Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 26
________________ વાણીની વસંતનો વૈભવ પ્રેરણાની પાવનમૂર્તિ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીએ ભર સભામાં કહ્યું, ‘કોઈએ વ્યાખ્યાન સાંભળવું હોય તો કૉલકાતામાં ‘મેરી છોટીસી’ સાધ્વી મૃગાવતીજીને સાંભળો.’ આમ ક્રાંતિકારી ગુરુએ શિષ્યાની શક્તિની વસંતને મહોરવા દીધી. તેઓ સાધ્વીશ્રી મૃગાવતીજીના ધર્મપ્રભાવના અંગેના કૉલકાતાથી આવતા સમાચારો ઘણી ઉત્સુકતાથી સાંભળતા હતા. જાણે પિતા પુત્રીની પ્રગતિ સાંભળીને પ્રસન્ન થતા ન હોય ! એમણે સાધ્વીજીને પંજાબમાં વિચરણ કરવાની આજ્ઞા કરી અને કહ્યું, “જ્યાં સુધી હું પંજાબ આવું નહીં, ત્યાં સુધી તમારે પંજાબમાં જ રહેવાનું છે.” દુર્ભાગ્યે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મુંબઈમાં જ કાળધર્મ પામ્યા અને પંજાબ જઈ શક્યા નહીં. જાણે એમણે એમના પ્રતિનિધિ રૂપે સાધ્વીશ્રીને પંજાબ મોકલી પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યું ન હોય ! અને હકીકતમાં માત્ર પંજાબ જ નહીં, પરંતુ એ પછી સાધ્વીશ્રી જ્યાં જ્યાં ગયાં, ત્યાં એમણે અપ્રતિમ ગુરુભક્તિ દાખવીને પૂ. ગુરુદેવનાં અપૂર્ણ કાર્યોને પૂર્ણ કર્યા અને ગુરુ પ્રત્યેની અગાધ શ્રદ્ધા પ્રગટાવતાં નૂતન કાર્યોનું સર્જન કર્યું. વિશાળ જનસમૂહમાં પણ એવી દૃઢ શ્રદ્ધા અને વિશ્વાસ બેસી ગયાં કે સાધ્વીશ્રી જે વચન બોલે છે કે જે કોઈ ધર્મકાર્ય માથે લે છે, તે કામ નિરંતર વહેતી ગુરુકૃપાને કારણે અવશ્ય પાર પડે છે. વળી ગુરુદેવોની અપાર કૃપા, માતાગુરુના અપૂર્વ આશીર્વાદ અને શ્રીસંઘની પ્રબળ શુભભાવનાને કારણે તેઓને ધર્મકાર્યોમાં સફળતા મળતી રહી. એમણે લુધિયાના, નકોદર, જલંધર, હોશિયારપુર વગેરે પંજાબનાં કેટલાંય નગરો અને ગામોમાં વ્યાખ્યાનો આપ્યાં; પછી તે જૈન ઉપાશ્રય હોય કે આર્યસમાજ મંદિર હોય કે વૈષ્ણવ મંદિર હોય. એમનાં વ્યાખ્યાનો દ્વારા જેમ લોકોમાં ધર્મભાવના, સેવાવૃત્તિ અને રાષ્ટ્રપ્રેમ પ્રગટ થયાં, એ જ રીતે એમનાં વ્યાખ્યાનોને કારણે ઘણા લોકોએ દારૂ, માંસાહાર, ધૂમ્રપાન જેવા વ્યસનોનો ત્યાગ કર્યો. સ્ત્રીઓએ લાલી, લિપસ્ટિક જેવા બાહ્યાડંબરને તિલાંજલિ આપી. સમાજમાં દહેજની પ્રથા અને મરણમાં ૨ડવા-કૂટવાની પ્રથા નિર્મળ કરવાનો પ્રયત્ન કર્યો. ઈ. સ. ૧૯૫૯માં લુધિયાણામાં આર્યસમાજના કાર્યકર્તાઓએ પૂ. સાધ્વીશ્રીને વિનંતી કરી કે ‘કાલે રક્ષાબંધન છે, તો અમારે ત્યાં પ્રવચન માટે પધારો.” બીજા દિવસે સાધ્વીજી ત્યાં પ્રવચન માટે ગયાં. વિશાળ જનમેદની એકઠી થઈ હતી, તેમણે જણાવ્યું કે, ‘ધર્મ આપણને વ્યસનોનાં બંધનથી મુક્ત કરે છે. હું એક મહિનાથી પ્રભુની વાણી દ્વારા આપને રક્ષા બાંધી રહી છું, તો આપ મને શું આપશો ?” ત્યારે બધા ખિસ્સામાં હાથ નાંખવા માંડ્યા. તે સમયે તેમણે જણાવ્યું કે, “જૈન સાધુ તો અકિંચન હોય છે. બહેન તો ભાઈની રક્ષા કરવા માટે રાખડી બાંધે છે. મારે તો તમારી રક્ષા કરવી છે અને એ માટે તમે સૌ વ્યસનોથી મુક્ત થાય અને એ બધું મારી ઝોળીમાં નાખી દો.” અંતરના સાચા ભાવથી આ વાત એવી સ્નેહપૂર્વક રજૂ કરી કે તત્કાળ લોકોએ ઊભા થઈને પોતાના ખિસ્સામાં રહેલ સિગારેટ, બીડી, તમાકુ વગેરે ચીજોનો ઢગલો કર્યો. આ ઢગલાથી આખું ટેબલ ભરાઈ ગયું. મુંબઈમાં જૈનનગર રચવાની આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની ભાવના હતી, એ ભાવનાને કાર્યાન્વિત કરવા માટે સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી મહારાજે ૧૯૬૬ની ૧૪મી ઑગસ્ટે ‘શ્રી આત્મવલ્લભ સંદેશવાહક સમિતિ'ના ઉપક્રમે પોતાનાં માતાગુરુની ઉપસ્થિતિમાં જૈનનગર માટે હૃદયસ્પર્શી અપીલ કરતાં કહ્યું, સમાજ ઉત્કર્ષનાં કાર્યોમાં ધનવાનોની જરૂર છે. ધન-દ્રવ્ય એકઠું કરવું ખોટું નથી, પણ તેને સરિતાની માફક વહેતું રાખવું જોઈએ.. દ્રવ્ય એટલે જ દ્રવી જવું. સમાજમાં જે ઊંચા હોય, તેણે સમાજના દુઃખી, સગવડના અભાવે મૂંઝાતા વર્ગને સહાયરૂપ બનવું જોઈએ. આપણા ઇતિહાસમાં વસ્તુપાળ, તેજપાળ, ખેમો દેદરાણી, વીર જ ગડુશા વગેરેનાં દૃષ્ટાંતો નજર સામે છે. તેઓએ ધન વહેતું રાખ્યું હતું, તેથી એ સામેથી આવવા લાગ્યું. વહાણો ચલાવવા પાણીની જરૂર છે, પણ વહાણની અંદર પાણી પ્રવેશે તો વહાણને ડુબાડે છે, તેમ સમાજ-ઉત્કર્ષ માટે દ્રવ્યની જરૂર છે, પણ જો તે દ્રવ્યને તિજોરીમાં જ સંગ્રહી રાખવામાં આવે અને ખાલી સમાજોત્થાનની વાતો કરવામાં આવે, તેટલા માત્રથી સમાજોત્કર્ષ થવાનો નથી.” સાધ્વીશ્રીનો જેવો મંગલકારી ઉપદેશ, તેવું કલ્યાણકારી જીવન. તેઓએ ve

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161