Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂરગ દીક્ષા આપી દેશે એવા ડરથી મોકલતાં બંધ થઈ ગયા. કેટલાક સ્થળે પૈસા આપીને દીક્ષાના ઉમેદવારેને ખરીદ્યાના દાખલાઓ પણ બન્યા ને કેટલાક સ્થળે તે માટે નવલકથાના પાત્રો જેવી નાસભાગ ને અજાયબ ગોઠવણ પણ કરવામાં આવી. સમાજમાં આ રીતે દીક્ષાના નામે એક જાતનો ત્રાસ વતી રહ્યો.
શ્રી વિજય રામચંદ્રસૂરિએ પિતાની વાછટાથી પિતાના વિચારોનું સમર્થન કરનારા કેટલાક યુવકને તૈયાર કર્યા ને તેમનું ધી યંગમેન્સ જેન સોસાયટી, નામે વ્યવસ્થિત મંડળ સ્થાપ્યું. બીજી બાજુ સમાજ પર ગુજરી રહેલો સીતમ દૂર કરવા ભાવનાશાળી યુવકે એકઠા થયા ને તેમણે ઠેરઠેર યુવક સંઘે સ્થાપવા માંડયા. આ યુવક સંઘોએ બાલદીક્ષાને પ્રચંડ વિરોધ કર્યો ને સૌમ્ય તથા ઉગ્ર ભાષામાં બાલદીક્ષાના હિમાતીઓની ખબર લીધી. ઉદારમતવાદી સાધુઓ પણ આવી બાળદીક્ષાનો વિધિ કરતા અને તેથી જેન સમાજમાં આ અંગે મેટે કલહ શરૂ થયો ને પ્રતિદિન વર્તમાન પત્રોનાં પાના પર તેનાં વર્ણન આવવા લાગ્યાં.
અન્ય સમાજો આ બધું જોઈ અસહ્ય ટકે કરવા લાગ્યા. પિતાના સમાજની આ સ્થિતિ જોઈ સમજુ માણસેના મન
ખૂબજ દુભાયા ને કોઈ પણ રીતે આ તોફાને શમે તેવા ઉપાયો વિચારવા લાગ્યા. સં. ૧૯૮૬ ની સાલમાં જુનેર ખાતે જૈન
. કોન્ફરન્સનું તેરમું અધિવેશન દાનવીર શેઠ રવજી સોજપાળના પ્રમુખપણા નીચે ભરવામાં આવ્યું. તેમાં દીક્ષા સંબંધી એક ઠરાવ રજુ કરવામાં આવનાર છે એ જાણ બળદીક્ષાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org