________________
શ્રાવક પ્રતિમા અધિકાર
૧૨૭ प्रशमादिगुणविशुद्धं कुग्रहशङ्कादिशल्यपरिहीनम् । સગર્જનમનાં વર્ણનપ્રતિમા મવતિ પ્રથમ / ૧૦ // ૨૦૧૫
ગાથાર્થ પ્રશમદિગુણોથી વિશુદ્ધ, કદાગ્રહ-શંકાદિ દોષ રૂપ શલ્યથી રહિત અને એથી જ નિર્દોષ એવું સમ્યગ્દર્શન પહેલી દર્શન પ્રતિમા છે.
વિશેષાર્થ–પ્રશમદિગુણોથી વિશુદ્ધ-શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ ગુણોથી વિશુદ્ધ, શંકાદિ એ સ્થળે આદિ શબ્દથી કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિપ્રશંસા અને અન્યદષ્ટિપરિચય એ અતિચારો સમજવા. જો કે શ્રાવકને પહેલાં પણ સમ્યક્ત્વનો સ્વીકાર હોય છે. પણ અહીં દર્શનપ્રતિમામાં શંકાદિ દોષોથી અને રાજાભિયોગ આદિ છ આગારોથી રહિતપણે વિશુદ્ધ સમ્યગ્દર્શનનું પાલન કરવાનું હોય છે. (૯૦)
एया खलु एक्कारस, गुणठाणगभेयओ मुणेयव्वा । समणोवासगपडिमा, बज्झाणुट्ठाणलिंगेहि ॥९१॥ एताः खलु एकादश गुणस्थानकभेदतो ज्ञातव्याः । કમળોપાલવ પ્રતિમા વીહીનુષ્ઠાનતિ ૧૨ II...
ગાથાર્થ– શ્રાવકની આ અગિયાર પ્રતિમાઓ ગુણસ્થાનના ભેદને આશ્રયીને બાહ્ય આચરણના ચિહ્નોથી જાણવી. ' વિશેષાર્થ– પ્રતિમા વહન કરનાર શ્રાવક પાંચમા ગુણસ્થાને હોય ' છે. બાર વ્રતોને ધારણ કરનાર પણ પાંચમા ગુણસ્થાને હોય છે. આમ
છતાં પ્રતિભાવહન કરનાર શ્રાવકનું ગુણસ્થાન વધારે વિશુદ્ધ હોય છે. તેમાં પણ આગળ આગળની પ્રતિમામાં વિશેષ વિશુદ્ધિ હોય છે. માટે અહીં “ગુણસ્થાનકના ભેદને આશ્રયીને એમ કહ્યું. પ્રતિમાને વહન કરનાર શ્રાવક અને બાર વ્રતધારી શ્રાવક એ બંને સંસારમાં હોય છે. તો પછી આ શ્રાવક પ્રતિમાને વહન કરે છે એમ કેવી રીતે જાણી શકાય. એના સમાધાનમાં અહીં ‘બાહ્ય આચરણના ચિહ્નોથી જાણવી એમ કહ્યું. (૯૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org