઠાનનું ફલ મળે તે અનુષ્ઠાન અનુબંધવાળું કહેવાય. કર્મનિર્જરા દ્વારા સંસારનાશ થાય એ અનુષ્ઠાનનું ફળ છે. આર્યમહાગિરિએ આચરેલું અનુષ્ઠાન સાનુબંધ હતું, અને શિવભૂતિએ આચરેલું અનુષ્ઠાન આનાથી વિપરીત હતું.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org