________________
૧૧૬
સંબોધ પ્રકરણ एतस्य च लिङ्गानि सकला मार्गानुसारिणी क्रिया। “ શ્રદ્ધા પ્રવા ધર્ષે પ્રજ્ઞાપનીયત્વમૃગુમાવાન્ ૭૮ ................ ૧૦૮૩ किरियासु अप्पमाओ ४, आरंभो सक्कणिज्जणुटाणे ५। गुरुओ गुणाणुराओ ६, गुरुआणाराहणं परमं ७ ॥७९॥ .. क्रियास्वप्रमाद आरम्भः शक्यानुष्ठाने। ગુરુષો ગુણાનુરીયો ગુઝારાધનં પરમ” I ૭૬ ........... ૨૦૮૪
ગાથાર્થ– ભાવશ્રાવકના આ લિંગો છે–સર્વ ક્રિયા માર્ગનુસારિણી, ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા, સરળભાવ હોવાથી પ્રજ્ઞાપનીયતા, ક્રિયામાં અપ્રમાદ, શક્ય જ અનુષ્ઠાનનો આરંભ, અતિશય ગુણાનુરાગ અને શ્રેષ્ઠ ગુર્વાજ્ઞાની આરાધના. આ સાત લિંગો ભાવશ્રાવકનાં છે. | વિશેષાર્થ– ૧. માર્ગાનુસારી ક્રિયા– આગમનીતિ અથવા સંવિગ્ન બહુજન આચરિત માર્ગ છે. એ ઉભયને અનુસરનારી જે ક્રિયા તે માર્ગાનુસારી ક્રિયા છે.
માર્ગનું સ્વરૂપ માર્ગ– ઇષ્ટસ્થાનની પ્રાપ્તિ માટે પુરુષોથી જે શોધાય તે માર્ગ. તે માર્ગ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. ગામ આદિનો માર્ગ એ દ્રવ્યમાર્ગ છે. મુક્તિનગરનો માર્ગ ભાવમાર્ગ છે. ભાવમાર્ગ સમ્યજ્ઞાન-દર્શનચારિત્રરૂપ છે અથવા ક્ષાયોપથમિક ભાવરૂપ છે. પ્રસ્તુતમાં ભાવમાર્ગનો અધિકાર છે, અર્થાત્ પ્રસ્તુતમાં ભાવમાર્ગ વિવક્ષિત છે.
પ્રશ્ન-જો માર્ગ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ કે ક્ષાયોપશમિકભાવ રૂપ છે, તો અહીં આગમનતિ કે સંવિગ્ન બહુજન આચરિતને માર્ગ કેમ કહ્યો?
ઉત્તર–આગમનીતિથી અને બહુજન આચરિતથી સમ્યજ્ઞાન-દર્શનચારિત્રની કે ક્ષાયોપથમિકભાવની પ્રાપ્તિ થાય છે. આથી આગમનીતિ અને સંવિગ્નબહુજન આચરિત સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રનાં કે ક્ષાયોપથમિકભાવનાં કારણો છે. એથી અહીં આગમનીતિ અને સંવિગ્ન બહુજન આચરિતરૂપ કારણમાં સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ કે લાયોપશમિકભાવરૂપ કાર્યનો ઉપચાર કરીને આગમનીતિ અને સંવિગ્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org