________________ ભરતખંડના મગધ નામના દેશમાં રાજગૃહ નામે નગર હતું, તેમાં યાદવકુળના રત્નરૂપ શ્રી મન્મથ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મદનાવલી નામની પટરાણી હતી. રાજા ન્યાયપુરઃસર પ્રજાનું પાલન કરતો હતો. એકદા વર્ષાઋતુમાં રાજા ગામના પાધરમાં આવેલ શીતલા નામની નદીમાં કીડાથે ગયે. એક નાવમાં બેસી રાજા નદીમાં કીડા કરતો હતો, તેવામાં તેણે નદીના પાણીમાં પ્રવાહની સામે જતા દિવ્ય આભૂષણોવાળા એક પુરુષને જે. કુતૂહલવૃત્તિથી રાજા તે પુરુષની પાછળ પડ્યો. જેમ જેમ રાજાનું નાવ તેની નજીક આવતું હતું તેમ તેમ તે પુરુષ એકદમ આગળ ને આગળ જતો હતો. રાજાને થયું કે આ કોઈ દિવ્ય મહાનુભાવ જણાય છે. થોડે દૂર ગયા પછી રાજાએ માત્ર તેનું મસ્તક જ જોયું. વધુ દૂર જતાં તે માથું પાણુમાં સ્થિર થયું એટલે રાજા હર્ષથી આગળ વધ્યું અને માથા પર ચોટલો પકડીને તે મસ્તકને પકડી પાડ્યું પરંતુ જ્યારે તેણે તેને ઊંચું કર્યું ત્યારે તેના હાથમાં એકલું માથું જ આવ્યું ! આથી રાજા ખિન્ન થ. થોડા વખતમાં તે ફરીથી તેણે તે પુરુષને માથા સાથે નદીના પ્રવાહમાં આગળ જતો છે. રાજાને થયું આ કઈ દિવ્ય શક્તિ જણાય છે. તેણે મસ્તકને ઉદ્દેશી પ્રશ્ન કર્યો. તે કોણ છે? મસ્તકે જવાબ આપ્યો : હું દેવ છું, તું કોણ છે? : રાજાએ જ્યારે પિતાની ઓળખાણ આપી ત્યારે મસ્તકે કહ્યું : જે તે રાજા છે તે મને ચેરની માફક કેમ P.P. Ac. Gunchtnasuri Alasadhak Trust