Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીનું જીવનચરિત્ર
IST
પ્રેરણાની પાવનતિ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
મહતરા સાધ્વીશ્રી મૃગાવતીજીનું જીવનચરિત્ર
ડૉ. કુમારપાળ દેસાઈ ડૉ. માલતી શાહ
પ્રકાશક ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલૉજી વિજયવલ્લભસ્મારક જૈન મંદિર કોમ્લેક્સ, જી. ટી. કરનાલ રોડ, પો.ઓ. અલિપુર,
નવી દિલ્હી-૧૧૦ ૦૩૬
Page #3
--------------------------------------------------------------------------
________________
કે ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. માલતી શાહ
(અર્પણ
પ્રથમ આવૃત્તિ : ૨૦૧૩ દ્વિતીય સંવર્ધિત આવૃત્તિ: ૨૦૧૪
પ્રાપ્તિસ્થાન શ્રી ભોગીલાલ લહેરચંદ ફાઉન્ડેશન,
બાટલીબોય લિ. ભારત હાઉસ, પાંચમો માળ, ૧૦૪ , મુંબઈ સમાચાર માર્ગ, ફોર્ટ,
મુંબઈ-૪૦૦ ૦૦૧
ગુરુદેવના આશીર્વાદથી અંકુરિત તેજસ્વી અધ્યાત્મજીવન, એમના વાત્સલ્ય-સિંચનથી સર્જાયેલ લોકકલ્યાણના વટવૃક્ષ સમાન, એમની શાસનનિષ્ઠાને સાકાર કરતી કર્મનિષ્ઠ ધર્મભાવનારૂપ, ગુરુવેલ્લભના પ્રકાશથી મહોરેલા પાવન જીવનપુ૫ સમાન મહત્તા પૂ. સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીનું આ જીવનચરિત્ર
એમ ના પ્રેરક, રાહબર અને આ શું ધ્ય ગુરુદેવ પંજાબ કેસરી, ક્રાંતદર્શી, યુગવીર જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનાં
પાવન ચરણોમાં અર્પણ.
: અન્ય પ્રાપ્તિસ્થાન : ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી
| વિજયવલ્લભસ્મારક જૈન મંદિર કૉપ્લેક્સ, જી. ટી. કરનાલ રોડ, પો.ઓ. અલિપુર, નવી દિલડી-૧ ૧૦ ૦૩૬
શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ
૨૬, બી. જી. ખેર માર્ગ, મલબાર હિલ, મુંબઈ-૪00 0૬
હકીકતે તો, આપનું જ આપને સમર્પિત
ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલૉજી બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી પાસે,
આંબાવાડી, અમેધવાદ-૩૮૦ ૦૧૫ ફોન : ૦૭૯-૨૬૭૬ ૨૦૮૨
"કે.
ભગવતી ઑફસેટ બારડોલપુરા, અમદાવાદ-૩૮૦%૪
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુકમ
शुभेच्छा
e
=
=
=
विजयवल्लभस्मारक के स्वप्नद्रष्टा प. पू. जैनभारती, महत्तरा साध्वीश्री मृगावतीजी म. का जीवनचरित्र प्रकाशित हो रहा है, यह जान कर बहुत खुशी हो रही है । 'पंजाब जैन समाज' का बच्चा बच्चा उनके चरणों में नतमस्तक है । उन्हों ने हमें गौरवान्वित किया है । हमारी आन, मान, शान बढाई है, उनके उपकारों का पुण्यस्मरण करते हुये आज के इस जीवनचरित्र विमोचन के पावन अवसर पर उनके चरणों में श्रद्धासभर हृदय से सविनय - सबहुमान वन्दना करते हैं। सफलता की कामना और प्रभु प्रार्थना करते हैं ।
=
સંયમ-સાધનાના પથ પર ૨. વિજયવંત તુજ નામ !
જન્મદાતા અને જીવનશિલ્પી આત્મસાધના અને જ્ઞાનઆરાધના વાણીની વસંતનો વૈભવ આત્મ કલ્યાણના ઉજજ્વળ પંથે
સમન્વયાત્મ કે સાધુતા ૮. આત્મ-ક્રાંતિના ઓજસ ૯. ગુરૂધામને વંદના ૧૦. ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! ૧૧, નમ્રતા અને નિઃસ્પૃહતા ૧૨. સંસ્કૃતિમંદિરનું સર્જન ૧૩. નવી પેઢીનું નૂતન તીર્થ ૧૪. અબ હમ અમર ભર્યું ૧૫. સાધુતાની સુવાસ ૧૬. કરુણામયી કર્મયોગિની ૧૭.
પ્રકાશપુંજ ના અજવાળે પરિશિષ્ટ-૧ વંશવૃક્ષ પરિશિષ્ટ-૨ સુવાસિત જીવનપથ પરિશિષ્ટ-૩ ચાતુર્માસની યાદી પરિશિષ્ટ-૪ મર્મવાણીનાં મોતી પરિશિષ્ટ-પ ભાવનાનું આકાશ
કાવ્યાંજલિ પરિશિષ્ટ-૭ સ્મૃતિસુવાસ-૧ પરિશિષ્ટ-૮ સ્મૃતિસુવાસ-૨ પરિશિષ્ટ-૯
સ્મૃતિસુવાસ-૩ પરિશિષ્ટ-૧૦ શ્રુતસહયોગીઓની યાદી પરિશિષ્ટ-૧૧ શ્રદ્ધાંજલિ
@ 220
पंजाब के समस्त जैन श्रीसंघो की
ओर से सबहुमान वंदना
0
પરિશિષ્ટ-૬
o 6
Page #5
--------------------------------------------------------------------------
________________
નિવેદન
भूमिका 'परस्परोपग्रहो जीवानाम्', परम श्रद्धेय उमास्वातिजी म.ने 'तत्त्वार्थसूत्र' में इस छोटे से सूत्रमें गागर में सागर भर दिया है । संसार के समस्त प्राणी एक दूसरे के उपकारी हैं । अकेला व्यक्ति कुछ नहीं कर सकता | अकेली अंगुली से नहीं, पांच मिलती है तभी कार्य सिद्ध होता है। बिना सहकार, नहीं उद्धार ।
पू. मृगावतीश्रीजी महाराज ने जीवन में अपूर्व सफलताएं उपलब्ध की है । पू. गुरुदेयों के ढेर सारे आशीर्वाद तो उन्हें खूब खूब प्राप्त हुए हैं । ये ऐसे पुण्यशाली आत्मा थे जिन्होंने अन्तरायकर्म तोडा हुआ था । जो कार्य वर्षों से स्थगित पड़े थे, तुरन्त फले । वे जिनशासन पर कुर्बान हो गये । समस्त जीवन अर्पण कर दिया तो कार्यकर्ताओं ने, गुरुभक्तों ने, बडे से लेकर छोटे तक, भाई, बहिन, बालक, वृद्ध, नौजवान उनके वचनों पर जीवन अर्पण करने के लिये तैयार हो जाते थे । गुरुभक्तों ने किसी ने तन, मन, धन, किसीने समय, शक्ति, बुद्धि समर्पण किया है । हमने सब अपनी नजरों से देखा है । सब दृश्य हमारी नजरों के सामने घूम रहे हैं । छोटी सी पुस्तक - जीवनचरित्र - में किसी भी कार्यकर्ता का नाम न रह जाय उसका पूरा पूरा प्रयत्न किया है । फिर भी इन्सान छद्मस्थ है । सुप्रजाजी महाराजने भी बहुत महेनत की है । हमारी कोई भी भूल चूक हुई हो, गुरुभक्त हमें क्षमा करें ।
इस जीवन चरित्र के लेखक पद्मश्री डॉ. कुमालपालजी गुजरात के प्रख्यात श्रेष्ठतम साहित्यकार है । उनका जीवन इतना व्यस्त हैं, एक एक मिनिट का हिसाब हैं । समाज में उनकी बहुत प्रतिष्ठा है । हमारा सद्भाग्य शेठ श्री प्रताप भोगीलालजी (बाटलीबोय) की विनंती को स्वीकार करके इन्होंने जीवनचरित्र लिखना स्वीकार किया। ढाई मास के अन्दर न देखा दिन-रात, सुबह-शाम, सतत महेनत करते और श्री मालतीबहिन शाहने जो महेनत की है हमारी नजरों के सामने हैं । आप की हम भूरि भूरि अनुमोदना करते हैं । कृतज्ञता प्रकट करते हैं ।
पू. मृगावतीजी महाराज की शिष्या
सा. सुव्रताश्री का धर्मलाभ.
મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજનું આ જીવનચરિત્ર ‘પ્રેરણાની પાવનમૂર્તિ' એ શતદલકમલ જેવી ગુરુભક્તિનો પરિચય આપે છે. મહત્તરા મૃગાવતીજીનું સાધ્વીજીવન સ્વયં પાવન પ્રવૃત્તિઓના પ્રકાશપુંજ સમું હતું. તેઓનાં શિષ્યા વિદુષી સાધ્વીશ્રી સુવ્રતાનજી મહારાજની ઉદાહરણીય ગુરુભક્તિને કારણે મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવનની પ્રત્યેક ઘટનાઓ એમને માનસ-પ્રત્યક્ષ હતી. પરમ પૂજ્ય સાધ્વીશ્રી સુવ્રતાજીએ અને અન્ય સાધ્વીશ્રીઓએ એમનાં ધાર્મિક કાર્યોનાં નિમંત્રણપત્રો, એમના ચાતુર્માસની વિગતો અને એમની ધર્મપ્રવૃત્તિની પૂરેપૂરી નોંધ રાખી છે, જેને પરિણામે મહત્તરા સાથ્વશ્રી મૃગાવતીજીના ભવ્ય અને ક્રાંતદર્શ જીવનની ઝાંખી અહીં આપણે મેળવી શકીએ છીએ. આ જીવનચરિત્રની રેખાઓમાં એ તમામ ઘટનાઓની વિગતો અને માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ પ્રસંગોમાં જેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો તે સહુને યાદ કરવામાં આવ્યા છે.
આ ગુરુભક્તિમાં એક વિશેષ ઉમરણ એ થયું કે વિદુષી સાધ્વીશ્રી સુવ્રતાજીની સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવનચરિત્રના આલેખનની ભાવના એમણે જાણીતા ઉદ્યોગપતિ, ધર્મપ્રેમી અને સંસ્કારપ્રેમી શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ સમક્ષ પ્રગટ કરી અને પૂ. સાધ્વીશ્રી મહારાજી પ્રત્યે અગાધ ભક્તિભાવ ધરાવનાર પ્રતાપભાઈ ભોગીલાલના સહયોગથી આ કાર્ય સંપન્ન થયું. એમના સાથ અને સહકાર વિના આ ગ્રંથ સર્જાયો ન હોત, તે હકીકત સ્વીકારવી પડે. આમાં ગ્રંથના અન્ય સહયોગીઓના પણ અમે આભારી છીએ.
આ જીવનચરિત્ર માટે અમારા પરમ મિત્ર અને મુરબ્બી શ્રી રાજ કુમાર જૈનનો હૂંફાળો સાથ મળ્યો છે. એમના અંગત સ્નેહને કારણે ઘણી વિગતો સરળતાથી ઉપલબ્ધ થઈ છે.
સૌરાષ્ટ્રના સરધારમાં જન્મેલાં સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવન વિશે ગુજરાતના ધર્મપ્રેમીઓને પરિચય છે, પરંતુ એમણે સર્જેલી ક્રાંતિ, તીર્થોના ઉદ્ધાર માટે કરેલી અવિરત જહેમત અને તમામ ધર્મો અને સંપ્રદાય સાથે સર્જેલી
Page #6
--------------------------------------------------------------------------
________________
સંયમ-સાધનાના પથ પર
સંવાદની ભૂમિકા વિશે તેઓ પ્રમાણમાં ઓછી માહિતી ધરાવે છે. પંજાબની ભૂમિ પર એમણે કરેલાં અનેકવિધ કાર્યોની અને દિલ્હીમાં સર્જેલા વલ્લભ-સ્મારક નામના સંસ્કૃતિમંદિરની આ ચરિત્રમાંથી તાદેશ માહિતી સાંપડશે.
સમાજમાં સૌમ્ય, શાંત અને પ્રભાવક વ્યક્તિત્વથી શાંત ક્રાંતિના સર્જક એવાં મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીનું આ જીવનચરિત્ર જૈન સમાજને એના ભવિષ્યના ઘડતરને કાજે એક નવી દૃષ્ટિ આપશે. સ્કૂલો અને હૉસ્પિટલોના નિર્માણ દ્વારા સમાજના અભાવગ્રસ્ત લોકોને માટે મદદરૂપ થવાની પ્રેરણા આપશે. પૂ. મહત્તરાજીની ધર્મ પ્રત્યેની દઢ આસ્થા, ગુરુ પ્રત્યેની અડગ ભક્તિ અને સમાજ પ્રત્યેની આગવી દૃષ્ટિ સહુ કોઈને માટે પાવન પ્રેરણારૂપ બની. રહેશે. અતિ પ્રાચીન એવા કાંગડા તીર્થનો ઉદ્ધાર હોય કે વલ્લભસ્મારક જેવા વર્તમાન સંસ્કૃતિમંદિરનું સર્જન હોય, એ તમામમાં મહત્તરા સાધ્વીશ્રીનો અપ્રતિમ ધર્મપુરુષાર્થ આવનારા યુગને એક નવું બળ પૂરું પાડશે.
આ આશા સાથે પ. પૂ. વિદુષી સાધ્વી સુવ્રતાશ્રીજી અને સાધ્વીશ્રી સુપ્રજ્ઞાશ્રીજી મ ની અવિરત જહેમત, ઉદાહરણીય ચીવટ, દૃષ્ટાંતરૂપ ગુરુભક્તિ અને નિર્ધારિત લક્ષને સિદ્ધ કરવા માટેની પ્રબળ ભાવનાને વંદન કરીએ છીએ . ૨-૭-૨૦૧૩
- કુમારપાળ દેસાઈ
- માલતી શાહ
સમયની રેતી પર પડેલાં પગલાંને ભલે જમાનાની જોશીલી હવા ભૂંસી નાખતી હોય, પરંતુ કેટલાંક પદચિહ્નો એવાં હોય છે કે જેની ચરણપાદુકા માનવીના હૃદય-સિંહાસન પર સદાય બિરાજમાન હોય છે. કાળની ગતિ એમની જીવનસુવાસને મિટાવી શકતી નથી અને સમયનો પ્રવાહ એમણે સર્જેલા માર્ગને પલટાવી શકતો નથી.
મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજનું જીવન એ આધ્યાત્મિક પ્રગતિની પરાકાષ્ઠા સમું જીવન છે. એમણે છા દાયકાના જીવનમાં ધ્યેયના ધ્રુવતારકને વળગી રહીને અનેક પ્રકારનાં કષ્ટો સમભાવે સહીને સાધનાના માર્ગે વિહાર કરીને સિદ્ધિના સીમાસ્તંભો રચ્યા છે.
એ સમયના સૌરાષ્ટ્રના રાજકોટ સ્ટેટની રાજધાની સરધાર હતી અને તે પૂર્ણ વિકસિત અને આયોજનબદ્ધ ગામ હતું. ગામની આસપાસ ઐતિહાસિક દરબારગઢ હતો અને આ વિશાળ કિલ્લાનાં ત્રણ પ્રવેશદ્વાર સમા ઊંચા દરવાજા હતા.
એમાં ઉત્તર તરફના દરવાજામાં આવેલી બારી(નાનો દરવાજો)માંથી બહાર પગથિયાં ઊતરતાં ગુજરાતની ઉદારમના રાણી મીનળદેવી અને પરાક્રમી જયસિંહ સિદ્ધરાજ દ્વારા બનાવાયેલ બાર ફૂટની ઊંડાઈ ધરાવતું
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સંયમ સાધનાના પથ પર
સરોવર અને તેમાં આવેલી એક વાવ આજે સરધારમાં જીર્ણ અવસ્થામાં જોવામાં આવે છે.
સરધાર ગામની માટીમાં છેક એ સમયથી નારીની નિર્ભયતાની મહેક પ્રસરેલી છે. મુસ્લિમ સમયે બાકરખાન નામના ૭00 ગામનું રાજ ધરાવતા જુલમી બાદશાહને સરધાર નજીક નેસડામાં રહેતાં ચારણબાઈ આઈ જીવણીએ પડકાર ફેંક્યો હતો. નિર્દોષ પ્રજા પર થતા અમાનુષી અત્યાચારો જોઈને ચારણબાઈ આઈ જીવણીએ સિંહણનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એની ગર્જનાએ જુલમી બાદશાહને ધ્રુજાવી મૂક્યો હતો અને એણે એ બાદશાહનો સંહાર કરીને સરધારની પ્રજાને પાશવી ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. એની કથાની સાબિતી આજેય મળે છે. સરધારની દક્ષિણે ગઢની રાંગ પાસે આવેલું હિમોઈ માતાનું મંદિર આની સાક્ષી પૂરે છે અને તેની બાજુમાં જ જુલમી બાદશાહ બાકરખાનની કબર આવેલ છે.
એ સમયે સરધારમાં વિશાળ સંખ્યામાં જૈન સમાજની વસ્તી હતી. જૈન ઓસવાળ જ્ઞાતિના અનેક ભાઈઓ અહીં વસતા હતા. દોશી, વોરા, ગાંધી, કોઠારી અને સંઘવી જેવી અટક ધરાવતા જૈનોનાં ૧૫૦ જેટલાં ઘર હતાં. એક સમયે જામનગરથી ઓસવાળ જ્ઞાતિની જાન આવી હતી. એમાં જામનગરના વીસા ઓસવાળ શાહ લીલાધર કલ્યાણજી તથા અજરામર હરજીભાઈ વોરાનો પરિવાર સરધારમાં લગ્નમાં મહાલવા આવ્યો હતો. લગ્નમાં મહાલતા આ પરિવારના મોવડી શાહ લીલાધર કલ્યાણજી અને અજરામર હરજીભાઈ વોરાના મનમાં એક નવી ભાવના જાગી.
આ ગામમાં ભલે સાંસારિક પ્રસંગે આવ્યા હોઈએ, પણ કોઈ ધાર્મિક કાર્ય કરવાનો સંકલ્પ લેવો છે. એમણે સરધારમાં એક ભવ્ય દેરાસર બનાવવાનો સંકલ્પ કર્યો. લગ્નપ્રસંગ વાજતેગાજતે પૂર્ણ થયો, પણ એ સંકલ્પ સતત શાહ લીલાધર કલ્યાણજી અને અજરામરભાઈના મનમાં પ્રબળ થતો ગયો.
માત્ર એક વરસમાં તો એમણે પાંચ પ્રતિમાજીઓ ધરાવતું ભવ્ય જિનાલય ખડું કરી દીધું. એમાં મૂળનાયક તરીકે ભગવાન શ્રી ઋષભદેવ તથા આજુ બાજુ માં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી શાંતિનાથ
ભગવાન તથા શ્રી અજિતનાથ ભગવાનને બિરાજમાન કર્યા. રંગમંડપમાં ગૌમુખા યક્ષદેવજી તથા ચક્રેશ્વરી માતાને બિરાજમાન કર્યાં. વળી ગર્ભગૃહમાં પીઠિકા નીચે શ્રી શાસનદેવી આજે પણ દૃષ્ટિગોચર થાય છે. આ ઉત્કૃષ્ટ જિનાલયની પૂર્વ બાજુએ ધર્મશાળા બંધાવી અને પછી ધર્મભાવનાએ શીખવેલા સમર્પણને પરિણામે એ સઘળું સર્જીને શ્રીસંઘને અર્પણ કરી દીધું. વિ.સં. ૧૯૭૩માં એક ઉપાશ્રય બંધાવીને રાજ કોટના શ્રીમતી સંતોકબાઈ હેમચંદ ધારશીએ શ્રીસંઘને અર્પણ કર્યો.
વિ. સં. ૧૯૩૭ના ફાગણ સુદિ સાતમ ને સોમવારે આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ અને વિ. સં. ૧૯૮૨ની ચૈત્ર સુદિ સપ્તમીએ (ઈ. સ. ૧૯૨૬, ચોથી એપ્રિલ) સરધારમાં ડુંગરશીભાઈને ત્યાં શિવકુંવરબહેનની કુખે ભાનુમતીનો જન્મ થયો.
સરધારની મંદિરોવાળી શેરીમાં આજે પણ આ નિવાસસ્થાન દૃષ્ટિગોચર થાય છે. એ સમયે મહત્તરા મૃગાવતીશ્રીજીનાં દાદા અને દાદી સરધારથી ૭ કિમી. દૂર રાજકોટ જતા માર્ગ ઉપર આવેલા રાજ સમઢીયાળા ગામમાં વસતાં હતાં. એ સમયે આ ગામનું નામ સમઢીયાળા હતું અને ત્યાં ફક્ત એક જ જૈનનું સંઘવી કુટુંબ રહેતું હતું, આથી સમય જતાં પૂજ્યશ્રી મૃગાવતીજીના વડવાઓ સરધારમાં રહેવા આવ્યા. એ સમયે સરધારમાં કેટલાંય જૈન કુટુંબો વસતાં હતાં. વળી આ ગામમાં નિશાળ, ઉપાશ્રય, જિનાલય હોવાથી જ્ઞાનની ઉપાસના થઈ શકે તે હેતુથી ડુંગરશીભાઈ સમઢીયાળાથી સરધાર વસવા આવ્યા.
આવા સરધારની ભૂમિ પર વસતા ડુંગરશીભાઈ સંઘવીને ત્યાં કન્યારત્ન ભાનુમતી(મહત્તરા પૂ. મૃગાવતીજીનું સંસારી નામ)નો જન્મ મૂળ નક્ષત્રમાં થયેલો હતો અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર મૂળ નક્ષત્રમાં જન્મેલું બાળક ભવિષ્યમાં પોતાના ગુણો અને પુરુષાર્થથી પ્રગતિ સાધે છે અને પ્રસિદ્ધ બને છે. ચોપાસ ધર્મમય વાતાવરણ હતું. સાધુ-સાધ્વીઓનો ઉમદા લાભ સાંપડતો હતો. વ્રતો અને પર્વોની ઉમંગભેર ઉજવણી થતી હતી. સંતોષી, સુખી અને ધર્મપરાયણ ગ્રામજનોની વચ્ચે આનંદ પ્રવર્તતો હતો.
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સંયમ સાધનાના પથ પર
સરધારના દરબારગઢમાં આવેલી કન્યાશાળામાં ભાનુમતીએ ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. આ કન્યાશાળામાં કડક શિસ્તપાલન હતું. ભાનુમતી બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી, અનુશાસનપ્રિય, સ્વચ્છતાપ્રિય અને વિનયશીલ હતાં. એ પછી રાજ કોટની પ્રખ્યાત બાવાજીરાજ કન્યાશાળામાં બે વર્ષ અભ્યાસ કર્યો, આ શાળામાં અભ્યાસનું ધોરણ ઘણું ઊંચું હતું. એ સમયે બાળકોને આસપાસના ભાવનાશીલ વાતાવરણમાંથી અને માતાપિતાની છત્રછાયાને કારણે મહેનત, નીતિ અને ધર્મના પાઠ પણ શીખવા મળતા હતા અને ઉમદા સંસ્કારોને કારણે જીવન ધર્માચરણથી ભર્યું ભર્યું બનતું હતું.
આ સમયે સરધારમાં રોજ સવારે પ્રભાતફેરી નીકળતી હતી. શિવકુંવરબહેન અને એમની દીકરી ભાનુમતી ગાંધીજીના રંગે રંગાઈ ગયાં હતાં. એમના સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લેતાં હતાં. આખો દેશ જ્યારે જાગી ઊઠ્યો ત્યારે સરધારની નાનકડી બાળા ભાનુમતી સિંહમોઈ (ચારણબાઈ આઈ જીવણી) બનીને જાણે નવા ઇતિહાસનું સર્જન કરવા ઇચ્છતી ન હોય ! ત્યારે ભાનુમતીની ઉંમર નાની હતી પરંતુ એની રગ રગમાં દેશભક્તિનું જોર હતું અને દેશને આઝાદ કરવા માટેની ભાવના હતી.
પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સરધારના ચોકમાં લોકસ્વરાજની હાકલ કરીને જનસમૂહને ખાદીનાં વસ્ત્રો પહેરવાનું વ્રત આપ્યું હતું, જેમાં ઘણા જૈન પરિવારોએ અનુસરણ કર્યું હતું. આ સમયે સરધાર નજીક આવેલા હલેંડામાં જેલવાસ ભોગવતા સત્યાગ્રહીઓને સરધારના જૈનો ભોજન મોકલાવતા હતા. એકવાર અંગ્રેજ સરકારે સરધારના દરબારગઢની જેલમાં મહાત્મા ગાંધીજીને તથા બાજુના ત્રંબા ગામમાં કસ્તૂરબાને નજરકેદ કર્યા હતા. એ પછીના સમયે સરધારના જૈનો દેશ-દેશાવર ખેડતા. આજે સરધારમાં જૈનોનાં માત્ર દસ કુટુંબો વસે છે.
શિવકુંવરબહેનનો ત્રણ સંતાનોનો સુખી પરિવાર હતો. કાંતિ અને ગુલાબ નામના બે સદાચારી અને આજ્ઞાંકિત પુત્રો હતા, તો એક મહેનતુ અને ચારિત્રશીલ પુત્રી ભાનુમતી હતી. એમનાં સંતાનો લાડકોડમાં ઊછરતાં હતાં. ડુંગરશીભાઈ સંઘવી અને શિવકુંવરબહેન સંઘવીના સુખી સંસારની સુવાસનો
અનુભવ એમનાં સંતાનો કરી રહ્યાં હતાં. પતિ-પત્ની બંનેમાં ઉત્કૃષ્ટ ધર્મભાવના હતી અને એવામાં એકાએક જાણે સંસારના સુખનો સૂર્ય અસ્તાચળે ડૂબી ગયો.
વિ. સં. ૧૯૮૪માં ડુંગરશીભાઈનો સ્વર્ગવાસ થયો. શિવકુંવરબહેનના માથે જાણે આભ તૂટી પડ્યું. છેલ્લા કેટલાક વખતથી ડુંગરશીભાઈ વેપાર અર્થે મુંબઈ પરિવાર સાથે ગયા હતા. મુંબઈની પ્રસિદ્ધ મૂળજી જેઠા માર્કેટમાં એમની કાપડની પેઢી ચાલતી હતી, પરંતુ હવે શિવકુંવરબહેનને માથે ત્રણ સંતાનોના ઉછેરની કપરી જવાબદારી આવી પડી. મુંબઈથી પાછા આવીને તેઓ સરધારમાં વસ્યાં અને સંતાનોના ઉછેરમાં રાતદિવસ એક કરી નાખ્યાં.
આ અસહ્ય આઘાતને પોતાના અંતરમાં છુપાવી રાખ્યો અને ચિત્તને સ્વસ્થ રાખી ધીરજપૂર્વક સંસારની મજલ કાપવા લાગ્યાં. કોઠાસૂઝ ધરાવતાં શિવકુંવરબહેને બાળકોને માતાનો પ્રેમ અને પિતાની સંભાળ આપી. આ વજાધાતની અસર પોતાનાં સંતાનોને ન થાય એની ભારે તકેદારી રાખી. પોતાના હૈયાનું દુ:ખ ભૂલીને એમણે સંતાનોના ઉછેરમાં જીવ પરોવી દીધો અને ધીરે ધીરે દિવસો વ્યતીત કરવા લાગ્યાં.
મુંબઈથી સરધાર પાછાં આવેલાં શિવકુંવરબહેનના જીવનમાં પરિવર્તન સધાવા લાગ્યું. આજ સુધી સાંસારિક બાબતોની સદેવ ચિંતા કરતાં શિવકુંવરબહેન ધીરે ધીરે વધુ ને વધુ સમય ધર્મધ્યાનમાં ગાળવા લાગ્યાં. કાચા તાંતણે રહેલા સંસારના સંબંધોની ભંગુરતા એમણે જોઈ હતી. નશ્વરને બદલે શાશ્વતની શોધમાં લાગી ગયાં. વળી સમય મળે ગામલોકોની સેવા કરવા લાગ્યાં અને જરૂરિયાતમંદને દવાઓ અને બીજી સહાય આપવા લાગ્યાં.
પણ વિધાતાની લીલા પણ અકળ હોય છે ! હજી પતિના અવસાનનો આધાત પૂરેપૂરો જીરવે તે પહેલાં વળી એક નવો આઘાત આવ્યો. કહે છે કે મુશ્કેલીઓ કે આફતો એકલી આવતી નથી, પણ પોતાની આખી સેના સાથે ત્રાટકતી હોય છે. શિવકુંવરબહેનનો પુત્ર કાંતિ સદાને માટે વિદાય થઈ ગયો. હજી ભવિતવ્યતાનો રોષ શાંત થયો ન હોય, તેમ કુટુંબના એકમાત્ર આધાર સમો સોળ વર્ષનો જુવાન દીકરો ગુલાબ ટાઇફોઇડની બીમારીમાં સપડાયો. પોતાનાથી બનતા સઘળા ઉપચારો કર્યા, પરંતુ જાણે એક પછી એક આઘાત
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સંયમ સાધનાના પથ પર
ખમવાના હોય તેમ આ ગોરો રૂપાળો જુવાનજોધ દીકરો ગુલાબ ટાઇફોઇડની બીમારીમાં ગુજરી ગયો.
સતત આવતા આઘાતોને પરિણામે શિવકુંવરબહેનના હૈયામાં વેદનાનો સાગર ઊમટવા લાગ્યો. જાણે લીલીછમ વાડી રાતોરાત ઉજ્જડ અને વેરાન બની ગઈ ! પતિની વિદાય સાથે સુખી દામ્પત્યજીવન નંદવાઈ ગયું અને વર્તમાનમાં ચોપાસ કાળો અંધકાર છવાઈ ગયો. સંતાનોના અવસાનથી નજર સામેનું આખુંય ભવિષ્ય ભયાવહ બની ગયું. આખો દિવસ વ્યગ્ર ચિત્તે ‘ગુલાબ ગુલાબ’ એમ રટણ કરતાં હતાં. હવે માત્ર આખા ઘરમાં વિધવા શિવકુંવરબહેન અને નાનકડી ભાનુમતી હતાં. કાળ એવો કોપ્યો હતો કે ન પૂછો વાત.
શિવકુંવરબહેનના મનમાં મનોમંથનો જાગવા લાગ્યાં. જો જિંદગી ચંચળ જ હોય, તો પછી આવું જીવન જીવવું શા માટે ? હૃદય પર એક પછી એક આઘાત ખમવાના હોય, તો કંઈક એવું કરવું કે જેથી હૃદયને આમ વલોવાવું ન પડે. સંસાર જો સાર હોય તો પછી એવી નિઃસાર જિંદગી જીવવાનો શો અર્થ? વહાલસોયા પતિને થોડા વર્ષો પહેલાં ગુમાવ્યા હોય અને જ્યાં જતનથી ઉછેરેલાં પોતાનાં રતન સમાં સંતાનો મરણને શરણ થાય તેવું દશ્ય જોવા કરતાં તો આ જિંદગી જ સંકેલાઈ જાય, તો ખોટું શું છે? જીવનભરનો સાથ આપનારા છોડી જાય પછી આ જીવન જીવવાનો શો અર્થ ? પરંતુ વળી વિચાર આવ્યો કે હું તો મૃત્યુની સાડી ઓઢીને વિદાય લઈ લઉં, પરંતુ મારા કુળના અને મારી જિંદગીના છેલ્લા અવશેષ સમી વહાલસોયી ભાનુમતીનું શું ? ભલે મારે દુ:ખનો ભાર વેઠવો પડ્યો છે, પરંતુ મારે મારી દીકરીને દુ:ખી કરવી નથી.
- શિવકુંવરબહેનના ધર્મસંસ્કારો જાગી ઊઠે છે અને એ વિચારે છે કે જે જિંદગીની પ્રત્યેક પળ અમૂલ્ય છે, એને સામે ચાલીને ખોઈ બેસવાનો અર્થ શો? જે જનનીની જોડ જગતમાં જડતી નથી એવી જનની બનીને હું મારી દીકરીને શા માટે અનાથ અને અસહાય બનાવું ? શિવકુંવરબહેનના ધર્મસંસ્કારો જાગે છે. સૌરાષ્ટ્રની ધરતીનું ખમીર એમના રોમેરોમને પોકારે છે. સોનું અગ્નિમાં તપીને વધારે તેજસ્વી બને, તેમ આ પ્રચંડ આધાત અને સંતાપના તાપમાં એમનું હીર વધારે પ્રકાશે છે.
એ વિચારે છે કે માનવીને માટે સૌથી મોટો સહારો ધર્મ છે અને હવે એ જ ધર્મ મારો આરો અને ઓવારો છે. હવે મને સંસાર-વ્યવહારમાં કોઈ રસ નથી, પણ મારો ભીતરનો આતમરામ કહે છે કે હવે આ ઘટમાળમાંથી બહાર નીકળીને જીવનને ધર્મમય બનાવું.
ઉપાશ્રયમાં સાંભળેલું એક દૃષ્ટાંત શિવકુંવરબહેનના ચિત્તમાં ચકરાવા લે છે. સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ રાજગૃહીના ચોમાસામાં આપેલું સાધુ મહારાજ ના મુખેથી સાંભળેલું એ દૃષ્ટાંત યાદ આવે છે. ભગવાન મહાવીરે એ દૃષ્ટાંત આપતાં કહ્યું હતું,
‘કેટલાક લોકો અતિથિ માટે ઘેટાને પાળે છે, એને ખૂબ લાડ લડાવે છે, સારો ઘાસ-ચારો ખવરાવે છે. એને ચોળા ને જવ ખવરાવી હૃષ્ટપુષ્ટ બનાવે છે. ઘેટો ખાય છે ને મોજ કરે છે. એ ઘેટો મોટી કાયાવાળો અને મોટા પેટવાળો થાય છે. ઘેટો માને છે કે મારા જીવનમાં આનંદ છે, મોજ છે, મસ્ત થઈને ખાવાપીવાનું છે. જુઓને, બીજાં ઘેટાં કેવાં રખડે છે ! કેવાં ભૂખે મરે છે ! એવામાં એક દિવસ ઘરધણી મહેમાનને જમાડવા રાતા-માતા ઘેટાને પકડીને બાંધે છે અને એનો વધ કરે છે. એના નાના ટુકડા કરી એની સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. ઘેટાને મરતી વખતે અતિથિ આવ્યાનો શોક થાય છે ! પણ જરા ઊંડા ઊતરીને વિચાર કરો કે ઘડપણરૂપી અતિથિ કોને નથી આવતો ? તો વળી મૃત્યુરૂપી છરી કોને હલાલ નથી કરતી ? એ અતિથિ અને છરી આવ્યા પહેલાં જે ચેતે તે જ ખરો ચેત્યો કહેવાય.’ - શિવકુંવરબહેને વિચાર કર્યો કે હવે ઘડપણ આવે તે પહેલાં અને મૃત્યુ પૂર્વે ધર્મના માર્ગે ચાલવું છે. મનોમન વિચારે છે કે હવે તો જીવનનું એક જ ધ્યેય અને તે કર્મ આવરણથી રંક અને ધન બનેલા આત્માની દિવ્યજ્યોતિ પ્રગટાવવી. એક બાજુ સંસારસુખ છે, તો બીજી બાજુ કર્યસંગ્રામ છે. હવે સંસારના માર્ગે આગળ વધવાને બદલે સંયમસાધનાના કઠિન માર્ગે ચાલીને નિર્મળ આનંદ પ્રાપ્ત કરવો છે.
જો ધર્માચરણ કરવું હોય તો પછી વિલંબ શા માટે ? જીવનને અધ્યાત્મના માર્ગે લઈ જવું હોય, તો હવે રાહ કોની જોવાની ? મનમાં એક સંકલ્પ જાગ્યો અને ફરીવાર એમના ચિત્તમાં ગુરુમહારાજે કહેલું ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' નામના પવિત્ર આગમનું એક સૂત્ર જાગી ઊઠયું. એમાં કહેવાયું હતું,
Page #10
--------------------------------------------------------------------------
________________
સંયમ સાધનાના પથ પર
પ્રેરણાની પાવનમૂર્તિ ‘વીતી ગયેલી રાત ફરી પાછી આવતી નથી, અધર્મ આચરનારની જે રાત્રિઓ વીતી ગઈ છે તે નિષ્ફળ ગઈ સમજવી અને સદ્ધર્મ આચરનારની એ રાત્રિઓ સફળ ગઈ માનવી.’
મનમાં વિચારવા લાગ્યાં કે જીવનતારક તીર્થંકરોએ સંકલ્પ લઈને પળવારમાં કેવો સંસાર છોડી દીધો. ભગવાન મહાવીર સ્વામીએ રાજમહેલ, વૈભવ, પત્ની અને પુત્રી એ સઘળું હોવા છતાં પળવારમાં કેવું બધું છોડી દીધું ! તો પોતે શા માટે આ દુ:ખમય સંસારમાં રોકાય છે ?
શિવકુંવરબહેનના મનમાં ભગવાન મહાવીરના શ્રમણી સંઘમાં ભળીને આત્મકલ્યાણ સાધવાનો સંકેત જાગ્યો. એમને સંયમ માર્ગના પુણ્યયાત્રી બનવું હતું અને એથી એમણે સંસારત્યાગ કરવાનો વિચાર કર્યો. પાલીતાણામાં પૂજ્ય સિદ્ધિસૂરિસમુદાયનાં સાધ્વી મુક્તિશ્રીજીએ એમના વિશુધ્ધ ચિત્તને શાંત કર્યું હતું. અહીં તેઓને મુક્તિશ્રીજી, હીરાશ્રીજી, હિંમતશ્રીજી જેવાં સાધ્વી મહારાજો પાસેથી ધર્મસાંત્વના મળી. મહારાજનાં વચનોએ એમના હૃદયના તીવ્ર ઉદ્દેગને શાંત કર્યો, પરંતુ મનમાં વિચાર જાગ્યો કે હું સંયમના પંથે જાઉં પરંતુ પુત્રીનું શું? માતા પુત્રીના મનોભાવોને સારી પેઠે જાણતી હતી, એની ધર્મભાવનાથી પરિચિત હતી. એમણે વિચાર્યું કે પોતે સંસારની માયા ત્યજીને પ્રભુને માર્ગે જઈ રહ્યાં છે, તો પોતાની પુત્રીને પણ આ માર્ગે જવાનું મળે તો કેવું સારું ? આથી શિવકુંવરબહેને પુત્રી ભાનુમતી સાથે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો.
ભાનુમતીના મામા લીલાધરને જાણ થતાં એ વિચારમાં પડ્યા કે આટલી નાની વયમાં ભાનુમતી સંયમને પંથે જઈ શકશે ખરી ? એમાં એમની દીક્ષાની તૈયારી સાંભળીને તે પારાવાર ગુસ્સે થયા. એમણે કહ્યું કે મારી ભાણીને જે દીક્ષા આપે તે મારે મન ગુનેગાર છે. તે સમયે એમણે ભાનુમતીની દૃઢતા જોઈ. ભાનુમતીએ કહ્યું કે તમે કોઈ સારા ન્યાયાધીશને બોલાવો. ન્યાયાધીશ આવતાં ભાનુમતીએ કહ્યું કે, તમે મને લખી આપો કે હું આજીવન સૌભાગ્યવતી રહીશ.
આ સમયે ભાનુમતીની ઉંમર સાડા બાર વર્ષની હતી. કોઈ ન્યાયાધીશ એવું લખી આપે ખરા ? આથી બધા પાછા ગયા પણ સાથોસાથ ભાનુમતીની દીક્ષા લેવાની દૃઢતા સહુને સ્પર્શી ગઈ.
અંતે સંસારના આ સઘળા ઝંઝાવાતોમાંથી બહાર નીકળીને સંયમના માર્ગે
પ્રયાણ કરવાનો એમણે પ્રબળ નિર્ધાર કર્યો. ઘર અને દુકાન એ બધું જ રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલાં શિવકુંવરબહેન અને ભાનુમતીએ આઝાદી માટે જંગ ખેલતા સત્યાગ્રહીઓના ફંડ માટે આપી દીધું. | સરધારની ભૂમિ પર વસતા એમને શ્રી શત્રુંજય મહાતીર્થની પવિત્ર છાયામાં દીક્ષા લેવાનો ભાવ જાગ્યો અને વિ. સં. ૧૯૯પની માગશર વદ દશમ (ઉત્તર ભારત મુજબ પોષ વદ દશમ)ના દિવસે સરધારનાં શિવકુંવરબહેને પોતાની નાની પુત્રી ભાનુમતી સાથે દીક્ષા ગ્રહણ કરી. એ દિવસે શિવકુંવરબહેન બન્યાં સાધ્વીશ્રી શીલવતીજી અને એમની પુત્રી ભાનુમતી બન્યાં સાધ્વીશ્રી મૃગાવતીજી.
સાધ્વીશ્રી શીલવતીજીનો શાસ્ત્રીય અભ્યાસ તો ઓછો હતો, પણ એમણે સાધ્વીજીવન પ્રાપ્ત થતાં જ સતત સ્વાધ્યાય શરૂ કર્યો. આ અગાઉ એમણે પ્રકરણાદિ પ્રાથમિક ધર્મગ્રંથોનું, સુગમ ધાર્મિક પુસ્તકોનું, રાસાઓ, સ્તવનો, સઝાયો વગેરેનું અને બોધદાયક પુસ્તકોનું બહોળું વાચન કર્યું હતું; વળી એમનું ધાર્મિક વાચન જેટલું વિશાળ હતું, એટલી જ તીવ્ર એમની સ્મરણશક્તિ હતી. એમની પાસે બેઠા હોઈએ તો કથા-વાર્તાઓ, દુહા-ચોપાઈ, રમૂજી ટુચકાઓનો જાણે ભંડાર ખૂલી ગયો છે એમ જ લાગે. આ રીતે એમના સત્સંગમાં અને ધર્મકથામાં સમય ક્યાં પસાર થઈ જાય, એની ખબર જ ના પડે !
સાધ્વી શ્રી શીલવતીજીએ જાણે સાધ્વીજીવનનો આલાદ અનુભવતાં હોય તેમ, મુક્ત મને, ત્રણેક દાયકાઓ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત, બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વિહાર કરીને પોતાના આત્મતત્ત્વને અજવાળવા સાથે ધર્મની પ્રભાવના કરી હતી અને એક કુશળ, કલ્યાણવાંછુ અને ભાવનાશીલ સાધ્વીજી તરીકે સર્વત્ર સુવાસ પ્રસરાવી હતી. તેઓના શ્રીમુખેથી વારંવાર એક ઉક્તિ પ્રગટતી હતી અને તે એ, ‘આત્મવત્ સર્વભૂતપુ : પતિ જ પરત ' અર્થાત્ “જગતના જીવમાત્ર આત્મવત્ છે”. એમ કહીને તેઓ સમજાવતાં કે સમગ્ર માનવજાતિ એક છે, આપણે સહુ ભાઈબહેન છીએ.
એમની આવી વ્યાપક ભાવનાને કારણે ખ્રિસ્તી, મુસલમાન, પારસી સહુ કોઈ એમની પાસે ભાવપૂર્વક આવતા હતા અને આત્મીયતાનો અનુભવ કરતા
Page #11
--------------------------------------------------------------------------
________________
વિજયવંત તુજ નામ !
પ્રેરણાની પાવનમૂર્તિ હતા. કોઈ પણ વ્યક્તિ હોય પછી તે જૈન હોય કે જેનેતર, શ્રીમંત હોય કે ગરીબ પરંતુ સહુના તરફ એ સમાન નજરે જોતાં હતાં. નાનાં બાળકો જેવી સરળતા અને વત્સલતાનો સહુને એમની પાસે અનુભવ થતો હતો.
તેઓની યુગદ્રષ્ટા આચાર્ય ગુરુ વિજયવલ્લભસૂરિ પ્રત્યે અમાપ ગુરુભક્તિ હતી અને એમનું હૃદય સદેવ એ ઉપકારી ગુરુદેવ પ્રત્યેની ભક્તિથી ધબકતું હતું. એમની આવી ગુરુભક્તિ જોઈને જ ખ્યાલ આવતો કે પોતાનાં સાધુસાધ્વીઓ પર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનું કેટલું અપાર વાત્સલ્ય હશે અને એમની સદૈવ કેટલી બધી હિતચિંતા કરતા હશે. આમ શિષ્યો અને પ્રશિષ્યોને જોતાં જ સહુ ધાર્મિકજનોને અનુભવ થતો કે આચાર્ય ગુરુ વલ્લભ તો ગુરુ વલ્લભ જ છે. એમના જેવા સમસ્ત શ્રીસંઘના સુખ-દુ:ખના સાથી અને સૌને પ્રગતિને માર્ગે આગળ વધવાની પ્રેરણા આપનારા અને શ્રીસંઘની પ્રગતિ નીરખીને રાજી થનારા ગુરુ વિરલ-અતિવિરલ જ હોય છે.
આવા મહાન ગુરુની અડસઠ વર્ષની સાધનાએ વિરલ પ્રભાવ સર્યો હતો. એમના સમગ્ર શિષ્યસમૂહના હૃદયમાં સદૈવ એમની ભાવનાઓ ગુંજતી હતી. સાધ્વીશ્રી શીલવતીજી યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના દીવાદાંડી સમા જીવન પર દૃષ્ટિ ફેરવીને સાધનાના માર્ગે ચાલતાં હતાં.
કેવા હતા એ આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ !
ઘોર અંધારી રાત્રે વિશાળ સાગરજળમાં નૌકામાં બેસીને પ્રવાસ કરનારને દીવાદાંડીનો પ્રકાશ માત્ર આધાર જ નહીં, બલકે માર્ગદર્શક બને છે. સાધ્વીશ્રી શીલવતીજી અને પૂ. મૃગાવતીજીને એક એવા મહાન યુગદ્રષ્ટા ગુરુની પ્રાપ્તિ થઈ કે જેમની ભાવનાઓ, વિચારો અને આધ્યાત્મિક પ્રકાશ એમના ઉજ્વળ સંયમજીવનનો વિરાટ પંથ બની ગયો. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ આ વર્તમાન સમયની પેલે પારનું ભવિષ્ય જોનારા, વિચારનારા અને એ અંગે નક્કર અને રચનાત્મક કાર્યો માટે પ્રેરણા આપનારા વિરલ યુગદ્રષ્ટા વિભૂતિ હતા. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને જીવનયાત્રાનો મંત્ર અને સંયમસાધનાનો માર્ગ માતા પાસેથી સાંપડ્યો. માતાએ પોતાના દસ વર્ષના પુત્ર છગનને શિખામણ આપી કે સદા અહંનું શરણ સ્વીકારજે, શાશ્વત ધર્મ-ધન મેળવજે અને જગતના જીવોનું કલ્યાણ કરજે . માતાના આ ત્રણ અંતિમ આદેશ છગનના ભાવિજીવન માટે દીવાદાંડી રૂપ બની ગયા.
એ પછી વડોદરામાં છગનને નવયુગપ્રવર્તક, જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજનો મેળાપ થયો. વડોદરામાં એમની વાણી સાંભળીને છગન ગદ્ગદિત બની ગયો. વ્યાખ્યાનમાં આવેલા સહુ કોઈ
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વીખરાઈ ગયા, પરંતુ બાળક છગન બેસી રહ્યો. એના અંતરમાં એટલો બધો કોલાહલ જાગ્યો હતો કે એની વાણી મૌન બની ગઈ.
પૂજ્ય આત્મારામજી મહારાજે ધાર્યું કે બાળક કોઈ આર્થિક મૂંઝવણથી અકળાયેલો હશે. એમણે છગનને સાંત્વના આપતાં કહ્યું કે, તું સ્વસ્થ થા. તારા અંતરનું દુઃખ કહે. તને ધનનો ખપ લાગે છે. અમે તો ધન રાખતા નથી, પરંતુ કોઈ શ્રાવક આવે તો મદદ કરવાની પ્રેરણા જરૂર આપીશ. પરંતુ બાળક છગનને કોઈ ભૌતિક ધનની નહીં, બલકે આત્મિક ધનની ખેવના હતી. પૂ. આત્મારામજી મહારાજનાં પ્રવચનોએ એમનાં અંતરની આરત જગાડી હતી. પછી તો દીક્ષા ધારણ કરીને દાદાગુરુના ચરણમાં વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ અને ચરિત્રગ્રંથોનો અભ્યાસ કર્યો, વળી સાથોસાથ અહર્નિશ એકનિષ્ઠાથી ગુરુસેવા કરી.
આમ જીવનના આરંભકાળમાં જ માતાની શિખામણ અને ગુરુના માર્ગદર્શનથી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીએ તપશ્ચર્યાથી આત્મપથ પર પ્રયાણ આદર્યું.
પોતાની આસપાસના સમાજમાં એમણે કારમી ગરીબી જોઈ. એ સમયે એક ઉક્તિ પ્રચલિત હતી કે, ‘પેટમાં ખાડો ને વરઘોડો જુઓ.’ મૃત્યુ પછીના સ્વર્ગલોકને ઊજળું કરવા માટે પૃથ્વી પરના જીવનને અધમ બનાવવામાં આવતું હતું. એમાં પણ ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી હતી, જ્યારે બીજી બાજુ કેટલાક આત્મકલ્યાણને બહાને સમાજહિતની ઉપેક્ષા કરતા હતા. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ કહ્યું,
ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધર્મી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં, પણ અન્યાય છે.’
ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે જેટલી આર્થિક સુવિધાઓની જરૂ૨ હતી, એટલી જ જરૂર એમને કેળવણી આપીને પ્રગતિને પંથે વાળવાની હતી. યુગદ્રષ્ટા આચાર્યશ્રીએ કેળવણીની અનેક સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપી. કન્યા છાત્રાલય, બોર્ડિંગ, કૉલેજ, વિદ્યાલય અને જૈન વિદ્યાપીઠની સ્થાપના
૧૨
વિજયવંત તુજ નામ !
કરી. એમની કલ્પના તો જૈન વિશ્વવિદ્યાલયની સ્થાપનાની હતી. આચાર્યશ્રીની ઉદાર ભાવનાને કારણે માત્ર જૈનોએ જ નહીં, બલકે વૈષ્ણવોએ પણ એમના કેળવણીના કાર્યમાં સારી એવી સખાવત આપી. વેપારી સમાજને કેળવણીના માર્ગે વાળવા માટે આચાર્યશ્રીએ કહ્યું,
‘હૃદયમંદિરમાં સરસ્વતીની જ્યોત પ્રગટાવો એટલે અંતરમાં પ્રગતિની ઝંખના પ્રગટ્યા વગર નહીં રહે.’
લક્ષ્મીમંદિરમાં રાચનારા લોકોને એમણે સરસ્વતીમંદિર સ્થાપવાની પ્રેરણા આપી. ગુજરાતની વિદ્યા પહેલીવાર ગુજરાતની અને દેશની બહાર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજના ગ્રંથ રૂપે ગઈ હતી, પરંતુ એ પછી વિદ્યાપ્રેમ અને જ્ઞાનપ્રસારનાં તેજ ઝાંખાં પડવા લાગ્યાં. ચોપડી કરતાં ચોપડામાં વધુ રસ પડવા લાગ્યો.
આવે સમયે નામ વિનાની પત્રિકાઓ છાપીને બદબોઈ કરવામાં કુશળ એવા સમાજના એક ભાગે આજથી એકસો વર્ષ પહેલાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સર્જન સમયે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને માટે કેટકેટલી મુશ્કેલીઓ સર્જી હશે ? આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ તો સ્પષ્ટપણે કહેતા કે કેળવણી વિના આપણો આરો નથી. તેઓ ઇચ્છતા કે આ કેળવણી ધાર્મિક સંસ્કાર અને શ્રદ્ધાથી સુવાસિત હોય. તેમણે કેળવણીની બાબતમાં નિદ્રા સેવતા સમાજને જગાડતાં કહ્યું, ‘કેળવાયેલા જ જૈનશાસનની રક્ષા કરશે.’
પ્રભાવક યુગપુરુષ પૂજ્ય આત્મારામજી મહારાજે પોતાના પટ્ટધર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને પોતાના અંતિમ આદેશ અને સંદેશમાં સરસ્વતીમંદિરો સ્થાપવાનું કહ્યું હતું. આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વરજીએ પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સરસ્વતીમંદિરોની સ્થાપના કરી. પોતાના દાદાગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી અભિગ્રહ (પ્રતિજ્ઞા) લેતા હતા.
જેમ કે તેઓ પ્રતિજ્ઞા કરતા કે પંજાબમાં જ્યાં સુધી જૈન કૉલેજ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસ, મૌન અથવા નગરમાં સાદગીભર્યો પ્રવેશ કરીશ. એમની
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પ્રતિજ્ઞાનું બળ પ્રજાકીય પુરુષાર્થનું પ્રેરક બનતું. એને પરિણામે તેઓની પ્રેરણાથી સમાજ કલ્યાણનાં અનેક કાર્યો થયાં.
ઈ. સ. ૧૯૧૩માં મુંબઈમાં ચાતુર્માસ સમયે વિદ્યાનું એક વાતાવરણ સર્જાયું અને એમાંથી ઈ. સ. ૧૯૧૪માં સમાજના યુવકોના વિદ્યાભ્યાસ માટે નિવાસ આપતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ. આ સમયે સંસ્થાના નામકરણનો પ્રશ્ન આવતાં કોઈએ આચાર્યશ્રીને એમના દાદાગુરુનું કે એમનું નામ સાંકળવા વિનંતી કરી ત્યારે પૂ. આ. વિજયવલ્લભસૂરીશ્વરજીએ કહ્યું કે આ સંસ્થાનું નામ કોઈ વ્યક્તિવિશેષને બદલે તારક તીર્થકર ભગવાન મહાવીરના નામ સાથે જોડવામાં આવે અને આ રીતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામકરણ થયું.
વિદ્યાલયનો પ્રારંભ તો એક નાના બીજરૂપે થયો, પરંતુ થોડા જ વર્ષોમાં એક વિશાળ ભવન ખરીદવામાં આવ્યું અને ઈ. સ. ૧૯૨૫માં એ ભવનમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો કારોબાર ચાલવા લાગ્યો. આ જ્ઞાનના વડલાની વડવાઈઓ ફેલાવા લાગી. અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર, ભાવનગર, ઉદેપુર, અંધેરી (મુંબઈ)માં વિદ્યાર્થીઓ માટે તથા અમદાવાદ, વલ્લભવિદ્યાનગર, પૂનામાં કન્યાઓ માટે એની શાખાઓ વિકસી, પરંતુ આ સંસ્થાનું સૌથી મોટું પ્રદાન તો એમણે આપેલા તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ છે, જે આજે દુનિયાભરના દેશોમાં ઉત્તમ કામગીરી બજાવી રહ્યાં છે. આ સંસ્થા વિશે આચાર્યશ્રીએ કેવું વિરાટ દર્શન કર્યું હતું ! એમણે કહ્યું,
મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજનું ગૌરવ છે, પ્રગતિની પારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે અને આદર્શની ઇમારત છે.’
આજે પણ આવી સંસ્થાઓની જરૂર છે, કારણ કે જ્ઞાનપ્રસારના અભાવે કોઈપણ ધર્મ કે સમાજ ગઈકાલની અંધશ્રદ્ધા અને આવતીકાલની અસંસ્કારિતામાં ડૂબી જાય છે.
એક બાજુ ક્રાંતદ્રષ્ટા આચાર્યશ્રીએ સમાજની આર્થિક અને માનસિક ગરીબી ફેડવાની પ્રેરણા આપી, તો બીજી બાજુ નાના નાના વાદવિવાદ અને
વિજયવંત તુજ નામ ! મતમતાંતરમાં ગૂંચવાયેલા સમાજને એકતાનો સંદેશો આપ્યો. પંખી અને માનવીમાં ભેદ એટલો છે કે પંખી નીચે લડે, પણ ઊંચે જાય તો કદી ન લડે. જ્યારે માનવી થોડો ‘ઊંચો જાય કે લડવાનું શરૂ થાય. શ્રીસંઘની એકતા માટે એમણે ‘સવિ જીવ કરું શાસનરસી'ની ભાવના વ્યક્ત કરી. આસપાસ ચાલતા ઝઘડા, મતમતાંતરો, એકબીજાને હલકા દેખાડવાની વૃત્તિ આ બધાથી તેઓ ઘણો વ્યથિત હતા. મુંબઈના ચાતુર્માસ દરમિયાન એમણે કહ્યું,
‘તમે બધા જાણો છો કે આજકાલનો જમાનો જુદો છે, લોકો એકતા ચાહે છે. પોતાના હકોને માટે પ્રયત્ન કરે છે. હિંદુ-મુસલમાન એક થઈ રહ્યા છે. અંગ્રેજ , પારસી, હિંદુ અને મુસલમાન બધા એક જ ધ્યેય માટે સંગઠિત થઈ રહ્યા છે. આ રીતે દુનિયા તો આગળ વધી રહી છે. ખેદની સાથે કહેવું પડે છે કે આવા સમયમાં પણ કેટલાક વિચિત્ર સ્વભાવના મનુષ્યો - આપણા જ ભાઈઓ દસ કદમ પાછળ હઠવાનો પ્રયાસ કરે છે. આજે તો બધાએ એક થઈ સમાજ , ધર્મ અને રાષ્ટ્રના કલ્યાણનું કાર્ય કરવું જોઈએ.’
સમાજની એકતા માટે તેઓએ જીવનભર પ્રયાસ કર્યો. એમનો સમાજ એટલે કોઈ સાંપ્રદાયિકતાના સીમાડામાં બંધાયેલો સમાજ નહોતો. સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠે એ જ સંત. એમણે ગુરુદ્વારામાં ઉપદેશ આપ્યો હતો તેમજ એના જીર્ણોદ્ધાર માટે આર્થિક સહાયની પ્રેરણા પણ આપી હતી. મેઘવાળો (દલિત કોમ) માટે સૂવાનો ખંડ એમના ઉપદેશથી તૈયાર થયો હતો.
પપનાખા (અત્યારે પાકિસ્તાનમાં) ગામમાં મુસલમાનોને મસ્જિદમાં જવાઆવવાની મુશ્કેલી પડતી હતી. એને માટે રસ્તાની જમીન આપવાની શ્રાવકો ના પાડતા હતા. આચાર્યશ્રીને મુસલમાનોએ વિનંતી કરી ત્યારે આચાર્યશ્રીએ વ્યાખ્યાનમાં શ્રાવકોને પૂછ્યું, ‘આ મુસલમાનો મસ્જિદમાં શું કરે છે ?”
અગ્રણી શ્રાવકે કહ્યું, ‘સાહેબ ! તેઓ ખુદાની બંદગી કરે છે.' આચાર્યશ્રીએ વળતો સવાલ કર્યો, ‘તમે મંદિરમાં શું કરો છો ?' ‘ભગવાનની સ્તુતિ.’ જવાબ મળ્યો.
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ આ સાંભળી આચાર્યશ્રીએ કહ્યું, ‘મને તો ખુદાની બંદગી અને ભગવાનની સ્તુતિમાં કોઈ ભેદ દેખાતો નથી.’
અને પછી શ્રાવકોને બીજા ધર્મને આદર આપવાની વાત સમજાવી. એને પરિણામે શ્રાવકોએ મુસલમાનોને આવવા-જવાના રસ્તા માટે હર્ષભેર જમીન આપી.
આચાર્યશ્રીનો રાષ્ટ્રપ્રેમ પણ ઉદાહરણીય હતો. એમણે જીવનભર ખાદી પહેરી હતી. રેશમી વસ્ત્રોનો અવિરત વિરોધ કર્યો. આચાર્ય પદવી બાબતે પણ નવસ્મરણના પાઠ સાથેની પંડિત હીરાલાલ શર્માએ જાતે કાંતીને તૈયાર કરેલી ખાદીની ચાદર ઓઢી હતી. રાષ્ટ્રના અગ્રણીઓ આચાર્યશ્રીના દર્શને આવતા હતા. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.એ શ્રી મોતીલાલ નહેરુની તમાકુની ટેવ છોડાવી હતી. અંબાલા શહેરની જાહેર સભામાં આનો એકરાર કરતાં શ્રી મોતીલાલ નહેરુએ કહ્યું,
‘હું મારી અક્કલ ગુમાવી બેઠો હતો, તે આ જૈન મુનિએ ઠેકાણે આણી.’
આવી જ રીતે ૫. મદનમોહન માલવિયા પણ એમનાં પ્રવચનો સાંભળવા આવતા અને પોતાના કાર્યમાં આશીર્વાદ માગતા હતા.
પદવી કે પ્રસિદ્ધિથી આચાર્યશ્રી હંમેશાં અળગા જ રહ્યા. ફાલનાની કૉન્ફરન્સ વખતે શ્રીસંઘે એમને વિનંતી કરી કે શ્રીસંઘ તેઓને ‘સુરિસમ્રાટ'ની પદવીથી વિભૂષિત કરવા માગે છે. આ સમયે આચાર્યશ્રીએ કહ્યું,
‘મારે પદવીની જરૂર નથી. મારે તો શ્રીસંઘની સેવા કરવી છે. મારા પર સૂરિનો ભાર છે તે પણ હું મૂકી દેવા માગું છું.’
એમના હૃદયની વ્યાપકતા એમનાં જીવન અને વાણી બંનેમાં પ્રગટ થાય છે. એમના આ શબ્દોની મહત્તા પિછાનવા માટે કેટલું વિશાળ હૃદય જોઈએ ! તેઓ કહે છે,
| ‘ન જૈન છું, ન બૌદ્ધ, ન વૈષ્ણવ, ન શૈવ, ન હિંદુ કે ન મુસલમાન. હું તો વીતરાગ પરમાત્માને શોધવાના માર્ગે વિચરવાવાળો એક માનવી છું. એક યાત્રાળુ છું.'
વિજયવંત તુજ નામ ! વિચારની કેવી ભવ્યતા અને પોતાની કેટલી લધુતા ! મહાવીરની વીરતા એ સિંહની વીરતા છે. અહિંસા દાખવવાનું સિંહને હોય, સસલાને નહીં. એવી અહિંસક વીરતાનું જવલંત ઉદાહરણ છે કાંતદ્રષ્ટા આચાર્યશ્રીના જીવનમાં બનેલી પાકિસ્તાનમાં આવેલા ગુજરાનવાલાની ઘટના. ૧૯૪૫થી ૧૯૪૭ સુધીનો હિંદુસ્તાનનો એ સમય અંધાધૂંધી અને ઊથલપાથલોથી ભરેલો હતો. આવે સમયે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા. પંજાબ(પાકિસ્તાન)માં ગયા અને અઢી-ત્રણ વર્ષ સુધી શાસન કાર્યો કરતાં કરતાં એક વીર સાધુની પેઠે રહ્યા.
આ સમયે આચાર્યશ્રીની ઉંમર ૭૫ વર્ષની હતી. એમણે ગુજરાનવાલામાં ચોમાસું કર્યું. ભારત-પાકિસ્તાનના ભાગલાના એ સમયમાં એમના ઉપાશ્રયમાં ચાર બૉબ મુકાયા હતા. આચાર્યશ્રીને દેશભરમાંથી વિનંતી કરવામાં આવી કે આપ તત્કાળ ભારતમાં પાછા આવો. આચાર્યશ્રી એ બાબતમાં મક્કમ હતા કે શ્રીસંઘની એકેએક વ્યક્તિ સલામત રીતે વિદાય થાય એ પછી જ હું અહીંથી જવાનો છું. ગુજરાનવાલાથી અમૃતસરની આચાર્યશ્રીની એ વીરતાની કથા યાત્રા સમાન છે.
આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પોતાના જીવનમાં ત્રણ આદર્શ રાખ્યા હતા. આત્મસંન્યાસ, જ્ઞાનપ્રસાર અને શ્રાવક-શ્રાવિકાનો ઉત્કર્ષ. એમણે ૬૮ વર્ષની સંયમસાધનામાં આ ત્રણેય આદર્શોની સિદ્ધિ માટે સતત પ્રયાસ કર્યો. સમાજને વર્તમાનમાં જીવવાની, રાષ્ટ્રીય પ્રવાહોને ઓળખવાની, જ્ઞાનપ્રચારની, અહિંસક વીરતાની, આત્મસાધનાની, સર્વધર્મ સમભાવની અને ગતાનુગતિકતાને બદલે સમયજ્ઞતાની - પોતાની વાણી અને જીવનથી ઝાંખી કરાવીને એમણે આવતીકાલનો માર્ગ કંડારી આપ્યો.
વિજયવંત તુજ નામ, અમોને અખૂટ પ્રેરણા આપો ! તારી પ્રેમ-સુવાસ સદાયે ઘટઘટ માંહે વ્યાપો !
Page #15
--------------------------------------------------------------------------
________________
૩
જન્મદાતા અને જીવનશિલ્પી
યુગદ્રષ્ટા
આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના આદર્શો અને સિદ્ધાંતોએ સહુને અખૂટ પ્રેરણા આપી. એમની પ્રતિભાના પ્રકાશમાં સાધ્વીશ્રી શીલવતીજીએ પોતાના સંયમજીવનને નિર્મળ ગંગાની જેમ વહાવ્યું અને એ ગંગાપ્રવાહમાં પૂજ્ય મૃગાવતીશ્રીજી મહારાજ પણ ગુરુમાતાના પંથે પ્રગતિ સાધવા અને ગુરુ વલ્લભના વિચારોને મૂર્તિમંત કરવા લાગ્યાં.
સાધ્વીશ્રી શીલવતીજી મહારાજની હૈયાઉકલત, વ્યવહારદક્ષતા અને માણસને પારખવાની ચકોર દૃષ્ટિ પણ નવાઈ પમાડે એવી હતી. વખત આવ્યે નિર્ભય બનીને સામી વ્યક્તિને વિવેકપૂર્વક કડવું સત્ય કહી દેવાની એમની પાસે તાકાત હતી. ગુરુ વલ્લભના આશીર્વાદ અને એમની આજ્ઞાને એમણે શોભાવી જાણ્યાં.
સાધ્વીશ્રી શીલવતીજીને સંસારી અવસ્થામાં અભ્યાસનો યોગ સાંપડ્યો નહોતો. માત્ર તેર વર્ષની ઉંમરે એમના સંસારનો પ્રારંભ થયો, પરંતુ સાધ્વી થયા પછી અક્ષરજ્ઞાનનો એવો આરંભ કર્યો કે થોડા જ સમયમાં રાસચરિત્ર એકવાર વાંચે અને સઘળું યાદ રહી જતું. આગમનાં ભાષાંતરોનો અભ્યાસ કરવા માંડ્યો અને ક્યારેક તો અભ્યાસ કરતાં ગોચરીનો સમય પણ ભૂલી જતાં. વળી કોઈ વ્યાખ્યાનમાં
જીવનદાતા અને જીવનશિલ્પી
કશુંક મહત્ત્વનું સાંભળે તો એને નોંધી લેતાં હતાં અને એ રીતે જીવનના પ્રારંભે જ્ઞાનપ્રાપ્તિના સંયોગો નહોતા તે સંયોગો સાધ્વીજીવનમાં પ્રાપ્ત થતાં એમનાં વ્યાખ્યાનોમાં વિચા૨ની વસંત મહોરી ઊઠી. એવા સરસ દોહા કહે કે જે સહુને યાદ રહી જાય, કહેવતો દ્વારા પોતાની વાતને એવી ચોટદાર રીતે રજૂ કરે કે તેમની વાત શીરાની જેમ ગળે ઊતરી જાય.
પૂ. શીલવતીજીએ ધર્મધ્યાન ઉપરાંત સ્ત્રીઉત્થાન માટે પણ અથાગ પ્રયત્નો કર્યા અને સ્ત્રીસમાજની આધ્યાત્મિક અને સામાજિક પ્રગતિ માટે પ્રેરણા આપી. સાધ્વીશ્રી જ્યાં જ્યાં વિહાર કરતાં હતાં, ત્યાં તીર્થંકર ભગવાન મહાવીરનો વિશ્વવાત્સલ્યનો સંદેશો જનસમૂહમાં ફેલાવતાં હતાં. એમની વાણીમાં જૈન અને જૈનેતરના કોઈ સીમાડા નહોતા, પરંતુ એમાં ‘સર્વજન હિતાય અને સર્વજન સુખાય'નો ઉપદેશ હતો. એમનો આ ઉદાર દૃષ્ટિ અને સર્વજનવત્સલતાનો વારસો માતાગુરુની પ્રસાદી તરીકે સાધ્વીશ્રી મૃગાવતીજીને પ્રાપ્ત થયો. પૂજ્ય શીલવતીજી મહારાજ બાળકો અને સ્ત્રીઓનાં તો સાચાં હિતચિંતક હતાં. એમની આસપાસ બહેનો અને બાળકો ટોળે વળીને બેઠાં જ હોય, અને તેઓ સૌને કંઈક ને કંઈક હિત-શિખામણ આપતાં હોય.
શ્રીસંઘના ઉત્થાનમાં તેઓનું મોટામાં મોટું અને ચિરંજીવ અર્પણ હોય તો તે એમનાં પુત્રી શિષ્યા પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજી જેવાં તેજસ્વી, નિખાલસ, સ્વતંત્ર ચિંતક, પ્રભાવક અને વિદુષી સાધ્વીરત્નની ભેટ. પોતાની સાધ્વીપુત્રીના અભ્યુદય માટે તેઓ જીવનભર આકરું તપ કરતાં રહ્યાં અને જ્ઞાનચારિત્રની નિર્મળ આરાધના અને વ્યાપક તથા મર્મસ્પર્શી જ્ઞાનોપાસના દ્વારા શ્રી મૃગાવતીજીનો શતદલ કમળની જેમ વિકાસ થાય, એ માટે તેઓ સદા એમની સંભાળ રાખતાં રહ્યાં.
સાધ્વીશ્રી શીલવતીજી મહારાજ ચારિત્રપાલનની બાબતમાં સોરઠની સિંહણ સમાન હતાં, પરંતુ સાથોસાથ પોતાની બાર વર્ષની પુત્રી શાસ્ત્રાભ્યાસ અને ધ્યાનાભ્યાસમાં કઈ રીતે પ્રગતિ સાધે, તે માટે સતત પ્રયત્નો કરતાં હતાં, આથી સાધુમાર્ગનું સઘળું કામ પોતાને શિરે લઈને સાધ્વીશ્રી મૃગાવતીજીને
૧૯
Page #16
--------------------------------------------------------------------------
________________
જીવનદાતા અને જીવનશિલ્પી
પ્રેરણાની પાવનમૂર્તિ અધ્યયન માટે તેઓ સતત પ્રેરતાં રહ્યાં અને તે માટે સઘળી અનુકુળતા સર્જતાં રહ્યાં.
ઉત્તમ પંડિતો પાસેથી જ્ઞાનસાધનાનો યોગ થાય તે માટે સાધ્વી શ્રી શીલવતીજી સ્વયં એમને વિનંતી કરતાં હતાં. આ પંડિતો છ-છ કલાક સુધી બાલસાધ્વી મૃગાવતીજીને ધર્મગ્રંથોનો અભ્યાસ કરાવતા હતા અને આ તેજસ્વી સાધ્વીરત્નનો દિવસનો સમય સ્વાધ્યાય અને શાસ્ત્રાભ્યાસમાં જતો હતો, તો રાત્રે પોતે કરેલા પાઠ પાકા કરતાં હતાં. અત્યંત તીવ્ર બુદ્ધિ ધરાવતાં સાધ્વીશ્રી મૃગાવતીજી ૧૪ વર્ષની ઉંમરે પ્રતિદિન સંસ્કૃતના એકસો શ્લોકો કંઠસ્થ કરી લેતાં. માતાને અહર્નિશ એક જ ભાવના રહેતી કે મારી આ શિષ્યા-પુત્રી સંસ્કૃત ભાષામાં વિશાળ જનસમુદાયને વ્યાખ્યાન આપી શકે એવી તૈયાર થવી જોઈએ.
એમણે એ સમયના પ્રકાંડ પંડિત શ્રી છોટેલાલજી શર્માને આ કામ સોંપ્યું અને સાથોસાથ અન્ય વિદ્વાનો અને મનીષીઓ પાસે અભ્યાસ માટે વ્યવસ્થા કરી આપી. આનું પરિણામ એ આવ્યું કે સાધ્વીશ્રી મૃગાવતીજી સંસ્કૃત ભાષામાં અસ્મલિત વ્યાખ્યાન આપી શકતાં હતાં.
ગુરુને સર્વસ્વ સમર્પણ કરી દે એવી ગુરભક્તિનાં દૃષ્ટાંતો મળે છે, પરંતુ શિષ્યના અભ્યદય માટે ગુરુ સ્વયંને અર્પણ કરી દે, પોતાનું સર્વસ્વ એમાં જ સમાવી દે અને પોતે સ્વયં શિષ્યમય જ બની ગયાં હોય એ રીતે સાધનાની અને જીવનની બધી ક્રિયા-પ્રક્રિયા ગોઠવે, એવું તો ક્વચિત્ જ બનતું હોય છે. અહીં સાધ્વીશ્રી શીલવતીજી હકીકતમાં સાધ્વીશ્રી મૃગાવતીજીમય બની ગયાં હતાં અને પોતાની શિષ્યા-પુત્રીના વ્યક્તિત્વના ઘડતરમાં જ પોતાનું સર્વસ્વ સમર્પી દીધું હતું.
આ રીતે મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવનઘડતરમાં એમનાં માતાગુરૂએ અમૂલ્ય ફાળો આપ્યો. આની પાછળ ગુરુવર્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની ઉદારતા, દીર્ધદૃષ્ટિ અને પ્રગતિપ્રિયતાનું મનોરમ દર્શન થાય છે.
વળી સાધ્વી માતા-પુત્રી વચ્ચેના આવા ધર્મવાત્સલ્યની સુભગ અસર એમનાં બે સાધ્વીજીઓ પ. પૂ. સુયેષ્ઠાજી મ. સા. તથા પ. પૂ. સુત્રતાજી મ. સા.
પર પણ જોવા મળે છે. એમનાં વિનય, વિવેક, મિતભાષિતા, અધ્યયન પ્રત્યેની રુચિ, સેવાપરાયણતા, નિખાલસતા વગેરે ગુણો તેમની શિષ્યાઓમાં પણ જોવા મળે છે.
સાધ્વીશ્રી શીલવતીજી જેમ એક હેતાળ માતા જેવાં મમતાળુ હતાં, એવાં જ વખત આવ્યે તેઓ, સંતાનના ભલાની ખાતર કડવું ઓસડ પાનાર કઠોર માતાનું રૂપ પણ ધારણ કરી શકતાં હતાં. તેઓ મમતા વરસાવતાં હોય કે કઠોરતા દર્શાવતાં હોય, કિંતુ એ બંનેની પાછળ એમની એકમાત્ર મનોવૃત્તિ લોકહિતની રહેતી.
સોરઠનાં આ સાધ્વીજી પ. પૂ. શીલવતીજી અને પૂ. મૃગાવતીજીના હૈયે પંજાબનો પ્રદેશ વસેલો હતો અને પંજાબના જૈનો પણ આ સાધ્વીરત્નો પ્રત્યે અખૂટ આસ્થા ધરાવતા હતા. તેઓએ જેટલી લોકચાહના પંજાબમાં જગાડી, એટલી જ એમણે મુંબઈમાં છેલ્લાં બે ચાતુર્માસ દરમિયાન સર્જી હતી. મુંબઈમાં તો એમની એક જ ઝંખના હતી કે આર્થિક મૂંઝવણ અનુભવતા સામાન્ય અને મધ્યમ વર્ગના ઉત્કર્ષની અમારા ગુરુદેવની ભાવના કેવી રીતે સફળ થાય ! અને આ માટે એમણે મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટેની ગુરુ વલ્લભવિજયજી અને ગુરુ, સમુદ્રવિજયજીની ભાવનાને સાકાર કરી. નાલાસોપારામાં સાધર્મિક ભાઈઓના નિવાસ માટે ‘આત્મવલ્લભનગર ” બનાવીને સમાજમાં એક નવો ચીલો પાડ્યો અને મધ્યમવર્ગના જૈનોની વેદનાને ઓછી કરી.
આ રીતે મુંબઈનાં બે ચાતુર્માસ દરમિયાન માતાગુરુની સાથે રહીને પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજે અપાર લોકચાહના પ્રાપ્ત કરી.
માતાગુરુ પણ જીવનના અસ્તાચળ સમયે વીતરાગ પ્રભુના ધ્યાનમાં એકાગ્ર થઈને શ્રી સિદ્ધાચલજી તથા શ્રી શંખેશ્વરજી જેવા તીર્થોની યાત્રાની ભાવના ભાવ્યા કરતા. વળી છેલ્લે છેલ્લે પોતાના ગુરુદેવે સ્થાપેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો સુવર્ણ મહોત્સવ ખૂબ શાનદાર રીતે ઊજવાય એ જોવાની પ. પૂ. શીલવતીજી મ. સા.ની ઝંખના પૂરી થઈ અને એમનો આત્મા પૂર્ણ સંતોષ અનુભવી રહ્યો અને વિદ્યાલયની શાખાઓમાં એની ઉજવણી ચાલુ હતી, તે દરમિયાન જ વિ. સં. ૨૦૨૪ના મહા વદિ ચોથ, તા. ૧૭-૨-૧૯૬૮ ને
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ શનિવારના રોજ સાંજના સવા છ વાગતાં, મુંબઈમાં શ્રી મહાવીરસ્વામીના દેરાસરના ઉપાશ્રયમાં પ. પૂ. શીલવતીજી મ. સા. ૭૪ વર્ષની વયે, ૩૦ વર્ષનો દીક્ષાપર્યાય પાળી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેના સવા કલાક પહેલાં સાંજના પાંચ કલાકે શ્રી દુર્લભજીભાઈ ખેતાણીએ આવીને પૂ. સાધ્વીશ્રી શીલવતીજીને સંબોધીને પૂછયું, “મહારાજજી, કેમ છો ?' તુરંત જવાબ આપ્યો, ‘ભાઈ, હવે તો માટલી ગોળ ખાઈ રહી છે.” કેવી તેમની જાગ્રત અવસ્થા ! એ જોઈને આપણું મસ્તક નમી પડે છે.
પૂ. શીલવતીશ્રીજી મ.ની શાતા પૂછવા માટે આચાર્ય ધર્મસૂરિજીના શિષ્ય આચાર્ય યશોદેવસૂરિજી, મુનિશ્રી જયાનંદવિજયજી, મુનિશ્રી ચિત્રભાનુજી, ગણિવર્યશ્રી ભુવનવિજયજી, આચાર્ય તુલસી, પૂ. રૂપમુનિજી વગેરે પણ પધાર્યા હતા.
માતાગુરુની અંતિમ સમાધિસ્થ અવસ્થાનાં દર્શન કરવા માટે પરમ ગુરુભક્ત શ્રી ભોગીલાલ લહેરચંદ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામંત્રી શ્રી કાંતિલાલ કોરા, શ્રેષ્ઠિવર્ય શ્રી દીપચંદ ગાર્ડ, શ્રી જે. આર. શાહ, શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી, શેઠશ્રી જીવા પ્રતાપ, શ્રી ઉમેદમલ જૈન, શ્રી જગજીવનરામ, શ્રી રસિકભાઈ કોરા આદિ સમસ્ત ભક્તગણ અને મુંબઈનો જનપ્રવાહ સતત ત્રણ દિવસ સુધી ત્યાં ઊમટતો રહ્યો અને એમની અંતિમ યાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો.
ચાર દિવસ બાદ ૧૯૬૮ની ૨૧મી ફેબ્રુઆરીએ મુંબઈના પાયધૂનીમાં આવેલા શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રયમાં પૂજ્ય ગણિવર્ય ભુવનવિજયશ્રીની નિશ્રામાં વયોવૃદ્ધ તપસ્વી સાધ્વીશ્રી શીલવતીજીના કાળધર્મ અંગે ગુણાનુવાદ સભા યોજાઈ. આ સભામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, સ્થાનકવાસી સમાજના અગ્રણી શ્રી દુર્લભજીભાઈ ખેતાણી, શ્રી ભાણાભાઈ ચોક્સી, તેરાપંથી જૈન સમાજના પ્રમુખ શ્રી નેમચંદભાઈ વકીલ, શ્રી ભારત જૈન મહામંડળના મંત્રી શ્રી શાદીલાલ જૈન, કાલબાદેવીમાં આવેલા શ્રી નરનારાયણ મંદિરના અગ્રણી શ્રીમતી પાર્વતીબહેન, શ્રી ફૂલચંદ શામજી, શ્રી માધવલાલ શાહ, જૈન કૉન્ફરન્સના પ્રમુખ શ્રી હીરાલાલ શાહ, સરધારનિવાસી
જીવનદાતા અને જીવનશિલ્પી શેઠ શ્રી અનુપચંદભાઈ, શ્રી રસિકભાઈ ઝવેરી અને અન્ય સહુ કોઈએ એમના ગુણોનું સ્મરણ કર્યું.
આ પ્રસંગે પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું, ‘મારે માટે એમના ગુણોનું વર્ણન અતિ મુશ્કેલ છે. છેલ્લાં બેતાલીસ વર્ષથી હું એમની છત્રછાયામાં રહી છું. તેઓશ્રીનું સમાધિમૃત્યુ થયું છે અને મારી ભાવના પણ એ છે કે મને પણ એવું જ મૃત્યુ પ્રાપ્ત થાય.'
એ પછી સાધ્વીશ્રી મૃગાવતીજીએ ગુરુજનોનું સ્મરણ કરીને કહ્યું, ‘હું એમના ઉપકારોનું ક્યાં સુધી વર્ણન કરું ? તેઓશ્રી એક આદર્શ માતા હતાં અને ત્યાગી અને તપોધની પૂ. માતાગુરુ હતાં. આપ બધા તેઓને જે માન-સન્માન આપી રહ્યા છો એ તો પૂ. ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજ તથા પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું જ માન છે અને તેમનો જ ઉપકાર અને પ્રતાપ છે. માટે આ પ્રસંગે બોલવું બહુ જ કઠણ છે, છતાં આપ સૌની ઇચ્છાને માન આપીને મારાં માતાગુરુજીને શ્રદ્ધાંજલિ અર્પી છું.'
આ પ્રસંગે પૂજ્ય ગણિવર્યશ્રી ભુવનવિજયજી મહારાજ સાહેબે સાધ્વીશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું, ‘માનવ જન્મનો લહાવો સમાધિમરણમાં છે. એવું મરણ થાય કે પછી બીજી વખત જન્મ કે મરણ ન થાય. સાધ્વીજી છેલ્લી પળ સુધી ધર્મધ્યાનમાં જાગ્રત હતાં અને એ પ્રશંસનીય ઘટના છે કે તેમનું સમાધિમરણ થયું છે. તેમની બીમારી દરમિયાન બે-ત્રણ વખત સુખ-સાતા પૂછવા ગયો ત્યારે યોગી આનંદઘનજીનાં પદો સંભળાવ્યાં અને તેથી તેઓ ખૂબ પ્રસન્ન થયાં હતાં.’
આ રીતે પૂજ્ય સાધ્વીશ્રી શીલવતીજી મહારાજના ગુણાનુવાદ બાદ એમની સ્મૃતિમાં શ્રી આત્મવલ્લભ શીલસૌરભ ટ્રસ્ટની રચના કરીને એમને વિધેયાત્મક ભાવાંજલિ અર્પણ કરવામાં આવી. આ ટ્રસ્ટ દ્વારા પ્રાકૃત અને અર્ધમાગધી સાથેના વ્યાવહારિક શિક્ષણ માટે કન્યાઓને છાત્રવૃત્તિ આપવાનું અને સાધ્વીજી મહારાજોને અભ્યાસ કરાવવા માટે પંડિતોની વ્યવસ્થા કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું.
એ પછી ૨૬મી ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ શ્રી ભાયખલા જૈન સંઘ, શ્રી
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આત્મસાધના અને જ્ઞાન આરાધના
મોતીશા જૈન શ્રાવિકા પાઠશાળા અને શ્રી વલ્લભ સેવામંડળ જેવી સંસ્થાઓ દ્વારા ભાયખલા જૈન દેરાસરના રંગમંડપમાં સવારે ૯-૧૫ વાગ્યે પૂજ્ય સાધ્વી શ્રી પ્રમોદકુધાજીની નિશ્રામાં યોજાયેલી ગુણાનુવાદ સભામાં શેઠ મોતીશા જૈન રિલિજિયસ ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સુમેરમલજી બાફના, શ્રી આત્માનંદ જૈન સભાના મંત્રીશ્રી જગજીવનદાસ ચુનીલાલ શાહ, શ્રી મગનભાઈ કરમચંદ, શ્રી બંસીલાલ જૈન, સરધાર નિવાસી શ્રી અનુપચંદભાઈ દોશી, શ્રી હેમલતાબહેન મગનલાલ, શ્રી છાયાબહેન કેશવલાલ શાહ, શ્રી ચીમનલાલ પાલીતાણાકર વગેરેએ વક્તવ્ય આપ્યું હતું ને આ પ્રસંગે પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાનાં માતાગુરુની વિદાય અંગે કહ્યું,
‘બે વર્ષ પહેલાં અહીં ભાયખલામાં જ તેઓ ચાતુર્માસ માટે બિરાજમાન હતાં, આથી જાણે તેઓશ્રી અહીં બાજુમાં બેઠાં બેઠાં અમને પ્રેરણા આપી રહ્યાં હોય એવું અમને લાગે છે, પણ આ તો આભાસ છે. હકીકતમાં અમારી પાસે તેઓશ્રીએ આપેલી હિતશિક્ષા છે અને એ માર્ગ ઉપર અમે ચાલતા રહીએ એવી શક્તિ પરમાત્મા અમને આપે. સાધ્વીજીના નિધનથી આપણે દુ:ખ પ્રગટ કરીએ છીએ, પરંતુ હકીકતે આ સંસાર અસાર છે અને કાયા ભંગુર છે, માટે આપણે સહુ આરાધનામાં શ્રદ્ધા રાખી, આત્મકલ્યાણનાં અને પરોપકારનાં કાર્યો કરતાં રહીએ એ જ સાધ્વીજીને સાચી અંજલિ છે.'
આ સમયે સાધ્વીશ્રી પ્રમોદસુધાજીએ ફરમાવ્યું કે, 'સાંજના સાડા ચાર સુધી સાધ્વીજી મહારાજ પાસે હાજર હતી અને તેઓશ્રી ખૂબ જ સમાધિમાં હતાં. એ વાત મેં મારાં ગુરુણીજીને કરી ત્યારે તે ખૂબ આનંદ પામ્યાં, પરંતુ જ્યારે તેઓશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર અપાયા ત્યારે તેઓ બોલી ઊઠ્યાં કે ‘જૈન સમાજના સાધ્વી સમુદાયમાંથી એક તારલો ખરી પડ્યો.’ પણ તેઓ એમની પાછળ એમનાં વિદ્વાન શિષ્યા શ્રી મૃગાવતીજીને યોગ્ય બનાવીને મૂકી ગયાં છે અને તે જ તેઓનું સાચું સ્મારક છે.”
જીવનનો એ કેવો અતિવિરલ સહયોગ કે જે માતાની કૂખેથી જન્મીને ભૌતિક સંસારમાં પ્રવેશવાનું બન્યું, એ જ માતા પાસેથી આધ્યાત્મિક જગતમાં પ્રયાણ કરવાનો સુયોગ સાંપડ્યો.
સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવનમાં માતાના શીલસંસ્કાર અને ગુરુના ધર્મસંસ્કારોનો પ્રવાહ એકરૂપ બની ગયો હતો. બાર વર્ષનું સરધારમાં વીતેલું એમનું બાળપણ અને એ પછી માતા-ગુરુ સાથે ત્રીસ વર્ષનું ધર્મ-સાંનિધ્ય એમના જીવનને ગુરુ વલ્લભની સુવાસ, ભાવનાની મહેક અને આત્માની સમૃદ્ધિથી તરબોળ કરે છે.
જેમ માતા પુત્રીમાં પોતાનું પ્રતિબિંબ જુએ, એ જ રીતે સાધ્વીશ્રી શીલવતીજીએ પોતાની પુત્રી અને શિષ્યા મૃગાવતીજી જ્ઞાનસાધનાના માર્ગે અગ્રેસર બને તેવા સઘળા પ્રયત્નો કર્યા. એ જમાનાના જ્ઞાની સાધુભગવંતો, વિદ્વાનો અને પંડિતો પાસેથી એમને વિદ્યાપ્રાપ્તિ થતી રહે તેવી વ્યવસ્થા કરતા રહ્યા.
આમે ય યુગદ્રષ્ટા આચાર્ય પંજાબ-કેસરી શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનો સંદેશો એમના સમુદાયનાં સાધુ-સાધ્વીઓના હૃદયમાં અવિરત ગુંજતો હતો.
Page #19
--------------------------------------------------------------------------
________________
- આત્મસાધના અને જ્ઞાન આરાઘના
પ્રેરણાની પાવનમૂર્તિ એમણે અજ્ઞાનની ઘોર નિદ્રામાં સૂતેલા સમાજને જગાડવા માટે કહ્યું કે હવે આ સમાજને સરસ્વતીમંદિરોની જરૂર છે. એમણે સમાજને જ્ઞાનાભિમુખ કરવા માટે પ્રયત્ન કર્યો, કારણ કે અજ્ઞાનનું નિવારણ જ સમાજ અને રાષ્ટ્રને વહેમો, દુરાચારી અને રૂઢિગ્રસ્તતામાંથી ઉગારીને સાચા માર્ગે લઈ જઈ શકે અને તેને તેજસ્વી બનાવે.
ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ પંજાબમાં જૈન સાધુનો યોગ ઘણો ઓછો થયો હતો, તેથી જ્યારે પૂ. મૃગાવતીજી પંજાબમાં પધાર્યા, ત્યારે જનસમૂહમાં હર્ષોલ્લાસનો પ્રચંડ જુવાળ જાગ્યો. ઈ. સ. ૧૯૫૭માં સાધ્વીશ્રી મૃગાવતીજીનો લુધિયાણામાં ચાતુર્માસ હતો. તે સમયે એમનો ભવ્ય પ્રવેશ થયો, ત્યારે એટલી બધી જનમેદની ઉપસ્થિત હતી કે એક મૂઠી ચોખા નાખો તો એ પણ નીચે ન પડે.
એ સમયે પંજાબના સ્થાનકવાસી સંપ્રદાયના વર્ધમાન શ્રમણ સંઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ (પૂજજી મહારાજ) જૈન આગમોના પ્રકાંડ વિદ્વાન માનવામાં આવતા હતા. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને વંદન કરવા ગયાં. એ જમાનામાં આ એક વિરલ અને વિલક્ષણ ઘટના ગણાતી હતી. પૂજજી શ્રી આત્મારામજી મહારાજ પણ આ સાધ્વીની પ્રતિભા જોઈને આનંદિત થઈ ગયા.
પંજાબમાં ઠેર ઠેર સાધ્વીશ્રીની વ્યાખ્યાનવાણીએ ધર્મસરિતા વહાવી અને જૈન-જૈનેતર સહુ કોઈ એમની ભાવના અને વ્યાખ્યાનશૈલીથી પ્રભાવિત થયા હતા. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીના પ્રવેશ સમયે શ્વેતાંબર અને સ્થાનકવાસીના ભેદ ભુલાઈ ગયા. સહુ એક બનીને વ્યાખ્યાનશ્રવણ માટે આવવા લાગ્યા. પૂજ્ય આત્મારામજી મહારાજે પણ સાધ્વીજી મહારાજના પ્રવેશ સમયે જનમેદની નિઃસંકોચ ઉપસ્થિત રહે તે માટે પોતાના શિષ્ય જ્ઞાનમુનિને ફરમાવ્યું, ‘આજે આપણું વ્યાખ્યાન બંધ રાખો.’ આચાર્ય મહારાજની આ કેટલી મોટી ઉદારતા કહેવાય !
ચાતુર્માસ દરમિયાન પૂ. સાધ્વીજી આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને મળતાં, ત્યારે ગહનગંભીર વિષયોની જિજ્ઞાસાઓનું સ્પષ્ટીકરણ થતું રહેતું. એક
વખત પૂ. આચાર્ય આત્મારામજી મહારાજ સાહેબે કહ્યું કે, ‘તમે અભ્યાસમાં આટલી સુંદર ગતિ કરી છે, તમારી પ્રવચનશૈલી હૃદયસ્પર્શી છે, તો હવે આગમોનો અભ્યાસ કરો અને પ્રભુની વાણીનું અમૃતપાન કરો, જેથી સોનામાં સુગંધ ભળી જાય.’
સાધ્વીશ્રી મૃગાવતીજીના મનમાં આગમોના અભ્યાસની ભાવના જાગી. શાસ્ત્રજ્ઞાનના પંથે ચાલતાં સાધ્વીજીને પ્રભુના જ્ઞાનને સમજવાની જિજ્ઞાસા થઈ.
નવી દિલ્હીના રૂપનગરમાં જિનાલયની પ્રતિષ્ઠાનો મંગલ પ્રસંગ આવ્યો. પ્રસિદ્ધ શ્રાવક લાલા સુંદરદાસજી, (મેસર્સ મોતીલાલ બનારસીદાસ, એમ.એલ.બી.ડી.) સાધ્વીશ્રી મૃગાવતીજી પ્રત્યે પુત્રી જેવો અગાધ વાત્સલ્યભાવ ધરાવતા હતા. સાધ્વીશ્રીએ લાલા સુંદરદાસજીને કહ્યું કે મારે હજી આગમનો વિશેષ અભ્યાસ કરવો છે, કિંતુ આગમનો અભ્યાસ કરાવી શકે એવા વિદ્વાન પંડિતો તો અમદાવાદમાં વસે છે.
લાલા સુંદરદાસજીએ કહ્યું કે અમદાવાદથી શ્રેષ્ઠિવર્ય કસ્તુરભાઈ લાલભાઈ અહીં તા. ૧૯૬૧ની છવીસમી જાન્યુઆરીએ પ્રતિષ્ઠા પ્રસંગે પધારવાના છે, ત્યારે તેમની સાથે વાતચીત કરીને યોગ્ય ગોઠવણ કરી લઈશું. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનો ઉતારો લાલાજીને ત્યાં હતો. એમણે જૈન સમાજના જ્યોતિર્ધર કસ્તૂરભાઈને વાત કરી. શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ કહ્યું, ‘સઘળી વ્યવસ્થા થઈ જશે. તેઓ નિરાંતે આવે. માત્ર આવવાનાં હોય, તે પૂર્વે મને જાણ કરે.’
આગમોના અભ્યાસ માટે સૌ પ્રથમ તો ગુરુદેવ આચાર્યશ્રી વિજયસમુદ્રસુરીશ્વરજીની આજ્ઞા લઈને ૫. સાધ્વીશ્રી મગાવતીજી અમદાવાદ હઠીસિંહની વાડીમાં આવ્યાં, તે સમયે લુણાવાડામાં આગમપ્રભાકર મુનિરાજ પુણ્યવિજયજી મહારાજને વંદન કરવા ગયાં, ત્યારે મહારાજ શ્રીએ કહ્યું, ‘આગમોનો અભ્યાસ કરવો હોય તો ચીંથરા જેવા પંડિત પાસે ભણશો નહીં.”
સાધ્વીજીએ પૂછયું, ‘કોની પાસે ભણું ?”
જ ર૬.
-
૨૭
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ કહ્યું, ‘પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી દોશી જેવા પંડિતો પાસે.’
પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીને શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વંદન ક૨વા આવ્યા. તેમણે સાધ્વીજીના અભ્યાસની સઘળી વ્યવસ્થા અમદાવાદના દેવસાના પાડા પાસે આવેલા શાંતિસાગરના ઉપાશ્રયમાં કરી દીધી. પંડિત
બેચરદાસ દોશી પાસે આગમોનું અધ્યયન શરૂ કર્યું. પંડિત સુખલાલજીની વ્યાપક અને વિરાટ વિદ્વત્તા દ્વારા જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરાનો સમન્વયાત્મક અભ્યાસ કર્યો અને પંડિત દલસુખભાઈ માલવણિયા પાસે દાર્શનિક અભ્યાસ કર્યો. પંડિત બેચરદાસજી ત્રણ દિવસ ઉપાશ્રયમાં આવતા હતા અને સાધ્વીશ્રી સ્વયં બે દિવસ અમદાવાદના ટાઉનહૉલ પાસે આવેલા સરિતકુંજમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી પાસે જતાં હતાં, તો શ્રી દલસુખભાઈ માલવણિયા દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરાવવા ઉપાશ્રયમાં આવતા હતા. એ સમયે અનેકાંતવિહારમાં મુનિ જિનવિજયજી પાસે પણ સાધ્વીશ્રી મૃગાવતીજી જતાં હતાં. આમ અમદાવાદમાં લાગલાગટ ત્રણ વર્ષ સુધી આગમોનો તથા અન્ય દાર્શનિક પરંપરાઓનો અભ્યાસ કર્યો. જ્ઞાનપ્રાપ્તિનો કેવો અદ્ભુત સંયોગ સર્જાયો!
એક એવી માન્યતા હતી કે જૈન સાધ્વી આગમોનો અભ્યાસ કરી શકે નહીં, પરંતુ પં. હીરાલાલ દુગ્ગડે નોંધ્યું છે તેમ “પ્રાચીન જૈનસાહિત્ય જોઈએ તો જાણવા મળે કે સાધ્વીઓ અગિયાર અંગોનો સ્વાધ્યાય કરતી હતી અને એ સાંભળતાં સાંભળતાં પારણામાં ઝૂલતા બાળક વજ્રને અગિયાર અંગોનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આથી આગમોમાં આવતાં વર્ણન પરથી એમ સ્પષ્ટ થાય છે કે જૈન સાધ્વીઓ આગમનો અભ્યાસ કરતી હતી.”
તેઓ બપોરના બારથી ત્રણ વાગ્યા સુધી મૌન રાખતાં હતાં. આ નિયમથી એમનું જ્ઞાન સૂર્યપ્રકાશની જેમ પ્રકાશિત થતું ગયું, જેથી એમનું જન્મનામ ‘ભાનુમતી’ સાર્થક થયું. એમના જ્ઞાનગરિમા અને નિરતિચાર ચારિત્ર-પાલનથી પ્રભાવિત થઈને ઈ. સ. ૧૯૭૧માં મુંબઈમાં શાંતમૂર્તિ આ. વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને એમને ‘જૈનભારતી’ની પદવી આપવાની તીવ્ર ઇચ્છા
૨
આત્મસાધના અને જ્ઞાનઆરાઘના
હતી. જૈનસમાજના અગ્રણી લેખક અને વિચારક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ સાધ્વીજીને પદવીની વાત કરી, ત્યારે સાધ્વીજી તેમની પાસે ખૂબ રડ્યાં અને આગ્રહપૂર્વક કહ્યું, ‘મારે આ પદવી લેવી જ નથી’. ત્યારે શ્રી રતિલાલ દેસાઈએ
પૂ. સમુદ્રસૂરિજીને જણાવ્યું કે, ‘સાધ્વીજી કોઈ રીતે પદવી લેવા તૈયાર નહીં થાય. તેનો જાહેર કાર્યક્રમ રદ કરો અને જ્યારે વંદન કરવા આવે, ત્યારે તમારી ભાવના પૂરી કરી લેજો.”
પછી જ્યારે સવારે સાધ્વીજી વંદન કરવા ગયાં, ત્યારે ગુરુ મહારાજે કામળી તેમના પર નાખીને કહ્યું કે, ‘આજથી તમારું નામ જૈનભારતી.’
સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી માત્ર જૈનદર્શનનાં જ જ્ઞાતા ન હતાં; બ્રાહ્મણ, બૌદ્ધ, ખ્રિસ્તી, શીખ, ઇસ્લામ વગેરે ધર્મોના સિદ્ધાંતોની જાણકારી પણ એમણે મેળવી હતી. તેઓ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય અખબારો અને સામયિકોનું ધ્યાનપૂર્વક વાંચન કરતાં હતાં. આધ્યાત્મિક જ્ઞાનની સાથે વિશ્વની ગતિવિધિથી પણ વાકેફ રહેતાં હતાં.
વિભિન્ન ધર્મોનો અભ્યાસ કરવાને પરિણામે તેઓમાં આપોઆપ ભાવોની વ્યાપકતા, વિચારોની વિશાળતા અને તુલનાત્મક દૃષ્ટિ પ્રગટ્યાં. તેઓ ધાર્મિક સુધારણા તેમજ સામાજિક કાર્યો કરતાં હતાં, તેમ છતાં એમના નિત્યકર્મ, ધ્યાન અને સ્વાધ્યાય અંગે નિયમિતતા જાળવવા આગ્રહી રહેતાં. ક્યારેય કોઈપણ કામ હોય, તો પણ ધ્યાન અને સ્વાધ્યાયમાં વિલંબ ન થાય એ ખ્યાલ રાખે. એમણે સદૈવ મોક્ષપ્રાપ્તિનું ધ્યેય એમની નજર સમક્ષ રાખ્યું. વળી પોતાને જ્ઞાનપ્રાપ્તિ માટે યોગ્ય વ્યવસ્થા કરનાર પ્રત્યે પણ એક પ્રકારનો ઋણભાવ અનુભવતાં હતાં.
દીક્ષા લીધી એ દિવસથી આત્મસાધના અને શાસનપ્રભાવના એ બે એમના જીવનનાં લક્ષ્ય બની ગયાં. જૈન આગમ, વેદ, બાઇબલ, કુરાને શરીફ, ગુરુ ગ્રંથસાહેબ વગેરે ધર્મશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. આટલાં બધાં જ્ઞાની હોવા છતાં જ્ઞાનનું ગુમાન એમને સ્પર્શી શક્યું નહીં.
એ તો હંમેશાં કહેતાં, “જીવન એક પાઠશાળા છે. હું તો એક વિદ્યાર્થિની
Page #21
--------------------------------------------------------------------------
________________
વાણીની વસંતનો વૈભવ
પ્રેરણાની પાવનભૂતિ છું. બાળક પાસેથી પણ જો જ્ઞાન પ્રાપ્ત થતું હોય, તો એના શિષ્ય બનીને ગ્રહણ કરવું જોઈએ.” તેઓ પ્રાકૃત, અર્ધમાગધી, પાલિ, સંસ્કૃત, ગુજરાતી અને હિંદી ભાષા પર પ્રભુત્વ ધરાવતાં હતાં અને ઉર્દૂ , બંગાળી, મારવાડી તથા અંગ્રેજી જેવી ભાષાઓનું તેઓને સારું એવું જ્ઞાન હતું.
તેનોએ પોતાની શિષ્યાઓને પણ વિદ્યાભ્યાસ માટે સતત પ્રોત્સાહન આપ્યું. એમને ઉચિત શાસ્ત્રશિક્ષણ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરી આપી, જે મણે જ્ઞાનનો આટલો મહિમા કર્યો એવાં મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, કૉલકાતા, મહારાષ્ટ્ર, પૂના, કર્ણાટક, મૈસૂર, બેંગલુર, મૂડબિદ્રી, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે સ્થળોએ કુલ ૬૦,000 માઈલનો વિહાર કરીને જનસમૂહમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો.
સાધ્વીશ્રીએ અધ્યાત્મયોગી મહાયોગી આનંદઘનજી મહારાજનું જીવનચરિત્ર વાંચ્યું હતું. આનંદઘનનાં પદોની ભવ્યતા વગેરે એમના મનમાં છવાઈ ગઈ હતી અને એને પરિણામે એક વિરાટ અધ્યાત્મના આકાશનું દર્શન તેઓશ્રી કરવા લાગ્યાં, આથી જ તેઓ સમાજોત્થાનનાં જુદાં જુદાં કાર્યો કરતાં હતાં ખરાં, પરંતુ એમનું લક્ષ્ય તો આત્મોત્થાન તરફ હતું.
શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ પણ “મધુરભાષી, સમતાભાવી શ્રમણી' નામના શ્રદ્ધાંજલિ લેખમાં લખ્યું, ‘સાધ્વીશ્રી મૃગાવતીજીને અધ્યાત્મયોગી આનંદધનજી મહારાજનું ‘અબ હમ અમર ભયે, ન મરેંગે' પદ ખૂબ પ્રિય હતું.’
પૂજ્ય સાધ્વીશ્રી સુયશાજી નોંધે છે તેમ શાસ્ત્રીય સંગીતનાં તેઓ પ્રેમી હતાં અને ક્યારેક એ શાસ્ત્રીય સંગીતમાં એટલાં બધાં તલ્લીન થઈ જતાં કે ગોચરી, પાણી, ઊંધ, દવા અને દર્દ બધું ભૂલી જતાં. આમ એક બાજુ આત્મસાધના ચાલતી હતી, તો બીજી બાજુ જ્ઞાનસાધના. બંને બાબતમાં તેઓ એકસાથે પ્રગતિ સાધતા હતા.
મુક્તિનો અવાજ, જ્ઞાનનો પ્રકાશ અને સાધનાનું તેજ સાધ્વીશ્રી મૃગાવતીજીની વ્યાખ્યાન-વાણીમાંથી પ્રગટતાં હતાં. આમ આદમીના રોજિંદા જીવનની વાસ્તવિક, કઠોર સ્થિતિથી માંડીને પવિત્ર આગમ-ગ્રંથોના ઊંડા, ગહન જ્ઞાન સુધીનો એમનો વ્યાપ હતો. માત્ર જૈનદર્શન જ નહીં, કિંતુ ભિન્ન ભિન્ન દર્શનોના શાસ્ત્રીય અભ્યાસને કારણે સાચા અર્થમાં એમના વિચારોમાં અનેકાંતદૃષ્ટિ ખીલી ઊઠી હતી. એમની પ્રભાવક વાકછટા અને એમાં રહેલી આત્મકલ્યાણ અને સમાજોત્થાનની ભાવના જનસમૂહને સ્પર્શી જતી અને એથીય વિશેષ તો એ વાણી પાછળ રહેલું ભાવનાનું બળ અને આચરણનો પ્રભાવ જૈન-જૈનેતર સહુ કોઈના હૃદયને પ્રફુલ્લિતતાથી ભરી દેતો.
જ્ઞાન માટેની સાધ્વીશ્રીની જિજ્ઞાસા દીક્ષાના પ્રારંભકાળથી જ રહી. જૂનાગઢમાં ઈ. સ. ૧૯૪૦માં તેર વર્ષના બાળસાધ્વી મૃગાવતીજી પરમ પૂજ્ય શ્રી ઉદયસૂરિ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા ગયાં હતાં. વ્યાખ્યાનમાં ચાર પ્રકારના શ્રાવકોનું વર્ણન આવ્યું. ત્રણ પ્રકાર તો યાદ રહી ગયા, નાની વયને કારણે ચોથો પ્રકાર ભુલાઈ ગયો, બીજે દિવસે આવી આચાર્ય મહારાજને પોતાની નિર્દોષ સરળ ભાષામાં બાળસાધ્વીએ પૂછવું,
Page #22
--------------------------------------------------------------------------
________________
વાણીની વસંતનો વૈભવ
પ્રેરણાની પાવનમૂર્તિ ‘મહારાજજી ! આપે ગઈ કાલે ચાર પ્રકારના શ્રાવકો ફરમાવ્યા એમાં ચોથા પ્રકારના શ્રાવકને હું ભૂલી ગઈ. મને ફરી જણાવોને ?”
આચાર્ય મહારાજને બાળસાધ્વીજીની ભાષા અતિ મધુર અને વિનયપૂર્ણ લાગી, એમણે સામે પ્રશ્ન કર્યો, ‘આટલી બધી જિજ્ઞાસાથી પૂછે છે, તે શું તારે વ્યાખ્યાન આપવું છે ?'
સાધ્વીશ્રી મૃગાવતીજીએ જવાબ આપ્યો, ‘જો આપની કૃપા હોય તો આપીએ !'
આચાર્ય ભગવંત આ ઉત્તર સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા.
એમણે સૌ પ્રથમ ઈ. ૧૯૪૩માં ગુજરાતના વીરમગામમાં ‘શ્રી કલ્પસૂત્ર સુબોધિકા' વિશે વ્યાખ્યાન આપ્યું અને બારસાસ્ત્રનું વાંચન કર્યું. એ જમાનામાં શ્વેતાંબર સંપ્રદાયમાં સાધ્વીજી વ્યાખ્યાન આપે અને તેય કલ્પતરુ સમાન “શ્રી કલ્પસૂત્ર' પર અને બારસાસૂત્ર વાંચે, એ પ્રચંડ ક્રાંતિકારી ઘટના ગણાય.
મહાત્મા ગાંધીજીએ વિદેશી કાપડની હોળી કરી અને દેશવાસીઓને સ્વદેશી કાપડ અપનાવવા હાકલ કરી હતી. ગાંધીજીની એ ભાવનાને જીવનપર્યત ખાદી પહેરીને સાધ્વીશ્રીએ સાકાર કરી. વળી કોઈ એમને ખાદી વહોરાવે, તો ખાસ ચીવટ રાખતાં કે એ વ્યક્તિ પોતે ખાદી પહેરતી હોવી જોઈએ.
- ઈ. સ. ૧૯૪૮માં મહાત્મા ગાંધીજીના નિર્વાણદિને માણસામાં રાખવામાં આવેલી જાહેરસભામાં આ જૈન સાધ્વીએ આપેલું ભાવનાસભર વક્તવ્ય સહુના ચિત્તમાં સદાને માટે જડાઈ ગયું. એક જૈન સાધ્વીશ્રી આવા વિષય પર વ્યાખ્યાન આપે, તે જ અનોખી ઘટના હતી. વળી ઉપાશ્રયને બદલે જાહેરસભામાં વ્યાખ્યાન આપે, તે વિશિષ્ટ ગણાય અને વ્યાખ્યાનમાં કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક વિષયને બદલે મહાત્મા ગાંધીજીના જીવનકાર્ય પ્રત્યે આદર પ્રગટ કરે, તે તો એથીય મોટી વાત. આવા સમયે સાધ્વીશ્રી સામે કેટલો વિરોધ થયો હશે, તે કલ્પી શકાય, પણ વિરોધને વિનોદમાં પલટાવવાની સાધ્વીશ્રી પાસે અભુત કળા હતી. વળી વિરોધ કરનાર એકવાર એમનું વ્યાખ્યાન શ્રવણ કરે
એટલે એની મનોવૃત્તિ બદલાઈ જતી.
સાધ્વીજી મહારાજ “શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં બિરાજમાન હતાં, ત્યારે ઈ. સ. ૧૯૬૭માં નમિનાથના ઉપાશ્રયમાં ચોમાસું કરવાનું નક્કી થઈ ગયું હતું. અમુક ટ્રસ્ટીઓને પ્રશ્ન થયો કે, “કલ્પસૂત્ર કોણ વાંચશે?” તે સમયે શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ કહ્યું, ‘સાધ્વીજી મહારાજ વાંચશે.”
સાધ્વીજી કલ્પસૂત્ર વાંચશે એવી જાહેરાત થતાં જ માધવજીભાઈએ કહ્યું, ‘આજ સુધી આવું બન્યું નથી. સાધ્વીજીને આવો અધિકાર નથી. જો આવું થશે તો ઠંડા ઊછળશે.’
ત્યારબાદ માધવજીભાઈ મહાવીર જૈન વિદ્યાલયમાં સાધ્વીજી પાસે આવ્યા અને જણાવ્યું કે, “આપના ગુરુ પૂ. વિજયવલ્લભસૂરિજીએ તો સાધ્વીજીને કલ્પસૂત્ર વાંચવાની મનાઈ કરી છે.' ત્યારે સાધ્વીજી મહારાજે સ્પષ્ટ કર્યું, ‘પૂ. વલ્લભસૂરિજી નાના હતા ત્યારે એમણે આ વાત લખી હતી, પણ પછી તેમણે કલ્પસૂત્રની બીજી આવૃત્તિમાં લખ્યું કે મારા પહેલાંના વિચારો બદલાઈ ગયો છે. હવે હું એ વિચારના પક્ષમાં છું કે સાધ્વીજી મહારાજ બારસાસૂત્ર, કલ્પસૂત્ર બધું વાંચી શકે. આથી અમે એમની આજ્ઞાથી જ વાચન કરીએ છીએ.”
મુંબઈના મહાનગરમાં અગાઉ ક્યારેય ન બની હોય તેવી ઘટના બની અને સાધ્વીશ્રી દ્વારા પર્યુષણ પર્વ દરમિયાન ‘શ્રી કલ્પસૂત્ર'નું વાચન થયું. એ સમયે વ્યાખ્યાનમાં શ્રાવિકા જેટલી જ ઉપસ્થિતિ શ્રાવકોની હતી. સાધ્વીશ્રી પહેલાં પ્રાકૃત ભાષામાં લખાયેલી કલ્પસૂત્રની મૂળ ગાથાનું ઉચ્ચારણ કરતાં હતાં અને એ પછી એનું હિંદી ભાષામાં વિસ્તૃત વિવરણ આપતાં હતાં.
સાધ્વીશ્રીએ વ્યાખ્યાન આપ્યું. એનું શ્રવણ કરીને સ્વયં માધવજીભાઈ ધન્ય થઈ ગયા. તેઓએ પ્રસન્નતા પ્રગટ કરતાં કહ્યું કે ‘પચાસ-પચાસ વર્ષથી કલ્પસૂત્ર સાંભળતો આવ્યો છું, પરંતુ એ સમજાયું તો અત્યારે.’
આ સમયે વિદ્વાન અને શ્રેષ્ઠિવર્ય શ્રી અમૃતલાલ કાળીદાસે માધવજીભાઈને માર્મિક રીતે પૂછવું, ‘જુઓ તો ભાઈ, ઠંડા ઊછળ્યા?”
૧૯૫૮માં મોરારજીભાઈ દેસાઈ અંબાલા કૉલેજમાં આવ્યા હતા અને આ કૉલેજમાં દીક્ષાંત સમારોહમાં શ્રી મોરારજીભાઈ દેસાઈની હાજરીમાં
- ૩૩ -
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ સાધ્વીશ્રીએ સંસ્કૃતમાં પ્રવચન આપ્યું. ત્યાર બાદ ઈ. સ. ૧૯૭૦માં બેંગલુરુની મહારાજા સંસ્કૃત કૉલેજમાં પણ એમણે પ્રભાવશાળી ધારાપ્રવાહમાં સંસ્કૃત ભાષામાં પ્રવચન આપ્યું હતું.
એકવાર વલ્લભસ્મારકમાં જાપાનથી એક અધ્યાપક આવ્યા હતા. તેઓ જાપાની, પ્રાકૃત અને સંસ્કૃત ભાષા એમ ત્રણ ભાષા જાણતા હતા. એમની સાથે સાધ્વીશ્રીએ સંસ્કૃતમાં વાર્તાલાપ કર્યો હતો.
૧૯૬૬માં સાધ્વીશ્રીનો મુંબઈમાં પ્રવેશ થયો અને મુંબઈમાં એમનાં પ્રવચનોએ એક નવી જ ચેતના જગાવી. મુંબઈના થાણા, સાયન, માટુંગા, મરીન ડ્રાઇવ, ગોવાલિયા ટેન્ક, ભાયખલા જેવા વિસ્તારોમાં સભાગૃહ, જૈનભુવન કે જિનાલયના ઉપાશ્રયમાં આ જાહેર પ્રવચનોનું આયોજન થયું. એ પ્રવચનોના વિષયો જ સાધ્વીશ્રીની વિશાળતા અને મહત્તાનો પરિચય આપે છે. તેઓ વાદળ જોનાર નહોતાં, પરંતુ સમગ્ર આકાશ નીરખનાર હતાં અને આથી ૧૯૬૬ના એપ્રિલ મહિનાથી ઑગસ્ટ મહિના સુધીમાં એમણે આપેલાં વ્યાખ્યાનોના વિષય જોઈએ તો તેમાં ‘ આજ ની પરિસ્થિતિ’, ‘માતૃભક્તિ’, ‘ધર્મ અને સમાજ' અને “મનુષ્ય જીવનનું કર્તવ્ય’ એવા સમાજલક્ષી વિષયો મળે છે, તો વળી ‘ધર્મનો મર્મ’, ‘શાસનપ્રભાવના', ‘અહિંસાદર્શન’ અને ‘યુગસંદેશ’ જેવા ધર્મલક્ષી વિષયો પર એમણે વ્યાખ્યાનો આપ્યાં છે.
આમ પોતાની આસપાસના માનવીઓની વાસ્તવિક હાલતથી માંડીને છેક મોક્ષમાર્ગ સુધીની વાત એમનાં વ્યાખ્યાનોમાં મળે છે. તેઓએ અને પૂ. શ્રી પ્રમોદસુધા મહાસતીજીએ એક જ મંચ પરથી ‘જીવનમાં સાદાઈનું મહત્ત્વ', ‘રાષ્ટ્રીયભાવના', ‘સમાજોત્કર્ષ ' જેવા વિષયોની સાથે ‘સત્યની ઉપાસના” અને ‘અનેકાંતવાદ' વિશે વ્યાખ્યાનો આપ્યાં છે.
સાધ્વીશ્રી મૃગાવતીજી શ્વેતાંબર સંપ્રદાયનાં સાધ્વી હતાં, જ્યારે પૂ. મહાસતીશ્રી પ્રમોદસુધાજી સ્થાનકવાસી સંપ્રદાયનાં હતાં. આ બંને સાધ્વીજીઓએ એક જ પાટ પરથી વ્યાખ્યાન આપ્યા. જેમ બે સરિતા એકઠી થાય અને તીર્થ બને, એ રીતે બે ચૈતન્યધારા એકઠી થઈ અને ચૈતન્યતીર્થ સર્જાયું. આ બંને સાધ્વીઓ ક્રાંતિકારી વિચારો ધરાવતાં હતાં, તેથી તેમનાં સંયુક્ત રીતે
વાણીની વસંતનો વૈભવ યોજાયેલાં વ્યાખ્યાનોમાં ગચ્છ અને સાંપ્રદાયિકતા છોડીને જૈન ધર્મના ઝંડા હેઠળ એક થવાની વાત હતી. યુગદર્શી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ તો જૈન એકતા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા, આથી સાધ્વીશ્રી મૃગાવતીજીના વ્યાખ્યાનમાં સતત જૈન એકતાનો અવાજ ગુંજતો રહ્યો. જ્યારે મહાસતીજી શ્રી પ્રમાંસુધાજીએ કહ્યું કે એ ક જ કુટુંબમાં એક વ્યક્તિ ભીંડા ખાતો હોય અને બીજો તુરિયાં ખાતો હોય, ત્યારે આપણે સમગ્ર કુટુંબની ભાવનાને ભૂલીને એકને ભીંડાવાદી અને બીજાને તૂરિયાવાદી કહીશું ખરાં ? બંને સાધ્વીજીઓએ જુદા જુદા સંપ્રદાયોની જુદી જુદી સંવત્સરીઓ અંગે પારાવાર વેદના વ્યક્ત કરીને જૈન સમાજને એક થવા માટે હૃદયસ્પર્શી અપીલ કરી.
ગચ્છભેદ અને પક્ષાપક્ષીની વાતથી ઉપર ઉઠીને જૈન સમાજમાં એકતાનું મહત્ત્વ સમજાવતા તા. ૧૦ નવેમ્બર ૧૯૭૧ના રોજ ઘાટકોપરના પોતાના વ્યાખ્યાનમાં પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી જણાવે છે કે, “જૈન મુનિ તેને જ કહેવાય કે તે જ્યાં જાય ત્યાં સંગઠનની જ્યોત પ્રગટાવે, શાસનની સેવા કરે અને સમાજને સાચું જ્ઞાન આપે, ભેદભાવ ઊભા કરે, ભાગલા કરે, સંપ્રદાયો દ્વારા સમાજની શક્તિ ઓછી કરે તેને સાચા સાધુ શી રીતે કહી શકાય ? સંઘમાં એકતા જળવાશે ત્યારે જ મને આનંદ થશે. હું તમારી પાસે શ્રીસંઘની પાસે એક જ ભીક્ષા માગું છું અને તે સંઘની એકતા. શ્રી છેડાએ સમજવાનું કે સંઘના બંને છેડા સંધાય અને શ્રી ભેદા સર્વ ભેદભાવ ભૂલી જઈ ભેદો દૂર કરે. જો આમ થશે તો સંઘમાં એકતા સ્થપાશે અને તો જ મારું અહીં આવવું સાર્થક ગણાશે, અન્યથા નહીં.” તેમની વાણીની તાત્કાલિક અસર થઈ અને શ્રી વસનજીભાઈ છેડા અને શ્રી ઉમરશીભાઈ ભેદાએ પરસ્પર ક્ષમાયાચના કરી અને આ રીતે ત્યાંના સંઘમાં એકતાનું વાતાવરણ સર્જાયું.
સાધ્વીશ્રી મૃગાવતીજી માનતાં હતાં કે વ્યાખ્યાન લોકરંજન માટે નહીં, પરંતુ આત્મકલ્યાણના હિત અર્થે થવું જોઈએ. સામાન્ય માન્યતા એવી છે કે સંસાર અસાર છે, પરંતુ ૧૯૬૬ની વીસમી નવેમ્બરે ભાયખલાના રંગમંડપમાં ‘નિર્ભયતા શેમાં ?' - એ વિષય પર વ્યાખ્યાન આપતાં સાધ્વીશ્રીએ કહેલા વિચારો આજે પણ કેટલા સચોટ અને હૃદયસ્પર્શી લાગે છે ! એમણે કહ્યું ,
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વાણીની વસંતનો વૈભવ
આ દુનિયામાં ચિત્રવિચિત્ર અવાજ સંભળાય છે. કોઈ જગ્યાએ રડવાનો અવાજ આવે છે. કોઈ દારૂ-માંસ અને વ્યભિચારમાં રત છે, જ્યારે કોઈ પ્રભુભક્તિ-દર્શનમાં મસ્ત છે. આ બધાં દૃશ્યો જોતાં સંસાર અસાર લાગે છે, પણ સંસાર અસાર છે એ વાત ખોટી છે. સંસારને કડવો-મીઠો બનાવવો એ આપણા હાથની વાત છે. સંસારમાંથી સાર ખેંચાય, તો સંસાર અમૃતમય જ છે.
બાળપણ, યુવાની અને પછી ઘડપણ એ તો પુગલનો સ્વભાવ છે. ઘડપણ આવે એટલે મૃત્યુનો ડર રહે છે, પણ જેણે આત્માનું સાધી લીધું છે તેને મૃત્યુનો ડર હોતો નથી... મૃત્યુને કદી ઇચ્છવું નહીં અને તેનો ભય રાખવો નહીં. કાળની જ્યારે આજ્ઞા થાય, ત્યારે ગમે તેને જવું પડે છે. વિદેશની સફરે જવું હોય તો આપણે દરેક પ્રકારની તૈયારી કરીએ છીએ, બંગ-બિસ્તરા બરાબર તૈયાર રાખીએ છીએ, જેથી રસ્તામાં તકલીફ ન પડે. તે જ રીતે મૃત્યુનું તેડું આવે ત્યારે ધર્મનું પોટલું તૈયાર રાખવું જોઈએ, જેથી આત્માનું કલ્યાણ થઈ શકે.
“શું ગતિ થશે મારી ?' એવું રોજ બોલીએ છીએ, પણ આપણી પ્રવૃત્તિ સારી હોય તો સારી જ ગતિ મળે. બાકી કર્મ જ એવાં કરીએ અને પછી કેવી ગતિ થશે તે તો તમારી જાતને જ પૂછવું જોઈએ !”
એમનાં આ વ્યાખ્યાનોને કારણે સહુ કોઈના હૃદય પર મોહિની છવાઈ ગઈ. ૧૯૬૭ની ૧૭મી જુલાઈએ એમણે “માતૃભક્તિ’ વિશે પ્રવચન આપતાં ઋષભદેવ ભગવાનની માતા મરુદેવા, નેમિનાથ ભગવાનની માતા શિવાદેવી, પાર્શ્વનાથ ભગવાનની માતા વામાદેવી, ભગવાન મહાવીરની પૂર્વ માતા દેવાનંદા અને એ પછી માતા ત્રિશલા, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની માતા સાથ્વી પાહિણી, છત્રપતિ શિવાજીની માતા જીજીબાઈ, સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી અને મહાત્મા ગાંધીની માતા પૂતળીબાઈનાં ઉદાહરણો આપીને માતૃમહિમા કર્યો હતો. સહુ શ્રોતાજનોને સાધ્વીશ્રીના વ્યાપ અને અભ્યાસનો ખ્યાલ આવ્યો હતો.
આ સમયે સાધ્વીશ્રી એ નેપોલિયનનું અવતરણ ટાંકીને કહ્યું, “નેપોલિયને કહ્યું છે કે માતા એ શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલય છે.” અને પછી બોલ્યા કે “હું મારી જ વાત કરું તો મેં જે કંઈ શક્તિ પ્રાપ્ત કરી છે તે મારી માતાના જ પ્રતાપે છે. માતા
મળો તો આવી મળો.” અને આવું બોલ્યા પછી પોતાની પાસે બેઠેલાં માતાગુરુ, સાધ્વીજી શીલવતીશ્રીજી સમક્ષ પૂજ્ય મૃગાવતીશ્રીજીએ મસ્તક નમાવ્યું, ત્યારે સહુની આંખો ભીની થઈ ગઈ હતી.
ભાયખલા જૈન દેરાસરમાં ૧૯૬૬ની ૧૧મી ડિસેમ્બરે એમણે ‘અનેકાન્ત’ વિશે વ્યાખ્યાન આપ્યું અને સપ્તભંગીના નય સમજાવ્યા હતા. એમણે કહ્યું કે
અનેકાંતને યોગ્ય રીતે સમજવામાં આવે અને એનું આચરણ કરવામાં આવે, તો સમાજ , રાષ્ટ્ર કે વિશ્વમાં અશાંતિ અને અરાજ કતાનું જે વાતાવરણ છે, તે આપોઆપ ચાલ્યું જાય અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપી શકાય.”
ભગવાન મહાવીરની ૨૫00મી નિર્વાણ શતાબ્દી વર્ષ દરમિયાનની ઉજવણી દરમિયાન અન્યત્ર તેઓ જણાવે છે કે, “ભારતીય સંસ્કૃતિને શ્રમણ ભગવાન મહાવીરની અંદુભુત દેન છે : અહિંસાવાદ, અપરિગ્રહવાદ અને અનેકાંતવાદ. સામાજિક શાંતિ માટે અહિંસા અને અપરિગ્રહની જેટલી આવશ્યકતા છે તેટલી જ જરૂર માનસિક શાંતિ માટે ભગવાન મહાવીરના અદ્ભૂત સિદ્ધાંત અનેકાંતવાદની છે. અનેકાંતવાદ કોઈ વાદ નથી. તે એક એવી દિવ્ય દૃષ્ટિ છે જે વ્યક્તિને સમ્યકુદૃષ્ટિ આપે છે. જ્યારે દૃષ્ટિ સમ્યક્ થઈ જાય છે, ગુણ ગ્રહણ કરનારી થઈ જાય છે, ત્યારે તે વ્યક્તિનું સર્જન કરે છે, વ્યક્તિને ગુણી બનાવે છે, જીવનને ઊંચું ઊઠાવે છે અને મહાન બનાવે છે.”
વ્યાખ્યાનમાં રોજિ દાં દૃષ્ટાંતો દ્વારા મૂળ તત્ત્વની વાત ખૂબ સહજતાથી પણ માર્મિક રીતે રજૂ કરવાની કળા સાધ્વીશ્રીને હસ્તગત હતી. એકવાર વ્યાખ્યાનમાં તેઓએ જણાવ્યું કે પત્ની આખો દિવસ ‘પતિદેવ, પતિદેવ’ એવી માળા જપ્યા કરે છે, પણ પતિ જ્યારે ઘેર આવે છે અને પાણી માગે છે, જમવાનું માગે છે ત્યારે પણ તે “પતિદેવ પતિદેવ’ માળા જપ્યા કરે છે. આ રીતે માળા જપવાને બદલે તેણે પતિની જરૂરિયાતોનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. આ જ રીતે આપણે ‘મહાવીર, મહાવીર’ એમ જપ્યા કરીએ છીએ, પણ મહાવીરની આજ્ઞાનો વિચાર પણ કરતાં નથી. માત્ર માળા જપવા કરતાં પણ તેમણે ચીંધેલા રસ્તે ચાલવામાં સાચી પ્રભુભક્તિ છે. અનુષ્ઠાનને અનુરૂપ આચરણ હોવું અત્યંત જરૂરી છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વાણીની વસંતનો વૈભવ
પૂજા, પાઠ, માળા જેવી ધાર્મિક ક્રિયાઓનું જીવનમાં શું સ્થાન છે તે સમજાવતાં તેઓ કહેતાં કે ક્રિયાઅનુષ્ઠાનોનું સ્થાન આભૂષણ સમાન છે અને માનવતાના ગુણોનું સ્થાન વસ્ત્ર સમાન છે. કોઈ વ્યક્તિએ આખા શરીર પર કિંમતી આભૂષણો પહેર્યા હોય, પણ તેનાં કપડાં મેલાં-ઘેલાં અને ફાટેલાં હોય, તો તે વ્યક્તિ કેવી લાગે ? ઓછામાં ઓછું એનાં કપડાં સ્વચ્છ, સુઘડ અને ધોયેલાં તો હોવાં જોઈએ. કદાચ એક આભૂષણ ઓછું હોય તો ચાલે. આ જ રીતે એકાદ ક્રિયા કદાચ ઓછી થાય તો ચાલે, પણ માનવતાના ગુણો સમાન કપડાં તો વ્યવસ્થિત હોવાં જોઈએ.
શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ શ્રી ધર્મપાલજી ઓસવાલ તો જણાવ્યું કે પૂ. મૃગાવતીજી મહારાજે બધાને ‘પ્રેક્ટિકલ જૈન ' બનાવ્યા છે, જૈન ધર્મના આચાર-વિચારોને વાસ્તવિક રૂપે આચરણમાં મૂકતાં શીખવ્યું છે.
૧૯૬૭ની ત્રીજી ઑગસ્ટે મુંબઈના શ્રી નરનારાયણ સત્સંગ મંડળના ઉપક્રમે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સાધ્વીશ્રી મૃગાવતીજીએ ‘શ્રીકૃષ્ણના જીવન' વિશે વક્તવ્ય આપ્યું અને કહ્યું કે શ્રીકૃષ્ણ અનાસક્ત યોગી હતા અને પાપના માર્ગમાં આગળ વધી રહેલા જગતને મુક્ત કરવા અને સદાચારનું પુનઃસ્થાપન કરવા માટે તેઓએ જન્મ ધારણ કર્યો હતો.
એક જૈન સાધ્વીજી શ્રીકૃષ્ણ પર વ્યાખ્યાન આપે, એ ઘટના રૂઢિચુસ્ત સમાજને આશ્ચર્યકારી લાગી, તો સમાજનો સર્વાગી વિચાર કરનારા નૂતન દૃષ્ટિ ધરાવનારા વર્ગને વર્તમાન યુગમાં આવશ્યક અને અનુકરણીય જણાઈ.
જુદાં જુદાં સ્થળોએ જુદા જુદા સમાજ સમક્ષ અનેક વિષયો પર સાધ્વીજીએ પોતાના નિર્ભીક વિચારો પ્રગટ કર્યા અને ધાર્મિક તથા નૈતિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. એમણે કહ્યું કે “સંપ્રદાય અને ગચ્છના બંધનમાં રહીને આપણે સાચા ધર્મથી ખૂબ દૂર જતા જઈએ છીએ. તપશ્ચર્યા દ્વારા ક્રોધને દૂર કરવો જોઈએ. જેમ આપણે તપ કરીએ છીએ, તેમ ક્રોધની પણ અઠ્ઠાઈઓ અને માસક્ષમણ કરવાં જોઈએ. કર્મોની નિર્જરા કરવા સાચી ભાવના ભાવવી જોઈએ. ભગવાન મહાવીરે પ્રબોધેલાં બાર વ્રતો દરેક અપનાવે તો કર્મના બંધનમાંથી સાચી સ્વતંત્રતા લાવી શકાશે.”
સાધ્વીશ્રીની પ્રભાવક વ્યાખ્યાનવાણીએ સમાજમાં નવ જાગૃતિ સર્જવાનું કામ કર્યું અને એથીય વિશેષ તો વ્યાપક જનસમૂહને એક જૈન સાધ્વીની ધર્મભાવના અને રાષ્ટ્રભાવનાનો પરિચય થયો. એમનાં વ્યાખ્યાનોએ નારી જાગૃતિની નવી લહેર ફેલાવી અને એનું શ્રવણ કરનારા સહુ કોઈને માનવજીવનના સાફલ્ય માટે વિચારતા કરી મૂક્યા.
શ્રીસંઘમાં જાગૃતિ આવે તે માટે સાધ્વીશ્રી અવારનવાર બહેનો માટે, બાળકો માટે જ્ઞાનશિબિરો, અધ્યયન સત્રો વગેરેનું આયોજન કરતાં. મુંબઈમાં ૧૯૬૭માં પાયધુનીમાં આવા એક જ્ઞાનસત્ર પ્રસંગે તેઓ વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ આપીને જ્ઞાનસત્રોનું મહત્વ સમજાવતાં, માર્મિક રીતે જણાવે છે કે, ‘વર્તમાન પરિસ્થિતિનો દોષ ગાવા માત્રથી તેનું નિવારણ થવાનું નથી. આધ્યાત્મિક સંસ્કૃતિનું પતન થઈ રહ્યું છે, જેના દુઃખદ પરિણામો બધા જ ક્ષેત્રમાં અનુભવાય છે. આ માટે બાહ્ય કારણો શોધવા કરતાં શાસનમાં - ધર્મમાં આપણી ડગી રહેલી શ્રદ્ધાને મજબૂત બનાવવાની જરૂર છે. આપણે યોગ્ય દ્રવ્ય અને ક્ષેત્રની યોજનાથી ઉચ્ચ ભાવો ઉત્પન્ન થાય તેવી પદ્ધતિ અપનાવી શુભ વાતાવરણ સર્જી શકીએ. આ ધ્યેય સિદ્ધ કરવા કેવળ આદર્શો નહિ પણ વ્યવહારુ અને શક્ય અનુભવસિદ્ધ યોજનાઓ યોજવી જોઈએ. કન્યાઓને સંસ્કાર આપવામાં ન આવે તો એથી એમને પોતાને તો ગેરલાભ થાય છે સાથે કુટુંબ અને સમાજને પણ નુકસાન થાય છે. અત્યારે વેરવિખેર બની ગયેલી નીતિમત્તા અને સંસ્કારિતાને કારણે અધોગતિ તરફ જઈ રહેલા આપણા માનવસમાજને સંસ્કારસંપન્ન અને કેળવાયેલી કન્યાઓ જ બચાવી શકશે. અને તે માટે જ્ઞાનસત્રોની યોજના જરૂરી છે. આવા સત્રો અશાંતિ દૂર કરવાનો એક પ્રયોગ છે. આવા પ્રયોગો યોજાતા જાય તો ભારતની કાયાપલટ થઈ જાય.”
વર્તમાન સમયના જૈન શ્વેતાંબર સમાજમાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ વ્યાખ્યાન આપીને એક નવો માર્ગ સર્યો. જિનશાસનના સમદર્શી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ સિવાય ભાગ્યે જ કોઈએ સાધ્વી સમુદાયમાં રહેલી શક્તિ અને વિશેષતાને સમાજમાં પ્રગટ કરી છે અને એમના ઉત્સાહને વધાર્યો
ઈ. સ. ૧૯૫૩માં મુંબઈના ગોડીજીના ઉપાશ્રયમાં પાટ પર બેસીને
૮
-
Be
Page #26
--------------------------------------------------------------------------
________________
વાણીની વસંતનો વૈભવ
પ્રેરણાની પાવનમૂર્તિ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીએ ભર સભામાં કહ્યું, ‘કોઈએ વ્યાખ્યાન સાંભળવું હોય તો કૉલકાતામાં ‘મેરી છોટીસી’ સાધ્વી મૃગાવતીજીને સાંભળો.’ આમ ક્રાંતિકારી ગુરુએ શિષ્યાની શક્તિની વસંતને મહોરવા દીધી.
તેઓ સાધ્વીશ્રી મૃગાવતીજીના ધર્મપ્રભાવના અંગેના કૉલકાતાથી આવતા સમાચારો ઘણી ઉત્સુકતાથી સાંભળતા હતા. જાણે પિતા પુત્રીની પ્રગતિ સાંભળીને પ્રસન્ન થતા ન હોય ! એમણે સાધ્વીજીને પંજાબમાં વિચરણ કરવાની આજ્ઞા કરી અને કહ્યું, “જ્યાં સુધી હું પંજાબ આવું નહીં, ત્યાં સુધી તમારે પંજાબમાં જ રહેવાનું છે.”
દુર્ભાગ્યે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મુંબઈમાં જ કાળધર્મ પામ્યા અને પંજાબ જઈ શક્યા નહીં. જાણે એમણે એમના પ્રતિનિધિ રૂપે સાધ્વીશ્રીને પંજાબ મોકલી પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યું ન હોય ! અને હકીકતમાં માત્ર પંજાબ જ નહીં, પરંતુ એ પછી સાધ્વીશ્રી જ્યાં જ્યાં ગયાં, ત્યાં એમણે અપ્રતિમ ગુરુભક્તિ દાખવીને પૂ. ગુરુદેવનાં અપૂર્ણ કાર્યોને પૂર્ણ કર્યા અને ગુરુ પ્રત્યેની અગાધ શ્રદ્ધા પ્રગટાવતાં નૂતન કાર્યોનું સર્જન કર્યું.
વિશાળ જનસમૂહમાં પણ એવી દૃઢ શ્રદ્ધા અને વિશ્વાસ બેસી ગયાં કે સાધ્વીશ્રી જે વચન બોલે છે કે જે કોઈ ધર્મકાર્ય માથે લે છે, તે કામ નિરંતર વહેતી ગુરુકૃપાને કારણે અવશ્ય પાર પડે છે. વળી ગુરુદેવોની અપાર કૃપા, માતાગુરુના અપૂર્વ આશીર્વાદ અને શ્રીસંઘની પ્રબળ શુભભાવનાને કારણે તેઓને ધર્મકાર્યોમાં સફળતા મળતી રહી. એમણે લુધિયાના, નકોદર, જલંધર, હોશિયારપુર વગેરે પંજાબનાં કેટલાંય નગરો અને ગામોમાં વ્યાખ્યાનો આપ્યાં; પછી તે જૈન ઉપાશ્રય હોય કે આર્યસમાજ મંદિર હોય કે વૈષ્ણવ મંદિર હોય. એમનાં વ્યાખ્યાનો દ્વારા જેમ લોકોમાં ધર્મભાવના, સેવાવૃત્તિ અને રાષ્ટ્રપ્રેમ પ્રગટ થયાં, એ જ રીતે એમનાં વ્યાખ્યાનોને કારણે ઘણા લોકોએ દારૂ, માંસાહાર, ધૂમ્રપાન જેવા વ્યસનોનો ત્યાગ કર્યો. સ્ત્રીઓએ લાલી, લિપસ્ટિક જેવા બાહ્યાડંબરને તિલાંજલિ આપી. સમાજમાં દહેજની પ્રથા અને મરણમાં ૨ડવા-કૂટવાની પ્રથા નિર્મળ કરવાનો પ્રયત્ન કર્યો.
ઈ. સ. ૧૯૫૯માં લુધિયાણામાં આર્યસમાજના કાર્યકર્તાઓએ પૂ.
સાધ્વીશ્રીને વિનંતી કરી કે ‘કાલે રક્ષાબંધન છે, તો અમારે ત્યાં પ્રવચન માટે પધારો.” બીજા દિવસે સાધ્વીજી ત્યાં પ્રવચન માટે ગયાં. વિશાળ જનમેદની એકઠી થઈ હતી, તેમણે જણાવ્યું કે, ‘ધર્મ આપણને વ્યસનોનાં બંધનથી મુક્ત કરે છે. હું એક મહિનાથી પ્રભુની વાણી દ્વારા આપને રક્ષા બાંધી રહી છું, તો આપ મને શું આપશો ?” ત્યારે બધા ખિસ્સામાં હાથ નાંખવા માંડ્યા. તે સમયે તેમણે જણાવ્યું કે, “જૈન સાધુ તો અકિંચન હોય છે. બહેન તો ભાઈની રક્ષા કરવા માટે રાખડી બાંધે છે. મારે તો તમારી રક્ષા કરવી છે અને એ માટે તમે સૌ વ્યસનોથી મુક્ત થાય અને એ બધું મારી ઝોળીમાં નાખી દો.”
અંતરના સાચા ભાવથી આ વાત એવી સ્નેહપૂર્વક રજૂ કરી કે તત્કાળ લોકોએ ઊભા થઈને પોતાના ખિસ્સામાં રહેલ સિગારેટ, બીડી, તમાકુ વગેરે ચીજોનો ઢગલો કર્યો. આ ઢગલાથી આખું ટેબલ ભરાઈ ગયું.
મુંબઈમાં જૈનનગર રચવાની આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની ભાવના હતી, એ ભાવનાને કાર્યાન્વિત કરવા માટે સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી મહારાજે ૧૯૬૬ની ૧૪મી ઑગસ્ટે ‘શ્રી આત્મવલ્લભ સંદેશવાહક સમિતિ'ના ઉપક્રમે પોતાનાં માતાગુરુની ઉપસ્થિતિમાં જૈનનગર માટે હૃદયસ્પર્શી અપીલ કરતાં કહ્યું,
સમાજ ઉત્કર્ષનાં કાર્યોમાં ધનવાનોની જરૂર છે. ધન-દ્રવ્ય એકઠું કરવું ખોટું નથી, પણ તેને સરિતાની માફક વહેતું રાખવું જોઈએ..
દ્રવ્ય એટલે જ દ્રવી જવું. સમાજમાં જે ઊંચા હોય, તેણે સમાજના દુઃખી, સગવડના અભાવે મૂંઝાતા વર્ગને સહાયરૂપ બનવું જોઈએ. આપણા ઇતિહાસમાં વસ્તુપાળ, તેજપાળ, ખેમો દેદરાણી, વીર જ ગડુશા વગેરેનાં દૃષ્ટાંતો નજર સામે છે. તેઓએ ધન વહેતું રાખ્યું હતું, તેથી એ સામેથી આવવા લાગ્યું.
વહાણો ચલાવવા પાણીની જરૂર છે, પણ વહાણની અંદર પાણી પ્રવેશે તો વહાણને ડુબાડે છે, તેમ સમાજ-ઉત્કર્ષ માટે દ્રવ્યની જરૂર છે, પણ જો તે દ્રવ્યને તિજોરીમાં જ સંગ્રહી રાખવામાં આવે અને ખાલી સમાજોત્થાનની વાતો કરવામાં આવે, તેટલા માત્રથી સમાજોત્કર્ષ થવાનો નથી.”
સાધ્વીશ્રીનો જેવો મંગલકારી ઉપદેશ, તેવું કલ્યાણકારી જીવન. તેઓએ
ve
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વાણીની વસંતનો વૈભવ
જ્યાં જ્યાં વિહાર કર્યો, ત્યાં ત્યાં વિદ્વત્તા અને નમ્રતા, કરુણાસભર હૃદય અને બાળસહજ સરળતા, જીવનની નિખાલસતા અને માનવતાની મહેક પોતાની સાથે લઈ ગયાં. ફૂલની સુવાસ વાયુની દિશામાં વિસ્તરે છે, જ્યારે મહાપુરુષની સુવાસ સર્વ દિશાઓમાં છવાઈ જાય છે. કામ વધુ અને બોલવું ઓછું એ એમનો સિદ્ધાંત હતો, આથી કોઈની નિંદા કે ટીકા-ટિપ્પણમાં ક્યારેય પડતાં નહીં. શ્રીસંઘમાં આવે કે સાધુ-પરિવારમાં આવે, ત્યારે એમને જોડવાની વાત કરે અને પરસ્પરને નજીક લાવવાની કોશિશ કરે.
એકવાર એવું બન્યું કે પટના પાસેના ગજરાજ ગંજ ગામમાં એક ઉપસર્ગ થયો, ત્યાં એક કાયસ્થના ઘર પાસે વરંડામાં રહ્યા ત્યારે તે બહારથી આવીને પૂ. સાધ્વીજી વગેરેને જોઈને ખુબ ગુસ્સે થયો. લોટ ક્યાંથી લાવી ? એવું પૂછતાં તેણે હાથમાં લાકડી લીધી અને પૂ. શીલવતીજીને મારવા દોડ્યો. મૃગાવતીજીએ વચ્ચે પડીને કહ્યું કે મને મારો, પણ મારા ગુરુ મહારાજને ન મારો. અવાજ થવાથી મહોલ્લાના લોકો ભેગા થયા અને તેને પકડીને પૂછપરછ કરતાં પૂ. મૃગાવતીજીએ જણાવ્યું કે ભાઈઓ, વાતમાં કાંઈ નથી. અમે જૈન સાધુ તો માત્ર રાત્રે વિશ્રામ કરીને સવારે તો જતાં રહીએ. આ બિચારા અજાણ્યાને જૈન સાધુના આચાર-વિચારનો ખ્યાલ નથી. તેનો દોષ નથી. તે તો કંઈ બીજું જ. માની બેઠો છે. તેની કોઈ ભૂલ નથી. તેથી તેને છોડી દો. તે કાયસ્થ પાસે ઊભો ઊભો આ વાત સાંભળતો હતો. તેને વિચાર આવ્યો કે મેં તેમના પર ગુસ્સો કર્યો, ગાળો આપી, લાકડી લઈને દોડ્યો તો પણ તેઓ મને સારો જ કહે છે. મારી ભૂલને ભૂલ નથી કહેતા. સાચે જ આ કોઈ અલૌકિક સંત છે. તેનું હૃદય પરિવર્તન થયું, પશ્ચાત્તાપ થયો અને પગમાં પડીને માફી માગી રોયો. પછી તો તે તેમને ઘેર લઈ ગયો. ગોચરી પાણીનો લાભ લીધો, ધર્મચર્ચા કરી. શત્રુ અને વિરોધી જેવો હતો તે પણ મિત્રવત બની ગયો. સાધ્વીજીના આચરણે એ સિદ્ધ કર્યું કે સમતા અને શાંતિમાં એ શક્તિ છે કે તે હૃદયની દુર્ભાવના અને દ્વેષને શુભ ભાવના અને મૈત્રીમાં બદલી નાંખે છે.
સાધ્વીશ્રી દ્વારા શાસનની શોભારૂપ અનેક કાર્યો થયાં, પરંતુ તેઓ સ્વયં કીર્તિ, પ્રતિષ્ઠા અને કામનાથી પર રહ્યાં અને સફળતા મળવા છતાં સદા નિઃસ્પૃહ
રહ્યાં. એમને જાણ થાય કે કોઈ શ્રેષ્ઠી પોતાના નોકર-ચાકર સાથે યોગ્ય વર્તાવ કરતો નથી, તો એને સાચો રાહ સમજાવતાં હતાં. સહુને ગરીબોની દુવા લેવાનું કહેતાં, આથી જ લેખક શ્રી રતિલાલ દેસાઈએ લખ્યું છે, ‘બુઝુર્ગો માટે એ પુત્રી હતાં, સમવયસ્કો માટે બહેન હતાં અને બાળકો માટે ધર્મમાતા હતાં.'
પોતાના ગુરુનો ગુણાનુવાદ કરતાં સાધ્વીજીનું હૈયું છલકાઈ જતું. પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ સાહેબના તેરમા સ્વર્ગારોહણ પ્રસંગનું મુંબઈમાં આયોજન થયું, ત્યારે પોતાના ગુરુદેવનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે પૂ. ગુરુવર્ય સાચા સમાજ પારખુ હતા. સમાજજાગૃતિની ધગશ, જ્ઞાનપ્રચારની જ્યોત, ધર્મપ્રસારની ભાવના, શાસનઉન્નતિ, સંધસંગઠન અને શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષની વિવિધ યોજનામાં એટલા બધા રત હતા કે વૃદ્ધ ઉંમરે યુવાનોને પણ શરમાવે એટલું કાર્ય કરી ગયા છે. આવી ચિત્તની જાગૃતિને લીધે જ તેઓ સમાજનાં સુખ-દુઃખમાં સહભાગી એવા સાચા ધર્મગુરુ બની શક્યા હતા.
એમની ગુરુભક્તિ અનુપમ હતી. તેઓ કહેતા કે જ્યાં સુધી હૃદય ધબકતું રહેશે, ત્યાં સુધી ગુરુવલ્લભની સેવા કરતી રહીશ અને સાચે જ તેઓ એ અર્થમાં પરમ ગુરુભક્ત સિદ્ધ થયાં. કાંગડી તીર્થનો ઉદ્ધાર કરવાનું ભગીરથ કાર્ય કરનાર અને ભવ્ય વલ્લભસ્મારકની પ્રેરણામૂર્તિ બનનાર આ સાધ્વીરત્ન પોતાની સઘળી શક્તિ અને સિદ્ધિ સદૈવ ગુરુચરણે સમર્પિત કરતાં રહ્યાં.
એમના વ્યાખ્યાનમાં આવનાર પ્રત્યેક શ્રોતા મનની, વિચારોની અને આત્માની વિરલ પ્રસન્નતા લઈ બહાર આવતો. એમની સાથે રહેનારાઓને સતત હોરેલી વસંતનો અનુભવ થતો. વસંત જ્યારે જ્હોરી ઊઠે, ત્યારે પુષ્પો ખીલે છે, પ્રકૃતિ મધુર હાસ્ય રેલાવે છે અને ચોતરફ ઉત્સાહભર્યું કેસૂડાના રંગ જેવું ઉલ્લાસમય વાતાવરણ સર્જાય છે. સાધ્વીશ્રી સાથે રહેનાર સહુ કોઈને એમના સત્સંગ બાદ આત્મામાં વસંતનો ઉલ્લાસ અનુભવવા મળતો.
અમેરિકા અને ઇંગ્લેન્ડમાં જૈન ધર્મનો વિજયડંકો વગાડનાર શ્રી વીરચંદ ગાંધીની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે ૧૯૬૬માં સાધ્વીશ્રીએ હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું હતું. આ સમયે મહુવા યુવક સમાજ , મહુવા જૈન મિત્ર
Page #28
--------------------------------------------------------------------------
________________
વાણીની વસંતનો વૈભવ
પ્રેરણાની પાવનમૂર્તિ મંડળ, શ્રી આત્માનંદ જૈન સભા અને શ્રી નમિનાથ જૈન દેરાસરના ટ્રસ્ટીઓના સહયોગથી વિરાટ સભાનું આયોજન થયું હતું, ત્યારે સાધ્વીશ્રીએ કહ્યું હતું, હવે ભાષણોનો યુગ સમાપ્ત થયો છે. પ્રતિવર્ષ શ્રી વીરચંદ ગાંધીના ગુણાનુવાદ કરવા એકત્રિત થઈએ અને તેમને યાદ કરીએ તે પૂરતું નથી. ‘જાગ્યા ત્યારથી સવાર.' હવે શ્રી વીરચંદ ગાંધીનો સંદેશ સમગ્ર વિશ્વને પહોંચાડવા માટે રચનાત્મક પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ.”
સામાન્ય માન્યતા એવી છે કે સાધુ-સાધ્વી હોય, તે શ્રાવક કે શ્રાવિકાનો ગુણાનુવાદ કરે નહીં ત્યારે એ રૂઢ માન્યતા પર માર્મિક રીતે પ્રહાર કરતાં સાધ્વીશ્રીએ નિર્ભયતાથી કહ્યું, “અમારે પણ શ્રાવક-શ્રાવિકાઓ પ્રત્યે અવિનય થયો હોય તો ક્ષમા માગવી પડે છે એટલે શ્રાવકનાં કર્તવ્યનો ગુણાનુવાદ કરવો એમાં કશું યોગ્ય નથી. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પણ પુણિયો શ્રાવક, આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, સતિ સુલસા, ચેલણા રાણી, રેવતી આદિ શ્રાવક-શ્રાવિકાઓનાં ભારોભાર ગુણગાન કર્યા હતાં, આથી સાધુઓની નિશ્રામાં આવી પ્રવૃત્તિઓ હાથ ન ધરવી જોઈએ એવું માનનારાઓ પોતાનું સંકુચિત માનસ રજૂ કરે છે.'
૧૯૬૬ની ૨૯મી ઑગસ્ટ રવિવારે યોજાયેલા આ પ્રસંગમાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ મહાન કાર્યો કરનાર શ્રી વીરચંદ ગાંધી જેવા વીર નરને આપણે ભૂલી ગયા છીએ, તેનો ખેદ પ્રગટ કરતાં પ્રશ્ન કર્યો કે, “આજ થી બે વર્ષ અગાઉ તેઓની જન્મશતાબ્દી ઊજવી હતી, પણ તેનું કોઈ સાચું સ્મારક કર્યું નથી.”
એમના આ સચોટ-વ્યાખ્યાનમાં એક સહુથી વધુ મહત્ત્વની બાબત પર દષ્ટિપાત કરતાં તેઓ કહે છે,
“વિશ્વભરમાં જૈન ધર્મની પ્રભાવના કરનાર સ્વ. વીરચંદભાઈએ જૈન સમાજને માટે પોતાની કાયા ઘસી કાઢી, સર્વસ્વનું સમર્પણ કર્યું. તેના કુટુંબીજનો આજે કેવી હાલતમાં છે તે જોવાનો અને તેને સમજવાનો આપણા જૈન સમાજને વિચાર પણ નથી આવ્યો તે ખરેખર આપણા માટે દુઃખનો વિષય છે. આવા દિવ્ય સમર્પણની જ્યોત જો જલતી રાખવી હોય, તો આવા કર્મવીરોને આપણે ભૂલી જવા ન જોઈએ. તેના કુટુંબની ચિંતા આપણે રાખવી જોઈએ.”
એ હકીકત છે કે સાધ્વીશ્રીએ આ અત્યંત માર્મિક ટકોર કરી હતી. ઘણાં વર્ષો સુધી શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું કુટુંબ મહુવામાં વિટંબણાઓ અને વિસ્મૃતિના અંધકારમાં જીવતું રહ્યું હતું.
સાધ્વીશ્રીના, જૈનસમાજે આગેકદમ કરી છે કે પીછેહઠ એ વિશે આપેલા પ્રવચને સામાજિ ક જાગૃતિનું મહાન કાર્ય કર્યું. એ સમયે આવી સત્યવાણી જાણવા અને સ્વીકારવા છતાં ઉચ્ચારવી અતિ કપરી હતી, એમાં પણ સાધુજીવન વિશે ટીકા-ટિપ્પણ કરવાની તો કોઈ હિંમત કરી શકે જ નહીં. ત્યારે આ એક સાધ્વીજી મહારાજે મુંબઈના ખારમાં આપણે ‘આગેકદમ કરી છે કે પીછેહઠ?” એ વિશે પોતાના વિચારો નિખાલસતા, નિર્ભયતા અને નમ્રતા સાથે રજૂ કર્યા. યુગદર્શી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ સૂતેલા સમાજને જગાડવા માટે સિંહનાદ કર્યો હતો, એ જ નાદનો પ્રતિધ્વનિ સાધ્વીજી મહારાજ ની વાણીમાં સંભળાય છે. તેઓએ જૈનસમાજ વિશે કહ્યું,
આપણે માની લીધું કે આપણે ઊંચે ચઢી રહ્યા છીએ, પણ આ આપણી માન્યતા ભ્રામક છે. ફરતું ચક્ર પીછેહઠનાં પગલાં માંડી રહ્યું છે. છેવટે ‘પાઘડીનો વળ છેડે ' એ ન્યાયે આપણો મોટા ભાગનો વર્ગ આર્થિક સંકડામણમાં સપડાઈ ગયો છે અને જૂની પ્રણાલિકાઓ આપણા મન ઉપર એવો કાબુ જમાવીને બેઠી છે કે જીવનનિર્વાહનો ભય સામે આવીને ખડો છે, છતાં આપણી ઊંઘ ઊડતી નથી, જૈન સમાજ અત્યારના સમયની આ હાકલને હૈયે ધર અને તેને પહોંચી વળવાને સૌ સંગઠિત બની કાર્ય કરે. એટલે આ પીછેહઠ અટકાવવા સમાજમાં ખર્ચા ઘટે અને આવક વધે એવા પ્રયત્ન કરી જીવનની અને છેવટે ધર્મભાવનાની પણ સમતુલા જાળવી શકીશું.”
એ પછી સાધ્વીશ્રી જૈન ધર્મની વર્તમાન પરિસ્થિતિની વાસ્તવિકતાને ઉજાગર કરતાં કહે છે,
આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો જૈન સમાજે તપ, ત્યાગ, બુદ્ધિ તથા અહિંસાને બળે રાષ્ટ્રમાં શાંતિ સ્થાપવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે, પણ ધનલોભમાં કે સ્વાર્થમાં આપણે આ સાચો રસ્તો ખોઈ બીજા માર્ગે જઈ રહ્યા હોઈએ તેવું લાગે છે. આજે માનવજીવનમાં આપણે દરેક આત્માને સમાન
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
માનતા નથી. બીજાનાં દુ:ખ-દર્દને આપણે પોતાનાં માનીએ અને પ્રેમભાવ પ્રગટાવીએ, એ જ જીવનનો ઉત્તમ વ્યવસ્થર છે, પણ આપણા હૃદયમાં સ્વાર્થે અડ્ડો જમાવ્યો છે. નાની નાની બાબતોમાં ઝઘડાઓ વધાર્યા છે, તિથિચર્ચાના પ્રશ્ન ત્યાગના આસને બિરાજતા અમો પણ વહેંચાઈ ગયા છીએ અને એટલાથી જ નહીં અટકતા દેવદ્રવ્યના પ્રશ્નને વધારે મજબૂત બનાવી નાના-મોટા પક્ષો ઊભા કરી દીધા છે. આવાં બંધનોમાં પડી, સંકુચિત બની, જાણે ૫૦ વર્ષ પાછળ જઈ રહ્યા હોઈએ તેવું લાગે છે. મોક્ષ પ્રાપ્ત કરવા તપ, ત્યાગ અને સંયમી જીવન જ બસ નથી, લોભ, લાલચ અને મોહનો ત્યાગ કરી સત્ય માર્ગ અપનાવવો જોઈએ.”
માનવકરુણાનો સંદેશો આપતાં સાધ્વીશ્રીએ ગગદ કંઠે કહ્યું,
સાચા સુખને શોધનાર માણસે દુઃખી જગત ઉપર પણ એક વખત નજર નાખવાની જરૂર છે. બીજાની ગરીબી અને બીજાના દુ:ખનો વિચાર કર્યા વિના પોતાની જાતને સુખી માનવા આજે બાહ્ય આડંબરો કરવામાં આવે છે. બાહ્ય આડંબરને લીધે માનને સ્થાન મળે છે, પણ આ બધું ક્ષણિક છે. માણસાઈ જ હંમેશાં ટકે છે અને દીપે છે.”
૧૯૬૧માં દિલ્હીના રૂપનગર મંદિરની પ્રતિષ્ઠા પછી તેઓએ આગમાભ્યાસ માટે ગુજરાત તરફ વિહાર કર્યો. આ સમયે વિહાર કરતાં કરતાં ગુરુ વિજયસમુદ્રસૂરિજીની જન્મભૂમિ પાલિથી આગળ ખોડ નામના ગામમાં પહોંચ્યાં. જિનાલયમાં જઈને દર્શન કર્યા અને પછી જૈન ઉપાશ્રયમાં ઊતર્યા. મારવાડ-રાજસ્થાન પર ગુરૂ આચાર્યશ્રી સમુદ્રસૂરિજી મહારાજનો મહદ્ ઉપકાર હતો. ગુરુભક્ત શ્રાવકોએ સાધ્વીશ્રીને વિનંતી કરી કે આપ અહીં પધાર્યા છો, તો અમને વ્યાખ્યાનનો લાભ આપો. વ્યાખ્યાનને માટે બે વાગ્યાનો સમય રાખવામાં આવ્યો અને ગુરુમાતાની સાથે સાધ્વી મૃગાવતીજી બેઠાં.
પૂજ્ય મૃગાવતીજી મહારાજ ની વ્યાખ્યાનધારા ચાલુ થઈ. તેઓ એકાગ્ર થઈને વ્યાખ્યાન આપતાં હતાં. એમનો વાણીપ્રવાહ વહેતો હતો, પરંતુ એમણે જોયું તો શ્રોતાજનોનું ચિત્ત વ્યાખ્યાનમાં કેન્દ્રિત થયું નહોતું. એમને મનોમન થતું કે શા માટે શ્રોતાજનો એકચિત્તે વ્યાખ્યાન સાંભળતા નથી ? સામાન્ય સંજોગોમાં
વાણીની વસંતનો વૈભવ તો આ વિષય પરનું વ્યાખ્યાન સાંભળીને શ્રાવક-શ્રાવિકાઓ ભાવવિભોર બની જાય છે, તો આજે કેમ આવું ?
વાત એમ બની હતી કે સુંદર રીતે રંગરોગાન પામેલા આ ઉપાશ્રયમાં એક મોટો લાંબો સર્પ મૃગાવતીજી મહારાજના ઓઘામાં પેસી ગયો હતો અને એમાંથી નીકળી એમના ઘૂંટણ પર ચડવાની કોશિશ કરતો હતો. સહુનું ધ્યાન એ સર્પ તરફ હતું. બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. જો કોઈ ગભરાટમાં ચીસ પાડે કે અવાજ કરે, તો સર્પ એમને દેશ માટે અથવા એવું પણ બને કે સાધ્વીજી એકદમ ઊભાં થઈ જાય અને સાપ એમના પગ નીચે દબાતાં દંશ મારે. - જો કોઈ દુર્ઘટના બને, તો શ્રીસંઘને માથે કાળી ટીલી આવે. પૂ. સુજ્યેષ્ઠાશ્રીજીનું ધ્યાન સર્પ તરફ ગયું, તો એ તત્કાળ બૂમ પાડી ઊઠ્યાં, “અરે સાપ, સાપ’. સાધ્વીશ્રી મૃગાવતીજીને કાનની તકલીફ હોવાથી એમને બરાબર સંભળાયું નહીં અને વિચારવા લાગ્યાં કે કોઈ જરૂરી ચીજવસ્તુ મંગાવે છે. પણ થોડીવારમાં સર્પ એમના ખોળામાં આવી ગયો. તેઓ લેશમાત્ર ગભરાયા વિના એકાગ્ર થઈને ધ્યાનસ્થ બની ગયાં. સર્પ તરત જ ગભરાઈને ઝડપથી ચાલવા લાગ્યો. જેવો સર્પ નીચે ઊતર્યો કે સભાજનો એની પાછળ દોડ્યા. શ્રાવકોએ એના પર રજાઈ નાખી દીધી. આ સમયે સાધ્વી મૃગાવતીજી તો ધ્યાનસ્થ જ રહ્યાં.
પૂ. સાધ્વીશ્રી શીલવતીજીએ કહ્યું, “મૃગાવતી, ઊઠ ઊઠ. ક્યાં સુધી બેસી રહીશ? સાપ તો ક્યારનો ય ચાલ્યો ગયો છે.”
સાધ્વીશ્રી મૃગાવતી ઊડ્યાં અને સર્પને શાંતિ અને સંતિકરમ્ સંભળાવ્યું અને શ્રાવકોને કહ્યું કે એને કોઈ નિર્જન સ્થળે સાચવીને મૂકી આવો. એને કશી ઈજા ન થાય એનું પૂરું ધ્યાન રાખજો. શ્રાવકોએ પણ સાધ્વીજીના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. રાત પડી. પૂજ્ય શીલવતીશ્રી મહારાજ, પૂ. સુજ્યેષ્ઠાશ્રીજી અને પૂ. સુવ્રતાશ્રીજીને મધ્યાહ્નમાં બનેલી સર્પની ઘટનાને કારણે ઊંઘ આવતી નહોતી, ત્યારે પૂ. મૃગાવતીજી તો જાણે કશું બન્યું ન હોય એ રીતે ઉપાશ્રયમાં નિદ્રાધીન થઈને ઘસઘસાટ સૂતાં હતાં.
સહુને એમની સમતા, શાંતિ, પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવના અને પ્રેમનો
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વાણીની વસંતનો વૈભવ
અનુભવ થયો. બીજા દિવસે સવારે વિહાર સમયે એક મદમસ્ત પાડો દોડતો આવી રહ્યો હતો. સાધ્વીજીઓ રસ્તા પર વિહાર કરી રહ્યાં હતાં. રસ્તાની બંને બાજુ ખાઈ હતી. પૂજ્ય શીલવતીશ્રીજી મહારાજે જોશથી કહ્યું, “મૃગાવતી, ભાગ, ભરાટ થયેલો પાડો આવી રહ્યો છે.”
બધા ગભરાઈ ગયા, પણ સાધ્વી મૃગાવતીએ કહ્યું, ‘એને પ્રેમની નજરે જુઓ, તો એ સ્વયં શાંત થઈ જશે.’ ‘નમસ્કાર મહામંત્રની સાધના સાથે આરાધનાભરી અમીદ્રષ્ટિનો મેળાપ થયો હોય, તો જ આ શક્ય બને.
પૂજ્યશ્રી શીલવતીજીએ કહ્યું, “અરે ! આ તે કંઈ પ્રેમ કરવાનો સમય છે? આ ભરાટો થયેલો પાડો ક્યાંથી તારા પ્રેમને સમજશે ? પશુ અને તે હું પાગલ પ્રાણી અહિંસાની વાત શી રીતે સમજશે ?” પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાનો પ્રયોગ ચાલુ રાખ્યો અને સર્વના આશ્ચર્ય વચ્ચે સાધ્વીશ્રી મૃગાવતીજીની પાસે એ પાડો ધસમસતો આવ્યો. એકાએક અટકીને શાંત થઈ ગયો.
આ જોઈને શીલવતીજી મહારાજે કહ્યું, “મૃગાવતી, અમે બધાં ખૂબ ગભરાઈ ગયાં હતાં, પણ તે કમાલ કરી દીધી. તારા પ્રેમને એ (પાડો) સમજી ગયો હોં ! મેં મારા જીવનમાં આવું ક્યારેય જોયું નથી.”
ઘણીવાર સાધ્વીજી ગામમાંથી પસાર થાય, ત્યારે ક્યારેક કૂતરાઓ ખૂબ ભસતા પાછળ દોડે, પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજી કશુંય કર્યા વગર એમની પાસેથી ચૂપચાપ નીકળી જતાં હતાં.
૧૯૭૫માં સરધના ગામમાં ચાતુર્માસ પ્રવેશના દિવસ પૂર્વે રાત્રે સ્કૂલમાં ઉતારો હતો. આખી રાત વરંડાની નીચે એક બાજુ સર્પ પડ્યો રહ્યો અને બીજી બાજુ વરંડામાં સાધ્વીજીઓ, ‘બધાં પ્રાણીઓને આત્મવત્ જોવાં’ એ ધર્મજીવનના પાઠનો પ્રત્યક્ષ અનુભવ થયો.
પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવનની સૌમ્યતા અને વાણીની મધુરતા સહુને આકર્ષતી હતી. એકવાર એમના પરિચયમાં આવે, એ સદાને માટે એમના બની જતા હતા. શ્રેષ્ઠિવર્યશ્રી પ્રતાપભાઈ ભોગીલાલનું સમગ્ર જીવન એમના સત્સંગના પ્રભાવે પરિવર્તન પામ્યું.
ક્યારેક શરીરમાં અત્યંત પીડા થતી હોય, તેમ છતાં એ સમયે પણ
સાધ્વીજીનાં વ્યાખ્યાનોમાં વિમલતા વરસતી રહેતી.
જીવન મળ્યું છે તો કંઈક પામીને જઈએ, તો જ જીવનની સફળતા છે.” એવા એમના શબ્દો શ્રી મહેન્દ્રકુમાર “મસ્ત’ જેવા અનેક લોકોના કાનમાં આજે પણ ગુંજે છે. કુંડલિની યોગ અને તેને જાગ્રત કરવા અથવા સાચા સુખની અનુભૂતિ સુધી પહોંચવાની વાત તેઓ વ્યાખ્યાનમાં કરતાં હતાં અને ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા ઉપર નાગની ફેણને પ્રભુની જાગ્રત કુંડળીના પ્રતીક રૂપે જોતાં હતાં. સ્વ-જીવન અને સ્વાધ્યાયથી જે કંઈ નવનીત પ્રાપ્ત કર્યું હતું, તે ભાવિકોને આપતાં હતાં. આત્મબોધ, સાક્ષીભાવ કે કુંડલિની યોગની બાબતમાં એ કહેતાં, “ખોદતા રહો, ખોદતા રહો. એક વાર તો રણમાં પણ પાણી મળી આવે છે.”
પોતાના આધ્યાત્મિક અનુભવો પર એમને અડગ વિશ્વાસ હતો. અને પંજાબના સમાના ગામમાં તો એક વ્યાખ્યાનમાં એમણે જૈન ગ્રંથોની સાથોસાથ આધુનિક વિજ્ઞાનની તુલના પણ કરી હતી, આથી જ ભારતના સમર્થ બંધારણવિદ્ અને મનીષી ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવીએ એમને હાર્દિક ભાવાંજલિ આપતાં લખ્યું,
‘પહેલી વખત જ્યારે હું શ્રી વી. સી. જૈન સાથે એમનાં દર્શન કરવા ગયો, ત્યારે મને મૃગાવતીજી મહારાજની વકતૃત્વશક્તિનો પરિચય મળ્યો. એમની પ્રગતિશીલ, ક્રાંતિકારી સામાજિક દૃષ્ટિને સમજવાનો અવસર મળ્યો. એમની સ્વપ્નદર્શી સંગઠનક્ષમતાની ઝલક નિહાળવાનો અવસર મળ્યો. એમની વાણીમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની રત્નત્રયી અભિમંડિત હતી. એમના સંબોધનમાં એક સચેતન ઉદ્ધોધન હતું.”
આવા વાણીના વૈભવને વરેલા મહત્તરા સાધ્વીશ્રીના દીક્ષાજીવનની ઘટનાઓને હવે જરા નિહાળીએ.
૪૮
Page #31
--------------------------------------------------------------------------
________________
આત્મકલ્યાણના ઉજ્વળ પંથે
અંતે માતા અને પુત્રીના જીવનમાં સંસારત્યાગની એ અનુપમ ઘડી આવી. સંસારને પેલે પાર અધ્યાત્મના જગતમાં જવા માટે એમણે વિરાટ પગલું ભર્યું. દીક્ષાનો એ શુભકલ્યાણકારી વિરલ દિવસ હતો વિ. સં. ૧૯૯૫ની માગશર વદિ દશમ અને બુધવારનો. ઉત્તર ભારતમાં આને પોષ વદિ દશમ કહેવામાં આવે છે. જિંદગીમાં દિવસો, મહિનાઓ અને વર્ષો વીતે છે, પરંતુ એમાં કોઈ એવો અપૂર્વ દિવસ આવે છે કે જે દિવસે આત્મબળનું તેજ પ્રગટવાની અનુપમ ક્ષણ સાંપડે છે. પૂર્વજન્મના પુણ્યને પરિણામે દીક્ષામાર્ગમાં સુદૃઢ બનીને સંયમના માર્ગે પ્રયાણ થાય છે. સંસાર વેગળો થતો જાય છે અને સંયમ પ્રબળ થતો જાય છે. વ્યવહારનાં સુખદુ:ખ વીસરાઈ જાય છે, ભૂતકાળની વેદના જીવનમાર્ગમાંથી વહી જાય છે, બાજુએ ખસી જાય છે. મનમાં એક જ વિચાર જાગે છે અને તે એ કે ભવોભવનું આ ભ્રમણ બંધ થાય અને મોક્ષ પ્રતિ ગતિ થાય. આ સમયે સાધ્વીશ્રી શીલવતીજીના ચિત્તમાં આત્મા અને કર્મના સંવાદની વાતો યાદ આવે છે, ગુરુદેવનાં વચનોનું સ્મરણ થાય છે અને એ વિચારે છે – | ‘સંસાર કેવું વિચિત્ર નાટક છે ! કર્મરાજા કોઈને રાજા, તો કોઈને રંક બનાવે છે. આ કર્મરાજાએ સ્વ-જીવનમાં એક પછી એક કેવા પ્રહાર કર્યા છે ! પણ હવે આઠ પ્રકારનાં કર્મ
આત્મકલ્યાણના ઉજ્જવળ પંથે અને એની એકસો અઠ્ઠાવન પ્રકૃતિનું સ્વરૂપ હું જાણી ગઈ છું. સત્ય દેવ, સાચા ગુરુ અને સત્ય ધર્મનું મને સમ્યક્જ્ઞાન થયું છે. ગમે તેવા સંજોગોમાં પણ સમ્યદૃષ્ટિ રાખીશ અને પુણ્યકર્મના યોગે કીર્તિ, યશ ભોગવાય છે અને પાપના યોગે નિંદા, અપકીર્તિ થાય છે, તેથી બંનેને કર્મના વિપાક સમજી તેમાં સમભાવે વર્તીશ.’
આ રીતે સાધ્વીશ્રી શીલવતીજી પોતાની પુત્રી સાથે સંયમના માર્ગે નવપ્રયાણ આદરે છે. એ દિવસે તીર્થાધિરાજ શત્રુંજયની પાવન તળેટીમાં દીક્ષા લઈને માતા શિવકુંવર સાધ્વીશ્રી શીલવતીજી બન્યાં અને પુત્રી ભાનુમતી એમનાં શિષ્યા સાધ્વીશ્રી મૃગાવતીજી બન્યાં. સાંસારિક સંબંધોની સમાપ્તિ થઈ. હવે પ્રભુના માર્ગના યાત્રીના નૂતન સંબંધોનો પ્રારંભ થયો.
દીક્ષાના સમયે માતા શિવકુંવરની ઉંમર ૪૪ વર્ષની હતી અને ભાનુમતીની વય માત્ર બાર વર્ષ અને આઠ મહિનાની હતી. દીક્ષા પૂર્વે પંચ પ્રતિક્રમણ, ગુજરાતીનું પાંચમું અને અંગ્રેજીનું પ્રથમ ધોરણ ઉત્તીર્ણ કર્યું હતું. દીક્ષા બાદ સાધ્વીશ્રી મૃગાવતીજીએ સાત મરણ ભક્તામર અને કલ્યાણમંદિર સિવાય) કંઠસ્થ કર્યો, સાધુક્રિયા અને આગમગ્રંથ “શ્રી દશવૈકાલિક સૂત્ર'નાં ચાર અધ્યયન વગેરેનો સ્વાધ્યાય કર્યો. આગમગ્રંથ “શ્રી દશવૈકાલિક’ની કેટલીય ગાથાઓ એમના ચિત્તમાં તરવરી રહેતી.
"ते देहवासं असुंई असासयं, सया चए निच्चहियट्टियप्पा ।
छिदित्तु जाइमरणस्स बंधणं, उबेड़ भिक्खू अपुणागमं गई ।।' (પોતાના આત્માનું નિત્ય હિત કરવામાં સ્થિર ભિક્ષુ, અપવિત્ર અને ક્ષણભંગુર શરીરમાં નિવાસ કરવાનું નિત્ય માટે ત્યાગી દે છે તથા બંધનરૂપ જન્મ-મરણના ફેરાને કાપી નાખીને નિત્ય માટે મોક્ષને પ્રાપ્ત થાય છે.)
એમની વડી દીક્ષા સાડા ચાર મહિના બાદ વૈશાખ સુદ ૫, વિ. સં. ૧૯૯૫ (ઈ. સ. ૧૯૩૯)માં પાવન શત્રુંજય તીર્થની છાયામાં પાલીતાણાની ચંપાનિવાસ ધર્મશાળામાં થઈ. સાધ્વીશ્રી શીલવતીજી અને સાધ્વીશ્રી મૃગાવતીજીના હૃદયમાં અપાર ઉલ્લાસ હતો અને વિચારતાં હતાં કે આ કેવો સુયોગ કહેવાય કે પ્રથમ
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આત્મકલ્યાણના ઉજ્વળ પંથે
તીર્થંકર ભગવાન આદિનાથની પવિત્ર સ્મૃતિ ધરાવતી બડભાગી ભૂમિ પર દીક્ષા અને વડી દીક્ષાનો યોગ થયો.
૧૦,૬૫૭ જિનબિંબો અને ૯૮૦ જેટલાં જિનમંદિરો ધરાવતા શત્રુંજયમાં આ પાવન અવસર મળ્યો, તેનો સાધ્વીશ્રી શીલવતીજીને અને સાધ્વીશ્રી મૃગાવતીજીને અપાર આનંદ હતો.
પાલીતાણાથી વિહાર કરીને ઉના, અજાહરા પાર્શ્વનાથ, દીવ, દેલવાડા આદિ ગામોનાં જિનાલયનાં દર્શન કરીને પ્રભાસપાટણમાં પ્રવેશ્યાં. અહીં ભગવાન શ્રીકૃષ્ણના દેહવિલયનું પવિત્ર સ્થાન જોયું. એ સમયે ભગવાન શ્રીકૃષ્ણનું આ સ્થળ જોયું, ત્યારે સાધ્વીશ્રી મૃગાવતીજીના મનમાં અનાસક્ત યોગી શ્રીકૃષ્ણનું ચિત્ર ખડું થયું. દીક્ષાના પ્રારંભકાળે આ સ્થાન જોયું અને પછી તો જીવનપર્યત એવી સ્થિતિ ઊભી થઈ કે કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે સાધ્વીશ્રી મૃગાવતીજીને સહુ કોઈ આગ્રહપૂર્વક શ્રીકૃષ્ણના જીવનનો મર્મ જાણવા વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરવા લાગ્યા અને સાધ્વીજી નિઃસંકોચ કોઈ મંદિર કે મંડળમાં જઈને શ્રીકૃષ્ણ વિશે માર્મિક વ્યાખ્યાન આપતાં. દા.ત. તેઓ કહેતા કે, કાલિન્દી શું છે ? કાલિયાનાગ શું છે ? એની હજાર ફેણ શું છે ? દમન કરવું શું છે ? ગોપીઓ શું છે ? ચીરહરણ શું છે ? ગોપીઓ સાથે રાસ શું છે ? આ બધું રૂપક છે. કાલિયાનાગ જેવું અમારું મન છે. એની હજારો ફેણ અમારા મનની અનંત ઇચ્છાઓ છે. એક પૂરી કરો તો બીજી પેદા થાય છે, જેનો કોઈ અંત નથી. કાલિન્દીરૂપી કાયામાં રહેલા એવા કાલિયાનાગ જેવા મનને અનાસક્ત યોગી નારાયણ શ્રીકૃષ્ણ દમન કરીને એના પર વિજય પ્રાપ્ત કર્યો હતો. નવધા ભક્તિમાં રમણ કરવાવાળી ભક્ત આત્માઓરૂપી ગોપીઓના ચીરહરણનો અર્થ આત્માની ઉપર જે કર્મોનું આવરણ છે એને હટાવવાનો થાય છે. ગોપીઓની સાથે રાસ રમવાની વાત આવે છે એનો અર્થ એ છે કે ભક્ત એવા આત્માઓની સાથે પરમાત્માને રાસ, રસ, આનંદ આવે છે. જો ભગવાનની સાથે રાસ-રસ-નાદાભ્ય સંબંધ જમાવવો હોય તો પ્રભુ પ્રત્યે સાચી ભક્તિ જીવનમાં ઉતારવી જોઈએ. ભક્તિ ભક્તને ભગવાન બનાવી આપે છે. પૂ.મહારાજ શ્રી એમનો આટલો સુંદર આધ્યાત્મિક અર્થ ઘટાવતા હતા. પોતાનો અભ્યાસ વિશાળ થતાં તેઓ ‘ગીતા’નાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોના શ્લોકોની
સરખામણી ‘દશવૈકાલિક સુત્રના ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકો ‘નાં ઘરે ગયે વિટ્ટ'... વગેરે સાથે કરતાં હતાં. એક નાનું બીજ કેવું મહોરી ઊઠે છે !
એવી જ બીજી ઘટના એ બની કે પ્રભાસપાટણના શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયમાં સાધ્વી મૃગાવતીજી દર્શન કરવા માટે ગયાં. દર્શન કરવા માટે બે હાથ જોડ્યા. પ્રભુની મૂર્તિ સામે દૃષ્ટિ કરી અને પછી અંતરમાં કોઈ એવો અલૌકિક અનુભવ થયો કે જે ભાવભરતીને શબ્દબદ્ધ કરવી શક્ય નથી. એ સમયે ભક્તિની એવી અનુભૂતિ થઈ કે તેઓ જ્યારે જ્યારે પ્રભાસપાટણના શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયના દર્શનનું સ્મરણ કરતાં, ત્યારે એમના હૃદયમાં અભુત રોમાંચ અનુભવતાં અને રૂંવે રૂંવે ભક્તિનો પ્રબળ ઉદ્રક અનુભવતાં.
અહીંથી વિહાર કરીને વેરાવળ આવ્યાં અને ઈ. સ. ૧૯૩૯ (વિ. સં. ૧૯૯૫)નું પહેલું ચોમાસું એમણે માતાગુરુ સાથે કર્યું. પૂ. સાધ્વીશ્રી શીલવતીજી મહારાજે અઠ્ઠાઈ કરી, પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોષ દશમી ઉપાડી અને શાશ્વતી ઓળીની આરાધના કરી. વેરાવળના આ ચાતુર્માસમાં તેર વર્ષનાં બાળસાધ્વીશ્રી મૃગાવતીજીને એક શ્રાવિકાએ ચેતવણી આપતા હોય તે સૂરે કહ્યું કે તમે પેલા બહેનને ત્યાં ભૂલેચૂકે પણ ગોચરી અર્થે જ શો નહીં.
બાળસાધ્વી મૃગાવતીજીને સહજ જિજ્ઞાસા જાગી. એમણે પૂછ્યું, એવું તો એ બહેનમાં શું છે કે જેથી તમે મને એમને ત્યાં જવાની ના પાડો છો ?”
પેલી બહેને કહ્યું, ‘એ તો ડાકણ છે અને ભરખી જાય તેવી છે.”
બાળસાધ્વી મૃગાવતીજી આવા વહેમમાં માનતાં નહોતાં. એ વિચારતાં હતાં કે આવી રીતે એક સ્ત્રીને ડાકણ કહીને એના જીવનની હાલત કેવી બદતર કરી નાખવામાં આવે છે. આથી કોઈ એની પાસે જતું નથી અને સહુ કોઈ એને ધુત્કારે છે. એ બહેન આવ્યાં એટલે બાળસાધ્વી મૃગાવતીજી એમના ખોળામાં માથું નાખીને સૂઈ ગયાં. આ જોઈને સહુને આશ્ચર્ય થયું, અરે ! આ ડાકણના ખોળામાં સૂવાય ખરું ? પરંતુ ધીરે ધીરે સહુને સમજાયું કે આ બાળસાધ્વીએ આપણને ભ્રામક માન્યતામાંથી મુક્ત કર્યો છે. એ પછી એ સ્ત્રીને બાળસાધ્વી મૃગાવતીશ્રીજીએ એટલો બધો સ્નેહ આપ્યો કે એનું જીવન બદલાઈ ગયું અને સમાજ માં એની છબી બદલાઈ ગઈ.
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
ચાતુર્માસની શૃંખલામાં જૂનાગઢ (વિ. સં. ૧૯૯૬), પાલીતાણા (વિ. સં. ૧૯૯૭-૯૮), વીરમગામ (વિ. સં. ૧૯૯૯), રાધનપુર (વિ. સં. ૨૦OO)માં ચાતુર્માસની આત્મિક ખેતીનો આનંદ અનુભવ્યો. ચાતુર્માસ એટલે આત્માની દિવાળીનો ઉત્સવ. ચાતુર્માસ એટલે ચાર મહિના સુધી સ્થિર વાસ કરીને ધર્મઆરાધના કરવાનો અનુપમ યોગ, જ્ઞાન, ધ્યાન અને ક્રિયાના ત્રિવેણીસંગમમાં સ્નાન કરીને પવિત્ર થવાનો અવસર. આ ચાતુર્માસમાં એવું વાવેતર થાય કે જે આત્માને સદાને માટે લીલોછમ રાખે.
આ બધા ચાતુર્માસ દરમિયાન સાધ્વીશ્રી મૃગાવતીજીનાં સ્વાધ્યાય, વ્રતતપ અને તીર્થયાત્રા અવિરતપણે ચાલતાં રહ્યાં. આ ચાતુર્માસ વખતે વિદ્વાન પંડિતો પાસેથી સંસ્કૃત ભાષાનો અને ધર્મગ્રંથોનો અભ્યાસ કરવા લાગ્યાં,
સાધ્વી મૃગાવતીજીને અભ્યાસની ભારે તાલાવેલી હતી અને એમનાં માતાગુરુની એમને અભ્યાસ કરાવવાની અતિ તત્પરતા હતી. તત્પરતા તો એવી કે પોતે ઉંમરલાયક હોવા છતાં ઘણાં ધર્મકાર્યો તેઓ જ સંપન્ન કરી દેતાં, જેથી સાધ્વીશ્રી મૃગાવતીજીને અભ્યાસની અનુકૂળતા સાંપડે. આ અભ્યાસનો પ્રારંભ પણ અનોખી રીતે થયો. એક વાર કોઈ પંડિતે સાધ્વીશ્રી મૃગાવતીજીને સંસ્કૃત માર્ગોપદેશિકા બતાવી. જાણે વિદ્યાનો માર્ગ મળી ગયો હોય તેવો આનંદ થયો. એમણે સરસ્વતીની ઉપાસના શરૂ કરી. સૂતાં-બેસતાં, વિહાર કરતાં બધે જ સ્વાધ્યાયનું રટણ ચાલ્યા કરતું હતું. અભ્યાસની એવી ઉત્કટતા કે એની એક તક પણ ગુમાવે નહીં. જેમ કે કંઠસ્થ કરવાનું, સ્વાધ્યાય કરવાનું વગેરે અભ્યાસના કાર્યો તેઓ ચાંદનીના પ્રકાશમાં પણ કરતા હતા. ઈ. સ. ૧૯૪૦ (વિ. સં. ૧૯૯૬)માં જૂનાગઢના બીજા ચાતુર્માસ સમયે પૂ. આચાર્ય શ્રી નીતિસૂરિમહારાજ સાહેબના સમુદાયના પૂ. આચાર્ય ઉદયસૂરિજી મહારાજ સાહેબનું ચાતુર્માસ જૂનાગઢ નગરમાં જ હતું. આચાર્ય શ્રી ઉદયસૂરિજી મહારાજ સુંદર ભક્તિગીતોની રચના કરતા હતા. મધુર , ભાવવાહી અને કંઠમાં ગુંજે તેવી નવી-નવી સઝાયોનું સર્જન કરતા હતા. બાલસાધ્વી મૃગાવતીજીનો કંઠ મધુર હતો, આથી આચાર્યશ્રી એમની પાસે પદ કે સઝાય ગવડાવતા હતા. ‘ગિરનાર વંદનાવલિ'ની એ પંક્તિઓ જાણે પ્રત્યક્ષ અનુભવાતી હતી.
આત્મકલ્યાણના ઉજ્વળ પંથે બે તીર્થ જગમાં છે વડા, શત્રુંજય ને ગિરનાર, એક ગઢ સમોસર્યા આદિજિન, ને બીજે શ્રી નેમિ જુહાર; એ તીર્થ ભક્તિના પ્રભાવે, થાયે સૌનો બેડો પાર,
એ તીર્થરાજને વંદતા, પાપો બધાં દૂર જતાં. સંયમના પંથે પગલાં માંડ્યાં અને ‘બેડો પાર’ કરાવે એવા તીર્થરાજને વંદન કરવાની સુવર્ણ તક મળી અને પૂ. સાધ્વીશ્રી શીલવતીજીએ ચઉવિહાર છઠ્ઠ કરીને ગિરનાર તીર્થરાજની સાત યાત્રાઓ કરીને જીંદગીનો અનુપમ લ્હાવો લીધો. વળી શ્રી શત્રુંજયગિરિની માફક જ ગિરનાર ગિરિરાજ પ્રાયઃ શાશ્વત છે અને રૈવતગિરિ (ગિરનાર) એ શત્રુંજય ગિરિનું પાંચમું શિખર હોવાથી એ પાંચમું જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન આપનારું ગણાય છે. વળી ગઈ ચોવીસીમાં થયેલા અને આવતી ચોવીસીમાં થનારા તીર્થંકરોનાં દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણ ગિરનાર ગિરિવર પર થયા છે અને હવે પછી થશે.
વિશ્વની અતિપ્રાચીન એવી શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિનાં અતિભાવપૂર્વક દર્શન કર્યા. પૃથ્વીના તિલક સમાન આ તીર્થની યાત્રા કરી અને એની ગુફાઓમાં ચાલતી યોગીઓની સાધના જોઈ આત્મા અનુપમ ઉલ્લાસ અનુભવતો હતો.
એ પછી પુનઃ માતાગુરુ સાથે પૂ. મૃગાવતીશ્રીએ ત્રીજો અને ચોથો ચાતુર્માસ પાલીતાણાની લલ્લુભાઈની ધર્મશાળામાં કર્યો અને અહીં ઉત્કૃષ્ટ ધર્મઆરાધનાની સાથોસાથ સતત જ્ઞાનઆરાધના પણ ચાલતી રહી. પૂ. સાધ્વીશ્રી શીલવતીજીની છઠ્ઠ અઠ્ઠમ કરીને સિદ્ધાચલજીની યાત્રાઓ અને ચત્તારી અઠ્ઠ દસ દોય વગેરે તપઆરાધના પણ ચાલતી રહી.
કેવળી તીર્થકર શ્રી સીમંધર સ્વામીએ કહ્યું છે કે જગતમાં શત્રુંજય મહાતીર્થ જેવું કોઈ તીર્થ નથી, એની યાત્રાઓ ચાલતી રહી અને શ્રી ‘શત્રુંજય લધુકલ્પની ગાથાઓ સ્મરણમાં આવવા લાગી.
जं लहड़ तित्थे, उग्गेण तवेण बंभचेरेण ।
तं लहई पयत्तेणं, सेत्तुंज-गिरिम्मि निवसंतेण ।। (બીજાં તીર્થોમાં ઘણું ઉગ્ર તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે
Page #34
--------------------------------------------------------------------------
________________
આત્મકલ્યાણના ઉજ્વળ પંથે
પ્રેરણાની પાવનમૂર્તિ છે તે ફળ, પ્રયત્ન પૂર્વક (યતનાપૂર્વક) શત્રુંજય પર વસવાથી મળે છે.)
પાલીતાણા સાથે ગાઢ સ્નેહ બંધાઈ ગયો અને મનોમન એ પંક્તિઓ ગુંજી
ઊઠતી,
શ્રી શત્રુંજય સિદ્ધ ક્ષેત્રે, દીઠે દુર્ગતિ વારે,
ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. એ પછી વિહારયાત્રા આગળ ચાલી. ઈ. સ. ૧૯૪૩નો પાંચમો ચાતુર્માસ વીરમગામમાં કર્યો. અહીં જટાશંકર નામના પંડિતજી પાસે પ્રાકૃતનો અને દસ હજાર શ્લોકપ્રમાણ વસુદેવ હિડીનો અભ્યાસ કર્યો. આ સમયે એક વિશિષ્ટ ઘટના બની, સ્થાનકવાસી સંપ્રદાયમાં મહાસતીજી વ્યાખ્યાન વાંચતાં હતાં અને તેથી એમને સતત એમની જ્ઞાનોપાસનાને ઉજ્જવળ રાખવી પડતી હતી. અભ્યાસ, સ્વાધ્યાય અને ચિંતન કરવાં પડતાં હતાં. શ્વેતાંબર સંપ્રદાયમાં સાધ્વીજીઓ વ્યાખ્યાન વાંચતાં નહીં હોવાથી ક્યારેક સતત અભ્યાસ અને સ્વાધ્યાય થતો નહીં, વળી, વ્યાખ્યાનના વાચનના અભાવના પરિણામે સમાજની મનઃસ્થિતિનો પ્રત્યક્ષ સંપર્ક અથવા તો સમાજ ની પ્રવર્તમાન મનઃસ્થિતિને પલટાવવાનો કોઈ અવસર પ્રાપ્ત થતો નહીં. આને પરિણામે સાધ્વી સમુદાય સવિશેષ ધર્મક્રિયાઓમાં રમમાણ રહેતો હતો.
વીરમગામ જેવા ગામમાં સાધ્વીશ્રી મૃગાવતીજી આવ્યાં. આ સમયે વિરમગામ શ્રીસંઘના પોપટભાઈ ઝવેરી, હરિભાઈ ઝવેરી, શ્રી ચંદુભાઈ પટવા આદિ શ્રાવકોએ સાધ્વીજીને વિનંતી કરી કે પર્વાધિરાજ પર્યુષણ પર્વના અવસરે અમારે આપનાં વ્યાખ્યાનો સાંભળવાં છે. અમારી આરાધના વધુ ઊજળી કરવી છે અને આ સમયે શ્વેતાંબર જૈન સમુદાયમાં ક્રાંતિનું પહેલું ચરણ શરૂ થયું. વીરમગામના સાગર ઉપાશ્રયમાં પહેલીવાર શ્રીસંઘનાં શ્રાવક-શ્રાવિકાઓ સમક્ષ પર્વાધિરાજ પર્યુષણમાં અષ્ટાનિકા, સુબોધિકા ટીકા સહ ‘કલ્પસૂત્ર'ના વ્યાખ્યાન સાથે ‘બારસાસૂત્ર'નું પણ વાચન કર્યું. સમાજની વર્ષો પુરાણી રૂઢિ પર આઘાત થયો. યુગદર્શ આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે જૈન સમાજમાં પ્રચંડ ક્રાંતિ સર્જી હતી અને એમણે શિક્ષણ, એકતા અને સામાજિક ઉત્કર્ષ માટે સમાજને જાગ્રત કરવા શંખનાદ ફૂંક્યો, સાધ્વીશ્રી મૃગાવતીજી જાણે
ગુરુવલ્લભની એ પરંપરા આગળ ધપાવતાં હોય એ રીતે એનો અહીં સર્વપ્રથમ જયનાદ થયો. અહીંની ધાર્મિક પાઠશાળામાં રહીને માત્ર ત્રણ જ દિવસમાં અર્થ સહિત ત્રણ ભાષ્ય કર્યો અને એમની જ્ઞાનઆરાધના જોઈને અધ્યાપકગણ પણ પ્રસન્ન થઈ ગયો. જ્ઞાનઆરાધના કરીને પ્રભુભક્તિ માટે શંખેશ્વર તીર્થની યાત્રા કરી અને નવપદની તેર ઓળી સંપૂર્ણ કરી.
૧૯૪૪ના રાધનપુરના છઠ્ઠા ચાતુર્માસ સમયે પંડિતશ્રી છોટેલાલજી શર્મા જેવા પ્રસિદ્ધ વિદ્વાન પાસે અનેક સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરવાની સુવર્ણતક મળી. વળી સોનામાં સુગંધ ભળે, તે રીતે અહીં પૂ. શ્રી ન્યાયવિજયજી મહારાજનો ચાતુર્માસ હોવાથી તત્ત્વજ્ઞાન, જીવનલક્ષી જ્ઞાન અને અન્ય શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થયું. અહિંયા સાધ્વીજીની ભણવાની ધગશ જોઈને શિક્ષાપ્રેમી પરમ ગુરુભક્ત શ્રી કાંતિલાલ ઈશ્વરલાલે ભણવાની સુંદર વ્યવસ્થા કરી આપી. ત્યાં અઠ્ઠાઈ પણ કરી. અહીં શ્રી રાજપાલભાઈનો મેળાપ થતાં ખગોળવિદ્યાની જાણકારી મળી..
રાધનપુરથી વિહાર કરીને આબુજીની યાત્રા કરી. ત્યાં સ્થાનકવાસી પ્રસિદ્ધ તત્ત્વાવધાની વિદ્વાન શ્રાવક શ્રી ટી. જી. શાહ પાસેથી ધ્યાન, આસન અને અવધાન શીખ્યાં. સાધ્વીજી વિદ્યાપ્રાપ્તિની તીવ્ર ઉત્કંઠા ધરાવતાં હતાં અને તેને પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયત્નો કરતાં હતાં. એમના પ્રત્યેક વિહારમાં અને દરે ક વિસામોમાં એમની સરસ્વતી સાધના અખંડ ચાલુ રહેતી. વળી બીજી બાજુ એમનું હૃદય આધ્યાત્મિક ભાવો અનુભવતું હતું, સર્વ વ્યાવહારિક ધાર્મિક કર્તવ્ય તેઓ અંતરના ભાવથી કરતાં હતાં.
૧૯૪પના સાતમા ચાતુર્માસ સમયે પાથાવાડામાં એક વિચિત્ર ઘટના બની. કેટલાક શ્રાવકોનો આગ્રહ હતો કે આચાર્ય મહારાજ પર્યુષણમાં ‘કલ્પસૂત્ર'ની વાચના સંભળાવે, જ્યારે સાધ્વીશ્રી મૃગાવતીજીની વિદ્વતા, શૈલી અને સમજાવવાની પદ્ધતિથી આકર્ષાયેલા કેટલાક શ્રાવકોએ સાધ્વીજી મહારાજને કલ્પસૂત્રના વ્યાખ્યાન માટે અતિ આગ્રહભરી વિનંતી કરી.
એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ. સમાજમાં જેમને વિખવાદમાં રસ હતો, એમણે વિવાદ-વિખવાદ વધારવાનો પ્રયત્ન કર્યો. કોઈએ આચાર્ય મહારાજ શ્રીને તાકીદ કરી કે તમે કોઈપણ સંજોગોમાં નમતું જોખશો નહીં, તો
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વળી બીજા જૂથે સાધ્વીશ્રી મૃગાવતીજીને વારંવાર વિનંતી કરવા માંડી. સાધ્વીશ્રીનો સ્વભાવ એવો હતો કે જે સંઘમાં વિખવાદ હોય, ત્યાં એ ક્યારેય પગ મુકે નહીં. જુદા જુદા બે પક્ષો વચ્ચે કોઈ ધાર્મિક બાબતને અનુલક્ષીને કે અહમુની ટકરામણને કારણે વિખવાદો, સંઘર્ષો થતા હોય, ત્યાં સાધ્વીશ્રી સ્પષ્ટ શબ્દોમાં કહેતાં, ‘મારો ધર્મ અનેકાંતવાદમાં માને છે. જ્યાં આવો એકાંત આગ્રહ હોય, ત્યાં ધર્મ ન હોય. હું ત્યાં આવીશ નહીં.”
શ્રી પર્વાધિરાજ પર્યુષણ જેમ જેમ નજીક આવવા લાગ્યા, તેમ તેમ લોકોમાં ઉત્કંઠા વધવા લાગી. ધર્મનો જોડવા માટે ઉપયોગ થવો જોઈએ, તેને બદલે તોડવા માટે લોકો વધુ ઉપયોગ કરે છે. સાધ્વીશ્રી સંઘર્ષમાં માનતાં નહોતાં. વળી આચાર્ય મહારાજ શ્રી પ્રત્યે તો સદૈવ વિનય જ હોવો જોઈએ. વિવાદ અને વિખવાદથી દૂર રહેનારાં તેઓશ્રી સંવાદ સાધવાની કોશિશ કરતાં હતાં. આથી એમણે આ પરિસ્થિતિનો જુદો જ ઉકેલ શોધ્યો અને સહુને સઘળાં વ્યાખ્યાનો સાંભળવા મળે તેવું કર્યું. પર્યુષણ પર્વમાં પૂ. આચાર્ય મહારાજનાં અને તે પછી પૂ. મૃગાવતીશ્રીજીનાં વ્યાખ્યાનો યોજાયાં અને વિખવાદને અવકાશ જ ન રહ્યો.
ઈ. સ. ૧૯૪૬નો આઠમો ચાતુર્માસ સીપોરમાં કર્યો અને અહીં પંડિત છોટેલાલજી શર્મા પાસે સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ માનતા કે સ્વાધ્યાય એ સાધુજીવનનો પ્રાણ છે. ‘સ્વાધ્યયાત્ મ પ્રમીત ‘સ્વાધ્યાયમાં કદી પ્રમાદ કરવો નહીં' એ એમનું સૂત્ર હતું અને એ માટે રોજ નિયમિતપણે અમુક સમય સુધી સ્વાધ્યાય કરવા અંગે અત્યંત જાગૃતિ રાખતાં હતાં.
યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના વિચારો સાધ્વીજીના ચિત્તમાં ગુંજતા હતા. એમણે સ્વાધ્યાયને ‘જ્ઞાનમંદિરમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર’ કહ્યું. સ્વયં ભગવાન મહાવીર સ્વાધ્યાયનું ઘણું મહત્ત્વ કર્યું છે. મહાવીરે પોતાના સાધકે દિવસનો અડધો ભાગ સ્વાધ્યાયમાં વિતાવવો જોઈએ એમ કહ્યું છે.
'पढम-पोरिसीए सज्झायं बीयं झाणं झियायह । तइयाए भिक्खायरियं पुणी चउत्थी वि सज्झायं ।।
આત્મકલ્યાણના ઉજ્જવળ પંથે (ઉચ્ચ કક્ષાનો સાધક પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કરે, બીજા પ્રહરમાં ધ્યાન કરે, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચરી કરે અને ચોથા પ્રહરમાં પણ સ્વાધ્યાય કરે.)
યુગવીર આચાર્યશ્રી માનતા હતા કે આગમોના વિચ્છેદ થવાનું મુખ્ય કારણ સ્વાધ્યાયનો અભાવ છે. આ સ્વાધ્યાયથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે અને નિયમિત સ્વાધ્યાયથી એ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને પ્રાપ્ત જ્ઞાન વિસ્મૃત થતું નથી. આશ્રમમાં અભ્યાસ કરીને વિદાય લેતા સ્નાતકોને ઉપનિષદના ઋષિઓ અંતિમ ઉપદેશ એ આપતા હતા, ‘સ્વાધ્યાયાન્મ પ્રમ' અર્થાત્ “હે વિદ્યાર્થી! તું સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમાદ કરતો નહીં.’
ગુરુ વલ્લભનાં આ વચનોનું સાધ્વીશ્રી મૃગાવતીજીને પળવાર પણ વિસ્મરણ ક્યાંથી હોય ? આથી એમની જ્ઞાનોપાસનામાં અવિરત વૃદ્ધિ થવા લાગી અને એનું તેજ આસપાસના સમાજ પર છવાઈ જેવા લાગ્યું.
સીપોરના ચાતુર્માસમાં એક વિરલ ઘટના બની. આ સીપોરમાં શ્રી મણિલાલભાઈ પટવા અને હીરાબહેન પટવાનાં લાડકવાયાં પુત્રી શાંતાબહેન ૧૯૪૬માં સાધ્વીશ્રી શીલવતીજી અને સાધ્વીશ્રી મૃગાવતીજીના ચાતુર્માસ સમયે વ્યાખ્યાન સાંભળવા આવતાં હતાં. શાંતાબહેનના હૃદયમાં ધર્મ માટેની અપાર લગની હતી. ત્રણ વર્ષ પહેલાં એમણે ઉપધાન તપ કર્યું હતું. આ ચાતુર્માસની પૂર્ણાહુતિ પછી તરત જ એમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. આ સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજી મહારાજે વયોવૃદ્ધ તપોમૂર્તિશ્રી શીલવતીજી મહારાજની તથા પોતાનાં ગુરુ પૂજ્ય મૃગાવતીજીની અત્યંત સમર્પિતભાવે સેવા કરી.
સીપોરથી વિહાર કરીને તેઓએ તારંગાજીમાં એક મહિનાની સ્થિરતા દરમિયાન તીર્થનો ચિરસ્થાયી આનંદ પ્રાપ્ત કર્યો. તારંગાથી મહેસાણા થઈને સીપોર આવીને ઇડર આવ્યા. ઇડરમાં ઘંટિયા ડુંગર ઉપર શ્રીમદ્ રાજચંદ્રજીનું સ્મારક જોયું. શ્રીમદ્જી પ્રતિ તેઓને અનન્ય ભક્તિ અને શ્રદ્ધાભાવ હતા. ત્યાં આતાપના પણ લીધી.
ઈ. સ. ૧૯૪૭નો નવમો ચાતુર્માસ હિંમતનગરમાં કર્યો. પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ ‘સુભાષિત રત્નભાંડાગારનો પ્રચૂર્ણ અભ્યાસ કર્યો અને નવ ઉપવાસ કર્યા. નવદિક્ષિત સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાશ્રીજીએ અઠ્ઠાઈ કરી અને એમને
પદ
Page #36
--------------------------------------------------------------------------
________________
આત્મકલ્યાણના ઉજ્જવળ પંથે
પ્રેરણાની પાવનમૂર્તિ માર્ગોપદેશિકા અને સાધુક્રિયા કરાવી. બપોરે નળ-દમયંતી ચારિત્ર્ય પર વ્યાખ્યાન કર્યું અને આવી રીતે એ સમયે પણ તપશ્ચર્યા અને સ્વાધ્યાય અવિરતરૂપે ચાલી રહ્યાં.
ઈ. સ. ૧૯૪૮નો દસમો ચાતુર્માસ કપડવંજમાં પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી દેવશ્રીજીના શિષ્યા પૂ. પ્રવર્તિનીશ્રી દાનશ્રીજી મહારાજની નિશ્રામાં ૧૦ ઠાણા સાથે થયો. અહીં વળી એક વિશિષ્ટ ઘટના થઈ. સ્વાધ્યાયરત સાધ્વીશ્રી મૃગાવતીજીના જ્ઞાનનો લાભ લેવાનો અન્ય સાધ્વીજીઓને અતિ ઉત્સાહ જાગ્યો. આથી શ્રી દાનશ્રીજી મહારાજ સાધ્વીશ્રી મૃગાવતીજીને ગોચરી માટે જવા દેતા નહોતા, પરંતુ એમને અન્ય સાધ્વીજી મહારાજોને અધ્યયન કરાવવાનું કાર્ય સોંપ્યું. તેઓએ પ્રાચીન કથાસંગ્રહ, બાલમનોરમા, શબ્દેન્દુશેખર વગેરેનો સ્વાધ્યાય કર્યો અને પહલી-દૂસરી બૂક, આચારાંગ, પૂ. બુદ્ધિસાગરજી કૃત આનંદઘનપદસંગ્રહ વગેરેનું અધ્યયન કરાવ્યું. આમ સ્વાધ્યાયની સાથોસાથ અધ્યયનનો આરંભ થયો. તેઓશ્રી બપોરે વ્યાખ્યાન પણ કરતા હતા. આટલી પ્રવૃત્તિ છતાં સોળ ઉપવાસ પણ કર્યા. પૂ. દાનશ્રીજી મહારાજની વિશેષકૃપા તેઓએ પ્રાપ્ત કરી અને પૂ. સુચેષ્ઠાશ્રીજીએ સેવા દ્વારા બધાનું મન જીતી લીધું.
ગુજરાતના કપડવંજનો ચાતુર્માસ પૂર્ણ કરીને તેઓ સૌ રાજસ્થાન તરફ ગયાં. ગુજરાતની ધરતી પરથી વિદાય લીધી. અહીં જન્મ્યાં, દીક્ષા લીધી અને હવે ‘સાધુ તો ચલતા ભલા’ એ ન્યાયે રાજસ્થાન તરફ ઉત્સાહભેર જઈ રહ્યાં હતાં. આનું કારણ એ કે એમના પ્રેરણામૂર્તિ એવા ગુરુ વલ્લભ રાજસ્થાનની ધરતી પર બિરાજતા હતા. વર્ષોથી જેમના વિચારોથી પ્રભાવિત થયાં હતાં, એમનાં સાક્ષાત્ દર્શન કરવાનાં હતાં. જેમના પ્રત્યે હૃદયમાં અગાધ ભક્તિ પ્રગટી હતી, તેમને પ્રત્યક્ષ મળવાનું હતું. રાજસ્થાનના સાદડી શહેરમાં પોતાની પાવન પ્રેરણામૂર્તિ સમાન ગુરુવલ્લભનાં દર્શન પામીને ધન્ય બન્યાં.ગુરુના વિચારો જાણ્યા હતા, હવે એમની ભાવનાઓ પામ્યાં. ગુરુએ પંજાબમાં કરેલી ક્રાંતિની વાતો સાંભળી હતી, હવે એ ક્રાંતિનો પ્રત્યક્ષ પ્રભાવ જોવા મળ્યો.
પ.પૂ. ગુરુદેવશ્રી વલ્લભસૂરિજીને વંદન કરવા બધાં સાધ્વીજીઓ ગયા ત્યારે પૂ. વલ્લભસૂરિજીની આંખોનું ઑપરેશન થયું હતું અને તેમની આંખે પાટો
બાંધેલ હતો. બધા સાધ્વીજી મહારાજોની સાથે ગુરુવંદન કરતી વખતે આજ્ઞા લઈને પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી ગુરુવંદનના પાઠ બોલવા લાગ્યા. એમનું શુદ્ધ ઉચ્ચારણ અને બોલવાની શૈલી સાંભળીને પૂ. ગુરુદેવે પૂછવું કે જે ભણેલી ગણેલી સાધ્વી છે એ પાઠ બોલે છે ને ? કહ્યું કે હા, ત્યારે એ જાણીને પૂ. ગુરુ મહારાજ ખૂબ રાજી થયા.
પોતાની ગુરુ વલ્લભને મળવાની લાંબા સમયની ઝંખતા હતી તેથી તેમને મળ્યાથી પૂ. સાધ્વીશ્રીને રાજીપો તો થયો, પણ તેમની તીવ્ર ઇચ્છા હતી કે પોતાના ગુરુ વલ્લભની પાવન નિશ્રામાં એક ચાતુર્માસ કરવાની તક મળે, જેથી એમના વ્યાખ્યાનો સાંભળીને તેમની શૈલી, તેમનું જ્ઞાન અને તેમના બહોળા અનુભવનો લાભ પોતે જીવનમાં ઉતારી શકે. સાદડીમાં થોડા દિવસો રહ્યા ત્યારે પૂ. સાધ્વીજી મૃગાવતીજીએ એક દિવસ પોતાના પ્રાણપ્યારા ગુરુ મહારાજ પાસે દિલની ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું કે સાદડીમાં આપની નિશ્રામાં ચોમાસુ કરવાની અમારી તીવ્ર ભાવના છે.
પૂ. ગુરુદેવજીએ ઉત્તરમાં જણાવ્યું કે તમારી ભાવના સારી છે, પણ મારી પાસે આસપાસના બધા ગામોની ચોમાસા માટેની આગ્રહભરી વિનંતીઓ આવી છે. મારી પાસે જેટલા સાધુઓ હતા તે બધાને મેં બે બે કરીને બધા જ ક્ષેત્રોમાં મોકલ્યા છે. હવે લાઠારા અને થાણેરાવ બાકી રહે છે. લાઠારા માટે તો મેં અમુક સાધુઓને મોકલવાનું વિચારી લીધું છે. મારી પાસે હવે બીજા કોઈ સાધુમહારાજ નથી તેથી આપ ધાણેરાવ સંઘને સંભાળી લો. - પૂજ્ય ગુરુદેવની આ વાત સાંભળીને પૂ. સાધ્વીજીનું મોટું પડી ગયું. તેમણે ધીરે રહીને નમ્રભાવે કહ્યું કે જિંદગીમાં આવી સોનેરી તક અમને નહીં મળે. ત્યારે પૂ. ગુરુદેવે ખૂબ હેતપૂર્વક સમજાવ્યું કે તમે તો ભણેલાગણેલા છો, ક્ષેત્ર સાચવી શકો તેમ છો અને શાસન પ્રભાવના કરી શકશો, એટલે તેમને મોકલવા ઇચ્છું છું. પૂ. ગુરુદેવની સામે હવે સાધ્વીજી કાંઈ બોલી તો ન શક્યા, પણ તેમની અંતરની ભાવના પૂરી ન થઈ.
પોતાની બાવીસ વર્ષની ઉંમરે આ સાધ્વીશ્રી વિચારે ચઢી ગયા અને ઉપાશ્રયમાં આવીને આખી રાત પ્રાર્થના કરતા રહ્યા કે હે પ્રભુ ! કોઈ એવો રસ્તો
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આત્મકલ્યાણના ઉજ્વળ પંથે
નીકળે કે અમે પૂ. ગુરુદેવના ચરણોમાં ચોમાસું કરી શકીએ. પ્રભુ, તમે અમારી આ સાચી ભાવના પૂરી કરજો. જાણે તેમના અંતરની આ ભાવના રંગ લાવી ! આકાશમાં વાદળાનું કોઈ નામોનિશાન નહતું અને અચાનક ચારે તરફથી કાળાકાળા વાદળો ઘેરાવા માંડ્યા. આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો અને સાધ્વીજી મહારાજના મનમાં આશાનું કિરણ ઉદ્ભવ્યું. ઘાણેરાવ અને સાદડી વચ્ચે નદી-નાળા આવતા હતા. તે પાણીથી ભરાઈ જવાથી ધાણેરાવ જવાનું મોકૂફ રહેશે, એમ વિચારતા વિચારતા પૂ. ગુરુદેવને વંદન કરવા જઈ રહ્યા હતા. ત્યાં સામેથી જ પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મળ્યા અને તેમણે જણાવ્યું કે પૂ. ગુરુદેવજીએ કહ્યું છે કે પાણી ગોઠણ સુધી હોય તો પણ તમારે જવાનું છે. પછી ગુરુદેવને વંદન કરવા ગયા ત્યારે ગુરુદેવે આજ્ઞા કરી કે ઘાણેરાવ તો અમારી પાસે જ છે. ત્યાં ચોમાસું કરો અને ગુરુદેવજીના નામનો ડંકો વગાડો.
બીજા દિવસે પૂ. ગુરુદેવના દર્શન કરીને, તેમને વંદન કરીને, તેમના આશીર્વાદ અને વાસક્ષેપ લઈને પૂ. સાધ્વીજીઓએ ઘાણેરાવમાં ૧૯૪૯નું અગિયારમું ચોમાસું કરવા માટે વિહાર કર્યો.
પૂ. ગુરુ આચાર્ય વિજયવલ્લભસૂરિજી પણ ચોમાસા દરમિયાન શ્રાવકો દ્વારા તેમના ખબર મેળવતા રહેતા અને તેમની જરૂરી સારસંભાળ લેતા. બધાં શ્રાવકો પૂ. સાધ્વી શ્રીજીના શુદ્ધ આચાર-વિચાર વ્યાખ્યાનવાણી અને શાસન પ્રભાવનાની પ્રશંસા કરતાં, જે સાંભળી પૂ. ગુરુદેવ પ્રસન્ન થતાં.
ચોમાસું પૂરું થતાં પૂ. સાધ્વીજી મહારાજ કારતકી પૂનમના દિવસે જ ઘાણેરાવથી વિહાર કરીને પૂ. ગુરુદેવજીના ચરણોમાં આવી પહોંચ્યા. તેમને જોઈને પૂ. ગુરુદેવે આશ્ચર્યપૂર્વક પૂછવું કે તમે પૂનમના મેળા ઉપર મુછાળા મહાવીર (તીર્થ)ની યાત્રા કરવા ન ગયા ? ત્યારે પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ વિનમ્રતાપૂર્વક અને ભોળાભાવે જણાવ્યું કે અમારા માટે તો પૂનમની યાત્રા પણ આપ છો અને મુછાળા મહાવીર પણ આપ જ છો ! આ સાંભળીને પૂ. ગુરુદેવ હસી પડ્યા. પૂ. સાધ્વીજી મહારાજના આંતરિક હૃદયસ્પર્શ ભાવો જાણીને પૂ. ગુરુદેવે તેમને પોતાની સાથે મારવાડની પંચતિર્થિની યાત્રા કરવા માટે આવવાનું જણાવ્યું.
પૂ. ગુરુદેવ સાથેની યાત્રામાં પોષ માસની સંક્રાંતિ આવી. પૂ. ગુરુદેવના મુખેથી સંક્રાંતિ સાંભળીને તેમની સંક્રાંતિ સંભળાવવાની રીત શીખી લીધી. બીજી સંક્રાંતિ વિજોવામાં હતી. ત્યારે પૂ. ગુરુદેવે તેમને વ્યાખ્યાન કરવા જણાવ્યું. પૂ. ગુરુદેવની સાથે વિહાર કરતાં ત્યારે તેઓ આંખની તકલીફને લીધે ધીમે ધીમે નાનાં નાનાં પગલાં ભરતાં. કૃષ થતી જતી કાયા અને જૈફ ઉમર હોવાથી રાતા મહાવીર પહોંચતા બાર વાગી જતા. આ મરુધરભૂમિમાં આકરા તાપમાં ‘સૂરિમંત્રનો જાપ ન થાય ત્યાં સુધી મોઢામાં પાણી પણ ન નાખતા. સખત ગરમીના કારણે કોઈ શ્રાવકે ચાદરથી છાંયો કર્યો તો પૂ. ગુરુદેવે હાથ ઊંચો કરીને ચાદર હઠાવી દીધી.
આ દિવસોમાં ગુરુદેવની કઠિન દિનચર્યા, શુદ્ધ જીવન, આચાર-વિચાર, તપ-જપ, ઉદારતા, વિશાળતા, વ્યવહારશુદ્ધિ, ન્યાયશીલતા, ગુણગ્રાહકતા, સમાજકલ્યાણની ઉત્કટ ભાવના, દયા, કરુણા, સહાનુભૂતિ વગેરે અનેક અનેક ગુણોનો પરિચય થયો. જિંદગીમાં માત્ર ને માત્ર આ સાડા ત્રણ માસ ગુરુદેવની સાથે રહેવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો. પોતાના પ્રેરણાના સ્રોત સમાન ગુરુદેવના આ સાક્ષાત્ પરિચયથી સૌને ખૂબ શીખવાનું, જાણવાનું મળ્યું અને તેમના અનુભવનો લાભ મળ્યો. રાતા મહાવીરની પ્રતિષ્ઠામાં પોતાની સાથે રહેવાનું જણાવ્યું ત્યારે ત્યાં પ્રતિષ્ઠા અને ત્રણ સાધુમહારાજની દિક્ષાનો પ્રસંગ માર્યા.
પૂ. ગુરુદેવે આગળના વિહાર વિશે પૃચ્છા કરતાં પૂ. સાધ્વીશ્રી શીલવતીશ્રીજી મહારાજે જણાવ્યું કે અમે ગુજરાત તરફ વિહાર કરવા ઇચ્છીએ છીએ. ત્યારે પૂ. ગુરુદેવે ફરમાવ્યું કે ગુજરાતમાં શું પડ્યું છે ? આ બાજુ વિચર. પૂ. સાધ્વીશ્રીએ પૂછયું કે આ બાજુ ક્યાં ? પૂ. ગુરુદેવે સૂચવ્યું કે જેસલમેરની યાત્રા કરો, બીકાનેર, નાગોર વગેરે ક્ષેત્રોમાં વિચરણ કરીને ત્યાંની પ્રજા ઉપર ઉપકાર કરો અને પૂ. ગુરુદેવનું નામ ઉજ્જવળ કરો.
હવેના વિહાર દરમિયાન સાધ્વીજીની જ્ઞાનપિપાસા સતત વૃદ્ધિ પામતી હતી. તરસ્યાને જળ મળી જાય એ રીતે એમને આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજનો મેળાપ થયો. એ સમયે જેસલમેરના જ્ઞાનભંડારોના
-
ઉર
Page #38
--------------------------------------------------------------------------
________________
સમન્વયાત્મક સાધુતા
પ્રેરણાની પાવનમૂર્તિ સંશોધન માટે જ્ઞાનયાત્રા કરી રહેલા આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજ વર કાણામાં પધાર્યા અને એમની પાસેથી એમના શાસ્ત્રજ્ઞાન અને સંશોધનકાર્યની જાણકારી મેળવી. આગમપ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજની સાથે વિહાર કરવાથી પુષ્કળ જાણકારી મળી. ક્યારેક તેઓ કોઈ શ્લોક્નો અર્થ સમજાવતા, વળી સતત જ્ઞાનગોષ્ઠિ ચાલતી, તો ક્વચિત્ કોઈ રમૂજભર્યું દૃષ્ટાંત પણ આપતા. ક્યારેક વર્તમાન સામાજિક-સ્થિતિ વિશેનું એમનું આગવું ચિંતન પ્રગટ કરતા હતા.
મુનિશ્રી પ્રખર વિદ્વાન, સાહિત્યસંશોધક, દીર્ઘચારિત્રપર્યાયી અને જ્ઞાની હોવા છતાં એમના વિનોદપૂર્ણ સ્વભાવથી ગંભીર વાતાવરણને હળવું બનાવી શકતા હતા અને એ રીતે વિહારનો થાક ઊતરી જતો હતો. આમ જેસલમેરનો વિહાર સાધ્વીજીને માટે વિહારયાત્રા જ નહીં, પણ ઉલ્લાસભર જ્ઞાનયાત્રા બની રહ્યો. જેસલમેરમાં આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનો અવર્ણનીય સંશોધન પુરુષાર્થ પ્રત્યક્ષ નિહાળ્યો. સાધ્વીશ્રી તો પંદર દિવસ રહીને વિહાર કરી ગયાં, પરંતુ પુણ્યવિજયજી મહારાજ ત્યાં ૧૪ મહિના રહ્યા અને ભગીરથ સંશોધનકાર્ય કર્યું. આગમપ્રભાકર મુનિરાજ પુણ્યવિજયજી મહારાજના પ્રત્યક્ષ મેળાપની સાધ્વીશ્રી મૃગાવતીજી પર પ્રબળ અસર પડી. મુનિરાજ શ્રીની જ્ઞાનપિપાસા, સૂક્ષ્મ સંશોધકવૃત્તિ અને આગમોનું જ્ઞાન સાધ્વીશ્રીની સ્વાધ્યાયવૃત્તિને માટે પ્રેરક બની રહ્યાં.
ગુજરાતમાંથી રાજસ્થાનની શુરવીરોની ધરતી પર પગ મૂકતાં અત્યાર સુધી ગુજરાતી ભાષાનો અને તે ય સૌરાષ્ટ્રની બોલીનો અનુભવ ધરાવનાર સાધ્વીશ્રીને રાજસ્થાની બોલીનો હૃદયસ્પર્શી અનુભવ થયો. એની ભિન્નતા વિલક્ષણ લાગી, પણ સમય જતાં સાધ્વીજી આસાનીથી રાજસ્થાની બોલી સાંભળી અને સમજી શકતાં હતાં.
કવયિત્રી મીરાંની જન્મભૂમિ અને અધ્યાત્મયોગી આનંદઘનજીની કાળધર્મભૂમિ મેડતામાં આવ્યાં અને પછી મેડતા ગામમાં યોગી આનંદઘનજીનું સ્મારક-ચિહ્ન પ્રાપ્ત કરવાની ઘણી કોશિશ કરી. માત્ર જીર્ણ હાલતમાં એક નાનકડી દેરી મળી. મહાન આત્મયોગીના સ્મારકની આવી અવદશા ? સાધ્વીશ્રીને યોગી આનંદઘનજીનાં અનેક પદો અને સ્તવનો કંઠસ્થ હતાં. એનું ગાન કરતી વખતે એમના હૃદયને અગમપિયાલો પીતા હોય, તેવી અનુભૂતિ થતી હતી. એમણે નાનકડી સાવરણી લઈને અવધૂત આનંદઘનજીની દેરીના અસ્વસ્થ સ્થાનને સ્વચ્છ કર્યું. પાણીથી એને ધોયું, પણ પથ્થર પર એકેય અક્ષર જોવા ન મળ્યા. સાધ્વીશ્રીને પારાવાર નિરાશા થઈ. આવા મહાન આધ્યાત્મિક યોગીની કોઈ સ્મૃતિ અહીં જળવાઈ નથી, તે સમાજની કેવી ઉદાસીનતા કહેવાય?
૧૯૫૦નો બારમો ચાતુર્માસ નાગોરના વોરાવાડી
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સમન્વયાત્મક સાધુતા
ગુરુઆજ્ઞા મેળવીને ઝરિયામાં ચૌદમો ચાતુર્માસ કર્યો અને નવા ઉપાશ્રય અને શિખરબંધી મંદિરનો પૂજ્ય સાધ્વીજીના પ્રેરણાદાયક ઉપદેશ અને શ્રીસંઘની ઘણી ઘણી મહેનતને કારણે શુભારંભ પણ થયો. તેઓના પાવન પગલાંનો પ્રભાવ શ્રીસંઘ અનુભવી રહ્યો.
ઝરિયામાં શેઠ શ્રી શંકરબાબુ અને શેઠશ્રી અર્જુન બાબુ આદિ અગ્રવાલોને ત્યાં માનસરોવરથી આવેલા વયોવૃદ્ધ અને દર્શનવેત્તા સંન્યાસી અખિલાનંદ સ્વામી સાથે સંયુક્ત વ્યાખ્યાનો યોજાતા હતા અને સત્સંગ થતો હતો. દર રવિવારે જુદી જુદી જગ્યાએ અલગ-અલગ વિષયો પર જાહેર વ્યાખ્યાન થતાં અને આજુબાજુની કોલીયારિઓમાં વ્યાખ્યાનો કરીને ખૂબ જ શાસન પ્રભાવના
કરી.
તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં કર્યો અને અહીં સાધ્વીશ્રીને જોધપુરવાળા શ્રી જાલમચંદજી બાફના અને રાજપંડિત શ્રી નિત્યાનંદ શર્માના પ્રયાસથી નાગોરમાં પંડિત શ્રી રવિદત્ત ત્રિવેદી મળી ગયા અને તેમની પાસે છ માસમાં “સાહિત્ય રત્ન’ માટે તૈયારી કરી અને એમાં પરીક્ષા આપીને સફળતા હાંસલ કરી. હિંદી ભાષામાં લેખન-પ્રવચનનો સારો એવો મહાવરો થયો. તર્કસંગ્રહ, ન્યાયસિદ્ધાંતમુક્તાવલી વગેરે ન્યાય ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો. નાગોરમાં પર્યુષણ પર્વની સુંદર આરાધના થઈ. અહીંયા સમદડિયા અને બોથરા પરિવારો બહુ જ ભાવિક હતા.
ઈ. સ. ૧૯૫૧નો તેરમો ચાતુર્માસ આગ્રાના રોશન મહોલ્લામાં આવેલા જગદ્ગુરુ આચાર્ય શ્રી વિજયહીરસૂરિજી મહારાજના સમયના જૂના ઉપાશ્રયમાં આગ્રાવાળા અને પંજાબી ગુરુભક્તોએ મળીને કરાવ્યો. સાધ્વીજી એ મહાન આચાર્યના ઐતિહાસિક કાર્યનો વિચાર કરવા લાગ્યાં અને શાસનભક્તિનો રોમાંચ અનુભવવા લાગ્યાં. એમણે શહેનશાહ અકબરને પ્રતિબોધ આપ્યો હતો, એ પ્રસંગની ભવ્યતા અનુભવવા લાગ્યાં. આ સમયે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અને મુનિ શ્રી જિનવિજયજી જેવા વિદ્વાનો તથા કવિશ્રી અમરમુનિજી સાથે મેળાપ થયો. એક અમેરિકન વિદુષી બહેન સાથે સંસ્કૃતમાં વાર્તાલાપ થયો.આગ્રાના બાબુ દયાલચંદજી ચોરડિયાને વિદ્વાનોનો આવો પરિચય કરાવવાનો શોખ હતો અને તેને કારણે આ તેરમો ચાતુર્માસ વિદ્વાનો સાથેની ગોષ્ઠિથી સભર બની રહ્યો. આગ્રામાં ખૂબ જ સમજુ , ક્રાંતિકારી, શિક્ષાપ્રેમી બાબુ દયાલચંદજી ચોરડિયા, ભાવિક શ્રી કરોડીમલજી, પંજાબી ગુરુભક્ત લાલા લાભચંદજી, લાલા જ્ઞાનચંદજી કસૂરવાલેનો અનન્ય સહયોગ સાંપડ્યો.
સાધ્વીશ્રી વિહાર કરતાં આગ્રાથી બનારસ, પટણા, નાલંદા, કુંડલપુર, પાવાપુરી થઈને ઝરિયા આવ્યા. એ સમયે ઝરિયામાં ગુજરાતમાંથી આવીને અહીં સ્થાયી થયેલાં કચ્છીઓ અને કાઠિયાવાડી ૨૫૦ જેટલાં કુટુંબો વસતાં હતાં. અહીં કોઈ મંદિર નહોતું અને જે ઉપાશ્રય હતો, તે પણ ઉપાશ્રય કહી શકાય, તેવો નહોતો, પરંતુ ઝરિયાના આગેવાન દેવશીભાઈએ આગ્રહ રાખ્યો કે અમે મંદિર અને ઉપાશ્રય નવા બનાવીશું, પણ આપ અહીં ચાતુર્માસ કરો.
પૂ. સાધ્વીશ્રી ઝરિયાથી આસનસોલ, ડાક બંગલા, રાણીગંજમાં પ્રભાવના કરતા કરતા વર્ધમાનમાં આવ્યાં. આ દરમિયાન પૂ. આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજ સાહેબ મુંબઈ ગોડીજીના ઉપાશ્રયમાં બિરાજમાન હતા. તેઓશ્રીએ શ્રી ઋષભચંદજી ડાગા (બિકાનેરવાળા)ને પ્રેરણા આપી કે પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ પોતાના માતા ગુરુ અને શિષ્યા સાથે વિચરણ કરતાં એ તરફ આવે છે, તો આપ કલકત્તામાં તેમના ચાતુર્માસનો લાભ લેવાની ભાવના રાખજો , વિશાળ કલકત્તા શહેરમાં પચરંગી પ્રજા વસે છે, પણ બધાં સંપ્રદાયોમાં સંપ જળવાય, જ્ઞાનની વૃદ્ધિ થાય અને ગુરુદેવોના નામ રોશન થાય એવું વાતાવરણ પેદા કરશો. આ શ્રી ઋષભચંદજી ડાગા કલકતાના આગેવાન શ્રાવક-શ્રાવિકાઓ સાથે દર્શનાર્થે પધાર્યા. બધા જ બહુ પ્રભાવિત થયાં. ધર્મની પ્રભાવના કરતા કરતા રામપૂરિયા કોટનમીલમાં આવ્યાં. ત્યાં કલકત્તાથી ૪00 દર્શનાર્થી ભાઈ-બહેનો સામાં આવ્યાં અને વ્યાખ્યાન થયું. સ્વામીવાત્સલ્ય પણ
થયું.
સાધ્વીશ્રી મૃગાવતીજીએ ૧૯૫૩માં કોલકાતામાં પંદરમો ચાતુર્માસ કર્યો. આ સમયે વિરલ ત્રિવેણી સંગમ સધાયો. એક તો સાધ્વીશ્રી પર ગુરુ મહારાજની અદ્ભુત કૃપાવર્ષા થઈ. બીજું એ કે પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીની પાત્રતા અને વિનયશીલતાનાં સહુને દર્શન થયાં અને ત્રીજું પ્રબુદ્ધ શ્રાવકોએ આગવું યોગદાન
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સમન્વયાત્મક સાધુતા
આપ્યું.
કૉલકાતામાં સાધ્વીશ્રી મૃગાવતીજીનાં વ્યાખ્યાનોએ એક નવું વાતાવરણ સર્યું. શ્રોતાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. જૈન અને જૈનેતરો સહુકોઈ મોટી સંખ્યામાં સાધ્વીશ્રીના ઉપદેશને શ્રવણ કરવા આવતા હતા. આ સમયે મુંબઈના ગોડીજી ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનાં દર્શનાર્થે શ્રી ઋષભચંદજી ડાગા અને પંજાબી વૈદ્યરાજ શ્રી જસવંતરાયજી જેવા શ્રાવકોએ મુંબઈ આવીને વિનમ્રભાવે આચાર્યશ્રી પાસે પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી પાટ પર બેસીને વ્યાખ્યાન કરે એની આજ્ઞા માગી.
યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે પણ શ્રીસંઘની અતિ ઉત્કટ ભાવના, સાધ્વીજીની યોગ્યતા અને સમયની આવશ્યકતાને જોઈને તરત જ શ્રીસંઘને આજ્ઞા આપી. પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ પણ વિનયશીલતાથી પોતાના ગુરુમહારાજની આજ્ઞાને શિરોધાર્ય કરી. ત્યાર પછી યુગદ્રષ્ટા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી ખરતરગચ્છના પર્યુષણ સમયે પણ સાધ્વીશ્રીએ કલ્પસૂત્ર પર વ્યાખ્યાન આપ્યું. બંધનમાં જકડાયેલા સમાજને એક નવી દિશા મળી. સાધ્વી સમુદાયની શક્તિ, અભ્યાસ અને ધાર્મિકતાનો જનસમૂહને લાભ મળ્યો. શ્વેતાંબર જૈન સમાજમાં નવો ચીલો સર્જાયો. યુગદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરિએ જૈનસમાજમાં નૂતન ક્રાંતિ જગાવી હતી, એની જ્યોત પ્રગટવા લાગી અને સમાજનાં અનેક ક્ષેત્રોમાં એનો પ્રકાશ પથરાવા લાગ્યો.
કોલકાતામાં તે સમયે મહંમદ અલી પાર્કમાં યોજાયેલી સર્વધર્મપરિષદમાં દસ હજારની વિરાટ જનમેદની સમક્ષ સાધ્વીશ્રીએ યાદગાર અને પ્રભાવક વ્યાખ્યાન આપ્યું. ત્યારે સભાપતિ પ્રો. હીરાલાલ ચોપડા (ડબલ એમ.એ.)એ જણાવ્યું કે જૈન સાધ્વીઓ આટલી વિદૂષી હોય છે તેના મને આજે દર્શન થયા. તેમનું નિખરતું તેજ , સર્વધર્મસહિષ્ણુતા બધાને પ્રભાવિત કરે છે. આજે અહીં ન આવ્યા હોત તો આ જ્ઞાનસાગરથી વંચિત રહેત. અહીં ગુરુવલ્લભ દીક્ષા હીરકમહોત્સવની ભવ્ય ઉજવણી કરી. એક પંડિતજી પાસેથી બંગાળી ભાષા
શીખ્યાં અને ન્યાયશાસ્ત્ર તથા અન્ય સંસ્કૃત, પ્રાકૃત અને આગમ ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો.
સાધ્વી મૃગાવતીજીનાં ધર્મને અનુલક્ષીને યોજાયેલાં વ્યાખ્યાનોએ માત્ર આ કે તે સંપ્રદાયના શ્રાવકોમાં જ નહીં, બલકે જૈન-જૈનેતર જનસમૂહમાં આકર્ષણ જગાવ્યું. એ પછી ઈ. સ. ૧૯૫૪માં પાવાપુરીમાં યોજાયેલા ભારત સેવક સમાજના અધિવેશનમાં ઉપસ્થિત રહેવાનું બન્યું. આ સર્વધર્મસંમેલનમાં જુદા જુદા ધર્મોના શ્રોતાઓ એકત્રિત થયા હતા. એ સમયે ગુલઝારીલાલ નંદાની અધ્યક્ષતામાં આ સંમેલને યોજવામાં આવ્યું હતું. આમાં જૈન ધર્મ વિશેની પ્રભાવક રજૂઆત કરવાનું કામ સાધ્વીશ્રી મૃગાવતીજીએ બજાવ્યું. એંસી હજારની જનમેદની સમક્ષ એમણે જૈન ધર્મ વિશે વિદ્વત્તાપૂર્ણ અને હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. એમની વાણીની પ્રભાવકતા, વિચારોની વ્યાપકતા અને દર્શનની ગહેરાઈનો સહુ કોઈ પર પ્રભાવ પડ્યો. એમાં જડતા કે રૂઢિચુસ્તતાની કોઈ વાત નહોતી. કોઈ સાંપ્રદાયિક કટ્ટરતા કે માન્યતાનો દુરાગ્રહ નહોતો. વિચારોમાં કોઈ અભિનિવેશ કે પૂર્વગ્રહ નહોતા. એમની આવી વેધક, વ્યાપક, સમન્વયકારી અનેકાંતદષ્ટિ ધરાવતી પ્રસ્તુતિએ સર્વધર્મસંમેલનમાં ઉપસ્થિત વિદ્વાનોને અત્યંત પ્રભાવિત કર્યા. આ પ્રસંગે પ્રસન્ન થયેલી ત્યાંની સરકારે આ તીર્થમાં વીજળીની વ્યવસ્થા કરી આપી.
૧૯૫૪માં કૉલકાતા શહેરમાં જ યુગદર્શી આચાર્ય પૂજ્ય વિજયવલ્લભસૂરિજીએ પોતાની કામળી મોકલીને આજ્ઞા આપી, ‘તુમ પંજાબમેં જાઓ, મેં આતા હું.’ પંજાબની ધરતી દીર્ધકાળથી શ્વેતાંબર સાધુ-સાધ્વીનો વિયોગ અનુભવતી હતી. આ વીર ભૂમિ પર વીરના ધર્મનો પુનઃ અહાલેક જગાડવાની તાતી જરૂરિયાત હતી, પંજાબી ભાઈઓની ભાવનાઓનો પડઘો ઝીલતા પંજાબ કેસરી આચાર્યશ્રીએ ત્રણે સાધ્વીજીઓને આ કાર્ય માટે હાકલ કરી, ગુરુનો આદેશ શિરોધાર્ય જ હોય ને !
૧૪00 માઈલનો ઉગ્ર વિહાર કરીને સાધ્વીશ્રી શીલવતીજી, સાધ્વીશ્રી મૃગાવતીજી અને સાધ્વીશ્રી સુજ્યષ્ઠાજી પંજાબના અંબાલા શહેરમાં પધાર્યા. પંજાબમાં ઘણાં વર્ષો બાદ જૈન સાધ્વીનું આગમન થતાં જનહૃદયમાં ઉત્સાહનો
Page #41
--------------------------------------------------------------------------
________________
સમવયાત્મક સાધુતા
પ્રેરણાની પાવનમૂર્તિ જુવાળ જાગ્યો. અંબાલાના આ સોળમા ચાતુર્માસમાં ધર્મજ્ઞાનની અમૃતવર્ષા વહી રહી. એમનું વ્યક્તિત્વ એવું વાત્સલ્યપૂર્ણ અને આત્મીય હતું કે સહુ કોઈ એમ માનતા કે મહારાજ શ્રીનો અખૂટ પ્રેમ એમને જ પ્રાપ્ત થયો છે. એમના સંપર્કમાં આવનારી પ્રત્યેક વ્યક્તિના મનમાં એવો જ ભાવ હોય કે આ મહારાજ શ્રીની કેટલી બધી કૃપા મને પ્રાપ્ત થઈ છે. સહુને એ આત્મીય લાગતાં હતાં. એમના જીવનને ધર્મપ્રકાશથી અજવાળનારાં સાધ્વીશ્રી લાગતાં હતાં. અહીં ‘અક્ષયનિધિ તપ'ની પ્રથમવાર આરાધના કરાવી. સામાજિક કાર્યોને માટે જનસમુદાયમાં વ્યાપક જાગૃતિ આણી. ધાર્મિક અને કલ્યાણકારી પ્રવૃત્તિને પરિણામે આખું પંજાબ ઘેલું બની ગયું. સમતા, નમ્રતા અને વિદ્વત્તાને કારણે સાધ્વીશ્રીની વાણીની અદ્દભુત અસર થઈ અને આમજનતા એમના પર સ્નેહ, શ્રદ્ધા અને પ્રેમની અવિરતધારાની વર્ષા કરવા લાગી.
પર્યુષણ પછી અંબાલા મંદિરના ઉપાશ્રયના ત્રીજા માળે ઉપરના ખંડમાં માતાગુરુ, સાધ્વીશ્રી મૃગાવતીજી તથા સુયેષ્ઠાજી સૂતાં હતાં અને સવારે ચારે વાગે ઊઠવાની તૈયારી કરતાં હતાં, ત્યારે લાલા પંજુ શાહ ધર્મચંદજીએ મંદિરની ઉપરની છત પરથી બુમ પાડી અને માતાગુરુને હૃદયદ્રાવક સમાચાર આપ્યા કે આપણા પંજાબકેસરી ગુરુદેવનો વિયોગ થયો છે. કેવો પ્રચંડ વજાઘાત !
૧૯૫૪ની ૨૨મી સપ્ટેમ્બરે પૂ. ગુરુદેવનો તીવ્ર વિયોગ થયો અને એ દિવસે પ્રાતઃકાળે છે આવશ્યક પૂર્ણ કરીને સાધ્વીશ્રી હોલમાં આવ્યાં, ત્યારે આખો ઉપાશ્રય ભાવિકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. એમની આંખોમાંથી અશ્રુની ધારા વહેતી હતી. કોઈ ડૂસકાં ભરતાં હતાં અને કોઈ પોતાના પ્રાણપ્યારા ગુરુદેવની યાદમાં આક્રંદ કરતા હતા. માતાગુરુની આંખમાં પણ આંસુ ઊમટી આવ્યાં. એ સમયે સાધ્વીશ્રી મૃગાવતીજીએ હૃદય પર પથ્થર મૂકીને લોકોને સ્વસ્થ રહેવા અને વૈર્ય ધારણ કરવા કહ્યું અને શ્રીસંઘની સાથે દેવવંદનાદિ ક્રિયાઓ કરીને એમણે અને અને સર્વને આશ્વાસન આપ્યું. ત્રણ ત્રણ દિવસ સુધી વાતાવરણમાં વિષાદનાં વાદળ છવાયેલા રહ્યાં. શ્રીસંઘના શ્રાવક-શ્રાવિકાઓને સ્વસ્થ થવા કહ્યું અને માતાગુરુએ તથા સાધ્વીશ્રી મૃગાવતીજીએ વ્યાખ્યાનમાં આ મહાન ગુરુની યાદમાં મહાન સ્મૃતિ રચવાની વાત કરી. એક ભવ્ય વિચારનું નાનકડું બીજ અહીં રોપાયું અને અંબાલાની ‘શ્રી
આત્માનંદ જૈન કૉલેજ માં તરત પૂ. શીલવતીજી તથા પૂ. મૃગાવતીજીની નિશ્રામાં મહાસભાનું અધિવેશન બોલાવવામાં આવ્યું. તેમાં સમગ્ર પંજાબમાંથી એકસો સભ્યોએ હાજરી આપી અને એમાં યોજના કરવામાં આવી કે પ્રભાવક ગુરુદેવની સ્મૃતિમાં દિલ્હીમાં એક ભવ્ય સ્મારકનું નિર્માણ કરવું. લાલા બાબુરામજી વકીલ, લાલા જ્ઞાનદાસજી (નાયબ ન્યાયમૂર્તિ), લાલા ખેતુરામજી, લાલા સુંદરલાલજી અને પ્રો. પૃથ્વીરાજ જીએ સાધ્વીશ્રી સાથે મળીને વિચારવિમર્શ કર્યો અને પૂ. આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજના સંશોધનકાર્ય જેવાં કાર્યો માટે પૂ. ગુરુદેવની યાદમાં સમાધિમંદિરની રચના કરવાનો નિર્ણય કર્યો. ધીરે ધીરે પંજાબના અગ્રગણ્ય શ્રાવકસંઘોમાં ભાવનાનું પ્રાગટ્ય થતું ગયું.
ઈ. સ. ૧૯૫૫ (વિ. સં. ૨૦૧૧)માં માલેર કોટલામાં સાધ્વીશ્રી શીલવતીજી, સાધ્વીશ્રી મૃગાવતીજી અને સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજીનો સત્તરમ ચાતુર્માસ શરૂ થયો. ૧૯૫૫ની ૨૨મી જૂન અને બુધવારે ભવ્ય નગરપ્રવેશ યોજાયો. પંજાબની ભૂમિ આ સાધ્વીજીની પ્રેરણાથી નવા ચૈતન્ય સાથે થનગની ઊઠી. ભક્તોમાં ભક્તિનો અપૂર્વ જુવાળ પ્રગટ્યો. ગુરુભક્તિ જોવી હોય, તો પંજાબમાં જાવ, એવી ઉક્તિ સમગ્ર ભારતમાં પ્રચલિત થઈ. સાધ્વીશ્રીની ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક ભાવનાઓ સાકાર બનવા લાગી. માલેર કોટલાની જૈન કૉલેજના મેદાનમાં શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબનું સર્વપ્રથમ અધિવેશન યોજાયું. દિલ્હીમાં ‘વલ્લભસ્મારક'ના નિર્માણનો દઢ નિર્ણય અહીં પુનઃ કરવામાં આવ્યો અને આ કામને શ્રીસંઘની મહોર લાગી ગઈ. ‘વિજયાનન્દ સામયિકનો શુભારંભ થયો, જે પત્રિકા દ્વારા સમાજને વર્ષો સુધી ગુરુવલ્લભનો નવજાગરણનો સંદેશ મળતો રહ્યો. આ બધાં કાર્યોમાં લાલા રોશનલાલજી, લાલા જ્ઞાનચંદજી (લહોટીયા), લાલા મીરીમલજી, લાલા બાબુરામજી, શ્રી હેમરાજજી શરાફ વગેરેનો ઉષ્માભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજીને કારણે આ શ્રાવકો મૂર્તિપૂજક બન્યા હતા. અને તેઓ શાસન પ્રત્યે પૂર્ણ સમર્પિત, શ્રદ્ધાવાન, સેવાભાવી અને ઉત્સાહી હતા. તે સમયે * શ્રી આત્મવલ્લભ જૈનભવન ઉપાશ્રયનો શિલાન્યાસ તથા પૂજજી (યતિ)વાળા
Page #42
--------------------------------------------------------------------------
________________
સમન્વયાત્મક સાધુતા
પ્રેરણાની પાવનમૂર્તિ ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરનો જિર્ણોદ્ધાર થયો. લાલા રોશનલાલજીની ચાતુર્માસ કરાવવાની ભાવના એટલી ઉત્કટ હતી કે એક મહિનાની અંદર તો તેમની ધર્મશાળાની ઉપર એક માળ લેવામાં આવ્યો અને તેમાં જ પૂ. સાધ્વીશ્રી મ.ને ચાતુર્માસ કરાવ્યો. અક્ષયનિધિ તપની આરાધના થઈ. બીજી બાજુ જૈન ધર્મના તમામ સંપ્રદાયોએ સાથે મળીને જગતને સ્યાદ્વાદનું દર્શન આપનાર પ્રભુ મહાવીરના જન્મ-કલ્યાણકનો ઉત્સવ ઊજવ્યો.
ધર્મના પ્રસારની સાથે સમાજની સ્થિતિનો સાધ્વીશ્રી સતત વિચાર કરતાં હતાં. એક બાજુ ભવ્ય ઉત્સવ-મહોત્સવ થતા હોય, ઝાકઝમાળભરી ઉજવણીઓ થતી હોય અને બીજી બાજુ સમાજના સાધર્મિકોની દયાર્દ્ર સ્થિતિનો વિચાર કરવામાં આવે નહીં, તે કેમ ચાલે? ‘પેટમાં ખાડા અને વરઘોડા જુઓ’ એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સાધ્વીજીએ સમાજને એનાં દુઃખ અને અભાવથી પીડાતા ધર્મબંધુઓનાં આંસુ લૂછવા આવાહન કર્યું.
લુધિયાણામાં સાધ્વીશ્રી પહેલીવાર ગયાં અને સર્વત્ર ધર્મપ્રવૃત્તિનો ઉલ્લાસ છવાઈ ગયો. જૈનસમાજની ચિંતનધારા અને લોકમાનસની વિચારધારામાં સહુએ આંતર-બાહ્ય પરિવર્તનનો અનુભવ કર્યો. સાધ્વીજીના હૃદયદ્રાવક સદુપદેશને પરિણામે કેટલાય યુવાનો અને યુવતીઓએ દહેજ-ત્યાગની પ્રતિજ્ઞા લીધી, આત્માની ઓળખનો ભીતરી માર્ગ અને કલ્યાણનો બાહરી રસ્તો સહુને દૃષ્ટિગોચર થયો. ગુરુ વલ્લભની આત્મસંન્યાસ અને સમાજ ઉત્કર્ષની ભાવના સર્વ કાર્યોમાં પ્રગટવા લાગી. જૈન સાધ્વીએ પંજાબના જનસમૂહમાં નવજાગરણનો શંખનાદ ફૂંક્યો.
જૈન અને જૈનેતરોની સંસ્થાઓમાં સાધ્વીશ્રીનો સત્સંગ સતત ચાલવા લાગ્યો. લોકમેદની ઊભરાવા લાગી. દરેસી ગ્રાઉન્ડ લુધિયાણાની એક સભામાં સાધ્વીજીનું ‘શિક્ષણથી ઉન્નતિનું વ્યાખ્યાન સાંભળી બ્રાહ્મણ , શીખ, સનાતની, આર્યસમાજી સહુ સાથે મળીને હાઈસ્કૂલને માટે પોતાની પાસે જે કંઈ હતું, તે અર્પણ કરવા લાગ્યા. મહિલાઓએ પોતાનાં ઘરેણાં આપી દીધાં.
ઈ. સ. ૧૯૫૬માં અઢારમા ચાતુર્માસ માટે આઠમી જુલાઈએ સાધ્વીશ્રીએ
અમૃતસરમાં ચાતુર્માસ-પ્રવેશ કર્યો. અહીં એમની પ્રેરણાથી અભ્યાસ કરતા અંધ વિદ્યાર્થીઓ માટે એક ભાવનામય વાતાવરણનું નિર્માણ થયું. એ જમાનામાં વિદ્યાર્થીઓને ટેપરેકોર્ડર તથા કામળી, સ્વેટર, મફલર જેવાં કપડાં પણ આપ્યાં, અંધ વિદ્યાલય માટે વિપુલ આર્થિક યોગદાનની સાથે ખુરશી, પંખા, કબાટ, સિતાર, વાયોલિન, હિંદી તથા અંગ્રેજી બે ટાઈપ મશીન આપ્યા. શ્રી આત્મવલ્લભ જૈન શિલ્પવિદ્યાલયની પણ સ્થાપના કરી જેમાં સ્થાનકવાસી ભાઈઓએ પણ સિલાઈ મશીનોનું દાન આપ્યું. સિલાઈ મશીનો આવતાં એકસો છોકરીઓ સિવણનું રોજગારી અને સ્વાવલંબન આપનારું શિક્ષણ લેવા માંડી. ‘કલ્પસૂત્ર'નાં વ્યાખ્યાન અને બોલીઓ પર્યુષણમાં ચાલુ થઈ ત્યારે સેન્ટ્રલ બેંકના મૅનેજર (ક્ષત્રિય) શ્રી કરતારસિંહજી “કલ્પસૂત્ર'ની બોલી બોલીને ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક પોતાના નિવાસસ્થાને * શ્રી કલ્પસૂત્ર' લઈ ગયા અને રાત્રિ-જાગરણ કર્યું. ભાઈબીજના ગુરુવલ્લભના જન્મદિવસે સાધર્મિકોની સહાયતા માટે ‘પૈસા ફંડ'ની પંચવર્ષીય યોજના શરૂ કરી. ૪૯ વર્ષ પછી અમૃતસરમાં મૂર્તિપૂજક સાધ્વીનો ચાતુર્માસ અત્યંત ઉત્સાહથી સંપન્ન થયો અને એ પછી ૧૯૫૭માં સાધ્વીશ્રી જૈન લાઇબ્રેરી વ્યવસ્થિત કરવા માટે પુનઃ અમૃતસર ગયાં. અમૃતસરમાં મહિલા મંડળ અને પાઠશાળાની સ્થાપના કરી.
પોતાની પ્રશંસાથી હંમેશા દૂર રહેનાર સાધ્વીશ્રી મૃગાવતીજીએ ૧૯પ૭ની તેરમી જાન્યુઆરીએ જીરામાં યોજાયેલી સંક્રાંતિ સભામાં કહ્યું કે જો તમે સાધુસાધ્વીસંઘથી શાસનસેવા કરાવવા ઇચ્છતા હો તો સાધુ-સાધ્વીઓને અને ખાસ કરીને મને પ્રશંસાત્મક સ્તુતિઓ અને અભિનંદન પત્રોથી દૂર રાખો. આપણી સામે તીર્થંકરો અને સ્વર્ગીય ગુરુદેવોનું પરમ પાવન ચરિત્ર છે, તેમની સ્તુતિ શું અપર્યાપ્ત છે ? હું તો માત્ર સ્વર્ગીય ગુરુદેવોના મિશનનો જ યથાશક્તિ પ્રચાર કરી રહી છું. મારામાં આપ જ્યાં પણ ખામીઓ કે ભૂલો જુવો ત્યાં મને નિઃસંકોચ પણે જણાવો. વળી પત્રિકામાં મારા ફોટાઓ છપાય છે ત્યારે મારા હૃદયને ઘેરી ચોટ પહોંચે છે. મને જો ચિંતામુક્ત કરવા ઇચ્છતા હો તો આ આદેશ વાંચીને હવેથી પત્રિકાઓમાં મારા ચિત્ર ન આપશો. ૧૯૫૭ની ૧૩મી માર્ચે ગાંધી વિચારધારામાં દેઢ શ્રદ્ધા ધરાવનાર
૨ ૭૩
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ સાધ્વીશ્રીનો સંત વિનોબા સાથે લુધિયાણામાં વિરલ મેળાપ થયો. રાષ્ટ્રસંત વિનોબાજી સાથેના એ મેળાપ સમયે ઘણી ધર્મવાર્તા થઈ. સંત વિનોબાજી જુદ્ધ જુદા ધર્મો વિશે ઊંડું અને વ્યાપક જ્ઞાન ધરાવતા હતા. તેઓએ જૈન ધર્મનો પણ ઘણો અભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે વિનોબાજીએ સાધ્વીશ્રીને એમ કહ્યું કે ‘મને ભગવાન બુદ્ધ અને એમની કરુણાની ભાવના તરફ અત્યંત આદર છે પરંતુ જ્યારે ભિખુ આનંદ ગૌતમ બુદ્ધને કહ્યું કે, ‘ભન્ત, ગૌતમી તો આપની માસી (મા સી એટલે મા જેવી) છે, તો આપ એને દીક્ષા આપો.' આ સમયે ભગવાન બુદ્ધે કહ્યું હતું કે ‘આનંદ, તારા કહેવાથી ગૌતમીને દીક્ષા આપું છું. પણ મને બહેનોને દીક્ષા આપવાની બાબતમાં આશંકા રહે છે.' આ પ્રસંગનો ઉલ્લેખ કરીને સંત વિનોબાજીએ સાધ્વીજીને કહ્યું, ‘આનાથી ભગવાન બુદ્ધનું મહત્ત્વ કંઈ ઓછું થતું નથી. પરંતુ આ બાબતમાં ભગવાન મહાવીર તદ્દન નીડર અને સર્વથા નિર્ભય હતા. એમણે ચંદનબાળા જેવી દાસી કે જે એક સમયે રાજ કુમારી હતી તેને નિર્ભયતાથી દીક્ષા આપી અને તે ચંદનબાળાને છત્રીસ હજાર સાધ્વીજીઓની અગ્રણી બનાવી.'
એ પછી સમગ્ર દેશમાં ભૂદાનયાત્રા કરનાર સંત વિનોબાએ કહ્યું, ‘એ સમયથી શરૂ થયેલી પરંપરા આજપર્યત અવિરતપણે ચાલુ છે. હું તો સમગ્ર દેશમાં પદયાત્રી કરું છું અને એ સમયે દેશના ખૂણે ખૂણે જૈન સાધ્વીઓને નીડર અને નિર્ભય બનીને જ્યારે વિચરતાં જોઉં છું ત્યારે મને ભગવાન મહાવીરની યાદ તાજી થઈ જાય છે. કેવા વિકટ સમયે ભગવાન મહાવીરે કેવું વીરતાભર્યું પગલું ભર્યું હતું.' આટલું કહેતાં તો સંત વિનોબાજીની આંખો ભીની થઈ ગઈ અને મહાવીર પ્રત્યેની એમની અભુત શ્રદ્ધા જોવા મળી.
પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજી સાથેની વાતચીતમાં એમણે એમ પણ કહ્યું, અહિંસા, તપ વગેરે તો બધાય ધર્મોમાં છે, પણ જૈન ધર્મ અને મહાવીરની વિશેષતા એમના અનેકાંતના વિચારમાં છે. આ અનેકાંતની દૃષ્ટિ દ્વારા માનવી પોતાના ઘરથી માંડીને સમગ્ર વિશ્વના ઝઘડાઓ સમાપ્ત કરી શકે તેમ છે.
એ પછી લુધિયાણામાં સાધ્વીજીના સ્વાગતની ભવ્ય તૈયારી કરવામાં આવી. ૧૯મા ચાતુર્માસ માટે ૧૯૫૭ની ૩૦મી જૂન અને રવિવારે લુધિયાણામાં
સમન્વયાત્મક સાધુતા પ્રવેશ કર્યો. આ ચાતુર્માસની દરેક પ્રવૃત્તિમાં શ્રીસંઘના પ્રમુખ લાલા ફગ્ગમલજી, લાલા હંસરાજજી ખાનગાડોગરાં(આ ગામ અત્યારે પાકિસ્તાનમાં છે)વાલે, શ્રી દીપચંદજી ધોડેવાલે વગેરે કાર્યકર્તાઓનું મહત્ત્વનું યોગદાન હતું. શ્રી આત્માનંદ જૈન મહાસભાના મહામંત્રી અને ‘વિજયાનંદ પત્રિકા'ના સંપાદક શ્રી બલદેવરાજજીએ સાધ્વીશ્રીના લુધિયાણાના પ્રત્યેક પ્રસંગે સંધમાં ધર્મકાર્યોમાં અપૂર્વ સહયોગ આપ્યો.
અહીં શ્રાવિકા જસવંતીબહેનના પતિનું અવસાન થતાં તેમનું જીવન ઘરની ચાર દીવાલોમાં સમેટાઈ ગયું હતું. આ સમયે સાધ્વીશ્રી મૃગાવતીજીએ એમને કુરિવાજોના બંધનમાંથી બહાર આવીને સક્રિય કાર્ય કરવા માટે પ્રેરણા આપી અને એનું પરિણામ એ આવ્યું કે શ્રી આત્મવલ્લભ જૈન શ્રાવિકા સંઘના એક નિષ્ઠાવાન અને નિઃસ્વાર્થ પ્રમુખ તરીકે એમણે ધર્મ અને સમાજનાં ઘણાં કાર્યો સુપેરે પાર પાડ્યાં અને શિરોમણિ સંઘનું સારી રીતે સંચાલન કર્યું.
લુધિયાણામાં ઉપાશ્રયને બદલે ખુલ્લા વિશાળ મેદાનના મંડપમાં પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું. ચારે બાજુ વિશાળ દૃષ્ટિ ધરાવતા સાર્વજનિક ભાષણોનો ડંકો વાગી ગયો. પ્રવચનોમાં જૈનો ઉપરાંત અન્ય ધર્મનાં ભાઈબહેનો મોટી સંખ્યામાં આવતાં હતાં. લુધિયાણા પર સાધ્વીજી મહારાજ છવાઈ ગયાં.
અનેક આર્યસમાજી સંસ્થાઓ, સનાતન ધર્મસભા વગેરે તરફથી પોતપોતાનાં સ્થાનોમાં બપોરનાં પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું. સાથોસાથ દહેજની કુપ્રથા દૂર કરવા આંદોલન ચલાવવામાં આવ્યું અને આર્યસમાજી નેતા મહાશય શ્રી કિશોરીલાલને એનું નેતૃત્વ સોંપવામાં આવ્યું.
સાધ્વીજી મહારાજનાં આત્મલક્ષી વ્યાખ્યાનો, સામાજિ ક કાર્યો અને ગુરુ પ્રત્યેની અગાધ ભક્તિની સુવાસ પંજાબનાં અનેક શહેરો અને ગામોમાં ફેલાઈ ગઈ. એમનાં વ્યાખ્યાનોમાં વધુ ને વધુ જનમેદની એકઠી થતી હતી અને એ વ્યાખ્યાનો સાંભળીને જૈન અને જૈનેતર સહુ કોઈ પોતાના જીવનમાં નવો પ્રકાશ પામતા હતા. સાધ્વીજીની પ્રેરણાથી પહેલી વાર અક્ષયનિધિ તપ યોજાયું. આ સિવાય પણ ત્યાં અનેક તપશ્ચર્યાઓ થઈ. સાધ્વીશ્રીની તપભાવનાની પ્રેરણારૂપે અક્ષયનિધિ તપ હજી પણ લુધિયાણામાં ચાલે છે. ગૌતમ હોઝીયરીવાળા ભાઈ
Page #44
--------------------------------------------------------------------------
________________
સમન્વયાત્મક સાધુતા
પ્રેરણાની પાવનમૂર્તિ કલ્પસૂત્રની બોલી બોલીને ખૂબ શ્રદ્ધાથી કલ્પસૂત્ર પોતાના ઘેર લઈ ગયા. બહેન રામપ્યારી થાપર તો અહીં એટલા ભાવવિભોર થઈ ગયા હતા કે રામ-રામ જપતાં જપતાં પોતાના હાથે કાંતેલા સૂતરથી બનાવેલ શુદ્ધ ખાદીની ચાદર તેમણે અત્યંત શ્રદ્ધાથી પૂ. સાધ્વીજીને વહોરાવી. સાધ્વીશ્રી મૃગાવતીજીની વ્યાખ્યાનધારાએ જનજનના હૃદયમાં નવી પ્રેરણા અને ભાવનાઓ જગાડી. ધર્મસંસ્થાઓ પણ એમની વ્યાખ્યાનવાણી સાંભળવા માટે આતુર રહેતી.
લુધિયાણામાં આવેલી સી.એમ.સી. ક્રિશ્ચિયન હૉસ્પિટલના ટ્રસ્ટીઓએ પુ. સાધ્વીશ્રીને વ્યાખ્યાન આપવા માટે નમ્ર વિનંતી કરી. સાધ્વીશ્રી વ્યાખ્યાન આપવા માટે ગયાં, ત્યારે જૈન-જૈનેતર શ્રોતાઓની ભીડ જામી હતી. સાધ્વીશ્રીએ જોયું કે હૉસ્પિટલમાં દર્દીઓનાં સગાંવહાલાંને માટે બેસવાની કોઈ વ્યવસ્થા નહોતી, બળબળતા તાપમાં કોઈ વૃક્ષનો છાંયો શોધીને તેઓ સૌ બેઠા હતા. આવી દયાર્દ્ર પરિસ્થિતિએ સાધ્વીશ્રીના કરુણાસભર હૃદયને ભીંજવી દીધું. એમણે એ સમયે માનવહૃદયની કરુણા અને સેવાભાવના વિશે એવી માર્મિક વાતો કરી કે વ્યાખ્યાન પૂર્ણ થતાં જ લોકોએ નાણાંનો ધોધ વરસાવ્યો અને દૂર દૂરથી દર્દીઓ સાથે આવેલા એમના સંબંધીઓ માટે આશીર્વાદરૂપ શેડ બની ગયો.
રક્ષાબંધનના દિવસે આર્યસમાજ મંદિરમાં વ્યાખ્યાન આપતી વખતે આ મંગલદિવસની પવિત્રતાનો ઉપદેશ આપ્યો અને લોકોને વ્યસનનાં દૂષણો છોડવાનું એવી રીતે સમજાવ્યું કે કેટલાય શ્રોતાજનોએ સિગારેટ, બીડી અને દીવાસળીની પેટીનો ઢગલો ખડકી દીધો અને સાધ્વીજી સમક્ષ નિર્બસની થવાની પ્રતિજ્ઞા લીધી. સાધ્વીશ્રી મૃગાવતીજીને સંગીતમાં ઊંડી રુચિ હતી. એ કલા ખીલે અને એમાંથી પ્રભુભક્તિ પ્રગટે તે માટે લુધિયાણામાં વીરસંગીત મંડળની સ્થાપના કરી.
શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલ લુધિયાણાના નવા ભવન માટે પહેલી જાન્યુઆરી ૧૯૫૬ના વ્યાખ્યાનમાં અપીલ કરવામાં આવેલી ત્યારે ચારે બાજુથી રૂપિયાનો વરસાદ થયો. મહિલાઓ વીંટી, ચૂડી, ચેઇન, કડા જેવા પોતાનાં આભૂષણો ઉતારીને આપવા લાગી. એંસી હજાર રૂપિયા ભેગા થયા. (તે વખતે
સોનાનો ભાવ સો રૂપિયે તોલાનો હતો). લોકોએ લક્ષ્મી અને સરસ્વતીનો મેળાપ જોયો. એક બાલ સાધ્વીનું આટલું મહાન કાર્ય ! સૌ દંગ થઈ ગયાં. મહાસભાના મહારથીઓ જે મૃગાવતીજીને બાલ સાધ્વી સમજતા હતા, તેઓ સ્તબ્ધ બની ગયા. વલ્લભ-સ્મારક દિલડી માટે પાંસઠ હજાર રૂપિયાનાં વચન મળ્યાં. લુધિયાણાનો સંધ ધન્ય ધન્ય થઈ ગયો.
લુધિયાણાની હાઈસ્કૂલના નિર્માણ સમયે મોટા મોટા ઉદ્યોગપતિઓનાં બાળકો, ભાઈઓ, બહેનો વગેરેએ પણ શ્રદ્ધાપૂર્વક શ્રમદાન કર્યું હતું. તે સમયના ઓસવાલ પરિવારના અગ્રણી ઉદ્યોગપતિ જાપાનીબાબુ લાલા અમરનાથજી પોતાનું ભોજન સાથે લાવીને ખરા બપોરે ત્યાં ઉપસ્થિત રહીને દોરવણી આપતા હતા. ઈ.સ. ૧૯૬૦માં લુધિયાણાની હાઈસ્કૂલના મકાનના બાંધકામ માટે સિમેન્ટની થેલીઓની જરૂર હતી, ત્યારે સાધ્વીજીએ બહેનોને અપીલ કરી કે તમે મેકઅપ કરવા માટે ચહેરા પર પાવડર લગાવો છો, તેની કિંમત છ રૂપિયા છે. સ્કૂલને પણ ‘મેકઅપ' કરવાની જરૂર છે, તો દરેક બહેન એક-એક પાવડરના ડબ્બાનો લાભ લે. આવી અપીલ કરતાં જ સિમેન્ટની બોરીઓના ઢગલે ઢગલા થવા લાગ્યા અને અડધા કલાકમાં તો સ્કૂલના ‘મેકઅપ' માટેનો સઘળો સામાન (સિમેન્ટ) એકઠો થઈ ગયો!
લુધિયાણામાં ચાતુર્માસ કરીને હોશિયારપુર, ભાખરાનાંગલ થઈને રોપડ આવ્યા, જ્યાં ઉપાશ્રયનો શિલાન્યાસ કર્યો. ત્યાંથી માલેર કોટલા, લુધિયાણા, જીરા આવ્યા. જીરામાં ઈ. સ. ૧૯૫૮માં કીર્તિસ્તંભનું ઉદ્ઘાટન કર્યું અને પંજાબ જૈન યુવક સંમેલનનું આયોજન કર્યું. લુધિયાણામાં સંક્રાંતિમાં પંજાબ જનસંઘના મહામંત્રી વીર યજ્ઞદત શર્મા પધાર્યા. મહાવીર જયંતીની ઉજવણી પણ ખૂબ ઉલ્લાસથી થઈ. મહાવીર જયંતી ઉજવીને અંબાલા આવ્યા.
જેઠ સુદ ૮ પછી ૨૯મી મેએ અંબાલાથી વિહાર કરીને લાલડું ડેરાબસી, પંચકુલા, કાલકા થઈને પૂ. માતાગુરુ અને પૂ. સુજ્યેષ્ઠાશ્રીજી સાથે પૂ. સાધ્વીજી કસૌલી પધાર્યા. કસૌલીમાં અંગ્રેજોના સમયમાં એક મોરીસ હોટલ હતી ત્યાં બેંક થઈ. પછી કોઈ અગ્રવાલ શેઠે લાકડાની બનેલી એ વિશાળ જગ્યા ખરીદી લીધી. ત્યાં પંદર દિવસની સ્થિરતા દરમિયાન અહિંસા, વિશ્વપ્રેમ, ભ્રાતૃભાવ વગેરે
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
નૈતિક વિષયો ઉપરના વ્યાખ્યાનોની જનતા ઉપર ખૂબ અસર થઈ. કૃષ્ણભવનમાં પણ બે વ્યાખ્યાન થયા. ત્યાં વ્યાખ્યાન બાદ કીર્તન પણ થતાં. ડૉ. દિલબાગરાય, શેઠ દુર્ગાદાસ, શેઠ જક્કીમલ જૈનના પુત્ર શ્રી જુગમિંદરદાસ જૈન વગેરેએ ઉત્સાહપૂર્વક કામગીરી બજાવી. ત્યાં સંક્રાંતિની ઉજવણીમાં આજુબાજુના ૫૦ ભાઈ-બહેનો આવ્યા. પછી અંબાલા તરફ વિહાર કર્યો.
સાધ્વીશ્રીએ ઈ. સ. ૧૯૫૮માં અંબાલામાં બીજી વાર ચાતુર્માસ કર્યો. આ સમયે તેઓના ચિત્તમાં ૧૯૫૪ના પ્રથમ ચાતુર્માસની સ્મૃતિઓ તાજી હતી. એ સમયે પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ થયો હતો. પંજાબ-કેસરી ગુરુદેવ પ્રત્યે અગાધ આસ્થા ધરાવતા પંજાબી ગુરુભક્તોની આંખમાંથી આંસુની ધારા વહી હતી. એમનાં ભાવ અને ભક્તિ એટલાં બધાં હતાં કે એમને સાંત્વના આપવી અત્યંત મુશ્કેલ હતી અને એ સમયે સાધ્વી મૃગાવતીજીએ સહુને સાંત્વના આપી હતી તેમજ ગુરુદેવે કરેલા વિરાટ કાર્યોની વાત કરીને એ સબળ પરંપરાના પથ પર આગેકદમ કરવાનો વિચાર આપ્યો હતો. અંબાલાની સર્વ પ્રવૃત્તિઓમાં પ્રમુખ લાલા પન્નાલાલજી, સેક્રેટરી લાલા રિખવદાસજી, કૉલેજ માટે સમર્પિત લાલા મંગતરામજી અને મંત્રી રાજકુમારજી (એમ.એસસી.) વગેરેનો અપ્રતિમ સહયોગ રહ્યો.
અંબાલા શહેરમાં ‘વલ્લભવિહાર' નામની ગુરુસમાધિનો શિલાન્યાસ ૧૪ જુલાઈ, ૧૯૫૮માં રાયસાહબ પ્યારેલાલજીએ કર્યો અને વેદીનું નિર્માણ લાલા કસ્તૂરીલાલ જૈને (મેસર્સ સંતરામ મંગતરામ જ્વેલર્સ અંબાલા) સાધ્વીજીની પ્રેરણાથી કર્યું. પોતાના ગુરુદેવે જીવનભર જૈન એકતા માટે પ્રયાસ કર્યો હતો. સાધ્વીજીએ સ્વયં એ એકતાનો સંદેશ ઝીલીને જૈનોના વિભિન્ન સંપ્રદાયો વચ્ચે ઐક્ય સ્થાપવા માટે રાતદિવસ એક કર્યાં. અંબાલાના આ ચાતુર્માસમાં પહેલીવાર દિગંબર મંદિરની ચૈત્યપરિપાટીનો પ્રારંભ કરાવ્યો અને સ્થાનકમાં જઈને સ્થાનકવાસી સાધ્વીઓને સામે ચાલીને સ્નેહપૂર્વક મળ્યા. જૈન એકતા સર્જનારી આવી ઘટના પ્રથમવાર જ સર્જાતી હતી. આની પાછળ સાધ્વીશ્રી મૃગાવતીજીની ઉદાર દૃષ્ટિ, ગુરુની આજ્ઞા, ઐક્યની પ્રબળ ભાવના અને હૃદયની પારદર્શિતા હતી. આને કારણે તેઓ જે કોઈ સંપ્રદાય સાથે હાથ અને હૃદય મેળવવાનો પ્રયાસ કરતા, એ સંપ્રદાય એમને હર્ષભેર વધાવી લેતો.
se
સમન્વયાત્મક સાધુતા
અંબાલાના આ ચાતુર્માસ સમયે કૉલેજના દીક્ષાંત સમારોહમાં ભારતના સમર્થ રાજપુરુષ શ્રી મોરારજીભાઈ દેસાઈ આવ્યા હતા. એમની સાથે સાધ્વીશ્રીએ વીસેક મિનિટ વાર્તાલાપ કર્યો હતો અને એ પછી સાધ્વીશ્રી મૃગાવતીજીએ એમની ઉપસ્થિતિમાં અડધો કલાક સુધી સંસ્કૃતમાં વ્યાખ્યાન આપ્યું.
જન્માષ્ટમીના દિવસે આ જૈન સાધ્વીએ ગૌશાળામાં શ્રીકૃષ્ણ વિશે વ્યાખ્યાન આપીને ભારતીય સંસ્કૃતિમાં ગાયોના મહિમા વિશે નવીન સંદેશ આપ્યો હતો . અંબાલાથી દિલ્હી જતાં રોહતક થઈને પસાર થયા ત્યારે ત્યાં એક દિવસ રોકાવાના હતા, પણ ૧૫ દિવસ રોકાયા. ત્યાં દિગંબરોના ઘર હતા, સાત દિગંબર દેરાસર હતા. લોકો શિક્ષિત હતા. બાવીસ જેટલા તો એડવોકેટ હતા. ત્યાં ઓળી કરાવી, મહાવીર જંયતી ઉજવી, બાબરા બજાર, ચેંબર ધર્માદા ટ્રસ્ટ સ્કૂલ, રેલ્વે રોડ વગેરે સ્થળોએ વ્યાખ્યાનો થયા. સ્કૂલ માટે ફાળો કરાવ્યો.
૧૯૫૯નો એકવીસમો ચાતુર્માસ દિલ્હીમાં યોજાયો. એ સમયે દિલ્હીના રૂપનગરમાં કોઈ જિનાલય કે ઉપાશ્રય નહોતા, આથી દિલ્હીના કિનારી બજારમાં સાધ્વીશ્રીનો ધૂમધામથી પ્રવેશ થયો. હીરાલાલ જૈન માધ્યમિક શાળા, લાલમંદિર, ટાઉનહૉલ, યુનિવર્સિટી હૉલ, કરોલ બાગ, રોહતક રોડ જેવાં સ્થળોએ એમનાં જાહેર વ્યાખ્યાનો યોજાયાં. દિલ્હીમાં હતાં એટલે સ્વાભાવિક રીતે સમર્થ સાહિત્યસર્જક જૈનેન્દ્રકુમારજી અને અન્ય વિદ્વાનોનો પરિચય થયો. સાધ્વીજી સરસ્વતીપૂજકોનું ખૂબ આદર-સન્માન કરતાં હતાં અને વિદ્વાનો પણ એમની પ્રતિભા જોઈને ધન્યતા અનુભવતા હતા.
વિશાળ જનસમૂહ ઉપસ્થિત થતો હોવાથી સાધ્વીશ્રીનાં વ્યાખ્યાનો દિગંબર ધર્મશાળામાં યોજવામાં આવ્યાં. આ એક નવીન ઘટના હતી કે શ્વેતાંબર ઉપાશ્રયમાં ભાવિકો બેસી શકે તેટલી જગા નહીં હોવાથી દિગંબર ધર્મશાળામાં પર્યુષણની આરાધના કરવાની અનુમતિ મળી. સ્વાભાવિક રીતે જ તપશ્ચર્યા, પૂજા, પ્રભાવના અને બોલીઓ તો ખૂબ ઉત્સાહપૂર્વક થઈ, પરંતુ કોઈ નવું સર્જન કરે નહીં, તો સાધ્વીશ્રી મૃગાવતીજી શાનાં ? એમણે દિલ્હીમાં શ્રી આત્મવલ્લભ બાલ પાઠશાળા અને શ્રી સુધર્મ જૈન લાઇબ્રેરીની સ્થાપના કરી અને એ રીતે
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે એમણે દિલ્હીમાં ધર્મભાવનાનું નવું વાતાવરણ સર્યું.
તે સમયે પંજાબ કેસરી પૂ. વલ્લભસૂરિજીના પટ્ટધર શાંતમૂર્તિ પૂ. ગુરુદેવ સમુદ્રસૂરિજી પંજાબમાં પ્રથમવાર પ્રવેશતા હતા તેથી તેમના દર્શન માટે પૂ. સાધ્વીજીએ પણ આગ્રા તરફ વિહાર કર્યો. પૂ. ગુરુમહારાજજીએ પોષ માસની સંક્રાંતિ ત્યાં શ્રી અમરમુનિજી અને શ્રી વિજયમુનિજીની ઉપસ્થિતિમાં કરી. સાધ્વીશ્રીએ આગમોના અભ્યાસ માટે ગુજરાતમાં જવાની આજ્ઞા પૂ. ગુરુદેવ પાસે માગી, પણ મહાસભા અને સંઘના આગેવાનોએ પંજાબ આવવાની વિનંતી કરતા ગુરુની આજ્ઞાથી પૂ. મૃગાવતીશ્રીજીએ પુનઃ પંજાબ તરફ વિહાર કર્યો, તેમણે સૌને કહ્યું કે ઘણાં વર્ષો પછી ગુરુ વલ્લભના વિનિત શિષ્ય આચાર્ય અને પટ્ટધર બનીને નગરપ્રવેશ કરી રહ્યા છે તેથી એમનું ભવ્ય સ્વાગત થવું જોઈએ. એમની પ્રેરણાથી શ્રીસંઘે પણ ખૂબ જ ધામધૂમથી ઐતિહાસિક પ્રવેશ કરાવ્યો. પૂ. સાધ્વીશ્રીના માર્ગદર્શન નીચે પૂ. ગુરુદેવ સમુદ્રસૂરિની નિશ્રામાં લુધિયાણામાં અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનું એકવીસમું અધિવેશન શ્રી નરેન્દ્રસિંહજી સિંધીની અધ્યક્ષતામાં યોજાયું. તેમણે પણ સ્મારક નિર્માણની પુષ્ટિનો પ્રસ્તાવ પારિત કરાવી પોતાની મહોર લગાવી દીધી.
પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીના સમુદાયમાં એક નવી શિષ્યાનો પ્રવેશ થયો. ઈ. સ. ૧૯૫૫માં સાધ્વીશ્રી મૃગાવતીજી પંજાબના લુધિયાણા શહેરમાં આવ્યા ત્યારે ચોતરફ જૈન ધર્મનો જયઘોષ ગાજી ઊઠ્યો. આ સમયે શહેરનું પ્રતિષ્ઠિત કુટુંબ કસૂરવાલે (એમ.ડી.એચ.) એમના પરિચયમાં આવ્યું. આ પરિવારના લાલા દીનાનાથજી, એમના પત્ની જ્ઞાનદેવીજી અને સુપુત્રી ચંદ્રકાન્તાબેન સાધ્વીશ્રીના ધર્મરંગમાં રંગાઈ ગયા. એમાં ચંદ્રકાન્તાબેનને સાધ્વીશ્રી મૃગાવતીજીની ધર્મપ્રતિભાનો એવો પાવન સ્પર્શ થયો કે એમણે એમની નિશ્રામાં જ દીક્ષા લેવાનો દૃઢ નિશ્ચય કર્યો. સાધ્વીશ્રી મૃગાવતીજી નકોદર, જાલંધર, હોશિયારપુર, જમ્મુ અને કાંગડાથી વિહાર કરીને જમ્મુ આવ્યાં. આ વિહાર સમયે પણ ચંદ્રકાન્તાબહેન એમની સાથે હતાં. જમ્મુમાં ચૈત્રી ઓળીની આરાધના કરાવી.
તે પછી વૈશાખ મહિનામાં યોજાયેલા સંક્રાંતિમાં કાશ્મીરના મુખ્યમંત્રી બક્ષી
સમવયાત્મક સાધુતા ગુલામમહમદ ઉપસ્થિત રહ્યા. જમ્મુના વિશાળ ચોકમાં સંક્રાંતિ ઉજવાઈ. આ સમયે કાશ્મીરના મુખ્યમંત્રી બક્ષી ગુલામમહમદને બેસવા માટે એક વિશિષ્ટ સ્થાન રાખ્યું હતું. એ સ્થાન પર બેસવાને બદલે તેઓ વિનમ્રતાથી સાધ્વીશ્રીની સામે શેતરંજી પર બેસી ગયા. આ જોઈને ખુરશી પર બેઠેલો મુખ્યમંત્રીશ્રીના સલામતી રક્ષકોનો મોટો કાફલો પણ નીચે બેસી ગયો. બક્ષી ગુલામમહમદ સાધ્વીશ્રીના વ્યાખ્યાનથી એટલા બધા પ્રભાવિત થયા કે જૈનસમાજને સ્કૂલના નિર્માણ માટે મોટી જમીન આપી અને તેઓને કાશ્મીર પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ આપ્યું.
૧૯૬૦માં સાધ્વીશ્રી કૉન્ફરન્સના અધિવેશન સમયે છઠ્ઠી વાર લુધિયાણા આવ્યાં, ત્યારે ચંદ્રકાન્તાબેનની દીક્ષાનો મંગલપ્રસંગે ઉપસ્થિત થયો. પંજાબમાં ૨૫-૩૦ વર્ષ પછી દીક્ષાપ્રસંગ યોજાતો હોવાથી શ્રદ્ધાળુ લોકસમૂહ ઉત્સાહભેર ઊમટી પડ્યો. વળી પૂ. સાધ્વીશ્રીના પ્રભાવને કારણે અહીં એમનો વિશાળ ભક્તસમુદાય હતો. લુધિયાણાના દરેસીના પંડાલમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. આ સમયે ‘ચંદ્રકાન્તા ચલી ઉસ પથ પર, જિસ પે ચલી ચંદનબાલા' એ ભજન લોકકંઠમાં ગુંજી રહ્યું. વળી મંચ પર સ્થાનકવાસી સાધુઓ ઉપસ્થિત હોવાથી ‘એક સ્ટેજ પર દો ફૂલ ખીલે, એક શ્વેત ખીલા, એક પીત ખીલા’ જેવાં ભજનો અને ગીતોથી વિશાળ લોકસમુદાયે રોમાંચ અનુભવ્યો. ચંદ્રકાન્તાબેન સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજના પરમ શિષ્યા સાધ્વી સુત્રતાજી બન્યાં.
સાધ્વીશ્રી મૃગાવતીજી પોતાની શિષ્યાઓને પૂર્ણ વાત્સલ્યથી તૈયાર કરવા લાગ્યાં. વિદુષી સાધ્વી શ્રી સુવતીજી મહારાજ ને અતિ સરળ સ્વભાવનાં ભવ્ય આત્મા તરીકે સહુએ ઓળખ્યાં. સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાના જીવનકાળ દરમિયાન જ પોતાનું ઉત્તરદાયિત્વ એમને સોંપ્યું હતું. એ પછી પૂજ્ય સુયશાજી અને પૂજ્ય સુપ્રજ્ઞાજી મહારાજ પણ તેજસ્વી શ્રમણી રત્ન બની રહ્યાં.
એક વિશિષ્ટ ઘટના બની ૧૯૬૦ના સઢૌરાના તેઓના બાવીસમાં ચાતુર્માસ સમયે. આ ગામમાં શ્વેતાંબર મૂર્તિપૂજ કોનાં માત્ર ચાર જ ઘર હતાં અને ત્યાં સાધ્વીશ્રીએ ચાતુર્માસ કર્યો, પરંતુ એમના ભવ્ય પ્રવેશ વખતે દિગંબર,
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
શ્વેતાંબર અને સ્થાનકવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. પ્રવેશ સમયના વરઘોડામાં સ્થાનકવાસી સંઘની બાળાઓ સૌથી આગળ હર્ષોલ્લાસ સાથે ચાલતી હતી. એ પછી આઠ દિવસ સુધી સ્થાનકમાં સાધ્વીજીનાં વ્યાખ્યાનો થતાં રહ્યાં. ત્યારબાદ દિગંબર જૈન ધર્મશાળામાં ચાતુર્માસ દરમિયાન રહ્યાં અને તે સમયે સ્થાનકવાસી, દિગંબર, વૈષ્ણવ, સનાતની, શીખ અને મુસલમાન સહુ કોઈ ધર્મશાળામાં એમનાં વ્યાખ્યાન શ્રવણ માટે આવતા હતા. મૌલવી મહંમદ જાન પણ સાધ્વીજીના વ્યાખ્યાનમાં આવતા હતા અને એમને અપાર આદર આપતા હતા. એમની સાથે ચર્ચા-વિચારણા અને ધર્મગોષ્ઠિ પણ ચાલતી હતી અને એમને કારણે જ સાધ્વીજી મહારાજે ઉર્દૂ ભાષાનો થોડો અભ્યાસ કર્યો અને આ સઢૌરા ગામનો ઉર્દૂમાં લખાયેલો ઇતિહાસ મેળવ્યો. તે પ્રમાણે આ ગામમાં પહેલાં સાધુઓના ડેરા હતા. તેનું અપભ્રંશ થતાં થતાં સઢૌરા થયું. એમણે જોયું કે પંજાબમાં “પૈસા” નામનું પહેલું ઉર્દૂ અખબાર આ સઢૌરામાં પ્રગટ થયું હતું. સાધ્વીજી વ્યાખ્યાનમાં ‘પ્રદ્યુમ્ન ચરિત્ર’ અને ‘તત્ત્વાર્થસૂત્રવિશે વ્યાખ્યાન આપતાં હતાં, ત્યારે એવી હૈયા સોંસરી ઊતરી જાય તેવી સરળ, સચોટ અને હૃદયસ્પર્શી વાણીથી વિષયને સમજાવતાં કે એ તમામ કોમના હૃદયને સ્પર્શી જતી હતી. વ્યાખ્યાન શરૂ થાય તે પૂર્વે જ જનમેદનીથી વિશાળ હૉલ ઊભરાઈ જતો હતો. જ્યાં ધર્મોનો આવો સંગમ સધાય, ત્યાં કોના હૃદયમાં કેવી ઉચ્ચ ભાવના જાગ્રત થાય, તે કોણ કહી શકે ?
પર્વાધિરાજ પર્યુષણ પર્વ સમયે કલ્પસૂત્રની બોલી સઢૌરા ગામના સનાતની વૈષ્ણવ લાલા બાલુરામજીએ લીધી અને પૂર્ણ વિધિવિધાન સાથે શ્રી કલ્પસૂત્રને પોતાના નિવાસસ્થાને લઈ ગયા. આમ સઢૌરામાં ભલે શ્વેતાંબરોનાં ચાર જ ઘર હોય, પરંતુ આખું ગામ સાધ્વીજીને આદર-સન્માન આપવા લાગ્યું. આ ગામમાં દિગંબરોનાં ચાલીસ ઘર હતાં અને સ્થાનકવાસીઓનાં સિત્તેર ઘર હતાં. એથીય વિશેષ તો દિગંબર જૈન સમાજના નિમંત્રણથી અને જિનશાસનરત્ન આચાર્યશ્રી સમુદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી સાધ્વીજીએ દિગંબર ધર્મશાળામાં દિગંબર સમાજ સમક્ષ દિગંબરોના પર્યુષણ એવા દસ દિવસના દસલક્ષણી પર્વનાં વ્યાખ્યાન આપ્યાં અને દસ દિવસ સુધી રોજ સાંજે
સમવયસાધક સાધુતા દસલક્ષણી પર્વના ગ્રંથ પર એમનાં પ્રવચનો થતાં હતાં.
કોઈ શ્વેતાંબર સાધ્વીજી દશલક્ષણીપર્વમાં દિગંબર સમાજને વ્યાખ્યાન આપે, તે પંજાબની જ નહીં, સમગ્ર જૈનજગતની વિશિષ્ટ ઘટના કહેવાય. સાધ્વીશ્રી સુવ્રતાજીએ પંજાબ યુનિવર્સિટીની સર્વોત્તમ ‘સંસ્કૃત શાસ્ત્રીની પરીક્ષા આપી. સંધ નાનો હતો, પણ જનહૃદયમાં ભાવનાઓનું પૂર વહેવા લાગ્યું. સઢૌરાના ઇતિહાસમાં પહેલીવાર જ કોઈ શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ અથવા સાધ્વીનો ચાતુર્માસ થયો. એ પછી આ નાના ગામમાં સાધ્વીશ્રી તરફ એટલી બધી ભક્તિ અને પ્રીતિ જાગી કે તેઓ ૧૯૬૦ પછી ત્રણ વાર સઢૌરામાં પધાર્યા હતાં.
પંજાબમાં થયેલા વિહારના પરિણામે સર્વત્ર સાધ્વીશ્રી પ્રત્યે અપાર ચાહના જાગી ઊઠી. તેઓએ જ્યાં જ્યાં વિહાર કર્યો અને જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યો, ત્યાં એમની સ્મૃતિ જાળવીને બેઠેલી સંસ્થાઓ આજે પણ જોવા મળે છે. સમાજનાં બહુવિધ ક્ષેત્રોમાં એમની સત્યવૃત્તિનો પ્રકાશ ફેલાયો. સમાજમાં પ્રસરેલા અંધશ્રદ્ધા, વહેમ અને કુરૂઢિઓની સામે સાધ્વીશ્રી કોઈ અડગ યોદ્ધાની નિર્ભયતાથી ઝઝૂમતાં રહ્યાં. કોઈ નિર્જન જંગલમાં રહેવું પડે તો પણ ભય એમને કદી સ્પર્શતો નહીં. વળી પોતે જે જે સંસ્થાઓ માટે પ્રેરણા આપી હોય, તે વધુ ને વધુ વિકાસ સાધે તે માટે સતત ખેવના રાખતાં રહ્યાં.
એવામાં પવન પલટાય એમ સાધ્વીશ્રીએ પોતાના વિહારની દિશા બદલી. ધર્મ-કર્મનો યોગ સધાયો, હવે જ્ઞાનયોગના માર્ગે ચાલવાનું નક્કી કર્યું અને વિહારયાત્રાનો પંથ બદલાઈ ગયો.
Page #48
--------------------------------------------------------------------------
________________
આત્મ-ક્રાંતિનાં ઓજસ
આત્મ-ક્રાંતિનાં ઓજસ
બહાર પાદવિહાર ચાલતો જાય અને ભીતરમાં અંતરયાત્રા ચાલે, સાધ્વીશ્રીની વિહારયાત્રાની સાથોસાથ અધ્યાત્મયાત્રાના જુદા જુદા પડાવો આવતા ગયા. ગુજરાતથી આરંભાયેલી એ વિહારયાત્રા રાજસ્થાન, પંજાબ થઈને હવે પુનઃ પોતીકી ધરતી ગુજરાત તરફ વળી. દીક્ષાજીવનની શરૂઆતમાં ગુજરાતમાં ગહન સ્વાધ્યાયની સાથોસાથ વિચારપ્રેરક વ્યાખ્યાન-પ્રવૃત્તિનો એક સાથે આરંભ થયો અને એને પરિણામે આંતરબાહ્ય ચેતનાનું જાગરણ શરૂ થયું.
રાજસ્થાનની ભૂમિ પર એ ભવ્ય ચેતનામાં વર્તમાન દુ:ખદ પરિસ્થિતિને કારણે સમાજસુધારણાનાં કાર્યોનો ઉમેરો થયો. સાધ્વીશ્રી મૃગાવતીજીએ જોયું કે સમાજ બાળલગ્નો, દહેજ , કન્યાવિક્રય જેવી રૂઢિઓમાં એવો ઘેરાયેલો હતો કે એના જીવનમાંથી ધર્મનું તેજ પ્રગટ થતું નહોતું. સામાજિક જડ વ્યવહારો, રૂઢ માન્યતાઓ અને સાંકડાં બંધનોમાં સમાજની અમાપ શક્તિ, શાંતિ અને સંપત્તિ નષ્ટ થઈ ગઈ છે. પરિણામે સમાજ આર્થિક અને વૈચારિક રીતે નિર્બળ, નિષ્ક્રિય અને પ્રારબ્ધવાદી બની ગયો છે.
- સાધ્વીશ્રી એ એમની પ્રભાવક અને હૃદયસ્પર્શી વાણીમાં પંજાબના જનસમૂહને દહેજનો દેખાડો કે આડંબર કરવાનું બંધ કરવાનો ઉપદેશ આપ્યો. આ દહેજ લગ્નપ્રસંગે જાહેરમાં
દેખાડવામાં આવતું હોવાથી સામાન્ય માનવીને એને માટે ગજા ઉપરાંતનો મોટો ખર્ચ કરવો પડતો. જો એ દહેજ ઓછું લાગે, તો દંપતીના જીવનપ્રવેશે જ હોળી સળગતી રહેતી.
આને કારણે કેટલીય નવપરિણીતાનાં જીવન બરબાદ થતાં અને ક્યારેક તો એ સ્ત્રી પર દહેજને કારણે એટલો ત્રાસ વરસાવવામાં આવતો કે એમાંથી છૂટવા માટે એ આત્મહત્યા કરીને યાતનાગ્રસ્ત જીવનનો અંત આણતી હતી. જુદા જુદા સંઘોએ સાધ્વીજીના ઉપદેશથી પ્રભાવિત થઈને સગાઈ સમયે માત્ર બે રૂપિયા રોકડા અને સવા ત્રણ શેર લાડુ આપવાનું નક્કી કર્યું અને લગ્ન સમયે દહેજનો સામાન કોઈને બતાવવાનો નહીં, પણ એક ટૂંક (પતરાની પેટી)માં બંધ કરીને આપવો એવું લુધિયાણા સંઘે અને અન્ય સંઘોએ નક્કી કર્યું. સાધ્વીશ્રીની ભાવના હૃદયમાં આત્મસાત્ કરીને દહેજની કુપ્રથા સામે અનેક લોકોએ અને વિશેષે સેંકડો યુવક-યુવતીઓએ વિરોધ કર્યો અને પોતે દહેજ માગશે કે લેશે નહીં, તેવી પ્રતિજ્ઞા કરી.
પંજાબની ભૂમિ પર તો સાધ્વીશ્રી મૃગાવતીજીની સિંહછટા નિખરી ઊઠી. એમનો ધર્મવિચાર જનજનના હૃદયમાં ગુંજવા લાગ્યો. એમનાં ધર્મકાર્યોએ સૂતેલા સમાજને જગાડી દીધો. એક બાજુ ધર્મઆરાધનાનો આધ્યાત્મિક ઉત્સવ ચાલે, તો બીજી બાજુ લોકકલ્યાણનાં વિરાટ કાર્યો સર્જાતાં જાય, એમની ઉદાર પ્રતિભાના પ્રકાશમાં દિગંબર, શ્વેતાંબર કે સ્થાનકવાસીઓના ભેદ ઓગળી ગયા. સહુ કોઈ જાતિ, જ્ઞાતિ કે ધર્મ ભૂલીને એમનો ઉપદેશ હૃદયે ધરવા લાગ્યા. એમના વિચારોએ લોકોને સાંપ્રદાયિકતાની સાંકડી સીમાઓ ઓળંગીને ધર્મનું વિરાટ આકાશ નિહાળતા કર્યા. હવે વળી એક નવી ક્ષિતિજનો ઉઘાડ થતો હતો. એમના સાધ્વીજીવનમાં ધર્મ-કર્મનો યોગ સધાઈ ચૂક્યો હતો, હવે જ્ઞાનયોગની સાધના માટે નવી દિશામાં પ્રયાણ આદર્યું.
સાધ્વીશ્રી મૃગાવતીજીના મનમાં ઘણા લાંબા સમયથી આગમનો અભ્યાસ કરવાની તીવ્ર તાલાવેલી હતી. સ્થાનકવાસી આચાર્યશ્રી આત્મારામજી મહારાજે એમનામાં આગમના અભ્યાસની ભાવનાનું બીજ રોપ્યું હતું. એ પછી શુભસંયોગે આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીનો અમદાવાદમાં મેળાપ થતાં એ
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આત્મ-ક્રાંતિનાં ઓજસ
અંગે ઉચિત માર્ગદર્શન મળ્યું. સાધ્વીશ્રીએ જાણ્યું કે આગમનો ઊંડો અભ્યાસ કરવો હોય, તો જૈનોની નગરી ગણાતા અમદાવાદમાં વસતા વિદ્વાનો પાસે અધ્યયન કરવું જોઈએ.
દિલ્હીના રૂપનગરમાં જિનાલયની પ્રતિષ્ઠા સમયે શ્રેષ્ઠિવર્ય કસ્તુરભાઈ લાલભાઈ આવ્યા. ભારતના કુશળ ઉદ્યોગપતિ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ અને જૈનસમાજના સમર્થ આગેવાન શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સાધ્વીજીના આગમોના અભ્યાસની સઘળી જવાબદારી સ્વીકારી લીધી.
૧૯૬૧ની ચોથી ફેબ્રુઆરીએ દિલ્હીમાં આવેલા રૂપનગર જિનાલયની પ્રતિષ્ઠાનું કાર્ય શાંતમૂર્તિ આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજી દ્વારા સંપન્ન થયું અને તેમની આજ્ઞાથી સાધ્વીજીએ અમદાવાદ તરફ વિહાર શરૂ કર્યો. માર્ગમાં આવતાં ગુડગાંવ, રિવાડી, કિશનગઢ, અજમેર, બ્યાવર જેવાં શહેરોમાં સાધ્વીજીનાં વ્યાખ્યાન યોજાયાં. બીજોવા , વરાણા, નાડોલ, ધાણેરાવ, સાદડી, લાઠારા, સવાડી, પાલનપુર થઈને ૧૯૬૧ની ૨૬મી જૂને સાધ્વીજી અમદાવાદની નજીક આવેલા સાબરમતીમાં પધાર્યા, જ્યાં તેમને ત્યાં બિરાજમાન આચાર્ય વિજયઉમંગસૂરિજી મહારાજના દર્શન-વંદન કરવાનો લાભ મળ્યો.
એ જ દિવસે હઠીસિંહની વાડીમાં આવ્યા બાદ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજની વંદના માટે અને આગમોના અભ્યાસનું માર્ગદર્શન મેળવવા માટે ગયાં. બીજા દિવસે હઠીસિંહની વાડીમાં શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ મળવા આવ્યા અને એમના આગમ-અભ્યાસ અંગેની તમામ વ્યવસ્થા કરી આપી. બીજી જુલાઈએ સાધ્વીશ્રી પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીને મળવા ગયા અને સોળમી જુલાઈએ પંડિત દલસુખભાઈ માલવણિયાને ઘેર જઈને પોતાના સ્વાધ્યાય અંગે ચર્ચા કરી. અમદાવાદમાં સતત ત્રણ વર્ષ સુધી એમનો સ્વાધ્યાય-યજ્ઞ ચાલતો રહ્યો.
૧૯૬૨ની ૧૧મી એપ્રિલની બપોરે એકવાર ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજ એમને મળવા આવ્યા અને સાધ્વીજીને લાગ્યું કે જાણે પ્રભુના દૂત આવ્યા ન હોય ! મહારાજની સાદાઈ, સચ્ચાઈ, જીવનશૈલી અને જીવનદૃષ્ટિ સાધ્વીજીને સ્પર્શી ગયાં.
લોકસેવક રવિશંકર મહારાજે સાધ્વીજી સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યું કે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે કેટલાય માણસોની હત્યા થઈ. એ સમયે રસ્તાઓ પર, નાની શેરીઓમાં અને ઘરમાં કેટલાય મૃતદેહો આમતેમ પડી રહ્યા હતા. આ સમયે રવિશંકર મહારાજ પોતાના સાથીઓ સાથે આ મૃતદેહોના સામૂહિક અગ્નિસંસ્કાર માટે ગયા. સહુએ સાથે મળીને આ કામ કર્યું. પરંતુ એ પછી કેમેય કરીને આ સેવાભાવી કાર્યકરોના હાથમાંથી એ ગંધ જતી નહોતી. આથી લોકસેવક રવિશંકર મહારાજને કાર્યકરોએ આ વાત કરી તો એમણે કહ્યું કે સત્કર્મ અને સુગ સાથે ન રહી શકે. જે માણસને સુગ હોય, તે કોઈ પ્રકારનું સત્કર્મ કરી શકે જ નહીં.
આ વાર્તાલાપ સમયે કોઈએ માણસાઈના દીવા સમા રવિશંકર મહારાજને કહ્યું, મહારાજ, કેવી ભયાવહ ઘટના બની, કેટલા બધા માનવીઓની હત્યાઓ થઈ. આ સમયે રવિશંકર મહારાજે વેદનાભર્યા અવાજે કહ્યું, કે માણસો તો મરી ગયા, પણ માણસાઈ મરી ગઈ તેનું દુઃખ વધારે છે.
કોઈએ વળી રવિશંકર મહારાજને પૂછ્યું કે, ‘માણસને હાથપગ તો મળ્યા છે પરંતુ કયા હાથ અને કયા પગ સારા ગણાય ?'
એમણે કહ્યું, ‘બહારથી દેખાવડા લાગતા સુંદર હાથ-પગ સારા જ હોય એવું કાંઈ જરૂરી નથી, પરંતુ જે હાથ સત્કર્મો કરતાં થાકે નહીં તે સારા ગણાય અને જે પગ દોડીને સતત લોકકલ્યાણનાં કાર્યો કરતા રહે તે સુંદર કહેવાય.’
સાધ્વીશ્રી મૃગાવતીજી અને લોકસેવાના ભેખધારી રવિશંકર મહારાજ પ્રત્યે સેવાભાવનાનો એક એવો સેતુ રચાયો કે એ પછી સાધ્વીજીને ખબર પડે કે પૂ. રવિશંકર મહારાજ અહીંયાં છે તો તેઓને અવશ્ય મળવાનું રાખતાં.
માનવકલ્યાણની ભાવના કેવી સુગંધ પ્રસરાવે છે !
અમદાવાદમાં શ્રેષ્ઠિવર્યશ્રી ત્રિકમલાલ મહાસુખરામ અને તેમનાં પત્ની ચંપા શેઠાણીના આગ્રહથી પ્રારંભમાં પંદર દિવસ તેમના નિવાસસ્થાને રહ્યાં. તે સમયે એમને વિમલા ઠકાર, દાદા ધર્માધિકારી આદિનો મેળાપ થયો અને પંડિત સુખલાલજી સંઘવી, પંડિત બેચરદાસ દોશી અને પંડિત દલસુખભાઈ માલવણિયાની સાથોસાથ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ,
જ ૮૬
-
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ મુનિ જિનવિજયજી વગેરે સાથે સત્સંગ, ધર્મચર્ચા, ગોષ્ઠિ અને વિચારોનું આદાનપ્રદાન થતું રહ્યું. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ શાંતિસાગરના ઉપાશ્રયની નજીક રહેતા શેઠ કેશવલાલ લલ્લુભાઈને સાધ્વીજી મહારાજની સઘળી સુવિધા સાચવવાની જવાબદારી સોંપી હતી. - સાધ્વીજીના અમદાવાદમાં શાંતિસાગરના ઉપાશ્રયમાં થયેલા ત્રેવીસ, ચોવીસ અને પચીસમા ચાતુર્માસમાં એમણે મૌનનું પાલન કર્યું. ક્યાંય કોઈ સ્થળે વ્યાખ્યાન આપ્યું નહીં અને પૂર્ણ એકાગ્રતા સાથે આગમોનો ગહન અભ્યાસ કર્યો. અભ્યાસ સંપન્ન થતાં સાધ્વીજી મહારાજે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને જણાવ્યું કે અમે આપને મળવા ઇચ્છીએ છીએ. આપના પ્રત્યે કૃતજ્ઞતાભાવ પ્રગટ કરવા માગીએ છીએ. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈને ખબર પડી કે સાધ્વીજી વિહાર કરીને મારા નિવાસસ્થાને ધન્યવાદ આપવા માટે પધારવાનાં છે, એટલે તેમણે તરત જ કહેવડાવ્યું કે “આપ નહીં, પણ હું આપનાં ચરણોમાં હાજર થઈશ.’ સાધ્વીજીને શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની મિતભાષિતા, કર્તવ્યનિષ્ઠા અને હંમેશાં આવે ત્યારે ત્રણ ખમાસમણ દઈને વંદના કરતી વખતે જોવા મળતી વિનમ્રતા સ્પર્શી ગઈ.
આ પ્રસંગે શ્રેવિર્ય કસ્તુરભાઈ લાલભાઈ શ્રી કેશવલાલ લલુભાઈને લઈને સાધ્વીજીનાં દર્શનાર્થે આવ્યા. એમને વંદના કરી અને કહ્યું કે હજી વધુ થોડું રોકાઈને અભ્યાસ કર્યો હોત તો ? ત્યારે સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું કે મારાં માતાગુરુ અતિ વૃદ્ધ છે. છેલ્લાં બાવીસ વર્ષથી એમણે તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા કરી નથી. એમની અવસ્થા જોતાં હવે યાત્રા કરવાની એમની ભાવના પૂર્ણ કરવી જોઈએ. વળી, જ્ઞાન તો અપાર છે, એ ક્યાં કદી પૂર્ણ થવાનું છે.
અમદાવાદના ત્રણ વર્ષના જ્ઞાનાભ્યાસ પછી ૧૯૬૩ની છઠ્ઠી નવેમ્બરે સાધ્વીજીએ પાલીતાણા તીર્થ તરફ વિહાર શરૂ કર્યો. રસ્તામાં આવતાં શહેરોમાં વ્યાખ્યાન, વાર્તાલાપ અને ધર્મગોષ્ઠિ ચાલતાં રહ્યાં. સોનગઢ ‘ચારિત્ર રત્નાશ્રમમાં શ્રી કલ્યાણચંદ્રજી બાપા સાથે મેળાપ થયો. ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી આદિ સાથે વાર્તાલાપ થયો. દિગંબર મંદિર બ્રહ્મચર્ય આશ્રમમાં કાનજી મુનિનાં દર્શન થયાં અને તેમની સાથે પણ સુંદર વાર્તાલાપ થયો. પાલીતાણાના પ્રવેશની ભવ્ય ઉજવણી થઈ.
આત્મ-કાંતિના ઓજસ પાલીતાણામાં નગરશેઠશ્રી ચુનીલાલભાઈએ અને ડૉ. બાવીસીજી આદિ અનેક શિક્ષિત સજન શ્રાવકોના પ્રયત્નો વડે શ્રાવિકાશ્રમ, શ્રી જિનદત્ત બ્રહ્મચર્યાશ્રમ હાઇસ્કૂલ, મોતીશાની ધર્મશાળા અને ગામમાં ઠેર ઠેર જાહેર વ્યાખ્યાનો થયા. પાલીતાણાથી વિહાર કરીને પોરબંદરમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો, તે દરમિયાન ધણાં ગામોમાં તેમણે વિચરણ કર્યું. તળાજામાં સ્વાધ્યાયશીલ શ્રી અમરચંદ માવજી શાહ તથા મહુવામાં નગરશેઠ બાપા હરિભાઈ અને દલીચંદભાઈ જેવા અગ્રણીઓના પ્રયત્નોથી તેમનાં જાહેર વ્યાખ્યાનો થયાં. ત્યાંથી ખાંભા આવ્યા, જ્યાં પૂ. શીલવતીશ્રીજીના સંસારી ભાઈ શ્રી ભુરાભાઈ ઉદાણી પરિવારે ઉદારતાથી લાભ લીધો. ત્યાં ત્રણ-ચાર જાહેર વ્યાખ્યાનો થયા, તથા ડેડાનમાં જાહેર વ્યાખ્યાનો કરતા અજારા તીર્થમાં આવ્યાં. ત્યાં સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની નિશ્રામાં ‘ચુનીલાલ દુર્લભજી ભોજનશાળા'નું ઉદ્ઘાટન શ્રી ત્રિભુવનભાઈ (પંપુભાઈ) ટી. સી. બ્રધર્સ ભાવનગરવાળાના હાથે થયું. ત્રણ દિવસ વ્યાખ્યાન સાંભળીને આખો પરિવાર બહુ જ પ્રભાવિત થયો. સૌ સાધુસાધ્વીજીના મા સમાન અને દાદાસાહેબ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ચંદનબેન હજી પણ ખૂબ જ શ્રદ્ધાથી સાધ્વીજી મહારાજને યાદ કરતાં હતાં. પૂજ્ય સાધ્વી શ્રીજીની લોકચાહનાને કારણે વાંકાનેર, ગોંડલ, સાવરકુંડલા, માંગરોળ, ભાણવડ જેવાં ગામોમાં પણ તેમનાં જાહેર વ્યાખ્યાનો યોજાયાં. જેતપુરમાં સ્થાનકવાસી મહાસતી શ્રી લીલાબાઈ સ્વામી સાથે તેમણે વ્યાખ્યાન કર્યું.
માર્ગમાં પૂ. સાધ્વીજીએ શારદાગ્રામ જેવી આગવી શિક્ષણદૃષ્ટિ ધરાવતી સંસ્થાનું કાર્ય નિહાળ્યું. માંગરોળથી ત્રણ કિલોમીટર દૂર શાંત એકાંત, ચોતરફ લીલીછમ ધરતી ઉપર સ્વર્ગ સમાન ગાંધીજીની પાયાની કેળવણીના સાક્ષાતરૂપ એવી આ ‘શારદાગ્રામ’ એક આદર્શ સંસ્થા છે. ત્યાં ગાંધીવાદી મનસુખભાઈ જોબનપુત્રા અને જાની આદિ કાર્યકર્તાઓ સમર્પિત ભાવથી સેવા આપતા. ભારતીય સંસ્કૃતિનું ગૌમાતાનું સાચું સન્માન અહીં સાક્ષાત્ જોવા મળે છે. સવારે બધા વિદ્યાર્થીઓ ગાયોની રીતસર ધૂપ-દીપ કરીને વાજિંત્રો સહિત આરતી ઉતારે. માની જેમ બધા વિદ્યાર્થીઓ એને વહાલ કરે પછી એમના વાછરડાને પૂરું દૂધ પાઈને દૂધ દોહે છે. ગાંધીજીનું ભારતનું સ્વપ્ન અહીં સાક્ષાત્ જોવા મળ્યું.
વિદ્યાર્થીઓ પોતાના રૂમ અને સ્કૂલના રૂમો પણ જાતે સાફ કરે. ચોતરફ
Page #51
--------------------------------------------------------------------------
________________
આત્મ-કાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ સ્વચ્છતા, વ્યવસ્થા અને અનુશાસન અભુત હતા. એક દિવસ માટે આવ્યા હતા પણ સાધ્વીશ્રી મૃગાવતીજીનું વ્યાખ્યાન સાંભળી આ લોકોના અતિ આગ્રહથી ત્રણ દિવસ રહ્યા અને ખૂબ આનંદ અનુભવ્યો.
એ પછી છવ્વીસમો ચાતુર્માસ પોરબંદરના ઉપાશ્રયમાં કર્યો. પોરબંદરમાં પ્રત્યેક રવિવારે મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિરની સામેની વાડીમાં સાધ્વીજીનાં જાહેર વ્યાખ્યાનો યોજાતાં હતાં. અહીં સાહસિક ઉદ્યોગપતિ અને યુગાન્ડામાં અનેક આફતો વેઠીને વેપાર જમાવનાર શેઠ શ્રી નાનજી કાલિદાસ વ્યાખ્યાનોમાં આવતા અને ધર્મચર્ચા કરતા. પોરબંદરમાં ચાતુર્માસ કરવાની પાછળનું મુખ્ય કારણ મહાત્મા ગાંધીજીની ભાવનાઓના પોતાની બાલ્યાવસ્થામાં ચિત્ત પર પડેલા સંસ્કારો હતા. પોરબંદરમાં ગાંધીજીની સ્મૃતિ સાથે જોડાયેલું કોઈ પણ સ્થળ કે મકાન મળે, તો તેને નિહાળતાં સાધ્વીજીની આંખોમાંથી અદ્ભુત આદરભાવ ટપકતો હતો. ગાંધીજીનાં ચિત્રો અને તેમની મૂર્તિઓ જોઈને પણ તેઓ ગદ્ગદિત થઈ જતાં હતાં. તે સમયે થિયોસૉફિકલ સોસાયટીના અગ્રણી કાર્યકર્તા રાજાભાઈ સાધ્વીજી મહારાજ પાસે આવતા, ચર્ચા કરતા અને થિયોસૉફિકલ સોસાયટીમાં પણ સાધ્વીજીનું વ્યાખ્યાન ગોઠવાયું હતું. વિશ્વવિખ્યાત વિદ્વાન શ્રી મધુસૂદન ઢાંકીજીના પિતાશ્રી અમીલાલ ઢાંકી આદિ સ્થાનકવાસીઓનો બહુ જ ભાવ હતો. શ્રીસંઘના પ્રમુખ શેઠ શ્રી હરકિશનદાસજી તથા શ્રીમતી દિવાળીબહેન આદિ ભાવિકોએ પણ સેવાભક્તિ અને વ્યાખ્યાનવાણીનો સારો લાભ લીધો. ચાતુર્માસ પછી શેઠ શ્રી નાનજી કાલિદાસના આગ્રહથી એક દિવસ એમના ઘરે રહ્યા અને એમના બનાવેલ આર્ય કન્યા ગુરુકુળમાં ત્રણ દિવસ વ્યાખ્યાનો કર્યા અને ભારત મંદિર જોવા ગયા.
ફરી વિહારયાત્રાનો પ્રારંભ થયો. અગાઉની યાત્રા પોતાની સૌરાષ્ટ્રની ભૂમિ પર હતી અને હવે પોતાની જન્મભૂમિ તરફ તેઓ પ્રયાણ કરતાં હતાં. પોરબંદરથી વિહાર કરીને ગિરનાર તીર્થ પાસે આવ્યાં. ચોવીસ વર્ષ બાદ પુનઃ યાત્રાનો અવસર મળ્યો અને ગિરનાર તીર્થની ત્રણ યાત્રા કરી. અહીં પાંચ સ્થળે વ્યાખ્યાનો થયાં. એ પછી વીરપુર, ગોંડલ, ધોરાજી થઈને દીક્ષાના ૨૭ વર્ષ પછી ૧૮ જાન્યુઆરી ૧૯૬૫ના રોજ રાજ કોટ આવ્યા, ત્યાં ૧૫ દિવસ સ્થિરતા
કરી. રાજકોટ મોટા દેરાસરમાં ત્રણ વ્યાખ્યાનો થયા. શ્રીમદ્ રાજચંદ્રજીના સમાધિસ્થળ પર પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા ગયા. ત્યાં ભાવપૂર્વક ‘અપૂર્વ અવસર , હે પ્રભુ ! હે પ્રભુ !' વગેરેનું ગાન કર્યું. ત્યાંના ભાવિક મણિયાર કુટુંબનો કલેક્ટર સાહેબ વગેરેનો પરિચય થયો. શ્રીસંઘનાં નેહ-સભાવ મળ્યા. રાજકોટ થઈને જૈનભારતી સાધ્વીશ્રી મૃગાવતીજી પોતાના જન્મસ્થળ સરધારની પ્રાથમિક શાળામાં ઊતર્યા.
૧૯૬૫ની પાંચમી ફેબ્રુઆરીએ ૨૭ વર્ષ પછી સાધ્વીજી સરધારની ભૂમિમાં પ્રવેશી રહ્યાં હતાં. આ ભૂમિનો પ્રેમ જાગી ઊઠ્યો. અનેક ઉત્સવો અને ઉજવણીઓ થવા લાગી.
ગામના બાપુ અમરસિંહજી એમને મળવા આવ્યા. સાધ્વીજીની વાતોથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એમનાં ચરણોમાં રૂપિયા ધર્યા, પરંતુ જૈન સાધ્વીના આચારવિચાર સંબંધી નિયમો એમને સમજાવતાં એનો સ્વીકાર કર્યો નહીં. તેઓ સાધ્વીજીની નિઃસ્પૃહતાથી અતિ પ્રભાવિત થયા.
એ પછી મોરબીમાં ડૉ. વલ્લભદાસ, છબીલભાઈ સંઘવી અને અન્ય ચાહકોના પ્રયત્નોથી જુદાં જુદાં સ્થળોએ પંચાવન જે ટલાં વ્યાખ્યાનો થયાં. ત્યાં ગોંડલ સંપ્રદાયના કાંતાબાઈ, જયાબાઈ સ્વામીજીની સાથે મહાવીર જયંતી થઈ અને સંયુક્ત વ્યાખ્યાનો યોજાયા અને ત્યારબાદ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં આવ્યાં. ત્યાંના મુખ્ય કાર્યકર્તા મગનલાલજી દોશી સાધ્વીજીથી બહુ પ્રભાવિત થયા. આર્ય સમાજના સ્થાપક, શિક્ષાપ્રેમી, દેશભક્ત શ્રી દયાનંદ સરસ્વતી પ્રત્યે તેઓને ગુણાનુરાગ હતો. અહીંયા સાધ્વીજીના ચિત્તમાં એક સામ્ય તરવરી રહ્યું. સ્વામી દયાનંદ સરસ્વતી ગુજરાતમાં જન્મ્યા અને પંજાબમાં પ્રસિદ્ધ થયા. પોતાના ગુરુ વલ્લભ વડોદરામાં જન્મ્યા અને પંજાબ કેસરી તરીકે ઓળખાયા. પોતે પણ સૌરાષ્ટ્રમાં જન્મ્યાં અને પંજાબનાં અખૂટ ભાવભક્તિ પામ્યાં.
૧૧મી જૂનના રોજ રાજકોટમાં શ્રી કાન્તા સ્ત્રીવિકાસ ગૃહની મુલાકાત લીધી, ત્યાંની પ્રવૃત્તિ જોઈને સંતોષ વ્યક્ત કર્યો. મહાન કાર્યો કરનાર કેટલીય સ્ત્રીઓના જીવનની પ્રેરણાદાયક ઘટનાઓ જણાવી. બહેનોએ પ્રાર્થના, વાચન,
Page #52
--------------------------------------------------------------------------
________________
આત્મ-કાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ શ્રવણ, મનન, સેવા માટે થોડોક સમય ફાળવવો જ જોઈએ તેવી અપીલ કરી. મૂકસેવક શ્રી ગુલાબચંદભાઈ શેઠ તથા સંસ્થાના સંચાલિકા શ્રી હીરાબેન શેઠ વગેરેનો ફાળો નોંધપાત્ર છે, તે અનુભવ્યું.
૧૯૯પની સોળમી જૂને પોતાના સત્યાવીસમા ચાતુર્માસ અર્થે સાધ્વીજીએ પોતાના વતન સરધારમાં પ્રવેશ કર્યો. જૈન-જૈનેતર સહુ કોઈ સાધ્વીજીનાં વ્યાખ્યાન અને દર્શનને માટે ઊમટી પડ્યા. મુંબઈ, પુણે જેવાં નગરોમાં વસતા સરધારના વતનીઓએ ગામમાં આવેલાં પોતાનાં ઘર ખોલ્યાં અને સાધ્વીજીની નિશ્રામાં ચાતુર્માસમાં ધર્મઆરાધના કરવા લાગ્યા, સરધાર પાસે આવેલ વીરનગરની આંખની હૉસ્પિટલના ડૉ. શિવાનંદ અધ્વર્યુ પોતાની ટીમ સાથે રવિવારના વ્યાખ્યાનો સાંભળવા આવતા. તેઓ વ્યાખ્યાનના વિષયો આપીને જતા, જેના ઉપર પૂ. સાધ્વીશ્રી વ્યાખ્યાન આપતા. પૂ. શીલવતીજીનું મોતિયાનું ઑપરેશન એમણે સરધારના ઉપાશ્રયમાં જ કર્યું હતું. અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિઓથી સરધાર શોભાયમાન બની રહ્યું.
આ સમયે ૧૯૬૫માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીએ અનાજની ઊભી થયેલી અછતના ઉપાય તરીકે સોમવારે એક ટંક છોડવાની હાકલ કરતાં અન્ય દેશવાસીઓની સાથે પૂ. સાધ્વીજીએ સોમવારે સાંજની ગોચરી છોડી દીધી અને સાથે સાથે સરધારના શ્રીસંઘના કેટલાય ભાઈ-બહેનોએ પણ સાંજનું જમવાનું છોડી દીધું. આ ચાતુર્માસની સઘળી સાધર્મિક ભક્તિનો લાભ શ્રીમતી શાંતાબેન પ્રભુદાસ શામળજી પરિવારે ભક્તિભાવપૂર્વક લીધો હતો. અહીં શ્રી આત્મવલ્લભ અતિથિ-ગૃહનું નિર્માણ થયું. ઉપાશ્રયમાં ગુરુ વલ્લભની વિશાળ તસવીરનું અનાવરણ થયું. ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કર્યો, તો હાઈસ્કૂલના બે વર્ગખંડ પર પૂ. શ્રી શીલવતીજી મહારાજનું નામાભિધાન થયું. ગુજરાતની આ ભૂમિ પર ઉત્સવ-મહોત્સવમાં પધારેલા પંજાબી ભાઈઓએ ભક્તિના આનંદનો અબીલગુલાલ ઉડાડ્યો.
હવે સરધારથી મુંબઈ જતાં દહાણુ પાસે બોરડી ગામમાં મહાવીર જયંતીના દિવસે જૈન છાત્રાલયના ચોગાનમાં બપોરે બે વાગે પૂ. સાધ્વીશ્રીની
વ્યાખ્યાનસભાનું આયોજન થયું હતું. ત્યાં દહાણું શ્રીસંઘના પ્રમુખ અને રોટરી ક્લબના પ્રેસિડેન્ટ એવા ક્રાંતિકારી વિચારક શ્રી પૂનમચંદજી બાફના પોતાના સાથીઓ અને પ્રાંત ઑફિસર શ્રી એલ. સી. કોઠારીની સાથે આવ્યા હતા. મુંબઈમાં ભાયખલામાં ચોમાસુ નક્કી થઈ ગયું હોવાથી શ્રી આત્માનંદ જૈન સભાના હોદ્દેદારો, ૨૫૦ જેટલાં ગુરુભક્તો, અન્ય કાર્યકર્તાઓ આ પ્રસંગ ઉપર પહોંચ્યા હતા. સભા ખીચોખીચ ભરેલી હતી.
ચાલુ વ્યાખ્યાન સભામાં શ્રી કોઠારીજીએ પૂ. મૃગાવતીશ્રીજીને પૂછવું કે પ્રભુ મહાવીરની અહિંસા કેવી છે ? આ બાબુજી કે જેમની પાસે ખેતીવાડીની સેંકડો એકર જમીન છે તેમણે અહિંસા કેવી રીતે પાળવી ? ખેતી કરવી કે નહીં?
આ પ્રશ્ન સાંભળીને પૂ. સાધ્વીજી મહારાજે જવાબ આપતાં જણાવ્યું કે ઉપાસકદશાંગસૂત્રમાં બાર વ્રતધારી દસ શ્રાવકોમાં જેની ગણના થાય છે તેવા આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક વગેરના દૃષ્ટાંતો છે, તેમની પાસે ૪૦ હજાર ગાયો હતી. તેઓ કુંભાર હતા અને તેમની પ00 દુકાનો માટીના વાસણોની હતી. ભગવાને ક્યારેય એવું નહોતું કહ્યું કે પહેલાં તમે આ બધું છોડીને આવો અને પછી તમે અમારા શ્રાવક બની શકો. મહાવીરની અહિંસાને હજી આપણે સમજ્યા નથી. જો પ્રભુજીની અહિંસા કદાચ આ પ્રકારની હોત તો બાર વ્રતના ઉચ્ચારણ પહેલાં તે બાબતે જરૂર કહ્યું હોત. ભગવાને પાંચ મહાવ્રતોની જે સુંદર વ્યાખ્યાઓ કરી છે તેમાં તેમણે જયણાને, ઉપયોગને, વિવેકને મહત્ત્વ આપ્યું છે. પૂ. સાધ્વીજીએ જણાવ્યું કે પુસ્તકમાં જે અહિંસા લખી છે તે મગજ માં આવી જાય તો બેડો પાર થઈ જાય. અહિંસાનો સંબંધ મન સાથે છે ‘મન: pg મનુOTri શ્રીરનું વંધ-મો:' અર્થાતુ મન જ મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ છે. પ્રભુએ તે ‘મુઠ્ઠા રિસTદો ગુનો' અર્થાત્ મૂર્છા કે આસક્તિ જ વસ્તુતઃ પરિગ્રહ છે, પાપકારી છે તેમ જણાવ્યું છે. અહિંસાનો વિષય ખૂબ વિશાળ છે. તેમાં પણ ‘પ્રમત્ત પ્રાથપરોપvi fહંસા' અર્થાત્ પ્રમત્તતાપૂર્વક કોઈના પ્રાણની હાની કરવી તેનું નામ હિંસા છે એમ કહ્યું છે. આ રીતે આ સૂત્રોની સરળ, સુબોધ, સુંદર શૈલીથી વ્યાખ્યા કરી. પ્રભુ મહાવીરની આરંભી, ઉધોગી, વિરોધી અને સંકલ્પી ચાર પ્રકારની હિંસાના ઐતિહાસિક ઉદ્ધરણો, દૃષ્ટાંતો, દલીલોથી
Page #53
--------------------------------------------------------------------------
________________
આત્મ-કાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ વિષયની એટલી સુંદર છણાવટ કરી કે બધાંના દિલદિમાગમાં પ્રભુ મહાવીરની વિચારસરણી ઊતરી ગઈ. બધાં શ્રોતાઓને મંત્રમુગ્ધ થઈને આ વાતો સાંભળી.
ત્યાં હાજર રહેલા પૂનમચંદબાબુ ખૂબ પ્રસન્ન થયા. ઈ. સ. ૧૯૬૮નું ચોમાસું પૂ. મૃગાવતીશ્રીજીને દહાણુમાં જ કરાવ્યું.
આ રીતે વિહારમાર્ગમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં સાધ્વીશ્રીએ ભાયખલા તરફ પ્રયાણ ક્યું, ત્યારે તેઓ મુંબઈમાં લાલબાગ ખાતે બિરાજતા પૂ. આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીને વંદન કરવા ગયા અને મંગલાચરણ સાંભળ્યું. પૂ. આચાર્યદેવે પણ પ્રેમથી આશીર્વાદ આપ્યા. તિથિ બાબતમાં મતભેદો પડતાં સાધુસાધુ વચ્ચે મનભેદ પ્રવેશ્યા હોવા છતાં પૂ. સાધ્વીજીએ મૈત્રીભાવને અનુસરીને જે વાત્સલ્યભર્યો વ્યવહાર કર્યો તેથી શ્રીસંઘની એકતાની વાત સાકાર થઈ શકે તેનો દાખલો બેઠો. શાસ્ત્રોના જ્ઞાતા ધારે તો શાસ્ત્રની વાતોનો જીવનમાં અમલ પણ કરી શકે તેવા ઉદાહરણરૂપ આ પ્રસંગ બાદ ઈ. સ. ૧૯૬૬ના અઠ્યાવીસમા ચાતુર્માસ માટે જેઠ સુદ ૧૦, તા. ૨૯-પ-૬૬ના રોજ ભાયખલા ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો.
સાધ્વીજીના જીવનમાં જેમ અપરિગ્રહ હતો, એ જ રીતે તેઓ સર્વત્ર તાપ્રધાન જૈન ધર્મને અનુલક્ષીને અન્યને ઓછામાં ઓછો ખર્ચ કરાવતા હતા. આ અંગે એમણે કેટલાક નિયમો પણ સ્વીકાર્યા હતા. એમના ચાતુર્માસ પ્રવેશ સમયે શ્રીસંઘને ખોટો ખર્ચો ન થાય, તે માટે બેન્ડવાજા વગેરે બોલાવવા નહીં એમ આગ્રહપૂર્વક કહેતાં હતાં, પરંતુ મુંબઈના ભાયખલા વિસ્તારમાં ‘સાદડી સેવા મંડળના સભ્યોએ મહારાજશ્રીને નમ્રતાપૂર્વક નિવેદન કર્યું કે અમે ખર્ચો કરીને બહારથી બૅન્ડવાજાને બોલાવતા નથી, બલકે અમે સહુ સાથે મળીને ભક્તિભાવથી સ્વયં બેન્ડવાજા વગાડીએ છીએ. તો આપ ભગવાનના દરબારમાં અમને સ્વયં ભક્તિ કરવાની સુવર્ણતક આપો એવી અમારી વિનંતી છે. સાધ્વીજીએ એમની આ વિનંતીનો સ્વીકાર કર્યો. ગોડીજી અને ભાયખલાનાં દેરાસરમાં ‘સાદડી સેવા મંડળના સભ્યોએ પૂરા જોશ અને ઉત્સાહ સાથે પ્રભુભક્તિ કરી.
આ પૂર્વે કોઈપણ સાધ્વીજી મહારાજે મુંબઈ મહાનગરના આ અગત્યના
ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યો નહોતો. સાધ્વીશ્રી મૃગાવતીજીએ અહીં ચાતુર્માસમાં ઠેર ઠેર જાહેર વ્યાખ્યાનોથી આરાધનાની પ્રબળ હવા જમાવી. એક નવી ચેતના જાગી ઊઠી, તેમ જ ધર્મઆરાધના સાથે માનવકરુણાનાં કાયોનો મંગલમય પ્રારંભ થયો. શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈનો રજત મહોત્સવ ઉજવીને મુંબઈમાં મધ્યમ વર્ગનાં સાધર્મિક કુટુંબોને માટે સસ્તાં રહેઠાણો મળે તે માટે ‘જૈનનગર ની યોજના કાર્યાન્વિત કરી. ગુરુવલ્લભ સ્વર્ગારોહણ દિવસ પ્રસંગે પંજાબથી પ00 ભાઈ-બહેનોની સ્પેશિયલ ટ્રેન શ્રી મેઘરાજજી જૈન (અધ્યક્ષ શ્રી આત્માનંદ જૈન મહાસભા), લાલા સુંદરલાલજી (મોતીલાલ બનારસીદાસ, દિલ્હી), પરમ ગુરુભક્ત રાયસાહેબ પ્યારેલાલ (અંબાલા)ની અધ્યક્ષતામાં આવી. વિજયવલ્લભસ્મારકના નિર્માણ માટે પંજાબમાં પધારવાની સમસ્ત પંજાબ તરફથી અત્યંત આગ્રહભરી વિનંતીઓ થઈ. ગુરુભક્તિના હૃદયસ્પર્શી ભજનોએ ભાયખલાની આખી સભાને ગુરુભક્તિના સાગરમાં તરબોળ કરી દીધા. આવી રીતે અનેકવિધ આયોજનો થયાં. અહીં ભારતના પૂર્વ વડાપ્રધાન અને મહાન નેતા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનાં સાદાઈની મૂર્તિ જેવાં પત્ની શ્રીમતી લલિતાદેવી શાસ્ત્રી અને શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પણ વ્યાખ્યાનમાં આવ્યાં હતાં. આ જ ભાયખલા ઉપાશ્રયના પ્રાંગણમાં પ્રત્યેક રવિવારે તેરાપંથી રાકેશમુનિ અને રૂ૫મુનિ સાથે પૂ. સાધ્વીજીના સંયુક્ત વ્યાખ્યાનો યોજાતાં હતાં.
મુંબઈમાં પૂ. મૃગાવતીશ્રીજી તા. ૧પ-પ-૬૭ના રોજ જૈન ઉદ્યોગગૃહમાં પધાર્યા. એટલું જ નહીં, ત્યાં સાત દિવસની સ્થિરતા કરીને ત્યાંની બધી પ્રવૃત્તિઓમાં રસ લઈને તેને તપાસી પણ હતી. પૂ. ગુરુ વલ્લભસૂરિજીની પ્રેરણાથી સ્થપાયેલ આ સંસ્થામાં ત્રણ દિવસના વ્યાખ્યાનોમાં એમણે પરિશ્રમનો મહિમા સમજાવી કામ કરતી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. આટલા બધા ભાઈબહેનો પ્રામણિક પરિશ્રમ કરીને લાચારીથી નહીં પણ સ્વમાનપૂર્વક જીવન જીવે છે એ જોવાની તક મળી તેનો આનંદ પણ તેમણે વ્યક્ત કર્યો.
ઓગણત્રીસમો ચાતુર્માસ મુંબઈના પાયધુનીમાં થયો અને ૧૯૬૭ની સોળમી જુલાઈએ ચાતુર્માસને માટે પાયધુનીના શ્રી નમિનાથ જૈન ઉપાશ્રયમાં પધાર્યા અને અહીં ‘શાસનપ્રભાવના', ‘ધર્મજાગૃતિ', ‘સાચી તીર્થયાત્રા’, ‘તપનો
Page #54
--------------------------------------------------------------------------
________________
આત્મ-ક્રાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ મહિમા’, ‘વીરચંદ ગાંધી અને ભારતીય સંસ્કૃતિ', ‘આજના સમયમાં અહિંસાની આવશ્યકતા’ ‘વર્તમાન યુગ અને ધર્મ’, ‘જૈન આગમસાહિત્યમાં સંગીતનું સ્થાન’ જેવા વિષયો પર પ્રેરક વ્યાખ્યાનો આપ્યાં. તા. ૧૧-૮-૧૭ના રોજ અચલગચ્છના પૂ. દાનસાગરસૂરિજીની છઠ્ઠી સ્વર્ગારોહણ જયંતિની ઉજવણી શ્રી અનંતનાથ જૈન ઉપાશ્રયમાં પૂ. સુનંદાશ્રીજી વગેરેની નિશ્રામાં ઉજવાઈ તેમાં માંડવી જૈન સંઘની વિનંતીથી પૂ. મૃગાવતીજી પધાર્યા અને ગચ્છ, સંપ્રદાયોને નજીક આવવા અપીલ કરી. સાધ્વીજીની સત્યનિષ્ઠાએ સમાજના પ્રબુદ્ધ વર્ગને વિચારતા કરી દીધો. યુવાનો અને પ્રગતિચાહકો ધર્મમાં પહેલીવાર રસ લેવા માંડ્યા. ધર્મમાં જામેલાં આડંબરનાં આવરણો ઉખાડીને સત્યધર્મની ઓળખ આપવા લાગ્યા. આનું એક ઉદાહરણ જોઈએ તો સાધ્વીજીએ ‘તપનો મહિમા' વિષય પર વ્યાખ્યાન આપતાં કહ્યું -
“આજે આપણી તપશ્ચર્યામાં અજ્ઞાન અને આડંબર પ્રવેશી ગયાં છે, પરિણામે ન તો કર્મોની નિર્જરા થાય છે કે ન તો તેજ કે આત્મશક્તિ વધે છે કે ન તો કોઈ વિશેષ લબ્ધિ કે શક્તિ પ્રાપ્ત થાય છે. આપણે પોતે જ તેમનું રહસ્ય સમજતા નથી અને બીજાઓને સમજાવી શકતા નથી. આજે મોટે ભાગે બધી જગાએ લોકો શક્તિ ન હોય તો પણ ધૂમધામ અને વાહ-વાહને માટે કે આ જન્મ અને આગલા જન્મના સાંસારિક સુખ-ભોગોની લાલસાથી તપ કરે છે. આમ કરવાથી નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્યનો દોષ લાગે છે. શાસ્ત્રઅનુસાર તપ શલ્યરહિત હોવું જોઈએ. આપણે મોટેભાગે એ બાબત હંમેશાં જોઈએ છીએ કે લોકો બે-ત્રણ ઉપવાસ કર્યા પછી શિથિલ થઈ જાય છે અને ત્યારબાદ પથારીમાં સૂતાં-સૂતાં અઠ્ઠાઈ કરે છે. ઘરના બે-ચાર લોકોને એમની સેવામાં હાથ જોડીને ખડેપગે ઊભા રહેવું પડે છે. ડૉક્ટરને બોલાવવો પણ જરૂરી બને છે. કેટલાકનું તો મંદિરમાં જવું પણ બંધ થઈ જાય છે. પ્રતિક્રમણ, સ્વાધ્યાય આદિ ધર્મકાર્યો અને બીજાં અનેક જરૂરી કાર્યોમાં અવરોધ આવે છે.
“આપણે તપશ્ચર્યા એ રીતે કરવી જોઈએ કે જેથી ઓછામાં ઓછું આપણું રોજિંદુ ધર્મકાર્ય અવરોધ વગર અને અન્યની મદદ વગર કરી શકીએ. એવું પણ ઉદહરણ છે કે તપશ્ચર્યા બાદ વ્યક્તિ એટલી બધી નબળી થઈ જાય છે કે ડૉક્ટરને
લિવર એક્સ્ટ્રક્ટનાં ઇંજેક્શન આપવાં પડે છે. આમ એક બાજુ આત્મકલ્યાણ અને
અહિંસાની વૃદ્ધિ માટે તપ કરવામાં આવે અને બીજી બાજુ અભક્ષ્ય દવાઓનું સેવન કરવામાં આવે, તો તે આત્મવંચના નથી તો બીજું શું છે ?”
અન્ય એક પ્રસંગે તેઓએ જણાવ્યું કે આપણી ધાર્મિક ક્રિયાઓ કરતાં આવડે તો તે બધામાં યોગ જ છે. પ્રતિક્રમણની ક્રિયામાં પણ જુદા જુદા આસનો અને યોગ જ છે.
સાધ્વીશ્રી મૃગાવતીજીના વિચારોમાં પ્રચંડ ક્રાંતિ હતી, પણ એમના વક્તવ્યમાં ભરપૂર વાત્સલ્ય અને અભિવ્યક્તિમાં ઊંડી સમજ પ્રગટતાં હતાં. આથી સમાજના રૂઢાચાર કે બાહ્યાડંબર પર પ્રહાર કરતાં, ત્યારે ગુસ્સાભર્યા આક્રોશને બદલે એમની વાણીમાં હૃદયને ખાદ્ધ કરે તેવી કરુણા પ્રગટતી હતી. ધર્મોપાસનાને નામે દંભ, આડંબર, ધનનું પ્રદર્શન કે દેખાડો ચાલતો હતો, તેની સામે નિર્ભય રીતે અવાજ ઉઠાવતાં હતાં. એમની વાણીની નિખાલસતા શ્રોતાઓને વિચારવા પ્રેરતી અને એની સચ્ચાઈ શ્રોતાઓના હૃદયને પ્રભાવિત કરતી. આને પરિણામે સમાજ નો જાગ્રત અને બૌદ્ધિક વર્ગ મતાનુગતિક રીતે વિચારવાને બદલે નવી દષ્ટિએ ધર્મનાં મૂળતત્ત્વોને યથાર્થ રૂપે સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
વળી, સાધ્વીજી ભારતીય સંસ્કૃતિના ગૌરવપૂર્ણ વારસાનું સ્મરણ કરાવવા માટે પુણ્યતિથિ કે જયંતીના સંદર્ભે ઉત્સવો યોજતાં અને વ્યાખ્યાનવાણી વહાવતાં હતાં. એ મહાન પ્રભાવકોના જીવનમાંથી પ્રેરણા લેવાનો અનુરોધ કરતાં હતાં. મુંબઈમાં એમણે જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજીની પુણ્યતિથિ, આચાર્ય સાગરાનંદસૂરિજીની પુણ્યતિથિ, ગુરુ વલ્લભની પુણ્યતિથિ અને ગાંધીજયંતી જેવા વિષયો પર નમિનાથ ઉપાશ્રય, વાલકેશ્વર જૈન ઉપાશ્રય, કચ્છી-વીસા ઓસવાળ જૈન મહાજન વાડી અને અખિલ હિંદ મહિલા પરિષદ જેવાં સ્થળોએ વ્યાખ્યાનો આપ્યાં.
જેમ કમળની પાંખડીઓ ધીરે ધીરે વિકસીને પૂર્ણરૂપ પામે, એ રીતે સાધ્વીશ્રી મૃગાવતીજીને જ્ઞાન, ધ્યાન અને સેવા-સત્કાર્યમાં પૂર્ણ રૂપે ખીલેલાં જોઈને માતાગુરુ સાધ્વીશ્રી શીલવતીજીને અપાર આનંદ થતો હતો. પોતાની
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પુત્રી-શિષ્યા જ્ઞાનવાન બને અને ગુરુવલ્લભના ઉપદેશને જનજનના હૃદયમાં આંદોલિત કરે, તેવી એમની ભાવના સર્વાંશે પૂર્ણ થઈ.
આવા સંતોષ સાથે વિ. સં. ૨૦૨૪ને ૧૯૬૮ની સત્તરમી ફેબ્રુઆરીને શનિવારે સાંજે છ વાગે મુંબઈના શ્રી મહાવીરસ્વામી મંદિરના ઉપાશ્રયમાં ૭૪ વર્ષનું આયુષ્ય અને ૩૦ વર્ષનો દીક્ષાપર્યાય પૂર્ણ કરીને માતાગુરુ સાધ્વીશ્રી શીલવતીજી મહારાજ કાળધર્મ પામ્યાં. આ સમયે એમની સ્મૃતિમાં શ્રી આત્મવલ્લભ શીલસૌરભ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.
એ પછીના ૧૯૬૮માં દહાણુમાં થયેલા ત્રીસમા ચાતુર્માસ પ્રવેશમાં મુંબઈથી ૨૦૦ ગુરુભક્તો આવ્યા અને શ્રી માણેકચંદ પુનમચંદ બાનાએ અંતરના ઉમળકાથી હેલિકોપ્ટરમાંથી પુષ્પની વર્ષા કરી. આ ચાતુર્માસમાં સાધ્વીજીએ ગુરુવલ્લભના નામને વધુ ને વધુ રોશન કર્યું. સાધ્વીજીની વાણીમાં સમુદ્ર જેવી ગંભીરતા, ધરાતલ જેવી ક્ષમાશીલતા, ગિરિરાજ જેવા ઉચ્ચ વિચારો હોવાથી મુંબઈ, પંજાબ વગેરે પ્રદેશોમાંથી પણ જનસમૂહ એમનાં વ્યાખ્યાનોમાં સ્વયંભૂપણે ઊમટી પડતો હતો. અહીંયા પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વલ્લભસૂરિજીના સ્વર્ગારોહણ દિનની ઉજવણીમાં શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીના પુત્રવધૂ શ્રીમતી વસંતબહેન સાથે મુંબઈ અંધેરીની બહેનોએ મોટી સંખ્યામાં આવીને સરસ અને ઉલ્લાસપૂર્વક પૂજા ભણાવી. નાના બાળકોએ સંગીત અને પ્રવચન દ્વારા ગુરુદેવના પ્રસંગો રજૂ કર્યા. એમણે અહીં જિનમંદિરના જીર્ણોદ્ધાર અને ઉપાશ્રયની આર્થિક સહાયતા માટે પ્રેરણા આપી, એટલું જ નહીં, પણ પોતાના પ્રબળ પુરુષાર્થથી એ કાર્ય સંપન્ન પણ ર્યાં. તે સમયે બિકાનેર જેવા દુકાળગ્રસ્ત વિસ્તારોમાં રેલવેનાં વેગનો દ્વારા ઘાસચારો મોકલ્યો હતો. દહાણુમાં અહિંસક ખેતીના સંશોધક, ક્રાંતિકારી વિચારક અને ત્યાંના પ્રમુખ શ્રી પૂનમચંદજી બાફના, શ્રી જોહરીભાઈ કર્ણાવટ, નેમિભાઈ વકીલ વગેરેનો ઉષ્માભર્યો સહકાર મળ્યો હતો.
સાધ્વીશ્રી મૃગાવતીજીના હૃદયમાં એક નવો ભાવ જાગ્યો. ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં વિહાર કર્યા પછી હવે કોઈ નવા ક્ષેત્રમાં જવાનું વિચાર્યું. એવી ઇચ્છા પણ જાગી કે સાવ અપરિચિતો વચ્ચે જૈન ધર્મના સિદ્ધાંતો
EC
આત્મ-ક્રાંતિના ઓજસ
અને ગુરુદેવની ભાવનાની સુવાસ વહેવડાવું તો કેવું? પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં વિહાર કર્યા પછી મનમાં થયું કે અજાણ્યા એવા દક્ષિણ ભારતમાં વિહાર કરીએ. તદ્દન અપરિચિત પ્રદેશમાં વિહાર કરવો અતિ મુશ્કેલ હોય છે. વળી, સામે એક સવાલ પણ ઊભો હતો કે હવે પછીનું ચાતુર્માસ ક્યાં કરવું ? કેવા હશે આ પ્રદેશના લોકો ? કેવી હશે એમની ધર્મભાવના ? અને કેવી હશે શ્રાવક-શ્રાવિકાઓની ચાતુર્માસની આરાધનાની અનુકૂળતા? સાધ્વીજી સ્વયંની ચિંતા કરતાં નહીં, પરંતુ શ્રાવક-શ્રાવિકાઓ માટે સદા ચિંતિત રહેતાં. પોતાને કારણે એમને સહેજે તકલીફ કે કષ્ટ ન પડે એનો વિશેષ ખ્યાલ રાખતાં. આથી મનમાં અનેક વિચારો આવ્યા, પરંતુ એ સંકલ્પ લીધો હતો કે હવેનો ચાતુર્માસ કોઈ પરિચિત પ્રદેશમાં કરવો નથી. પોતાની ભીતરની અને પોતાની ભાવનાઓની અગ્નિપરીક્ષા કરવાની એમને ઇચ્છા જાગી હતી.
દક્ષિણ ભારત તરફ વિહાર શરૂ કરતાં પૂના શહેરમાં શ્રી કેસરીમલજી લલવાણી, શ્રી પોપટલાલ રામચંદ શાહ આદિ શ્રીસંઘના આગેવાન ગુરુભક્તોએ એમનો ભવ્ય પ્રવેશ કરાવ્યો અને શ્રી ગોડીજી મંદિરમાં (ગુરુવાર પેઠ), લશ્કરબજારમાં, શિવાજી પાર્કમાં સરધારનિવાસી શ્રી મનસુખભાઈના બંગલામાં, સોલાપુર બજારમાં મારવાડી સંઘ વગેરે સ્થાનોમાં વ્યાખ્યાન, પૂજા, પ્રભાવના થયાં. વળી શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને અન્ય મરાઠી વિદ્યાલયો (શાળાઓ)માં ઠેરઠેર જાહેર વ્યાખ્યાનો થયાં. કુમ્ભોજગિરિમાં દિગંબર મુનિ સામંતભદ્રજીની સાથે ધર્મચર્ચા થઈ. સાંગલીમાં શ્રીસંઘમાં તથા બોર્ડિંગમાં એમ બે વ્યાખ્યાનો થયા. કોલ્હાપુર સાહુકાર પેઠમાં સુપ્રસિદ્ધ વિદ્વાન એ. એન. ઉપાધ્યેને મળવા તેમના ઘરે ગયા. તેમણે પ્રેરણા કરી કે મૂડબિદ્રી એ તો જૈનોનું કાશી છે. ત્યાં પ્રાચીન શાસ્ત્રભંડાર છે તથા ધવલા, જયધવલા, મહાધવલા જેવા દુર્લભ શાસ્ત્રોનો તાડપત્રીય ભંડાર છે. વિવિધ રત્નોની પાંત્રીસ બહુમૂલ્ય પ્રતિમાઓ તથા ઐતિહાસિક જિનમંદિર છે. તેથી સાધ્વીજીએ મૂડબિદ્રીની પણ યાત્રા કરી. બેલગામમાં પાંચ વ્યાખ્યાન કરીને શિક્ષણક્ષેત્ર ધારવાડ આવ્યા. ત્યાં ઓળી કરાવી અને મહાવીર જયંતી ઉજવી. હુબલીમાં સુયશાશ્રીજી મહારાજના સંસારી કાકા ટોકરશીભાઈએ લાભ લીધો.
Page #56
--------------------------------------------------------------------------
________________
આત્મ-કાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ તેઓ સૌ નિપાની, દાવણગેરે, ચિત્રદુર્ગ, અરસીકરા વગેરે શ્રીસંધોમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં શ્રવણબેલગોલાના અદૂભુત પ્રદેશમાં પહોંચ્યાં. કર્ણાટકના આ પ્રદેશમાં આદિતીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર બાહુબલીની અનેક મૂર્તિઓ મળે છે અને તે ગોમટેશ્વર તરીકે જાણીતી છે. એમાં સૌથી પ્રાચીન મૂર્તિ છઠ્ઠી સદીની કાંસાની છે અને બીજી પાંચમી અને આઠમી સદીની મૂર્તિઓ પણ મળે છે.
સાધ્વીશ્રી મૃગાવતીજી અને અન્ય સાધ્વીજીઓ ઈ. સ. ૯૬૩માં નિર્માણ પામેલી બાહુબલીજીની ઉત્કૃષ્ટ શિલ્પ ધરાવતી ૧૮ મીટર ઊંચી કલાત્મક મૂર્તિનાં દર્શન કરીને ધન્ય બની ગયાં. આ સ્થળ જમીનની સપાટીથી ૧૪૩ મીટર ઊંચા ડુંગર પર આવેલું છે અને આખી મૂર્તિ એક ખડકમાંથી કોતરવામાં આવી છે. એ મૂર્તિનાં દર્શન કરતાં જ સહુને બાહુબલીજીની કઠિન તપશ્ચર્યા, દૃઢ મનોનિગ્રહ અને એકાગ્ર ચિત્તની અનુભૂતિ થઈ. અત્યંત હર્ષોલ્લાસ જાગ્યો.
બીજે દિવસે વહેલી સવારે મૈસૂરમાં રહેતા કેટલાક રાજસ્થાની અને ગુજરાતી ભાવિકો બાર જેટલી બસો સાથે એકાએક શ્રવણબેલગોલા આવી પહોંચ્યા. સાધ્વીજીને એમના આગમનની કોઈ આગોતરી જાણ નહોતી. વિચારમાં પડ્યાં કે સાવ અપરિચિત પ્રદેશમાં બાર-બાર બસ ભરીને આટલી બધી વ્યક્તિઓ કોણ અને કેમ આવી હશે ? એ જમાનામાં ફોનની કોઈ વ્યવસ્થા હતી નહીં. વળી અહીં તો ક્યાંથી કશું સાધન હોય ? સાધ્વીજી જિજ્ઞાસાપૂર્વક જોઈ રહ્યાં કે લાલ, લીલો, પીળાં વસ્ત્રો પહેરેલાં ભાઈ-બહેનો શ્રવણબેલગોલાની પહાડી પર ચડી રહ્યાં હતાં. જાણે તળેટીની ઉપર મેઘધનુષ દેખાતું ન હોય !
આ રમણીય દૃશ્ય આંખોને રંગોથી ભરી દેતું હતું. એ બધાં સાધ્વીજી પાસે આવ્યાં, ત્યારે સાધ્વીજીએ એમને પૂછયું, ‘તમે બધાં આટલી મોટી સંખ્યામાં ક્યાંથી આવો છો ?”
શ્રાવકોએ કહ્યું, ‘અમે મૈસૂરના નિવાસી છીએ અને મૈસૂરમાં ચાતુર્માસની વિનંતી કરવા માટે આવ્યાં છીએ.” સાધ્વીશ્રી મૃગાવતીજી અને અન્ય સાધ્વીઓને પરમ આશ્ચર્ય થયું. આ અજાણ્યા પ્રદેશમાં આ બધા લોકો પહેલીવાર મળે છે
અને શહેરમાં પધારવાની વિનંતી કરવાને બદલે સીધેસીધી ચાતુર્માસની જ વિનંતી કરે છે ! વળી આ બધાંને અમારા આગમનની જાણ કઈ રીતે થઈ હશે? ત્યારે આગંતુ કોના અગ્રણીએ ઘટસ્ફોટ કરતાં કહ્યું, ‘હાલ કોલકાતામાં નિવાસ કરતા શ્રી ભચંદજી ડાગા એક સમયે અહીં મૈસૂરની મિલમાં મૅનેજર હતા અને એમનો અમારા સહુની સાથે ઘણો ધરોબો છે. એમણે શ્રીસંઘને જાણ કરી કે પંજાબ કેસરી યુગવીર જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મ. સા.નાં આજ્ઞાનુવર્તિની પૂ. સાધ્વી શીલવતીશ્રીજી મહારાજની શિષ્યારત્ન શ્રી મૃગાવતીશ્રીજી આદિ મહારાજ સાહેબો શ્રવણબેલગોલામાં પધારવાનાં છે અને મૈસૂરના શ્રીસંઘે આવા આગમજ્ઞાતા, શાસનપ્રભાવક, પ્રવચન કારના ચાતુર્માસનો કિંમતી-સોનેરી અવસર ચૂકવા જેવો નથી. એમણે એમ પણ કહ્યું હતું કે બેંગલુરુનો કે અન્ય કોઈ સંધ આગામી ચાતુર્માસની વિનંતી કરે, તે પૂર્વે તમે ખાસ ખ્યાલ રાખીને તત્કાળ ચાતુર્માસની વિનંતી કરજો , જેથી પાછળથી પસ્તાવું ન પડે.'
શ્રી ઋષભચંદજી ડાગાના આ પત્રને કારણે જ બાર બસોમાં મૈસૂરનો આખો શ્રીસંધ આવ્યો હતો. થોડી જ વારમાં બેંગલુરુ, ચિકમેંગલોર, અરસીકરા, મુહિંગેરે અને હાસન આદિ શહેરોના શ્રીસંઘો પણ ચોમાસાની વિનંતી કરવા માટે પહોંચી ગયા. સહુને અતિ આશ્ચર્ય થયું કે સાધ્વીજીના આગમનની જાણ આ બધાને કઈ રીતે થઈ? પણ એમ લાગ્યું કે એમના સાધ્વીજીવનની ફેલાયેલી સુવાસને કારણે આ સહુ દોડી આવ્યા હતા.
મૈસૂરના શ્રીસંઘે સહુના નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરી. કેટલાક દિવસ એવા ઊગે છે કે, જે સદાને માટે યાદગાર બની જાય છે. સાધ્વીશ્રી મૃગાવતીજી અને અન્ય સાધ્વીઓને માટે જેઠ સુદી આઠમનો આ દિવસ એ પંજાબ દેશોદ્ધારક શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની પુણ્યતિથિનો દિવસ હતો. પોતાની પરંપરાના મહાસમર્થ આચાર્યનો આ સ્મૃતિદિવસ. વળી આ સમુદાયમાં એક એવો નિયમ હતો કે આ દિવસે આગામી ચાતુર્માસની જય બોલાવવામાં આવે. સાધ્વીશ્રી મૃગાવતીજી અને અન્ય સાધ્વીજીઓ દક્ષિણ ભારતમાં ક્યાં ચાતુર્માસ કરવો એની ગડમથલમાં હતાં, ત્યારે એક સાથે અનેક
Page #57
--------------------------------------------------------------------------
________________
આત્મ-કાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ સંધોની આગ્રહભરી વિનંતીઓ શ્રવણબેલગોલાની પવિત્ર ભૂમિમાં પ્રાપ્ત થઈ.
| વિશાળ હૉલમાં સભાનું આયોજન થયું અને શ્રવણબેલગોલાનો એ હોલ ખીચોખીચ ભરાઈ ગયો. એક પછી એક સંઘે ઊભા થઈને સાધ્વીશ્રીને વિનંતી કરી. કોઈએ ઝોળી ફેલાવીને જાણે ભિક્ષા માગતા હોય તેમ કહ્યું કે સાધ્વીજી મહારાજ, અમારા શહેરને આગામી ચાતુર્માસનો લાભ આપો. કોઈ ગળગળા સાદે આજીજી કરતા હતા કે છેલ્લાં ૨૦૦-૩૦૦ વર્ષથી અમારા પૂર્વજો અહીં વસે છે, પણ અમારાં સંતાનોએ ક્યારેય જૈન સાધુ-સાધ્વીજીનાં દર્શન કર્યા નથી. એમને જૈન સાધુતાની મહત્તાનો કશો ખ્યાલ નથી. એમના આચારો અને દિનચર્યા વિશે કોઈ કલ્પના પણ નથી. જો તમે અમારી ચાતુર્માસની વિનંતી નહીં સ્વીકારો, તો અમારાં બાળકો નાસ્તિક થઈ જશે.
અહીં બેઠેલા ગુજરાતી સર્જન શ્રી હિંમતભાઈએ કહ્યું, ‘સાહેબજી, અમાવાસ્યાની અડધી રાત્રે પણ જરૂરત પડે અમે ઊભા રહીશું. પણ આ ચાતુર્માસ તો અમારા મૈસૂરમાં કર. મૈસૂરના શ્રીસંઘનાં સહુ શ્રાવક-શ્રાવિકાઓ વતી આપને મૈસૂરમાં આવવાનું હું નિમંત્રણ પાઠવું છું. મૈસૂરના ચોમાસા બાદ આપ આ બધાં ક્ષેત્રોને લાભ આપો, પણ ચોમાસું તો મૈસૂરમાં કરવાનો જ આદેશ ફરમાવશો.’
સાધ્વીશ્રી મૃગાવતીજી થોડીક ક્ષણો મૌન રહ્યાં. સભામાં એક પ્રકારની ખામોશી છવાઈ ગઈ. શ્રી ઋષભચંદજી ડાગાની અડગ ગુરુભક્તિ તેઓ જાણતાં હતાં અને તેથી મૈસૂરના શ્રીસંઘને ચોમાસા માટે મંજૂરી આપી, મૈસૂરનાં શ્રાવકશ્રાવિકાઓએ તરત જ ‘જય' બોલાવી દીધી. બીજા સંધના લોકો નિરાશ થઈને કહેવા લાગ્યા, કે અમે આજે ભોજન નહીં કરીએ. કોઈ નારાજ થયા હતા, તો કોઈની આંખમાં આંસુ હતાં. ત્યારે મૈસૂરના શ્રીસંઘના ભાઈઓએ સહુને મનાવ્યા અને સાધ્વીજીએ એમને કહ્યું કે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ તરત જ તમારા સહુનાં શહેરોમાં આવીશું. તમે ચિંતા કરશો નહીં.
અન્ય સંધોનાં શ્રાવક-શ્રાવિકાઓએ માંડ માંડ ભોજન લીધું, પણ આ અપરિચિત સંઘોની પોતાના પ્રત્યેની ભાવનાથી સ્વયં સાધ્વીજી ગદ્ગદિત થઈ ગયાં. દક્ષિણ પ્રદેશમાં સાધુ-સાધ્વી મહારાજની કેટલી આવશ્યકતા છે એનો પણ ખ્યાલ આવ્યો,
આજ સુધી ગુરુવલ્લભના ક્રાંતિકારી વિચારોની લહેર ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં પ્રસરી હતી. હવે એમણે ૧૯૬૯નો એકત્રીસમો ચાતુર્માસ મૈસૂરમાં કરીને ગુરુવલ્લભની ક્રાંતિની જ્યોતને દક્ષિણ ભારતમાં ફેલાવી. ૧૯૬૯ની બીજી જુલાઈએ એમણે મૈસૂર નગરમાં ચાતુર્માસ અર્થે પ્રવેશ કર્યો. તેઓ મૈસુરમાં સાર્વજનિક વ્યાખ્યાનો આપતાં રહ્યાં. મૈસૂરમાં પાઠશાળા અને લાયબ્રેરીની પ્રવૃત્તિઓ શરૂ થઈ, આયંબિલશાળા માટે રૂ. ૭૫ હજારની તિથિઓ નોંધાઈ, જ્ઞાનમંદિર અને મહિલા મંડળની સ્થાપના થઈ. સ્નાત્રમંડળ, યુવકમંડળની પણ સ્થાપના કરી. અહીંના નગરપતિ શ્રી અનુમન્તપ્યા શહેરના આગેવાનો યુનિવર્સિટીના ઉપકુલપતિ વગેરે અવારનવાર પૂજ્ય સાધ્વીજીના સંપર્કમાં રહેતા જેના પરિણામ સ્વરૂપ પર્યુષણમાં ચાર દિવસ કતલખાનાઓ બંધ રહ્યા એકવાર વ્યાખ્યાનમાં બ્રહ્મચર્ય વ્રત વિશે દૃષ્ટાંત સભર વાણીની એવી અસર થઈ કે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરવા માટે લાઈનો લાગી ગઈ. આ ચાતુર્માસ દરમિયાન શ્રી હિંમતભાઈ, શ્રી ચુનિભાઈ, જે . ચંપાલાલજી, શ્રી હેમરાજજી જેવા કર્મઠ કાર્યકર્તાઓનો સુંદર સહયોગ સાંપડયો હતો. પંજાબ અને મૈસૂરના શ્રાવકો સાથે સાધ્વીજી મૈસૂરના મહારાજાને મળવા ગયાં ત્યારે તેઓ બંને વચ્ચે સંસ્કૃતમાં સુંદર વાર્તાલાપ થયો હતો, જેનાથી મૈસૂરના મહારાજા અત્યંત પ્રસન્ન થયા હતા.
મૈસૂરના ચાતુર્માસ સમયે પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી પાસે “સુબોધિકા ટીકા’ ધરાવતું સંસ્કૃત ‘કલ્પસૂત્ર' હતું. અસ્મલિત હિંદી ભાષામાં એમની ધર્મવાણી વહેતી હતી. જ્યાં ગુજરાતી શ્રાવકો હોય ત્યાં એ ગુજરાતી ભાષામાં વ્યાખ્યાન આપતાં હતાં. વ્યાખ્યાન પૂર્ણ થતાં કેટલાક શ્રાવકો સાધ્વીજી પાસે આવ્યા અને એમની પાસેથી કલ્પસૂત્રની પ્રત જોવા માટે માગી. શ્રાવકોએ જોયું તો વ્યાખ્યાન હિંદી કે ગુજરાતીમાં અપાતું હતું અને પ્રત સંસ્કૃતમાં હતી. આશ્ચર્યચકિત બનેલા શ્રાવકોએ પૂછયું, ‘મહારાજ જી, આપ સંસ્કૃત પ્રત રાખીને હિંદી કે ગુજરાતી ભાષામાં અસ્મલિત ધારાથી કેવી રીતે વ્યાખ્યાન આપો છો ? અમારી તો ધારણા હતી કે તમારી પાસે એનો અનુવાદ હશે ?”
ત્યારે સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું, ‘ઘણાં વર્ષોથી હું આ રીતે વ્યાખ્યાન આપું છું એટલે મારે માટે એ સહજ બની ગયું છે.”
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આત્મ-ક્રાંતિના ઓજસ
પર્વાધિરાજ પર્યુષણમાં બારસાસૂત્રનાં પૃષ્ઠો દર્શાવવાની બોલી થતી ત્યારે સાધ્વીશ્રી મૃગાવતીજી કોઈ રકમની બોલી બોલાવવાને બદલે ધાર્મિક કાર્યોને અનુષંગે બોલી બોલાવતાં હતાં. કોઈ પણ પ્રકારની શુભ પ્રવૃત્તિ નહીં કરનારને શુભપ્રવૃત્તિ કરવાનો નિયમ આપતાં. રોજ પ્રભુદર્શન, નવકારશી, સામાયિક, સ્વાધ્યાય, મૌન વગેરેના નિયમો લેવડાવતાં. આ ઉપરાંત પાંચ તિથિએ કષાયનો, અસત્યનો, લોભનો, કૂડ-કપટનો, ક્રોધનો, કટુવાણીનો વગેરેમાંથી કોઈ એકનો ત્યાગ કરવાનું કહેતાં. હજી આજે પણ મૈસૂરના શ્રાવકોએ સાધ્વીજીએ શરૂ કરેલી શુભસંકલ્પની પ્રથા અવિરત ચાલુ રાખી છે.
મૈસૂર યુનિવર્સિટીના કુલપતિશ્રી કાલુરામ માલીની અધ્યક્ષતામાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પુણ્યતિથિ ઊજવવામાં આવી. આ સમયે પંજાબથી પરમ ગુરુભક્ત લાલા રતનચંદજી અંબાલા કોલેજના વિદ્યાર્થીઓની મંડળી સાથે તથા પોતાના કુટુંબીજનોને લઈને આવ્યા હતા. રાત્રે ગુરુભક્તિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. જોશ અને ઉત્સાહથી સુમધુર ભજનો રજૂ થયાં. પંજાબી ભક્તોની ઉત્કટ ભક્તિની અસર એટલી બધી પડી કે ઘરઘરમાં ગુરુ વલ્લભનાં ભજનો ગવાવા લાગ્યાં .
મૈસૂરનો આ મંગલમય ચાતુર્માસ પૂરો થતાં મૈસૂરથી વિહાર કરીને શ્રીરંગપટ્ટનમ થઈને મંડિયા પધાર્યા. ત્યાં ‘સમાજમાં સંપ અને શાંતિ' વિષયનું વ્યાખ્યાન સાંભળીને બધા ગદ્ગદ્ થઈ ગયા. ત્યાંના અતિ આગ્રહથી થોડીક સ્થિરતા કરીને ચેન્નપટ્ટણા થઈને રામનગર પધાર્યા, જ્યાં બેંગલુરુ શ્રીસંઘનો મોટો સમુદાય દર્શનાર્થે આવ્યો. કલકત્તાથી આવેલ શેઠ સવાઈલાલે આત્મવલ્લભ શીલસૌરભ ટ્રસ્ટમાં રૂ. પાંચ હજારનો લાભ લીધો.
આ સમયે સાધ્વીજીએ હલેબિડ, બેલૂર, કારકલ, ધર્મસ્થલ, મુડબિદ્રી આદિ દિગંબર તીર્થોની યાત્રા કરી. ધર્મસ્થળના દિગંબર જૈન રાજા વીરેન્દ્ર હેગડેજીએ પૂ. સાધ્વીશ્રીનો હાથી, ઘોડા, રથ વગેરે રાજકીય ઠાઠ સાથે ભવ્ય નગરપ્રવેશ કરાવ્યો. હાથીએ આવીને સલામી આપી. ધર્મસ્થલના રાજા શ્રી વીરેન્દ્ર હેગડે અને મુડબિદ્રીના ભટ્ટારક ચારકીર્તિજીએ એમના આગમન પ્રસંગે અપાર આનંદ વ્યક્ત કરવાની સાથોસાથ સામૂહિક વ્યાખ્યાનસભાનું પણ આયોજન કર્યું.
જિનશાસનની ચોમેર પ્રભાવના થઈ રહી. શ્રી હેગડેની ઉંમર ત્યારે ૨૨. વર્ષની હતી અને તેઓ અપરણિત હતા તથા બજારની વસ્તુઓનો તેમને ત્યાગ હતો. તેમના આ ત્યાગની પૂ. સાધ્વીજીએ ખૂબ સરાહના કરી. શ્રી હેગડેજી ભેટ આપવા માટે રૂપિયાનો થાળ ભરીને લઈ આવ્યા. તેમને જૈન સાધુના આચારવિચાર સમજાવ્યા પછી તેમણે મરકતમણિની સુંદર મનોહારી પ્રતિમા ભેટ આપીને પોતાની ખુશી વ્યક્ત કરી.
મુડબિદ્રીની યાત્રા દરમિયાન દિગંબર તીર્થોના જીર્ણોદ્ધાર કે તીર્થવિકાસને માટે સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાનાં પ્રવચનોમાં પ્રેરણા આપતાં સારી એવી ધનરાશિ એકઠી થઈ, જેનાથી દિગંબર ભટ્ટારક તથા દિગંબર જૈન વિદ્વાનોએ જણાવ્યું કે આ એક પરમ આશ્ચર્યની ઘટના કહેવાય કે દક્ષિણ ભારતમાં એક શ્વેતાંબર સાધ્વીની પ્રેરણાથી દિગંબર મંદિરો અને દિગંબર સંસ્થાઓ માટે સારી એવી ધનરાશિ એકત્રિત થાય, પણ સાધ્વીજીની પ્રભુભક્તિને કે જિનશાસનની આસ્થાને સાંપ્રદાયિકતાના સીમાડા ક્યાં નડતા હતા ! અનેકાંતવાદમાં તો સહુને આદર હોય. સામાને સમજવાનો સન્નિષ્ઠ પ્રયાસ હોય. દિગંબર વિદ્વાનો સાથે વાર્તાલાપ થયા. મુડબિદ્રીના ભટ્ટારક ચારુ કીર્તિજીએ મહાસતીજી સાથે વ્યાખ્યાન આપ્યું. કન્નડ ભાષાનાં અખબારોએ આ ઘટનાને બિરદાવી.
ઈ. સ. ૧૯૭૦માં બત્રીસમો ચાતુર્માસ બેંગલુરુમાં કર્યાં જ્યાં સંઘવી કુંદનમલજી અને શ્રી જીવરાજ જી ચૌહાણ વગેરેના પ્રયત્નોથી ઘણી રચનાત્મક પ્રગતિ થઈ શકી. યુગવીર જૈન આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજની પુણ્યતીર્થના ઉપલક્ષમાં બંગલુરુ વિશ્વ વિદ્યાલયના વાઇસ ચાન્સેલર પી. કે. તુકોલસાહેબ જૈન તત્ત્વજ્ઞાનના મર્મજ્ઞ પ્રોફેસર રામચંદ્ર રાવ વગેરેએ ગુરુ મહારાજના કાર્યોને ભાવપૂર્વક યાદ કર્યા પછી બેંગલુરુના ટાઉનહોલમાં ગુરુવલ્લભની જન્મશતાબ્દીનું આયોજન થયું, ત્યારે કર્ણાટકના રાજ્યપાલ ધર્મવીર અધ્યક્ષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને બૌદ્ધભિક્ષુ આર્ય બુદ્ધરક્ષિત થેરે પણ પધાર્યા હતા. આ સમયે ગુરુવલ્લભના આદર્શો વિશે દક્ષિણ ભારતના અખબારોએ વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી અને રાજ્ય સરકારે જન્મશતાબ્દી વિશે અઢી મિનિટનું દસ્તાવેજી ચિત્ર પણ તૈયાર કર્યું હતું. ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે તેમને પ્રેમ અને શાંતિના દૂત તરીકે બિરદાવ્યા હતા. સાધ્વીજીએ
૦૪
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
મહારાજા સંસ્કૃત કૉલેજમાં સંસ્કૃત ભાષામાં માર્મિક વ્યાખ્યાન આપ્યું હતું. સાધ્વીજીની પ્રેરણાથી ‘હીરાચંદ નાહ૨ દેવભવન’(ધર્મશાળા)નું નિર્માણ થયું અને જનસમુદાયમાં એમના પ્રત્યે એટલી બધી શ્રદ્ધા જાગી કે સહુ કોઈ એમનાં દર્શન અને વ્યાખ્યાન-શ્રવણ માટે આવતા હતા. એમણે સહુને સાચા માનવી બનવાની પ્રેરણા આપી અને ગુનેગાર હોય તેને ગુણવાન બનાવવાનો પ્રયાસ કરવાનો ઉપદેશ આપ્યો. ત્યાંના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુ આર્ય લક્ષ્મણ, દિગંબર વિદ્વાન ધરણેન્દ્રેય્યા વગેરે સાથે સાધ્વીજીને વિચારવિમર્શ થતો.
બેંગલુરુના આ ચાતુર્માસ સમયે શ્રીસંઘના પ્રમુખ શ્રી લક્ષ્મીચંદજી કોઠારી, શ્રી દેવીચંદજી કુંદનમલજી, શિક્ષાપ્રેમી કર્મઠ કાર્યકર્તા વિદ્વત્ પરિચયપ્રેમી શ્રી જીવરાજજી ચૌહાણ, શ્રી લબ્ધિચંદજી વગેરે કાર્યકર્તાઓએ ઘણું યોગદાન આપ્યું હતું અને સાધ્વીજીની નિશ્રામાં શ્રી હસ્તિનાપુર તીર્થ ભોજનાલય માટે તથા બેંગલુરુની દિગંબર રન્ના કૉલેજ માટે સારી એવી ૨કમ એકત્રિત થઈ. મહાવીર જૈન વિદ્યાલયની આગમપ્રકાશન યોજનામાં આર્થિક સહયોગ મળ્યો.
મુંબઈના ઉપનગર ખારના સ્થાનકવાસી સંઘ તથા મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જૈન વગેરે શ્રાવકોની આગ્રહભરી વિનંતીને કારણે ૧૯૭૧ના તેત્રીસમા ચાતુર્માસ માટે આચાર્યશ્રી સમુદ્રસૂરિજીની આજ્ઞા મેળવીને સાધ્વીજીએ બેંગલુરુથી મુંબઈ તરફ વિહાર કર્યો. વિહારનાં મહત્ત્વનાં સ્થાનોએ વ્યાખ્યાનધારા ચાલુ રહી. કચ્છના પરમ ગુરુભક્ત ખીમજીભાઈ છેડા અને શ્રી દામજીભાઈ છેડાના પરિવારના શ્રી નાનજી ધારશી છેડાની સુપુત્રી જયભારતીબેનને વૈરાગ્યનો રંગ લાગતાં દીક્ષા ગ્રહણ કરવાની પુણ્યભાવના તેમણે પ્રગટ કરી. આ પહેલાં જયભારતીબહેનને ભાયખલામાં સાધ્વીશ્રી મૃગાવતીજીનો પ્રથમ પરિચય થયો. તે પછી દહાણુ, મૈસૂર, બેંગલુરુ વગેરે શહેરોમાં પાંચ વર્ષ તેમની સાથે જ વિચરણ કર્યું, જેના પરિણામે ભાયખલામાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ અને પરમ શ્રદ્ધેય આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજના શુભહસ્તે એમને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ સાધ્વી શ્રી સુયશાશ્રીજી ઘોષિત કરવામાં આવ્યું.
મધુર કંઠ ધરાવતાં સાધ્વી સુયશાશ્રીજી અવધૂ યોગી આનંદધન અને શ્રી
૧૦૬
આત્મ-ક્રાંતિના ઓજસ
ચિદાનંદજી મહારાજનાં પર્દા અને પ્રભુસ્તવનોનું એવું મધુર ગાન કરે છે કે જેનાથી શ્રાવક-શ્રાવિકાઓમાં ભક્તિનું જાગરણ થાય છે.
એક વાર ૧૯૮૧ના ચાતુર્માસમાં અંબાલામાં સાધ્વીશ્રી મૃગાવતીજી પાસે શ્રી દેવરાજજી સિંગર આવ્યા. આ દેવરાજજી સિંગરને સ્વયં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ દરેક પૂજા એના મૂળ શાસ્ત્રીય રાગોમાં શિખવાડી હતી. આવા પરમ ગુરુભક્ત શ્રી દેવરાજજી સિંગર વયોવૃદ્ધ થયા હતા તેથી એમણે સાધ્વીજી સમક્ષ એવી ભાવના વ્યક્ત કરી કે મારે મારું આ સંગીતજ્ઞાન કોઈ યોગ્ય પાત્રને આપવું છે. જો આ મૂળ શાસ્ત્રીય રાગો હું કોઈને શિખવાડું નહીં તો સમય જતાં એ લુપ્ત થઈ જશે અને આપણો સંગીત વારસો નષ્ટ થઈ જશે.
શ્રી દેવરાજજી સિંગરની આવી ભાવના જાણીને સાધ્વીશ્રી મૃગાવતીજીએ તત્કાળ કહ્યું કે મારાં સાધ્વીશ્રી સુયશાજીને તમે શિખવાડી દો. અને એ રીતે વિવિધ પૂજાઓના મૂળ શાસ્ત્રીય રાગોનું જ્ઞાન એમને પ્રાપ્ત થશે અને અમે એમના દ્વારા એ જ્ઞાન સતત વહેતું રહે એવો પ્રયત્ન કરીશું. અમે જ્યાં જ્યાં જઈશું ત્યાં ત્યાં તે જ રાગોમાં પૂજાઓ શિખવાડીશું અને એ રીતે આપની ભાવના પરિપૂર્ણ થશે. દીવે દીવો પેટાય એવું બનશે.
એ પછી સાધ્વીશ્રી સુયશાજીએ શ્રી દેવરાજજી પાસેથી શાસ્ત્રીય રાગોમાં એ પૂજાઓ શીખી લીધી અને ત્યારબાદ પંજાબમાં સમગ્ર મહિલા મંડળોને શાસ્ત્રીય રાગોમાં બધી પૂજાઓ શિખવાડીને પૂજ્ય ગુરુ વલ્લભ અને લાલા દેવરાજજીની ભાવના પૂરી કરી.
શિષ્યાઓની બાબતમાં સાધ્વીજી અતિ નિઃસ્પૃહ હતાં. તેઓ શિષ્યાઓનો અલ્પ પરિવાર રાખવામાં માનતાં હતાં. શિષ્યા પરિવારની વૃદ્ધિમાં સહેજે રસ નહીં. ૧૮ વર્ષની ઉંમરે એમણે પચ્ચખ્ખાણ લીધાં હતાં કે માત્ર બે શિષ્યાઓ જ કરવી, પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજીની તેજસ્વિતા, તપશ્ચર્યા અને જ્ઞાનનું ઊંડાણ જોઈને અનેક શિક્ષિત બહેનો એમની પાસે દીક્ષા લેવા માટે આતુર રહેતી. એમણે ધાર્યું હોત તો ચાલીસ જેટલી એમ.એ., પીએચ.ડી. થયેલી અથવા ઉચ્ચ શિક્ષિત કન્યાઓને પોતાની શિષ્યા બનાવી શક્યાં હોત, પરંતુ કોઈ એમની સમક્ષ દીક્ષા લેવાના ભાવ પ્રગટ કરે, ત્યારે એને કોઈ બીજા ગુરુમહારાજનું નામ આપતાં અને કહેતાં કે એ એમની પાસે જઈને દીક્ષા લેશે, તો એનું ભવિષ્ય વધુ ઉજ્જ્વળ થશે.
૧૦૭ -
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સાધ્વીશ્રી મૃગાવતીજી માનતાં હતાં કે લાંબા અભ્યાસ અને જ્ઞાન-ધ્યાન બાદ જ દીક્ષિત થવા ઇચ્છનારને દીક્ષા આપવી. પરિણામે એમણે જેમને પણ દીક્ષા આપી, તેમને પાંચેક વર્ષ પોતાની સાથે રાખ્યા અને આ પાંચ વર્ષ દરમિયાન પચ્ચખાણ આપતાં કે માતા-પિતા સિવાય બીજું કોઈ પૈસા આપે તો લેવાના નહીં, કોઈપણ ગૃહસ્થના ઘેર જાય ત્યારે એ શ્રાવક એમને ધન કે કોઈ ચીજવસ્તુ અર્પણ કરે, તો તે લેવાં નહીં અને કહેતા કે આવા નિયમોને પરિણામે જ દીક્ષાર્થીનું તેજ વધે છે. નવ દીક્ષિત સાધ્વીને તેઓ દસ વર્ષ સુધી ગોચરી માટે મોકલતાં નહીં. એને બદલે એને વધુ ને વધુ સ્વાધ્યાય કરાવતાં. ધ્યાન, મૌન, વિનય અને વિવેક શીખવતાં હતાં.
૧૯૭૧માં અહિંસા હૉલમાં ખારના આ તંત્રીસમાં ચાતુર્માસ દરમિયાન સ્થાનકવાસી, દેરાવાસી, દિગમ્બર, તેરાપંથી તથા જૈનેતર વર્ગનો મોટો સમુદાય તેમની વાણીનો લાભ લેતો. પર્યુષણમાં પણ આજ રીતે બધા ફીરકાનું સુમેળભર્યું વાતાવરણ સર્જાયું. અહિંસા હોલ ઉપર અન્ય પ્રવૃત્તિઓ માટે નવું બાંધકામ જરૂરી હોવાથી પૂજ્ય સાધ્વીશ્રીજીની પ્રેરણાથી રૂ. ૧ લાખના ખર્ચ સામે રૂ. ૪૦ હજારની રકમ પણ ભેગી થયેલી. ‘શ્રી પંજાબ જૈન બ્રાતું સભા' અને ‘શ્રી ખાસ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ' બંનેએ પોતપોતાની પ્રવૃત્તિઓ વિકસાવવા અરસપરસ આર્થિક સહાય અને અન્ય સુમેળ સાધીને સંગઠનનું અનુપમ દૃષ્ટાંત પૂરું પાડવું.
૧૯૭૨માં ચોત્રીસમાં ચાતુર્માસ અર્થે સાધ્વીશ્રી મૃગાવતીજી અમદાવાદમાં પધાર્યા. અમદાવાદના વિઘાના વાતાવરણમાં એમની જ્ઞાનાભ્યાસની વૃત્તિ પ્રબળ બની અને તેઓ સૌ સ્વાધ્યાયમાં ડૂબી ગયાં. ત્યારબાદ વડોદરામાં પૂ. આચાર્યશ્રી સમુદ્રસૂરિજીની નિશ્રામાં થનારા સાધ્વી-સંમેલનમાં સાધ્વીશ્રી મૃગાવતીજી ભાગ લેવા ગયાં અને એ સમયે આ. શ્રી સમુદ્રસૂરીશ્વરજી મહારાજનો પણ ત્યાં જ ચાતુર્માસ હતો. આ પ્રસંગે ગુરુમહારાજના આદેશથી શ્રમણી વર્ગને ઉદ્દેશીને સાધ્વીશ્રી મૃગાવતીજીએ એક અપીલ કરી હતી અને તેમાં એમણે કહ્યું હતું કે આજ કાલ ગૃહસ્થ પોતાનાં બાળકોને અભ્યાસ માટે બોર્ડિંગ, કૉલેજો કે વિદેશમાં મોકલે છે, તો સાધ્વીજી મહારાજોએ પણ પોતાની શિષ્યાઓને વિદુષી બનાવવા માટે ૨૦-૨૫ કે ૯૦-૧૦૦ માઈલ દૂર મોકલવી જોઈએ, જેથી એમનું જીવન
આત્મ-ક્રાંતિના ઓજસ શાસ્ત્રજ્ઞાનથી ઊજળું બને. એમ કરવાથી સંઘનું હિત થાય અને દેશમાં ધર્મપ્રચાર થઈ શકે.
એમણે એવું પણ સૂચન કર્યું હતું કે દીક્ષાર્થી બહેનને ઓછામાં ઓછાં ત્રણ વર્ષ અને વિશેષ અભ્યાસ માટે પાંચ વર્ષનો અભ્યાસક્રમ નિયત કરવો જોઈએ. આગમોના અભ્યાસ માટે યોગ્ય પંડિતો પાસે અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે, તો સુંદર પરિણામ પ્રાપ્ત થાય.
આ રીતે એમણે સાધ્વીસંઘને જ્ઞાનાભ્યાસ તરફ જાગ્રત થવાની અને સામાજિક સુધારણા માટે કાર્યનિષ્ઠ બનવાની હાર્દિક અપીલ કરી હતી. આ સાધ્વી-સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું.
એવામાં ભગવાન મહાવીરનું ૨૫00મું નિર્વાણ કલ્યાણક દિલ્હીમાં ભવ્ય રીતે ઊજવવાનું આયોજન થયું. જૈન સમાજના ચારે ફિરકાઓએ સાથે મળીને એની ઉજવણી કરવાનું નક્કી કર્યું. આ માટે દિલ્હીના શ્રીસંઘના શ્રાવકો આચાર્ય પૂ. વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરવા આવ્યા. આ સમયે આચાર્યશ્રી વડોદરામાં બિરાજમાન હતા અને ત્યાં વિજયવલ્લભ સાર્વજનિક હૉસ્પિટલનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. આ કાર્યને પૂર્ણ કરવા માટે એમની ઉપસ્થિતિ આવશ્યક હોવાથી એમણે કહ્યું કે મારાથી હાલ દિલ્હી આવી શકાય તેમ નથી.
| દિલ્હી શ્રીસંઘના શ્રાવકોએ આચાર્યશ્રીને વિનંતી કરી કે આપ આવી શકો તેમ ન હોય તો પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીને મોકલો. તેઓ આપના પ્રતિનિધિ થઈને સઘળું કામ પાર પાડશે. તે દરમિયાન આપ અહીંયાંનું કામ સંપન્ન થઈ જાય એટલે દિલ્હી આવીને એ બધાં કામો આગળ ધપાવજો.
આચાર્યશ્રીએ શ્રીસંધની વિનંતીનો સ્વીકાર કર્યો અને એમણે સાધ્વીજીને આદેશ આપ્યો કે તેઓ વહેલી તકે દિલ્હી પહોંચે અને ઉગ્ર વિહાર કરીને સાધ્વીજી ૧૯૭૩ના ૩પમા ચાતુર્માસ માટે દિલ્હી આવ્યાં. આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજીની આજ્ઞાથી સાધ્વી મૃગાવતીશ્રીજીએ દિગંબર, સ્થાનકવાસી અને શ્વેતાંબર સાધુઓની સાથે બેસીને આ આયોજનને સફળ બનાવવા માટે અથાગ પુરુષાર્થ કર્યો. (જેમ કે તા. ૧૮ નવેમ્બર ૧૯૭૩ના રોજ મુનિ શ્રી
-
૧૦૯,
Page #61
--------------------------------------------------------------------------
________________
આત્મ-ક્રાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ સુશીલકુમારજી, શ્રી રાકેશકુમારજી, મુનિશ્રી રૂપચંદજી, સાધ્વીશ્રી વિચક્ષણશ્રીજી વગેરેની સાથે વિરાટ સાધુ-સાધ્વી સંમેલન યોજાયું. ૮ જુલાઈ, ૧૫ જુલાઈના રોજ પણ વ્યાખ્યાનો થયા. ૨૪ ફેબ્રુઆરી ૭૪ના રોજ આચાર્ય તુલસીની નિશ્રામાં પણ બધા સંપ્રદાયના સાધુ-સાધ્વીએ વક્તવ્યો આપ્યાં.)
દિલ્હી જઈને પંજાબકેસરી, ક્રાંતદર્શી, યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજની ભાવનાને અનુરૂપ એમની સ્મૃતિમાં રચાનારા વલ્લભસ્મારકનું કાર્ય સંભાળવા માટે પણ પૂ. સમુદ્રસૂરિજીએ આજ્ઞા આપી. ગુરુની આજ્ઞા અને તે પણ પ્રેરણામૂર્તિ ગુરુવલ્લભને માટે. પછી તો પૂછવાનું જ શું હોય ?
આ કાર્યમાં વચ્ચે વચ્ચે અવરોધો આવતા હતા અને તેને પરિણામે કાર્યકર્તાઓનો ઉત્સાહ મંદ પડતો હતો. આ સમયે એમને જોશ જ ગાવવા માટે સાધ્વીજીએ ઘોષણા કરી કે જ્યાં સુધી ગુરુદેવના સ્મારકને માટે ભૂમિ નહીં મળે, ત્યાં સુધી હું ભાત, ગોળ, ખાંડ આદિનો ત્યાગ કરું છું. એમની અભિગ્રહ ઘોષણા સાંભળીને શ્રીસંઘ સ્તબ્ધ બની ગયો. કેટલાક શ્રાવકોએ પણ આ પ્રકારના સંકલ્પની ઘોષણા કરી અને સાધ્વીજીની ઉપસ્થિતિ અને એમના સંકલ્પબળને પરિણામે વલ્લભસ્મારક માટે છ એકર જમીન પ્રાપ્ત થઈ.
પાંત્રીસમો અને છત્રીસમો ચાતુર્માસ દિલ્હીમાં થયો અને એ પછી સાડત્રીસમો ચાતુર્માસ ૧૯૭૫માં સરધનામાં કર્યો. સરધનામાં પ્રમુખ બનવારીલાલ અને સેક્રેટરી જગદીશકુમારજીએ ઘણી જહેમત ઉઠાવી હતી. ત્યાં દેરાસર અને ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પં. હિરાલાલજી સરધના આવ્યા ત્યારે પૂ. સાધ્વીજીએ તેમને ૭-૮ દિવસ રોક્યા. વ્યાખ્યાનમાં પ્રશ્નોત્તરી થતાં લોકોનું શંકા-સમાધાન થતું. સમાજમાં જાગૃતિ આવી અને આ રીતે એક વર્ષ સુધી ઉત્તર પ્રદેશમાં વિહાર કરીને જનજાગરણનું ભવ્ય કામ કર્યું. ત્યાં સરધનામાં પૂ. સાધ્વીજીની નિશ્રામાં ધાર્મિક પાઠશાળા, મહિલા મંડળ, યુવક મંડળ વગેરેમાં હોંશભેર પ્રવૃત્તિઓ થવા માંડી. આ જ રીતે ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરમાં તેઓએ ૧૫ દિવસ સ્થિરતા કરી. શ્વેતાંબરોના ૧૫-૨૦ અને દિગંબરોના ૧000 ઘરોમાંથી શિક્ષિત વર્ગ વ્યાખ્યાનોમાં જૈન સ્થાનક, જૈન
- ૧૧૦
અતિથિભવનમાં આવતો. માનવસેવા જેવા વિષયના વ્યાખ્યાનની અસરથી અપંગો વગેરે માટે હજારોનું દાન મળ્યું. સિલાઈ મશીનો અપાવવાથી જરૂરિયાતમંદ લોકોને કામ મળ્યું. જેથી સ્વમાનભેર જીવી શકે. લોકોએ વ્યસનોનો ત્યાગ કર્યો, વહેલના અતિશય ક્ષેત્ર (તીર્થ)માં સાધ્વીજી સાથે બધાએ પાદવિહાર કર્યો.
આડત્રીસમો ચાતુર્માસ ૧૯૭૬માં દિલ્હીમાં કર્યો. દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં પૂજ્ય સાધ્વીજી ત્રણ-ચાર દિવસ રહ્યા. ત્યાં વસતા દિલ્હી અને ગુજરાતના શ્રાવક-શ્રાવિકાઓ સાધ્વીજી પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવતા હતા. ગુજરાતના માંડલ ગામના વતની શ્રી કીર્તિભાઈ ગાંધી અને તેમનાં પત્ની નિર્મળાબહેનની સાધ્વીજી પ્રત્યે અતૂટ આસ્થા હતી. સાધ્વીજીની નિશ્રામાં શ્રી કીર્તિભાઈએ માસક્ષમણ કર્યું. વળી નવી દિલ્હીના આ વિસ્તારમાં તૈયાર થતા ‘ગુજરાત એપાર્ટમેન્ટ’માં એમણે ફ્લેટ લખાવ્યો. એ તૈયાર થયા બાદ એ ત્યાં રહેવા ગયા. એમણે પોતાના એ ફ્લેટનું નામ “મૃગાવતી નિવાસ” રાખ્યું. વળી ફ્લેટના એક ખંડમાં દેરાસર કર્યું અને તેમાં પૂ. આચાર્ય નિત્યાનંદસૂરિજીના હસ્તે કલ્યાણી પાર્શ્વનાથ ભગવાનની સ્થાપના કરાવી. સમય જતાં શ્રીસંધે તે વિસ્તારમાં દેરાસર કર્યું. આ કામમાં પણ શ્રી કીર્તિભાઈ ગાંધી અગ્રેસર રહ્યા. એમણે આ દેરાસરમાં પોતાના ગૃહચૈત્યના કલ્યાણી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પધરાવી. થોડા સમય બાદ ખાલી પડેલા પોતાના ફ્લેટના તે રૂમ માટે તેમણે વલ્લભ-સ્મારક જેવી સાધ્વીશ્રી મૃગાવતીજીની પ્રતિમા એ જ અમદાવાદના પ્રસિદ્ધ શિલ્પી શ્રી વંતિભાઈ પટેલ પાસે તૈયાર કરાવી. પૂજ્ય સાધ્વીજીની આ મૂર્તિની પ્રતિષ્ઠા પાયચંદ ગચ્છના વિદુષી સાધ્વીજી પાસે ધામધૂમપૂર્વક કરાવી. શ્રી કીર્તિભાઈ ગાંધીએ એમની તમામ સંપત્તિ *મહત્તરા મૃગાવતીશ્રીજી સ્મૃતિટ્રસ્ટ'ને અર્પણ કરી દીધી. તેમના ફ્લેટમાં આવેલું સમાધિમંદિર એક દર્શનીય સ્થાન બની ગયું. તેમાં સરસ્વતીદેવી અને પદ્માવતીદેવીની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
ગુરુદેવશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીએ ૧૯૭૬ની ત્રીજી ફેબ્રુઆરીએ તો એમને આદેશપત્ર આપ્યો કે વલ્લભ-સ્મારકનું આ કાર્ય તમારે જ પૂર્ણ કરવાનું
Page #62
--------------------------------------------------------------------------
________________
આત્મ-કાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ છે. દિલ્હીમાં રહી તમામ પ્રયત્નો કરીને શ્રીસંઘને આને માટે સમુચિત માર્ગદર્શન આપો. દિલ્હીમાં જૂન, ૭૬માં ગીતા અને કર્મયોગ, આર્યસંસ્કૃતિ, ગુરુઓનું પ્રદાન, જૈનદર્શન અને વિજ્ઞાન, જૈન આચાર વિચાર જેવા વિષયો ઉપર પૂ. સાધ્વીજીના વ્યાખ્યાનો યોજાયા.
એવામાં પંજાબનો પોકાર સંભળાયો. અગાઉ પંજાબનો શ્વેતાંબર જૈનસમાજ કુશળ નેતૃત્વ અને સબળ માર્ગદર્શનને અભાવે વિસ્મૃતિના ગહન અંધકારમાં વિલીન થતો જતો હતો, ત્યારે પૂ. શ્રી બુટેરાયજી મહારાજે સહુના હૃદયમાં એ ભાવના જાગ્રત કરી કે મૂર્તિપૂજાનો શાશ્વત ભાવ વિલીન થવો જોઈએ નહીં. એમણે પંજાબની સુષુપ્ત ચેતનાને જ ગાડી. શ્રી બુટેરાયજીએ શ્રી બુદ્ધિવિજય બનીને પંજાબમાં ક્રાંતિનું આંદોલન સર્યું અને પછી લહરામાં એવી ધર્મપ્રભાવનાની લહેર ઊઠી કે શ્રી આત્મારામજી મહારાજ સ્વયં શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના રૂપમાં આવ્યા અને પંજાબના સમાજ માં નવચેતનાનો સંચાર કર્યો. એમના જ આદેશથી પંજાબ કેસરી કલિકાલકલ્પતરુ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે સમાજને ગૌરવ અપાવ્યું.
જાણે આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી અને આચાર્યશ્રી વિજયઇન્દ્રદિનસૂરિજીએ જૈનભારતી મૃગાવતી શ્રીજીને કાર્યસિદ્ધિ માટે દિવ્યશક્તિના રૂપમાં અહીં મોકલ્યાં.
દિલ્હીથી વિહાર કરીને લુધિયાણા જવા નીકળ્યાં ત્યારે માર્ગમાં કુરુક્ષેત્ર પાસે પીપલી ગામમાં શ્રીમતી સંતોષબહેન મોતીસાગરજીએ ભવ્ય રીતે સાધ્વીજીનો પ્રવેશ સમારોહ યોજ્યો હતો. આ વિહારમાં પીપલી, કુરુક્ષેત્ર વગેરે સ્થળોએ પૂ. સાધ્વીશ્રીજીનાં જાહેર વ્યાખ્યાનોમાં આસપાસનાં ગામોમાંથી પણ મોટી સંખ્યામાં જૈન-જૈનેતર ભાવિકોએ લાભ લીધો હતો.
હવેના ચાતુર્માસ માટે લુધિયાણા તરફ વિહાર કરતાં માર્ગમાં સરહન્દ ગામમાં હતાં ત્યારે જેઠ વદ આઠમના રોજ મુરાદાબાદમાં આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીના કાળધર્મ પામ્યાના સમાચાર મળ્યા અને સાધ્વીજીના હૃદય પર વજાઘાત થયો. મનમાં એવો વસવસો પણ થયો કે એમણે સોંપેલાં કાર્યોમાં વલ્લભસ્મારકનું કાર્ય તેઓ પૂર્ણ કરી શક્યાં નહીં, પરંતુ એ પછી એમના પટ્ટધર
પરમાર ક્ષત્રિયોદ્ધારક ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયઇન્દ્રદિસૂરિજીએ સાંત્વના આપવાની સાથે એમનો ઉત્સાહ વધાર્યો અને કહ્યું કે વલ્લભસ્મારકનું કાર્ય પૂર્ણ કરો અને કાંગડા તીર્થનો ઉદ્ધાર કરો. આ રીતે ગુરુત્રયીની પ્રેરણા પામીને સાધ્વીજી ફરી એકવાર કાર્યસિદ્ધિ માટે કટિબદ્ધ થયાં.
તે પછી ૧૯૭૭ની ૮મી જૂને લુધિયાણામાં એમનો ભવ્ય ઐતિહાસિક નગરપ્રવેશ થયો અને આ ૩૯મા ચાતુર્માસનો પ્રારંભ થતાં ધર્મઆરાધનાનો ઉત્સવ શરૂ થઈ ગયો.
આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી સ્થપાયેલી લુધિયાણા શ્રીસંઘની શ્રી આત્મવલ્લભ જૈન પાઠશાળાનો રજતજયંતી મહોત્સવ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે ઊજવવામાં આવ્યો. આ સમયે નિસ્વાર્થ ધર્મશિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. પાઠશાળાને માટે સારું એવું ફંડ એકઠું થયું. પર્યુષણ પર્વની આરાધના થઈ. ત્યારબાદ લુધિયાણામાં શ્રી આદીશ્વર જૈનમંદિરનું અધૂરું કાર્ય પૂર્ણ કરવાનો દઢ સંકલ્પ કર્યો અને સાધ્વીશ્રીના અથાગ પ્રયત્નને પરિણામે એ નિર્માણકાર્ય પૂર્ણ થઈ શક્યું, એટલું જ નહીં પણ ૧૯૭૮ની વીસમી ફેબ્રુઆરીએ એનો પ્રતિષ્ઠા-મહોત્સવ પણ સર્વધર્મસમન્વયી ગણિ શ્રી જનકવિજયજી મ. તથા પૂ. સાધ્વીજીની નિશ્રામાં સાનંદ, સોલ્લાસ સફળ થયો.
લુધિયાણાના ઉપનગર સુંદરનગરમાં શ્રી શાંતિનાથ જૈન મંદિરના નામે પાંચમાં જિનમંદિરની સ્થાપના કરવામાં આવી અને આવી પંચતીર્થી સર્જાતાં લુધિયાણા એક ધર્મતીર્થ બની ગયું. ૫૦ વ્યક્તિઓએ શરાબ અને માંસનો તથા ૨૬ વ્યક્તિઓએ સિગારેટનો ત્યાગ કર્યો. નાના-મોટા નિયમો તો ઘણાએ લીધા. આત્મશુદ્ધિ માટે ગૌતમલબ્ધિ છઠ્ઠ, ચિંતામણિ તપ, નવપદજીની ઓળી, પચરંગી તપ વગેરેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. હોમિયોપેથી ઔષધાલય, પોલિયો કૅમ્પ, ઉપાશ્રયની મરામત, નિઃશુલક નેત્રશિબિર, મહિલામંડળમાં જાગૃતિ જેવાં અનેક કાર્યો સાથોસાથ ચાલતાં રહ્યાં. સમાજને ધર્મલાભ તો મળ્યો જ, પણ સમાજના છેવાડાના ગરીબ લોકોને સ્વાસ્યલાભ પણ મળ્યો. લુધિયાણામાં પ્રમુખ સંઘરત્ન લાલા દેસરાજજી જોધાવાલે, શ્રી શ્રીપાલ બિહારે શાહ, ખૂબ સૂઝબૂઝવાળા કર્મઠ કાર્યકર શ્રી સિકન્દરલાલજી ઍવોકેટ, શ્રી રાજ કુમારજી,
ર
Page #63
--------------------------------------------------------------------------
________________
આત્મ-ક્રાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ શ્રી જુગલકિશોરજી, શ્રી દેવેન્દ્રભાઈ કસૂરવાલે, શ્રી પાર્શ્વદાસજી વગેરેનો નોંધપાત્ર ફાળો હતો.
ફરી આચાર્યશ્રીની ઇચ્છા પ્રમાણે પંજાબ ધર્મભાવનાના રંગે રંગાઈ ગયું. તીર્થસ્થાનો માટે યાત્રાસંઘ નીકળે છે, પરંતુ સાધ્વીજીએ ગુરુભક્તિને માટે લુધિયાણાથી લહરા સુધી યાત્રાસંઘની પ્રેરણા આપી, એમની નિશ્રામાં ત્રણસો શ્રાવક-શ્રાવિકાઓનો પદયાત્રી સંઘ પહેલીવાર લુધિયાણાથી લહરા ગયો અને એ પ્રસંગે સેંકડો શ્રાવક-શ્રાવિકાઓએ ગુરુતીર્થની યાત્રા કરી હતી. ગુરુનો મહિમા માત્ર વાણીમાં જ નહીં, પણ વાસ્તવમાં પ્રગટે તેવો પ્રયાસ કર્યો. આ ગુરૂધામને સુંદર બનાવવાના સંકલ્પ સાથે કાંગડા તીર્થનો ઉદ્ધાર કરવાની પોતાની ઇચ્છાની ઘોષણા કરી. ત્યાર બાદ તેઓ પટ્ટીમાં સંક્રાંતિ ઉજવીને અમૃતસર આવ્યા.
જેઠ સુદ આઠમના દિવસે અમૃતસરમાં પૂ. આત્મારામજી મહારાજની પુણ્યતિથિના એક સમારંભ વખતે જોરથી આંધી આવતાં મંડપમાં બેઠેલાઓને ઉદ્દેશીને સાધ્વીજીએ મોટા અવાજે સહુને કહ્યું, ‘બધા મંડપની બહાર આવી જાવ. મંડપમાં કોઈ ન રહે.’ અને જેવો શ્રીસંઘ બહાર નીકળ્યો કે આખો મંડપ પત્તાના મહેલની માફક તૂટી પડ્યો અને વીજ બીની ટ્યૂબો પણ જમીન પર અથડાઈને તૂટી ગઈ. સાધ્વીજીની સમયસૂચકતાને કારણે કોઈ હાનિ થઈ નહીં.
૧૯૭૮નો ચાલીસમો ચાતુર્માસ કાંગડામાં થયો અને એ કાંગડાનું તીર્થ જૈન સમાજને માટે સદાને માટે ખુલ્લું થઈ ગયું, એનો યશસ્વી ઇતિહાસ તો હવે પછી જોઈશું. - ઈ. સ. ૧૯૭૯નો એકતાલીસમો ચાતુર્માસ અને ઈ. સ. ૧૯૮૦નો બેતાલીસમો ચાતુર્માસ દિલ્હીમાં થયો અને સ્મારકનું સર્જનકાર્ય ખૂબ વેગપૂર્વક ચાલવા લાગ્યું. શ્રી મૃગાવતીશ્રીજીની નિશ્રામાં શ્રી દીપચંદ ગાર્ડના અધ્યક્ષસ્થાને વલ્લભસ્મારકના શિલાન્યાસના પ્રસંગે ‘અખિલ ભારતીય શ્વેતાંબર જૈન કૉન્ફરન્સ'નું ૨૪મું અધિવેશન નવેમ્બર ૧૯૭૯માં ખૂબ સફળ રહ્યું.
શ્રેપ્ટિવર્ય શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના હસ્તે સ્મારકમાં ૧૯૮૦ની ૨૧મી એપ્રિલે શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયનો શિલાન્યાસ થયો. વલ્લભસ્મારકનું
કામ ચાલતું હતું, પણ સાથોસાથ સ્વાચ્ય અસ્વસ્થ થતાં ૧૯૮૦ની ૧૭મી મેએ મુંબઈના પ્રખ્યાત ડૉ. પ્રફુલ્લ દેસાઈએ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીનું ઑપરેશન કર્યું. શરીરમાં ઘણી દુર્બળતા આવતી જતી હતી. ઑપરેશન પછી પણ એમણે સાધુજીવનની મર્યાદાનું પૂર્ણપણે પાલન કર્યું. તેઓ સદૈવ પગપાળા ચાલતાં હતાં. લિફ્ટ કે સ્ટ્રેચરનો ક્યારેય ઉપયોગ કર્યો ન હતો. ઑપરેશન પછી થોડા સમય બાદ પાદવિહાર કરીને તેઓ ગુરુક્ષેત્રની સંભાળ લેવા માટે વલ્લભસ્મારક સુધી ગયાં હતાં..
હૉસ્પિટલમાં શ્રી શાંતિલાલજીએ (એમ.એલ.બી.ડી.) પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજને કહ્યું, ‘મને એક વચન આપો.” પૂજ્યશ્રીએ પૂછયું, ‘કયું વચન'. શ્રી શાંતિલાલભાઈએ કહ્યું, ‘બસ, મને હું જે વચન માગું તે આપો.' પૂજ્ય મહારાજ જીએ કહ્યું, ‘જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી હું કેવી રીતે વચનબદ્ધ થાઉં. હું વચન પાળી ના શકું.' શાંતિલાલજી એ કહ્યું, ‘આપ વચન પાળી શકો એમ છો.’ એમ કહેતાં એમની આંખોમાંથી દડદડ આંસુ વહેતા જાય. ગળગળા હૃદયે એમણે કહ્યું, ‘હૉસ્પિટલની દવાઓ, ઑપરેશનનો બધો જ ખર્ચ મારે કરવો છે. મને લાભ આપો.' શ્રીસંઘને આ વાત કરી અને શ્રીસંઘની આજ્ઞા લઈને મહારાજ જીએ વચન આપ્યું અને ભક્તિ-ભાવથી ભરેલા શ્રી શાંતિલાલજીએ કૃતજ્ઞતાપૂર્વક આ વચનને સ્વીકાર કર્યું. સતી આત્માને પરમશાંતિનો અનુભવ થયો.
ત્યારે સમસ્ત રૂપનગર શ્રીસંઘ, શ્રી રાજ કુમારજી (એન.કે.), શ્રી શાંતિલાલજી પરિવાર (એમ.એલ.બી.ડી.), સમસ્ત રૂપનગર મહિલા મંડળ, શ્રી વિશભરનાથજી, શ્રી મનમોહનભાઈ (નીલોખંડી), ભક્તહૃદય સરલાત્મા શ્રી દેવરાજ જી (વી.કે. હોજિયરી), શ્રીમતી સુરેશાબહેન મહેતા, શ્રીમતી સુધાબહેન શેઠ, શ્રીમતી સુમિત્રાબહેન (ત્રિપુટી) આદિ બધાએ ખડે પગે ખૂબ જ સેવા કરી. પંજાબ શ્રીસંઘમાં બધાય ભાઈ-બહેનોએ, બચ્ચા-બચ્ચાએ કોઈએ તપ કર્યું, કોઈએ જાપ કર્યા, કોઈને પ્રભુ પ્રાર્થના કરી, તો કોઈએ ગૌશાળામાં દાન આપ્યું. પૂ. મૃગાવતીજી મહારાજના સ્વાથ્ય માટે જેમણે અઠ્ઠમ કર્યા હતા એવા ભાઈબહેનોને લુધિયાણાથી ત્રણ બસોમાં શ્રી રોશનલાલજી (ધનપતરાય ચરણદાસજી) પરિવાર પૂજ્ય મહારાજજીના દર્શન કરાવવા માટે લાવ્યા હતા.
૧૫
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આત્મ-ક્રાંતિના ઓજસ
ઠીક થયા પછી પૂજ્ય મહારાજજીએ કહ્યું કે, ‘હું તો શ્રીસંઘની દુવાઓથી ઠીક થઈ છું, દવાઓથી નહીં.'
૧૯૮૧ની ૨૪મી મેએ લુધિયાણા શહેરમાં શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલના વિશાળ પ્રાંગણમાં ચિ. રેણુબેનની દીક્ષાનો પ્રસંગ ભવ્ય રીતે ઊજવાયો. અંબાલાના પ્રતિષ્ઠિત શિક્ષાપ્રેમી લાલા ગોપીચંદજી વકીલની દોહિત્રી અને અંબાલા જૈન કોલેજના સંનિષ્ઠ પ્રમુખ શ્રી અમરચંદજી વકીલના નાના ભાઈ શ્રી દ્વારકાદાસજી અને શાંતાબેનની દીકરી રેણુબેન પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીના પાવન સાન્નિધ્યમાં ચાર વર્ષ સુધી રહ્યાં હતાં. લુધિયાણા, કાંગડા અને બે વર્ષ દિલ્હીમાં તેમની સાથે રહ્યા બાદ પૂ. ગણિ જનકચંદ્રવિજયજીના હસ્તે તેમની દીક્ષા ખૂબ ધામધૂમપૂર્વક થઈ અને તેઓનું નામ ‘સાધ્વી સુપ્રજ્ઞાજી મહારાજ ' રાખવામાં આવ્યું. તેઓનાં માતા-પિતા તથા ભાઈશ્રી સુભાષકુમાર અને પ્રવીણકુમારે આ દીક્ષાની ખુશાલીમાં ‘રેણુબાલા ચેરિટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરી. તેમની દીક્ષા સમયે દીક્ષાર્થીની કાંબળી સિવાય અન્ય સહુને કાંબળી વહોરાવવાની વાત આવી, ત્યારે પૂ. મૃગાવતીજીએ ભરી સભામાં જાહેરાત કરી કે અમારે એક પણ કાંબળી લેવી નથી. જેને કાંબળી વહોરાવવી જ છે, તે પોતાની રકમ હોમિયોપેથી ઔષધાલય માટે દાનમાં અર્પણ કરી દે. આને પરિણામે ઔષધાલય માટે સારી એવી રકમ એકઠી ગઈ ગઈ. દીક્ષાના આ મંગલ અવસરે પૂ. સુપ્રજ્ઞાજીનાં માતા-પિતાએ ચતુર્થ વ્રતનાં પચ્ચકખાણ લીધાં હતાં.
તે પછી લુધિયાણામાં ઉપાધ્યાયશ્રી સોહનવિજયજીની પુણ્યસ્મૃતિમાં સોહનવિજય પ્રિન્ટિંગ પ્રેસના મકાનનું નિર્માણ કરાવીને તેનું ઉદ્ઘાટન કરાવ્યું અને ‘વિજયાનન્દ' પત્રિકાનું પ્રકાશન અહીંથી થવા લાગ્યું. બાર દિવસની ‘શ્રી વિજયસમુદ્રસૂરિ દર્શન જૈન શિબિરનું કન્યાઓ માટે આયોજન કર્યું. શ્રી અભયકુમારજી ઓસવાળને કોઈએ કહ્યું કે આપ પોતાની હૉસ્પિટલનો શિલાન્યાસ ઇન્દિરા ગાંધીથી અથવા મધર ટેરેસાથી કરાવો, ઓસવાળજીએ તુરંત ઉત્તર આપ્યો પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ અમારા માટે ઇન્દિરા ગાંધી પણ છે અને મધર ટેરેસા પણ છે. અમે તો એમના જ કરકમલોથી આ
કાર્ય સંપન્ન કરાવીશું. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ પ્રત્યે એવી અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર શ્રી વિદ્યાસાગર ઓસવાલના સુપુત્રોએ એની પૂજ્ય માતા મોહનદઈની સ્મૃતિમાં ‘શ્રી મોહનદઈ ઓસવાલ કેન્સર ટ્રીટમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન' શરૂ કર્યું. કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતી પ0 બેડની હૉસ્પિટલની યોજના તૈયાર થઈ અને ૧૯૮૧ની ૧૭મી જૂને એનો શિલાન્યાસ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની પ્રેરણા અને એમના જ કરકમલોથી કરાવ્યો.
૧૯૮૧માં તેતાલીસમો ચાતુર્માસ અંબાલામાં કર્યો. અંબાલાના ચાતુર્માસ દરમિયાન સાધ્વીશ્રી દ્વારા જાણે મહાન જ્ઞાનયજ્ઞ થયો. એ સમયે અંબાલાની શ્રી આત્માનંદ જૈન કૉલેજ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થતી હતી, સાધ્વીશ્રી મૃગાવતીજીએ શ્રી આત્મવલ્લભ જૈન ઍજ્યુકેશન ફાઉન્ડેશનની સ્થાપના કરવાની પ્રેરણા આપી અને એમની પ્રેરણાથી કૉલેજને માટે દાનગંગા વહી હતી. શ્રી શાદીલાલજીએ પોતાના સુપુત્રો શ્રી પ્રફુલ્લચંદ્ર તથા શ્રી અનિલકુમારના સહયોગથી માતા જ્ઞાનદેઈ બ્લોક અંબાલા જૈન કૉલેજને અર્પણ કર્યો. સર્વના સહકારે કૉલેજને સર્વ પ્રકારે વિદ્યાવિકાસના પથ પર મૂકી દીધી. આ કૉલેજ પર સદાય એમની સવિશેષ કૃપા વરસતી રહી.
પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીને જ્ઞાનનો અપાર મહિમા હતો. સરસ્વતીમંદિરોની રચના અને એના વિકાસ પર હંમેશાં એમની દૃષ્ટિ રહેતી. આથી અંબાલાના આ ચાતુર્માસ દરમિયાન તેમણે અંબાલાની એસ. એ. જૈન હાઈસ્કૂલ, મૉડેલ હાઈસ્કૂલ, કન્યા વિદ્યાલય, શિશુવિઘાલય વગેરે સંસ્થાઓના સર્વતોમુખી વિકાસને માટે શ્રાવકોને પ્રેરણા કરી અને તેથી એ સંસ્થાઓ આર્થિક રીતે પગભર જ નહીં, બલકે ઘણી સધ્ધર બની. અંબાલા જૈન કૉલેજમાં એમની પ્રેરણાના પ્રભાવે લાઇબ્રેરીની પણ સ્થાપના થઈ. શ્રી આત્માનંદ જૈન સભા વડે સંચાલિત વાચનાલય અને પુસ્તકાલયનો વિકાસ કરાવ્યો. વલ્લભ-વિહાર (ગુરુમંદિર)ના ધ્વજદંડ, શિખર અને કાર માટે પ્રેરણા આપી અને એના સમગ્ર સંકુલનું નવીનીકરણ કર્યું. અપ્રાપ્ય ‘વિધિ સહિત પંચ પ્રતિક્રમણ' પુસ્તકનું પ્રકાશન કરાવ્યું.
૧૧૬
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ ગુરુ આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજીએ એક સમયે આદેશ આપ્યો હતો કે ચંડીગઢ મંદિરના નિર્માણને માટે પ્રયત્ન કરો અને તે માટે જનજાગરણ કરવા શેષકાળમાં લુધિયાણામાં ગયાં. એનાં આસપાસનાં ગામોમાં વ્યાખ્યાન આપ્યાં અને ૧૯૮૨માં ચંડીગઢમાં પ્રવેશ્યાં.
છેક ૧૯૫૫માં સાધ્વીશ્રી પોતાનાં માતાગુરુ શ્રી શીલવતીજી સાથે આ નગરમાં આવ્યાં હતાં અને અહીં આવનાર શ્વેતાંબર સાધુ-સાધ્વીઓમાં એ સર્વપ્રથમ હતાં. ગુરુ આજ્ઞાને શિરોધાર્ય કરતાં તેમણે ૧૯૮૨નો ૪૪મો ચાતુર્માસ ચંડીગઢમાં કર્યો. એમના આગમન સાથે ભગવાન મહાવીરસ્વામી જૈનમંદિરની સ્થાપનાનું કાર્ય શરૂ થયું. સહુ કોઈની ઇચ્છા હતી કે રાષ્ટ્રના આ એક નવીનતમ અઘતન નગરમાં જિનાલયની રચના થાય. ખૂબ થોડા સમયમાં ભૂમિખનન અને શિલાન્યાસ કરવામાં આવ્યા. કાર્યકર્તાઓને આ અશક્ય લાગતું હતું, પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજીની પ્રેરણાએ એને શક્ય બનાવી દીધું. આ સમયે શિલાન્યાસ પૂર્વે મુશળધાર વરસાદ વરસતો હતો. સહુ કોઈ ચિંતિત હતા કે શું થશે ? મુહૂર્ત કઈ રીતે સચવાશે ? સમગ્ર પંજાબમાંથી દસ બસ ભરીને શ્રાવકો આવ્યા હતા. દિલ્હીથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત હતા. ચોતરફ પાણી ભરાઈ ગયું હતું તેથી શિલાન્યાસ કઈ રીતે કરવો તે સમસ્યા હતી.
બધાએ માની લીધું કે આજે તો શિલાન્યાસ થશે જ નહીં. આ સમયે સાધ્વીશ્રી મૃગાવતીજી અંદરના ખંડમાં ચાલ્યાં ગયાં. ધ્યાનસ્થ થઈને બેસી ગયાં અને થોડીવારમાં મુહૂર્તના સમય પહેલાં મુશળધાર વરસાદ બંધ થઈ ગયો. શિલાન્યાસ સ્થળ તરફ સાધ્વીજી મહારાજ પાછળ બધા જ લોકો અને બેન્ડવાજાવાળા ચાલવા લાગ્યા. અડધા કલાકમાં સાધ્વીજી પહોંચી ગયાં. શિલાન્યાસના સ્થળે પાણી ભરાઈ ગયાં હતાં. યુવાનોએ પેન્ટ ચડાવીને ડોલે ડોલે પાણી બહાર કાઢ્યું અને શિલાન્યાસની જગ્યા ચોખ્ખી કરી અને શિલાન્યાસનું કાર્ય વિધિપૂર્વક સંપન્ન થયું. તે પછી બધા બેસે ક્યાં ? ત્યારે સાધ્વી શ્રી મૃગાવતીજી એમને વૈષ્ણવ મંદિરમાં લઈ ગયાં. મંદિરના મહંતે આદરસત્કાર કર્યો. અહીં સભા થઈ. મંદિરમાં લાઉડ સ્પીકર પણ હતાં અને અસંભવ સંભવ બન્યું. આ બધાં કાર્યોમાં કર્મઠ, ઉત્સાહી અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પ્રમુખશ્રી
આત્મ-કાંતિના ઓજસ પદ્મકુમારજી, સેક્રેટરી શ્રી સુરેન્દ્રભાઈ, કોષાધ્યક્ષ લાલા શાદીલાલજી, શ્રી સુશીલકુમારજી વગેરે ની અથાગ મહેનત હતી.
ઈ.સ. ૧૯૮૨ના ચંડીગઢના આ ચાતુર્માસ દરમિયાન દિગંબર જૈન ધર્મશાળાની પાછળ અવાવરુ જગ્યામાં સર્વે દર (રાફડો) બનાવેલો હતો. એ બાજુની બારીમાંથી સર્પના બચ્ચાઓ અંદર આવી જતા. સવારે-બપોરે કાજો (કચરો) લેતા ત્યારે સર્પના બચ્ચાઓ નીકળતા. ખબર પડતાં કાર્યકર્તાઓએ કહ્યું કે સપેરાને લાવીને એને અહીંથી હઠાવી દઈએ પણ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું કે ભલે સુખેથી પોતાના ઘરે એ ત્યાં રહે. અમને કાંઈ નડતા નથી. કાંઈ કરવાની જરૂર નથી. આખું ચોમાસું સુખરૂપ પૂર્ણ થઈ ગયું. સર્પ પણ પોતાના ઘરે સુખેથી રહ્યા. કોઈ કોઈને નવું નહીં, એને જ કહેવાય ‘અહિંસા પ્રતિષ્ઠાયાં તત્ સદ્ધિો વૈર ત્યાગઃ' પ્રભુ મહાવીરની અહિંસા પૂજ્ય સાધ્વીજી મહારાજને સ્પર્શી ગઈ હતી. અમેરિકાના તત્ત્વવેત્તા થોરોએ કહ્યું હતું કે જ્યારે મારા ખોળામાં સાપ, વીંછી, કાનખજૂરા આવીને નિઃશંક થઈને રમશે ત્યારે હું પોતાને પૂરો અહિંસક માનીશ.
સાધ્વીશ્રી મૃગાવતીજીનું સ્વાસ્થ બરાબર રહેતું નહોતું. તેથી સહુએ એમને દિલ્હી જવા માટે આગ્રહ કર્યો. મહત્તરાજીએ પ્રત્યેક માનવીમાં વલ્લભસ્મારકની ભાવના જગાવી હતી. સમય જતાં વલ્લભસ્મારક સાધ્વીજી ની મહાન પ્રેરણાનું પ્રતીક બની રહ્યું. એમનો ૪૫મો ચાતુર્માસ દિલ્હીમાં અને ૪૬મો અને ૪૭મો ચાતુર્માસ વલ્લભસ્મારકમાં થયો.
સાધ્વીશ્રી મૃગાવતીજીના સુડતાલીસમા ચાતુર્માસ દરમિયાન ૧૯૮પની ૯મી નવેમ્બરે રાત્રે દસ વાગે સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની શિષ્યા સેવામૂર્તિ શ્રી સુજ્યેષ્ઠાજીએ નશ્વર શરીરનો ત્યાગ કરીને અનશ્વર, અજર આત્માનું રૂપ ધારણ કરી લીધું. સાધ્વીશ્રી સુજ્યવ્હાજીનો જન્મ ખેરાલુ-તારંગા હીલની પાસે આવેલા સીપોર ગામમાં થયો હતો અને એમની દૃઢ ધર્મભાવના અને તપશ્ચર્યાને કારણે એમણે ઓગણીસમા વર્ષે દીક્ષા ગ્રહણ કરી. એમની મોટી દીક્ષા ૧૯૪૭ના એપ્રિલના અંતમાં પૂ. પંજાબી આચાર્ય મહારાજ વિજયઉમંગસૂરીશ્વરજીના શુભહસ્તે સંપન્ન થઈ હતી.
Page #66
--------------------------------------------------------------------------
________________
આત્મ-ક્રાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ એમણે ગુરુચરણોમાં રહીને જ્ઞાનાભ્યાસ કર્યો. જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લધુસંગ્રહણી, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ જેવા ધાર્મિક ગ્રંથોના સ્વાધ્યાયની સાથોસાથ વિનય, વૈયાવચ્ચ આદિ આવ્યંતર તપ એમના જીવનમાં તાણાવાણાની માફક વણાઈ ગયાં હતાં. એમની ગુરુસેવા પણ અદ્ભુત હતી. પોતાના તપોમૂર્તિ ગુરુ શ્રી શીલવતીજી મહારાજની પચીસ વર્ષ સુધી સેવા કરી. એ ઉપરાંત છ મહિના ગૃહસ્થાવસ્થામાં ચાતુર્માસમાં સમર્પણ ભાવથી સેવા કરી હતી. ભારતના જુદા જુદા પ્રદેશોમાં ઉગ્ર વિહાર કરીને એમણે ગુરુ આત્મવલ્લભની સંસ્થાઓનું કે વલ્લભ-સ્મારકનું કાર્ય હોય, શિક્ષણસંસ્થાઓનું કામ હોય, સાધર્મિક બંધુઓને સહાય હોય કે દીન-દુ:ખી, ગરીબ કે બીમારને મદદ કરવાની હોય ત્યારે એમણે પ્રત્યેક કાર્યમાં ગુરુમહારાજને સાથ આપ્યો. કાંગડા તીર્થ સમયે જાપ કરીને એમની આત્મિક શક્તિનો પરિચય આપ્યો.
છેલ્લા દોઢ વર્ષ વલ્લભ-સ્મારકમાં પણ એમના નવકાર મંત્રના જાપ અને શંખેશ્વર પાર્શ્વનાથના જાપ લાખોની સંખ્યામાં થયા હતા, મીતભાષી સાધ્વી સુજ્યેષ્ઠાશ્રીજીના જીવનમાં પાઠ, પ્રાર્થના, માળા, જપ, ગુરુસેવા અને સદ્વાંચન એ મહત્ત્વનાં હતાં, સાધના, સેવા અને સમર્પણનો જીવનમંત્ર એમણે અંતિમ ક્ષણ સુધી સાર્થક કર્યો. તેઓ પોતાના ગુરુમહારાજમાં જ સર્વસ્વ પામ્યાં હતાં. એમને પાણી આપીને પાણી પીવું, ગોચરી આપ્યા પછી ગોચરી કરવી. એમની નાનામાં નાની જરૂરિયાત અને દવાઓનો ખ્યાલ રાખવો. આવાં સાધ્વી સુજ્યેષ્ઠાશ્રીજી અંતિમ સમયે પણ એટલાં જ સ્વસ્થ હતાં અને છેલ્લે પણ ત્રણ વખત એમણે કહ્યું કે મારા મહારાજ (સાધ્વીશ્રી મૃગાવતીજી)ની સંભાળ રાખજો. આ સાંભળી સાધ્વીશ્રી મૃગાવતીજીએ એમને કહ્યું, મહારાજ , મહારાજ શું કરે છે ? છોડી દે મહારાજને ! અરિહંત અને શંખેશ્વર દાદા અને વલ્લભ સગુરુનું સ્મરણ કર. ત્યારે એમણે કહ્યું કે હવે હું બોલી શકતી નથી ત્યારે મોટા મહારાજ સાહેબે એમને ત્રણ નવકારમંત્ર સંભળાવ્યા અને સાધ્વીશ્રી સુયેષ્ઠાજી મહારાજનો આત્મા અનંતમાં લીન થઈ ગયો. છેક અંતિમ ક્ષણ સુધી એમની શુદ્ધિ રહી. ગુરુભક્તિ, સેવાભાવના, અત્યંતર તપ દ્વારા આગવી છાપ છોડી જનારાં સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજીના કાળધર્મ પ્રસંગે સાધ્વી મૃગાવતીજીએ કહ્યું કે એ મારી
શિષ્યા હતી પણ એણે એક માતા હોય તે રીતે મારું ધ્યાન રાખ્યું છે. સેવા, સાધના, સમર્પણ, તપશ્ચર્યા અને સરળતા જેવા ઉચ્ચ ગુણ ધરાવતાં સાધ્વી સુજ્યેષ્ઠાજીનું સમાધિસ્થાન ગુરુ વલ્લભના ભવ્ય સ્મારકની પવિત્રભૂમિ પર રચવામાં આવ્યું. ગરીબોની સેવા અને સહાયતા માટે સતત ઉત્સુક એવાં સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજીની સ્મૃતિમાં નિરાધાર લોકોની મદદને માટે સાધ્વી શ્રી સુજ્યેષ્ઠાજી ટ્રસ્ટ રચવામાં આવ્યું.
સુડતાલીસમાં ચાતુર્માસ બાદ સાધ્વી સુજ્યેષ્ઠાશ્રીજીના કાળધર્મ પછી મહત્તરાશ્રીજી એમનો વિયોગ વધુ સહન કરી શક્યાં નહીં અને માત્ર ઓઠ મહિનામાં જ મહત્તરા સાધ્વીશ્રી એ જ વલ્લભસ્મારકમાં ૧૯૮૬ની ૧૮મી જુલાઈએ કાળધર્મ પામ્યાં. જાણે ધર્મજીવનદાયી ગુરુદેવ વિજયવલ્લભસૂરિને એમની પુત્રીસમાન શિષ્યાની ધર્માજલિ ન હોય !
મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીના ભવ્યજીવનની આ આછેરી ઝલક છે. એમનાં ચાતુર્માસોનાં વિહંગાવલોકન દ્વારા એમની વિહારયાત્રાને પામવાનો આ પ્રયત્ન છે. વિરાટ સાગરની ઓળખ આપવા માટેની હાથમાં રહેલી જલઅંજલિ છે. આની ઝાંખી મેળવીને હવે આપણે એમના સમગ્ર જીવનની સૂર્યસમાન ચમકતી ઘટનાઓનો આલેખ મેળવીશું, એમાં લહરા તીર્થ માટેનો પુરુષાર્થ, કાંગડા તીર્થનો ઉદ્ધાર, વલ્લભસ્મારકનું યશસ્વી નિર્માણ અને એમના કાળધર્મ પ્રસંગની ઝાંખી મેળવીશું.
પુષ્પોની સુવાસ પામવા માટે જેમ કોઈ ઉદ્યાનના પ્રવેશદ્વારે આપણે પ્રવેશીએ, એ રીતે આ વિરલ, પુણ્યસુવાસદાયી ઉદ્યાનના પ્રવેશદ્વારે આપણે પહોંચ્યા છીએ. એમાં ખીલેલાં આધ્યાત્મિક પુષ્પોનું દર્શન હવે પછીનાં પ્રકરણોમાં કરીશું.
Page #67
--------------------------------------------------------------------------
________________
ગુરધામને વંદના
ગુરૂધામને વંદના
પંજાબની વીર ભૂમિ પર વીરના ધર્મ એવા જૈન ધર્મનો પુનઃ પ્રસાર કઈ રીતે થયો ? જિનશાસનના ઇતિહાસની એક અજોડ અને અનેરી ઘટના છે કે લાંબા સમય બાદ પંજાબમાં જૈન ધર્મની બે મહાન વિભૂતિઓનો પ્રાદુર્ભાવ થયો. આ બંને વિભૂતિઓ પોતપોતાની પરંપરામાં રહ્યા હોત, તો સમર્થ ધર્મગુરુઓ બન્યા હોત, પરંતુ એમણે જૈન ધર્મના આચારવિચારો અપનાવ્યા અને જૈન ધર્મને બે સમર્થ વિભૂતિઓના પ્રભાવનો અનુભવ થયો.
ઈ. સ. ૧૮૦૭(વિ. સં. ૧૮૬૩)માં લુધિયાણા પાસેના દુલવા ગામમાં શીખ પરિવારમાં જન્મેલા બુટ્ટાસિંહનું મન પંજાબમાં વિહરતા સ્થાનકવાસી સાધુઓ તરફ આકર્ષાયું અને ઈ. સ. ૧૮૩૨(વિ. સં. ૧૮૮૮)માં દિલ્હીમાં આવીને પચીસ વર્ષની વયે દીક્ષા લઈ બુઢેરાયજીનું નામ ધારણ કર્યું. આગમોનું પરિશીલન, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો ઊંડો અભ્યાસ અને ક્રિયાકાંડની શિસ્તબદ્ધતા એમનામાં હતી, પરંતુ એમનું મન મૂર્તિપૂજા તરફ ઢળ્યું હોવાથી એમણે વિ. સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવી, પૂ. મણિવિજય મહારાજ પાસે નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કરી. એમનું નામ બુદ્ધિવિજયજી રાખવામાં આવ્યું પરંતુ બુદ્ધિવિજયજી કરતાં બુટેરાયજી મહારાજ તરીકે વિશેષ જાણીતા બન્યા. એ જ પરંપરામાં કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના આત્મારામજી મહારાજ
આવ્યા, જેઓ બુટેરાયજી મહારાજના શિષ્ય બન્યા.
ઈ. સ. ૧૮૩૬ (વિ. સં. ૧૮૯૨)ના ચૈત્ર સુદ એકમ અને મંગળવારના રોજ પંજાબના જીરાનગર(ફિરોજપુર)થી સવા ત્રણ કિલોમીટર દૂર આવેલા લહરા ગામમાં આત્મારામજીનો જન્મ થયો. એમનું નામ દિનારામ રાખવામાં આવ્યું. ગણેશચંદ્ર અને રૂપાદેવીના આ પુત્રનો મૂળ ધર્મ કપૂર બ્રહ્મક્ષત્રિય હતો, પરંતુ દિત્તારામ (દેવીદાસ અથવા આત્મારામ) જૈન સાધુઓના સંપર્કમાં આવ્યા. એમના પર ધાર્મિક ક્રિયાઓના સંસ્કાર પડ્યા અને ઈ. સ. ૧૮૫૪ (વિ. સં. ૧૯૧૦)માં ૧૮ વર્ષની વયે માલેરકોટલામાં સ્થાનકવાસી જીવણરામજી મહારાજ પાસે દીક્ષા લીધી અને એમનું નામ આત્મારામજી મહારાજ રાખવામાં આવ્યું.
પ્રતાપી મુખમુદ્રા, અજોડ સ્મરણશક્તિ, ભાષા પરનું પ્રભુત્વ, શાસ્ત્રગ્રંથોનો ઊંડો અભ્યાસ ધરાવનાર પૂ. આત્મારામજી મહારાજે જૈન ધર્મના આગમગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, શાંકરભાષ્ય જેવા હિંદુ ધર્મના ગ્રંથો તેમજ કુરાન અને બાઇબલનો પણ અભ્યાસ કર્યો.
બન્યું એવું કે પૂર્વે બુટેરાયજીએ જેમ સ્થાનકવાસી છોડીને શ્વેતાંબર સંપ્રદાય અપનાવ્યો હતો, એ જ રીતે સ્થાનકવાસી જીવણરામજી મહારાજના શિષ્ય તરીકે આત્મારામજી મહારાજે બાવીસ વર્ષના દીક્ષાપર્યાય પછી બુટે રાયજી મહારાજ પાસે સંવેગપક્ષની દીક્ષા લીધી અને મૂર્તિપૂજક જૈન ધર્મનો ડંકો વગાડ્યો. તેઓની ઉદાર દૃષ્ટિને કારણે તમામ ધર્મના લોકો એમની પાસે આવતા અને હિંદુ, મુસલમાન અને શીખ કોમની કેટલીય વ્યક્તિઓ એમના ઉપદેશોનું પાલન કરતી હતી. તે સમયે જ્યોતિષ, આયુર્વેદ અને મંત્રતંત્રને કારણે યતિઓનો વિશેષ પ્રભાવ હતો. કેટલાંક નગરોમાં યતિની આજ્ઞા વિના ચાતુર્માસ થઈ શકતો નહીં. વળી રાજાઓની સંમતિને કારણે જૈન સાધુઓ કરતાં જૈન યતિઓનું ઘણું જોર હતું, ત્યારે આત્મારામજી મહારાજે યતિઓ સાથે શાસ્ત્રાર્થ કરીને એમનો પ્રભાવ દૂર કર્યો. પોતાની પ્રકાંડ વિદ્વત્તા, નિર્મળતા અને લોકોના સહકારને કારણે સાધુસમાજનો મહિમા કરવાની મોટી સિદ્ધિ મેળવી. શાસ્ત્રાભ્યાસ, વિદ્વત્તા અને તર્કપટુતા ઉપરાંત એમનામાં પંજાબી દેહનું ખડતલપણું અને પંજાબી મિજાજની ખુમારી પણ હતી.
ર
Page #68
--------------------------------------------------------------------------
________________
ગુરધામને વંદના
પ્રેરણાની પાવનમૂર્તિ પૂ. સાધ્વીશ્રી સુત્રતાશ્રીજીએ એમને વિશે એક પ્રસંગ કહ્યો હતો,
આત્મારામજી મહારાજ એક યોદ્ધાના પુત્ર હોવાથી સશક્ત શરીર, ખડતલ બાંધો અને કોઈ પહેલવાન કે કુસ્તીબાજ જેવી એમના દેહની છબી હતી. એક વાર કોઈ ગામમાં એક અખાડા પાસેથી પસાર થતા હતા, ત્યારે એક કુસ્તીબાજે એમને જોઈને બીજા કુસ્તીબાજને મજાકમાં કહ્યું, ‘આજે આપણા અખાડા તરફ કોઈ નવો કુસ્તીબાજ આવી રહ્યો છે.”
આત્મારામજીએ એ મજાક સાંભળી અને એમણે કહ્યું, ‘સાચી વાત છે, હું પણ કુસ્તીબાજ છું. માત્ર ભેદ એટલો કે હું દેહ સાથે નહીં, પરંતુ ઇન્દ્રિયો સાથે લડીને એને ચિત કરીને વિજય મેળવવા માગું છું.”
આવા આત્મારામજી મહારાજે પંજાબમાં મૂર્તિપૂજ કે જૈન ધર્મનો બોધ આપ્યો. તેઓ પોતાના શિષ્યોને સંસ્કૃત ભાષામાં એવા પ્રવીણ કરતા કે તેઓ સહુ ભેગા મળે, ત્યારે ઘણી વાર સંસ્કૃત ભાષામાં જ ચર્ચા કરતા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર અસાધારણ પ્રભુત્વ હોવાથી એ ભાષામાં ગ્રંથરચના કરી શક્યા હોત, પરંતુ પોતાની ભાવનાઓ જનસમુદાય સુધી પહોંચાડવા માટે એમણે હિંદી ભાષામાં જૈન તત્ત્વદર્શનની છણાવટ કરતાં પુસ્તકો લખ્યાં. વળી, અન્ય ધર્મો સાથે જૈન ધર્મનો તુલનાત્મક અભ્યાસ પણ રજૂ કર્યો અને કવિ હોવાથી એમના દ્વારા હિંદી ભાષામાં પૂજાસાહિત્યનું પ્રથમવાર નિર્માણ થયું.
તેઓ પંજાબમાં વિહાર કરતા હતા ત્યારે ઈ. સ. ૧૮૯૭ (વિ. સં. ૧૯૫૩)માં ગુજરાનવાલા (જે હાલ પાકિસ્તાનમાં છે)માં કાલધર્મ પામ્યા. ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં એમનો ઘણો મોટો પ્રભાવ હતો.
આ જ પરંપરામાં આત્મારામજી મહારાજના એક શિષ્ય પૂ. વિજયવલ્લભસૂરિ મહારાજ થયા. વડોદરાના આ છગન નામના કિશોરને રાધનપુરમાં દીક્ષા આપી. આત્મારામજી મહારાજે પોતાના સમુદાયની ધુરા વલ્લભસૂરિને સોંપીને એમ કહ્યું કે, “મારી પાછળ વલ્લભ પંજાબને સંભાળશે.’
યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પોતાના ગુરુની ભાવનાને સાકાર કરી. કેટલાંય વર્ષો સુધી પંજાબમાં વિહાર કરીને યુગસર્જ ક ધર્મકાર્ય કર્યું.
જાણે એ જ શબ્દોનો પડઘો પડતો હોય, એ રીતે યુગદર્શી આચાર્ય
વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે સાધ્વીશ્રી મૃગાવતીજીને ‘અબ તુમ પંજાબ જાઓ, મેં આતા હું ” એમ કહ્યું હતું. પરંતુ સાધ્વીશ્રીને આવી આજ્ઞા આપ્યા બાદ દુર્ભાગ્યે યુગદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીનો મુંબઈમાં કાળધર્મ થતાં તેઓ પંજાબ જઈ શક્યા નહીં. પણ સાધ્વીજીએ ઈ. સ. ૧૯૫૮ (વિ. સં. ૨૦૧૪)માં અંબાલાના ચાતુર્માસ દરમિયાન વલ્લભવિહાર સમાધિમંદિરનું ભૂમિપૂજન, શિલાન્યાસ અને નિર્માણ કર્યું અને આચાર્ય વિજયવલ્લભસૂરિની પ્રેરણાથી નિર્માણ થયેલી ‘શ્રી આત્માનંદ જૈન કૉલેજ', ‘શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલ’, ‘શ્રી આત્માનંદ જૈન કન્યા ઉચ્ચ વિઘાલય’, ‘શ્રી આત્માનંદ જૈન મિડલ હાઈસ્કૂલ' તથા શ્રીસંઘની સઘળી સંસ્થાઓને સાધ્વીજીએ પુનઃ સિચિત કરી.
એ પછી તેઓ ગુરૂધામ લહરામાં આવ્યાં અને ગુરુ આત્મારામજી મહારાજના જન્મસ્થળે એમના જન્મ પછી ૧૨૦ વર્ષ બાદ ઈ. સ. ૧૯૫૭ (વિ. સં.૨૦૧૩)માં જીરા ગામમાં સાધ્વીશ્રી મૃગાવતીજી રહ્યાં અને અહીં રહીને એમણે ‘ગુરુઆત્મકીર્તિ સ્તંભ'ના નિર્માણ માટે પ્રેરણા આપી.
વાત એવી હતી કે ક્રાંતિકારી પંજાબદેશોદ્ધારક જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (પૂ. આ. આત્મારામજી મહારાજ) ઈ. સ. ૧૮૯૭ (વિ. સં. ૧૯૫૩)માં કાળધર્મ પામ્યા હતા. એમના કાળધર્મના સ્થળ પર ગુજરાનવાલામાં સમાધિભવનની રચના થઈ હતી, પરંતુ ભારત અને પાકિસ્તાનનું વિભાજન થતાં ગુજરાનવાલા પાકિસ્તાનમાં ગયું અને તે સમાધિસ્થળ પણ ત્યાં જ રહી ગયું. આથી એમના જન્મસ્થળ લહરા-જીરામાં એમનું કોઈ કીર્તિચિન સર્જાય, તે આવશ્યકતા હતી. આ અંગે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે એક સમયે પ્રેરણા પણ આપી હતી અને એ પછી જિનશાસનરત્નશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીએ આ કાર્ય સાધ્વીશ્રી શીલવતીજી મહારાજ, સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ અને સાધ્વીશ્રી સુયેષ્ઠાજી મહારાજને સોંપ્યું અને એમને જીરા તરફ વિહાર કરવાનો આદેશ આપ્યો.
સાધ્વીશ્રી મૃગાવતીજીએ સકળ શ્રીસંઘને આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ ની ભવ્ય સાધુતાનો ખ્યાલ આપીને એમણે આ પ્રદેશ પર કરેલા
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
ગુરૂધામને વંદના
ઉપકારોનું વ્યાખ્યાનમાં વર્ણન કર્યું અને એમના જન્મસ્થળ પર એમની કીર્તિને અનુરૂપ આત્મકીર્તિસ્તંભની રચના કરવા અનુરોધ કર્યો. સર્વસંમતિથી ગુરૂધામ લહરામાં એમના જન્મસ્થળ પર કીર્તિસ્તંભ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ઈ. સ. ૧૯૫૭ (વિ. સં. ૨૦૧૩)માં ચૈત્ર સુદ એકમના દિવસે એટલે કે આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજીના જન્મદિવસે વિજયમુહૂર્તમાં એની શિલાન્યાસવિધિ લાલા લભુરામ શ્રીપાલના હસ્તે થઈ. આ શિલાન્યાસવિધિ પ્રસંગે સાધ્વીજી મહારાજે ઘોષણા કરી કે આવતા વર્ષે ચૈત્ર સુદિ એકમના મંગલ દિવસે વિધિવત રીતે એનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સાધ્વીજી સંકલ્પ કરે, તો સાકાર કરીને જ રહે. ટૂંકા ગાળામાં આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના ૬૦ વર્ષના આયુષ્યને અનુલક્ષીને ૬૦ ફૂટ ઊંચો કીર્તિસ્તંભ તૈયાર થયો અને ઈ. સ. ૧૯૫૮(વિ. સં. ૨૦૧૪)ની ચૈત્ર સુદિ એકમના દિવસે સાધ્વીજી પુનઃ જીરામાં પધાર્યા અને શાસનપ્રભાવિકા શ્રી શીલવતીજી, શ્રી મૃગાવતીજી અને શ્રી સુજ્યેષ્ઠાજીની નિશ્રામાં આ પરમ પાવનધામનું ઉદ્ઘાટન જીરા નિવાસી લાલા ભગવાનદાસના બેન શ્રીમતી વજીરદેવીએ (જૈનેતર) અત્યંત શ્રદ્ધાથી કર્યું.
આ ઉત્કૃષ્ટ ધર્મકાર્યમાં પ્રમુખ લાલા બાબુરામજી વકીલ, સેક્રેટરી લાલા ખેતુરામજી, શાંતિદાસજી નવલખા, લાલા સત્યપાલજી વગેરેએ મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો.
આ અવસરે સાધ્વીશ્રી મૃગાવતીજીએ પ્રેરણા આપી કે હવે પ્રતિવર્ષ દાદાગુરુની જન્મજયંતી આ સ્થાન પર ઊજવવામાં આવશે અને જીરાનો શ્રીસંઘ એની જવાબદારી સંભાળશે.
સાધ્વીજીએ જોયું કે જુદાં જુદાં તીર્થો પર યાત્રાસંધ જતા હતા, પરંતુ ગુરૂધામની યાત્રા માટે આવું કોઈ આયોજન થયું નહોતું. એમની નિશ્રામાં આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજીની ૧૪૨મી જન્મજયંતીના અવસરે ઈ. સ. ૧૯૭૮ (વિ. સં. ૨૦૩૪)માં એક વિશાળ પદયાત્રાસંઘ લુધિયાણાથી નીકળ્યો. ૨૯મી માર્ચ થી ૮મી એપ્રિલ સુધીના આ સંઘમાં વચ્ચે આવતાં ગામોમાં શાસનની શોભા વધારતા સહુ કોઈ જીરા-લહરા ગુરૂધામ પહોંચ્યા. આ સંઘયાત્રા દરમિયાન પણ એમણે સેવાની ભાવના સતત ચાલુ રાખી. ગામડાંનાં બાળકો અને બહેનોને મોટી સંખ્યામાં કપડાં આપ્યાં. વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની
ચીજવસ્તુઓ આપી, લહરા ગામના પ્રત્યેક ઘરમાં લાડુની પ્રભાવના કરવામાં આવી અને ગામની ઉન્નતિ માટે તમામ પ્રયત્ન કરવાની ખાત્રી આપવામાં આવી. સાધ્વી શ્રી મૃગાવતીજીએ બહુ હૃદયસ્પર્શી રીતે કહ્યું,
*આ ગામ અને ગ્રામજનોની સેવા એ અમારે માટે ગુરુભક્તિ છે.”
લહરાના આ ઉત્સવ પ્રસંગે બહારથી આવેલા ૨૫૦૦ અને જીરા તથા લહરાના તમામ લોકો મળીને કુલ પાંચ હજાર જેટલી મેદનીમાં પૂ. સાધ્વીજી મહારાજની પ્રેરણાથી ગુરૂધામ લહરાના વિકાસ માટે રૂ. પચાસ હજાર ભેગા થયા. જીરાના દેરાસર માટે લુધિયાણા શ્રીસંઘે રૂ. પાંચ હજાર ભેટ આપ્યા. આ કીર્તિસ્તંભના સ્થાન ઉપર નવો હોલ, નવું પ્રવેશદ્વાર અને કીર્તિસ્તંભનું રંગરોગાન કરાવવાની પ્રેરણા આપી. આ પ્રસંગે મફત આઇ કૅમ્પનું આયોજન કર્યું અને તેમાં આવેલા દર્દીઓને માંગલિક સંભળાવ્યું. માંસ, ઇંડા, શરાબ, સિગારેટ, બીડી આદિ છોડવાનો નિયમ ધણાંને આપ્યો. આ કેમ્પનો પૂરો લાભ અને આયોજન વલ્લભ જૈન યુવકમંડળ (લુધિયાણા) તરફથી હતા.
હકીકતમાં સાધ્વીજી મહારાજનાં રચનાત્મક અને શાસનસેવાનાં કાર્યોના શ્રીગણેશ ગુરૂધામના કીર્તિસ્તંભની સ્થાપનાથી થયા અને એ પછી શાસનસેવાનાં અનેક કાર્યોનું સમાપન ગુરુ આત્મવલ્લભના સ્મારકમાં થયું ! ગુરુભક્તિથી મંગલાચરણ અને ગુરુભક્તિથી સમાપન ! કેવી અજોડ હશે ગુરુ પ્રત્યેની ગાઢ આસ્થા !
વળી પ્રતિવર્ષ જૈનાચાર્ય શ્રી વિજયાનંદ સુરીશ્વરજીના જન્મોત્સવ મેળા માટે ગુરૂધામ લહરા સ્થાયીકોશ ફેડની સ્થાપના કરાવી.
આ પ્રસંગે લહરા ગામના અગ્રણી ગ્રામજનો માસ્તર વાસુદેવસિંહ, શ્રી જોગેન્દ્રસિંહ સરપંચ, પંડિત લાલચંદજી અને સમાજસેવક શ્રી સુંદરસિંહ મિસ્ત્રી ઇત્યાદિએ સાધ્વીશ્રીને નિવેદન કર્યું કે આ વિસ્તાર અત્યંત પછાત છે, આખાય ઇલાકામાં કોઈ હૉસ્પિટલ નથી અને તેથી ગામડાના દર્દીઓને સારવાર માટે ખૂબ દૂર દૂર જવું પડે છે. એમણે મૃગાવતીજીને કહ્યું કે આપ આ ગામમાં એક સારી હૉસ્પિટલ બનાવો તો અહીંના પ્રજાજનો તમારા આભારી રહેશે.
આ તીર્થસ્થાનના પ્રમુખ કાર્યકર્તા શ્રી સત્યપાલજી જેને પણ ગ્રામજનોની
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વાતમાં સૂર પુરાવ્યો. આ અંગે સાધ્વીશ્રી મૃગાવતીજીએ શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ શ્રી ધર્મપાલજી ઓસવાલ (લુધિયાણાવાળા)ને બોલાવ્યા અને આ મહાન ગુરુની ભૂમિ પર એક સારી હૉસ્પિટલ ઊભી કરવાની પ્રેરણા આપી. ગ્રામજનોએ હૉસ્પિટલને જમીન આપવાનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો અને શ્રી ધર્મપાલજી ઓસવાલે એક અદ્યતન સુવિધા ધરાવતી હૉસ્પિટલનો નકશો તૈયાર કર્યો, પરંતુ એવામાં ૧૯મી એપ્રિલ, ૧૯૭૯ના વૈશાખીના દિવસે અમૃતસરમાં નિરંકારી સમાજ-ભીંદરાવાલાના અનુયાયીઓ વચ્ચે મોટો વિવાદ થતાં સાંપ્રદાયિક તંગદિલી ઊભી થઈ. થોડો સમય સાંપ્રદાયિકતાનું વાતાવરણ શાંત પડે તેની રાહ જોઈ અને પછી લહરામાં લહરા સિવિલ હૉસ્પિટલ બનાવવાની યોજના સાથે આગળ વધ્યા.
આ સમયે પંજાબ રાજ્યના આરોગ્યમંત્રી શ્રી સરદારીલાલજી કપૂર સાથે ધર્મપાલજી ઓસવાલ સંપર્કમાં હતા. ગ્રામજનોના સહયોગથી તથા શ્રી ધર્મપાલજી ઓસવાલ અને એમનાં ધર્મપત્ની શ્રી અંજના ઓસવાલના આર્થિક સહયોગને પરિણામે લહરા ગામમાં લહરા સિવિલ હૉસ્પિટલ ઊભી કરવામાં આવી અને પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીના આશીર્વાદ તથા શ્રી ધર્મપાલજી ઓસવાલ અને શ્રી સત્યપાલજી જૈનના અથાગ પ્રયત્નોને કારણે આ તીર્થસ્થાનમાં લોકોની સુખાકારી માટે સુંદર હૉસ્પિટલ તૈયાર થઈ.
સાધ્વીશ્રી મૃગાવતીજી ઈ. સ. ૧૯૬૯ના મૈસૂરના ચોમાસા પછી બેંગલુરુ માં ગયાં અને તેઓ પૂ. આચાર્ય શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજને વંદન કરવા ગયાં. ઉપાશ્રયમાં સાધ્વીજી જેવાં વંદન માટે પ્રવેશ્યાં, તેવા જ આચાર્યશ્રીએ કહ્યું, ‘આવ આવ, કમાઉ બેટા, આવ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ અને અમારા આચાર્યશ્રી લબ્ધિસૂરિજી મહારાજ ન કરી શક્યા તે, બેટા તેં કરી બતાવ્યું.’
આચાર્યશ્રીનો કહેવાનો ભાવ એ હતો કે બીજા કોઈ કરી શક્યા નહીં એવું કાર્ય તમે સંપન્ન કર્યું છે. કમાઉ દીકરાની માફક અઢળક કમાણી કરી આપી છે. વાત પણ સાચી હતી. લહરામાં પૂ. વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી મહારાજ)નું જન્મસ્થળ શીખ સમાજ પાસે હતું. પૂર્વે એ જમીન મેળવવાના ઘણા પ્રયત્નો થયા હતા, પણ નિષ્ફળ ગયા હતા. આ સમયે તપોમૂર્તિ પૂજ્ય સાધ્વીશ્રી
રદ
ગુરુધામને વંદના
શીલવતીજી મહારાજ અને સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ જમીનમાલિક પાસે ગયાં અને કહ્યું, ‘બાબાજી, હમારી ઝોલી મેં યે ડાલ દો.’ અને શીખ સમાજના એ ભાઈએ પોતાની ભૂમિ સાધ્વીશ્રીને સમર્પિત કરી દીધી.
આ રીતે ગુરુ આત્મારામજી મહારાજના જન્મસ્થાન તરફ સહુની દૃષ્ટિ ગઈ અને એ પછી એમના આજ્ઞાનુવર્તી શિષ્યા સાધ્વીશ્રી સુવ્રતાજી મહારાજ, સાધ્વીશ્રી સુયશાજી મહારાજ અને સાધ્વીશ્રી સુપ્રજ્ઞાજી મહારાજની પ્રેરણા અને એમની નિશ્રામાં જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગારોહણ શતાબ્દીના ઉપલક્ષમાં જીરામાં શિક્ષણ સંસ્થાનું ભૂમિપૂજન અને શિલાન્યાસ યોજાયો. એ સમયે ભાવનાની ભરતી જાગી અને જીરામાં પૂ. આત્મારામજી મહારાજના સમાધિસ્થળના વિશાળ પ્રાંગણમાં ‘શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠ’ (સ્કૂલ)નું નિર્માણ કરવામાં આવ્યું. ૧૯૯૪ની ૨૫મી એપ્રિલે એનું ભૂમિપૂજન અને શિલાન્યાસવિધિ થયાં અને શ્રી વીરેન્દ્રકુમારજી જૈન (વીરભાઈ)ના અથાગ પ્રયત્નથી માત્ર ચાર મહિનાના અલ્પકાળમાં જ ‘શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠ' (જીરા)ના ઉદ્ઘાટનનો લકી ડ્રો શેઠ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના હસ્તે થયો અને ઉદ્ઘાટન તા. ૧૬મી નવેમ્બર ૧૯૯૪ના રોજ થયું.
ભાવનાઓમાં કેવી ભરતી આવે છે, એનો આનંદ આ પંજાબના ફિરોજપુર
જિલ્લામાં આવેલા જીરા ગામની ઘટનાથી જોઈ શકાશે.
સાધ્વી મૃગાવતીજીએ લહરા-જીરામાં કીર્તિસ્તંભની રચના ઈ. સ. ૧૯૫૮માં કરી. એ પછી થોડા સમય બાદ ઈ. સ. ૧૯૭૮માં સાધ્વીશ્રી મૃગાવતીજીના ઉપદેશ અને નિશ્રામાં પહેલીવાર લુધિયાણાથી ગુરુધામ લહરાનો ત્રણસો ભાઈબહેનોનો પદયાત્રાનો સંઘ નીકળ્યો. એ સમયે લહરા તીર્થના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક સહાય અપાવી, તો એમનાં આજ્ઞાનુવર્તી સાધ્વીજીઓએ એ જ ગામમાં ગુરુવલ્લભે પ્રબોધેલા સરસ્વતીમંદિરનું ઈ. સ. ૧૯૯૪માં નિર્માણ કર્યું. દીવે દીવો પેટાય તે આનું નામ !
૧૨૯
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ !
તારે તે તીર્થ અને તીર્થને સ્થાપે તે તીર્થંકર.
ભવસાગર, દુ:ખસાગર, મોહસાગર વગેરે પાર કરવા માટેનું સાધન તે તીર્થ, જે માનવ આત્માને જન્મ-મૃત્યુના ચક્રમાંથી ઉગારીને મુક્તિ અર્પે છે. આવાં તીર્થો સેંકડો વર્ષોથી જનહૃદયમાં અધ્યાત્મની અનુભૂતિ જગાવે છે અને મોક્ષનો માર્ગ ચીંધે છે.
એ તીર્થો એક સમયે જાહોજલાલી અનુભવતાં હોય છે, તો ક્યારેક કોઈ ભૂકંપ જેવી પ્રાકૃતિક આફત, પ્રતિકૂળતા કે રાજકીય સ્થિતિને કારણે એ વિસ્મૃત બની જતાં હોય છે. આ વિસ્મૃત થતાં તીર્થોની સ્મૃતિને લોકહૃદયમાં જ ગાડવી, એનાં ભવ્ય શિલ્પ અને સ્થાપત્યને ઉજાગર કરવાં, એમાં જિનેશ્વર દેવોની પ્રતિષ્ઠા કરવી અને એમાંથી પુનઃ એક નવા તીર્થનું સર્જન કરવું, એ અનુપમ ધર્મપુરુષાર્થ ગણાય. - હિમાચલ પ્રદેશના પર્વતીય ક્ષેત્રમાં આવેલું કાંગડા તીર્થ જૈન ધર્મનો ગૌરવભર્યો ઇતિહાસ છુપાવીને બેઠું હતું. છેક ઈ. સ. ૧૮૭૨-૧૮૭૩ના આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના પાંચમા ભાગના અહેવાલમાં ભારતના વિખ્યાત પુરાતત્ત્વવિદ્ અને સર્વેક્ષક ઍલેક્ઝાન્ડર કનિંઘમે કાંગડાના કિલ્લાની અંદર અંબિકામંદિરની દક્ષિણે આવેલાં બે સુંદર જિનમંદિરોનો ઉલ્લેખ કર્યો છે.
- ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! - નગરની દક્ષિણે પર્વતની સુંદર મજાની ટેકરી પર આવેલા વિશાળ પ્રાચીન કિલ્લામાં આ કાંગડા તીર્થ શોભતું હતું. એમાં શ્યામ વર્ણના આદિનાથ ભગવાનની પ્રાચીન વિશાળ, મનોહારી પ્રતિમા વિદ્યમાન હતી. આ કાંગડા તીર્થની સ્થાપના તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં મહારાજ સુશર્મચંદ્રએ કરી હતી.
આ મંદિરના સંસ્થાપક મહારાજ સુશર્મચંદ્ર ચંદ્રવંશીય ક્ષત્રિય હતા અને ચંદ્ર વંશના ધણા મહારાજાઓ જૈન ધર્મના અનુયાયી હતા. એ પછી મહારાજ રૂપચંદ્ર ચૌદમી શતાબ્દીમાં કાંગડા નગરમાં ભગવાન મહાવીરસ્વામીની સુવર્ણપ્રતિમાં અને મંદિર સ્થાપિત કર્યું.
ઇતિહાસના પગલે ચાલીએ તો આજથી સેંકડો વર્ષ પહેલાં વિ. સં. ૧૪૮૪માં મહારાજા નરેન્દ્રચંદ્ર ઉપાધ્યાયશ્રી જયસાગર જી મહારાજના નેતૃત્વમાં સિંધથી આવતા વિશાળ યાત્રાસંઘનું બહુમાન કર્યું હતું, એટલું જ નહીં, પરંતુ ઉપાધ્યાયશ્રી જયસાગરજી મહારાજના ધર્મોપદેશનું ભક્તિભાવપૂર્ણ શ્રવણ કર્યું હતું. મહારાજા નરેન્દ્રચંદ્ર જૈન તીર્થંકરોની પ્રતિમાનું ભાવપૂર્વક પૂજનઅર્ચન કરતા હતા. એમના પોતાના રાજ ભંડારમાં સ્ફટિક રત્નોથી શોભિત તીર્થકરોની મૂર્તિઓ હતી.
ઇતિહાસ કહે છે કે કાંગડાના દીવાન પણ જૈન ધર્મના ઉપાસક હતા અને આ ઐતિહાસિક કિલ્લા ઉપરાંત કાંગડા નગરમાં બીજાં ત્રણ જૈન મંદિરો વિદ્યમાન હતાં. કાંગડાની આસપાસનાં ક્ષેત્રોમાં જૈન સમુદાય મોટી સંખ્યામાં વસતો હતો. વિ. સં. ૧૪૮૪માં ઉપાધ્યાયશ્રી જયસાગરજીનો યાત્રાસંઘ કાંગડા જિલ્લામાં આવેલા ગોપાચલપુર, નન્દનવનપુર, કોટિલ ગામ અને કોઠીપુર જેવાં શહેરોમાં જૈનમંદિરોનાં દર્શન માટે ગયો હતો. આમ, આ વિસ્તાર એ જિનમંદિરો અને જિન અનુયાયીઓની ગરિમા ધરાવતો પ્રદેશ હતો.
જૂના કાંગડાના બજારમાં ઇન્દ્રવર્માના હિંદુ મંદિરમાં આજે એની દીવાલો પર નવમી સદીમાં બનેલી બે જૈનમૂર્તિઓ મળે છે. કેટલાંક વર્ષ પહેલાં કાલી દેવીના મંદિરમાં એક શિલાલેખ મોજૂદ હતો, જેમાં * ૐ સ્વસ્તિ શ્રી જિનાય નમઃ” નામનો લેખ હતો.
પ્રાચીન કાંગડા નગરમાં આવેલો એક કૂવો પંજાબીમાં ‘ભાવવાં દા ખૂહ”
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ !
જે
પ્રેરણાની પાવનમૂર્તિ અર્થાત્ ‘જૈનોના કૂવા' તરીકે પ્રસિદ્ધ હતો. પંજાબમાં જેનોને ‘ભાવડા’ કહે છે. અને ‘જિસકે ભાવ બડે હૈ વો ભાવડાં’ એવો એનો અર્થ થાય છે. વિ. સં. ૧૯૩૨માં આ પાવન તીર્થનું મહિમાગાન કરતાં સ્તવનો મળે છે અને અહીંયાં રહેલા સ્તંભો અને તૂટેલી દેરીઓ એમ કહે છે કે કદાચ પ્રાચીન સમયમાં એક કાળે અહીં ભવ્ય બાવન જિનાલય વિદ્યમાન હશે.
બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનના સમયનું આ તીર્થ આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની વિશાળ મનોહર પ્રતિમા ધરાવે છે. ૩૯.૫ ઇંચ અને ૩૧ ઇંચની લંબાઈ-પહોળાઈ ધરાવતી શ્યામ વર્ણની બંને ખભા પર લટકતી વાળની લટવાળી શ્રી આદિનાથ ભગવાનની આ અત્યંત નેત્રાનંદકારી એવી અદ્વિતીય મૂર્તિ છે. વળી આ જ જિનાલયના રંગમંડપમાં શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયક શાસનદેવી માતા અંબિકાનું ભવ્ય ભવન આવેલું છે. આસપાસના પ્રદેશમાં આવેલા જૈન અવશેષો એક સમયે હિમાચલ પ્રદેશમાં પ્રવર્તી રહેલી જૈન ધર્મની જાહોજલાલીની ગવાહી આપે છે.
જૈન શ્રેષ્ઠીઓથી સમૃદ્ધ આ જૈન નગરીમાં ખરતરવસહી, પેથડવસહી, આલિગવસહી જેવાં જિનાલય હતાં, જેમાં મૂળનાયક તરીકે અનુક્રમે શાંતિનાથે ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને આદિનાથ ભગવાન બિરાજમાન હતા. વિ. સં. ૧૯૩૪માં કનકસમગણિ મહામુનિરાજ સંધસહિત આ ગૌરવશાળી તીર્થના દર્શને આવ્યા હતા.
મુનિરાજશ્રી જિનવિજયજી મહારાજે ‘વિજ્ઞપ્તિ ત્રિવેણી’ નામના કાંગડા તીર્થની યાત્રા સંબંધિત એક પ્રાચીન વિશાળ ઐતિહાસિક વિજ્ઞપ્તિપત્રનું પુનર્લેખન કર્યું, જે ગ્રંથ સ્વરૂપે “જૈન આત્માનંદ મહાસભા' ભાવનગર દ્વારા ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થયું છે. તેમાંથી આ તીર્થની પ્રાચીનતાના અનેક પુરાવાઓ અને એ સમયે બનેલી ધર્મપ્રેરક ઘટનાઓની વિગતો પ્રાપ્ત થઈ. તેઓ પાટણના ગ્રંથભંડારોમાં સંશોધનકાર્ય કરતા હતા, તે સમયે આ વિજ્ઞપ્તિપત્ર હાથ લાગ્યો અને તેમણે આ વિસ્મૃત તીર્થની શોધ ચલાવી. તેઓએ આ કાર્ય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને સોંપ્યું.
૧૯૨૩માં ગુરુવલ્લભની છત્રછાયામાં હોશિયારપુરથી કાંગડા આવેલા વિશાળ યાત્રાસંઘે જૈન સિદ્ધાંત પ્રમાણે આદીશ્વર દાદાનું પૂજન કર્યું અને આ સમયે
એક અત્યંત નાનકડા જિનાલયમાં આદીશ્વર ભગવાનની મનોહર વિશાળ પ્રતિમા જોઈને ઊંડો આઘાત લાગ્યો. એમના આદેશથી તત્કાળ ‘અખિલ ભારતીય કાંગડા તીર્થોદ્ધાર કમિટી'ની રચના થઈ અને સરકાર પાસે એવી માગણી મૂકવાનું નક્કી કર્યું કે કિલ્લામાં એક સુંદર નવીન મંદિર અને યાત્રીગણ માટે ધર્મશાળા બનાવવાની મંજૂરી આપે તેમજ એનો સઘળો ખર્ચ આ કમિટી ઉપાડશે.
પંજાબ-લાહોરના ગવર્નર અને પુરાતત્ત્વ વિભાગના નિર્દેશકને વિનંતી કરવામાં આવી, પરંતુ સરકારી કાયદાને પરિણામે એને મંજૂરી મળી નહીં. એ પછી ફરી એક વાર ૧૯૨૭ની ૧૦મી સપ્ટેમ્બરે પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાએ આ માટે પ્રયાસ કર્યો, પરંતુ એને સફળતા સાંપડી નહીં. ૧૯૩૨માં પુનઃ પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ એમાં પણ નિષ્ફળતા જ મળી. આ નાનકડા જિનાલયમાં આવેલી જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની પ્રતિમા ભૈરવદેવને નામે ઓળખાતી હતી અને તેમના પર તેલ અને સિંદૂર ચડાવવામાં આવતું હતું. આ પ્રતિમા પુનઃ પ્રાપ્ત કરવા વારંવાર પ્રયત્નો થયા. ૧૯૪૦માં પંજાબકેસરી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ફરી યાત્રાસંઘ લઈને કાંગડા આવ્યા. આ સમયે એમણે અધિકારીગણને આગ્રહ કર્યો. ૧૯૫૨માં તીર્થોદ્ધાર માટે પાંચમો પ્રયત્ન કરવામાં આવ્યો. એ પછી વળી ત્રણેક વિશેષ પ્રયત્નો થયા. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પણ પ્રયત્નો કર્યા, પરંતુ ધારી સફળતા મળી નહીં. ૧૯૬૭માં કસ્તૂરભાઈ લાલભાઈ સ્વયં કાંગડા તીર્થમાં આવ્યા હતા, પરંતુ સરકારી નિયમોનું બંધન જોતાં તેઓને આ તીર્થ પુનઃ પ્રાપ્ત કરવું અશક્ય લાગ્યું.
આમ પ્રયત્નોની હારમાળા ચાલી, પણ કાંગડા તીર્થોદ્ધારની સ્થિતિ શક્ય નહોતી બનતી. આને માટે આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજીએ આ પાવનધામનો મહિમા સહુને સમજાવ્યો. તેઓ આ તીર્થોદ્ધાર માટે જીવનપર્યંત પ્રયાસ કરતા હતા. તળેટીમાં નવીન જિનાલય અને ધર્મશાળાની સ્થાપના માટે વિશાળ ભૂમિ મેળવી. દૂરદર્શી આચાર્યશ્રીને અંતરજ્ઞાનથી આ તીર્થના પુનરોદયનો ભાસ થઈ ગયો હતો, પરંતુ એમની ઉપસ્થિતિમાં જે શક્ય ન બન્યું, તે એમની જન્મશતાબ્દીના વર્ષમાં શક્ય બન્યું.
૧૯૭૦માં દાની સાહેબે સરકારી અધિકારી તરીકે આ સ્થળની મુલાકાત
33
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ લીધી અને શાંતિલાલજી નાહરે એમને કાંગડા તીર્થોદ્ધારની વાત કરી, ત્યારે એમણે કહ્યું, ‘સુપ્રિન્ટેન્ડન્ટ મહોદય આવશે પછી આ શક્ય બનશે.’
‘હોરી યાત્રા' (હોળી)નો ઉત્સવ આવ્યો. સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી આર. સી. સુબ્રમણ્યમ્ કાંગડા આવ્યા. એમને વિનંતી કરવામાં આવી અને એમણે મંદિરની નાનકડી દેરી પાસે બિરાજમાન વિશાળ પ્રતિમા જોઈને કહ્યું, ‘આ પ્રતિમા હકીકતમાં આ મંદિરની નથી, એથી એને અન્ય સ્થળે બિરાજમાન કરી શકાશે.”
બરાબર આ જ વખતે તળેટીમાં તીર્થભૂમિ પર પ્રભુપૂજનની બોલીઓ ચાલી રહી હતી. કાર્યકર્તાઓની વિનંતીને માન આપીને ડૉ. સુબ્રમણ્યમે અંગ્રેજીમાં પોતાનો અભિપ્રાય આપ્યો. ત્રણ દિવસ માટે પૂજા કરવાની પરવાનગી આપી. એવામાં ડૉ. સુબ્રમણ્યમના સ્થાને ડૉ. અસલમ નામના સરકારી અધિકારી આવ્યા. એમણે પણ પૂર્વ નિર્ણયનો સ્વીકાર કર્યો. હોરી યાત્રાના ત્રણ દિવસ માટે પ્રભુપૂજન કરવાની પરવાનગી પ્રાપ્ત થઈ. એનો અર્થ એ થયો કે ફાગણ સુદ તેરસ, ચૌદસ અને પૂનમ એ ત્રણ દિવસે જ ભક્તજનો પ્રભુનું પૂજન કરી શકે.
આ નિયમને પરિણામે લોકોના હૃદયમાં થોડો આનંદ થયો, પણ ત્રણ દિવસના પૂજન-અર્ચનથી શું થાય ? પ્રભુને તો રોજ મસ્તક નમાવવાનું હોય ! એમનાં દર્શન-પૂજનથી પાવન થવાનું હોય. વળી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર મૂળનાયક આદીશ્વરદાદાનો મહિમા છે, તો કાંગડા તીર્થમાં આદીશ્વરબાબાનો મહિમા થવો જોઈએ. સહુના હૃદયમાં એ ભાવ હતો કે આ કાંગડા તીર્થને પંજાબનું શત્રુંજય બનાવવું છે. જિનશાસનરત્ન શ્રદ્ધેય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના આદેશ પ્રમાણે ઈ. સ. ૧૯૭૮માં સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ ચાતુર્માસ માટે અહીં આવ્યાં. આ સમયે પુનઃ પ્રયત્ન કરવામાં આવ્યો. શ્રી અગરચંદજી નાહટા અને શ્રી ભવંરલાલજી નાહટાએ પણ આને માટે પ્રયત્ન કર્યા.
કાંગડામાં ચાતુર્માસ કરવાની પાછળનો સાધ્વીશ્રી મૃગાવતીજીનો હેતુ આ શાંત, એકાંત નિર્જન પ્રદેશમાં આત્મસાધના કરવાનો હતો. ધ્યાનસાધનાને માટે આ સ્થળ અત્યંત અનુકૂળ હતું. સમાજના અગ્રણી એવા લાલા શાંતિસ્વરૂપજી અને લાલા રિખવદાસજીને બોલાવ્યા અને સાધ્વીજીએ એમની ભાવના વ્યક્ત કરી. કાંગડામાં ધર્મશાળા હતી, પણ કોઈ મંદિર નહોતું. માત્ર કિલ્લામાં આવેલા એક રૂમમાં ઋષભદેવ ભગવાનની પ્રતિમા હતી.
| ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! સાધ્વીજીનો કાંગડામાં આવવાનો વિચાર સાંભળીને આ બંને અગ્રણીઓ પ્રસન્ન થઈ ગયા. આમે ય સાધ્વીશ્રી મૃગાવતીજી ચાતુર્માસ માટે એકાંત અને શાંત સ્થળ પસંદ કરતાં. કલાકો સુધી ધ્યાનમાં તલ્લીન રહેતાં. એકાંતમાં મૌનસાધનામાં મગ્ન રહેવામાં એમને અનોખી મજા આવતી હતી. જ્યારે બીજી બાજુ આ અગ્રણીઓને એમ થયું કે આ પ્રાચીન તીર્થનો પુનરુદ્ધાર કરવો છે, તો તેને માટે સાધ્વીજી આવશે તો સઘળો કઠિન માર્ગ સરળ બની જશે. પંજાબના બીજા સંઘોએ સાધ્વીજીને ચાતુર્માસ માટે વિનંતી કરી હતી અને કોઈએ તો કહ્યું કે શહેર છોડીને આવા જંગલમાં શું કામ જાઓ છો ? ત્યાં તો જૈનધર્મીનું એક ઘર પણ નથી. કોઈએ એવી તાકીદ પણ કરી કે જે પંચાવન વર્ષમાં થયું નથી, તે કાંગડા તીર્થ હવે ક્યાંથી આપણને મળશે ? સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું કે, તે થાય કે ન થાય, એ તો ભગવાનના હાથમાં છે, પણ મારી આત્મસાધના તો થઈ શકશે ને !
છેલ્લાં પાંચસો વર્ષમાં કોઈ જૈન સાધ્વીએ કાંગડાની પ્રાચીન પવિત્ર ભૂમિ પર ચાતુર્માસ કર્યો નહોતો, કાંગડા તીર્થસમિતિના સભ્યોએ સાધ્વીશ્રીના સ્વાગત માટે ઘણી તૈયારી કરી. જુદા જુદા શ્રીસંઘોને નિમંત્રણ આપ્યું. લુધિયાણા, જાલંધર, અંબાલા, હોશિયારપુર, જીરા અને પટ્ટી જેવાં પંજાબનાં અનેક શહેરોમાંથી સેંકડો લોકો ચાતુર્માસ પ્રવેશના સ્વાગતોત્સવ સમયે ઉપસ્થિત રહ્યા. મુંબઈના યાત્રીઓને લાવવા માટે એક સ્પેશિયલ બોગીનો પ્રબંધ કરવામાં આવ્યો. બેન્ડવાજાની મધુર સુરીલી ધૂન સાથે મહાનુભાવોની યાત્રા કાંગડા તરફ ચાલી. ઘનઘોર જંગલમાં ધર્મોત્સવનું મંગલ સર્જાઈ ગયું. ભક્તિની સીમાની પરાકાષ્ઠા સહુને નજરોનજ ૨ જોવા મળી. સહુ કોઈ આનંદવિભોર બની, મસ્ત થઈને નૃત્યગાન કરી રહ્યા હતા અને પંજાબ કેસરી ગુરુવલ્લભના નામનો જયજયકાર ચોમેર ગુંજી રહ્યો.
ચાતુર્માસ પ્રવેશની પૂર્ણાહુતિ પછી તરત જ મુશળધાર વરસાદ શરૂ થયો. આ વરસાદને કારણે રસ્તાની બાજુ ની ભેખડો ધસી પડી અને તેથી ત્રણ દિવસ સુધી વાહન-વ્યવહાર ચાલુ થઈ શક્યો નહીં. પ્રવેશના સમયે આવેલી વિશાળ જનમેદનીની સઘળી જરૂરિયાતોનો પૂરો ખ્યાલ લાલા શાંતિસ્વરૂપજી અને એમની સમિતિએ રાખ્યો. જંગલમાં મંગલ થઈ રહ્યું.
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ એક એવું અનુપમ, હર્ષોલ્લાસભર્યું સ્વાગત થયું કે જેમણે એ નિહાળ્યું, તે હજી પણ એ ભાવ, ભક્તિ, ઉમંગ અને ઉત્સાહ ભૂલી શક્યા નથી. ઉત્સવમાં ભાગ લેવા આવેલા હિમાચલ પ્રદેશના તત્કાલીન શિક્ષણમંત્રી શ્રી દોલતસિંહજી ચૌહાણ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શ્રમણકુમારજી ચૌહાણે સાધ્વીશ્રી મૃગાવતીજીના કાંગડામાં ચાતુર્માસ સમયે સ્વાગત કરતાં કહ્યું કે એમના આગમનથી આ ધરતી પાવન થઈ છે અને કણ કણ પુલકિત થઈ ગયા છે. આવો સંત સમાગમ જન્મજન્માંતરના કોઈ પુણ્યથી જ પ્રાપ્ત થાય.
આ પ્રસંગે સાધ્વશ્રી મૃગાવતીજીએ ગુરુવલ્લભના વચન અનુસાર કાંગડા તીર્થને શત્રુંજય બનાવવા માટે નજીકની તળેટીમાં શાસ્ત્રીય રીતે એક નૂતન રમણીય શિખરબંધી દેરાસર બનાવવાની યોજના પ્રસ્તુત કરી અને જનમેદનીએ તાલીઓના ગડગડાટ સાથે એમની વાતને વધાવી લીધી. સાધ્વીશ્રી મૃગાવતીજી અને અન્ય સાધ્વીસમુદાય ધર્મશાળાના સ્થાનમાં ઊતર્યાં હતાં, તે કાંગડાની ભૂમિનું સૌથી રળિયામણું સ્થાન હતું. જાણે કોઈ ઋષિની તપોભૂમિ જેવું જ લાગે. એની આસપાસ હરિયાળાં લીલાંછમ ખેતરો ફેલાયેલાં જોવા મળતાં હતાં. એક બાજુ બાણગંગા અને બીજી બાજુ માઝી નદીનો મધુર કલકલ નાદ અને પક્ષીઓના કલરવથી વાતાવરણ સતત કર્ણમધુર સંગીતથી ગુંજતું હતું.
મોડી રાત્રે ચોતરફ શાંત અને નિરવ વાતાવરણ હોય ત્યારે નદીના વહેતા નીરના સુમધુર નાદની સાથે એક પહાડી યુવાનની વાંસળીનો મંદમંદ સુર એવી રીતે વાગતો હતો કે મધ્યરાત્રીએ એ સાંભળનારને પ્રકૃતિ અને સંગીતની દિવ્યતાનો અનુભવ થતો. પરમતત્ત્વનો સ્પર્શ અનુભવાતો અને વાંસળીના મધુર સૂરો શ્રવણ કરનારના કાનમાં સદા ગુંજતા રહેતા હતા. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ એ વાંસળીવાદક યુવાનની તપાસ કરાવીને તેને બોલાવ્યો. પૂ. સાધ્વીજીને સંગીતકલામાં ઊંડા રસરુચિ હોવાથી એમણે એની કલાનો આનંદ માણ્યો એટલું જ નહીં, પણ એને એ કળામાં પ્રગતિ સાધીને વિકાસ સાધવાની પ્રેરણા આપી. પરોઢિયે પર્વતના હિમાચ્છાદિત શિખર પર પડતાં સૂર્યનાં કિરણો જાણે કે પ્રકૃતિ દેવીના તેજે મયાં ન હોય ! આવા અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં બેસીને ધ્યાન કરવું, એનો આનંદ જ કંઈ ઓર હતો.
આવા સૌંદર્યમંડિત પાવન સ્થાન પર જગતને અસિ, મસિ અને કૃષિને
ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! - શીખવનાર ભગવાન આદિનાથની સ્થાપિત પ્રતિમાનાં દર્શન કરવા માટે સર્વ ભાવિકો ઉત્સુક હતા. સહુ કોઈ ઇચ્છતા હતા કે એમને સદાને માટે એમના ભગવાનનાં દર્શન અને પૂજાસેવાનો અધિકાર પ્રાપ્ત થવો જોઈએ. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ આ મંગળકારી ઇચ્છાની પૂર્તિને માટે જપ-આરાધના શરૂ કરી. હોશિયારપુરથી આવેલી શ્રાવિકાઓને પણ કાર્યસિદ્ધિમાં સાધક બનવા માટે જપ કરવાની સલાહ આપી અને એક જપમય, તપોમય વાતાવરણ સર્જાઈ ગયું. ધ્યેયસિદ્ધિમાં જપસાધનાનું બળ ઉમેરાયું.
એનો પ્રભાવ કહો તો પ્રભાવ અને સાધ્વીજીનું સંકલ્પબળ કહો તો તે, પરંતુ જપસાધનાનો પ્રારંભ કર્યા પછી માત્ર સત્તર દિવસ બાદ ૧૯૭૮ની ૯મી ઑગસ્ટે પુરાતત્ત્વ વિભાગના અધિકારી શ્રી શીતલપ્રસાદજી જૈન સ્વયં પૂ. સાધ્વીજી મહારાજનાં દર્શને આવ્યા.
સાધ્વીજી મહારાજે કહ્યું કે જૈનોને એમના ભગવાનની પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ. આ શબ્દોનો એવો પ્રભાવ પડ્યો કે પંચાવન વર્ષની મુશ્કેલીઓ માત્ર પંદર મિનિટના વાર્તાલાપમાં દૂર થઈ ગઈ. સરકારી અધિકારી શ્રી શીતલપ્રસાદજી દિગંબર જૈન હોવાથી સાધ્વીજીની ભાવનાને તત્કાળ પામી ગયા અને એમના પ્રસ્તાવને શીધ્ર કાર્યાન્વિત કરી દીધો.
પ્રભુપૂજા માટે સમગ્ર વર્ષમાં માત્ર ત્રણ જ દિવસ દ્વાર ખૂલતાં હતાં. હવે ચાર મહિના સુધી દ્વાર ખુલ્લાં રહેશે એમ કહ્યું . એમણે કહ્યું કે હું તો એક નાનો, સામાન્ય અધિકારી છું, તેથી મારાથી તમને હંમેશને માટે આ સ્થાન આપી શકાય નહીં. આ અંગે હું મારા ઉપરી અધિકારી સમક્ષ તમારી યોગ્ય દરખાસ્ત પ્રસ્તુત કરીશ.
છેલ્લાં પંચાવન વર્ષથી સમાજ અને રાષ્ટ્રના દિગ્ગજ અગ્રણીઓ પણ પ્રયાસ કરતા હતા. ખુદ શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને જે કાર્ય અસંભવ લાગ્યું હતું, તે સાધ્વીશ્રી મૃગાવતીજીના પુણ્યપ્રતાપે સંભવ બન્યું. સાધ્વીશ્રી મૃગાવતીજી રોજ બપોરે ત્રણથી ચાર વ્યાખ્યાન આપતાં હતાં. કાંગડાના પહાડી લોકો એમનું મધુર વ્યાખ્યાન સાંભળીને ભાવવિભોર બની જતા.
આ પહાડી લોકો સામાન્ય રીતે તો એમના ઘરમાંથી કાનખજૂરા, સાપ જેવા જીવ નીકળતા, તો એને મારી નાખતા હતા. હવે એમને અભયદાન
- ૧૩૭
૧૩૬
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ !
-
આપવા લાગ્યા હતા, એથીય વિશેષ સાધ્વીશ્રીના ઉપદેશથી એમણે દારૂ, ઈંડાં, માંસ આદિનું ભક્ષણ અને બીજાં દુર્બસનોનો પણ ત્યાગ કર્યો હતો. કાંગડાની પ્રજામાં પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી પ્રત્યે અપાર ભાવના જાગી. સહુ એમના દર્શનથી પાવન થવા ઉત્સુક બન્યા. એવામાં દિવાળીનું પર્વ આવતાં ઉત્સવનું વાતાવરણ રચાઈ ગયું. એ સમયે ધનતેરસના દિવસે સહુએ સાધ્વીજી મહારાજને પોતાના ઘેર પગલાં કરવા આગ્રહભરી વિનંતી કરી. સાધ્વીજી મહારાજ પધારે એ એમના જીવનનો પરમ આનંદ-ઉત્સવ હતો. આથી સાધ્વીશ્રી મૃગાવતીજી પોતાના સાધ્વી સમુદાયને લઈને આ ઘરોમાં પગલાં કરવા ગયાં. દરેક વ્યક્તિએ પોતાના ઘરને સરસ રીતે લીંપીને સજાવીને રાખ્યું હતું. ઘરની દીવાલો પર વેલબુટ્ટાની આકૃતિઓ કે રંગબેરંગી ચિત્રો હતાં. એથીય વિશેષ તો સહુના હૃદયમાં આનંદનો સાગર હિલોળા લેતો હતો. એ વર્ષે પર્યુષણ પર્વની ભવ્ય રીતે ઉજવણી થઈ અને આ ચાતુર્માસ સમયે દેશના જુદા જુદા ભાગોમાંથી હજારો યાત્રિકો આવ્યા હતા.
આ સમયે લાલા શાંતિસ્વરૂપજી અને એમની સમિતિએ અત્યંત ભાવપૂર્વક સાધર્મિક ભક્તિ કરી હતી. જંગલ જેવા આ સ્થાનમાં આટલી બધી વ્યક્તિઓ માટે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ક્યાંથી મળે? ભોજનની વ્યવસ્થા કે સૂવાની વ્યવસ્થા કઈ રીતે થઈ શકે ? આવી અનેક મુશ્કેલીઓ પડે તેમ હતી, પરંતુ આ કાર્યકરોના ધર્મઉત્સાહને પરિણામે યોગ્ય સમયે સહુને જરૂરી ચીજવસ્તુઓ મળી જતી. હકીકત એ હતી કે આ બધી સામગ્રી અહીંથી એકસો કિલોમીટર દૂર આવેલા હોશિયારપુર શહેરમાંથી મંગાવવી પડતી હતી.
- આ પૂર્વે કાંગડા તીર્થમાં બાબા આદિનાથનાં દર્શન કરવા માટે આટલો વિરાટ લોકસમૂહ ક્યારેય આવ્યો નહોતો. તે સમયે આકાશવાણીના સીમલા કેન્દ્ર દ્વારા ૧૯૭૮ની ૧૩મી નવેમ્બરે રાત્રે સવા નવ વાગે પૂર્વ ધારાસભ્ય પ્રો. ચંદ્રવર્કરનો ‘હિમાચલમાં જૈન ધર્મ પરંપરા’ વિશેનો વાર્તાલાપ પ્રસારિત થયો હતો.
અત્યાર સુધી માત્ર ચાતુર્માસ પૂરતી જ ભગવાનની પૂજા અને દર્શનની સરકારી અનુમતિ હતી, પરંતુ ગુરુવલ્લભની પ્રેરણા ધરાવતાં સાધ્વીજી મહારાજ સદાને માટે પૂજા-દર્શનનો અધિકાર મેળવવા ચાહતાં હતાં. આ માટે
તેઓ નિરંતર સાધના, પ્રાર્થના અને જપ કરતાં રહ્યાં. ઈ.સ. ૧૯૭૮ની ૨૦મી
ઑક્ટોબરે પુરાતત્ત્વ વિભાગના બીજા એક ઉચ્ચ અધિકારી શ્રી હેમેન્દ્ર કૃષ્ણનારાયણ (શ્રીનગર પુરાતત્ત્વ વિભાગના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ) એમના નિયમ પ્રમાણે સર્વે કરવા અહીં આવ્યા. તેઓ કાશ્મીરના વતની હતા. જાણે કોઈ
આકર્ષણથી ખેંચાઈને કેન્દ્ર સમ્રાર દારા ઘર અનુમતિ ગ્રાશ આવ્યા હોય અને No. 1/1v78-M-31371
કોઈ એમને સાદ Government of India Archaeological Survey of India પાડીને અહીં
Mantoo Building, Rajbrgh, બોલાવતું હોય, તેવી Sbrinagar,
Dated the 6-11-1978 અધિકારીને અનુભૂતિ The Secretary, Shri Shwetamber Jain Kangra
થઈ હતી. Tirath Yatra Sangh. Hoshiarpur (Punjab)
સાદ વાર જી Sub: Worship in the Jain temple in Kangra Fort. Sir,
મહારાજની એકાંત With reference to your letter No, nill dated 2 30.10.1978 on the subject cited above I am to
L. 88401-11 inform you that worshippers, can worship in the પ્રાર્થના અને અવિરત temple between 7 a.m. to 12 p.m, and 6 p.m. to
જપનું એ પરિણામ officer is being instructed accordingly.
Your faithfully,
પણ હોઈ શકે. Sd/-(H. K. Narain)
- સાધ્વીજીએ એમને Superintending Archaeologist.
ત્યાંની સઘળી પરિસ્થિતિથી વાકેફ કર્યા. પોતાની અને આસપાસના લોકોની ભાવના પ્રગટ કરી. એનાથી પ્રભાવિત થઈને આ મંદિર ખુલ્લું રાખવાનો હુકમ અધિકારી શ્રી હેમેન્દ્ર કૃષ્ણનારાયણે પોતાના કાર્યાલયમાંથી જ કર્યો. વાત અહીં જ સમાપ્ત ન થઈ. અધિકારીના મનમાં સાધ્વીજીની વાત બરાબર ઠસી ગઈ. એમણે સામે ચાલીને કિલ્લાની ચાવીઓ પણ તીર્થ કમિટીના સભ્યોને ધરી દીધી.
ચોતરફ હર્ષોલ્લાસનો સાગર ઊછળવા લાગ્યો. સહુને થયું કે અમારો કાંગડાબાબાનો દરબાર હંમેશાંને માટે ખૂલી ગયો. હવે ભક્તોને ભગવાનની પૂજા-સેવા કરવાનો રોજ લાભ મળશે. વિશાળ જનમેદની આનંદભેર નાચવાકુદવા લાગી.
૧૩૮
-
૧૩૯
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
એ પછી યુગદ્રષ્ટા કલિકાલકલ્પતરુ જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના સ્વર્ગારોહણનો દિવસ અહીં ઊજવવામાં આવ્યો. કારતક સુદ બીજના દિવસે ગુરુ મહારાજનો જન્મદિવસ ઊજવવામાં આવ્યો. સાધ્વીજી મહારાજની એ વિશેષતા હતી કે એ આવા કાર્યક્રમ માટે કોઈ રાજકીય નેતાને તેઓ વિનંતી કરતાં નહીં. એમને નિમંત્રણ સુધ્ધાં પાઠવતાં નહીં, હકીકતમાં અગ્રણી નેતાઓ સાધ્વીજીની પાછળ એમને શોધતા શોધતા આશીર્વાદ લેવા આવતા હતા.
બેસતા વર્ષની પરોઢે પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ પ્રભુદર્શન માટે દેરાસરમાં ગયાં હતાં. એ સમયે એક કાર્યકરે આવીને સમાચાર આપ્યા કે આ પ્રદેશના શિક્ષણમંત્રી શ્રી દોલતસિંહજી ચૌહાણ સ્વયં એમને મળવા આવ્યા છે. પૂ. સાધ્વીશ્રી મહત્તરાજી અત્યંત શાંતિ અને ભાવપૂર્વક પ્રભુદર્શન કરતાં હતાં. ક્યારેય એમાં સહેજે ઉતાવળ કરતાં નહીં. દેરાસરમાંથી દર્શન કરીને તેઓ બહાર આવ્યાં ત્યારે શ્રી દોલતસિંહજી ચૌહાણે કહ્યું, ‘મહારાજશ્રી, આપના દર્શને આવ્યો છું. નૂતન વર્ષના આશીર્વાદ લેવા આવ્યો છું.'
મહારાજશ્રીએ એમને આશીર્વાદ આપ્યા અને એ પછી તો બંને વચ્ચે ઘણા લાંબા સમય સુધી વાર્તાલાપ ચાલ્યો.
સાધ્વીજીનાં તેજ અને તપનો પ્રભાવ સતત વિસ્તરતો હતો. હિમાચલ પ્રદેશના આ સુમસામ નિર્જન વનમાં માનવ મહેરામણ ઊભરાવા લાગ્યો. ઇતિહાસવિદો અને સંશોધકો આ પ્રદેશના જૈન અવશેષો અને એના પ્રાચીન ઇતિહાસનું પ્રમાણભૂત સંશોધન કરવા લાગ્યા.
વર્ષાકાલીન ચાતુર્માસ વીતી ગયો, પણ શ્રાવકોએ સાધ્વીજી અને તેમના સમુદાયને અન્ય પ્રદેશમાં વિહાર કરીને જવા દીધાં નહીં. એમની ઇચ્છા તો એમના સાન્નિધ્યમાં જ કાંગડા તીર્થના નૂતન જિનાલયનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરાવવાની હતી. સહુએ આદરપૂર્વક કહ્યું કે આપશ્રીએ અહીંની ગ્રીષ્મ અને વર્ષાઋતુનો આનંદ મેળવ્યો છે. હવે હિમાલયની ગોદમાં આવેલા આ તીર્થના કડકડતા શિયાળાનો આનંદ મેળવો, તો સારું. પ્રકૃતિ શીતકાળમાં સાવ અનોખું રૂપ ધારણ કરે છે.
ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયઇન્દ્રદિસૂરિજી મહારાજની નિશ્રામાં બટાલાથી કાંગડાદાદાની યાત્રાએ પંજુ શાહ ધર્મચંદ નારવાલીયા તરફથી
* ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! - પગપાળા ચતુર્વિધસંઘ નીકળ્યો. કાંગડા પહોંચીને ૧૯૭૯ની ૧૦મી ફેબ્રુઆરીએ સવારના સવા આઠ વાગે ગુરુભક્ત રાયસાહેબ રાજ કુમારના હાથે કાંગડાના આ પ્રાચીન જૈનતીર્થમાં નૂતન જિનાલયના ભૂમિખનનનું કાર્ય સિદ્ધ થયું. મધ્યાહ્ન ૧૨-૩૯ના વિજય મુહૂર્ત વિશાળ જનમેદનીના જયજયકારની વચ્ચે બાબુ રિખબદાસના શુભહસ્તે શિલાન્યાસ સમારોહ સંપન્ન થયો. પછી ફાગણ માસમાં હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયમૂર્તિ અને જૈન વિદ્વાન તથા વિચારક શ્રી ટી. યુ. મહેતાની અધ્યક્ષતામાં અહીં હોરી મેળો ઊજવવામાં આવ્યો.
એક સાધ્વીજીના દૃઢ સંકલ્પના પ્રભાવનો સહુને પ્રત્યક્ષ અનુભવ થયો. પૂ. મૃગાવતીશ્રીજી મહારાજે ગુરુભક્ત શ્રી ઉમેદમલ જૈનને લખેલા એ શબ્દો યાદ આવે છે, ‘કાંગડા તીર્થની ભક્તિ મારા હૃદયમાં છે. તીર્થભક્તિ કરતાં મારું કલ્યાણ થાય તેમ હું ઇચ્છું છું.’ એમનાં જપ અને તપની શક્તિનો સમાજને ખ્યાલ આવ્યો. ગુરુ પ્રત્યેની અગાધ આસ્થાનો પરિચય મળ્યો અને એક ઐતિહાસિક પ્રાચીન જૈન મંદિરનો પુનરુદ્ધાર થયો. ભક્તજનોની સુવિધા માટે ધર્મશાળાનો વિકાસ કરવામાં આવ્યો અને નૂતન જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું. સહુકોઈના હૃદયમાં આનંદની અપાર હેલી ચડી હતી.
એ પછી પણ આ પરંપરા ચાલુ રહી અને મહત્તરા સાધ્વીજી કાળધર્મ પામ્યા બાદ એમની જ પાવન પ્રેરણાના બળે એમનાં સુશિષ્યા પરમવિદુષી સુવ્રતાજી મહારાજે જિનમંદિરના નિર્માણમાં પૂર્ણ યોગદાન આપ્યું. આચાર્યશ્રી વિજયઇન્દ્રદિક્ષસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી સાધ્વીશ્રી સુવ્રતાજી, સાધ્વીશ્રી સુયશાજી અને સાધ્વીશ્રી સુપ્રજ્ઞાજીએ દિલ્હીથી ઉગ્ર વિહાર કરીને શારીરિક કષ્ટોની પરવા કર્યા વિના ૧૯૮૯નો ચાતુર્માસ કાંગડામાં કર્યો અને સમગ્ર નિર્માણ કાર્યને તીવ્ર ગતિ પ્રદાન કરી.
ચાતુર્માસ અને કાંગડા તીર્થનાં પ્રતિષ્ઠા કાર્યોમાં કાંગડા સમિતિના પ્રમુખ શ્રી યશપાલજી, મંત્રીશ્રી કમલકિશોરજી, ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રકુમારજી, હોશિયારપુરના શ્રીસંઘના પ્રમુખ અભિલાષકુમારજી વગેરેએ તન, મન અને ધનથી પોતાનો સંપૂર્ણ સહયોગ આપ્યો. બાળપણથી જ મધુર સ્વરે ભજનોનું ગાન કરતાં શ્રી કમલકિશોરજી તો આજે પણ સાધ્વીશ્રી મૃગાવતીજી પ્રત્યે અડગ શ્રદ્ધા અને ઉત્કૃષ્ટ ભક્તિ ધરાવે છે.
૧ve
૧૪
=
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
નમ્રતા અને નિઃસ્પૃહતા
૧૯૯૦ની ૩૦મી એપ્રિલ અને વૈશાખ સુદિ છઠ્ઠ ને સોમવારે આ મહાતીર્થ પરની તળેટીના જિનમંદિરમાં આચાર્યદેવ ગચ્છાધિપતિ વિજયઇન્દ્રદિત્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો અને મૂળનાયક તરીકે તેમાં ભગવાન આદિનાથની પ00 વર્ષ પ્રાચીન પ્રતિમા બિરાજમાન કરવામાં આવી.
કાંગડાના તળેટી મંદિરમાં પાંચસો વર્ષ જૂની ભગવાન શ્રી આદિનાથની પ્રતિમાની પણ એક કથા છે. એકવાર પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ જૈન સમાજના અગ્રણી લેખક અને વિચારક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને કહ્યું, ‘ભાઈ, મારે તો ના પ્રાચીન તીર્થસ્થાનમાં કોઈ પ્રાચીન પ્રતિમા જોઈએ છે. પ્રાચીન પ્રતિમાનો પ્રભાવ અને માહાભ્ય કંઈક અનેરાં જ હોય છે.’
આ સમયે શ્રી રતિલાલ દેસાઈએ જણાવ્યું કે, ‘આપની આવી ઉત્તમ ભાવના જાણીને મને આનંદ થાય છે. શ્રી રાણકપુર તીર્થમાં પાંચસો વર્ષ જૂની પ્રતિમા છે અને તે અંગે શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને વાત કરીશું.”
| શ્રી રતિભાઈ દેસાઈએ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સમક્ષ સાધ્વીજીની ઉન્નત ભાવના પ્રગટ કરી ત્યારે એમણે એમની વાતનો સાનંદ સ્વીકાર કર્યો. જ્યારે શ્રી રતિભાઈ દેસાઈએ સાધ્વીજી મહારાજને આ આનંદના સમાચાર આપ્યા ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થઈ ગયાં. એ પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા રાણકપુર તીર્થની આ પ્રાચીન પ્રતિમા પ્રાપ્ત થઈ અને તેને કાંગડાના તળેટી મંદિરમાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવી.
કાંગડા તીર્થના પુનરુદ્ધારનો પુરુષાર્થ એ જૈનઇતિહાસની અમર ગાથા બની રહ્યો. ગ્રંથોમાંથી એક પ્રાચીન તીર્થની ગરિમાનો ઉલ્લેખ મળ્યો. ગુરુ, વલ્લભને એ તીર્થને પુનઃ જીવંત કરવાની ભાવના જાગી અને સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાનાં પ્રેરણામૂર્તિ ગુરુની એ ભાવના તપોબળ, ભાવનાબળ અને જપબળને પ્રભાવે સાકાર કરી !
અમુક ઘટના સર્જાય એટલે ઇતિહાસ રચાતો હોય છે. જિનશાસનના ઇતિહાસમાં એવા અનેક પ્રસંગો અને બનાવો મળશે કે જ્યાં કોઈ ઘટના બનતી હોય અને નવો ઇતિહાસ રચાતો હોય, પરંતુ ઘટના સર્જાવાની હોય, તે ન સર્જાય અને ઇતિહાસ રચાઈ જાય એવો ચમત્કાર તો કદીક જ બનતો હોય
પંજાબનો વિરાટ લોકસમૂહ સાધ્વીશ્રી મૃગાવતીજીનો પડ્યો બોલ ઝીલતો હતો. સાધ્વીજીએ આ પ્રદેશમાં જૈન ધર્મની જ્યોતને તો ઉજ્વળ રાખી હતી, પણ તેથીય વિશેષ જૈન કે જૈનેતરોના જ નહીં, બલકે તમામ ધર્મના જનહૃદયમાં એમની ઉદાર દૃષ્ટિ અને અંતરની વિશાળતાને કારણે તેઓ સન્માનભર્યું શ્રદ્ધાસ્થાન બન્યા હતા. એમની વાણીમાં સરળતા હતી, વ્યવહારમાં વત્સલતા હતી, વિચારોમાં વિશાળતા હતી, સામાજિક સુધારણાની તેજસ્વિતા હતી. જેટલાં નિખાલસ હતાં, એટલાં નિરભિમાની હતાં.
સાધ્વીજી પોતાના સાધુજીવનમાં એક બાજુ સ્વાધ્યાયમાં સતત લીન રહેતાં, તો બીજી બાજુ શાસનનાં અશક્ય કાર્યોને શક્ય કરતાં હતાં, તો વળી એની સાથોસાથ સમાજની કુરૂઢિઓ અને કુપ્રથાઓ સામે પરિવર્તનનો પ્રચંડ જુવાળ તેઓએ જગાવ્યો હતો, તો એમની કરુણાદૃષ્ટિને કારણે
Page #78
--------------------------------------------------------------------------
________________
નમ્રતા અને નિઃસ્પૃહતા
પ્રેરણાની પાવનમૂર્તિ વિદ્યાલયો, અતિથિગૃહો, ગ્રંથાલયો, દવાખાનાંઓ અને એવાં અન્ય લોકકલ્યાણકારી કાર્યો થઈ રહ્યાં હતાં. અનેક જીવનમાં થઈ શકે તેવું કામ તે એક જીવનમાં કરી રહ્યાં હતાં. એમની આંતરિક ગુણસંપત્તિને પરિણામે એમનું આંતરજીવન સહુ કોઈને સ્પર્શી જતું, તો એમની વિદ્વત્તા, વફ્તત્વશક્તિ અને સત્યપ્રિયતા સહુના ચિત્ત પર ચિરસ્થાયી પ્રભાવ પાડતાં હતાં.
વિધિની કેવી અપૂર્વ ઘટના કહેવાય કે જ્યારે પંજાબદેશોદ્ધારક આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજીએ (પૂ. આત્મારામજી મહારાજે) સતલજના તીરેથી પોતાના શિષ્ય વિજયવલ્લભસૂરિજીને અંતિમ સંદેશમાં અનુભવ-નવનીત આપતાં કહ્યું,
‘સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કારિતા, ધર્મપ્રેમ અને સમૃદ્ધિની મારા પર સારી છાપ પડી છે. વીરભૂમિ પંજાબનાં પ્રેમ, સરળતા તથા અનન્ય ગુરુભક્તિ પણ કેમ ભુલાય ? એ પ્રદેશો દ્વારા જૈનસમાજનું કલ્યાણ સાધી શકાય એમ મને સમજાય છે. ક્રાન્તિ અને શાંતિ એ મંત્રો જો બરાબર ઝીલી લે, તો ભવિષ્યના જગતમાં અહિંસા અને સત્યનો ભારે વિજય થાય. મારું કાર્યક્ષેત્ર હવે પૂરું થયું છે. આ ખોળિયું તો જૂનું થયું છે. બિચારું હવે કેટલું ચાલે ! હું ચિરશાન્તિ ઝંખી રહ્યો છું. વલ્લભ! તું હિંમત રાખજે, મારી પાર્ટ તને સોંપું છું. પંજાબની રક્ષા એ જ મારી અંતિમ કામના.”
પોતાના ગુરુના અંતિમ સમયની એ ભાવના હૃદયમાં ધારણ કરીને પંજાબ કેસરી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પણ પંજાબની ભૂમિ પર જીવનના અંતિમકાળ સુધી કાર્ય કરવાની ભાવના સેવી હતી. આત્માનંદી ગુરુ વિજયાનંદસૂરિ પંજાબ દેશોદ્ધારક બન્યા, તો એમના શિષ્ય આચાર્ય વિજયવલ્લભસૂરિ પંજાબ કેસરી બન્યા ! જિનશાસનની આ કેવી અનેરી ઘટના કહેવાય ! એક જ ભૂમિને પ્રતાપી ગુરુ-શિષ્યના પ્રભાવનો પુણ્યયોગ સાંપડે. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી પાછલી અવસ્થામાં ગુજરાતમાં આવ્યા. મુંબઈમાં પધાર્યા. આ સમયે તેઓની વૃદ્ધાવસ્થા જોઈને ઘણા શ્રાવકો એમને વિનંતી કરતા કે આપ ગુજરાત છોડીને જાવ નહીં. અહીં જ શાસનસેવાનાં કાર્યો કરો.
ત્યારે જીવનના પાછલા પહોરે પણ તેઓ ગુરુની ભાવના ભૂલ્યા નહોતા. તેમણે કહ્યું, ‘શ્રી સિદ્ધાચલની યાત્રા કરવાની ભાવના રાખું છું. યાત્રા કરીને ગુજરાતમાં નહીં, પણ મારા પ્રિય પંજાબની રક્ષા માટે પાછો પંજાબમાં આવી શ્વાસોશ્વાસ ચાલતાં સુધી ગુરુદેવનો સંદેશ ગામે ગામે, શહેરે શહેરે, મંદિરે મંદિરે, ઉપાશ્રયે ઉપાશ્રયે, સંસ્થાએ સંસ્થાએ પહોંચાડવાની ભાવના છે. જ્યાં સુધી હાથપગ-જબાન સાજાં છે, ત્યાં સુધી વલ્લભવિજય વિચરતો જ રહેશે. આ શરીરથી જેટલું કાર્ય થાય, જેટલો કસ લેવાય તેટલો લેવો છે.”
વડોદરામાં જન્મેલા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પંજાબની ભૂમિની સેવા કરવાની ભાવનાનો પડઘો એમનાં શિષ્યા સાધ્વીશ્રી મૃગાવતીજીમાં ગુંજવા લાગ્યો. પંજાબના શ્રીસંઘ પ્રત્યે સાધ્વીજીની મમતા અને ધર્મપ્રીતિ સાચે જ અપાર હતી. એમની ધર્મશ્રદ્ધા અને ગુરુભક્તિનાં એ રખેવાળા હતાં. એમનાં શાસનસેવાનાં સર્વતોમુખી કાર્યોએ પંજાબમાં એક નવો જુવાળ જગાવ્યો. એમની વ્યાપક દૃષ્ટિ, અંતર્મુખ સાધના અને જીવમાત્ર પ્રત્યેની વત્સલતાને કારણે તેઓ જ્યાં જ્યાં વિહાર કરતાં હતાં, ત્યાં ત્યાં ધર્મભાવનાનો પાવન પ્રવાહ જનહૃદયમાં શુદ્ધિ લાવતો હતો અને એમનાં લોકકલ્યાણનાં કાર્યો પ્રજાજીવનમાં ખુમારી રેડતાં હતાં.
અંબાલા, લુધિયાણા, લહરા અને કાંગડા તીર્થની એમની શાસનસેવાએ સમગ્ર સંઘમાં એક નવો ભાવ જગાવ્યો. પંજાબમાં જિનમંદિરોની સ્થાપના, તીર્થોનો ઉદ્ધાર, શિક્ષણ સંસ્થાઓની પ્રેરણા, મધ્યમ વર્ગને સહાયતા વગેરેને પરિણામે એમનો પ્રભાવ સર્વત્ર ફેલાયો હતો, આથી જૈનાચાર્ય શ્રીમદ્ વિજય ઇન્દ્રદિત્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જૈનભારતી, પરમ વિદુષી, સાધ્વીરત્ન શ્રી મૃગાવતીજીને ‘પ્રવર્તિની'ની પદવી અર્પણ કરવાનું વિચારવામાં આવ્યું.
જૈન ધર્મમાં નારીશક્તિનો અપાર મહિમા છે અને જિનશાસનમાં ગૌરવવંતી શ્રમણીઓ મળે છે. છેક ભગવાન ઋષભદેવના સમયમાં એમની બંને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ દીક્ષા લીધી હતી અને સ્ત્રીઓ માટે મોક્ષમાર્ગનાં દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. ભગવાન ઋષભદેવનાં માતા મરુદેવાને કેવળજ્ઞાન
૧૪
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
નમ્રતા અને નિઃસ્પૃહતા,
પ્રાપ્ત થયું હતું અને શ્વેતાંબર પરંપરા પ્રમાણે તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતા. રાજીમતીએ ગિરનાર પર અપ્રતિમ અધ્યાત્મ-સાધના કરી. ચંદનબાળા ભગવાન મહાવીરનાં સર્વપ્રથમ નારીશિષ્યા બન્યાં. એમણે ૧૧ અંગોનું અધ્યયન કરીને સર્વોચ્ચ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એ છત્રીસ હજાર સાધ્વીઓની પ્રધાન આચાર્ય એટલે કે “પ્રવર્તિની’ હતાં.
ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શનાએ દીક્ષા લીધી હતી અને ‘અંતકૃત દશા’ અને ‘જ્ઞાતાધર્મકથામાં એવી ઘણી સ્ત્રીઓની કથા મળે છે કે જેમણે દીક્ષા લઈને મોક્ષ પ્રાપ્ત કર્યો હોય. ભગવાન મહાવીરના સમય પૂર્વેની આવી કથાઓ મળે છે. ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજને યાકિની મહત્તરા નામની એક સાધ્વીએ પ્રતિબોધ પમાડ્યો હતો. પોતાના સ્વરચિત ગ્રંથોના સમાપનમાં ‘યાકિની મહત્તા ધર્મસૂન' અર્થાત્ “યાકિની મહત્તરાના ધર્મપુત્ર' તરીકે આગમિક સાહિત્યના સર્વપ્રથમ ટીકાકાર અને સંસ્કૃત-પ્રાકૃતમાં વિપુલ ગ્રંથરચનાઓ કરનાર આચાર્યશ્રી હરિભદ્રસુરિ પોતાનો પરિચય આપે છે.
હેમચંદ્રાચાર્યએ પોતાના આચાર્યપદ મહોત્સવ સમયે પોતાનાં માતા પાહિણીને ‘પ્રવર્તિની' પદ પર સુશોભિત કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. યુગપ્રવર શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે પંજાબની સર્વપ્રથમ દીક્ષિત થનારી જૈન સાધ્વીશ્રી દેવશ્રીજી મહારાજને સર્વગુણસંપન્ન જાણીને પોતાના જ શુભહસ્તે ‘પ્રવર્તિની’ પદથી વિભૂષિત કરીને સમાજ સામે એક આદર્શ ઉપસ્થિત કર્યો હતો અને જિનશાસનરત્ન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી દેવશ્રીજી ‘પ્રવર્તિની’ને સદૈવ ધર્મમાતા માનીને સમાદર કર્યો હતો.
જૈનભારતી, પરમ વિદુષી, સાધ્વીરત્ન શ્રી મૃગાવતીજી મહારાજે છેલ્લાં પચીસ વર્ષમાં ઉત્તર ભારતના જૈન ઇતિહાસમાં કરેલાં એક પછી એક ભવ્ય કાર્યોને દર્શાવીને તેમજ કૉલકાતા અને બંગલુરુમાં કરેલાં ધાર્મિક કાર્યોની વિગત આપીને ઉત્તર ભારતના શ્રીસંઘોએ એમ લખ્યું કે, ‘ગુરુદેવનું નામ રોશન કરવા માટે આ સાધ્વીજીએ શું શું નથી કર્યું ?'
સમગ્ર શ્રીસંઘ એમના પ્રત્યે અડગ ભક્તિભાવ અને અખૂટ શ્રદ્ધા ધરાવતો
હતો. સાધ્વીરત્નશ્રી મૃગાવતીજીના કારણે ઘણા શ્રાવક-શ્રાવિકાઓનાં જીવનમાં ધર્મનો શાશ્વત પ્રકાશ પથરાયો હતો. સાધ્વીજીનું વ્યક્તિત્વ, વિચારપૂર્ણ વ્યાખ્યાન અને એમના માનવીય ગુણો સહુના હૃદયને સ્પર્શી જતા હતા. એમની પાસે જ્ઞાનની ગહનતા હતી, તો હૃદયના ઊજળા ભાવોની મીઠાશ હતી. એક બાજુ વિનમ્રતા અને બીજી બાજુ તેજસ્વિતા - બંને એકસાથે શોભતાં હતાં. એમના સ્વભાવમાં નિખાલસતા, નિરાભિમાનતા અને ન્યાયપ્રિયતા હતાં. એને પરિણામે એમની પાસે આવનારને એમની સત્યદૃષ્ટિ અને કરુણાદૃષ્ટિ એમ બંનેનો એકસાથે અનુભવ થતો.
એમનાં તેજસ્વી વ્યક્તિત્વ અને હૃદયસ્પર્શી વ્યાખ્યાનોને પરિણામે વિશાળ જનસમૂહ એમની ભક્તિમાં તરબોળ હતો, પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજીનો સતત જાગ્રત આત્મા આનાથી સર્વથા નિસ્પૃહ હતો. તેઓ જીવનની પ્રત્યેક પળે સંયમ-સાધનાના પરમ મંગલકારી માર્ગમાં સહેજેય ચૂક ન થવાય તેની અહર્નિશ જાગૃતિ રાખતાં હતાં.
પંજાબના સમસ્ત શ્રીસંઘે ગચ્છાધિપતિ પરમાર ક્ષત્રિયોદ્ધારક જૈનાચાર્ય શ્રીમદ્ વિજયઇન્દ્રન્નિસૂરિજી મહારાજને ભક્તિસભર હૃદયે નમ્ર અરજ કરી કે અમારી ઇચ્છા આગામી મકરસંક્રાંતિએ સાધ્વીશ્રી મૃગાવતીજીને ‘પ્રવર્તિની’ની પદવી આપવાની છે. આચાર્યશ્રીએ આ વિનંતીને અતિ આનંદભેર મંજૂરીની મહોર મારી, એટલું જ નહીં, ૧૯૭૯ની ૧૪મી જાન્યુઆરીએ એટલે મકરસંક્રાંતિના પર્વ દિને લુધિયાણામાં સાધ્વીશ્રીને ‘પ્રવર્તિની'ની પદવી આપવાની ઘોષણા કરી. વળી, સાથોસાથ એમ પણ કહ્યું કે, ૧૯૭૯ની ૧૦મી ફેબ્રુઆરીએ શ્રી કાંગડા તીર્થમાં થનારા નૂતન જિનાલયના શિલારોપણના શુભકાર્ય પ્રસંગે એમને આ પદવી સમસ્ત શ્રીસંઘની ઉપસ્થિતિમાં તેઓ સ્વયં આપશે.
કેવી વિરલ ઘટના બની કે જ્યાં સ્વયં ગચ્છાધિપતિ આચાર્યશ્રી પોતાના સમુદાયના સાધ્વીજીના વિમળ, પ્રભાવશાળી અને ઉત્કૃષ્ટ ધર્મકાર્યથી યુક્ત એવા વ્યક્તિત્વનું અભિવાદન કરવાનું વિચારે. પંજાબના શ્રીસંઘમાં આનંદનો સાગર લહેરાવા લાગ્યો. ચોતરફ ઊછળતો ઉત્સાહ નજરે પડતો હતો. આચાર્ય
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
મહારાજ પણ સુયોગ્ય સાધ્વીજીનું સુયોગ્ય સન્માન કરવા માટે આતુર બની ગયા. આ પાવન, મંગલ અને પ્રેરક પ્રસંગને માટે દેશના ખૂણેખૂણેથી ભક્તો
આવવાના હતા.
‘પ્રવર્તિની’ જેવી સાધ્વીસમાજની મહાન પદવી આચાર્ય મહારાજશ્રીના શુભહસ્તે પોતાને પ્રાપ્ત થવાની છે, એ સમાચાર જાણતાં જ સાધ્વીશ્રી મૃગાવતીજી ગહન વિચારમાં ડૂબી ગયાં. એમણે વિચાર્યું કે તેઓ તો તપ, ત્યાગ અને વૈરાગ્યના માર્ગને અનુસરે છે, જ્ઞાન અને ક્રિયાની અપ્રમત્ત સાધના કરે છે અને સતત પોતાની વિશુદ્ધ સંયમ આરાધનાની જાગૃતિ રાખે છે, ત્યારે આ બધું યોગ્ય છે ખરું ? આની જરૂ૨ શી ? જ્યા૨થી એમણે પદવીની વાત સાંભળી, ત્યારથી પરેશાન થઈ ઊઠ્યાં. એમની અંતર્મુખ વૃત્તિને આવી પદવી એ પ્રતિષ્ઠારૂપ નહીં, પરંતુ પરેશાન કરનારી લાગતી હતી.
સાધ્વીશ્રી મૃગાવતીજીએ પૂર્ણ વિનમ્રતા સાથે પદવીનો અસ્વીકાર કરવાનો નિર્ણય કર્યો. આવો મહત્ત્વનો નિર્ણય કરતાં એમને કોઈ લાંબા વિચારની કે અન્ય કોઈ સાથે વિચારવિમર્શની જરૂર પડી નહીં. એમનું નિઃસ્પૃહ સાધનામય હૃદય તત્ક્ષણ બોલી ઊઠ્યું, કે આવી પદવી મારે જોઈએ નહીં.
પોતાનો આ નિર્ણય કોઈનેય ક્લેશ પહોંચાડે નહીં, તે માટે એમની સાથેનાં સાધ્વીજીઓએ જુદી જુદી વ્યક્તિઓને સાધ્વીશ્રી મૃગાવતીજીના નમ્ર નિર્ણયની જાણ કરી. વળી, પોતે પદવી લેવી નથી, એટલે તેનો આવો ઇન્કાર કર્યા બાદ પુનઃ ક્યારેય આવી પદવી આપવાનો આગ્રહ કરવો નહીં એવું પણ સહુને વિનંતીપૂર્વક જણાવ્યું. વાતાવરણમાં એક પ્રકારનો ખળભળાટ મચી ગયો. જે સમાજમાં પદવીની પ્રાપ્તિ માટે દોડ કે હોડ ચાલતી હોય, ત્યારે આવી સામેથી સ્વયંભૂપણે અપાતી પદવીનો ઇન્કાર થઈ શકે ખરો ?
પોતાના હૃદયની મૂંઝવણની એમણે આચાર્ય મહારાજને પણ જાણ કરી. ૧૯૭૯ની ૨૭મી જાન્યુઆરીએ સ્વયં સાધ્વી મૃગાવતીજીએ લુધિયાણા વગેરે સમસ્ત જૈન સંધને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. હિંદીમાં લખાયેલો આ પત્ર પણ
એમની આત્મસાધુતાનું અતિ મનોરમ દર્શન કરાવે છે. આ પત્રમાં આત્મલક્ષી સાધુતા ધરાવનાર સાધ્વીજી મહારાજની અડગ આત્મનિષ્ઠા છે, તો બીજી બાજુ
૪૮
નમ્રતા અને નિઃસ્પૃહતા
પદે પદે જીવનને જોનારાં, વિચારનારાં અને વળાંક આપનારાં સાધ્વીજી મહારાજનો શ્રીસંઘ પ્રત્યેનો અપાર સ્નેહ પણ છે. આ પત્રમાં એમણે અતિ નમ્રતાથી લખ્યું,
તા. ૧૬મી-૧૭મી તારીખના તારોથી અચાનક જ મારા જાણવામાં આવ્યું કે આપ શ્રીસંઘ મને પદવી આપવા ઇચ્છો છો. આ જાણીને મને ઘણું જ દુઃખ થયું. આ વાત ક્યારેય ન થઈ શકે; હું પદવી કોઈ રીતે નહીં લઉં. આ મારો અફર નિશ્ચય છે. મારે મારા સાધનામાર્ગમાં આગળ વધવું છે; આત્મસાધનાના માર્ગ સાથે આવી વાતોનો કોઈ મેળ નથી, બસ, આપ પંજાબ શ્રીસંઘનો સ્નેહ, સદ્ભાવ, સહયોગ મારા માટે સર્વસ્વ છે. હું તો શ્રીસંઘ અને સમાજનાં ચરણોની રજ છું. મને આપ શ્રીસંઘના આશીર્વાદ અને ધર્મસ્નેહ મળતાં રહે, જેથી હું મારા જીવનને સફળ-સાર્થક કરી લઉં. પંજાબ શ્રીસંધને આદર અને વિનંતી સાથે સાધ્વી મૃગાવતીના સાદર ધર્મલાભ.’
આ એક વિરલ પત્ર છે, જેમાં શ્રીસંઘના સ્નેહ, સદ્ભાવ અને સહયોગનો સમાદર કરીને પોતાની ભાવના પ્રગટ કરી છે, એટલું જ નહીં પણ પોતે શ્રીસંઘ અને સમાજમાં એક સામાન્ય વ્યક્તિ છે એમ કહીને એમણે શ્રીસંઘ પાસે આશીર્વાદની યાચના કરી.
આપેલી પદવી લેનાર ઘણા મળશે, પરંતુ જાહેર થયેલી પદવી ઠુકરાવનાર સાધ્વીજી મહારાજ જેવા વિરલ જ મળશે. એમાં સાધ્વીજી મહારાજની અલિપ્તતા અને અનાસક્તિની સાથોસાથ સંકલ્પબદ્ધતા અને સાધુજીવનની સંયમશીલતા છે. આચાર્યશ્રી વિજયઇન્દ્રદિસૂરીશ્વરજીને પણ સાધ્વીજી મહારાજની નિષ્કામ ભાવના અને મનની દઢતા સ્પર્શી ગયા અને તેથી એમણે સાધ્વીરત્નશ્રી મૃગાવતીજીને ‘પ્રવર્તિની’નું પદ આપવાનો વિચાર બાજુએ મૂક્યો.
આ નહીં બનેલી ઘટનાથી સાધ્વીજીના મનને પરમ આનંદ અને પારાવાર પ્રસન્નતા થયાં. મન પરથી જાણે હજાર મણનો બોજ ઊતરી ગયો હોય અને સાવ હળવાંફૂલ થઈ ગયાં હોય તેવી સ્થિતિનો તેમણે અનુભવ કર્યો, પણ સાથોસાથ ભક્તિમાં ૨મમાણ એવા પંજાબના શ્રીસંધની સ્થિતિ સાવ જુદી થઈ.
૧૪૯
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
નમ્રતા અને નિઃસ્પૃહતા
સાધ્વીશ્રી મૃગાવતીજીના નિર્ણયને પરિણામે શ્રીસંઘને પારાવાર દુઃખ અને ઊંડો આઘાત થયો. એમનું હૃદય તો ક્યારનુંય આ મંગલ પ્રસંગ માટે આનંદથી ઊછળતું હતું. એ હૃદયને મૌન કરવું પડ્યું. આ ધન્ય પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે પંજાબના જુદા જુદા વિસ્તારોમાંથી ખાસ બસ દ્વારા ભાવિકો આવવાના હતા. પરંતુ પૂ. સાધ્વીશ્રીના નિર્ણયની જાણ થતાં બસો કેન્સલ કરાવી અને સહુના ચિત્ત પર એક વિષાદ છવાઈ ગયો.
એમના પ્રત્યેના ભક્તિભાવને કારણે ઠેર ઠેર વસતા શ્રાવકો ગમગીન બની ગયા. પરિસ્થિતિ એવી હતી કે આમાંથી બહાર નીકળવા માટે કોઈ માર્ગ શોધવો પડે, કોઈક સમાધાન શોધવું પડે. સાધ્વીજીનો સંકલ્પ અને શ્રીસંઘની ભક્તિ વચ્ચે કોઈ સેતુ રચવો પડે.
અગ્રણી શ્રાવક શ્રી ઋષભચંદજી ડાગાએ અતિ આગ્રહ અને પ્રગાઢ ભક્તિ સાથે સાધ્વીજીને વિનંતી કરી કે તમે અમારી વાત સ્વીકારો અને જો નહીં સ્વીકારો તો હું અહીંયાં માણિભદ્ર થઈ જઈશ. એમનો કહેવાનો અર્થ એ હતો કે હું અહીં તમારી સમક્ષ ધરણા પર બેસીશ અને જ્યાં સુધી તમે નહીં સ્વીકારો ત્યાં સુધી અહીંથી હટીશ નહીં.
સાધ્વીશ્રી મનથી મક્કમ હતાં. પદવીની કોઈ સ્પૃહા એમને ક્યારેય સ્પર્શી શકી નહોતી. આથી શ્રી ઋષભચંદજી ડાગાની ધમકી કહો તો ધમકી અને આગ્રહ કહો તો આગ્રહ એની આગળ સાધ્વીશ્રી મૃગાવતીજી સહેજે ય ઝૂક્યા નહીં. પદવી પ્રત્યે પહેલેથી જ એમનામાં નિર્લેપતા હતી. શ્રીસંઘે જણાવ્યું કે સાધ્વીજી મહારાજ કોઈ સંજોગોમાં પ્રવર્તિનીનું પદ સ્વીકારવા તૈયાર નથી. આથી હારીથાકીને ડાગાજી ગુરુ પ. પૂ. વિજયઇન્દ્રન્નિસૂરિ પાસે ગયા અને ત્યારે આચાર્યશ્રી વિજયઇન્દ્રદિસૂરિ અને અગ્રણી શ્રાવક શ્રી ઋષભચંદજી ડાગા તથા સહુએ મળીને મધ્યમ માર્ગ શોધી કાઢયો. કાંગડા તીર્થમાં બનનારા નૂતન જિનાલયના શિલારોપણના ભવ્ય અને પાવન પ્રસંગે એમણે સાધ્વીશ્રી મૃગાવતીજીને ‘મહત્તરા'ની પદવી આપવાનો નિર્ણય કર્યો. વળી સાથોસાથ સમગ્ર સંઘને લાગેલા જખમને રૂઝવવા માટે આ સાધ્વીશ્રીને “કાંગડા તીર્થોદ્ધારિકાનું માનભર્યું બિરુદ આપવાનું પણ નક્કી કર્યું. કાંગડા તીર્થમાં
શિલારોપણ પછીની ધર્મસભામાં આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિવસુરીશ્વરજી પાટ પરથી ઊભા થયા. પરિણામે સાધ્વીશ્રી મૃગાવતીજી વિનયપૂર્વક પાટ પરથી નીચે ઊતરી ગયાં. આ સમયે આચાર્ય મહારાજે સહજ લાગે તે રીતે પૂજ્ય સાધ્વીજી મૃગાવતીજી પર કામળી નાખીને બંને પદવીની જાહેરાત કરી. પોતાના ગુરુદેવ સમક્ષ હવે સાધ્વીજી મહારાજ કરે પણ શું ? એમને આચાર્યશ્રીના આદેશરૂપે આ પદવીઓ નાછૂટકે સ્વીકારવી પડી અને એને પરિણામે પંજાબના શ્રીસંઘમાં અને ઉપસ્થિત અન્ય સહુ ભક્તજનોના હૃદયમાં આનંદ વ્યાપી ગયો.
૧૯૬૧માં સાધ્વીશ્રી મૃગાવતીજી અમદાવાદમાં અભ્યાસ માટે આવ્યાં અને જેમની પાસે એમણે જુદા જુદા દર્શનોનો અભ્યાસ કર્યો એવા પં. દલસુખભાઈ માલવણિયા નોંધે છે, “આચાર્ય હરિભદ્રસૂરિએ એક મહત્તરા યાકિનીને અમર બનાવી દીધાં છે, પરંતુ એમના કાર્ય વિશે એટલું જ જાણીએ છીએ કે એક બ્રાહ્મણ પંડિતને જૈન ધર્મમાં દીક્ષિત થવા તેઓ નિમિત્ત બન્યા હતા. પરંતુ બીજી મહત્તરા શ્રી મૃગાવતીજીનાં અનેક કાર્યો આપણી સમક્ષ છે. એમનું જીવન આપણી વચ્ચે વીત્યું છે અને એમના પ્રભાવને આપણે પ્રત્યક્ષ જાણીએ છીએ.” સાધ્વીશ્રી મૃગાવતીજી વિશેના લેખને પંડિત દલસુખભાઈ માલવણિયાએ શીર્ષક આપ્યું, ‘મૃગાવતીશ્રી - બીજી મહત્તરા”.
ઇતિહાસ સર્જાયેલા બનાવોની વાત કરે છે, પણ આવા નહીં સર્જાયેલા બનાવો ક્યારેક સદાકાળ ટકનારો ઇતિહાસ રચી જતા હોય છે.
ઉપs
પત્ર
Page #82
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિમંદિરનું સર્જન
આ જગતમાં મોટા ભાગની વ્યક્તિઓ માત્ર ‘સ્વ'નો જ વિચાર કરતી હોય છે. એ પોતાના પ્રશ્નો અને પોતાના સંસારમાં જીવન-સર્વસ્વની સમાપ્તિ કરતી હોય છે. કેટલીક વ્યક્તિઓ ‘સ્વ' ઉપરાંત ‘સર્વ'નો વિચાર કરતી હોય છે અને પોતાની ચોપાસ નિહાળતી હોય છે. એમાં પણ વિરલ વ્યક્તિઓ પોતાની આસપાસની પરિસ્થિતિને ઓળંગીને ઊર્ધ્વદર્શન કરતી હોય છે. વર્તમાનની સપાટીને ભેદીને આવતીકાલના ભવિષ્યની કલ્પના કરતી હોય છે. એમાંથી ય જૂજ વ્યક્તિઓ ઊર્ધ્વદર્શન કરીને આકાશમાં વાદળોનો વિચાર કરતી હોય છે અને સમગ્ર યુગમાં એક-બે વ્યક્તિઓ એવી આવે કે જેની નજર વિરાટ આકાશને વ્યાપી વળતી હોય છે.
શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર(વલ્લભસ્મારક)ની કલ્પના એ વિરાટ આકાશને બાથમાં લેવાની કલ્પના છે. ભારતીય ઇતિહાસ પર દૃષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે આઝાદી પછીના સમયમાં કન્યાકુમારીના સાગરમાં સ્વામી વિવેકાનંદજીના સ્મારક પછી દિલ્હીમાં અતિ ભવ્ય એવા શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિરનો વિચાર જાગ્યો.
તત્ત્વપરીક્ષક, શક્તિસંપન્ન અને અપ્રતિમ બુદ્ધિશાળી તથા શાંત ક્રાંતિના પ્રણેતા શ્રી આત્મારામજી મહારાજ છેલ્લા
સંસ્કૃતિમંદિરનું સર્જન બે સૈકામાં જિનશાસનમાં થયેલા બહુશ્રુત પ્રભાવક આચાર્યોમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ૬૦ વર્ષના આયુષ્યકાળમાં પૂ. આત્મારામજી મહારાજે અનેક શુભ કાર્યો કર્યાં. જનસમૂહમાં પ્રચંડ જાગૃતિ આણી અને પંજાબમાં તો જ્યાં પગ મૂકો, ત્યાં આત્મારામજી મહારાજનું નામ ગુંજતું -ગાજતું અને લોકજીભે રમતું. આત્મારામજી મહારાજે પોતાના સમુદાયની ધુરા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને સોંપી અને કહ્યું કે, ‘મારી પાછળ વલ્લભ પંજાબને સંભાળશે.’ એવા એમના કથનને યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પંજાબમાં ઘણાં વર્ષ સુધી વિહાર કરીને અને અવિસ્મરણીય ધાર્મિક અને સમાજોપયોગી કાર્યો કરીને સર્વ રીતે સાર્થક કરી બતાવ્યું.
આમ જિનશાસનના બે પ્રતિભાશાળી, પ્રભાવક અને ક્રાંતદર્શ આચાર્યની તેજસ્વી સ્મૃતિમાં શ્રી વલ્લભસ્મારકની કલ્પનાનું બીજારોપણ થયું. ભવ્ય અતીતને તેજસ્વી વર્તમાનમાં સાકાર કરવો હતો. ભૂતકાળની ભાવનાને સાંપ્રત સમયમાં જીવંત કરવી હતી અને સ્મારક રૂપી સ્મૃતિ-મંદિરને નવી પેઢીની ધરોહર સાથે જોડવું હતું.
સામાન્ય માનવી અને લોકોત્તર વિભૂતિઓ વચ્ચેનો ભેદ એ છે કે સામાન્ય માનવી કોઈ આઘાત થતાં શોકના ઊંડા આઘાતમાં ડૂબી જાય છે, જ્યારે લોકોત્તર માનવી શોકના ઘેરા આઘાતમાંથી પવિત્ર શ્લોકનું હૃદયંગમ સર્જન કરે છે, આવેલી ઉપાધિમાંથી પરમ સમાધિ જગાડે છે અને જીવનની દુ:ખદ ઘટનાઓમાંથી કોઈ ઊર્ધ્વતાપ્રેરક મહાન બોધ પ્રગટાવે છે.
જે સમયે અંબાલા શહેરમાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ આચાર્ય ભગવંત શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા, એવા સમાચાર સાંભળ્યા, ત્યારે મહાન ગુરુ અને પ્રેરણાદાતાની વિદાયને કારણે એમનું હૃદય આઘાતથી સ્તબ્ધ બની ગયું. એ વખતે અંબાલાના શ્રીસંઘે મૌનયાત્રાનું આયોજન કરીને યુગવીર આચાર્યશ્રીને પોતાની અંતરની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એ પછી જનસમુદાય ઉપાશ્રયમાં ઉપસ્થિત થયો અને સાધ્વીશ્રી શીલવતીજી, સાધ્વીશ્રી મૃગાવતીજી અને સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજીની નિશ્રામાં દેવવંદન કર્યું. શોકનો સાગર, ઊછળતો હતો, ત્યારે સાધ્વીશ્રી મૃગાવતીજી સ્વસ્થતાની દીવાદાંડી બની રહ્યાં.
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ વેદનાની આંધીમાંથી કલ્યાણનું સર્જન થયું. મનને મક્કમ કરીને એમણે ઉપસ્થિત શોકગ્રસ્ત સમુદાયને કહ્યું કે જેમના જીવનની ક્ષણેક્ષણ માનવજાગૃતિમાં વ્યતીત થઈ હોય, એમનું માનવતાપ્રેરક સ્મારક રચીએ. ગુરુભક્તિનું એ સ્મારક માત્ર સ્મારક જ નહીં, કિંતુ એમનો યુગસંદેશ બની રહેશે. એમણે સમસ્ત પંજાબ શ્રીસંઘના ઉપસ્થિત સમુદાય સમક્ષ પોતાની ઉત્કૃષ્ટ ભાવના પ્રગટ કરતાં કહ્યું ,
એમની ગરિમાને અનુરૂપ એ ભવ્ય સ્મૃતિમંદિર ઉત્તર ભારતમાં અને તે પણ દેશની રાજધાની દિલ્હીમાં સર્જવામાં આવે અને એ સ્મૃતિમંદિર વલ્લભસ્મારકની સાથોસાથ વલ્લભ-સંદેશ બની રહે. આવનારા યુગને એ યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સર્વવ્યાપી વિરાટે કાર્યની ઝાંખી આપે. એમાં ઉત્કૃષ્ટ ધર્મઆરાધનાની પાવન સુવાસ વહેતી હોય, એની સાથોસાથ સાહિત્ય, સંસ્કૃતિ, દર્શન, શિક્ષણ અને સંશોધનની સરસ્વતી પૂજાના ધૂપ-દીપ ચાલતા હોય, અને એમાંથી માનવકલ્યાણનાં ઉમદા કાર્યોનો જયઘોષ સંભળાતો હોય.”
એ પછી યોજાયેલી શ્રી આત્માનંદ જૈન મહાસભાની મિટિંગમાં સાધ્વીશ્રી મૃગાવતીજીની એ ભાવનાને સહુએ ઉમળકાભેર સર્વસ્વીકૃતિ આપી. ત્યારબાદ સાધ્વીશ્રી મૃગાવતીજીએ પંજાબમાં પટ્ટી, જીરા, જંડિયાલા, નકોદર, જલબ્ધર, અમૃતસર, હોશિયારપુર, લુધિયાણા વગેરે શહેરો અને ગામોમાં જ્યાં જ્યાં વિહાર કર્યો, ત્યાં ત્યાં એમણે આ ભૂમિ પરનાં ગુરુ વલ્લભનાં કાર્યોનું, તેમના મહાન ઉપકારોનું ઋણ સ્વીકારીને ગુરુ-કણમુક્તિના પ્રયાસ રૂપે વલ્લભસ્મારક રચવાની ભાવનાનો જયનાદ જગાવ્યો. વિહારમાં સાધ્વીશ્રીને શ્રી આત્માનંદ જૈન મહાસભાના સભ્યો મળવા માટે જતા હતા અને એ અલ્પ સમયમાં તો વલ્લભસ્મારક માટે દાનની ધારા વહેવા માંડી.
લુધિયાણાના દાનવીર શ્રી મોહૂરામ પ્રેમચંદજી જૈન અગ્રવાલે અગિયારસો રૂપિયા આપીને શુભારંભ કર્યો અને શેઠ શ્રી લછમનદાસજી ઓસવાલ પણ એટલી જ ધનરાશિ જાહેર કરી. એ પછી તો દાનની ધારા સતત વહેવા લાગી અને થોડા જ સમયમાં બાર હજાર રૂપિયા એકઠા થયા. પંજાબના સમાજની અપ્રતિમ ગુરુભક્તિ જોઈને સાધ્વી-સમુદાયનો ઉત્સાહ વૃદ્ધિ પામ્યો અને આ રીતે એ જમાનામાં કુલ છાસઠ હજાર રૂપિયા એકત્રિત થયા. દિલ્હીના શ્રીસંઘ અને
સંસ્કૃતિમંદિરનું સર્જન શ્રી આત્માનંદ જૈન મહાસભાને સૂચવવામાં આવ્યું કે સ્મૃતિમંદિરને માટે ઉચિત વિશાળ ભૂમિની ખોજ કરે.
આટલી વિશાળ જમીન મેળવવી કઈ રીતે ? વળી નાની જગામાં સ્મારકની રચના થાય, તે મહત્તરાજીને સહેજે મંજૂર નહોતું. વ્યાપક દર્શનથી ચોમેર જાગૃતિ સર્જનાર ગુરુદેવનું સ્મારક તો ભવ્ય અને વિશાળ ભૂમિ પર જ હોવું જોઈએ. વળી મહત્તરાજી સદૈવ ઉત્કૃષ્ટ અને ઉત્તમનો આગ્રહ રાખતાં હતાં. તેઓ જે કોઈ કાર્ય હાથ પર લે, તેમાં જીવ રેડીને કામ કરતાં ક્યારેય ઉત્તમતાની બાબતમાં કોઈ બાંધછોડ કરતાં નહીં. ‘ચાલશે” અથવા તો ‘ચલાવી લઈએ’ તેવા શબ્દો એમના શબ્દકોશમાં નહોતા. ભૂમિની પસંદગી હોય કે મૂર્તિની રચના હોય - એ સર્વમાં પૂર્ણતા માટે આગ્રહ રાખતાં હતાં.
- વલ્લભસ્મારક માટે ભૂમિસંપાદનના પ્રયત્નો ચાલતા હતા. શ્રી જ્ઞાનચંદજી (સબ જજ), શ્રી બાબુરામજી પ્લીડર, લાલા ખેતુરામજી (જીરા), લાલા સુંદરદાસજી , પ્રો. પૃથ્વીરાજજી વગેરે મહાનુભાવો દેશના અગ્રણી નેતા સરદાર સ્વર્ણસિંગને મળીને વખતોવખત ચર્ચાવિચારણા કરતા હતા. એ પછી વડોદરામાં આચાર્ય ભગવંત સમુદ્રસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ બાદ સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની ઇચ્છા મુજબ આ કાર્યને આકાર આપવાની જવાબદારી દિલ્હી શ્રીસંઘને સોંપવામાં આવી. ઈસ. ૧૯૫૫માં માલેરકોટલામાં મહાસભાનું અધિવેશન થયું. એમાં પણ સ્મારક દિલ્હીમાં બને એ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરીને તે વિચાર ઉપર મહોર લગાવી દીધી.
૧૯૫૯માં અખિલ ભારતીય શ્વેતાંબર જૈન કૉન્ફરન્સનું એકવીસમું અધિવેશન લુધિયાણામાં યોજાયું, ત્યારે પણ શ્રી વલ્લભસ્મારકના નિર્માણનો પ્રસ્તાવ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યો. એ પછી આગમોના અભ્યાસ માટે સાધ્વીશ્રી ગુજરાતમાં આવ્યાં અને ગુજરાત પછી અન્ય રાજ્યોમાં વીરવાણી અને વલ્લભસંદેશના પ્રચાર માટે એમનો વિહાર સતત ચાલતો રહ્યો.
પૂ. સાધ્વીશ્રી શીલવતીજી મહારાજ તથા સાધ્વીશ્રી મૃગાવતીજી મ. અન્ય રાજ્યોમાં હોવાથી શ્રી આત્માનંદ જૈન મહાસભા થોડી હતોત્સાહ થઈ. વળી વચ્ચેના સમયગાળામાં કેટલાક પીઢ કાર્યકર્તાઓનું નિધન થતાં વાત વિશેષ
+ ૧પપ -
Page #84
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિમંદિરનું સર્જન
પ્રેરણાની પાવનમૂર્તિ વિલંબમાં પડી. ઈ. સ. ૧૯૭૨માં ગુરુવલ્લભના ઉત્તરાધિકારી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ વડોદરામાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા. આ સમયે એક વિશાળ સાધ્વીસંમેલન યોજાયું અને સાધ્વીશ્રી મૃગાવતીજી એ સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં. રાજધાની દિલ્હીમાં ભગવાન મહાવીરની ૨૫મી નિર્વાણ શતાબ્દી ઉજવવા માટે સમગ્ર રૂપનગર શ્રીસંઘે વડોદરામાં ગુરુ વિજયસમુદ્રસૂરિજીને અત્યંત આગ્રહભરી વિનંતી કરતાં ગુરુ મહારાજે જણાવ્યું કે ‘વિજયવલ્લભ સાર્વજનિક હૉસ્પિટલનું કામ ચાલી રહ્યું છે એટલે હું નહીં આવી શકું. ત્યારે દિલ્હી શ્રીસંઘે વિનંતી કરી કે સાધ્વીશ્રી મૃગાવતીજીને આજ્ઞા ફરમાવો તો તેઓ આપના પ્રતિનિધિ બનીને બધું જ કામ સંભાળી લેશે. સંઘની ભાવના જોઈને ગુરુ મહારાજે સાધ્વી શ્રી મૃગાવતીજીને આદેશ આપ્યો કે ‘તમે દિલ્હી તરફ વિહાર કરો અને ઓગણીસ વર્ષથી સ્થગિત થઈ ગયેલા વલ્લભ
સ્મારકના આયોજનનું કામ આગળ ધપાવો. તમે જાવ, હું પણ આવી રહ્યો છું.' સાધ્વીજી મહારાજે ધન્યતા અને પૂર્ણ ઉલ્લાસની લાગણી સાથે આ આદેશને શિરસાવંઘ કર્યો.
એ વખતે સાધ્વીજીએ એવો ભાવ અનુભવ્યો કે પોતાના ગુરુદેવનો આવો વાત્સલ્યપૂર્ણ અને વિશ્વાસપ્રેરક આદેશ સહજ ભાવે મળવો, એ તો સાચે જ સંયમજીવનનો એક અમૂલ્ય લહાવો છે.
સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાના સાધ્વીસમુદાય સાથે વડોદરાથી તત્કાળ વિહાર કર્યો. ઉગ્ર વિહારનાં કષ્ટો, ઉનાળાનો સખત તાપ, પોતાની શારીરિક શક્તિ-અશક્તિ કે અન્ય કોઈપણ મુશ્કેલીના વિચારથી લેશમાત્ર વિચલિત થયા વિના એમણે સતત વિહાર કર્યો. એકે તો ગુરુનો આદેશ અને બીજું ગુરુ વલ્લભનું કાર્ય ! મસ્તકે ગુરુ આજ્ઞાપાલનનો આનંદ હતો. હૃદયમાં ગુરુવલ્લભના સ્મારકનું પ્રિય ધર્મકાર્ય હતું અને ચરણમાં ધ્યેયસિદ્ધિની ઉત્કટતા હતી. અતિ વેગથી વિહારયાત્રા ચાલતી હતી. સંકટો સામે આવે, પણ સંકલ્પને કારણે એની કેશી પરવા ન હતી. અંતે ત્રણ-સાડાત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં એક હજાર કિલોમીટર જેટલો લાંબો પંથ કાપીને તેઓ ચોમાસા પૂર્વે સમયસર દિલ્હી પહોંચી ગયાં. સાધ્વીશ્રીને અપાર પ્રસન્નતા હતી કે પોતાના ગુરુદેવની વિશિષ્ટ આજ્ઞા અને
જે ૧૫
વલ્લભસ્મારકની રચનાનું નમ્ર નિમિત્ત બનવાની વિરલ તક પોતાને પ્રાપ્ત થઈ. ભગવાન મહાવીરના ૨૫OOમા નિર્વાણ વર્ષની ઉજવણીમાં આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ એકાદ વર્ષ પછી દિલ્હી પધારવાના હતા. એ મંગલ પદાર્પણ પૂર્વે આ સ્મારક-ભવન માટે જમીન ખરીદી લેવામાં આવે એવી સાધ્વીશ્રીની પ્રબળ ભાવના હતી. વર્ષોથી વીસરાઈ ગયેલા આ વિરાટ કાર્યને સાકાર કરવાની પ્રવૃત્તિમાં સાધ્વીજી સંપૂર્ણ ભાવથી અને પૂર્ણ યોગથી પરોવાઈ ગયા.
દિલ્હીમાં રૂપનગરમાં સાધ્વીશ્રી મૃગાવતીજીનો ચાતુર્માસ હતો અને એમણે પ્રતિજ્ઞા કરી કે ગુરુદેવ આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજી દિલ્હી આવે, તે પહેલાં સ્મારકને માટે ભૂમિ મેળવવી. એ ભૂમિ પર એમનું પદાર્પણ એ અતિ મંગલકારી ઘટના કહેવાય. સાધ્વીજીને એ વિદિત હતું કે ગુરુ વલ્લભની ૪૦ વર્ષ સુધી અપ્રમત્તભાવે સેવા કરનાર આચાર્યશ્રીના હૃદયમાં ભાવનાઓની કેવી ભરતી આવતી હશે ! ગુરુ વલ્લભના કડક અનુશાસનમાં કાચો-પોચો સાધુ તો નિયમો પાળી શકે નહીં. આવી તલવારની તેજ ધાર પર રહીને આચાર્ય વિજયસમુદ્રસૂરિએ એ ઉચ્ચ આત્માની સેવા કરી. સદાય એમના વતી પત્રલેખનનું કાર્ય સંભાળ્યું. સહુને ‘ભાગ્યશાળી’ શબ્દથી વહાલપૂર્વક સંબોધતા આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી સ્વયં પોતાની ભાવનાનો ભાગ્યોદય નિરખવા પધારી રહ્યા હતાં.
મહારાજીએ સ્મારકને માટે ચોમેર ઉત્સાહ અને ભાવનાનું વાતાવરણ સર્યું. સહુના હૃદયમાં ગુરુભક્તિનું ગાન ગુંજવા લાગ્યું. આ અગ્નિપરીક્ષામાંથી પાર ઊતરવા સાધ્વીજીથી માંડી સામાન્યજન સુધી સહુ કોઈ કટિબદ્ધ બન્યા. એમણે ઉપદેશ આપ્યો. જનજાગરણ થયું, પરંતુ સારા કામમાં સો વિઘ્ન આવે, તેમ જમીન મેળવવામાં સરકારી કે કોઈને કોઈ અન્ય મુશ્કેલી આવતી રહી.
કાર્યકરોનો ઉત્સાહ થોડો મંદ થતો જોઈને સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીએ એમની ઉદાસીનતા ખંખેરવા માટે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારકને માટે જમીન મળશે નહીં, ત્યાં સુધી તેઓ ચોખા, ગોળ, ખાંડ આદિનો ત્યાગ કરશે.
તે વખતે લાલા રતનચંદજી જૈને પણ આ સંકલ્પ સિદ્ધ ન થાય ત્યાં સુધી ચોખા, ગોળ, ખાંડનો ત્યાગ કર્યો. આને લીધે શ્રીસંઘમાં થોડો અજંપો જાગ્યો,
-
૧૫૭
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પણ એમનો મનનો સંકલ્પ મજબૂત હતો. એ પછી ભગવાન મહાવીરના ૨૫00માં નિર્વાણ વર્ષ ૧૯૭૪ની ૧૨મી જૂનના દિવસે ‘શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ'ની રચના કરવામાં આવી. દિલ્હી શ્રીસંઘના કુશળ માર્ગદર્શક અને અગ્રણી લાલા રામલાલજીએ આ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ઉપરાંત સર્વશ્રી સુંદરલાલજી (મોતીલાલ બનારસીદાસ) તથા ખેરાયતીલાલજી (એન.કે .રબ્બર) એના આજીવન ટ્રસ્ટી તરીકે નિયુક્ત થયા. લાલા રતનચંદજી (રતનચંદ રિખવદાસ જૈન) તથા રાજ કુમાર જૈન (એન. કે. રબ્બર) નિધિના અધ્યક્ષ અને મંત્રી બન્યા. સર્વશ્રી બલદેવકુમાર અને રાજકુમાર રાયસાહબ ઉપાધ્યક્ષ તરીકે વરણી પામ્યા તેમજ શ્રી ધનરાજજીની કોષાધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ. શ્રી વિનોદલાલ એન. દલાલને નિર્માણ ઉપસમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સામાજિક કાર્યકર શ્રીમતી નિર્મલાબહેન મદાન તથા પાલનપુરવાળા શ્રીમતી સુરેશાબહેન એડ્વોકેટની વલ્લભસ્મારક પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધા જોઈને તેમને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા.
૧૯૭૪ની ૩૦મી જૂને આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીનો દિલ્હીમાં પ્રવેશ હતો. એ પૂર્વે કાર્ય સિદ્ધ કરવાનું હતું. મહત્તરાજીના પરિશ્રમ અને પ્રબળ સંકલ્પ રંગ લાવ્યા. આચાર્યશ્રીના દિલ્હી-આગમનના પંદર દિવસ પૂર્વે જી. ટી. કરનાલ માર્ગ પર ૧૫મી જૂને સત્યાવીસ હજાર ચોરસ મીટર જેટલી વિશાળ જમીન ખરીદવામાં આવી. (એ પછી આ જમીનની પાસે બીજી ચૌદ હજાર ચોરસ મીટર જમીન પણ ખરીદી લેવામાં આવી). મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીનો પ્રથમ સંકલ્પ પૂર્ણ થયો.
આ જમીનની ખરીદીમાં પણ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીની દૂરંદેશીતાના દર્શન થાય છે. એક તો એમને આ જમીન શહેરના ભરચક વિસ્તારમાં મળતી હોય તોપણ નહોતી ગમતી. તેમનો વિચાર દેઢ હતો કે શહેરની બહાર શાંત, એકાંત વિસ્તાર જ સ્મારકની ભાવનાને અનુરૂપ ગણી શકાય. જોતાં જોતાં રૂપનગરથી સાડાબાર કિલોમીટર દૂર નાંગલીપૂના ગામ પાસેની નીલા આસમાનના શાંત વાતાવરણમાં આવેલી, ચારેબાજુ હર્યાભર્યા ખેતરો વચ્ચેની આ એકાંત જગ્યાએ તેમને લોહચુંબકની જેમ આકર્ષા, આ જગ્યાએ બેસીને તેમણે ગુરુ આત્મવલ્લભના પાંચ ભજન ગાયા અને જેટલા કાર્યકર્તાઓ ત્યારે
સંસ્કૃતિમંદિરનું સર્જન બેઠા હતા એની સામે એવી ભાવના વ્યક્ત કરી કે દસ વર્ષ પછી આ ધરતી ઉપર જ ગુરુ વલ્લભની દીક્ષાશતાબ્દિ ઉજવજો. પછી તેની આજુબાજુના અલીપુર, ખેડાકલા, સમયપુર, બાદલી વગેરે ગામોમાં વિચર્યા, વ્યાખ્યાન કર્યા, પ્રેમ સંપાદન કર્યો. ગોચરીપાણી કર્યા. લાગ્યું કે ચારેબાજુ ગામના લોકો ભક્તિભાવવાળા છે, શાકાહારી છે. આપણા લોકો તો અહીંથી દૂર રહે છે. સ્મારકની સાચી રક્ષા તો આ લોકો જ કરશે, જેથી ભવિષ્યમાં સમારકને કોઈ ખતરો નહીં રહે.
પછી પૂ. મહારાજ શ્રીએ સ્મારકના ટ્રસ્ટીઓને બોલાવીને કહ્યું કે આ જમીનની દિવાલની પાછળની જગ્યા આપ સૌ લઈ લો અને ત્યાં પોતાના ફાર્મહાઉસ બનાવી લો. ભવિષ્યમાં બાળકો પોતાના ફાર્મહાઉસમાં આવશે તો પ્રભુના, ગુરુના દર્શન કરશે અને સ્મારકની રક્ષા થશે. ભવિષ્યમાં કદાચ સ્મારકની જગ્યા ઓછી પડશે તો તે કામ આવશે. પૂ. સાધ્વીજી મહારાજનો પડ્યો બોલ લોકો ઝીલતા અને આ રીતે આજુબાજુની જગ્યા પણ ટ્રસ્ટીઓ દ્વારા લેવાઈ ગઈ.
તે સમયે આતંકવાદનું જોર હતું, છતાં તેઓ ત્યાં નિર્ભયતાપૂર્વક રહેતા અને મજૂરો તથા આશરે આવેલા સૌને સંરક્ષણનું વાતાવરણ પૂરું પાડતા હતા.
ભગવાન મહાવીરના ૨૫00માં નિર્વાણવર્ષની ઉજવણી પ્રસંગે પૂજ્ય આચાર્ય શ્રી સમુદ્રસૂરિજીનો દિલ્હીમાં પ્રવેશ થયો. આ સમયે જૈન ધર્મના ચારેય સંપ્રદાયોએ મળીને આચાર્યશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. આ નિર્વાણવર્ષના રાષ્ટ્રીય મહોત્સવમાં સાન્નિધ્ય પ્રદાન કરવા માટે આચાર્યશ્રી વિજય ઇન્દ્રન્નિસૂરિજી, આચાર્ય વિજયપ્રકાશચંદ્રસૂરિજી, ગણિ જનકવિજયજી આદિ મુનિવરોનો તેમજ સાધ્વીગણનો ભવ્ય નગરપ્રવેશ થયો. વિરાટ જનસભા થઈ અને સહુએ સાધ્વીશ્રીની પ્રેરણાથી થયેલા ભૂમિસંપાદનના કાર્ય માટે પ્રસન્નતા વ્યક્ત કરી. ૧૯૭૪ના આ ચાતુર્માસમાં તમામ સંપ્રદાયોએ તેમને આગવું નેતૃત્વ પ્રદાન કર્યું. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ તેમને સોંપાયેલાં કાર્યો સારી રીતે કર્યો તેનો આનંદ પ્રગટ કરવાની સાથોસાથ પૂજ્ય આચાર્ય મહારાજે એની ખૂબ અનુમોદના કરીને આશીર્વાદ આપ્યા. ૧૯૭૪ની ૨૪મી ડિસેમ્બરે પૂ. મૃગાવતીશ્રીજીની પ્રેરણાથી
૧૫૮
-
૧૫૯
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આચાર્ય મહારાજના ૮૪મા જન્મદિવસના પ્રસંગને યુવાચેતના દિવસના રૂપમાં મનાવ્યો અને બધાંય સંપ્રદાયોએ ભેગા મળીને આચાર્યશ્રી સમુદ્રસૂરિજીને અત્યંત સન્માનપૂર્વક ‘જિનશાસનરત્ન'ની પદવીથી અલંકૃત કર્યા.
૧૯૭૪ની સત્યાવીસમી ડિસેમ્બરે આચાર્યશ્રી સ્વયં આ પાવન ભૂમિ પર પધાર્યા. પોતાના સ્વહસ્તે સ્મારકની ચારેય બાજુની ભૂમિ ઉપર વાસક્ષેપ નાંખીને આ રાષ્ટ્રસંતે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને વલ્લભસ્મારકના નિર્માણ માટે અંતરના આશીર્વાદ આપ્યા.
આ અંગે શ્રી રવીન્દ્રકુમાર સહરાવતે નોંધ્યું છે, ‘મેં સ્મારકની નજીકના ગામ નગલી-પૂનાની સ્ત્રીઓની મુખે સાંભળ્યું છે કે, જ્યારે આ સ્મારક માટે જમીન ખરીદવામાં આવી, ત્યારે ત્યાં રહેવા માટે કોઈ મકાન નહોતું. પરંતુ મહત્તરાજી અને એમનાં ત્રણ શિષ્યા એક ઝૂંપડીમાં રહેતાં હતાં અને અમારા ગામમાંથી ગોચરી વહોરી જતાં હતાં. એટલે આ બધું એમના દૃઢ સંકલ્પના પરિણામે જ શક્ય બન્યું હતું.'
મહત્તરાજી પાસે આગવી દીર્ઘદૃષ્ટિ અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભા હતી. વિશાળ જનસમુદાય એમના સંપર્કમાં આવતો હતો અને દર્શન-વ્યાખ્યાનનો લાભ લેતો હતો, પરંતુ એ વિરાટ લોકસમૂહમાંથી ધર્મનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ યુવાનો શોધવાની એમનામાં અપ્રતિમ શક્તિ હતી. યુવાનો પાસે કાર્યશક્તિ હોય છે. યુવાશક્તિ, અણુશક્તિ કરતાં પણ વધુ બળવાન છે. આદર્શ માટે એ અવિરત મથ્યા કરે છે. એનાથી સંસ્થામાં નવી શક્તિ, નવા પ્રાણ અને મૌલિક દર્શનનો સંચાર થાય છે. મહત્તરાશ્રીજી યુવાનોને વલ્લભસ્મારકના કાર્યમાં એવી રીતે ગૂંથી દેતા કે એ યુવાનને આ જ એમનું જીવનકર્તવ્ય લાગતું. આ કાર્યની સિદ્ધિ માટે એ જીવનસર્વસ્વનું સમર્પણ કરી દેતા. એની ભીતરમાં અવિરતપણે વલ્લભસ્મારકનો ધબકાર ચાલતો રહેતો. એમની પાસે તેજસ્વી અને કર્મનિષ્ઠ યુવાનોને ખોજવાનો અનોખો જાદુ હતો.
દિલ્હીનિવાસી લાલા ખેરાયતીલાલ પાસેથી એમના પુત્ર રાજ કુમાર જૈનને આ કાર્ય માટે માગી લીધા. એ સમયે રાજ કુમાર જૈન કુટુંબનો બહોળો વ્યાપાર સંભાળતા હતા, પરંતુ દેવ, ગુરુ, ધર્મ અને પિતાજીના આજ્ઞાકારી એવા
સંસ્કૃતિમંદિરનું સર્જન રાજ કુમાર જૈને સ્મારકના કાર્યમાં નિઃસ્વાર્થભાવે માનદમંત્રી તરીકે સેવા આપી. તેઓએ પોતાના તન-મન-ધનથી સંપૂર્ણતયા આ કાર્યને એવી રીતે સ્વીકાર્યું કે તેઓ સ્મારકના પાયાના પથ્થર જેવા બની રહ્યા. શ્રીમતી લીલાવંતી (ચાઈજી) શ્રી શાંતિલાલજી (એમ એલ .બી .ડી.) પાસેથી એમના જ્યેષ્ઠપુત્ર શ્રી નરેન્દ્ર પ્રકાશજીને ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટયૂટ સંસ્થાના કાર્ય માટે માગી લીધા. એમણે સંસ્થાના વાઇસ ચેરમેન તરીકે નિઃસ્વાર્થ ભાવે ૩૦ વર્ષ સુધી સેવા આપી અને સારા સારા વિદ્વાનોને સંસ્થા સાથે જોડ્યા. પૂ. પંડિતશ્રી બેચરદાસજીના શિષ્ય શ્રી જિતુભાઈ શાહ પાસેથી વચન લીધું કે આ ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટયૂટ સંસ્થાને આપે જ સંભાળવાની છે. તરત જ પૂજ્ય મહારાજજીના વચનોને શિરોમાન્ય કર્યા અને હાલમાં પણ તેઓ આ કાર્ય સુંદર રીતે નિભાવી રહ્યા છે અને આજે આ સંસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવી દીધેલ છે. એ જ રીતે શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ અને ગુરુવલ્લભના અનન્ય ભક્ત શ્રી શૈલેષભાઈ કોઠારીને આ સંસ્થા સાથે સાંકળીને મહારાજીએ પોતાની દીર્ઘદૃષ્ટિનો પરિચય આપ્યો. સહુની કાર્યશક્તિમાં નવીન ઉત્સાહનો સંચાર થયો અને અંતે સ્વપ્ન સિદ્ધ થયું, જમીન મળી અને એના દસ્તાવેજ પણ થઈ ગયા. હવે એના નિર્માણકાર્યની યોજનાઓ થવા લાગી. શ્રી આત્માનંદ જૈન મહાસભાને એનો કાર્યભાર સોંપીને સાધ્વીશ્રી મૃગાવતીજી યુ.પી., મેરઠ, હસ્તિનાપુર, સરધના તરફ જનજાગરણ માટે વિહાર અર્થે નીકળી ગયાં.
- આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ જીવનપર્યત પોતાના ગુરુ વલ્લભના સ્મારક-સર્જનની પ્રેરણા આપતા રહ્યા અને એમની ઇચ્છા પણ હતી કે એમના જીવનકાળમાં જ આ કાર્ય પરિપૂર્ણ થાય. પરંતુ એમાં જરૂરી વેગ આવતો ન હોવાથી ૧૯૭૬ની ત્રીજી ફેબ્રુઆરીએ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે જૈનભારતી વિદુષી સાધ્વી શ્રી મૃગાવતીજીને તથા દિલ્હી શ્રીસંઘને એક આદેશપત્ર આપ્યો કે સાધ્વીશ્રી મૃગાવતીજી દિલ્હીમાં રહીને જ વલ્લભસ્મારકનું કાર્ય પૂર્ણ કરે. ગુરુના આદેશને શિરોધાર્ય કરનારા સાધ્વીશ્રીને શીધ્રાતિશીધ્ર ગુરુવચનનું પાલન કરું એવી લગની લાગી. ૧૯૭૬ની બારમી ફેબ્રુઆરીએ એમણે શ્રીસંઘોને ઉદ્દેશીને પોતાના તરફથી આ પાવનકાર્યને તત્કાળ પૂર્ણ કરવા માટે એક હૃદયસ્પર્શી અપીલ કરી અને કહ્યું કે ગુરુઋણ ચૂકવવા માટેનો આ સોનેરી અવસર છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિએ ૧૯૭૫-૭૬'નો ચાતુર્માસ લુધિયાણા અને હોશિયારપુરમાં કર્યો હતો અને એ પછી હસ્તિનાપુરમાં પારણામંદિર અને મુરાદાબાદમાં જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી, પરંતુ આચાર્ય વિજયસમુદ્રસૂરિજી એકાએક કાળધર્મ પામવાને કારણે સહુને આઘાત લાગ્યો હતો. આ સમયે આચાર્ય શ્રી વિજય ઇન્દ્રદિવસૂરિજી મહારાજે સાધ્વીશ્રીનો ઉત્સાહ વધાર્યો અને એમણે કહ્યું કે ગુરુદેવનાં વલ્લભસ્મારકનાં અને કાંગડાતીર્થનાં ઉદ્ધારનાં સ્વપ્નો પરિપૂર્ણ કરો.
કાંગડાના ચાતુર્માસ પછી પંજાબના ઘણા અગ્રણી શ્રીસંઘોએ ચાતુર્માસ માટે વિનંતી કરી, પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજીને એક જ લગની હતી કે તત્કાળ વલ્લભસ્મારકને મૂર્તરૂપ આપું અને ગુરુચરણમાં શ્રદ્ધાસુમન અર્પિત કરું. ૧૯૭૯ના ચાતુર્માસ માટે સાધ્વીશ્રી દિલ્હી આવ્યાં અને એ સમયે જનજાગરણ થતાં સારી એવી રકમ એકત્રિત થઈ..
વલ્લભસ્મારક માટેનો નકશો (પ્લાન) પાસ થતો ન હોવાથી થોડી નિરાશા વ્યાપી હતી, ત્યારે ગુરુવલ્લભનાં નામનો જયઘોષ કરીને સાધ્વીશ્રીએ કહ્યું કે ભૂમિપૂજન અને ખનનમુહૂર્તનો સમય નક્કી કરો. સહુને પારાવાર આશ્ચર્ય થયું કે હજી પ્લાન મંજૂર થયો નથી, ત્યારે આ બધું કઈ રીતે શક્ય બનશે ? પરંતુ સાધ્વીશ્રીનો અટલ આત્મવિશ્વાસ તત્કાળ હકીકતમાં પલટાઈ ગયો. વલ્લભસ્મારકના પ્લાનની મંજૂરી મળી ગઈ.
સહુના હૃદયમાં અપાર આનંદ હતો. દીર્ધદૃષ્ટા ઉદ્યોગપતિ અને શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની દોરવણી હેઠળ વલ્લભસ્મારકના પ્લાન લાંબી ચર્ચા-વિચારણાને અંતે તૈયાર કરવામાં આવ્યા હતા. શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના મુખ્ય સ્થપતિ અને સુપ્રસિદ્ધ શિલ્પી શ્રી અમૃતલાલ ત્રિવેદી અને શ્રી ચંદુલાલ ત્રિવેદીને આ કામગીરી સોંપવામાં આવી હતી અને એમણે ભારતીય તેમજ જૈન સંસ્કૃતિની શિલ્પકલાનો સુંદર નમૂનો બને તેવા આ સ્મારકના નકશા તૈયાર કર્યા.
૧૯૭૯ની ૨૭મી જુલાઈના ભૂમિપૂજન એટલે કે ખાતમુહૂર્તની વિધિ સાધ્વીશ્રી મૃગાવતીજી આદિની નિશ્રામાં પરમ ગુરુભક્ત ગુરુવલ્લભના રામના હનુમાન જેવા લાલા રતનચંદજીના હસ્તે ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. પચીસ વર્ષનું એ વિરાટ સ્વપ્ન અંતે સાકાર થયું અને આ ગુરુમંદિર માત્ર
સંસ્કૃતિમંદિરનું સર્જન ગુરુમંદિર જ ન રહેતા, ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિનું એક વિશાળ કેન્દ્ર બને એવી ભાવના રાખવામાં આવી. સાધ્વીજીનું આ વિરાટ સ્વપ્ન અનેક આયામ અને દૃષ્ટિકોણ ધરાવતું હતું અને તેથી જ આ સ્મારક જૈનદર્શન અને અન્ય દર્શનના તુલનાત્મક અભ્યાસનું, ધર્મ અને સંસ્કૃતિના અધ્યયનનું, દર્શન-જ્ઞાનચારિત્રની સાધનાનું અને જનસેવાનું કેન્દ્ર બને એવી વિશાળ દ્રષ્ટિ એની પાછળ રાખવામાં આવી.
પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી દ્વારા થઈ રહેલા કાર્યોની સરાહના પૂ. આચાર્ય ઇન્દ્રન્નિસૂરિજી પોતાના તા. ૨૮મી ઑક્ટોબર ૧૯૭૯ના રોજ બીકાનેરથી લખાયેલ પત્રમાં આ રીતે કરે છે. ‘જૈનભારતી કાંગડા તીર્થોદ્વારિકા મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી,
‘આપનો તા. ૨૭-૧૦-૭૯નો પત્ર આજે મળ્યો, આપની શુભ નિશ્રામાં સ્વર્ગવાસી ગુરુદેવોની પરમ કૃપાથી દિનાંક ૨૮, ૨૯ અને ૩૦ નવેમ્બર ૧૯૭૯ના અખિલ ભારતીય સ્તર પર દિલ્હીમાં વલ્લભસ્મારકના શિલાન્યાસનો કાર્યક્રમ થનાર છે એ જાણી અમને ખૂબ જ પ્રસન્નતા થઈ. એની સાથે અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનું અધિવેશન થનાર છે, જે સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે, આપનો દિલ્હી ચાતુર્માસ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કરવામાં આવશે, આપની ‘મહારા', ‘જૈનભારતી' વગેરે પદવીઓ આપના મહાન કાર્યોની સામે અત્યંત સ્વલ્પ લાગે છે. મનુસ્મૃતિમાં કહેવાયું છે. ‘પત્ર નાર્યસ્તુ પૂજ્યને, મને તત્ર યેવતા' શ્લોક પ્રમાણે નારીની પૂજા કરવી એ પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે. નીતિકારોએ કહ્યું છે કે, ‘અપૂન્યT: 2 પૂર્ચને, પૂળાના ૫ ofસામા મનિ તત્ર વેવ દુfમ કરyfમામ્' આ શ્લોક અનુસાર જે વ્યક્તિ પૂજનીય છે, એની પૂજા અવશ્ય કરવી જોઈએ. આપે આપના મહાન કાર્યો વડે જિનશાસનની સેવા કરી છે, તે સદાય અવિસ્મરણીય રહેશે.
| દિલ્હી શ્રીસંઘે વલ્લભસ્મારક યોજનાને સાકાર રૂપ દેવામાં જે અથાગ પરિશ્રમ અને તન, મન અને ધનથી જે સહયોગ આપ્યો છે તે અત્યંત પ્રસંશનીય છે. આ મહોત્સવની પૂર્ણ સફળતા માટે હું મારી હાર્દિક શુભ કામનાઓ પાઠવું છું, અને આશા રાખું છું કે, આપની શુભ નિશ્રામાં બધા ગુરુભક્તો મળી વલ્લભસ્મારક યોજનાને પૂર્ણરૂપ આપવા કોઈ કસર નહીં રાખે અને સ્વર્ગસ્થ ગુરુદેવના સ્વપ્નને શીધ્ર સાકાર કરશે.'
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
નવી પેઢીનું નૂતન તીર્થ
એના શિલારોપણ પ્રસંગની ભવ્ય ઉજવણી ૨૯ નવેમ્બર ૧૯૭૯ના રોજ થઈ અને આ સમયે આ સ્મારકને કાજે જીવન સમર્પિત કરનાર ઉત્સાહી અને કર્તવ્યનિષ્ઠ મંત્રી શ્રી રાજ કુમારજી જૈન તરફથી આ સ્મારક-ભવનમાં કરવા ધારેલ અગિયાર જેટલી પ્રવૃત્તિઓની આ પ્રમાણે માહિતી આપવામાં આવી.
(૧) ભારતીય તથા જૈનદર્શનનું અધ્યયન-સંશોધન, (૨) સંસ્કૃત તથા પ્રાકૃતનો અભ્યાસ, (૩) પ્રાચીન ગ્રંથોનો ભંડાર, (૪) પ્રાચીન ભારતીય દર્શનોનું તુલનાત્મક વિવેચન, (૫) જૈન તથા સમકાલીન સ્થાપત્યકળાનું સંગ્રહસ્થાન, (૯) યોગ અને ધ્યાનનું સંશોધન, (૭) નિસર્ગોપચારનું સંશોધન, (૮) પુસ્તકો તથા પત્રિકાઓનું પ્રકાશન, (૯) પ્રાચીન સાહિત્યનું પુનઃ પ્રકાશન, (૧૦) સ્ત્રીઓની કલાકારીગરીનું કેન્દ્ર અને (૧૧) મોબાઇલ દવાખાનું.
આમ સંસ્કૃતિના સર્વ ક્ષેત્રોને આવરી લેતી વિરાટ કલ્પના સાથે વલ્લભસ્મારકના સર્જન કાર્યમાં સહુ કોઈ જોડાઈ ગયા. તત્ત્વજ્ઞાન, સ્થાપત્ય, રોજગારી અને માનવઆરોગ્ય - એમ સઘળાં ક્ષેત્રોને એણે વ્યાપમાં લીધાં. એક વિશાળ આકાશનું સર્જન કરવાનો મહાપુરુષાર્થ આરંભાયો.
શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિ મંદિરની અનેકવિધ પ્રવૃત્તિઓની કલ્પના સહુના મનમાં રમવા લાગી.
વિરાટ સ્વપ્નનું વાસ્તવના ધરાતલ પર સર્જન કરવાનો શુભારંભ થયો.
સ્વપ્નો જોવાં સરળ છે, એને હકીકતમાં કંડારવા અતિ મુશ્કેલ છે.
વલ્લભસ્મારક(શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર)નું સ્વપ્ન એટલું વિશાળ હતું કે એણે ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, ધર્મઆરાધના, ભારતીય દર્શનો, યોગ-ધ્યાન, જ્ઞાનપ્રસાર અને માનવઆરોગ્ય જેવાં સર્વવ્યાપી ક્ષેત્રોમાં કાર્ય કરવાનો ઉદ્દેશ રાખ્યો હતો. રાષ્ટ્ર, ધર્મ અને સમાજમાં સર્વતોમુખી નવજાગરણનો સંદેશ આપનાર ગુરુવલ્લભને સાચી શ્રદ્ધાંજલિ તો આ સર્વ ક્ષેત્રોમાં નવજાગૃતિ આણીને જ આપી શકાય. સ્મારકનું બાંધકામ શરૂ કરવા માટે નક્કર ભૂમિકા રચાઈ ગઈ. ભૂમિખનનની વિધિ પછી માત્ર ચાર જ મહિનામાં ૧૯૭૯ની ૨૯મી નવેમ્બરે શિલારોપણ (શિલાન્યાસ)ની વિધિનો મહોત્સવ યોજવામાં આવ્યો. આ પ્રસંગે વિશાળ જનસમુદાયે હાજરી આપી. સાધ્વીશ્રી મૃગાવતીજીના સાંનિધ્યમાં હર્ષોલ્લાસ અને ભક્તિપૂર્વક મહોત્સવની ઉજવણી થઈ અને પ્રચંડ લોકજુવાળ જોઈને સહુને એમ થયું કે ‘શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર” નામ ધરાવતા શ્રી વલ્લભસ્મારકની રચના થોડા જ સમયમાં દિલ્હીની ભૂમિ પર સાકાર થશે.
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આ પ્રસંગે ૨૮મી નવેમ્બરે ‘શ્રાદ્ધ પ્રતિક્રમણ સુત્ર : પ્રબોધટીકા’ ગ્રંથની હિંદી આવૃત્તિનું પ્રકાશન અને વિમોચન થયું. આ ગ્રંથ જૈન સાહિત્ય વિકાસ મંડળ (વિલેપાર્લે, મુંબઈ) દ્વારા એના સ્થાપક શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીના પ્રબળ પરિશ્રમ અને પુરુષાર્થથી તૈયાર થયો હતો. સાધ્વીશ્રીને ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી અને એમનાં ધર્મપત્ની ચંદ્રાવતીબહેને એ ગ્રંથ અર્પણ કર્યો.
વલ્લભસ્મારકના શિલાન્યાસનો મહોત્સવ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બંગાળ, બિહાર, આસામ, હિમાચલ પ્રદેશ, જમ્મુકાશ્મીર, ગુજરાત, મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોના જૈન સમાજના અગ્રણીઓ અને શ્રાવક-શ્રાવિકાની ૧૦,000થી વધુ વિશાળ જનસમૂહની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. એક સાથે એક હજાર ભાઈબહેનો ભોજન લઈ શકે તેવું ભોજનગૃહ, વિશાળ રસોઈગૃહ તથા ‘કલ્પતરુ” નામક વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો.
આ શિલાન્યાસ વિધિ પ્રસંગે ધર્મપ્રેમીશ્રી ધરમચંદ જશવંતાએ જૈન ધ્વજ લહેરાવ્યો હતો અને બપોરે વલ્લભસ્મારકમાં સંમેલનનું ઉદ્ઘાટન લોકપ્રિય કાર્યકર શ્રી કેદારનાથજી સાહનીએ કર્યું હતું, જ્યારે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દાનવીર શ્રી સાયરચંદજી નાહરે પ્રમુખસ્થાન શોભાવ્યું હતું અને શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિના કાર્યનિષ્ઠ મંત્રી શ્રી રાજ કુમાર જૈને સ્મારક સાથે સાંકળવામાં આવેલી સર્વે પ્રવૃત્તિઓનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. - ૨૯મી નવેમ્બરે ધર્મનિષ્ઠ પરમ ગુરુભક્ત બાર વ્રતધારી સુશ્રાવક લાલા ખેરાયતીલાલજી જૈન અને એમનાં કુટુંબીજનોએ શિલાન્યાસ કર્યો હતો. આ શિલાન્યાસના પ્રસંગે અને સ્થળે ૨૯મી અને ૩૦મી નવેમ્બરે શ્રી દીપચંદભાઈ ગાર્ડીના પ્રમુખસ્થાને શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનું ૨૪મું અધિવેશન યોજવામાં આવ્યું. આ અધિવેશનમાં જૈન સમાજના અગ્રણી મુખ્ય કાર્યકર્તાઓ, પ્રવક્તાઓ, વિદ્વાનો, નેતાઓ, મુખ્ય વેપારીઓ અને સમાજસેવકો વિશાળ સંખ્યામાં પધાર્યા હતા. આ પ્રસંગે ગાડજીએ અતિપ્રાચીન કાંગડા તીર્થના જીર્ણોદ્ધારના વિશિષ્ટ કાર્ય માટે અને વલ્લભસ્મારકની યોજના અંગે અપાર પરિશ્રમથી કાર્યસિદ્ધ કરનારા સાધ્વીજી મૃગાવતીજી મહારાજ વિશે કહ્યું કે, 'એક
નવી પેઢીનું નૂતન તીર્થ સંયમશીલ, નિષ્ઠાવાન અને તેજસ્વી સાધ્વીજી મહારાજ શાસનનાં કેવાં કેવાં મહાન કાર્યો કરી શકે છે, તે અહીં જોવા મળે છે.’
મહોત્સવના સમાપનમાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું કે ‘આ સ્મારકની યોજનાને પૂર્ણ કરવા માટે ભારતભરમાંથી સહકાર મળશે, કારણ કે પૂજ્ય ગુરુદેવે સમાજ કલ્યાણ અને તેના ઉત્થાન માટે તેમજ ધર્મોદ્યોત કરવા માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું હતું. તેઓશ્રીનું ઋણ અદા કરવાનું આપણને સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે. આજે તમને આવી તક મળી છે, તો તમારા જે ભાવ અને શક્તિ હોય, તે અર્પણ કરજો.’ - સાધ્વીશ્રીના છટાદાર અને ભાવપૂર્ણ પ્રવચનનો એટલો બધો પ્રભાવ પડ્યો કે આ જ સમયે કેટલાંક ભાઈ-બહેનોએ પોતાના શરીર પર પહેરેલા સોનાના અલંકારો અર્પણ કરી દીધા. જ્યારે અનેક શ્રાવક શ્રાવિકાઓએ યુગદ્રષ્ટા આચાર્યશ્રીના ૮૪ વર્ષના આયુષ્યને ધ્યાનમાં રાખીને ૮૪ મહિના માટે દર મહિને ૨૧ રૂપિયાથી માંડીને એક હજાર એક કે તેથી વધારે રકમ આપીને આ નિર્માણકાર્યમાં અનેરો ઉમળકો દાખવ્યો.
સાધ્વીશ્રી મૃગાવતીજીના મનમાં વલ્લભસ્મારકના પ્રાંગણમાં જિનમંદિરની રચના કરવાનો વિચાર સતત ઘૂમરાતો હતો. આથી સમગ્ર વલ્લભસ્મારકની રચના ત્રણ વિભાગમાં કરવામાં આવી, જેમાં એક મુખ્ય સ્મારક-ભવન, બીજું જિનાલય અને ત્રીજું અતિથિ-આવાસગૃહ, આ ત્રણેય કાર્ય વલ્લભસ્મારક કે શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર દ્વારા સિદ્ધ કરવાનું નક્કી કરવામાં આવ્યું.
આ વિરાટ કાર્યને સાકાર કરવા માટે એમણે મારકના સ્થળે જ સ્થિરતા કરી અને પોતાની સાધના અને આરાધના સાથે સક્રિય ગુરુભક્તિ રૂપે સ્મારકનું નિર્માણકાર્ય ચાલવા લાગ્યું. એમના રોમેરોમમાં ગુરુવલ્લભનું નામ વસેલું હતું. અહીં મચ્છર-ડાંસ વગેરેનો પુષ્કળ પરિષહ સહન કર્યો. ભૂખ અને તરસ પણ વેઠવી પડી, પરંતુ કડકડતો શિયાળો હોય કે બળબળતો ઉનાળો હોય, પરંતુ સાધ્વીજી મહારાજે કશું ય ગણકાર્યા વિના આ નિર્જન ભૂમિ પર મહિનાઓના મહિના પસાર કર્યા. એમનું જીવન આદર્શ ગુરુભક્તિનું દૃષ્ટાંત બની રહ્યું, તો એમની ગુરુભાવના સક્રિય જીવનસમર્પણનું ઉદાહરણ બની ગયું.
વલ્લભસ્મારકનું નિર્માણ એ ગુરુભક્તિનું ઉજ્જવળ પ્રતીક બન્યું.
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ મહત્તરાજીની એ સદૈવ ભાવના રહેતી કે વલ્લભસ્મારકની તસુએ તસુ ભૂમિ ધર્મઆરાધના અર્થે, શ્રુતસાધના અર્થે કે જનકલ્યાણ અર્થે જ ઉપયોગમાં લેવાય. એના દ્વારા એમનો આશય વ્યાપક માનવકલ્યાણનો હતો. જૈન-જૈનેતર સહુ કોઈએ એમની મધુર પ્રેરક વાણી સાંભળીને તન, મન અને ધનથી સાથ અને સહયોગ આપ્યો. કેટલાક પરિવારોએ તો આને પોતાનું જીવનકાર્ય માન્યું અને કેટલીક સમાજસેવી વ્યક્તિઓએ તો સ્મારકના સર્જન માટે જીવનસર્વસ્વ હોમી દીધું.
પરિણામે આ સ્મારક પૂજ્ય યુગવીર આચાર્યશ્રીની પુણ્યસ્મૃતિ ધરાવે છે, તો એની સાથોસાથ મહરરાજી અને એમના સાધ્વીસમુદાયની અવિહડ ગુરુભક્તિનું પ્રેરક પ્રતીક પણ છે.
જિનમંદિરના નિર્માણ માટે એમણે શ્રી વાસુપૂજ્ય જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ નામની એક બીજી સંસ્થા શરૂ કરી અને એમાં સર્વશ્રી શાંતિલાલજી (એમ.એલ .બી .ડી.), શ્રી વીરચંદજી જૈન (એન.કે .રબ્બર) તથા લાલા ધર્મચંદજીને આજીવન ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા તેમજ શ્રી રામલાલજી તથા શ્રી વિનોદલાલ દલાલને અનુક્રમે એના પ્રમુખ અને મંત્રીનું સ્થાન આપ્યું, જ્યારે સુદર્શનલાલજીને કોષાધ્યક્ષની જવાબદારી સોંપી.
આ વલ્લભસ્મારકમાં ચાલતા ઇમારતોના નિર્માણકાર્ય સમયે લાલા શાંતિલાલજી ખિલૌનેવાલેએ સહુના આતિથ્ય-સત્કારની જવાબદારી સ્વીકારી. દૂબળા-પાતળા, સદાય હસમુખા અને ઉલ્લસિત ચહેરો ધરાવતા શ્રી શાંતિલાલજી એક એવા મૂક અને નિઃસ્પૃહી કાર્યકર છે કે અનેક પ્રસંગોમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરતા હોવા છતાં ભાગ્યે જ એ પ્રસંગની તસવીરોમાં એમની છબી જોવા મળે. અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ વચ્ચે એમણે પૂ. મહેત્તરા મૃગાવતીજીની એકનિષ્ઠાથી વૈયાવચ્ચ કરી. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી નિર્ભયતાથી જંગલમાં રહ્યા અને પ્રારંભમાં સાવ નિર્જન એવા સ્મારકસ્થળ પર આતંકવાદના ભયની વચ્ચે પણ પોતાનો કર્મયોગ અવિરતપણે ચાલુ રાખી શક્યા તે તેમના જેવા શ્રાવકોના કારણે જ શક્ય બન્યું. શાસ્ત્રોમાં તેમના જેવા શ્રાવકો માટે માતાપિતાની ઉપમા દર્શાવવામાં આવી છે. સાધુ-સંતોની વૈયાવચ્ચમાં તેમનું સ્થાન મોખરાનું ગણાય. પૂ. સુજ્યેષ્ઠાજીની જેમ તેઓએ પૂ. મૃગાવતીજીની એટલી બધી વૈયાવચ્ચ કરી કે વલ્લભસ્મારકના ઉત્સાહી અને કર્મનિષ્ઠ મંત્રીશ્રી
નવી પેઢીનું નૂતન તીર્થ રાજ કુમાર જૈને જાહેરસભામાં તેઓની સેવાની પ્રશંસા કરી હતી.
કડકડતો શિયાળો હોય કે બળબળતો ઉનાળો હોય કે પછી મૂશળધાર વર્ષા હોય, તો પણ એમણે સહુનું એવું આતિથ્ય કર્યું કે એમની અટક ‘ખિલૌનેવાલે’ને બદલે ‘ખિલાનેવાલે’ પડી ગઈ. નિસર્ગોપચારમાં દઢ શ્રદ્ધા ધરાવતા એમણે વલ્લભસ્મારકના નિર્માણકાર્ય સમયે આશરે ૩૦૦ જેટલા મજૂરો, સોમપુરા શિલ્પીઓની લાગણીપૂર્વક સેવા કરી હતી. પોતાની નવી ખરીદેલી ગાડી પણ કોઈ ઘાયલ સેવકને લઈ જતાં લોહીવાળી થાય તો પણ એમણે ક્યારેય કોઈ ચિંતા કરી નથી. તેમનાં ધર્મપત્ની કમલબહેન, પુત્રવધૂ અંજલિબહેન, પૌત્રવધૂ અંકુબહેન વગેરે તેમના પરિવારનાં બધાં સભ્યો પણ એમની માફક આજે સેવામાર્ગે ચાલી રહ્યાં છે.
આવા શ્રી શાંતિભાઈએ સાધ્વી સુજ્યેષ્ઠાશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ, મહત્તરા સાધ્વી મૃગાવતી ફાઉન્ડેશન, શ્રી વલ્લભસ્માર ક ભોજનાલય ટ્રસ્ટ, દેવી પદ્માવતી ચૅરિટેબલ ટ્રસ્ટ વગેરેમાં ખૂબ નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે.
આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી શિક્ષણ સંસ્થાઓના નિર્માણની સાથોસાથ એમાં સંસ્કારબીજ રોપવા માટે જિનમંદિરોની સ્થાપનાને આવશ્યક માનતા હતા અને આ કારણે જ સ્મારકભવનના પશ્ચિમ ભાગમાં ભવ્ય, કલાત્મક ચતુર્મુખ જિનમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. દેલવાડાનાં મંદિરોની કલાકૃતિનું સ્મરણ કરાવતી અને સુંદર આભામંડળ ધરાવતી આ પ્રભુપ્રતિમાઓ જોનારના હૃદયમાં એક નવીન ભાવ જગાડનારી બની. - આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ દ્વારા ગુજરાનવાલામાં શ્રી આત્માનંદ જૈન ગુરુકુળની સ્થાપના કરવામાં આવી હતી. એ ગુરુકુળમાં એક વિશાળ હસ્તલિખિત અને મુદ્રિત ગ્રંથો ધરાવતું પુસ્તકાલય હતું. ભારત અને પાકિસ્તાનનું વિભાજન થતાં ગુજરાનવાલા પાકિસ્તાનમાં ગયું અને એ સમયે ત્યાંના મંદિરના ભોંયરામાં આ હસ્તપ્રતો અને મુદ્રિત ગ્રંથો સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને રાજ્યપાલશ્રી ધર્મવીરના પ્રયત્નો અને સહકારને પરિણામે આ અમૂલ્ય ગ્રંથભંડાર પાકિસ્તાનથી ભારતમાં લાવવામાં આવ્યો. ઈ. સ. ૧૯૮૦ની ૨૮મી
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ જાન્યુઆરીએ આ ગ્રંથભંડાર ભારતના તત્કાલીન ગૃહમંત્રી જ્ઞાની ઝેલસિંહ દ્વારા શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો.
સ્વપ્નો સાકાર થતાં હતાં. અનેકવિધ પ્રકારનાં કાર્યો આકાર લેતાં હતાં. ૧૯૮૦ની ૨૧મી એપ્રિલે મહત્તરાશ્રી મૃગાવતીજી પ્રત્યે અનન્ય ભક્તિ દાખવનાર શેઠ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલે પૂ. વાસુપૂજ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો. એ પછી છાત્રાલયની રચના કરવામાં આવી અને કાર્ય આગળ ચાલવા લાગ્યું.
સમયનો પ્રવાહ વહેતો હતો. સાધ્વીશ્રી એકચિત્ત અને એકનિષ્ઠ બનીને અપૂર્વ એકાગ્રતાથી એક પછી એક આયોજન માટે પ્રેરણા આપતાં હતાં અને એને સાંગોપાંગ પાર ઉતારતાં હતાં. એવામાં ૧૯૮૦માં મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતી શ્રીજી મહારાજ વ્યાધિગ્રસ્ત બન્યાં. મુંબઈ અને દિલ્હીના ડૉક્ટરોએ ઑપરેશન કરીને એમને રોગમુક્ત તો કર્યો, પરંતુ જેવાં સ્વસ્થ થયાં કે તત્કાળ વલ્લભસ્મારકના કામમાં સમર્પિત થઈ ગયાં. સ્મારકના કાર્ય માટે સરકારની અનુમતિ મળવામાં થોડો સમય લાગે તેમ હોવાથી એમણે ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ચાતુર્માસ કરવાનો નિશ્ચય કર્યો.
શરીર સાથ આપતું નહોતું, કિંતુ મનોબળ દૃઢ હતું. લુધિયાણામાં એમના સાધ્વીસમુદાયમાં એક સાધ્વીની અભિવૃદ્ધિ થઈ અને વિશાળ આયોજનની વચ્ચે ચિ. રેણુબહેને ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને એ નૂતન સાધ્વીનું નામ રાખવામાં આવ્યું સાધ્વી શ્રી સુપ્રજ્ઞાશ્રીજી મહારાજ .
લુધિયાણાની ભૂમિ પર મહત્તરાજીનાં કલ્યાણકાર્યોની મહેંક પ્રસરવા લાગી. ‘ઉપાધ્યાય સોહનવિજય ઉદ્યોગકેન્દ્ર'નો પ્રારંભ કરવામાં આવ્યો. એની સાથોસાથ ‘ઉપાધ્યાય સોહનવિજય પ્રિન્ટિંગ પ્રેસ'ની પણ સ્થાપના કરવામાં આવી. લુધિયાણા સિવિલલાઇનના જિનાલયની નજીક સમિતિ કેન્દ્રમાં પૂ. ગણિ જનકવિજયજી તથા પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીની પાવન નિશ્રામાં લુધિયાણાના મહિલામંડળનાં મહામંત્રી શ્રીમતી નિલમબહેન તથા તેમના સહયોગીઓના સહકારથી દસ દિવસની ધાર્મિક શિક્ષણ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ. એમના સાન્નિધ્યમાં લાલા વિદ્યાસાગર ઓસવાલની બાર કરોડની યોજનાવાળી ‘શ્રીમતી મોહનદઈ કેન્સર હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટર 'નો શિલાન્યાસ કરવામાં આવ્યો. શ્રી આત્માનંદ જૈન કૉલેજ અંબાલાને આર્થિક રીતે સધ્ધર
નવી પેઢીનું નૂતન તીર્થ બનાવવાની પ્રેરણા પણ આપી અને ૧૯૮૨માં ચંડીગઢના જિનમંદિર અને ઉપાશ્રયના નિર્માણકાર્યનો શિલાન્યાસ કર્યો.
૧૯૮૩માં કાર્યકર્તાઓની વિનંતીને પરિણામે સાધ્વીશ્રી પુનઃ દિલ્હીમાં પધાર્યા. આ સમયનો એક પ્રસંગ સ્મરણમાં આવે છે. વૈશાખ મહિનાનો ધોમધખતો તાપ હતો. દિલડીની આકરી ગરમીથી ડામરની સડકો સળગી રહી હતી. મહત્તરાજીએ દાદાવાડીમાં થોડો વિશ્રામ કર્યો, ત્યારે સહુએ એમને સાંજે વિહાર કરીને રૂપનગર જવા માટે વિનંતી કરી. એમણે કહ્યું, “મેં રૂપનગરના શ્રાવકોને વચન આપ્યું છે કે માર્ગમાં વધુ સમય રોકાયા વગર તરત જ આવીશ અને મારા કહેવાથી એમણે પાંચ વાગે વલ્લભસ્મારક અંગે એક સભાનું આયોજન કર્યું છે. વલ્લભસ્મારકના વિષયમાં મહત્ત્વની ચર્ચા-વિચારણા કરવાની હોવાથી મને રોકશો નહીં. ફરી ક્યારેક અવસર મળશે ત્યારે દાદાવાડીના આ પરમપાવને સ્થાન પર વંદન કરવા માટે જરૂર આવીશ.”
રૂપનગરના મંદિરના દ્વાર પર પૂજ્યશ્રી મૃગાવતીજી પહોંચ્યાં, તો લાલા ખેરાયતીલાલજી દોડીને મહારાજ શ્રીને ઉપાશ્રયની અંદર લઈ આવ્યા. એમને વિધિપૂર્વક વંદન કર્યા અને કહ્યું, “આપના આદેશ પ્રમાણે અમે બધા ઉપાશ્રયમાં આવી ગયા છીએ અને થોડાક લોકો આપનો સત્કાર કરવા માટે અહીંયાં ઉપસ્થિત છે, પણ ગુરુદેવ, આજે ઘણી ગરમી છે. ભરબપોરનો સમય છે. સઘળું તાપથી શેકાઈ રહ્યું હોય એવું લાગે છે, આથી અહીં ઉપસ્થિત મોટાભાગના શ્રાવકો એમ માનતા હતા કે તમે સાંજે જ આવશો.”
મૃગાવતીશ્રીજીએ ઉપાશ્રય તરફ આગળ વધતાં કહ્યું, “મેં જ આજે પાંચ વાગે મિટિંગ બોલાવી હોય અને હું સ્વયં કશાય કારણ વિના પ્રમાદવશ સમયસર પહોંચું નહીં, તો એ યોગ્ય ન ગણાય.”
મૃગાવતીશ્રીજી ઉપાશ્રયમાં બિરાજમાન થયાં, તો કેટલીક બહેનો ખુલ્લા પગે ભરતડકે આવેલાં મહત્તરાજીની સેવાશુશ્રુષા કરવા લાગી. એમના પગના તળિયા પર પુષ્કળ છાલા પડી ગયા હતા. ઉપસ્થિત શ્રાવકો તો આ જોઈને ધ્રુજી ઊઠ્યા.
રતનચંદજીએ કહ્યું, “મારા ઘેર છાલાની દવા છે. હું હમણાં જ મંગાવી
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
મૃગાવતીશ્રીજીએ હસતાં હસતાં કહ્યું, “પાંચ વાગી ચૂક્યા છે. બધા આવી ગયા છે. પહેલાં આપણે શાંતિથી બેસીને આપણું કાર્ય સંપન્ન કરીએ, પછી દવાનો વિચાર કરીશું. હા, પણ મારો વિચાર આવતીકાલે રૂપનગરથી વલ્લભસ્મારક પહોંચવાનો છે. ભવિષ્યને તો જ્ઞાની જાણે.”
બીજા દિવસે વહેલી સવારે સાડા પાંચ વાગે મૃગાવતીશ્રીજીએ વલ્લભસ્મારક માટે વિહાર શરૂ કર્યો. તેઓ સ્મારકના સ્થાન પર પહોંચ્યાં, ત્યારે એક અગ્રણીએ કહ્યું, “ગુરુદેવ, આપ શા માટે આટલું બધું કષ્ટ લઈને અહીં આવ્યાં? અમને આદેશ આપ્યો હોત, તો અમે લોકો જ આપને મળવા માટે રૂપનગર આવી ગયા હોત.”
મૃગાવતીશ્રીજીએ હસતાં હસતાં કહ્યું, “ભાઈ, નાનાં-મોટાં કારણોને લીધે અગાઉ નિશ્ચિત કરેલો કાર્યક્રમ બદલવો યોગ્ય નથી. મારા ગુરુદેવોએ મને આ શીખવ્યું છે.”
આખા પગમાં છાલા પડી ગયા હતા, તેમ છતાં મહત્તરાજીએ કઈ રીતે વચ્ચે થોભ્યા વિના રૂપનગરથી વલ્લભ-સ્મારક સુધીની વિહારયાત્રા કરી હશે, તે એક ૫૨મ આશ્ચર્ય છે !
વલ્લભસ્મારકના જિનાલયમાં ચૌમુખજીમાં મૂળનાયક ભગવાન પૂ. વાસુપૂજ્યસ્વામી ઉપરાંત ભગવાન શ્રી ઋષભદેવ, મુનિસુવ્રતસ્વામી અને ભગવાન પાર્શ્વનાથને પરોણા બિરાજમાન કરવામાં આવ્યા. એ જ રીતે રંગમંડપમાં અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી, આચાર્ય વિજયાનંદસૂરિ, આચાર્ય વિજયવલ્લભસૂરિ અને આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાઓ પરોણા બિરાજમાન કરવામાં આવી.
મુખ્ય ઘુમ્મટની નીચે સુંદર પટ પર ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પદ્માસન મુદ્રામાં પિસ્તાલીસ ઇંચની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી. મહત્તરા મૃગાવતીજી હંમેશાં ઉત્તમતાનાં આગ્રહી હતાં, આથી આ મૂર્તિનું કાર્ય એમણે અમદાવાદના પ્રસિદ્ધ શિલ્પી શ્રી ડી. એલ. માહા અને પદ્મશ્રી શ્રી કાંતિભાઈ પટેલને સોંપ્યું. ભગવાનની મનોહારી પ્રતિમાજીઓ બનાવવાનું કાર્ય શ્રી બી. એલ. સોમપુરાને સોંપ્યું અને અન્ય ગુરુમહારાજોની પ્રતિમાઓ
૧૭૨
નવી પેઢીનું નૂતન તીર્થ
જયપુરમાં બનાવવાનો નિર્ણય લીધો. અહીં સતત નિર્માણકાર્ય ચાલતું હોવાથી સ્મારકમાં સ્થાયી રૂપે કોઈ શિલ્પીની સેવા આવશ્યક બની હતી, આથી એમણે ઘનશ્યામ જેવા કુશળ શિલ્પીની સેવાઓ સ્થાયી રીતે સંસ્થાને માટે ઉપલબ્ધ કરાવી.
વલ્લભસ્મારક એ એક વિરાટ કલ્પનાનું સર્જન હતું. એ સર્જનની પૂર્ણ સિદ્ધિ ત્યારે જ થાય કે જ્યારે એમાં વ્યાપક રીતે લોકસમૂહ સામેલ થાય. આ દૃષ્ટિએ સ્મારકના ટ્રસ્ટીમંડળમાં ભારતના ટ્રસ્ટીઓ ઉપરાંત એમણે ધીરે ધીરે ઇંગ્લૅન્ડ, અમેરિકા અને જાપાનના એક-એક ટ્રસ્ટીની નિમણૂંક કરી. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર અને સમર્થ, કર્મઠ, સમર્પિત એવા મૂક કાર્યકર્તા શ્રી કાંતિલાલ કો૨ાને નિધિના કાર્ય માટે બીજા મંત્રી તરીકે નિયુક્ત કર્યા. આ રીતે દેશ અને વિદેશના વિચારકો અને કાર્યકરોને સાથે રાખીને એક વ્યાપક દર્શન સાથે એમણે આયોજન કર્યું.
મદ્રાસના શ્રાવક શ્રી માણેકચંદજી બેતાલા અને શ્રી સાય૨ચંદજી નાહર, અમદાવાદના આત્મારામ સુતરિયા, બેંગલુરુના જીવરાજજી ચૌહાણ અને કુંદનમલજી સિંધવીએ સ્મારકને આર્થિક રીતે સુદ્દઢ બનાવવાનો નિર્ણય કર્યો. ગુરુવલ્લભ પ્રત્યે અગાધ ભક્તિ ધરાવતા મુંબઈના શ્રી શૈલેષભાઈ કોઠારીએ તો સ્મારકના કાર્ય માટે માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. નિષ્ઠાવાન શ્રી શ્રીપાલભાઈ ભંડારી, અંબાલાના રાજકુમાર રાયસાહબ અને લુધિયાણાના શ્રી શ્રીપાલ બિહારે શાહ મહત્ત્વની જવાબદારી સંભાળવા
લાગ્યા.
દિલ્હીના લાલા રતનચંદજી, લાલા રામલાલજી, શ્રી કૃષ્ણકુમારજી (કે. કે. રબ્બર), શ્રી શાંતિલાલજી ખિલૌનેવાલે, ધનરાજજી, વિશંભરનાથજી, શ્રી મનમોહનજી, વિનોદલાલ દલાલ, નિર્મલકુમારજી, બીરચંદજી તથા મહેન્દ્રકુમાર ‘મસ્ત’બધા જ પ્રયત્નશીલ રહ્યા અને એમનું માર્ગદર્શન સતત મળતું રહ્યું, સમય જતાં શ્રી મનોહરલાલજી કોષાધ્યક્ષ બન્યા, ત્યારે એમણે પણ આગવી ભૂમિકા ભજવી.
ભવ્ય જિનાલયનું સર્જન થયું. છેક પાકિસ્તાનમાં રહેલો ઉત્તમ ગ્રંથસંગ્રહ પ્રાપ્ત થયો. વળી સાધ્વીજીના મનમાં પુરાતન ગ્રંથભંડાર અને પુસ્તકાલયના
૧૭૩
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
યોગ્ય સંરક્ષણ, સૂચીકરણ અને વર્ગીકરણની ઇચ્છા હતી. પોતાના કાર્યને સિદ્ધ કરવા માટે શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના સહયોગથી સ્મારક-ભવનમાં, પાટણમાં કાર્યરત ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી પૂ. મૃગાવતીજીની પ્રેરણાથી દેશની રાજધાની દિલ્હીમાં લઈ જવામાં આવી જેથી તે સંસ્થામાં વધારે વ્યાપક અને ગહન સંશોધનકાર્ય થઈ શકે. એ પછી દેશવિદેશથી આવનારા સંશોધકો તથા દર્શનાર્થીઓના નિવાસ અને ભોજનની વ્યવસ્થા માટે શ્રી વલ્લભસ્મારક ભોજનાલય ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને એને આકાર આપવામાં આવ્યો.
ભોજનશાળાના નિષ્ઠાવાન પ્રમુખ શ્રી કૃષ્ણકુમારજી (કે.કે.રબ્બર), ટ્રસ્ટી શ્રી શાંતિલાલજી ખિલૌનેવાલે, સેક્રેટરી શ્રી શશિકાન્ત મુન્હાની, ટ્રસ્ટીમંડળના શ્રી નરેન્દ્રકુમાર ભુરામ પટ્ટીવાલે, અનુરાધાબહેન (એમ.એલ.બી.ડી.), સુધાબેન શેઠ, શ્રીમતી અમિતાબહેન (એન કે.) વગેરે સહુ વલ્લભ-સ્મારકના તમામ પ્રસંગોમાં તથા બી. એલ. ઇન્સ્ટિટ્યૂટના સમર સ્કૂલ, સેમિનાર વગેરે દરેક પ્રસંગે ભોજનની સુંદર વ્યવસ્થા સ્વયં ઉપસ્થિત રહીને ભક્તિભાવપૂર્વક કરતા હતા. પૂ. સાધ્વીજી મહારાજ પ્રતિ લોકોમાં એવી શ્રદ્ધા અને સમર્પણનો ભાવ થયો હતો કે શ્રી વલ્લભસ્મારક ભોજનાલયમાં સાધર્મિક ભક્તિ અને બી. એલ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજીના સેમિનાર માટે આવેલા વિદ્વાનો માટે શ્રી કાંતિલાલજી દાળવાળા દાળ અને કઠોળની જેટલી પણ જરૂરત હોય તેટલી પોતાની મીલથી મોકલવા લાગ્યા. કુરુક્ષેત્રથી શ્રી શુભભાઈ ગાંધી પોતાના સેલરથી ચોખા અને સ્મારકના ટ્રસ્ટીઓ પોતાના ફાર્મહાઉસથી ઘઉંની ગુણ મોકલવાં લાગ્યા. જંગલી પુના ગામના રહેવાસી વલ્લભસ્મારક ભૂમિના દાતા શ્રી ભરતસિંહજી રાણાની ધર્મપત્ની શિક્ષિકા શ્રીમતી સુષમા રાણાએ પણ પોતાના પગારમાંથી રૂ. ૧૧OOO સ્મારકની ભોજનશાળાના સ્થાયી ફેડમાં આપ્યા. આ પ્રકારે આ યુગમાં પણ સતજુગના દર્શન થઈ રહ્યાં હતાં. શ્રી કાંતિલાલજી તો ૩૦ વર્ષથી સતત આટલો મોટો લાભ હજી પણ લઈ રહ્યા છે.
મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીનું આંતરબાહ્ય ચિંતન અવિરત ચાલતું હતું. આંતરિક ધર્મઆરાધના સાથે લોકકલ્યાણનાં કાર્યો થતાં હતાં. અલ્પ આહાર, ઉચ્ચ વિચાર, નિર્મળ વ્યવહાર અને દૃષ્ટાંતરૂપ સાદાઈ એ એમના જીવનની
નવી પેઢીનું નૂતન તીર્થ આગવી શૈલી હતી. એમના વિચારોનું એમના આચરણમાં પ્રતિક્ષણ પ્રતિબિંબ જોવા મળતું હતું. પોતાની આજ્ઞાંકિત વિદુષી શિષ્યાઓ સાથે ભિન્ન ભિન્ન યોજનાઓ અંગે વાતચીત કરતાં હતાં. હવે એમને એમ લાગ્યું કે કાર્યનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે વિશેષ ભૂમિની જરૂર પડશે. એને પરિણામે આજે શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણ નિધિટ્રસ્ટ પાસે બાવીસ એકર જેટલી વિશાળ જમીન છે.
૧૯૮૪ની ૧૦મી મેએ દાનવીર શ્રી દીપચંદભાઈ ગાર્ડ દ્વારા શીલસૌરભ વિદ્યાવિહાર હૉસ્ટેલ બ્લોકનું વિધિવત્ ઉદ્ઘાટન થયું અને એના બેંઝમેન્ટમાં ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજીનો આરંભ થયો. આ પ્રસંગે શ્રી વલ્લભસ્મારક ભોજનાલયનું ઉદ્ધાટન થયું. સાધ્વીશ્રી મૃગાવતીજીને ત્રેવીસમા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીનું એક સુંદર વાસ્તુકલા અને શિલ્પકલાયુક્ત મંદિર સ્થાપવાની ઇચ્છા જાગી અને ધીરે ધીરે એમના અથાગ પ્રયત્નોને પરિણામે ૧૯૮૪ની ૧૮મી જાન્યુઆરીએ શ્રી પદ્માવતી મંદિરનું ભૂમિપૂજન થયું. ૧૯મી જાન્યુઆરીએ એની આધારશિલા રાખવામાં આવી અને ખૂબ ઝડપથી એનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ ૧૯૮૪ની ૧૧મી મેએ દેવી પદ્માવતીજીના નવનિર્મિત મંદિરના પ્રતિષ્ઠામહોત્સવનો સમય આવ્યો.
મંદિરનિર્માણ માટે એમની પાસે માત્ર ચાર મહિનાનો સમય હતો, પરંતુ સાધ્વીશ્રી મંગાવતીજીની કાર્યકુશળતા અભુત હતી અને શ્રી શાંતિલાલજી (ખિલોનેવાલા) જેવા કર્મઠ કાર્યકર્તાઓ આ નિર્માણ કાર્યમાં તન-મન-ધનથી. જોડાઈ ગયા. માત્ર ચાર જ મહિનામાં માતા પદ્માવતીદેવીના જિનાલયની પ્રતિષ્ઠા થઈ, જેનો લાભ શ્રી શાંતિલાલજી પરિવારે (એમ.એલ.બી.ડી.) લીધો. આ પરિવાર પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ પ્રત્યે અત્યંત શ્રદ્ધા ધરાવનાર અને એમને બહેન તરીકે માનનાર છે. શ્રીમતી લીલાવતીબહેન આટલા મોટા સંયુક્ત પરિવારમાં રહેવા છતાં ખૂબ જ ગંભીર, અનાસક્ત, સેવાભાવી અને કોઈપણ સમસ્યાનું સમાધાન કરવામાં વિચક્ષણ છે. ઘરના અને શ્રીસંઘના નાનામોટા બધાં જ સદસ્યો એમને ચાઈજી (બા) તરીકે બોલાવે છે. પૂ. સાધ્વીજીએ પોતાની સાધ્વીઓને એમને સોંપ્યા કે તમે સંભાળ રાખજો.
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ સાધ્વીશ્રીની ભાવના હતી કે વલ્લભસ્મારકના પ્રાંગણમાં શાસનદેવીની સ્થાપના થાય. તેનાથી આ સ્થાનમાં આવનારની ધર્મઆસ્થા દૃઢ બને. સાધ્વીશ્રીએ તીર્થકરોની પૂજા, અર્ચના અને વંદના પર સતત ઝોક આપ્યો, પરંતુ કેટલાક ધર્મમાર્ગથી વિમુખ થઈને અન્ય દેવોની અર્ચના કરનારને નિજધર્મ એવા જિનધર્મમાં સ્થિર કરવા માટે એમણે શાસનદેવી પદ્માવતીના મંદિરનું નિર્માણ કરાવ્યું અને દેવી પદ્માવતી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરાવી, જેના પ્રમુખ લાલા રામલાલજી, કોષાધ્યક્ષ વિશમ્મરનાથજી અને મંત્રી મનમોહનજી બહુ સારી રીતે કર્તવ્ય બજાવ્યું. હાલ પ્રમુખ પરમ ગુરુભક્ત શ્રી રાજકુમારજી (ફરિદાબાદવાળા), મંત્રી શ્રી મનમોહનજી અને કોષાધ્યક્ષ શ્રી નવલભાઈ ખૂબ જ નિષ્ઠાથી કાર્ય સંભાળી રહ્યા છે.
માતા પદ્માવતીની અતિ મનોહારી પ્રતિમા જોનાર મંત્રમુગ્ધ બની જાય છે. એમની દિવ્યદૃષ્ટિ અને વાત્સલ્યપૂર્ણ મુખાકૃતિનાં દર્શન કરનારનાં નેત્ર અને હૃદયમાં એ આપોઆપ સમાઈ જાય છે. આ ભવ્ય પ્રતિમા અને મહારાજીના તપ, જપ અને સાધનાને કારણે આજે દૂર દૂરથી લોકો અહીં દર્શનાર્થે આવે છે. અને આ વાસ્તુકલાને અનુરૂપ એવા કલાત્મક મંદિરને જોઈને અપાર આંતરિક પ્રસન્નતા અનુભવે છે. પોષ વદ દશમીએ અહીં વાર્ષિક મેળાનું આયોજન થાય છે અને દર મહિનાની વદ દસમે અહીં મેળો ભરાય છે, જેમાં જૈન-જૈનેતર સહુ કોઈ શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે પધારે છે.
સ્મારક નિધિને માટે ૧૯૮૪ની ૧લી સપ્ટેમ્બરે સંસ્થાના મંત્રીશ્રી રાજ કુમાર જૈન સ્વ-ખર્ચ વિશ્વ પ્રવાસે નીકળ્યા અને ઠેર ઠેર જઈને સહુને સ્મારકના વિરાટ કાર્યની ઝાંખી આપી. શ્રી રાજ કુમાર જૈનની અપ્રતિમ ગુરુભક્તિનો સહુ કોઈને હૃદયસ્પર્શી અનુભવ થયો. વલ્લભ-સ્મારકના સર્જનકાર્યમાં આવી વ્યક્તિઓનું સ્વાર્પણ સહુને માટે પ્રેરક બને તેવું છે.
મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીના મનમાં સતત એક ભાવના રહેતી હતી. એમણે જૈનસમાજમાં સાધ્વીઓને આગમોનો અભ્યાસ કરાવવા માટે આગ્રહ સેવ્યો હતો અને એ સમયમાં એમણે એમની આજ્ઞાનુવર્તી સાધ્વીઓને હસ્તપ્રતસંરક્ષણ અને ગ્રંથસંરક્ષણનું કાર્ય સોંપી દીધું. પૂ. સાધ્વીજી સુવ્રતાજી મ. તથા પૂ. સાધ્વીશ્રી સુયશાજી મહારાજે ત્રણેક વર્ષ દરમિયાન ૧૧,000 જેટલી
નવી પેઢીનું નૂતન તીર્થ હસ્તપ્રતો અને ગ્રંથોનું વર્ગીકરણ કર્યું. વિખ્યાત લિપિવિશેષજ્ઞ શ્રી લક્ષ્મણભાઈ ભોજ કે આ અંગે માર્ગદર્શન આપ્યું અને સાથોસાથ મહત્તરાજીએ સાધ્વી સુપ્રશાજીને અંગ્રેજી ભાષામાં અનુસ્નાતકની પદવી અપાવી, જેથી યુવાન પેઢીને એ ઉચિત માર્ગદર્શન આપી શકે. પોતાની સાધ્વીજીઓના જ્ઞાનવિકાસ અને અધ્યાત્મ-ઉત્કર્ષ માટે મહત્તરાજી સતત જાગ્રત અને પ્રયત્નશીલ રહેતાં હતાં.
વલ્લભસ્મારકને સાકાર કરવા માટે ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરીને મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજે જે કાર્ય કર્યું, તે નારી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ અંકિત થયું છે. આ તીર્થની માટીની રજેરજમાં એમની ધર્મભાવના, ઉત્કૃષ્ટ પુરુષાર્થ અને પ્રબળ આત્મબળનો અનુભવ થાય છે. વલ્લભસ્મારકનું આ સર્વગ્રાહી નવતીર્થ આવનારી નવી પેઢીને નૂતન પંથ બતાવશે અને નવીન ઇતિહાસનો પ્રારંભ થશે. એ જોઈને મહાન ગુરુનું સ્મરણ થશે, જેમના આશીર્વાદ લઈને આજે વલ્લભસ્મારક તીર્થ બન્યું છે..
સ્મારક ગહન જ્ઞાનની વિદ્યાપીઠ, વિરાટ નવીન તીર્થ અને લોકકલ્યાણનું કેન્દ્ર બની રહ્યું. આવા ત્રિવેણીસંગમને કારણે સહુ કોઈ અહીં પોતાની ભાવનાનું ભાતું લઈને પાવન થવા માટે આવવા લાગ્યા.
૧૯૮પના જાન્યુઆરી મહિનામાં નવી દિલ્હીમાં યોજાયેલી ત્રીજી આંતરરાષ્ટ્રીય જૈન કોન્ફરન્સના અધિવેશનમાં ભાગ લેવા આવેલા વિદ્વાનોએ વલ્લભસ્મારકની મુલાકાત લઈને પ્રસન્નતા પ્રગટ કરી. સાધ્વીશ્રીને સહુ કોઈની ચિંતા હતી. વિરાટ નિર્માણની સાથે સામાન્યમાં સામાન્ય માનવી તરફ એમની અનુકંપા વહેતી હતી. આસપાસના ગ્રામજનો કે જિનાલયમાં કાર્યરત શિલ્પીઓ કે કારીગરોને કઈ રીતે ભૂલી શકે ? એમણે અહીં કાર્ય કરતા શિલ્પીઓ અને આસપાસના ગ્રામજનોને ચિકિત્સાનો લાભ મળે તે માટે ચિકિત્સાલયનો પ્રારંભ કરવાની પ્રેરણા આપી. લાલા ધર્મચંદજી ભાભુએ આની જવાબદારી સ્વીકારી અને થોડા જ સમયમાં વલ્લભ સ્મારકના પ્રાંગણમાં ૧૯૮૫ની પંદરમી જૂને ‘શ્રી આત્મવલ્લભ ધર્મ જ શવંત મૅડિકલ ફાઉન્ડેશન' સંચાલિત ‘વિજયવલ્લભ જૈન હોમિયોપેથિક ઔષધાલય'નો લાલા ધર્મચંદના હસ્તે શુભારંભ થયો. સ્મારકમાંથી સદા સેવા, શિક્ષા અને સાધનાની ત્રિવેણી વહેતી રહેવી જોઈએ.
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ એવી પૂ. મૃગાવતીજીની ભાવનાને પુષ્ટિ આપતી આ ઔષધાલય સંસ્થા દ્વારા એક ચાલતી (મોબાઈલ) ઔષધાલય સેવાનો પ્રારંભ થયો. શ્રી ધર્મચંદજીના પુત્ર શ્રી પદમચંદ જૈન અને તેમના ભાઈ પણ ફાઉન્ડેશનના સંચાલનમાં ધ્યાન આપે છે.
ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટનો વિકાસ તેના ચૅરમેન જિનશાસન - અનુરાગી, દીર્ધદૃષ્ટા, શિક્ષાપ્રેમી શેઠ પ્રતાપભાઈ ભોગીલાલ; વાઇસ ચેરમેન ભક્તહૃદયી શ્રી પ્રકાશભાઈ; સંસ્થાના વાઇસ ચેરમેન, સમર્થ વિદ્વાન, સમર સ્કૂલોના સંચાલક તથા માર્ગદર્શક એવા ૫. જીતુભાઈ; માન મંત્રી શ્રી મહેન્દ્રભાઈ શેઠ; શિક્ષાપ્રેમી શ્રી ડી. કે. જૈન વગેરેના માર્ગદર્શન નીચે થતો રહ્યો. આ સંસ્થાના પુસ્તકાલયમાં આગમ, પ્રકરણ, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, વૈદક, કાવ્ય, અલંકાર, કોશ, રાસ, ચોપાઈ, કથા, ભક્તિ સાહિત્ય, સ્તોત્ર, સ્તવન, સંજઝાય, પટ્ટાવલી, રત્નશાસ્ત્ર, સામુદ્રિક, નિમિત્ત, શુકનશાસ્ત્ર તથા બૌદ્ધ , દિગંબર, વૈદિક, વૈશેષિક, પુરાણ વગેરેને લગતું સાહિત્ય સંગૃહિત થયેલું છે.
આ સંસ્થાના તત્ત્વાવધાનમાં કાર્યશાળાનાં આયોજનો થતાં રહ્યાં, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ અને વિદ્વાનો અહીં આવીને અધ્યયન-અધ્યાપન કરવા લાગ્યા. એના દ્વારા કાર્યશિબિરો, સંગોષ્ઠિઓ, વ્યાખ્યાનમાળા, લિપિજ્ઞાન પ્રશિક્ષણ વગેરેનું આયોજન થવા લાગ્યું અને એમાં દેશભરના સંશોધકો ઉપસ્થિત રહીને ગહન શોધ કાર્યમાં જોડાતા ગયા. મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજને શ્રદ્ધેય પૂર્વાચાર્યો પ્રત્યે અત્યંત આદરભાવ હતો. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સાધ્વી યાકિની મહત્તા દ્વારા બોધ પામીને ૧,૪૪૪ ગ્રંથોની રચના કરી. એવા મહાન આચાર્યની સ્મૃતિરૂપે શોધપીઠના પ્રવચન હૉલનું નામ ‘આચાર્ય હરિભદ્રસૂરિ હૉલ' રાખ્યું અને જ્યાં આચાર્ય વિજયવલ્લભસૂરિજીની વિશાળ પ્રતિમા છે તે મુખ્ય મંડપની નીચેના મોટા મ્યુઝિયમ હૉલનું નામ “આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજી હૉલ' રાખ્યું.
મહત્તરા સાધ્વીજીની મુખ્ય શિષ્યા સાધ્વી સુજ્યેષ્ઠાજી અતિ સરળ અને સેવાભાવી હતાં અને ૧૯૮૫ની નવમી નવેમ્બરે તેઓ કાળધર્મ પામતાં સ્મારકની ભૂમિ પર જ એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો અને અહીં તેમના
નવી પેઢીનું નૂતન તીર્થ સમાધિસ્થળની રચના થઈ. એમની સ્મૃતિમાં ધર્મપ્રવૃત્તિ માટે ‘સાધ્વી સુજ્યેષ્ઠાશ્રી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ.
હિતભાષી, સ્ફટિક જેવું નિર્મળ જીવન ધરાવનાર અને સતત પ્રભુભક્તિમાં રમમાણ રહેનાર સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજીને મહત્તરાજી કહેતાં હતાં કે, “બહેન, તેં મારી અને માતાગુરુની જે સેવા કરી છે, એનો બદલો અમે કેવી રીતે ચૂકવીશું ?' ઉત્તરમાં સુજ્યેષ્ઠાશ્રી મહારાજ કહેતા, “મહારાજજી, મેં તો આપની કાંઈ સેવા નથી કરી.”
હકીકતમાં સુજ્યેષ્ઠાજી મહારાજે મૃગાવતીજીની અનુપમ સેવા કરી હતી. પોતાની સફળતાનો સઘળો યશ મૃગાવતીજી માતાગુરુ શીલવતીજી મહારાજ અને સેવા, સાધના અને સમર્પણની મૂર્તિ સમા સુયેષ્ઠાજીને આપતાં હતાં. તેઓ કહેતાં હતાં કે મા તો માં હતાં, પણ સુષ્માજીએ કરેલી સેવા એ અનુપમ હતી. સુજ્યેષ્ઠાજી એમના શિષ્યા હોવા છતાં એમણે અપાર વાત્સલ્યથી કરેલી સાધ્વીશ્રી મૃગાવતીજીની સેવાને કારણે તેઓ તેમને “માતા'ની ઉપમા આપતાં હતાં. સેવા, સાધના, સમર્પણ અને સરળતા જેવા ઉચ્ચ ગુણોથી સાધ્વી સુજ્યેષ્ઠાજીએ એમના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. ગુરુ વલ્લભના ભવ્યા
સ્મારકમાં સાધ્વી સુજ્યેષ્ઠાજીની સમાધિ બની, જે એમની નિઃસ્વાર્થ સેવા અને નિશ્ચલ ગુરુભક્તિને આભારી છે. સુજ્યેષ્ઠાજીએ પોતાના ગુરુ મૃગાવતીજીની ચાલીસ વર્ષ સુધી અનન્યભાવે સેવા કરી અને મૃગાવતીજીની પહેલાં આત્મપુણ્ય તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં.
સાધ્વી સુજ્યેષ્ઠાજી મહારાજના કાળધર્મ પછી થોડા સમયમાં પૂ. મહાત્તરાશ્રીજી મહારાજે વાસુપૂજ્ય આદિ ચાર જિનબિંબ, શ્રી ગૌતમસ્વામી, ત્રણે ગુરુમહારાજની નાની મૂર્તિ તથા ગુરુવલ્લભની વિશાળ પ્રતિમાની બોલી ચાલુ કરાવવાનો સંકલ્પ કર્યો. પૂજ્ય મહારાજજીએ શ્રીસંધ સામે એ ભોવના પ્રગટ કરી અને શ્રીસંઘે સહર્ષ સ્વીકાર કર્યો. ૧૩ એપ્રિલ ૧૯૮૬ની સંક્રાંતિના દિવસે બધી બોલીઓ ચાલુ થઈ.
પંજાબના તંગ રાજ કીય વાતાવરણને લીધે વિશેષ મહાનુભાવો પંજાબથી દિલ્હી આવી શક્યા નહીં, છતાં લોકોના ઉમંગ, ઉત્સાહ અને ભાવના અનેરા
- ૧૯
-
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
હતાં. સૌ મનોમન વિચારી રહ્યા હતા કે પ્રભુભક્તિ અને ગુરુભક્તિનો આવો અનેરો લાભ કોના ફાળે જ શે ? કયો પુણ્યશાળી પ્રભુને તથા ભાગ્યશાળી ગુરુવલ્લભને ગાદી આસીન કરશે? લોકો ખૂબ ઉત્સાહથી બોલી આગળ વધારી રહ્યા હતા. જ્યારે ગુરુ વલ્લભની બોલી શરૂ થઈ ગુરુભક્તો એક એક લાખથી બોલી વધારતા ગયા અને બોલી નવ લાખ સુધી પહોંચી. ભલે ૨૫ લાખ રૂપિયા થાય તો પણ આ બોલી આપણે બોલવી એવા નિશ્ચય સાથે ભક્તો આવ્યા હતા. આ વાતાવરણમાં પૂ. સાધ્વીજીએ શ્રીસંઘ પાસે નમ્ર ભાવે નિવેદન કર્યું કે આ બોલી હું શૈલેષભાઈ કોઠારીને આપવા ચાહું છું. એટલા માટે આ બોલી અહીંયા સમાપ્ત કરી દો, એવી મારી ભાવના છે. પછી તેઓની ભાવનાથી શ્રીસંઘે સર્વાનુમતે આ બોલી ગુરુવલ્લભના દિવાના શ્રી શૈલેષભાઈને આપીને એમને લાભ આપ્યો.
૧૯૮૬ની ૧૫મી જૂનને રવિવારે દિલ્હીમાં સંક્રાતિના દિવસ નિમિત્તે અને દાદાગુરુ શાસનપ્રભાવક વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની પુણ્યતિથિની ઉજવણી અર્થે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમયે મહત્તરાશ્રીજી અસાધ્ય વ્યાધિથી ગ્રસ્ત હતાં અને તેઓનું આયુષ્ય દિવસે દિવસે ક્ષીણ થતું જતું હતું. અસહ્ય શારીરિક પીડા હતી. થોડું બોલતાં હાંફ ચડી જતો હતો. પંદરેક મિનિટ બેસે પછી સુઈ જવું પડતું હતું. પણ જાગૃતિ એવી કે ફરી પાછાં બેઠાં થઈને સ્વસ્થતાથી કાર્ય આગળ ધપાવતાં હતાં. એમને કાને ઓછું સંભળાતું એટલે મુલાકાતીઓને જરા જોરથી બોલવાનું કહેતાં અને પ્રસન્નવદને ઉત્તર આપતાં.
અપાર શારીરિક અસ્વસ્થતા હોવા છતાં એમનું આત્મિક બળ અદ્ભુત હતું. અગાઉના દિવસે ૧૪મી જૂને બહારથી આવેલાં શ્રાવક-શ્રાવિકાઓ સાથે સતત વાતચીત કરવાથી શ્રમિત થયાં હતાં. સંક્રાંતિના દિવસે વલ્લભસ્મારક પરનાં જિનમંદિરોની જિનપ્રતિમાઓની બોલીના આદેશનો કાર્યક્રમ હતો. ત્યાં પૂ. મૃગાવતીશ્રીજી મહારાજે પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરી કે, ‘ભાઈઓ, મારી ભાવના છે કે કોઈપણ બોલી સવાલાખ મણથી નીચે ન જવી જોઈએ.’ મહત્તરા મૃગાવતીશ્રીજી મહારાજની અમૃતભરેલી વાણીને સૌએ ઝીલી લીધી અને જોતજોતામાં અડધા કલાકમાં પ્રભુપ્રતિમાઓ તથા ગુરુપ્રતિમાઓની
૧૮૦
નવી પેઢીનું નૂતન તીર્થ બોલીઓ ૭૨ લાખ સુધી પહોંચી ગઈ.
મહત્તરા મૃગાવતીજી મહારાજની સાધના, આરાધના, તપસ્યા, સાચી ગુરુભક્તિ અને નૈષ્ઠિક બ્રહ્મચર્યનો આ પ્રભાવ હતો. સૌ પારાવાર આશ્ચર્ય અનુભવતા હતા કે આ કાર્યમાં એમને કોણ અદૃશ્ય રૂપે મદદ કરી રહ્યું છે આત્મબળના સહારે સતત પાંચ-છ કલાક સુધી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રેરણા આપતા રહ્યાં. વળી એમણે પ્રાસંગિક વક્તવ્ય પણ આપ્યું. એ દિવસે બપોરે ઉત્તર ભારતની શ્રી આત્માનંદ જૈન મહાસભાનું એક અધિવેશન પણ યોજાયું તેમજ સમાજસેવકો અને સાહસ કરનારા વીરબાળકોનું અભિવાદન થયું. અહીં પણ તેઓ અઢી કલાક સુધી સ્વસ્થતાપૂર્વક બેસી રહ્યાં અને વખતોવખત માર્ગદર્શન આપતાં રહ્યાં.
શારીરિક વ્યાધિ અસહ્ય હોવાથી અકથ્ય પીડા થતી હતી, છતાં પ્રસન્ન અને સસ્મિત વદને તેઓ સઘળી કાર્યવાહીમાં ઉત્સાહભેર ભાગ લેતાં હતાં. આવી હતી એમની આત્મશક્તિ.
સમાજમાં શ્રેય માટે અનેક યોજનાઓની રચના કરતાં હતાં અને એક ઉચ્ચ કક્ષાની આદર્શ સ્કૂલ, નારીપ્રશિક્ષણ કેન્દ્ર અને વિશાળ ધર્મશાળા બનાવવાની તીવ્ર અભિલાષા રાખતાં હતાં. સ્મારકના મંત્રી શ્રી રાજ કુમાર જૈનને એમણે કહ્યું કે જે દિવસે આ ત્રણ બનશે, એ દિવસે મારો સંકલ્પ પૂર્ણ થશે.
તેઓ વારંવાર કહેતાં હતાં કે ‘ક્યારેય ગભરાશો નહીં, સ્મારકની ભૂમિ પર તો પ્રભુની કૃપા વરસે છે. ધનની એટલી વર્ષા થશે કે તેને સંભાળવી મુશ્કેલ બનશે.’
હકીકત એ છે કે સાધ્વીશ્રી મૃગાવતીજીને જૈન સમાજના પ્રત્યેક ક્ષેત્રના ઉત્કર્ષમાં ઊંડી રુચિ હતી. આવાં કાર્યો માટે એ અપીલ કરતાં અને કાર્ય સિદ્ધ થઈ જતું, આથી સહુ કોઈ એમ કહેતા કે એમની જિવા પર સરસ્વતી અને લક્ષ્મી બંનેનો વાસ છે.
અહીંયાં એક વિરાટ સ્વપ્નનું સર્જન થયું. વલ્લભસ્મારક સ્વયં જૈન સ્થાપત્યકલાનું એક અદ્વિતીય પ્રતીક છે. એક હજાર વર્ષ પૂર્વે જે સ્થાપત્યકલા ભારતવર્ષમાં પ્રચલિત હતી, તે અનુસાર આ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું.
Page #97
--------------------------------------------------------------------------
________________
નવી પેઢીનું નૂતન તીર્થ
પ્રેરણાની પાવનમૂર્તિ જગપ્રસિદ્ધ દેલવાડાનાં જિનમંદિરોની સ્થાપત્યકલા આજે અહીં દૃષ્ટિગોચર થાય છે
આના નિર્માણ માટેના પથ્થરની પસંદગી કરતાં પૂર્વે કરૌલી, બરૌલી, ધોલપુર, બંશી પહાડપુર અને સૂરસાગર, જોધપુરના પથ્થરોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એના પરથી નક્કી કરવામાં આવ્યું કે બંશી પહાડપુરનો પથ્થર આને માટે સર્વથા યોગ્ય રહેશે. આ પથ્થર અન્ય પથ્થરો કરતાં ઘણો મજબૂત અને આરસપહાણના પથ્થરથી પણ વધુ લચકવાળો હોય છે. વળી આ પથ્થરની વિશેષતા એ છે કે એમાં કાટ લાગતો નથી, એનું રંગપરિવર્તન થતું નથી અને એના પર કરવામાં આવેલી કારીગરીની સુંદરતા જળવાઈ રહે છે. બંશી પહાડપુરના પથ્થરનો ઉપયોગ આસપાસ આવેલાં મંદિરો અને ભવનોમાં વ્યાપકપણે થતો હતો. આ સ્મારકની છતમાં આર.સી.સી.નો ઉપયોગ કરવામાં આવ્યો નથી, કારણ કે જૈન શિલ્પશાસ્ત્ર અનુસાર લોખંડને નિકૃષ્ટ ધાતુ માનવામાં આવે છે. વળી સ્મારકમાં બનાવેલો ડોમ એ પ્રકારનો છે કે જેમાંથી કોઈ પથ્થર તૂટી જાય, તો એને આસાનીથી બદલી શકાય છે.
વલ્લભસ્મારકના પ્રાંગણમાં જી. ટી. કરનાલ રાજમાર્ગ પર કલાત્મક પ્રવેશદ્વારની રચના કરવામાં આવી. ૪૫ ફૂટ પહોળા અને ૪૦ ફૂટ અને નવા ઇંચ ઊંચા આ પ્રવેશદ્વારને ગુલાબી રંગના સુંદર પથ્થરમાં જૈન શિલ્પકલા અનુસાર જૈન પ્રતીકોથી શોભાયમાન કર્યું. વૃક્ષો અને ઘાસની હરિયાળી વચ્ચે ગુરુ વિજયવલ્લભની શિક્ષાપ્રદ વાણીનાં વચનો સુંદર પટ પર અંકિત કરવામાં આવ્યાં. સ્મારકનો ૮૪ ફૂટ ઊંચો રંગમંડપ ગુરુ વલ્લભના ૮૪ વર્ષના આયુષ્યનો દ્યોતક છે.
મુખ્ય પ્રવેશદ્વારની ભવ્યતા માટે ૨૫ ફૂટ પહોળી, ૨૭ પગથિયાં ધરાવતી સીડી સ્મારકભવનને ભવ્યતા પ્રદાન કરે છે. પ્રવેશમંડપમાં અત્યંત આકર્ષક કારીગરી ધરાવતા બાર સ્તંભો પર જૈન શિલ્પની આકૃતિઓ છે, તો વળી ઉત્તર અને દક્ષિણ દિશામાં પણ ભવનમાં પ્રવેશવાનાં દ્વાર છે. હકીકતમાં મુખ્ય રંગમંડપમાં પહોંચતાં પૂર્વે જ સ્તંભો, બીમ અને છતની કારીગરી દર્શકોને એક હજાર વર્ષ પૂર્વેની જૈન શિલ્પકલાની કમનીયતાનું મનભર દર્શન કરાવે છે. એની આસપાસની
ડિઝાઇનમાં જોવા મળતું વૈવિધ્ય આપોઆપ ચિત્તને આકર્ષે છે.
આ ભવનની વચ્ચે ૬૮ ફૂટ વ્યાસના ભવ્ય રંગમંડપનું નિર્માણ કર્યું છે, જેનું શિખર ૮૪ ફૂટ ઊંચું છે. એમાં હવા અને રોશની આવે તે માટે પ્રવેશદ્વાર ઉપરાંત આ ડોમમાં ૪૫ બારીઓ રાખવામાં આવી છે અને આ ડોમનું નિર્માણ એ જૈન સ્થાપત્યકલાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
આજે પણ વલ્લભસ્મારકનું દર્શન કરતાં સાધ્વીજીની અપ્રતિમ ગુરુભક્તિનાં દર્શન થાય છે. શ્રુતજ્ઞાન માટેની એમની ઉત્કૃષ્ટ ભાવના વ્યક્ત થાય છે. ભારતીય દર્શનોની સમન્વયદષ્ટિનો અહીં જયઘોષ સંભળાય છે. ઉત્તમ સ્થાપત્યકળાનું દર્શન કરાવતી ઇમારતોમાં એમનો કલાપ્રેમ ગુંજે છે. ચિકિત્સાલય જેવી સંસ્થા દ્વારા વ્યાપક જનકલ્યાણની ભાવનાઓ જોવા મળે છે.
એમણે એક વિરાટ આકાશ જોયું હતું. પોતાના દાદાગુરુ અને ગુરુ પાસેથી ઉદાત્ત અને ભવ્ય ભાવનાઓ આત્મસાત્ કરી હતી અને એ સઘળું પ્રગટ થયું “શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર' રૂપે. આમાં પૂજ્ય મૃગાવતીશ્રીજીની વ્યવહારકુશળતા, સમયજ્ઞતા, પ્રભાવશીલતા અને ભક્તિપરાયણતા પ્રગટ થઈ.
ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણ સરિતાનું મિલન થાય, ત્યારે પાવન પ્રયાગ સર્જાય છે. અહીં ગુરુ આત્મારામજીની વિદ્વત્તા, ગ્રંથસર્જન અને પ્રભાવકતા દૃષ્ટિગોચર થાય છે. ગુરુ વલ્લભની ધર્મપ્રસાર, નારીજાગૃતિ અને શિક્ષણ માટેની પ્રબળ ભાવના પ્રગટ થાય છે, તો ગુરુ, આચાર્ય સમુદ્રસૂરીશ્વરજીની ગુરુભક્તિ, ધર્મોપાસના અને જનકલ્યાણની ભાવનાનો સંગમ સધાયો છે. અને આ ત્રિવેણી સંગમ જ્યાં સર્જાય છે એવા પ્રયોગના તીર્થ જેવું જૈનભારતી મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીનું જીવન છે.
ગુરુ વલ્લભના સાધર્મિક ઉત્કર્ષના ધ્યેયને સાથે જોડવા માટે સાધ્વીશ્રી મૃગાવતીજીની એવી પ્રબળ ભાવના હતી કે વલ્લભસ્મારકની નજીકના સ્થાને પર શ્રી આત્મવલ્લભ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનું સર્જન થાય. એમણે જોયું હતું કે આપણાં તીર્થોની આસપાસ એવું બનતું કે તીર્થની રચના થાય, પણ આજુબાજુ ઉપાસકો ન હોય અને એને પરિણામે સમય જતાં એ તીર્થની ઉપેક્ષા થતી હોય છે. આથી દૂરંદેશીથી એમણે વિચાર્યું કે અહીં સમીપમાં જ સામૂહિક
ર
Page #98
--------------------------------------------------------------------------
________________
અબ હમ અમર ભયે
પ્રેરણાની પાવનમૂર્તિ રીતે જનસમૂહનો વસવાટ હોય, તો તીર્થની રક્ષા થાય અને સહુને પ્રભુભક્તિનો અપૂર્વ યોગ સાંપડે. વળી એ સહુ વલ્લભસ્મારકનાં સઘળાં કામોમાં સહયોગ આપે. એમની આ ભાવના પ્રગટ થતાંની સાથે જ સહુએ ઝીલી લીધી અને એ સમયે ૧૩૦ જેટલી વ્યક્તિઓએ સોસાયટી માટે પોતાનાં નામ નોધાવ્યાં હતાં અને સમય જતાં અહીં ૨૩૩ જેટલા પરિવારો વસવા લાગ્યા.
વલ્લભસ્મારકમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલવા લાગી. અગાઉના સંસ્કૃતિમંદિરનું સર્જન પ્રકરણમાં જે અગિયાર પ્રવૃત્તિઓની કલ્પના કરી હતી તેમાંથી મોટા ભાગની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. યોગ અને ધ્યાનનું સંશોધન, હસ્તકલા ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓ સિવાય અન્ય પ્રવૃત્તિઓ ચાલવા લાગી અને નિસર્ગોપચારના સંશોધનને બદલે અત્યારે હોમિયોપેથી દવાખાનું ચાલે છે. આમ એક સાથે અનેક પ્રવૃત્તિઓનું પ્રાગટ્ય થયું, વલ્લભસ્મારક ભારતીય સંસ્કૃતિમાં વિવિધ પુષ્પોનો મઘમધતો બગીચો બની ગયું.
મહારાજીનાં મહાન આયોજનો આકાર પામતાં હતાં, પણ બીજી બાજુ સ્વાથ્ય સાથ આપતું નહોતું, પરંતુ એમની ધર્મનિષ્ઠા, પ્રભુભક્તિ, ગુરુઋણને ક્યાં એની ઝાઝી ફિકર હતી !
એક બાજુ સંકલ્પની સિદ્ધિ અને બીજી બાજુ સાથ ન આપતું સ્વાચ્ય!
પોતાના ગુરુની સ્મૃતિનું ભવ્ય સર્જન તો કર્યું, પરંતુ એની સાથોસાથ એ સર્જનમાં સતત નવો પ્રાણ ફૂંકવાની એમની ઇચ્છા રહેતી હતી. પરિણામે આ મહાન કાર્ય માટે એમણે એમની સઘળી શારીરિક અને માનસિક શક્તિઓ નિચોવી નાખી. જીવનના અંતિમ શ્વાસ સુધી કાર્ય કરવાની એમની પ્રબળ ભાવના હતી અને રોમેરોમમાં વ્યાપેલી ગુરુભક્તિનો એ પોકાર પણ હતો. ગુરુવલ્લભના આદર્શોને એ કાર્યરૂપે મૂર્તિમંત કરતાં હતાં. આત્મબળ અને ગુરુભક્તિથી અશક્ય ધર્મકાર્યોને શક્ય બનાવતાં હતાં.
ચોપાસ સિદ્ધિ અને સફળતામાં વિહરતાં હોવા છતાં મહત્તરાજી એનાથી સર્વથા જળકમળવત્ નિર્લેપ રહ્યાં. એમનું તન વ્યાધિગ્રસ્ત હતું, છતાં મન સમાધિસ્થ હતું. પોતાના અંતિમ કાળના છેલ્લા ત્રણ-ચાર મહિના એમણે નવી નવી યોજનાઓ દ્વારા વલ્લભસ્મારકને વિશિષ્ટ બનાવ્યું હતું, પણ હવે વિરલ બનાવવું હતું. જુદાં જુદાં ટ્રસ્ટોની સ્થાપના કરી. હતી અને એ ટ્રસ્ટ દ્વારા વલ્લભસ્મારકને અપૂર્વ યોગદાન મળતું હતું.
છેલ્લા ચાર મહિના દરમિયાન તેઓ મૃત્યુનો સંકેત
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
અબ હમ અમર ભયે
પામી ગયાં હતાં. તેઓ એમને મળવા આવનારને કહેતા, “મારાં બેંગબિસ્તરા બાંધીને હું તૈયાર બેઠી છું.’
એમણે દૂર-દૂર વિચરતા સાધુસાધ્વીઓને ક્ષમાયાચનાના સંદેશા મોકલાવ્યા હતા. પોતાના પરિચિત એવા સર્વ સંપ્રદાયના સાધુસાધ્વીઓ સાથે ક્ષમાપના કરી હતી. જો કે મહાયોગી આનંદઘનજીનાં પદોનું મોજ થી રટણ કરનાર સાધ્વીજીને ભીતરમાં તો ‘અબ હમ અમર ભયે, ન મરેંગે'ની ભાવના ગુંજતી હતી.
ગુરુવલ્લભે જેમ જીવનના આદર્શો આપ્યા હતા, એ જ રીતે એમણે મૃત્યુ વિશે કહ્યું હતું,
“મૃત્યુ માટે સદાય તૈયાર રહો. મૃત્યુથી ડરો નહીં અને મૃત્યુની આકાંક્ષા પણ ન કરો. આવતીકાલે મોત આવતું હોય તો આજે આવે અને આજે આવતું હોય તો અત્યારે આવે, હું દરેક અવસ્થામાં પ્રસન્ન છું અને મારું ધ્યાન પ્રભુનાં ચરણોમાં લીન છે.'
આ જ રીતે મૃત્યુ સમીપ જોતાં મહારાજીના મનમાં લેશમાત્ર સંતાપ નહોતો, કારણ કે આવા પ્રભુ, ગુરુ, શિષ્યા અને શ્રીસંઘ પામ્યા હોવાથી તેઓ તો કહેતા કે મને ચોથા આરાનો અનુભવ થાય છે. પ્રભુની સમાધિમાં એમનો આત્મા લીન હતો. ગુરુની ભક્તિથી એમાં પ્રસન્નતા પ્રગટી હતી. સાધ્વીજી પોતાની શિષ્યાઓની સેવાથી પરમ સંતુષ્ટ હતા અને આ સમયે દિલ્હી, પંજાબ અને અન્ય સ્થળોના સંઘો એમની સેવામાં ખડેપગે ઊભા હતા, તેથી વિશેષ જોઈએ શું ? - જેમની ભાવના ઊંચી, એને માટે જગત ઉત્કૃષ્ટ અને સુંદર કોઈ દૃષ્ટિ એવી હોય છે કે જેને સર્વત્ર કંટક નજરે પડે છે અને કોઈ દૃષ્ટિ એવી હોય છે. કે જેને ચોતરફ ગુલાબ ને ગુલાબ જ દેખાય છે. સાધ્વીજી મહત્તરાજી પાસે ભીતરની પ્રસન્નતા હતી અને તેથી એમની નજર જ્યાં જ્યાં પડતી, ત્યાં ત્યાં એમને ગુણોનું સૌંદર્ય દેખાતું હતું. શરીરમાં વેદના હતી, પણ એનાથીય ઊંચી સમાધિ હતી. કહેતા પણ ખરા કે, “કોણ જાણે પ્રભુની મારા પર કેટલી કૃપા વરસી રહી છે. મને વ્યાધિની કોઈ વેદના, પીડા કે બળતરા નથી. બસ, માત્ર
૧૮૬
થોડી શ્વાસની તકલીફ છે. જો એ બરાબર થઈ જશે તો આજે પણ પાટ પર બેસીને એક કલાક વ્યાખ્યાન આપી શકું તેમ છું.”
મુશ્કેલીઓમાં મોજ જોવાની એમની દૃષ્ટિ તો જુઓ ! વ્યાધિને કારણે આ સમયે એમને આખી રાત ઊંઘ આવતી નહીં. શિષ્યાઓ, શ્રીસંધ અને ચિકિત્સકો પણ ભારે ચિંતામાં ડૂબેલા રહેતા, ત્યારે કોઈ લાગણીપૂર્વક તેઓને પૂછતા, ‘આપ અપાર પીડાને કારણે રાતોની રાતો જાગીને પસાર કરો છો ?'
ત્યારે ઉત્તર આપતાં મહત્તરાજી કહેતા કે, “અરે, હું તો રાત્રે ગિરનાર, શત્રુંજય, આબુ, સમેતશિખર જેવાં તીર્થોની માનસયાત્રા કરું છું. રાતના એકાંતમાં મારી ધ્યાનસાધના સરસ ચાલે છે. આનાથી મોટું સદ્ભાગ્ય બીજું કયું હોય ?” - એક અઠવાડિયા પૂર્વે પૂ. સાધ્વીજીને તાવ આવતો હતો, ત્યારે એમણે શ્રીસંઘને પહેલાં જ કહી દીધું કે મને હવે હૉસ્પિટલમાં ન લઈ જશો. ત્યારે ઓસવાલ પરિવારે જણાવ્યું કે અમે અહીંયા હૉસ્પિટલ ઊભી કરી દઈશું. અમારાં બધાં ડૉક્ટરો અને સાધનો અહીં આવશે, તેની પણ પૂ. સાધ્વીજીએ ના પાડી. ત્યારે તેઓએ નિષ્ઠાવાન, પરગજુ સર્જન ડૉ. સતીશભાઈને મોકલ્યા. તેઓએ ત્રણ-ચાર દિવસ ત્યાં જ રહીને ખૂબ સેવા કરી.
પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીની અસ્વસ્થતા વધતી જતી હતી, ત્યારે ત્યાંના શ્રીસંઘે અંદરોઅંદર નક્કી કર્યું કે દરરોજ કોઈ એક દંપતી અહીં સૂવા માટે આવે. આ વ્યવસ્થા પ્રમાણે એક વાર દિલ્હી રૂપનગરના મહિલા મંડળના પ્રમુખ, એમ.એલ.બી.ડી. પરિવારનાં પુત્રવધુ શ્રીમતી અનુરાધા જૈન અને પ્રકાશબાબુ સ્મારકમાં સૂતા હતા. અચાનક એક વાગે સુવ્રતાશ્રીજી અનુરાધા જૈનની પથારી પાસે આવીને બોલ્યા, ‘ભાઈને લઈને અંદર આવો. મહારાજની તબિયત નાદુરસ્ત છે.'
અનુરાધા જૈન અને પ્રકાશ બાબુ ગભરાઈ ગયા, પણ મનોમન પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરીને અંદર ગયા, તો જોયું તો મહારાજજીનો શ્વાસ બરાબર ચાલતો નહોતો. છેલ્લા ઘણા લાંબા વખતથી એમને શ્વાસની તકલીફ રહેતી હતી.
૧૮૭
—
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
અબ હમ અમર ભયે
પ્રકાશબાબુએ થોડીવાર માળા-પાઠ કર્યા. સાધ્વી સુવ્રતાજી, સાધ્વી સુયશાજી અને સાધ્વી સુપ્રજ્ઞાજી એમની આસપાસ બેઠા હતા. સહુ મનોમન પ્રભુસ્મરણ અને નવકાર જાપ કરતા હતા. અડધા કલાક પછી એમની તબિયતમાં સુધારો થયો. એમણે અનુરાધા જૈનને નજીક આવવાનું કહ્યું. સાધ્વી સુયશાજીને આનંદઘનજીનાં પદ ગાવાનું કહ્યું. એમણે ‘આશા ઓરનકી ક્યા કીજે ', તે પછી અવસર બૈર બૈર નહીં આવે” આ બે પદ ગાયાં. તેમણે ત્રીજું પણ એક પદ ગાયું. આ પદો સાંભળીને તેઓ પોતાની શારીરિક વ્યાધિ વિસરી ગયા અને આત્મલીન બની ગયા અને પછી મહારાજીએ સ્વયં ‘અબ હમ અમર ભયે, ન મરેંગે' એ મહાયોગી આનંદઘનજીનું સ્તવન અને શ્રી ચિદાનંદજીનું પદ ગાયું.
આમાં આવતા કેટલાક ગુજરાતી શબ્દો જે ઓ સમજી શકતા નહીં, એમને સમજાવવા લાગ્યા અને પોતાના હાથથી તાલ આપવા લાગ્યા. આ બધું દોઢેક કલાક સુધી ચાલ્યું. એમના પ્રસન્ન ચહેરાને જોઈને સહુનો ચહેરો પ્રસન્ન થઈ ગયો. એમણે શ્રીમતી અનુરાધા જૈનનો હાથ હાથમાં લઈને કહ્યું, ‘તું ઘણીવાર મને કહે છે કે તારે ત્યાં રાત્રિનિવાસ માટે આવું, પણ આવતી નથી. તારા ઘેર જો રાત રહેત, તો આવો સત્સંગ ક્યાંથી થાત ?'
અનુરાધા જૈન કશું બોલી શક્યા નહીં, એમની આંખોમાં આંસુની ધારા હતી અને હૃદય માતાનું વાત્સલ્ય અનુભવતું હતું. એ રાત્રી સદાને માટે અનુરાધા જૈનના હૃદયમાં અવિસ્મરણીય બની ગઈ.
એમ લાગતું હતું કે હવે એ પોતાની ભૌતિક જીવનલીલા સંકેલી લેવા માગે છે. મહત્તરાશ્રીજીના સ્વાથ્યના સમાચાર મળતાં જ વલ્લભસ્મારક દર્શનાર્થીઓની ભીડથી ઊભરાઈ ગયું. બહાર પ્રાંગણમાં અખંડ જાપ ચાલતો હતો. શાંત મનથી શંખેશ્વર પાર્શ્વપ્રભુના ચિત્ર સમક્ષ નવકાર મંત્રનો જાપ ચાલી રહ્યો હતો. અહીં એકત્રિત થયેલો વિરાટ જનસમૂહ આખી રાત જાગતો રહ્યો.
૧૯૮૬ની ૧૭મી જુલાઈએ એમનું સ્વાચ્ય ઘણું ચિંતાજનક બની ગયું. મહત્તરાજીને સંકેત મળતાં અંતિમ સમયે એમણે અનશન લઈ લીધું. સહુએ પાણી લેવા માટે ઘણો આગ્રહ કર્યો, પરંતુ એમણે સતત અસ્વીકાર જ કર્યો. અશક્ત શરીરમાં શક્તિ આવે તે માટે લૂકોઝ ચડાવવા નર્સને બોલાવવામાં આવી, પરંતુ
સાધ્વીજીએ એમ પણ થવા દીધું નહીં. બપોરના ૪-૦૦ વાગે ડૉક્ટરે ઘેનનું ઇજેક્શન આપવા પ્રયત્ન કર્યો. જો તેઓ ઘેનમાં હોય, તો લૂકોઝ ચડાવી શકાય, પરંતુ ઘેનનું ઇંજેક્શન લેવાને બદલે સ્વયં સમાધિમાં ડૂબી ગયા અને કહ્યું, ‘અરિહંત ભગવાનનો દીવો કરો. મારે સમાધિમાં બેસવું છે.'
૧૭મી જુલાઈની સાંજે પાંચ વાગે કોઈ દૈવી શક્તિ પ્રગટ થતી હોય તેમ મહત્તરાજી એકાએક બેસી ગયા. શ્રી વિનોદલાલ દલાલ અને શ્રી રાજ કુમારજી (એન.કે.) સાથે ક્ષમાપના કરી, પણ એની સાથોસાથ વચન લીધું કે તેઓ વિદ્યાલય અને અન્ય નિર્માણકાર્ય યોજનાબદ્ધ રીતે પાર પાડશે. સર્વશ્રી રામલાલજી, લાલા રતનચંદજી, શાંતિલાલ ખિલાનેવાલે તથા રાજકુમાર રાયસાહબ આદિને ‘મિચ્છા મિ દુક્કડમ્' કહ્યા.
આ સમયે એમની પરમ પ્રિય શિષ્યાઓની કઈ અનુભૂતિ હશે ! એ સમયનું વર્ણન કરતાં વિદુષી સાધ્વીશ્રી સુવ્રતાશ્રીજી કહે છે, “પોતાની સાધ્વીઓનો મોહ જાણી એમને સંબોધિત કરતાં કહ્યું કે, “ધીરજ ધારણ કરજો, ૨ડતા નહિ, હિંમત રાખજો. વીર બની જ્ઞાન, ધ્યાન અને આત્મકલ્યાણના માર્ગ પર આગળ વધજો. મારા આશીર્વાદ તમારી સાથે છે.’ ત્યાર પછી ચોર્યાસી લાખ જીવયોનિના જીવોની ક્ષમા માંગી. ચતુર્વિધ આહારનો ત્યાગ કર્યો અને જાતે જ સંથારાના પચ્ચક્ખાણનું ઉચ્ચારણ કર્યું.
આગ્રાથી શ્રીમતી ઉષાબહેન આવ્યાં અને અમદાવાદથી વિદ્યાગુરુ પંડિત બેચરદાસ દોશીના પત્ની શ્રીમતી અજવાળીબહેન તથા લુધિયાણાથી પૂ. સાધુસાધ્વીના મા જેવા શ્રીમતી તરસેમકુમારી ઓસવાલ પણ આવ્યા. એમને આશીર્વાદ આપીને પછી ભગવાન શંખેશ્વરના ફોટા સમક્ષ પાંચ કલાક સમાધિમાં બેસી ગયા. થોડીવાર પછી એમણે કહ્યું, ‘તમે સૌ શાંતચિત્ત થઈ જાઓ. મને કોઈ સ્પર્શ ન કરે. મારી ધ્યાનસ્થ સ્થિતિમાં વિઘ્ન આવે છે.’ અંતે પોતાની સાધ્વીઓને પણ બહાર જવા આદેશ આપ્યો અને કહ્યું કે, મારા અને મારા પ્રભુ વચ્ચે કોઈ આડ રાખવા નથી ઇચ્છતી'. તેઓ લગભગ પોણા પાંચ કલાક સુધી એ જ અવસ્થામાં અર્ધપદ્માસનની મુદ્રામાં બેસી રહ્યા. આટલો દીર્ધકાળ ધ્યાનસ્થ અવસ્થામાં શરીરના બળ પર રહે, તેને ડૉક્ટરો અસંભવ માનતા હતા. એ
ક ૧૮૮
૧૮૯
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
અબ હમ અમર ભયે
અસંભવને તેઓ આત્મબળ વડે સંભવ બનાવી રહ્યા હતા.
આ દૃશ્ય જોઈને સંપૂર્ણ સંઘ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે આ પ્રસંગે પણ મહારાજશ્રીના મુખમંડલ ઉપર અપાર શાંતિ, સૌમ્યતા અને પ્રશમરસ છલકાઈ રહ્યાં હતાં.
દર્શનાર્થીઓની ભીડ જામી હતી. વલ્લભસ્મારકના પ્રાંગણમાં અખંડ જાપ ચાલુ હતા. લોકો આખી રાત સૂતા નહીં. ૧૯૮૬ની ૧૮મી જુલાઈએ વહેલી સવારે એમને શ્વાસની તકલીફ શરૂ થઈ. શ્રી પ્રકાશભાઈ પુસ્તકોવાળા જ્યારે દોઢ કલાક સુધી લોગસ્સનો પાઠ સંભળાવતા રહ્યા હતા ત્યારે, ‘આરુગ્ગ બોકિલાભ સમાણિવરમુત્તમ દિત પદ આવે, ત્યારે એમના હાથ જોડાઈ જતા હતા અને આંખો ભાવથી પૂર્ણ થઈ ઊઠતી હતી. આંખો શંખેશ્વરદાદા તરફ મંડાઈ રહેતી, એમનો શ્વાસ ધીરે ધીરે ઓછો થતો ગયો અને સવારે સવા આઠ વાગ્યે. એમના આત્માએ નશ્વર શરીરનો ત્યાગ કર્યો. થોડીક ક્ષણોમાં તો એમના દેવલોકગમનના સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. લાલા રામલાલજી, ભાઈશ્રી રાજ કુમારજી, શ્રી વી. સી. જૈન, શ્રી દેવેન્દ્રભાઈ જૈન, શ્રી મહેન્દ્રભાઈ મસ્ત , શ્રી વીરેન્દ્રભાઈ, શ્રી રવીન્દ્રભાઈ, શ્રીમતી નિર્મલાબહેન મદાન વગેરે કાર્યકર્તાઓ વ્યવસ્થા જાળવવા માટે સક્રિય બન્યા અને સમગ્ર રાષ્ટ્રમાં અને દિલ્હીની બહાર આવેલા તમામ સંઘોને આની જાણ કરવા માટે ટેલિગ્રામ ઑફિસ અને સમાચારપત્રોનાં કાર્યાલયોમાં પહોંચી ગયાં. રાત્રે ૮-૪પના આકાશવાણીના મુખ્ય સમાચાર પ્રસારણમાં તથા દૂરદર્શન સમાચારમાં સમગ્ર દેશને આ ઘટનાની જાણ થઈ. જેમણે આ સાંભળ્યું, તેમને થોડીવાર તો વાત પર વિશ્વાસ બેઠો નહીં. એમ લાગતું હતું કે સ્મારકનું થોડું જ કામ બાકી રહ્યું હતું ને એને છોડીને આમ એકાએક કેમ ચાલ્યા ગયા? ૧૯૮૭ના અંતભાગમાં સ્મારકનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવાનો હતો. હવે વલ્લભસ્મારકના પ્રાણ વિના શું થશે?
૧૯મી જુલાઈ સાંજના પાંચ વાગે વલ્લભસ્મારકમાં માતા પદ્માવતીના મંદિરની પાસે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે એવો નિર્ણય કરવામાં આવ્યો. પંજાબના અનેક શહેરોમાંથી આખી રાત ભક્તોની બસો ભરાઈ ભરાઈને આવી હતી. સવાર સુધીમાં તો હજારો લોકો એકઠાં થઈ ગયા હતા.
ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે એકવાર એમના દર્શન કર્યા હોય, અને અહીં ઉપસ્થિત ન હોય !
લુધિયાણાથી ૧૪ બસો ભરાઈને આવી. અંબાલાથી ૪, સમાના, રોપડ, માલેર કોટલા, જાલંધર, જંડિયાલા, પટ્ટી, ચંડીગઢ , ચેન્નાઈ, મુંબઈ, સૌરાષ્ટ્ર, મેરઠ, આગ્રા, શિવપુરી, મુરાદાબાદ, હોશિયારપુર, જમ્મુ, અમદાવાદ વગેરે સ્થળોના હજારો ભક્તોનો વલ્લભસ્મારકમાં માનવ મહેરામણ છલકાતો હતો. બધાના કંઠમાંથી મહારાજના દિવ્ય જીવનનાં પુનિત સ્મરણો પ્રગટ થતાં હતાં.
મહત્તરાજી જ્યાં પ્રવચન આપતા હતા તે સ્થળે આ પાર્થિવ શરીર મૂકવામાં આવ્યું હતું અને સમાધિમુદ્રામાં રહેલા એ શરીરના દર્શન કરીને ભાવિકો ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા.
૧૯મી જુલાઈએ બપોરે ૧૨ વાગ્યે એમના પાર્થિવ શરીરને દર્શનાર્થે રાખવામાં આવ્યું. ત્યાંજ એક વિશાળ ધર્મસભાનું આયોજન થયું. ભારતની અગ્રણી સંસ્થાઓ અને મહાનુભાવોએ તથા જૈન સમાજના ચારેય સંપ્રદાયના પ્રમુખ વ્યક્તિઓએ, પંજાબના સમસ્ત સંઘોએ પૂ. મહત્તરાજીના મહાન કાર્યોનું સ્મરણ કરીને એમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સેંકડો કામળીઓ ચડાવવામાં આવી, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંહજીએ એમના અંગત મિલિટરી સેક્રેટરીને મોકલીને પુષ્પમાળા દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
એમની સ્મૃતિને ચિરસ્થાયી બનાવવા માટે ટ્રસ્ટ સ્થાપવાની યોજના કરવામાં આવી, જેમાં થોડી વારમાં તો લાખો રૂપિયા એકત્રિત થઈ ગયા.
વિદુષી સાધ્વી સુવ્રતાશ્રીજીએ હૃદયસ્પર્શી માર્મિક પ્રવચન આપ્યું. એમણે અપૂર્વ ધૈર્ય ધારણ કરીને માર્મિક શબ્દોમાં મહત્તરાજીનો ગુણાનુવાદ કરતાં એકત્રિત સમાજ ભાવવિભોર થઈને રડવા લાગ્યો. અંતિમ યાત્રામાં પૂ. સાધ્વી શ્રીજીની પાલખીને ખભો આપવા માટે ચાર બોલી અને એક અગ્નિસંસ્કારની લાખોની બોલી બોલવામાં આવી. અંત્યેષ્ઠિનો લાભ લાલા લધુ શાહ મોતીરામ જૈન પરિવાર (ગુજરાનવાલા)એ લીધો. અંતે પાલખી ઊચકવાનો સમય આવી ગયો. હજારો કંઠમાંથી અવાજ ઊઠ્યો, ‘જય જય નંદા, જય જય ભદ્દા.'
જ ૧૯૧
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
ચાર ભાઈઓએ પોતાના ખભા પર મહત્તરાજીના પાર્થિવ શરીરની પાલખી ઉઠાવીને અંતિમ સફર માટે ચાલવાનું શરૂ કર્યું. આગળ બૅન્ડ વાગી રહ્યાં હતાં અને પાછળ હજારોની સંખ્યામાં લોકો ‘જય જય નંદા, જય જય ભદ્દા'નો ઘોષ કરતા હતા. સાંજે પાંચ વાગે અંતિમ યાત્રા એના નિર્ધારિત સ્થળે પહોંચી. ચંદનની ચિતા બનાવીને એમની અંત્યેષ્ઠિ સ્મારકસ્થળ પર કરવામાં આવી, જ્યાં ચંદન અર્પણ કરવા માટે ઘણી લાંબી કતાર હતી. આશરે ચારસો કિલો ચંદન ચિતા પર ચડાવવામાં આવ્યું. સંસ્થાઓ અને ભક્તજનો દ્વારા ત્રણસો જેટલી કામળી ચડાવવામાં આવી હતી.
સાંજે પાંચ વાગે સાધ્વીજીના સમાધિસ્થ શરીરને અગ્નિ આપવામાં આવ્યો. ‘મહત્તરાશ્રીજી અમર રહે’ અને ‘સાધ્વી મૃગાવતીશ્રીજીકી જય હો' એવા વાક્યોથી વાતાવરણ ગાજી ઊઠ્યું. લોકોની આંખમાં આંસુઓના તોરણ હતા. સૂર્ય અસ્તાચળે પહોંચી ગયો હતો. આકાશમાં લાલિમા છવાઈ ગઈ હતી. ધીરે ધીરે અવાજો શાંત થતા હતા અને સંધ્યા વિદાય લેતી હતી.
સંધ્યાની આ વિદાયની સાથે જાણે તેજસ્વી સૂર્યએ વિદાય લીધી હોય તેવું સહુએ અનુભવ્યું. એ સૂર્ય જેણે સમાજમાં જ્ઞાનનો પ્રકાશ આપ્યો હતો, એ સૂર્ય જેણે સામાજિક રૂઢિઓ અને જડબંધનોને ફગાવી દઈને નવી જ્યોત જગાવી હતી, એ સૂર્ય જેણે ગુરુભક્તિનો આદર્શ આપ્યો, એ સૂર્ય કે જે સંકલ્પબળનું દૃષ્ટાંત બન્યો અને એ સૂર્ય કે જે અનેકોના જીવનને અજવાળનારો, પ્રકાશિત કરનારો બન્યો.
૧૨
૧૫
સાધુતાની સુવાસ
ન
वदनं प्रसादसदनं, सदयंहृदयं सुधामुचो वाचः । करणं परोपकारमं येषां केषां न ते वन्द्याः || ‘પ્રસન્નતાથી ભરેલું મુખ, દયાથી છલકાતું હૃદય, અમૃત ઝરતી મધુર વાણી અને જેના કાર્ય માત્ર પરોપકારનાં હોય, તે કોને વંદનીય ન બને? અર્થાત્ તે સર્વને વંદનીય બને છે.’ મહત્તરા સાધ્વીશ્રીનું જીવન એ આંતરિક ઊર્ધ્વતાથી પરિપૂર્ણ સાહજિક જીવન હતું. એમનું હૃદય સ્ફટિક જેવું નિર્મળ હતું અને એમના ઉદ્ગારો અંતરની સ્ફુરણામાંથી નીકળતા હોવાથી હ્રદયસ્પર્શી અને પ્રેરક હતા, આથી કોઈ સિદ્ધિના પ્રસંગને પણ એ અધ્યાત્મ-આરાધનામાં પલટાવી શકતા હતા.
એમની જીવનચર્યા પર દૃષ્ટિ કરીએ, ત્યારે એમની સાધુતાની ગરિમાનો આપણને સાક્ષાત્ અનુભવ થશે. સવારે ચાર વાગે ઊઠવું અને રાત્રે દસ વાગે સૂઈ જવું. સવારે નવકારશી સુધી અને બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી તેઓ મૌન ધારણ કરતા હતા. એક ગૃહસ્થના ઘરે ગોચરી માટે દિવસમાં એક જ વખત જતા હતા અર્થાત્ જે ગૃહસ્થને ત્યાંથી એક વખત ગોચરી લીધી હોય, તેને ધરે તે દિવસે પુનઃ ગોચરી અર્થે જતા નહીં અને ગોચરી સામૂહિક રૂપે જ કરતા હતા.
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સાધુતાની સુવાસ
સાંજે પ્રતિક્રમણ શ્રાવિકાઓ અને શ્રમણી મંડળ સાથે મળીને કરતા હતા. પ્રતિક્રમણ કરતી વખતે છ આવશ્યક પૂર્ણ થઈ જાય ત્યાં સુધી મૌન રહેતા અને રાત્રે પ્રતિક્રમણ થઈ જાય પછી કોઈ શ્રાવકને મળતા નહીં. ધર્મક્રિયાઓ અને સંયમ આરાધનાની ક્રિયાઓ સમયસર થવી જ જોઈએ એવો એમનો આગ્રહ હતો. સવારની માળાનો જાપ સવારે જ કરવો. સાંજની માળાનો જાપ સાંજે જ કરવો. જો સવારે વિહાર હોય તો પણ બધું કરીને જ વિહાર કરવો. રાત્રે વ્યાખ્યાન આપવું નહીં અને રાત્રી સમયે યોજાતા કોઈપણ પ્રકારના સમારોહમાં ભાગ લેવો નહીં. ચાતુર્માસના સ્થળેથી સંયમનિર્વાહની આવશ્યક વસ્તુઓ ન વહોરવી અને જો ક્યારેક લેવી પડે તો અલ્પમાત્રામાં જ લેવી. વિહાર સમયે શ્રીસંઘને કોઈ બિનજરૂરી ખર્ચ કરાવવો નહીં. સાધ્વીજી શ્રીસંઘની સતત કાળજી લેતા અને પોતાને નિમિત્તે એમને ઓછામાં ઓછી જવાબદારી આપતા.
દરરોજ એકસો ગાથાનો સ્વાધ્યાય પોતે કરતા અને શિષ્યાઓને કરાવતા. શિષ્યાઓના ઉત્કર્ષની સદા ખેવના રાખતા. નવદીક્ષિત સાધ્વીઓને દસ વર્ષ સુધી ગોચરી માટે જવા દેવી નહીં, એમને જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, મૌન, વિવેક વગેરે શીખવતા.
સાધ્વીજી આરંભ-સમારંભથી સદાય અળગા રહેતા. એમનો પત્રવ્યવહાર અત્યંત અલ્પ હતો. તેઓ ક્યારેય પોતાના સમાચાર લખતા નહીં, તેઓ પોતે ન લખે, પોતાની નાની સાધ્વીઓ પાસે પણ ન લખાવે અથવા તો શ્રાવકશ્રાવિકાઓ પાસે પણ લખાવતા નહીં. વળી એ ક્યારેય પોસ્ટથી પાર્સલ મંગાવતા અથવા મોકલતા પણ નહીં. પોતાના નામના કોઈ લેટરપેડ, આંતરદેશીય પત્ર કે પોસ્ટકાર્ડ પણ છપાવતા નહોતા. ક્ષમાપનાની પત્રિકા કે દિવાળી કાર્ડ જેવા કોઈપણ કાર્ડ તેઓ છપાવતા નહીં અને એ અંગે બિનજરૂરી ખર્ચ બંધ કરવાનો આગ્રહ સેવતા. ૫૦ વર્ષની ઉંમર સુધી એમણે પોતાનો એકલાનો ફોટો કોઈને પાડવા દીધો નથી.
ઈ. સ. ૧૯૫૫માં પ્રવેશ સમયે લુધિયાણાના શ્રીસંઘે બૅન્ડનો ઉપયોગ કર્યો હતો. એ પછી તેઓ નાનાં નાનાં ગામોમાં પધારતા, ત્યાં પણ આવો ઉપયોગ થવા લાગ્યો, ત્યારે એમણે આ વ્યર્થ ખર્ચને રોકવા માટે નિયમ કર્યો કે ગામમાં પ્રવેશ થાય ત્યારે બેન્ડવાજા વગાડવા દેવા નહીં.
સાધ્વીજીના જીવનમાં સહજતા હતી. કશુંય દબાણપૂર્વક, દમનથી કે લેશમાત્ર આગ્રહથી થાય નહીં તેની સાવધાની રાખતા. આથી ક્યારેય કોઈને બાધા લેવા માટે બળપૂર્વક આગ્રહ કરતા નહીં. તેઓ માનતા હતા કે કોઈને અનિચ્છાએ અથવા તો આગ્રહ કે હઠથી પચ્ચકખાણ આપીએ, તો તે પચ્ચક્ખાણ ટકતા નથી. આથી પચ્ચક્ખાણ આપવાના હોય કે દાન માટે પ્રેરણા આપવાની હોય તો તે બધામાં તેમના પ્રેમનો સ્પર્શ અનુભવાતો. જે કંઈ કરવું, તે સહજ રીતે થાય તે રીતે કરવું, સાચા દિલથી કરવું, ખરા ભાવથી કરવું. અનિચ્છાએ કે પરાણે કરવું નહીં.
બજારની બધી વસ્તુઓ - મીઠાઈ, આટો, મેંદો, સોજી, બેસન વગેરેનો આજીવન ત્યાગ કર્યો હતો. પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખવી અને દવાને બદલે દુવા, પ્રભુપ્રાર્થના, સંતોના આશીર્વાદ અને લોકોની શુભકામના પર વધુ વિશ્વાસ રાખવો.
આ રીતે સાધ્વીજીએ અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા, પરંતુ એમનું જીવન કોઈ આક્રોશ કે આવેગને બદલે પ્રસન્નતાથી ભર્યું ભર્યું રહ્યું. તેઓ જે કોઈ કાર્ય હાથમાં લેતા તેમાં લીન થઈ જતા અને એ પૂર્ણ થાય ત્યારે જ પગ વાળીને બેસતા.
એમની પાસે શીધ્ર નિર્ણયશક્તિ, દઢ સંકલ્પશક્તિ, અખૂટ સાહસિકતા અને કાર્ય પરત્વે આશાવાદી દૃષ્ટિકોણ હતો. એ ગાંધીજીની ભાવનાઓને જીવનમાં સાકાર કરતા હતા, પણ વખત આવ્યે અશક્ય કે અન્યાયના પ્રતિકાર માટે પૂરા જોશથી ઝઝૂમી લેતા હતા. સદા મધ્યસ્થ ભાવમાં રહેતા. સાધ્વીજીને વિદ્વાનો, કલાકારો, સાહિત્યકારો જેવા કલાસાધકો પ્રત્યે ઘણો આદર હતો તો બીજી બાજુ દીન, દુઃખી, રોગી કે અસહાયને સહાય કરવા માટે પોતાની મેળે સદાય તત્પર રહેતા.
કોઈની અતિશયોક્તિભરી પ્રશંસા કે કટુ નિંદા કરવાની આત્યંતિકતાથી હંમેશાં દૂર રહેતા. એથીય વિશેષ મધ્યસ્થભાવે રહીને સત્ય પારખીને સત્યનો પક્ષ લઈને ધર્મના ગહન ઊંડાણ સુધી જતા. કોઈપણ મહકાર્ય સિદ્ધ થાય, ત્યારે એ એટલું જ કહેતા કે “આને પ્રભુ
- પલ્પ
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
શંખેશ્વર પાર્શ્વનાથ અને ગુરુ આત્મવલ્લભનાં ચરણોમાં સર્વભાવથી સમર્પિત કરું. છું.’ તીર્થંકર પરમાત્માની તેઓના હૃદયમંદિરમાં અહર્નિશ ભક્તિ ચાલતી હતી. તેઓ કહેતા, ‘હું પ્રભુ ચરણોમાં સર્વભાવે સમર્પિત છું, પ્રભુ જ મને હાથ પકડીને ચલાવે છે. મારા પ્રભુ જે કંઈ કરે છે, તે બરાબર હોય છે. મેં તો મારી નૌકા એમના હાથમાં સોંપી દીધી છે. તેઓ જ એને પાર ઉતારશે.’
તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીએ આગમગ્રંથોમાં ધર્મશ્રદ્ધાને ‘પરમ દુર્લભ' કહી છે. આવી દુર્લભ શ્રદ્ધા મહત્તરાજીને સહજ પ્રાપ્ત થઈ હતી.
એમની નજર સામે યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું એ ભવ્ય, કાંતદર્શી અને સંઘર્ષશીલ જીવન હતું કે જેમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાઓ સ્થાપીને જૈનસમાજની વર્તમાન પરિસ્થિતિમાં પરિવર્તનનો શંખનાદ ફેંક્યો હતો. આ અંગે ચોપાસ ચાલતો વિરોધ સહન કરી લીધો હતો. એમણે તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના નેજા હેઠળ એકતા માટે આહલેક જગાવ્યો હતો. એમના એ શબ્દો અને વિચારો અહીં એ માટે યાદ કરવા પડે, કારણ કે એનો જ પ્રતિધ્વનિ મહત્તરાજીના જીવનમાં જોવા મળે છે.
આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી બદલાતા સમયના એંધાણ પારખી શકનારા અને એ પ્રમાણે ધાર્મિક-સામાજિક જાગૃતિ સર્જનારા ક્રાન્તા હતા, એથી એમણે કહ્યું,
અત્યારે હજારો જૈન કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી, પહેરવાં પૂરતાં કપડાં નથી, માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે એમની પાસે પૈસા નથી. આજે મધ્યમ વર્ગનાં આપણાં ભાઈ-બહેન દુ:ખની ચક્કીમાં પિસાઈ રહ્યાં છે. જો મધ્યમ વર્ગ જીવતો રહેશે, તો જ જૈનજ ગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધર્મી ભાઈઓ ભૂખે મરે, એ સામાજિક ન્યાય નહીં, પણ અન્યાય છે.
સંસારનો ત્યાગ કરી, આ સાધુનો વેશ પહેરી ભગવાન મહાવીરની જેમ, અમારે અમારા જીવનની પળેપળનો હિસાબ આપવાનો છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તો મળતાં રહેશે, પણ સમાજ, ધર્મ અને દેશની ઉન્નતિમાં આ
- ૧૯૬૦
સાધુતાની સુવાસ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય, તે આપવાનું કેમ ભૂલી શકાય?”
યુગદર્શી આચાર્યશ્રીએ પડકારભર્યા અવાજે સમાજની વિદારક પરિસ્થિતિ દર્શાવતા કહ્યું, ‘સાધર્મિક વાત્સલ્યનો અર્થ કેવળ મિષ્ટાન્ન ખવડાવવું એવો જ નથી; પરંતુ સાધર્મિક ભાઈઓને કામે લગાડીને એમને પગભર બનાવવા, એ પણ સાચું સાધર્મિક વાત્સલ્ય છે.
‘સેવા, સંગઠન, સ્વાવલંબન, શિક્ષણ અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા એનો પ્રચાર આ પાંચ બાબતો ઉપર જે જૈન સમાજની ઉન્નતિનો આધાર છે.
‘બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે, કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીરસ્વામીના નેજા નીચે એકત્ર થઈને શ્રી મહાવીરસ્વામીની જય બોલે.”
ક્રાન્તદૃષ્ટા આચાર્યશ્રી જૈનસમાજની રગેરગ જાણતા હતા. એની કપરી પરિસ્થિતિ એમને નજર સામે દેખાતી હતી. એમણે જૈનજાગૃતિનો પ્રચંડ શંખનાદ ફેંક્યો. આફતો, આપત્તિઓ, દ્વેષીઓનાં દુષ્ટ ઇરાદાઓ અને રૂઢિચુસ્તોની જડતા સામે સહેજે ઝૂક્યા નહીં. વિરોધનાં કેટલાય વંટોળ વચ્ચે એમણે કાર્યસિદ્ધિ કરી.
પોતાના ગુરુની આ ભાવનાઓ સાધ્વી મહત્તરાજીએ માત્ર વાણી કે વ્યાખ્યાન સુધી જ મર્યાદિત રાખી નહીં, બલ્ક આચરણ અને વલ્લભસ્મારકના ગૌરવશાળી સર્જન દ્વારા ચરિતાર્થ કરી. તેઓ હંમેશાં કહેતાં કે હું જે કંઈ છું તે ગુરુભક્તિને લીધે છું.’ અને જીવનમાં તેઓ પ્રતિક્ષણ ગુરુભક્તિમાં લીન રહેતા. એ વ્યાખ્યાન આપતા હોય ત્યારે એમની વાણીમાં કે પછી ગુરુમૂર્તિ કે ચિત્રપટનું દર્શન કરતા હોય, ત્યાં સઘળે એમની ભાવસભર ગુરુભક્તિ છલકાતી નજરે પડતી. એમણે પોતાના ગુરુના નિવૃત્તિ અને પ્રવૃત્તિના સિદ્ધાંતોને લક્ષમાં રાખીને સંધઉત્થાનનું સમર્થ કાર્ય કર્યું. આટઆટલાં ભગીરથ કાર્યો કર્યો, પણ બધું જ ગુરુને નામે, ગુરુને અર્પણ.
રામાયણમાં જે સ્થાન રામભક્ત હનુમાનનું છે, તે જ સ્થાન ગુરુવલ્લભના શિષ્યા મહત્તરાજીનું છે.
મહત્તરાજીની સ્મરણશક્તિ અત્યંત તીવ્ર હતી. એકવાર મળનારની સ્મૃતિ
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સાધુતાની સુવાસ
પણ ચિત્તમાં અકબંધ જળવાઈ રહેતી. વિહારમાર્ગમાં નાનાં નાનાં ગામોમાં જેમને એક વાર મળ્યા હોય, તેને પણ એ નામથી બોલાવી શકતા. કોઈ વિશાળ સંયુક્ત કુટુંબમાં બાર-પંદર સભ્યો હોય, તો એ બધાને મહત્તરાજી નામથી બોલાવતા અને કુટુંબની કોઈ એક વ્યક્તિ એમને મળવા આવતી, ત્યારે એ કુટુંબના પ્રત્યેક સભ્યનું નામ લઈને એમના ખબરઅંતર પૂછતા અને ધર્મલાભ કહેવડાવતા હતા. માત્ર વડીલોનાં જ નામ એમનાં સ્મરણમાં ન હોય, બે-ચાર વર્ષના નાનાં બાળકોનાં નામ પણ એમને યાદ રહી જતા અને આથી જ મૃગાવતીજીના એક અવાજે એમનો પરિચિત સમાજ દોડી આવતો હતો અને એમનાં કાર્યોને ધાર્યા કરતા વિશેષ સફળતા અપાવતો હતો.
વળી એમને આશરે સાંઇઠ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ હતી. તેઓ સ્વાધ્યાય અંગે સતત ચીવટ રાખતા અને માનતા કે સ્વાધ્યાય એ જ તપશ્ચર્યાનું શિખર છે. સ્વાધ્યાયથી સંશય જાય, બુદ્ધિ વિકસે, ભક્તિ જાગે, કુયુક્તિ છૂપે, સત્ય-અસત્યનો વિવેક જાગે અને અબાધિતપણે તત્ત્વનો નિર્ણય થઈ શકે. સ્વાધ્યાયથી ચારિત્રની નિર્મળતા પમાય અને આત્મશક્તિમાં ઊર્ધ્વતા આવે. સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે.
પૂજ્ય સાધ્વીશ્રીના વિશાળ વાંચનના કારણે તેમના વ્યાખ્યાનોમાં અવારનવાર જૈન, બૌદ્ધ, વૈદિક, પાશ્ચાત્ય, અન્ય ધર્મોના વિદ્વાનો-વિચારકોના દષ્ટાંતો સાંભળવા મળતા. આ રીતે મહાપુરુષોના વિચારો સાથેની તેમની વ્યાખ્યાન શૈલીની અસરકારકતા એટલી હતી કે સૌ કોઈને તેમના હૃદયમાં તેમની વાણી સ્પર્શી જતી. તેમના વાંચનની વિશાળતા તો જુઓ ! પૂ. હરિભદ્રસૂરિ, પૂ. હેમચંદ્રાચાર્ય, શ્રી અભયદેવસૂરિ, સિદ્ધસેન દિવાકર, ઉપાધ્યાય યશોવિજયજી, મહાવીર, બુદ્ધ , શ્રીરામ, પયગંબર , જરથુસ્ત, કબીર, તુલસી, સુરદાસ, નરસિંહ મહેતા, મીરાંબાઈ, ભર્તુહરિ, થોરો, અબ્રાહમ લિંકન, બર્નાડ શૉ, નેપોલિયન, હર્મન જે કોબી, આઇન્સ્ટાઇન, શેક્સપીઅર, સ્વામી દયાનંદ સરસ્વતી, બાલ ગંગાધર ટિળક, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહન રાય, મૈથિલીશરણ ગુપ્ત, કવિ દિનકર, અખા ભગત, રાબિઆ અને હસન, નામદેવ, એકનાથ, ગાર્ગી, મૈત્રેયી, તિરુવલ્લુવર, અબ્દુલરહીમ ખાનખાના વગેરે જેવા
મહાપુરુષોના જીવન અને સાહિત્યનો તેમનો સંપર્ક તેમના આ સ્વાધ્યાયપ્રેમને દર્શાવવા માટે પૂરતો નથી શું ? પોતે હિંદીમાં સાહિત્યરત્ન હતા એટલે હિંદી સાહિત્યકારોનો તેમને પરિચય હતો. સંસ્કૃત, પ્રાકૃત, પાલિનો પરિચય શરૂઆતથી હતો. પંજાબમાં ગયા તો ઉર્દૂ, ફારસીના મહાપુરુષોનો પરિચય થયો. અંગ્રેજીના કારણે પરદેશના વિદ્વાનોનો અને દક્ષિણના વિહારને કારણે રન્ના, પપ્પા જેવા વિદ્વાનોનો પરિચય થયો. ચારિત્રના બળ સાથે આટલી વ્યાપક વિચારસરણી ધરાવતી વાણીની ગંગા વહે, તો તેમાં સ્નાન કરનાર સૌ કોઈ પાવન થઈ જાય.
ગુરુદેવ આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજના એ શબ્દો એમના મનમાં સતત ગુંજતા હતા. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે કહ્યું હતું. ‘તપરૂપી ભવનનો સૌથી ઊંચો મજલો તે સ્વાધ્યાય-તપ, તપ ઓછુંવતું હોય તો ચાલે, પણ સ્વાધ્યાય-તપ તો રોજે રોજ થવું જ જોઈએ. સ્વાધ્યાય તપના પાંચ પ્રકારનો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે જીવનની પ્રત્યેક ક્ષણે સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય-તપના ઊંચા મજલા પર પહોંચવા માટે આ પાંચ સોપાનમાંથી કોઈપણ સોપાન દ્વારા તપ-ભવનના ઊંચા મજલે પહોંચી શકાય. આ પાંચ સોપાન છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા.' (૧૨ ઑગસ્ટ ૧૯૪૮, બીકાનેરમાં જૈનભવનમાં આપેલા વ્યાખ્યાનમાંથી)
આ રીતે તેઓ ઉપાશ્રયમાં હોય કે વિહારમાં હોય, પણ તેમનો સ્વાધ્યાય સતત ચાલુ રહેતો. વળી એ સ્વાધ્યાય કોઈ સાંપ્રદાયિકતામાં સીમાબદ્ધ નહોતો. એમની દૃષ્ટિ અત્યંત વ્યાપક હતી અને એમનું ધ્યેય વિશ્વ વાત્સલ્ય દ્વારા વીતરાગતાને પ્રગટ કરવાનું હતું. આ વીતરાગતાની સાધના કરતા કરતા સાધ્વીજી વિશ્વવાત્સલ્યમૂર્તિ બની ગયા અને એને કારણે જ એમનો પુણ્યપ્રભાવ મતની દીવાલોમાં, પંથના સાંકડા માર્ગમાં કે સંપ્રદાયના વર્તુળમાં બંધાઈ રહેવાને બદલે સર્વત્ર પ્રસરતો રહ્યો.
સાધ્વીશ્રીની ઋતભક્તિને પરિણામે પાકિસ્તાનના ગુજ રાનવાલાના મંદિરના ભોંયરામાં રહેલી દસ હજાર જેટલી હસ્તપ્રતો દિલ્હીના વલ્લભસ્મારકમાં આવી. વલ્લભસ્મારકના જૈન જ્ઞાનભંડારમાં ર૩ જેટલાં
–
૧૯૯
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ જ્ઞાનભંડારોનાં બાર હજાર જેટલાં ગ્રંથ સંગૃહીત છે. પાકિસ્તાનના ગુજરાનવાલા, કાશ્મીરના જમ્મુ, પંજાબના લુધિયાના, હોશિયારપુર, જીરા, સમાના, ઉત્તરપ્રદેશના બિનોલી જૈન સંઘ અને એ ઉપરાંત અન્ય યતિઓના અને સંસ્થાઓના મળીને કુલ ૨૩ ગ્રંથભંડારોની હસ્તપ્રતો અહીં સંગૃહીત કરવામાં આવી છે. આ સંગ્રહમાં આગમ, પ્રકરણ, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, વૈદક, કાવ્ય, અલંકાર, કોશ, રાસ, ચોપાઈ, કથા, ભક્તિસાહિત્ય, સ્તોત્ર, સ્તવન, સઝાય, પટ્ટાવલી, રત્નશાસ્ત્ર, સામુદ્રિક, નિમિત્ત, શુકનશાસ્ત્ર ઉપરાંત વૈશેષિક પુરાણ, વૈદિક, બૌદ્ધ, દિગંબર આદિ ગ્રંથો સંગૃહીત છે. ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી, દિલ્હી આની વ્યવસ્થા કરી રહી છે. વળી પૂજ્ય શ્રી નિત્યાનંદવિજયજી મહારાજની પ્રેરણાથી ગુજરાતના કપડવંજ, જંબુસર, જોધપુર અને કચ્છ-માંડવીથી પણ હસ્તપ્રતો અને પુસ્તકો પ્રાપ્ત થયા છે. આમાં આશરે તેરમી સદીનો ‘વસુદેવહિડી'નો તાડપત્રીય ગ્રંથ છે, તો વિ. સં. ૧૪00માં લખાયેલી ‘પડાવશ્યક બાલાવબોધ ની કાગળની હસ્તપ્રત છે. આવી ઘણી મૂલ્યવાન હસ્તપ્રતો અને મુદ્રિત ગ્રંથો છે. એ પછી એમણે એ હસ્તપ્રતોનું સંશોધન થાય અને સાહિત્ય-પ્રકાશન થાય એવી ઇચ્છા પ્રગટ કરી. આચાર્ય વિજયવલ્લભસૂરીજીએ વડોદરામાં એક વખત કહ્યું હતું, ‘ડબ્બામાં બંધ પડેલું જ્ઞાન દ્રવ્યશ્રત છે. તે આત્મામાં આવે ત્યારે ભાવકૃત બને છે, જ્ઞાનમંદિરોની સ્થાપના કરી સંતુષ્ટ ન થઈ જાઓ. એનો પ્રચાર પણ થાય એ માટે કાર્યરત રહો.’
સાધ્વીશ્રી મહત્તરાજીએ ગુજરાતના પ્રસિદ્ધ લિપિવિશેષજ્ઞ અને આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીના સંશોધનકાર્યમાં સહયોગ આપનાર પં. લક્ષ્મણભાઈ ભોજ કને પાકિસ્તાનથી વલ્લભસ્મારકમાં લાવવામાં આવેલી હસ્તપ્રતોની સૂચિ બનાવવાનું કાર્ય સોંપ્યું. વર્ષોથી એમ ને એમ બંધ રહેલાં પુસ્તકોનાં પત્રો (પાનાં) ગણીને, એની ધૂળને સાફ કરીને, પ્રત્યેક ગ્રંથ પર કાગળના વેસ્ટન ચડાવી, ઉપર ગ્રંથનામ લખી, પુસ્તકોનો પરિચય લખવાનો હતો. સિત્તેર વર્ષની ઉંમરે પણ શ્રી લક્ષ્મણભાઈ ભોજ ક પૂ. મહારાજીના વાત્સલ્યને કારણે જ પચીસ-ત્રીસ દિવસની રજા લઈને અહીં રહેતા હતા. છેલ્લે
સાધુતાની સુવાસ તેઓ ગયા, ત્યારે ૧૯૮૬ની ૧૨મી જુલાઈ સુધીની રજા મંજૂર કરાવી હોવાથી એમણે એ દિવસની દિલ્હીથી અમદાવાદ આવવાની ટિકિટ મંગાવી.
એ સમયે મહત્તરાજીની શારીરિક સ્થિતિ સારી ન હતી. એમણે એક દિવસ લક્ષ્મણભાઈને પૂછ્યું કે તમે કેટલું રોકાવાના છો? ત્યારે લક્ષ્મણભાઈએ કહ્યું કે ૧૨મી જુલાઈની મારી ટિકિટ આવી ગઈ છે. મહત્તરાજીએ એમને કહ્યું કે તમે ૧૯મી જુલાઈએ અમદાવાદ જવાની ટિકિટ મંગાવો.
એમણે એમના આદેશનું સર્વથા પાલન કર્યું. મહારાજી ૧૮મી જુલાઈના દિવસે સવારે કાળધર્મ પામ્યા. શું કેટલાક દિવસ પહેલાં તેઓ આ સંકેત પામી ગયા હશે ? એથી ય વિશેષ કાળધર્મ પૂર્વેના બે દિવસ અગાઉ સોળમી જુલાઈએ શ્રી લક્ષ્મણભાઈ ભોજ કને અંદર બોલાવીને ભારપૂર્વક કહ્યું, ‘આ જ્ઞાનભંડારના કામ માટે તમે એક વર્ષ સેવા આપો.’ લક્ષ્મણભાઈએ કહ્યું કે ‘સૂચિપત્રનું કામ તો આપની શિષ્યાઓને હાથે પૂરું થવા આવ્યું છે, આમ છતાં જ્યારે સહકારની જરૂર પડશે ત્યારે આવીશ.’ આમ મહત્તરાજી અંતિમ શ્વાસ લેતા હતા, ત્યારે પણ એમના ચિત્તમાં વલ્લભસ્મારક અને તેના જ્ઞાનભંડારની વિચારણા ચાલુ રહી હતી.
જાણીતા ન્યાયવિદ્દ, સાહિત્યકાર અને બ્રિટનમાં ભારતીય રાજદૂતનું પદ શોભાવનાર ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવીએ નોંધ્યું છે, ‘તેઓ જ્યારે વલ્લભસ્મારકમાં ગયા, ત્યારે સાધ્વીજીએ ખૂબ ઝીણવટથી આ હસ્તપ્રતભંડારોમાં રહેલી હસ્તપ્રતોની વાત કરી હતી અને એના સૂચીકરણ માટે શ્રી લમણભાઈ ભોજક જેવાને લાંબો સમય વલ્લભસ્મારકમાં રાખીને એ કાર્ય સુપેરે સંપન્ન કરાવ્યું હતું.'
મહત્તરાશ્રીજી પાટણમાં આવેલા ભોગીલાલ લહેરચંદ ભારતીય સંસ્કૃતિમંદિરમાં પણ રસ લેતા હતા. આ સંસ્થા શ્રેષ્ઠિવર્ય શિક્ષાપ્રેમી, જિનશાસનઅનુરાગી, દીર્ધદ્રષ્ટા શ્રી પ્રતાપભાઈ ભોગીલાલે એમના પિતાશ્રીના સ્મરણાર્થે સ્થાપી હતી. મહત્તરાશ્રીજી સતત એની પ્રવૃત્તિ અને પ્રગતિ અંગે પૃચ્છા કરતા અને જ્યારે એમણે જાણ્યું કે પરમ પૂજ્ય આગમપ્રભાકર શ્રી જેબૂવિજયજી મહારાજ પણ આમાં ઊંડો રસ લે છે, ત્યારે સવિશેષ આનંદ અનુભવ્યો. સમય જતાં આ સંસ્થાનો વિકાસ કરવા માટે એને દિલ્હીની વલ્લભસ્મારક જેવી
૨૧
Page #107
--------------------------------------------------------------------------
________________
સાધુતાની સુવાસ
પ્રેરણાની પાવનમૂર્તિ વિશાળ સંસ્થાના અંગ તરીકે જોડવામાં આવી અને સાધ્વી મૃગાવતીજીએ આ રીતે સંસ્થાના ટ્રસ્ટીઓની અનુમતિ સાથે પાટણના ભારતીય સંસ્કૃતિમંદિરની નવી દિલ્હીમાં સ્થાપના કરી.
સાધ્વીજીની આ જ્ઞાનોપાસના જોતા હૃદયમાં કેવો ભાવ અંકિત થાય! એનો માર્મિક ઉત્તર જૈન સમાજના વિદુષી એવા પ્રો. તારાબહેન રમણલાલ શાહની સાધ્વીજીને અપાયેલી આ અંજલિમાં મળશે -
| ‘પૂ. મૃગાવતીજીનું પ્રેરક અને પવિત્ર જીવન જોતાં બધા જ ફિરકાના જૈન સંધોને વિનંતી કરવાનું મન થાય છે કે સમસ્ત સાધ્વી સંઘને તેજસ્વી બનાવવો હોય તો જ્ઞાનોપાસના માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે. તેમને પુસ્તકો, પંડિતો, અભ્યાસી વિદ્વાન વ્યક્તિઓનાં લાભ મળે તેવો પ્રબંધ કરી આપવામાં આવે કે જેથી તેમનો વિકાસ થઈ શકે, સાથે સાથે સમાજ ના ઉત્કર્ષ માટે લેખન કે વ્યાખ્યાનો દ્વારા કામ કરવાની તેમને અનુકૂળતા કરી આપવામાં આવે, એમ થશે તો સાધ્વી સંસ્થામાં વધુ તેજ આવશે. અને તે દ્વારા તેમની તથા સમાજની ઉન્નતિ સધાશે. વળી એથી પૂ. મૃગાવતીજીનું યોગ્ય તર્પણ કરવાની કૃતાર્થતા પણ આપણે અનુભવી શકીશું.”
એમણે ઉદાર દૃષ્ટિથી જીવનમાં અનેકાંતને ચરિતાર્થ કર્યો. અનેકાંતવાદમાં તો સદા સમન્વયની ભાવના હોય, એકબીજાને જોડવાની ભાવના હોય, તોડવાની નહીં. સંઘર્ષને બદલે સંવાદની દૃષ્ટિ હોય. સાધ્વીશ્રી માનતા કે અનેકાંતથી માત્ર અહિંસાની જ સેવા થતી નથી, પરંતુ એની સાથોસાથ સત્યની પણ સેવા થાય છે. સામેની વ્યક્તિની વાતનો વિરોધ કરવાથી સત્યનું એક પાસું આપણી નજરમાં આવતું અટકી જાય છે અને તેથી અનેકાંત દ્વારા સત્યની વધુ ને વધુ નજીક પહોંચી શકાય છે. હઠાગ્રહ હોય ત્યાં સત્ય ન હોય અને તેથી જ સાધ્વીજીની અનેકાંતષ્ટિની પાછળ કેન્દ્રસ્થાને એમનો સમભાવ હતો. જૈનદર્શનમાં તો કહ્યું છે કે જેની પાસે સમભાવ નથી, તે મોક્ષ પામી શકતો નથી. એમના મનમાં સંત કબીરના એ વચનો ગુંજતા હતા,
કબીર કૂવા એક હૈ, પનિહારી અનેક બરતન સબ ત્યારે ભયે, લેકિન પાની સબમેં એક.
‘રામ કહો, રહેમાન કહો'નું ગાન કરનારા મહાયોગી આનંદઘનજીના પદોનું મહત્તરાજી વારંવાર રટણ કરતા હતા. એમની આવી ઉદાર, વ્યાપક અને સમન્વયાત્મક દૃષ્ટિને કારણે સ્થાનકવાસી કે તેરાપંથી સ્થાનકોમાં અને તેઓનાં કાર્યક્રમોમાં તેઓ પોતે ઉપસ્થિત રહેતા, એટલું જ નહીં પણ અન્ય સંપ્રદાયના સાધ્વીજીઓ સાથે બેસીને વ્યાખ્યાન પણ આપતા હતા. ચંડીગઢની દિગંબર ધર્મશાળામાં રહીને ચાતુર્માસ કર્યો, પણ એથીય વિશેષ તેઓની પ્રથા અનુસાર દસલક્ષણી પર્વની આરાધના પણ કરાવી. તેરાપંથના આચાર્ય તુલસી પણ તેમના વાર્ષિક માઘ-મહોત્સવમાં પૂ. સાધ્વીશ્રીને નિમંત્રણ આપીને સાધ્વીશ્રી પાસે વ્યાખ્યાન કરાવતા હતા. સાધ્વીશ્રીએ તેમના પણ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેરાપંથના સર્વ સાધુ-સાધ્વીજી પૂ. મૃગાવતીજી પ્રત્યે ખૂબ સ્નેહ અને આદર રાખતા હતા. પોતે તપગચ્છના હોવા છતાં ખરતરગચ્છના કે અચલગચ્છના ધાર્મિક પ્રસંગોમાં કે શિબિરોમાં નિઃસંકોચ, પ્રેમપૂર્વક ઉપસ્થિત રહેતા હતા અને એ રીતે ભગવાન મહાવીરના ધ્વજ હેઠળ સહુને એક કરવાનો પ્રયાસ કરતા, ચંડીગઢના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પ્રેરક વ્યાખ્યાન આપતાં તેઓએ જણાવ્યું કે હું બધાને એકસરખા સમજું છું. મંદિર અને તીર્થ તો માત્ર દરેક કોમની ઓળખ છે.
- સાધ્વીશ્રી મૃગાવતીજી મુંબઈમાં ઈ. સ. ૧૯૭૧નો ચાતુર્માસ કરવા માટે આવ્યા. પંજાબ જૈન ભાતૃસભા નામની સ્થાનકવાસી સંસ્થાના ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે સાધ્વીજી બિરાજમાન હતા, ત્યારે મુંબઈના શેરીફ શાદીલાલજી એમને મળવા આવ્યા અને એમણે કહ્યું, ‘જુઓ, અમે સ્થાનકવાસી છીએ, અમે મંદિરમાર્ગી સાધુને ચાતુર્માસ કરાવ્યો, તે કેવી બહાદુરી કહેવાય ?'
સાધ્વીજીએ વિનયપૂર્વક ઉત્તર આપ્યો, ‘આમાં ન તમારી બહાદુરી છે કે ન મારી બહાદુરી છે. એ બહાદુરી છે આચાર્ય શ્રી સમુદ્રસૂરિજી મહારાજની. એમની આજ્ઞા વિના આ શક્ય બન્યું ન હોત.” આવી હતી સાધ્વીજીની ગુરુભક્તિ અને વિનયશીલતા.
એકવાર મુંબઈના ઘાટકોપરમાં સાધ્વીજીના ચાતુર્માસની જય બોલાવી હતી, પરંતુ સાધ્વીજીએ જોયું કે સંઘના શ્રાવકોમાં અંદરોઅંદર વિસંવાદ હતો.
જ ૨૦૨
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ ચાતુર્માસ તો આત્માની ખેતી છે, તેને બદલે આવો કલહ-કંકાસ ? આથી સાધ્વીજીએ ચાતુર્માસની ના પાડી. અંતે જૈન અગ્રણી શ્રી શાદીલાલજી એમની પાસે આવ્યા અને કહ્યું કે અમારી તીવ્ર ભાવના છે, વિનંતી છે. આપ અહીં ચાતુર્માસ કરો. અમે સુલેહ-સંપથી સાથે મળીને આરાધના કરવાની ખાતરી આપીએ છીએ. અંતે સાધ્વીજીએ આદેશ આપ્યો, ત્યારે શાદીલાલજીએ કહ્યું - આપ શ્વેતાંબર સાધ્વી છો. કહો તો આપને માટે અહીં એક મંદિર બનાવી આપીએ.”
સાધ્વીજીએ ચોખ્ખી ના પાડી. પોતાને કારણે વિખવાદ થાય કે કોઈ ક્લેશ જાગે, તે એમને મંજૂર નહોતું. એમણે સહજ રીતે કહ્યું, ‘નજીકમાં મંદિર આવેલું છે, અમે ત્યાં જઈશું.’
આમ પોતાને કારણે કોઈ પ્રકારનો સાંપ્રદાયિક વિખવાદ થાય નહીં, તેની તેઓ અહર્નિશ જાગૃતિ રાખતા અને એમનાં ચરણ જ્યાં પડે, ત્યાં વાતાવરણ હર્યુંભર્યું થઈ જતું. શ્રીસંઘના વિવાદો શમી જતા.
સાધ્વીજીએ સ્વયં દક્ષિણ ભારતના વિહાર સમયે દિગંબર તીર્થ મૂડબિદ્રીના જીર્ણોદ્ધારમાં આર્થિક સહયોગ આપવા માટે પણ પ્રેરણા આપી હતી. વૈષ્ણવ મંદિરોમાં કે આર્ય સમાજનાં ભવનોમાં તેઓ વ્યાખ્યાન આપતાં હતાં.
મહત્તરાજી માત્ર જૈનદર્શનના જ જ્ઞાતા નહોતા. તેઓ બૌદ્ધ, વૈદિક, ખ્રિસ્તી, શીખ, ઇસ્લામ વગેરે ધર્મોની જાણકારી પણ ધરાવતા હતા. તેમનાં પ્રવચનોમાં ક્યારેય કોઈ અન્ય ધર્મની ટીકા સાંભળવા મળતી નહોતી, બકે અન્ય ધર્મ તરફ આદર અને સહિષ્ણુતાનો ભાવ દૃષ્ટિગોચર થતો હતો. આથી જ જૈનેતર ઉપાસકો તેમના વ્યાખ્યાનનું શ્રવણ કરવા આવતા અને મહત્તરાજીની વ્યાપક દૃષ્ટિ અને સર્વતોમુખી જ્ઞાન જોઈને એમને પોતાનાં ધર્મસ્થાનોમાં વ્યાખ્યાનાર્થે નિમંત્રણ આપતા હતા. મહત્તરાજીની માન્યતા હતી કે મતમતાંતર, પૂર્વગ્રહ, કદાગ્રહ, તત્ત્વવાદની ખેંચતાણ કે તર્કવિતર્કના વિતંડાવાદમાં આત્મકલ્યાણ નથી. ખરેખર તો કષાય અને રાગદ્વેષ ત્યજી દેવાથી અને સમતાભાવ ધારણ કરવાથી આત્મકલ્યાણ થાય છે. ભગવાન મહાવીરની વાણીનું એ સૂત્ર એમના મનમાં સદૈવ ગુંજતું હતું, ‘સમયાએ સમણો હોઈ !'
સાધુતાની સુવાસ અર્થાત્ ‘સમતાથી-સમભાવથી સાધના કરનાર શ્રમણ બને છે.” (“શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર').
મહત્તરાજી એક બાજુ સમાજસુધારાની હાકલ કરે, સાંપ્રદાયિક ભેદો મિટાવીને ભગવાન મહાવીરના ધ્વજ નીચે સહુને એક કરે અને ધર્મભાવના, શિક્ષણ અને આરોગ્યને માટે અનેક આયોજનો કરે, એવા મહત્તરાજી સાધુજીવનના ચરિત્રપાલનમાં અત્યંત ચુસ્ત હતા. ભગવાને સાધુતાનો કેવો ઉચ્ચ આદર્શ આપ્યો છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્રની એ ગાથા એમના સાધુજીવનપથની પગદંડી હતી. એમાં ભગવાન મહાવીરે કહ્યું,
'गुणेहिं साहू अगुणेहिंऽसाहू गेण्हाहि साहूगुण मुंचऽसाहू । वियाणिया अप्पगमप्पएणं जो रागदोसेहिं समो स पुज्जो ।।'
‘ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે, માટે સાધુગુણોને (સાધુતાને) ગ્રહણ કરો અને અસાધુ-ગુણોનો (અસાધુતાનો) ત્યાગ કરો. આત્માને આત્મા વડે જાણીને જે રાગ તથા દ્વેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજનીય બને છે.’
ર૦ર
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૬
કરુણામયી કર્મગિની
સાધ્વીશ્રી મહત્તરાજીનું વિરલ જીવન તે માત્ર અનુમોદનીય જ નહીં, પણ અનુકરણીય પણ છે. એમની રગેરગમાં મૈત્રીભાવનાનું ગુંજન હતું, એથીય વિશેષ એ સાદાઈ અને સંયમની સાક્ષાત્ મૂર્તિ હતા.
ભારતીય દર્શનોના સમર્થ વિદ્વાન પદ્મભૂષણ પંડિત દલસુખભાઈ માલવણિયા પાસે સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીએ દર્શનોનો અભ્યાસ કર્યો હતો. સાધ્વીશ્રી સ્વયં એમને ગુરુ સમાન આદર આપતા હતા, પરંતુ પંડિત દલસુખભાઈ માલવણિયા એમના આંતરજીવનની એક વિશેષતા દર્શાવતા નોંધે છે,
મેં નજરોનજર જોયું કે, આત્મા અને શરીરની ભિન્નતાને માનનાર વ્યક્તિ કેવી હોય છે. વાતો તો ઘણા લોકો કરે છે. પરંતુ જીવનમાં એ ભેદને સાક્ષાત્ કરવો એ કઠણ કામ છે. આત્મબળ પણ શું અને કેવું હોય છે તેનો સાક્ષાત્કાર પણ મને મહત્તરા મૃગાવતીમાં થયો છે. એમનામાં મેં આવેલ ડૉક્ટરને પાછા મોકલવાની તાકાત પણ જોઈ છે. શરીર પ્રત્યે આવી નિરપેક્ષતા જોવાનું દેવોને પણ દુર્લભ છે. હું એ મહત્તરાજીમાં જોઈ શક્યો, ત્યારે મારું મન વધુ પ્રભાવિત થયું હતું.'
સાધ્વીજીની બીજી એક વિશેષતા એ હતી કે પોતાની
કરુણામયી કર્મયોગિની
સિદ્ધિ અને સફળતાનો યશ એ અન્યને વહેંચી દેતા. પ્રાચીન કાંગડા તીર્થનો ઉદ્ધાર અને વલ્લભસ્મારક જેવા મહાન કાર્યમાં નિમિત્ત બનવા છતાં એમને અહંકાર સહેજે સ્પર્ધો નહોતો. કોઈ મળવા આવે તોપણ પોતાની સફળતા કે સિદ્ધિની વાત ક્યારેય કરતા નહીં. એમને મળનારને એમની નમ્રતા અને વાત્સલ્યનો મધુર સ્પર્શ થતો.
મુંબઈના પત્રકાર શ્રી નગીનદાસ જે. શાહ (વાવડીકર) મુંબઈથી સ્પેશિયલ ટ્રેનમાં ૧૯૭૯ની ૨૮મી નવેમ્બરે મહત્તરાજીને વંદન કરવા ગયા, ત્યારે એમણે જોયું કે એમનો ભત્રીજો દિલ્હીની ઠંડીમાં થરથર ધ્રૂજતો હતો. મહત્તરાશ્રીજીએ બાજુમાં બેઠેલા એક પંજાબી બહેનને કહ્યું,
‘યહ મેરા ભાઈ હૈ. ઉસ બચ્ચે કે લિયે એક ગરમ સ્વેટર શીઘ્ર લાનેકા પ્રબંધ કીજીયે.'
નગીનભાઈના પત્ની ઉષાબહેને કહ્યું, ‘સાહેબજી, એવી કોઈ જરૂ૨ નથી.' ત્યારે મહત્તરાજીએ ખૂબ લાગણીભર્યા અવાજે કહ્યું,
‘મોટી વ્યક્તિઓનું ધ્યાન રાખનારા ઘણા છે, પણ મારે તો તમારું ધ્યાન રાખવાનું છે.’ અને સાંજે તો પત્રકાર નગીનભાઈ વાવડીકરના ઉતારા પર ગરમ સ્વેટર અને મફલર હાજર થઈ ગયા. નગીનભાઈને થયું કે એમના જેવી સામાન્ય વ્યક્તિને માટે પણ મહત્તરાજીના હૃદયમાં કેવો અદ્ભુત વાત્સલ્યભાવ છે !
ઉદ્યોગપતિ અભયકુમાર ઓસવાલ પણ જ્યારે જ્યારે મનથી ક્ષુબ્ધ અને અશાંત થઈ જતા, ત્યારે સાધ્વીજીનાં ચરણોમાં બેસી જતા. ૧૯૮૨માં તેઓ પોતાના વ્યવસાયમાં વિષાદજનક એકલતાનો અનુભવ કરતા હતા, ત્યારે મહત્તરાજીએ એમને ખૂબ આશીર્વાદ આપ્યા અને વાત્સલ્યપૂર્ણ શબ્દો કહ્યા, ‘ભાઈ, હંમેશાં તમારું ભલું થશે.’
આ સમયે શ્રી અભયકુમાર ઓસવાલે બે કલાક સુધી સાધ્વીજીનાં પ્રેરક વચનોનું અને એમની પ્રેરણાનું અમૃતપાન કર્યું. પરિણામે એમના જીવનમાં નવો ઉત્સાહ અને દૃઢ આત્મવિશ્વાસ બંધાયો, જેને પરિણામે તેઓ ઘણાં મોટા વ્યાપાર-કારોબારને સ્વસ્થતાથી સંભાળી શક્યા અને જીવનમાં આવેલી કપરી આપત્તિઓ પાર કરી શક્યા.
૨૦૭
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
દિલ્હીના પ્રતિષ્ઠિત સન્નારી શ્રી વિદ્યાબહેન શાહ જેવાને તેઓ જ્ઞાનશક્તિ અને મરણશક્તિની સાક્ષાત્ મૂર્તિ સમા કર્મયોગિની લાગ્યા હતા, તો ડૉ. ખુરાનાને એમની પાસેથી માતૃત્વના અનન્ય વાત્સલ્યનો અનુભવ થયો. સાધ્વીશ્રીના અગ્નિસંસ્કાર વખતે સિત્તેર વર્ષના વૃદ્ધ સ્ત્રીપુરુષોને નજરોનજર એમ બોલતા સાંભળ્યા હતા કે ‘મહત્તરા જવાથી અમે અમારી માતા ગુમાવ્યાનું દુ:ખ અનુભવીએ છીએ.'
ગુરુ વલ્લભના પરમ ભક્ત શ્રી શૈલેષભાઈ હિંમતલાલ કોઠારી પોતાની આ અનુભૂતિ વર્ણવતા નોંધે છે,
‘જ્યારે જ્યારે મારું મન દુન્યવી બાબતોથી થાકી જતું, કંઈક ઉજાસ મેળવવા માટે વલખાં મારતું, ત્યારે ત્યારે હું એમની પાસે દોડી જતો. એમના પવિત્ર કોમળ હાથથી વાસક્ષેપ લેતો. એમની વાત્સલ્યપૂર્ણ મધુર વાણીથી મારા મનને અપૂર્વ શાંતિબળ મળતું. આ પ્રસન્નતાભર્યો ક્રમ લાંબા સમય સુધી ચાલુ રહ્યો. પરિણામે મારામાં એમની માતૃવાત્સલ્યની આભા પ્રસરતી જ રહી. મારામાં રહેલી સર્વ નબળાઈઓ અને ખામીઓને મેં એમની સમક્ષ કહી સંભળાવી હતી. કોઈ પણ બાબત છુપાવી નહોતી અને કંઈક અંશે હું એમાં સફળ પણ થયો હતો. બીજા કોઈ ભાગ્યશાળી ભાવકની જેમ મારી પાસે એમના હસ્તાક્ષરમાં લખાયેલાં એમનાં અનેક કૃપાપત્રો છે, જે મારે માટે એમનું મૂર્તસ્વરૂપ જ છે.'
૨૦૧૦ની બીજી એપ્રિલે સરધારમાં મહત્તરાજીને હૃદયમનના ખરેખર ભાવથી વંદન અને તેઓનું સ્મરણ કરીને અંજલિ અર્પતાં શ્રી શૈલેષભાઈ કોઠારીએ કહ્યું હતું, ‘સાધ્વીજીએ જિનશાસનની એવી પ્રભાવક સેવા બજાવી છે કે જેના વિશે શું બોલવું અને ન બોલવું એવી દ્વિધા મનને અનુભવાય છે. જૈન ધર્મશાસ્ત્રોમાં પારંગત, ચુસ્ત નિયમપાલનમાં માનનાર, આદર્શ ચારિત્ર ધરાવનાર તથા અપૂર્વ તેજસ્વિતાએ મૃગાવતીજીને મહાન તો બનાવ્યા જ, પણ એમની જ્ઞાન-ભક્તિ અને એમણે કરેલી સેવાથી તેઓ મહાનતાને અતિક્રમી ગયા અને શાસનમાં લગભગ ૧૨૦૦ વર્ષ પછી સૌપ્રથમવાર સાધ્વીશ્રી મૃગાવતીજીને મહત્તરાની પદવી પ્રાપ્ત થઈ. આવા વિરાટ અને મહાનથી પણ મહાન એવા મહત્તરાનું સ્થાન-પદ અંકિત કરનાર સાધ્વીજીની અપાર કૃપાની વર્ષા મારા જેવા અસંખ્ય ભક્તો પર વરસ્યા કરે છે, તેનો આનંદ આજે પણ હૈયે સમાતો
કરુણામયી કર્મયોગિની આ શબ્દો સાધ્વીજીના આશીર્વાદ અને એમની પ્રભાવકતાનો માર્મિક પરિચય આપે છે ત્યારે આ જ સંદર્ભમાં શ્રી દીપચંદભાઈ ગાડી કહે છે, “શુદ્ધ ખાદીમાં શોભતા સાધ્વીજીના દર્શનથી મેં શાંતિનો અનુભવ કર્યો છે.'
નમિનાથના ઉપાશ્રયની ૧૯૬૭ની પ્રવૃત્તિઓના સાક્ષી એવા ટ્રસ્ટી શ્રી નરભેરામ લાલજી જણાવે છે કે “મેં જે પ્રત્યક્ષ જોયું છે તે કહું છું કે સાધ્વીજીમાં લઘુતા અને નમ્રતા અભૂતપૂર્વ છે.'
મહત્તરાજીની નમ્રતા, સરળતા અને માનવમાત્ર પ્રત્યેની નિઃસ્વાર્થ પ્રેમ વિરોધીના હૃદયને પણ આત્મીય બનાવી દેતો હતો. એમની પાસે જીવનથી હેરાન-પરેશાન થઈને રડતા-રડતા આવતી વ્યક્તિઓ દર્શન અને ઉપદેશશ્રવણ બાદ હસતા ચહેરે બહાર નીકળતી હતી. એમનાં વચનોમાં માર્મિકતા હતી. સામી વ્યક્તિના ચિત્તમાં ચાલતાં મનોમંથનોને તેઓ પામી શકતા હતા, તેથી તેઓ કઈ વ્યક્તિને કયા પ્રકારનો ઉપદેશ જરૂરી છે, તેનો સૂક્ષ્મ નિર્ણય કરી શકતા. પરિણામે તેમના ઉપદેશથી શ્રેષ્ઠિઓથી માંડીને સામાન્ય જન સુધી સહુ કોઈના હૃદયમાં પરિવર્તન થતું નજરે પડતું હતું.
લુધિયાણાના ચાતુર્માસ સમયની એક ઘટના જોઈએ. ચાતુર્માસ સમયે ડૉ. શશીમોહન શર્મા સાધ્વીજીના દર્શનાર્થે આવ્યા. તેઓ પ્રથમવાર જ એમના દર્શન કરતા હતા અને એમને જોતાં જ સાધ્વીજીએ કહ્યું કે ‘તમે બ્રાહ્મણ લાગો છો.’ આ સાંભળતા ડૉ. શશીમોહન શર્માને પરમ આશ્ચર્ય થયું. તેઓ એમની સમક્ષ હાથ જોડીને નતમસ્તકે ઊભા રહ્યા. સાધ્વીજીએ એમના મસ્તક પર વાસક્ષેપ નાખીને આશીર્વાદ આપ્યા.
આ ઘટના ડૉ. શશીમોહન શર્માને માટે જીવનમાં નવચેતન પ્રગટાવનારી બની. સાધ્વીજીએ કહ્યું કે તમે લોકોની સ્વાથ્ય-સેવા માટે જન્મ લીધો છે અને આવી સેવા દ્વારા જ તમને પરમાત્માની સેવાનું ફળ મળશે. બધા દીનદુઃખીયાની સેવા કરવી, એ ઘણી મોટી આરાધના છે. આ વિષયમાં સાધ્વીજીએ ભગવાન મહાવીરની વાણીનો ઉલ્લેખ કર્યો. ત્યારથી ડૉ. શશીમોહન શર્માએ એમનું સમગ્ર જીવન દર્દીઓની સેવામાં સમર્પિત કરી દીધું.
ડૉ. શશીમોહન શર્માનું એમ દૃઢપણે માનવું છે કે મહત્તરાજીના
નથી.'
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ આશીર્વાદને પરિણામે તેઓ અનેક અસાધ્ય રોગોના દર્દીઓને આરોગ્ય પ્રદાન કરી શક્યા. સાધ્વીજીના લોકસેવાનાં વચનોનું સદૈવ સ્મરણ કરીને ડૉ. શશીમોહન શર્મા પરોપકારમય અને પ્રસન્ન જીવન ગાળવા લાગ્યા.
મહત્તરાજી સહુ કોઈની સાથે પ્રેમપૂર્વક વાર્તાલાપ કરતા. ક્યાંય કોઈની અવગણના નહીં, લેશમાત્ર તિરસ્કાર નહીં. સામાન્યમાં સામાન્ય માનવીને એમની કરુણાદૃષ્ટિનો લાભ મળતો હતો. જનકલ્યાણ અને સર્વમંત્રીની ઉદાત્ત ભાવના અને એમની પ્રતિભાસંપન્ન મુખાકૃતિ સહુના હૃદયને આપોઆપ જીતી લેતી હતી.
શ્રી વીરેન્દ્રકુમાર કોહલીને પૂ. સાધ્વીજીમાં છલોછલ ગુરુભક્તિના અને ભારોભાર કરુણાના દર્શન થાય છે. તેઓ લખે છે, “ કહે છે કે ભણતા ભણતા જ્ઞાનીઓના જીવનમાં એક દિવસ એવો આવે છે કે જ્યારે જ્ઞાનનું પુસ્તક હાથમાંથી પડી જાય છે. છૂટી જાય છે. પછી વાંચવાનું કાંઈ રહેતું નથી. તેમનું આચરણ જ જ્ઞાન થઈ જાય છે અને જ્ઞાન જ આચરણ. જેમણે મહત્તરાજીને નજીકથી જોયા હશે તેઓ જાણતા હશે કે આ દિવસોમાં તેઓ કેવી ગુરુભક્તિમાં નિમગ્ન છે. તે ગુરુભક્તિ જ બોલે છે, ગુરુભક્તિને જ જોવે છે અને ગુરુભક્તિનો જ ઉપદેશ દે છે. આજે તેમની ચારે બાજુ પવિત્ર વાતાવરણ બની ગયું છે. તેમના દર્શનથી તીર્થને ભેટવા જેવો આનંદ પ્રાપ્ત થાય છે, તે કોઈને જુવે છે તો જાણે આંખોમાંથી નિચ્છલ કરુણા વરસતી હોય !”
નાનાં બાળકો સાથે બાળકની માફક વાત કરી શકતા, તો વૃદ્ધો સાથે વૃદ્ધોની પેઠે વાત કરતા. તેઓ જે કોઈ કામ સોંપે, તેને સામી વ્યક્તિ તત્કાળ સ્વીકારી લેતી. આનું કારણ એ હતું કે એમની પાસે સામેની વ્યક્તિની ક્ષમતાનું ચોક્કસ માપ રહેતું અને તેથી એવું બન્યું કે એમણે જે કોઈ જૈન કે જૈનેતરને કાર્ય સોંપ્યું હોય, એ કાર્ય સામેની વ્યક્તિ તત્કાળ સ્નેહપૂર્વક શિરોધાર્ય કરતી. સાધ્વીજીના આદેશનો અસ્વીકાર કર્યો હોય કે એ અંગે આનાકાની કરી હોય, એવી વ્યક્તિ શોધવી મુશ્કેલ જણાય.
સાધ્વીશ્રીની આંખોમાંથી વહેતી વાત્સલ્યપૂર્ણ કરુણા સહજ રીતે જ હૃદયને ભાવવિભોર બનાવી દેતી. એમના ચહેરાનું પ્રખર તેજ સામી વ્યક્તિના
કરુણામયી કર્મયોગિની સત્ત્વગુણને પ્રગટાવતું હતું. એમના ચારિત્ર્યની શુદ્ધિને કારણે વાતાવરણમાં સાત્ત્વિકતા સર્જાતી, આથી એમનું એક વાર દર્શન પામનાર સદૈવ ધન્યતાનો અનુભવ કરતો હતો.
તેઓનું વિશાળ-તેજસ્વી લલાટ, નિકછલ સૌજન્ય, કરુણાનીતરતી આંખો, ગુલાબના ફૂલ જેવો સુખ-દુઃખમાં સદા ખીલેલો ચહેરો, સ્નેહામૃત વરસાવતી દૃષ્ટિ દર્શનાર્થીને એવું આકર્ષે કે એ જે સ્થાને હોય તે સ્થાને ભક્તિભાવપૂર્વક હાથ જોડીને ઊભો રહી જાય. એમની પાસે સહુને ચાંદનીની શીતળતાનો મનભર અનુભવ થતો અને કરુણા અને વાત્સલ્યની સરિતામાં અવગાહન (જ્ઞાન) કરતા હોય એમ લાગતું. આમ એમનું બાહ્ય વ્યક્તિત્વ ભવ્ય, આકર્ષક અને પ્રભાવક હતું, પણ એથીય વધુ પ્રભાવકે એમનું અંતરંગ વ્યક્તિત્વ હતું. વ્યક્તિ જેમ જેમ એમના સાનિધ્યમાં આવે, તેમ તેમ એમની ગુણગરિમાનો અને જ્ઞાન સંપદાનો પરિચય થતો. પ્રત્યેક વ્યક્તિમાં રહેલા ગુણોને જોતાં અને તેની અનુમોદના કરતા. સામાન્ય ગુણને પણ મહત્ત્વપૂર્ણ બનાવી દેતા અને એ રીતે એમનામાં પ્રમોદભાવનાનો ગુણ જન્મજાત હતો. - ૧૯૫૪થી માંડીને ૧૯૮૬ સુધી પંજાબ અથવા પંજાબી ગુરુભક્તોમાં એમણે આગવો ઇતિહાસ રચ્યો છે. જૈન ઇતિહાસમાં કેટલીક મહત્તરા સાધ્વીઓ થઈ જેમનામાં જ્ઞાન અને ચારિત્ર સાકાર રૂપે જોવા મળે છે પરંતુ વિપુલ ધનરાશિથી નિર્માણ કાર્યનો ઇતિહાસ ધરાવનાર એક માત્ર મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી છે. દાનની ભાવના સામાન્ય રીતે પ્રવર્તતી હતી એને સર્વોત્કૃષ્ટ બનાવવાનું કામ મૃગાવતીશ્રીજીએ કર્યું. ‘વિજયાનંદ’ પત્રિકા ને પ્રેસ પણ એમની દેન છે.
સમાજ ઉત્કર્ષના કાર્યો માટે કરોડોના દાન પ્રેરણા કરીને અપાવ્યા હતા, પરંતુ ક્યારેય યાચનાનો કોઈ ભાવ ધારણ કર્યો ન હતો.
બંગાળ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મુંબઈ, મૈસૂર વગેરે ક્ષેત્રોમાં સાધુજીવનના પચાસેક વર્ષમાં લગભગ સાઈઠ હજાર માઈલનો વિહાર કર્યો છે. પ્રત્યેક ગામમાં જઈને એમણે ગુરુવલ્લભના નામનો જયધોષ કર્યો છે. પ્રભુભક્તિ અને ગુરુભક્તિના ગીતો સાંભળતા તેઓ ભાવવિભોર થઈ જતા હતા. વળી
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
ક્યારેય પોતાના નામનું ગીત કે જય બોલાવવાની આજ્ઞા આપતા નહોતા. - સાધ્વીજીની વિહારયાત્રા જોઈએ તો ખ્યાલ આવશે કે ૬૦ વર્ષના આયુષ્યમાં ૪૮ વર્ષનો દીક્ષાપર્યાય ધરાવનારા સાધ્વીશ્રીનો જન્મ સૌરાષ્ટ્રના રાજ કોટની પાસે સરધાર ગામમાં થયો હતો પરંતુ દીક્ષિત થયા બાદ પશ્ચિમ ભારતથી પૂર્વમાં કલકત્તા સુધી અને ઉત્તર-દક્ષિણમાં પણ એમની વિહારયાત્રો ચાલુ રહી. તેઓ ગુજરાતના હોવા છતાં પંજાબીઓ એમના પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા હતા અને આજે પણ એટલી જ ભક્તિ ધરાવે છે. ગુરુની આજ્ઞા થાય એટલે ગમે તેટલો ઉગ્ર વિહાર હોય તોપણ એ આજ્ઞાને શિરોધાર્ય કરતા.
મહારાજીને વિહાર કરતી વખતે એક ગામથી બીજે ગામ જવાનો માર્ગ બતાવવા માટે અથવા તો સાધ્વીજીઓના રક્ષણ માટે કોઈ સાથીદાર કે ચોકીદાર મોકલવાનું સૂચન કરતું, તો તેઓ એનો સ્પષ્ટ ઇન્કાર કરતા. તેઓ કહેતા કે અમે અભયના ઉપાસક છીએ, નિર્ભય છીએ, ક્યાંય લેશમાત્ર ડર દેખાતો નથી. અમારી જાતે જ અમારો માર્ગ શોધીશું. વિહારમાં કોઈ પુરુષ અમારી સાથે ચાલતા હોય, તે અમને પસંદ પડતું નથી.
સાધ્વીજીમાં સહુને નારીશક્તિનો પ્રભાવ જોવા મળતો. સ્ત્રી અબળા નથી, શક્તિહીન નથી કે પરતંત્ર નથી, એ વાત સાધ્વીજીએ સ્વજીવન દ્વારા પ્રત્યક્ષરૂપે સિદ્ધ કરી બતાવી. ‘ન ર યસ્ય તિ નારી' અર્થાતુ ‘જેનું કોઈ દુશ્મન નથી તે નારી’ - આવી નારી શબ્દની વ્યાખ્યા તેઓશ્રી આપતા હતા.
શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીની પ્રવૃત્તિઓ વિષે જણાવ્યું હતું કે, ‘સાધ્વી સંસ્થા અંગે મુનિરાજોમાં જે ઉપેક્ષાવૃત્તિ સેવવામાં આવે છે તે હું સમજી શકતો નથી. ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, એ સંઘ પૂજ્ય છે, તેમાં સાધ્વીજીઓને પણ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પછી એમના વિકાસ માટે અવરોધો ઊભા કરવા એ કોઈ રીતે ઉચિત નથી, દુ:ખની વાત છે કે સાધ્વીઓ વ્યાખ્યાન આપે કે કોઈ શાસ્ત્રની પ્રવૃત્તિ કરે તો તેનો મુનિરાજો તરફથી વિરોધ કરવામાં આવે છે. આવો વિરોધ આ યુગમાં ચાલી શકે તેમ નથી, સિદ્ધાંતના નામે પણ આમ કરવું બરોબર નથી. મુંબઈમાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ કેવું સારું કામ કર્યું છે !”
કરુણામયી કર્મયોગિની - ગુરુ ગોવિંદસિંહના બે વીર બાળકોને જે ગામમાં દીવાલમાં મુસ્લિમોએ ચણી દીધા હતા તે પંજાબની પ્રાચીન ઐતિહાસિક વીરભૂમિ સરહંદમાં શાસનદેવી ચક્રેશ્વરી દેવી માતાનું પ્રાચીન, ચમત્કારિક અને ઐતિહાસિક મંદિર હતું. આ મંદિરમાંથી થોડા સમય પૂર્વે જ આતંકવાદીઓ મંદિરનાં આભૂષણની ચોરી કરી લઈ ગયા હતા. ચોતરફ ડર અને દહેશતનું વાતાવરણ હતું. આ નિર્જન સ્થળ સહેજે સુરક્ષિત નહોતું. ગામના કાર્યકર્તાઓએ સાધ્વીજીને સવિનય આગ્રહભરી વિનંતી કરી કે અહીં રહેવા જેવું નથી, ત્યારે નીડર સાધ્વીજી પોતાની શિષ્યાઓ સાથે સતત ત્રણ દિવસ સુધી મંદિરમાં રોકાયા. એમાં પણ એક રાત્રે આંધી, તોફાન, વાદળાંઓની ગર્જના સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વીજળી ચાલી ગઈ અને વૃક્ષો પડી ગયા. યાત્રાળુઓ ભયભીત બની ગયા. સહુ મહત્તરાજી પાસે આવ્યા, ત્યારે તેઓ હસતાં હસતાં સહુનો ઉત્સાહ વધારી રહ્યા અને થોડીવારમાં આંધી અને વરસાદ શાંત થઈ જતાં સધળે આનંદ વ્યાપી ગયો.
તેઓશ્રીની નિર્ભિકતા અને જાગૃતિની એક વિશેષ ઘટના જોઈએ. પૂ. સાધ્વીજીના પેટમાં ભરાઈ ગયેલું પાણી કાઢવાની સારવાર ચાલતી હતી, તે દરમિયાન પણ તેઓ પોતે ડૉક્ટર સાથે ખૂબ સ્વસ્થતાથી વાતો કરતા રહ્યા. કોઈને ખ્યાલ પણ ન આવે કે તેમને કોઈ તકલીફ છે. આ જોઈને સ્વયં ડૉક્ટર પણ આશ્ચર્ય પામ્યા કે આ પીડાતા દર્દી છે કે કોઈ તદ્દન સ્વસ્થ વ્યક્તિ ?
આ ડોક્ટરને પૂ. સાધ્વીજીએ જણાવ્યું કે તમે મારી પાસે આવ્યા છો, તો મને કાંઈ દક્ષિણા આપશો ? આ સાંભળી ડૉક્ટર વિચારમાં પડ્યા એટલે તેઓશ્રીએ કહ્યું કે, “મને પૈસાની નહીં, પણ બીજી દક્ષિણા જોઈએ છે. તે એ કે ભગવાને આપને સેવા કરવા માટે જ ડૉક્ટર બનાવ્યા છે. તમે સાચા ભાવથી દર્દીઓની સેવા કરજો અને સવારે આપના ઇષ્ટદેવનું સ્મરણ કરીને તેની પાસે સેવા કરવાની શક્તિ માગજો. પ્રભુનું સ્મરણ ન ભૂલતા. મારી દક્ષિણમાં આટલું જ જોઈએ. ફક્ત બે-પાંચ મિનિટ માટે પણ આટલું કરશો ને !'
ડૉક્ટરે આનંદિત હૃદયે કહ્યું, ‘આપે મને જીવનનો સાચો રાહ બતાવીને તો દક્ષિણા આપવાને બદલે મને જીવનનું ભાતું બંધાવી આપ્યું.”
યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ નારીઉત્કર્ષ માટે અનેક પ્રયત્નો કર્યા અને એમણે એમ કહ્યું કે સમાજને સુદૃઢ અને વિકાસશીલ બનાવવા
રર
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
કરુણામયી કર્મયોગિની
માટે તેમજ વધુ ધર્મનિષ્ઠ કરવા માટે સ્ત્રીશક્તિને સમાજમાં યોગ્ય સ્થાન આપવું પડશે. જિનશાસનમાં ઋષભદેવ ભગવાનની પુત્રી બ્રાહ્મીથી માંડીને અનેક નારીરત્નોએ ધર્મક્ષેત્રે અને કર્તવ્ય ક્ષેત્રે અજવાળાં પાથર્યા હતાં. ગુરુદેવ આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વરજીનાં નારીશક્તિ અને નારીગરિમાનાં પ્રત્યેક વચનને પોતાના જીવનમાં તાણાવાણાની જેમ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ ગુંથી બતાવ્યું. ગુરુની ભાવના અને આદર્શોને પોતાનાં કાર્યોથી ચરિતાર્થ કરી બતાવ્યાં. એમની આ નારીશક્તિની અને ચારિત્રપાલનની દૃઢતા તો કૅન્સરની વ્યાધિ સમયની આ ઘટનામાં સચોટ રીતે દૃષ્ટિગોચર થાય છે.
મહત્તરાજી દિલ્હીમાં હતા અને અસાધ્ય રોગ થવાને કારણે ઑપરેશન કરાવવું પડે તેમ હતું. આ ઑપરેશન નક્કી થયું, ત્યારે ઑપરેશન કરાવવા માટે આ જૈન સાધ્વી નવ કિલોમીટર પગપાળા ચાલીને હૉસ્પિટલમાં ગયા. એબ્યુલન્સનો કોઈ ઉપયોગ કર્યો નહીં. વ્યાધિને કારણે ખૂબ શારીરિક અશક્તિ આવી ગઈ હતી, તેમ છતાં જાતે દાદર ચડીને ઉપરના માળે ગયા હતા. લિફ્ટનો ઉપયોગ કર્યો નહીં. અન્યને માટે ઉપયોગમાં લીધા હોય, તેવાં સાધનો પોતાના ઑપરેશનમાં ઉપયોગમાં લેવાય નહીં, તેની તાકીદ કરી હતી. આથી થર્મોમીટર, ઇન્જ ક્શનની સિરિજ , બ્લડપ્રેશર માપવાનું સાધન અલગ રખાવ્યા. પોતાની પાટ પણ જુદી રાખતા હતા.
ઑપરેશન પૂર્વે ડૉક્ટરને પણ તાકીદ કરી કે સંજોગોવશાતુ કોઈનું લોહી ચડાવવાની જરૂર પડે, તો લોહી ચડાવશો નહીં. મહત્તરાજીએ આજીવન નિરતિચાર બ્રહ્મચર્ય વ્રતની આરાધના કરી હતી. મહત્તરાજીએ આત્મા અને દેહની ભિન્નતાને પૂર્ણ રૂપે જાણી લીધી હતી. આ સમયે એમની સમીપ બેઠેલા શિષ્યા સાધ્વી સુવ્રતાજીએ પોતાનું લોહી આપવાની તૈયારી બતાવી, તો એમણે માર્મિક અને લાક્ષણિક ઉત્તર આપ્યો, ‘તમારી આરાધના, સાધના કદાચ મારાથી પણ ઊંચી હોય એટલે હું એમ પણ થવા ન દઉં.” મહારાજીનાં આ વચનોની પાછળ એમની અપ્રતિમ વિનયશીલતા, આચારની દૃઢતા અને શિષ્યાને આદર આપવાની વૃત્તિ પ્રગટ થાય છે.
ઑપરેશન બાદ ડૉક્ટરે કહ્યું કે તમારા શરીર પર પરસેવો ન થાય તે
અત્યંત આવશ્યક છે. પંખો રાખો. ત્યારે મૃગાવતીજીએ એની પણ ના પાડી. દરિયાગંજ વિસ્તારની એ હૉસ્પિટલમાં પોતાની જગા એવી પસંદ કરાવી કે જ્યાંથી રોજ સવારે દિગંબર જિનમંદિરનાં શિખરના આનંદકારી અને મનોહારી દર્શન થઈ શકે. હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી પૂ. સાધ્વીશ્રી દિગંબર સંઘના અગ્રગણ્ય શ્રાવક શ્રી પ્રેમચંદજી(શાકાહારભવનવાળા)ના ઘરે તેમની આગ્રહભરી વિનંતીથી ત્રણેક અઠવાડિયા રોકાયા હતા.
હૉસ્પિટલમાં એમનો પ્રવેશ થતાં કેટલાય ડૉક્ટરો, નર્સો અને અન્ય દર્દીઓ બહાર બૂટ-ચંપલ કાઢીને એમની પાસે વાસક્ષેપ નખાવવા આવતા હતા. હૉસ્પિટલમાંથી રજા મળી ત્યારે એમણે નીચે ઊતરવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો નહીં. સ્ટ્રેચરમાં સૂતા નહીં, વાહનનો ઉપયોગ કરીને ઉપાશ્રયમાં પહોંચવાની તો કલ્પના પણ ક્યાંથી થાય ? એ રસ્તામાં ચાલતા-ચાલતા થાકી જાય તો શિષ્યા સાધ્વીજીઓનો ટેકો લઈને ઊભા રહેતા, પણ વ્હીલ ચેર કે વાહનની કોઈ વાત નહીં. ધીરે ધીરે વિહાર કરી દિલ્હીના દરિયાગંજથી પાંચ દિવસે રૂપનગર ઉપાશ્રયમાં પહોંચ્યા.
એક બાજુ એમના આંતરજગતમાં જ્ઞાનની ગરિમાનો ગુંજારવ હતો, તો એમનો ભીતરનો આત્મા તો સાધનાની ચરમસીમાએ બિરાજેલો હતો. બાહ્ય વિરોધો કે વિપત્તિઓ તેમને સહેજે ચળાવી શકતી નહીં. સામાજિક નવજાગરણનો ભેખ લેનારના નસીબે ઘણું સહન કરવાનું આવે છે. રૂઢિચુસ્તોને આ સહેજે પસંદ પડતું નથી. સ્થાપિત હિતોને પોતાનું પ્રભુત્વ તૂટતું લાગે છે. કોઈને પોતાનું પદ કે સત્તા છીનવાઈ જવાનો ભય લાગે છે, તો કોઈને સ્થાનભ્રષ્ટ થવાની ચિંતા જાગે છે.
આજે વર્તમાન સમયમાં પણ શ્વેતાંબર સમુદાયમાં સાધ્વીઓની સ્થિતિ આપણે સહુ જાણીએ છીએ. વર્ષો પૂર્વે પાટ પર બિરાજમાન થઈને મહત્તરાજીએ વ્યાખ્યાનો આપ્યાં હશે, ત્યારે કેવી કપરી પરિસ્થિતિનો એમને સામનો કરવો પડ્યો હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. એમના વ્યક્તિત્વના પ્રભાવે વિરોધો ઓગળી જતા હતા. પૂ. ગુરૂઆચાર્ય વલ્લભસૂરિજીની પદ્ધતિ હતી કે વાતના મૂળને પકડી લઈ ચર્ચામાં પડ્યા વગર સમાધાન પ્રસ્તુત કરવું. પૂ. મૃગાવતીજી પણ આ જ પદ્ધતિને અનુસરતા હતા,
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
૧૯૬૭ના ચાતુર્માસમાં મુંબઈના પાયધૂની ખાતે શ્રી નમિનાથજીના ઉપાશ્રયમાં તેઓ પાટ પર બેસીને વ્યાખ્યાન આપતા હતા અને મોટી સંખ્યામાં જનસમુદાય વ્યાખ્યાન-શ્રવણ માટે આવતો હતો. આ સમયે જૈનસમાજના એક વર્ગે સાધ્વીજીથી પુરુષો સમક્ષ વ્યાખ્યાન આપી શકાય નહીં, એમ કહીને વિરોધનો વંટોળ જગાડ્યો અને નનામી પત્રિકાઓ પ્રકાશિત કરી. ભીરુ લોકો આવા જ માર્ગો અપનાવે ને !
એના પ્રત્યુત્તર રૂપે શાસ્ત્રીય પુરાવાઓ સહિત શ્રી રસિકભાઈ કોરાએ ‘ભગવાન મહાવીરે પ્રવર્તાવેલ સંસ્કૃતિના ખમીરના બળે જ સાધ્વી સમુદાય પોતાના અસ્તિત્વને ટકાવી શક્યો છે અને સાધ્વી શક્તિઓ જૈન ધર્મના પ્રચાર માટે વ્યાખ્યાન આપે’ એ પ્રકારનું તર્કબદ્ધ અને પુરાવા સહિતનું લખાણ તૈયાર કર્યું. આ લખાણ મહત્તરાજીને બતાવવામાં આવતાં એમણે કહ્યું કે લખાણમાં દર્શાવેલી શાસ્ત્રીય વાતો સર્વથા યોગ્ય છે, પરંતુ એનાથી આ વિરોધીઓ શાંત નહીં થાય. આનો કશો જ જવાબ આપવાની જરૂર નથી. આપણે તો આપણી શક્તિ અને સમયનો સદુપયોગ કરવાનો છે. આપણે ઘણું કામ કરવાનું છે, ધર્મઆરાધના કરવાની છે. આ વિરોધીઓ તો આપમેળે શાંત થઈ જશે. તેમની ચિંતા કરવી નહીં. વિરોધને વિનોદમાં પલટાવી નાખો. જીવનમાં સુખી થવાનો એક જ ઉપાય છે કે કોઈપણ વિવાદથી અળગા રહેવું અને ચિત્ત પર એનો કશો ભાર ન રાખવો. સત્કાર્યોની અનુમોદના અને તનાવમુક્ત જીવન જ આત્માને તારી શક્શે.'
સાધ્વીજીની આ વ્યાપક દૃષ્ટિને કારણે હિંદુ સમાજના કેટલાય ભાઈબહેનો એમના પરમ ભક્ત બન્યા અને જૈન ધર્મ પ્રમાણેના આચાર-વિચારનું પાલન કરવા લાગ્યા. એમણે માંસ, ઇંડા, દારૂ, સિગારેટ જેવાં વ્યસનોનો ત્યાગ કર્યો. સાધ્વીજીએ પંજાબની ધરતી પર વિચરણ કરતાં જોયું કે દહેજને કારણે સમાજ પાયમાલીને પામ્યો હતો. કન્યાના પિતાને દહેજમાં મોટી રકમ આપવાની થાય એટલે એ દેવું લઈને પણ એ રકમ આપે અને તેને પરિણામે પોતાની બાકીની જિંદગી દેવાના ડુંગર નીચે પસાર કરે. એ જ રીતે વર પક્ષના લોકો પણ દહેજની મોટી મોટી અપેક્ષા રાખે અને એ દહેજ ઓછું મળે તો એ કન્યાનો સંસાર મહેણાં, કટુવચનો, માર અને ત્રાસથી સળગાવી મૂકે. કેટલીય
૨૧૬
કરુણામયી કર્મયોગિની યુવાન સ્ત્રીઓ આને કારણે આત્મહત્યા કરતી હતી.
સાધ્વીજીએ જોયું કે સમાજ જો રૂઢિઓના બંધનમાં બંધાયેલો હશે તો એ ધર્મનું આચરણ ક્યાંથી કરી શકશે? જ્યાં ઘર ઘરમાં કલહ-કંકાસ અને દમન પ્રવર્તતા હોય, ત્યાં મૈત્રીભાવ, કરુણા કે માનવતાની કલ્પના ક્યાંથી કરી શકાય? આથી એમણે પંજાબમાં જડ ઘાલીને બેઠેલા દહેજ જેવા કુરિવાજોને તિલાંજલિ આપવા માટે પ્રચંડ જનજાગૃતિ સર્જી અને એક જુવાળ જગાવીને અનેક યુવકયુવતીઓને એમાં સામેલ કર્યા. આ યુવાનોએ લગ્ન સમયે દહેજ નહીં લેવાની જાહેરમાં પ્રતિજ્ઞા લીધી. આપ્તજનના મૃત્યુ પાછળ દિવસોના દિવસો સુધી સ્ત્રીઓનું રડવા-કૂટવાનું ચાલતું હતું એ એમણે બંધ કરાવ્યું. લગ્નપ્રસંગે થતો ભાંગડા નાચ બંધ કરાવ્યો. ગરીબ વિધવાઓ અને સામાન્ય આર્થિક સ્થિતિના ગૃહસ્થોને સહયોગ આપવા માટે સાધર્મિક ફંડની ઠેર ઠેર સ્થાપના કરાવી. મહિલાઓ, પુરુષો, યુવાનો અને બાળકોમાં ઉત્તમ સંસ્કારો પ્રેરવા માટે ધાર્મિક શિક્ષણ શિબિરોનું આયોજન કર્યું. રાષ્ટ્રની સેવા માટે યુવાસંગઠન અને ધર્મની આરાધના માટે મહિલામંડળોને જાગ્રત કર્યાં અને ગુરુદેવસ્થાપિત શિક્ષણસંસ્થાઓને પગભર બનાવી. આમ સૌરાષ્ટ્રમાં જન્મેલા આ સાધ્વીજીએ પંજાબમાં સામાજિક સુધારા અને ધર્મભાવનાની નવી આબોહવા સર્જી.
જૈન તત્ત્વજ્ઞાનના ઝળહળતા શિખર સમા સ્યાદ્વાદને તેઓએ સહજ અને કુદરતી રીતે આત્મસાત્ કર્યો હતો. પોતાના ધર્મની સાથોસાથ અન્ય ધર્મના સદ્ગુણોની તેઓ પ્રશંસા કરી શકતા હતા. એમના વિચારોમાં ઉદારતા હતી, તો સાથોસાથ એમના વ્યવહારમાં પણ એ ઉદારતા પ્રગટ થતી હતી. એ ક્યારેય કોઈ વ્રત કે બાધા માટે આગ્રહ રાખતા નહીં. માત્ર ધર્મની આરાધના કરવાનું અને અમુક સમયે સ્વાધ્યાય કરવાનું માર્ગદર્શન આપતા હતા.
વળી એમને શિષ્યાઓ વધારવાનો મોહ નહોતો કે પ્રતિષ્ઠાની લેશમાત્ર
આસક્તિ નહોતી. પોતાના માતાગુરુ પ્રત્યે વારંવાર તેઓ કૃતજ્ઞતા વ્યક્ત કરતા હતા, પરંતુ એમનું કોઈ સ્મારક બનાવવાનો એમણે વિચાર સુદ્ધાં કર્યો નહીં. એમણે જે કંઈ કર્યું તે ગુરુવલ્લભના નામે અને પરમાત્માને નામે કર્યું.
પં. રૂપચંદ ભણસાલી નોંધે છે. ‘મને તો વારંવાર એ જ વિચાર આવે છે કે એ આત્મા કેટલો ઉચ્ચ હતો કે જેને ‘હું’ પદ કે ‘અહં’ની ભૂખ નહોતી.
૨૧૭
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ ‘જ્ઞાનસાર’માં લખ્યું છે, ‘હું’ અને ‘મારું’ના મોહે આ આખા જગતને અંધ બનાવી દીધું છે. પૂજ્ય મહત્તરાજીનું હૃદય જાગૃત હતું. જ્ઞાનચક્ષુ સદાય ખુલ્લાં રહ્યાં અને એમનામાં ‘હું’ અને ‘મારું’નો મોહ કદી પ્રવેશી ન શક્યો. આપવડાઈ એમને કદી આકર્ષી ન શકી. જેણે ખુદીનો (અહં ભાવનો) ખાતમો કરી દીધો હોય, તેનામાં ખુદાઈ (ઈશ્વરત્વ) આપોઆપ આવીને વસે છે.’
મહત્તરાજી સહનશીલતાની જીવતી જાગતી તસવીર હતા. જેણે વર્તમાનને પારખીને સર્જન કરવું છે, એને ભૂતકાળના પડછાયામાં સૂઈ રહેવાનું પોષાય નહીં. મહત્તરાજીને ભવિષ્યનું સર્જન કરવું હતું અને તેથી જ એ સદાય લોકકલ્યાણનો વ્યાપક વિચાર કરતા હતા. સમાજના સત્તાધારી કે સંપત્તિધારી વર્ગને બદલે એમનો પક્ષપાત પીડિતો અને દલિતો પ્રત્યે વિશેષ હતો અને તેથી જ કેટલાક એમને સમાજના નિમ્ન વર્ગના મસીહા (તારણહાર) તરીકે ઓળખાવતા હતા.
એમનાં વચનમાં સરસ્વતી હતી અને તેથી એમની વાણીની મધુરતા સામેની વ્યક્તિના મનને પરમ શાંતિ અર્પતી હતી. એમનું એકાદ સામાન્ય વચન પણ મધુરતાથી ભરેલું હોય અને આવા માધુર્ય અને સહનશીલતાને કારણે જ તેઓ સહુ કોઈનો આદર મેળવી જતા.
એમનામાં પ્રચુર રાષ્ટ્રભાવના અને વ્યાપક વિશ્વવાત્સલ્ય હતું અને રાષ્ટ્રનિર્માણની બાબતમાં સાધ્વીજી અગ્રેસર રહ્યા હતા. ભાષા, જાતિ અને પ્રદેશના સઘળાં ભેદીને તેઓ અતિક્રમી ગયા હતા. સૌરાષ્ટ્રના સરધારમાં જન્મેલા અને પ્રારંભમાં ગુજરાતમાં વિહાર કરનારા મહત્તરાજીને પંજાબી ભાઈબહેનો સાથે અદ્ભુત આત્મીયતા સધાઈ ગઈ. દક્ષિણ ભારત, પૂર્વ ભારત વગેરે પ્રદેશોમાં પણ ચાતુર્માસ અને વિહાર કરીને કેટલાય પ્રદેશોના સમાજજીવનનો સાધ્વીશ્રીને બહોળો અનુભવ હતો.
પંજાબ અને દિલ્હી એમના પોતાના બની ગયા. એક અર્થમાં કહીએ તો મહત્તરાજી વિવિધતામાં એકતા ધરાવનાર ભારત દેશના પ્રતીક બની રહ્યા. એમના સર્વપ્રથમ શિષ્યા સુજ્યેષ્ઠાજી ગુજરાતી હતા, એમના બીજા શિષ્યા સુવ્રતાજી પંજાબના, એમના એક પ્રશિષ્યા સુયશાજી કચ્છના અને બીજા પ્રશિષ્યા સુપ્રજ્ઞાજી પંજાબના.
૧૮
કરુણામયી કર્મયોગિની
જનસમુદાય જ્યારે મહત્તરાજી સાથે એમની ચારે શિષ્યાઓના સમુદાયને જોતો, ત્યારે સહુને એવો અનુભવ થતો કે રાજ્ય અને ભાષાનાં સઘળાં ભેદો અહીં ભૂંસાઈ ગયા છે. એમણે ક્યારેય ‘હું ગુજરાતી છું અને તું પંજાબી કે કચ્છી છે’ એવો ભેદ કર્યો નથી. માનવમાત્રમાં અભેદ જોનારને આવા ભેદ ક્યાંથી દેખાય ? એમને માટે તો પોતાને મળનારી પ્રત્યેક વ્યક્તિ એમની આત્મીય બની જતી હતી.
એક વાર મહત્તરાજીએ ડૉ. શશીમોહન શર્માને એક પેન ભેટ રૂપે આપી. બન્યું એવું કે થોડા દિવસ પછી ડૉ. શશીમોહન શર્માના ઘરમાં મોટી ચોરી થઈ અને એમને સૌથી વધુ ચિંતા એ હતી કે બીજી બધી વસ્તુઓ ચોરાઈ જાય, તો વાંધો નહોતો, પરંતુ સાધ્વીજીના આશીર્વાદ સાથે પ્રાપ્ત થયેલી પેનની ધણી ફિકર હતી.
સવારે ચોરીની ઘટનાની ફરિયાદ કરવા જતા હતા, ત્યાં જ એમને જાણ થઈ કે ઘરમાંથી ચોરાયેલી એમનું નામ ધરાવતી સૂટકેસ અમુક જગાએથી મળી છે. તેઓ તરત જ ત્યાં પહોંચી ગયા, તો જાણવા મળ્યું કે સઘળી ચીજવસ્તુઓ સલામત હતી. એમના જરૂરી કાગળો, મેડિકલ પદવી વગેરે બધું જ બરાબર હતું અને સાથોસાથ પેલી પેન પણ એમાંથી મળી ગઈ !
ડૉ. શશીમોહન શર્મા એવું દૃઢપણે માનતા હતા કે સાધ્વીજીએ ઉપહાર રૂપે આપેલી પેનને કારણે જ એમને એમની સઘળી જરૂરી ચીજવસ્તુઓ પાછી મળી.
સાધ્વીશ્રીને પદવી પ્રદાન કરવાના ઘણા પ્રયત્નો થયા. એમની અનુમતિ મેળવવા માટે વારંવાર આગ્રહ પણ થયો, પરંતુ તેઓ એમ કહીને એ વાત ટાળી દેતા કે “મને પદવીઓથી ભારેખમ ન બનાવો. પદવીઓ સ્વીકારવા માટે હું મારી જાતને અસમર્થ સમજું છું. તમે મારા માટે એવી પ્રાર્થના કરો કે હું ભવોભવ, આજીવન જિનશાસનની સેવા કરી શકું એવી શક્તિ મને મળો.'
સાધ્વીશ્રી વિનોદમાં એમ કહેતા કે, ‘એક પળનો પણ પ્રમાદ કર્યા વિના ધર્માચરણ કરવું છે.’ અને ત્યારે તેઓ દશવૈકાલિકસૂત્રની એ ગાથાની યાદ પણ અપાવતા,
'जरा जाव न पीडेड़ वाही जाव न बड्ढड़ । जाविंदिया न हायंति ताव धम्मं समायरे ।।' * ૨૧૯
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૃતિ
‘જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ આવતી નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી ત્યાં સુધી સારી રીતે ધર્માચરણ કરી લેવું.”
મહત્તરાજીનું સ્વાથ્ય લાંબા સમયથી અસ્વસ્થ હોવા છતાં એમની ધાર્મિક પ્રવૃત્તિ અખંડ ઉલ્લાસ સાથે અવિરતપણે ચાલતી હતી. શરીરમાં ગંભીર બીમારી ઘર કરી ગઈ હતી, પણ તેની ફિકર શી ? એમનો આત્મા તો ‘સદા મગનમેં રહેના માં લીન હતો. એમના મુખ પર સ્મિત સદા ફરકતું હોય. એ અંગે એમના પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ દાખવનાર શ્રી પ્રતાપભાઈ ભોગીલાલે એમનું સ્મરણ આલેખતાં લખ્યું છે,
‘પોતાની બીમારી નિમિત્તે ખર્ચ ન થાય અથવા તો ઓછો ખર્ચ થાય તે એમના લક્ષમાં રહેતું. મારા જેવા એમનાં ભક્તો એમના સ્વાથ્ય માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હતા, ત્યારે ખોટો ખર્ચ ન કરવો એમ કહી અમને તેઓ વારતા અને કહેતા કે, ‘ભાઈઓ, શા માટે મારી પાછળ ખર્ચ કરો છો ?” જ્યારે અમે એમને ઉત્તર રૂપે કહેતાં કે, ‘આમાં તો અમારો સ્વાર્થ છે’, ત્યારે હળવાશથી હસતાં હસતાં તેઓ કહેતાં કે, “સ્વાર્થી થવું એ સારું ન કહેવાય, હોં.'
મૃગાવતીશ્રીજીમાં નિર્મળ ચારિત્ર, વચનસિદ્ધિ અને કર્તવ્યશક્તિનો એક આગવો પ્રભાવ અનુભવવા મળતો.
૧૯૭૬માં પૂજ્યશ્રી ચિત્રભાનુજીના ન્યૂયોર્કના જૈન ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટરના સાધકો અમેરિકાથી દિલ્હી આવ્યા હતા. તેઓ પૂ. શ્રી ચિત્રભાનુજી સાથે મહત્તરાજીનાં દર્શનાર્થે ગયા, ત્યારે એમના એક અમેરિકન અનુયાયી જૂને ફોગ (જાનકી) તો સાધ્વીજીના વ્યક્તિત્વથી એટલા બધા આકર્ષિત થયા કે એ બોલી ઊઠ્યા,
(એમની ઉપસ્થિતિથી એવી શાંતિનો અનુભવ કરું છું કે જેને હું વર્ણવી શકતી નથી..)” અને એ પછી જાનકીને મહત્તરાજીનું એવું પ્રબળ આકર્ષણ જાગ્યું કે તેઓ એમને મળવા માટે અવારનવાર આવતા હતા. એક વખત જૂન ફોગે પૂ. સાધ્વીશ્રીને પ્રશ્ન કર્યો કે,
ત્યારે તેઓશ્રીએ જવાબ આપ્યો કે
જૂન ફોગ જણાવે છે કે આ પ્રશ્ન ઘણા સંતોને પૂછયો, પણ કોઈએ આવો પ્રમાણિક જવાબ આપ્યો નથી.
સાધિકા જાનકી એ સમયની પરિસ્થિતિનું આ રીતે વર્ણન કરે છે,
‘૧૯૮૧માં એમને પુનઃ મળવા હું સદ્ભાગી બનીહું એમની પાસે બેઠી, એમણે મારી આંખોમાં પ્રેમપૂર્વક જોયું અને પછી પોતાને માટે કહ્યું, ‘હું પૂર્ણ નથી.' બસ એટલું જ . એમની નમ્રતા, સચ્ચાઈ અને માનવીય તત્ત્વ એ પ્રગટ કરી રહ્યાં હતાં. મને આ વાત અંદરથી સ્પર્શી ગઈ. મારા માટે તેઓ ત્યારથી સહયાત્રી, ગુરુ અને મિત્ર બની રહ્યા. ‘હે ભવ્ય, પ્રિય આત્મા, તમને હું નમસ્કાર કરું છું. મારામાં શ્રદ્ધા મૂકવા માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ જ અંતરના ઊંડાણથી તમારી પ્રશંસા કરું છું. ભવ્ય રીતે નિરખવામાં તમે ખૂબ મદદ કરી છે. હું તમને વંદન કરું છું. મન્થણ વંદામિ.” અને એ પછી જાનકી મહત્તરાજીને પોતાના માર્ગદર્શક, સલાહકાર અને પ્રેરક માનવા લાગ્યા. જાનકીને એમની પાસેથી પ્રેમાળ અને નિઃસ્વાર્થ સ્નેહનો અનુભવ થયો અને એને પરિણામે જાણે પોતે પૂર્વે ગુમાવેલું ગૌરવ અને હિંમત પુનઃ પ્રાપ્ત કરી શક્યા, તેવી વિરલ અનુભૂતિ થઈ. એમની ધર્મવિષયક શંકાઓનું સમાધાન કર્યું અને જૈનમાર્ગ પરનો જાનકીનો વિશ્વાસ કાયમ રહ્યો. બધા જ જૈનતીર્થોની યાત્રા કરી, પૂજા કરી જૈન ગ્રંથો વાંચ્યા. સાધ્વીજી મહારાજની સાથે દરરોજ અને ચૌદશનું પ્રતિક્રમણ પણ કરતા. જ્યારે પૂછયું કે તમને આમાં શું સમજણ પડે તો કહે પ્રાકૃત ભાષાની ધ્વનિઓ સાંભળવી મને બહુ ગમે. આનંદધનજીનાં પદો મધુર સ્વરે ગાતા.
અમેરિકન સાધિકા જાનકીની જૈનધર્મ પ્રત્યે એટલી બધી શ્રદ્ધા વધી ગઈ કે તેઓને દીક્ષા લેવાની ઇચ્છા થઈ પરંતુ પૂ. મહારાજ જી એ કહ્યું તમે અહિયાનું વાતાવરણ નહીં સહી શકો એટલા માટે તમે ગૃહસ્થ જીવનમાં રહીને આરાધના અને સાધના કરો. પછી તેઓ દર્શન કરવા માટે પૂ. સાધ્વીજી મહારાજની આપેલી પીળી કામળી (સાધુવેશ) સાથે લઈને આવતા. એમને ભારત પ્રત્યે ખૂબ આસ્થા હતી. સાધ્વીજી મહારાજની ગેરહાજરી પછી પણ વારંવાર પત્ર આવતા હતા કે મારે આપની પાસે આવીને રહેવું છે અને ભારતમાં જ મરવું છે. પછી ભારતમાં જન્મ લેવો છે. પછી એમને સમજાવ્યું કે ત્યાં અમેરિકામાં રહીને પણ તમે ભારતનું ધ્યાન કરશો તો ભારતમાં જન્મ થઈ જશે.
અસાધારણ પ્રતિભાને કોઈ ચમત્કારિક વરદાનની જરૂર હોતી નથી,
-
રર૧
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પ્રકાશપુંજના અજવાળે
બકે કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે કહ્યું છે તેમ, “અન્યના ભીતરમાં પ્રવેશ કરવાની શક્તિ અને અન્યને સંપૂર્ણ રીતે પોતાના બનાવી લેવાનો જાદુ જ પ્રતિભાનું સર્વસ્વ અને એનું વૈશિષ્ટય છે.’
એકવાર સાધિકા જાનકી અત્યંત બીમાર હતા, ત્યારે ખૂબ સ્નેહથી એમની સંભાળ લીધી હતી. વળી જાનકીએ એ પણ જોયું કે પૂ. સાધ્વીશ્રી બીમાર હતા, ત્યારે અપાર શારીરિક દર્દ વચ્ચે પણ સ્મારકના કાર્ય માટે દિવસભર કાર્યરત હોવા છતાં પોતાની (જાનકીની) સંભાળ પણ લેતા હતા. ૧૯૭૬માં આવેલા બીજા અમેરિકન બોબ (બાહુબલિ)એ કહ્યું,
(હું એમના મુખની આસપાસ દૈવી આભામંડળ જોઉં છું.)' બીજા એક સાધક રોબર્ટ (મિત્ર) કહે,
(ઓહ ! તેઓ શાંતિમય આંદોલનો ફેલાવી રહ્યા છે, એવું હું અનુભવું છું.)”
આ રીતે અમેરિકન સાધકોના ચિત્ત પર એક કરુણામૂર્તિની શાશ્વત મુદ્રા અંકિત થઈ ગઈ. એમ કહેવાય છે કે પરમતત્ત્વને કોઈ કાર્ય સંપન્ન કરવું હોય, તો એ પ્રતિભાનું નિર્માણ કરે છે.
એમના જીવનમાં જ્ઞાનની ભવ્યતા હતી, ધર્મકાર્યોમાં સફળતા હતી અને સમાજમાં કીર્તિ હતી તેમ છતાં એમના ચિત્તને ક્યારેય અભિમાન સ્પર્યું નહોતું. સરળતા, સમતા અને સ્વાભાવિકતાના તાણાવાણાથી ગુંથાયેલું આ વિરલ જીવન સહુને માટે પ્રેરણાની પાવનમૂર્તિ બની રહ્યું.
એક વિરાટ પ્રતિભા વિશાળ જનસમૂહની દૃષ્ટિ સમક્ષથી વિદાય પામે છે, પરંતુ એમના સ્વપ્નો હૃદયને પ્રેરતા, પુરુષાર્થને જગાડતા અને ધર્મભાવને પ્રગટાવતા રહે છે. મહત્તરા સાધ્વી શ્રી મૃગાવતીજીએ વલ્લભસ્મારકનાં સઘળાં કાર્યોને એક વ્યાપક, સુદઢ અને દૃષ્ટિવંત સ્વરૂપ આપીને વિદાય લીધી અને એને પરિણામે જ એમણે આલેખેલા પથ પર ભવ્ય વલ્લભસ્મારકની રચના આજે ગરિમાં ધારણ કરીને ઊભી છે. સ્મારકના અણુએ અણુમાં મહારાજીની પ્રતિભાનાં પ્રકાશનો અને એમની પ્રેરણાનો સહુને અનુભવ થયો.
૧૯૮૭ની અઢારમી જુલાઈએ એમની પ્રથમ પુણ્યતિથિએ ઉત્તર ભારતના જૈન સંઘના શ્રાવકો તથા મુંબઈ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગુરુભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પરમ વિદુષી સાધ્વીશ્રી સુવ્રતાશ્રીજી મહારાજની પવિત્ર નિશ્રામાં સાડા પાંચ કલાક સુધીનો કાર્યક્રમ યોજાયો. આ વિશાળ સમારોહમાં લુધિયાણા શ્રીસંઘના પ્રમુખ લાલા શ્રીપાલ બિહારે શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આચાર્ય વિજયવલ્લભસૂરિના અનન્ય ભક્ત એવા શ્રી રતનચંદજીએ ઇંદોરથી પધારીને સમારંભની અધ્યક્ષતા કરી હતી.
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ આ સમયે અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા અને મહારાજીના જીવનકાર્યની ઝાંખી આપતાં પુસ્તકોનું પ્રકાશન પણ કરવામાં આવ્યું. સહુએ એમનાં કાર્યો સાકાર કરવા માટે તન, મન, ધન સમર્પવાની તૈયારી બતાવી. આ સમારોહમાં પરમ ગુરુભક્ત શ્રી શૈલેષભાઈ કોઠારીએ જણાવ્યું કે, “પૂ. મહત્તરાજીએ સંધ-સમાજ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી છે. સમાજે આજે તેમની યાદમાં કોઈ નક્કર નિર્ણય લઈને ઊઠવાનું છે. તેમની એક સ્થાયી યાદ બનાવીને છૂટા પડવાનું છે. અહીંયા સમાજનાં, સંઘનાં અગ્રગણ્ય વ્યક્તિઓ બેઠાં છે. આપણે શ્રાવકોએ આ સ્મારકસ્થળ પર જ જૈનભારતી મૃગાવતીજીની યાદમાં કોઈ સંસ્થા બનાવવાનો નિર્ણય લઈને તેમના પ્રતિ સાચી શ્રદ્ધાંજલિ આપવાની છે.” અને તે પછી “જૈનભારતી મૃગાવતી વિદ્યાલય’ સ્મારકના પરિસરમાં જ બનાવવાનો નિર્ણય લેવાયો.
વલ્લભ-સ્મારકના પ્રેરણાસ્ત્રોત સાધ્વીજીના જીવનને સહુએ આદર્શ તરીકે સ્વીકાર્યો. સાધ્વીશ્રી સુત્રતાશ્રીજીએ લુધિયાણામાં મહારાજી દ્વારા સ્થાપિત ઉદ્યોગકેન્દ્રને પુનઃ સક્ષમ બનાવવા તેમજ ગ્રંથભંડારોની જાળવણીની પોતાના વ્યાખ્યાનમાં જિ કર કરી. આની સાથોસાથ મહારાજીની ઇચ્છા પ્રગટ કરતાં પૂ. સાધ્વીશ્રી સુવ્રતાજીએ કહ્યું કે ઉત્તર ભારતમાં વસતા જૈન શ્રાવક-શ્રાવિકાઓને દૈનિક ધાર્મિક ઉપકરણોની જરૂર પડે છે. એમને પ્રભાવના કરવી કે તપનું ઉજવણું કરવું હોય, તો ક્યાંયથી ઉપકરણ મળતાં નહોતાં. આને માટે ખૂબ દૂરદૂર સુધી જવું પડતું હતું. આથી વલ્લભસ્મારકમાં એક એવું કેન્દ્ર ખોલવામાં આવે કે જ્યાં સરળતાથી સઘળાં જૈન ઉપકરણ ઉપલબ્ધ થાય. પૂ. મહારાજીની એ ભાવના અને વિદુષી સાધ્વીશ્રી સુવ્રતાજીની પ્રેરણાને પરિણામે શ્રી વલ્લભસ્મારક પરિસરમાં આવા એક કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી.
આ સમયે આ ધર્મસભામાં સ્મારકના માનદ્ મંત્રી અને સંપૂર્ણતયા સમર્પિત શ્રી રાજ કુમાર જૈને મહત્તરાજીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરતાં કહ્યું, આપણે સહુ સાથે મળીને મહત્તરાજી દ્વારા પ્રેરેલા કાર્યો સંપન્ન કરવા પુરુષાર્થ કરીએ.
વલ્લભસ્મારકથી આરંભીને સાધ્વીજીએ કરેલાં અનેક કાર્યોને વેગ આપવા
પ્રકાશપુંજના અજવાળે માટે સહુ કોઈ કટિબદ્ધ બન્યા અને એ પછી ૧૯૯૬ની પહેલી નવેમ્બરે વલ્લભસ્મારકમાં સાધ્વીજીની પ્રતિમા સ્થાપન કરવામાં આવી. આચાર્ય યશોદેવસૂરિજીએ ઈ. સ. ૧૯૫૬ માં શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલા ‘આચાર્યશ્રી વિજયવલ્લભ સ્મારક ગ્રંથ 'માં નોંધ્યું છે,
‘છેક બારમી સદીથી સાધ્વી-પ્રતિમાઓ મળે છે અને કદાચ એ એના પહેલાના સમયમાં પણ વિદ્યમાન હોવી જોઈએ.’
૧૪૪૪ ગ્રંથોના રચયિતા મહાન આચાર્ય શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજની ચિત્તોડના કિલ્લા પાસે આવેલા સમાધિમંદિરની એમની ક૧ ઇંચની મૂર્તિના મસ્તક પર સાધ્વી મહત્તા યાકિનીની દર્શનીય મૂર્તિ પ્રાપ્ત થાય છે.
૧૫મી સદીમાં શ્રી વર્ધમાનસૂરિએ રચેલા ‘આચાર દિનકર ” ગ્રંથના તેરમા અધિકારમાં સાધ્વી પ્રતિમાની પ્રતિષ્ઠાના સંપૂર્ણ વિધિવિધાન આપવામાં આવ્યાં છે. વર્તમાન સમયમાં શ્રી નાકોડા તીર્થના મંદિરમાં સાધ્વીશ્રી સર્જનશ્રીજીની મૂર્તિ તથા દિલ્હી-મહેરોલીમાં સાધ્વીરના શ્રી વિચક્ષણ શ્રીજીની મૂર્તિ મળે છે.
આ પરંપરામાં વલ્લભસ્મારકમાં સાધ્વી મહત્તાશ્રી મૃગાવતીજીની મૂર્તિ ૧૯૯૬ની ૧લી નવેમ્બરે બે દિવસના સમારોહની ઉજવણી સાથે વલ્લભસ્મારકની ગુફાના આકારની સમાધિમાં સ્થાપિત કરવામાં આવી. - વિદુષી સુશિયા પરમ પૂજ્ય સાધ્વી સુવ્રતાશ્રીજીની ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠા-સમારોહ યોજાયો. અનેક સાહિત્યકારો, કલાકારો, વિદ્વાનો અને શ્રીસંઘના શ્રાવક-શ્રાવિકાઓની ઊછળતી ભક્તિનો અનુભવ થયો. બીજે દિવસે સવારે ૮-00 વાગ્યે વલ્લભ-સ્મારકના નવનિર્મિત મુખ્ય દ્વારની ઉદ્દધાટનવિધિ વલ્લભસ્મારકના અધ્યક્ષ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ, શ્રી દીપચંદ ગાર્ડ અને શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈના શુભહસ્તે થઈ. એ પછી મહારાજના સાંસારિક સબંધીઓ શ્રી શશીકાન્ત મોહનલાલ બદાણી પરિવારના સૌજન્યથી નિર્મિત હોલનું ઉદ્ઘાટન શ્રીમતી ઇન્દિરાબહેન શશીકાન્ત કર્યું અને દાનવીરશ્રી દીપચંદભાઈ ગાર્ડીના શુભહસ્તે શ્રી વીરચંદ રાઘવજી ગાંધી હૉલનું ઉદ્ઘાટન થયું.
આ ઉપરાંત જે એમ.વી. સ્કૂલમાં શ્રી તેજપાલજી જૈન ધોડેવાલ તથા લાલા
રજ
પ
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રકાશપુંજના રાજવાળે
સંપ્રદાયવાળાને જ નહીં, પરંતુ અઢારે આલમના લોકોને પ્રેમની કડીએ જોડનારી વાત્સલ્યમૂર્તિએ વિદાય લીધી.
એવી વાત્સલ્યમૂર્તિ કે જેમના જીવનની ક્ષણેક્ષણ ધર્મજાગૃતિથી શોભતી હતી, જેમની અહિંસાની ભાવના અને સત્યની ખોજ સહુના હૃદયમાં જિજ્ઞાસા જગાવતી હતી. ધર્મતત્ત્વમાં અડગ શ્રદ્ધા, ધર્માચરણમાં દઢતા અને પ્રાણ દઈને પણ પ્રતિજ્ઞાનું પાલન કરવાની સમર્પણશીલતા એમનામાં હતી.
એક બાજુ અનેકવિધ ધર્મકાર્યોની વચ્ચે માનવકલ્યાણની ભાવના પ્રગટ થતી હતી, તો એમની અધ્યાત્મસાધના દ્વારા વીતરાગ પ્રીતિ દેખાતી હતી. એક બાજુ આનંદઘનની મસ્તી હતી, તો ક્યારેક આત્મવલ્લભની ફકીરી હતી. આવી મહત્તરાજીની ક્રાંતદર્શી સાધુતા નવાં-નવાં ધર્મમય કાર્યો કરીને યુગોને પ્રેરણા આપી ગઈ. એમને શત શત વંદના.
પ્રેરણાની પાવનમૂર્તિ ખેરાયતીલાલજી જૈનનાં તૈલચિત્રોનું અનાવરણ ક્રમશઃ પદમકુમાર અભિનંદનકુમાર જૈન અને શ્રી નરપતલાલ ખેરાયતીલાલ જૈન પરિવાર દ્વારા થયું. અંતમાં પૂ. મહત્તરાજીની ઇટાલિયન માર્બલમાં તૈયાર થયેલી નેત્રાનંદકારી પ્રતિમાં અને ચરણપાદુકાની પ્રતિષ્ઠાવિધિની શુભઘડી આવી. પૂ. ગુરુદેવો અને મહત્તરાજીના જયધોષની સાથે શ્રી જેઠાભાઈના માર્ગદર્શનમાં સર્વશ્રી નરપતરાય ખેરાયતીલાલ જૈન પરિવાર દ્વારા આ વિધિ ઉલ્લાસપૂર્વક સંપન્ન કરાવવામાં આવી. એની સાથોસાથ મહત્તરાજીની ચરણપાદુકાઓ પણ શ્રી રામલાલ ઇન્દ્રલાલ પરિવાર દ્વારા સ્થાપિત કરાવવામાં આવી. આ અવસરે શ્રાવકરત્ન શ્રી રાજ કુમાર જૈનને ‘સમાજરત્ન'ની પદવી એનાયત કરવામાં આવી અને એ ઉપરાંત અષ્ટપ્રકારી પૂજન કરીને સમારોહની સમાપ્તિ થઈ. જમ્મુથી કન્યાકુમારી સુધી અને મુંબઈથી કૉલકાતા સુધી પાંચ હજાર વ્યક્તિઓનો વિશાળ સમુદાય આ સમારોહમાં ઉપસ્થિત રહ્યો.
આ પ્રસંગે આયોજિત ધર્મસભામાં મુખ્ય અતિથિ તરીકે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુંદરલાલ પટવા, હરિયાણાના નાયબ સ્પીકર શ્રી ફકીરચંદ અગ્રવાલ તથા અનેક સંસ્થાઓ અને સંઘના અગ્રણીઓ ઉપસ્થિત હતા. મુખ્ય અતિથિ શ્રી સુંદરલાલ પટવાએ કહ્યું કે મહત્તરાજીનું તપોમય અને સાદગીભર્યું જીવન આપણામાં અહિંસા અને માનવતા પ્રતિ સમર્પિત ભાવ રાખવાની પ્રેરણા આપે છે.
વલ્લભસ્મારકની સાથોસાથ સહુએ પોતાના અંતઃકરણમાં પ્રેરણાની પાવનમૂર્તિ જેવા મહત્તરાજીની મૂર્તિનું સ્થાપન કર્યું. સહુના દિલમાં એક બોજ હતો,
કદી સારી જમીં હો કાગજ, સમુંદર હો સાથી કા,
ફિર ભી લીખા નહીં જા સકતા, સદમાં ઉસકી જુદાઈ કા. એક ઝળહળતી આત્મજ્યોતિનો પ્રકાશ સહુની વચ્ચેથી વિદાય પામ્યો. એક તેજસ્વી વ્યક્તિત્વની પ્રભા ક્યાંક વિલીન થઈ ગઈ. એ અમૃતસમી વાણી, એ આંખોમાં નીતરતી કરુણા, એ ચહેરા પર ચમકતો વિનોદ હવે જોવા નહીં મળે એવો વસવસો સહુની ભીતરમાં ક્યાંક બેઠો હતો. માત્ર ભિન્ન મત, ગચ્છ કે
Page #120
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
વંશવૃક્ષ
પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીના સંસારી કુટુંબનું
વંશવૃક્ષ કાનજી સંઘવી
રાઘવજી સંઘવી
મૌનજી સંઘવી
પરિશિષ્ટ-૧ વંશવૃક્ષ પરિશિષ્ટ-૨ સુવાસિત જીવનપથ પરિશિષ્ટ-૩ ચાતુર્માસની યાદી પરિશિષ્ટ-૪ મર્મવાણીનાં મોતી પરિશિષ્ટ-પ ભાવનાનું આકાશ પરિશિષ્ટ-૬ કાવ્યાંજલિ પરિશિષ્ટ-૭ સ્મૃતિસુવાસ-૧ પરિશિષ્ટ-૮ સ્મૃતિસુવાસ-૨ પરિશિષ્ટ-૯ સ્મૃતિસુવાસ-૩ પરિશિષ્ટ-૧૦ શ્રુતસહયોગીઓની યાદી પરિશિષ્ટ-૧૧ શ્રદ્ધાંજલિ
નારણજી સંઘવી
લકમીચંદ સંઘવી
ડુંગરશીભાઈ સંઘવી
કેવલચંદ સંઘવી
કાંતિ
ગુલાબ
ભાનુમતિ
મનસુખભાઈ પ્રાણભાઈ રમણિકભાઈ રતિભાઈ નટવરભાઈ વસંતભાઈ ધનલક્ષ્મીબેન
Page #121
--------------------------------------------------------------------------
________________
સુવાસિત જીવનપથ
જન્મ : વિ. સં. ૧૯૮૨, ચૈત્ર સુદ સાતમ, ઈ. સ. ૧૯૨૬, ૪
એપ્રિલ જન્મસ્થળ : રાજ કોટથી ૩૦ કિલોમીટર દૂર સરધાર ગામ જન્મ નામ : ભાનુમતી પિતાજી : શ્રી ડુંગરશીભાઈ સંઘવી (મુંબઈમાં કાપડનો વેપાર હતો.
વિ. સં. ૧૯૮૪માં અવસાન પામ્યા.) માતાજી : શ્રીમતી શિવકુંવરબહેન દીક્ષાગામ : પાલીતાણા, વિ. સં. ૧૯૯૫, માગશર વદ ૧૦, (ઉત્તર
ભારત મુજબ પોષ વદ દશમ) (૧૨ વર્ષ ૮માસની ઉંમરે) દીક્ષાગુરુ : શ્રી શીલવતીજી મહારાજ (સાંસારિક માતા શિવકુંવરબહેન). દીક્ષાનામ
: સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ આજ્ઞાવર્તિની : કલિકાલકલ્પતરુ, અજ્ઞાનતિમિરતરણી, યુગવીર, જૈનાચાર્ય
- પંજાબકેસરી પ. પૂ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા. શિધ્યાસમુદાય : શિષ્યા : (૧) પ. પૂ. સુજ્યેષ્ઠાશ્રીજી મ. સા.
દીક્ષા : ઈ. સ. ૧૯૪૬ સીપોર (ગુજરાત)
કાળધર્મ - ૯ નવેમ્બર, ૧૯૮૫, દિલ્હી (૨) પ. પૂ. સુત્રતાશ્રીજી મ. સા.
દીક્ષા : ૧૩ એપ્રિલ, ૧૯૬૦, લુધિયાણા (પંજાબ) પ્રશિષ્યા : (૧) પ. પૂ. સુયશાશ્રીજી મ. સા.
દીક્ષા : ૨૧ ફેબ્રુઆરી, ૧૯૭૧, મુંબઈ (૨) પ. પૂ. સુપ્રજ્ઞાશ્રીજી મ. સા.
દીક્ષા : ૨૪ મે, ૧૯૮૧, લુધિયાણા
પરિશિષ્ટ-૨ અભ્યાસ : (૧) વ્યાકરણ - પાણિનીય સિદ્ધાંત કૌમુદી (૨) કાવ્ય -
રઘુવંશ હીર સૌભાગ્ય કાવ્ય, શ્રી શાંતિનાથ મહાકાવ્ય, કિરાત, માઘ, નૈષધ, નળદમયંતી કાવ્ય (૩) કોશ - અમરકોશ (૪) છંદ - વૃત્તરત્નાકર (૫) અલંકાર - કાવ્યદીપિકા, કાવ્યદર્પણ વગેરેનો અભ્યાસ પંડિતશ્રી હરિનંદન ઝા અને પં. શ્રી છોટેલાલજી શર્મા પાસે કર્યો. પ્રાકૃત માર્ગોપદેશિકા અને દશહજાર ગાથા પ્રમાણ વસુદેવહિડીનો અભ્યાસ પંડિત શ્રી જટાશંકરજી પાસે કર્યો. ન્યાયત્તર્કસંગ્રહ; ન્યાય સિદ્ધાંત મુક્તાવલી વગેરે ગ્રંથોનો અભ્યાસ પં. શ્રી રવિદત્ત ત્રિવેદીજી પાસે કર્યો. જૈન આગમોનો અભ્યાસ પંડિત બેચરદાસજી દોશી પાસે, તથા જૈન, બૌદ્ધ અને વૈદિક અને ત્રણ પરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ પંડિત સુખલાલજી પાસે અને દાર્શનિક અભ્યાસ પંડિત દલસુખભાઈ માલવણિયાજી પાસે કર્યો. . જિનશાસનરત્ન વિજયસમુદ્રસૂરિ ગુરુદેવની આજ્ઞાથી અમદાવાદમાં આગમપ્રભાકર મહારાજ શ્રી પુણ્યવિજયજીના માર્ગદર્શન હેઠળ આ અભ્યાસ કર્યો.
સાધુતાની સુવાસ સર્વધર્મ પરિષદમાં : જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ઈ. સ. ૧૯૫૩માં કલકત્તામાં
ચાતુર્માસ દરમિયાન યોજાયેલી સર્વધર્મ પરિષદમાં જૈન
ધર્મની અપૂર્વ પ્રભાવના કરી. પાવાપુરીના અધિવેશનમાં ઈ. સ. ૧૯૫૪માં શ્રી ગુલઝારીલાલ નંદાની અધ્યક્ષતામાં
પાવાપુરીમાં ભારત સેવક સમાજ તરફથી યોજાયેલા અધિવેશનમાં ૮૦ હજાર લોકોની હાજરીમાં જૈન ધર્મ વિશે વ્યાખ્યાન આપ્યું અને જૈન ધર્મની અભૂતપૂર્વ પ્રભાવના કરી.
e
-
૨૩૧
—
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૃતિ પૂ. મૃગાવતીશ્રીજી મહારાજની પ્રેરણા અને નિશ્રામાં જિનમંદિરોનાં નિર્માણ, જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાનાં કાર્યો ઝરિયા : ઈ.સ. ૧૯૫૨માં જૈન મંદિરનું સંપૂર્ણ નિર્માણ કરાવ્યું. લુધિયાણા
: સુંદરનગરમાં ‘શ્રી શાંતિનાથ જૈન મંદિરનું ભૂમિખનન :
શ્રી રાજ કુમારજી જૈન-(પ્રવીણ નીટવેર, લુધિયાણા)ના શુભહસ્તે. શિલાન્યાસ : લાલા ખેરાયતીલાલ (એન. કે. રબ્બર કંપની લિ.)ના શુભ હસ્તે. મંદિરનું નિર્માણકાર્ય પૂ. મૃગાવતીજી મહારાજની પ્રેરણાથી પરિપૂર્ણ થયું. સિવિલ લાઇન્સ લુધિયાણાના ‘શ્રી આદિનાથ જૈન મંદિર માટે આર્થિક યોગદાન અપાવ્યું. અધૂરું કામ પૂરું કરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. ચૌડા બજાર, લુધિયાણાના જૈન મંદિરના જીર્ણોદ્ધારનો
આરંભ કરાવ્યો. કાંગડા
તળેટીમાં ધર્મશાળાના ચોગાનમાં ‘શ્રી આદિનાથ જૈન મંદિરનું ભૂમિખનન શ્રી રાયસાહબ રાજ કુમારજી(અંબાલા)ના શુભહસ્તે. શિલાન્યાસ : બાબુ શ્રી રિખવદાસજી(હોશિયારપુર)ના શુભહસ્તે. પ. પૂ. શ્રી મૃગાવતીશ્રીજીની પ્રેરણા, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના પ્રયત્ન અને શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈના સૌજન્યથી રાણકપુર તીર્થમાંથી આણેલી પ00 વર્ષ પ્રાચીન, ભવ્ય, વિશાળ પ્રભુ આદિનાથજીની પ્રતિમા કાંગડા તીર્થે
પધરાવવામાં આવી. શ્રી વલ્લભસ્મારક (દિલ્હી) : સ્મારક સ્થળ પર ‘શ્રી વાસુપૂજ્ય ભગવાનના
ચૌમુખ જૈન મંદિર 'નો શિલાન્યાસ શ્રી પ્રતાપભાઈ
ભોગીલાલના શુભ હસ્તે. ચંડીગઢ : ૨૮ સેક્ટરમાં ‘શ્રી મહાવીર જૈન શ્વેતાંબર મંદિરનું ભૂમિખનન
પરિશિષ્ટ-૨ : શાદીલાલજી જૈન(ચંડીગઢ)ના શુભ હસ્તે. શિલાન્યાસ : લાલા તેજપાલ પદ્મકુમારજી (પંજાબ ફેબ્રિક્સ
લિ. ચંડીગઢ)ના શુભ હસ્તે. ગુડગાંવ : શ્રી શાંતિનાથ જૈન મંદિર નિર્માણની પ્રેરણા નવીન શાહદરા
(દિલ્હી), શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈનમંદિર નિર્માણની
પ્રેરણા. માલેરકોટલા ; ન્યાયામોનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજ
દ્વારા નિર્મિત ‘જગવલ્લભ પાર્શ્વનાથ શ્વેતામ્બર મંદિર નો તથા શ્રી પૂજજી(યતિ)વાળા ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના
દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જીરા : શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન મંદિરના જિર્ણોદ્ધારમાં વિપુલ
યોગદાન. સરધના
શ્રી સુમતિનાથ જૈન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ભારતભરનાં નિર્માણાધીન) અનેક જૈન મંદિરોને વિપુલ આર્થિક યોગદાન : રાયકોટ જૈન મંદિર, સમાના જૈન મંદિર, સુનામ જૈન મંદિર વગેરે પંજાબનાં મંદિરોને આર્થિક યોગદાન અપાવ્યું. જગાધરી જૈન મંદિર, આગ્રા વલ્લભનગર જૈન મંદિર, જમ્મુ જૈનમંદિર, બડૌત, ગાઝિયાબાદ, ખેડા, મોટી વાવડીના જૈન મંદિરો, મુજફ્ફરનગર જૈન મંદિર, દહાણુ જૈન મંદિરને આર્થિક સહાય કરાવી. દક્ષિણ ભારતમાં ચિકમંગલૂર જૈન મંદિરના નિર્માણ માટે પ્રેરણા આપી અને શિલાન્યાસ કરાવીને વિપુલ આર્થિક યોગદાન કરાવ્યું.
અને દિગમ્બર મંદિરોને યોગદાન આપવા ઉપદેશ આપ્યો. પૂ. મૃગાવતીશ્રીજીની પ્રેરણા અને પાવન નિશ્રામાં જૈન ઉપાશ્રયોનાં નિર્માણ,
જીર્ણોદ્ધારઃ લુધિયાણા : વલ્લભનગર ઉપાશ્રયનું ભૂમિખનન : સંઘરત્ન લાલા
દેસરાજજી જોધાવાલેના શુભ હસ્તે. શિલાન્યાસ : શ્રીપાલ બિહારે શાહના શુભ હસ્તે. પુરાના બજારના મહાવીર જૈન ઉપાશ્રયના નિર્માણ માટે
રયર
Page #123
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
પ્રેરણાની પાવનભૂતિ
આર્થિક યોગદાન અપાવ્યું. અંબાલા : ‘વલ્લભનિકેતન ઉપાશ્રય' માટે આર્થિક યોગદાન અપાવી
અધૂરું કામ પૂરું કરાવ્યું. માલેરકોટલા અને રોપડ : ઉપાશ્રયોનાં ભૂમિપૂજન, શિલાન્યાસ અને નિર્માણમાં
આર્થિક યોગદાન અપાવ્યું. રાયકોટ : રાયકોટના ઉપાશ્રય માટે અને અમૃતસર દાદાવાડી માટે
આર્થિક યોગદાન અપાવ્યું. દિલ્હી : ‘શ્રી આત્મવલ્લભ પ્રેમભવન’ કિનારી બજારને આર્થિક
યોગદાન અપાવ્યું. સરધના : ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. દહાણ : ઉપાશ્રય માટે આર્થિક સહાયતા મેળવી આપી. મુંબઈ (ખાર) : સ્થાનકવાસી પંજાબ જૈન ભ્રાતૃ સભા, અહિંસા હૉલના
વિકાસ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક સહયોગ અપાવ્યો.
: જ્ઞાનમંદિર(ઉપાશ્રય)નું નિર્માણ કરાવ્યું. ચંડીગઢ : ઉપાશ્રયનું નિર્માણ કરાવ્યું. સરધાર : ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મૃગાવતીજીની પ્રેરણા અને નિશ્રામાં સંપન્ન થયેલાં ગુરુભક્તિનાં કાર્યો : અંબાલા : ઈ. સ. ૧૯૫૮ના અમ્બાલામાં ચાતુર્માસ દરમિયાન
‘વલ્લભવિહાર' સમાધિમંદિરનું ભૂમિપૂજન, શિલાન્યાસ
અને નિર્માણ. ગુરુધામ લહરા : ગુરુ આત્મારામજીના જન્મના ૧૨૦ વર્ષ પછી ઈ. સ.
૧૯૫૭માં જીરા ગામમાં રહી ગુરુદેવોની ભાવનાને સાકાર રૂપ આપવા લહેરામાં ‘ગુરુ આત્મ કીર્તિસ્તમ્મના નિર્માણ માટે પ્રેરણા આપી. વાર્ષિક જન્મોત્સવ મેળા માટે ‘ગુરૂધામ લહરા સ્થાયી કોશ'ના નામના ફંડ માટે પ્રેરણા આપી.
લહરા સિવિલ હૉસ્પિટલ માટે પ્રેરણા આપી. અજમેર : ૨૧ ફેબ્રુઆરી, ૧૯૭૧ ભાયખલા મુંબઈમાં પૂજ્ય
મૈસુર
સુયશાશ્રીજી મ. સા. ના દીક્ષા મહોત્સવ પ્રસંગે જિનશાસનરત્ન શ્રીમદ્ વિજયસમુદ્રસૂરિજી મ. સા.ની દીક્ષાષ્ટિ નિમિત્તે અજમેરના શ્રી આત્મવલ્લભસમુદ્ર જૈન
ઉપાશ્રયને રૂપિયા સાઠ હજારનું યોગદાન અપાવ્યું.. જંબુસર (આ. શ્રીમદ્ વિજયજનકસૂરિજી મ. સા.ની જન્મભૂમિ)
‘શ્રી આત્મવલ્લભસમુદ્ર આરાધના ભવન'ના નિર્માણમાં
આર્થિક સહયોગ કરાવ્યું. ગુરુ ધામ પદયાત્રા સંઘ : પૂ. મૃગાવતીશ્રીજીના ઉપદેશ અને નિશ્રામાં ઈ. સ.
૧૯૭૭ના લુધિયાણા ચાતુર્માસ પછી ૩૦૦ ભાઈ-બહેનોનો પદયાત્રા સંઘ લુધિયાણાથી ગુરૂધામ લહરા પહેલી વાર ૨૯ માર્ચથી ૮ એપ્રિલ ૧૯૭૮ દરમિયાન ગયો. લહરા તીર્થના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક સહાય અપાવી. એ અવસર ઉપર ૨૫00 શ્રાવક-શ્રાવિકાઓએ ગુરુતીર્થની
યાત્રા કરી. દિલ્હી (વલ્લભસ્મારક) ‘શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર’ માટે પ્રેરણા : ૨૦
વર્ષથી સ્થગિત થયેલ વલ્લભસ્મારક માટે ૧૯૭૪માં ફરીથી કઠોર તપ, ત્યાગ અને સાધના વડે લોકોમાં ભક્તિભાવ જાગ્રત કરાવ્યો. ‘શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણ નિધિ ટ્રસ્ટ'ની સ્થાપના કરાવી અને જમીન ખરીદાવી. ભૂમિખનન : ૨૭ જુલાઈ ઈ. સ. ૧૯૭૯માં લાલા રતનચંદજી ( )ના હસ્તે શિલાન્યાસ : ૨૯ નવે. ૧૯૭૯ના રોજ લાલા ખેરાયતીલાલ (એન. કે. રબર કંપની)ના હસ્તે. તે પ્રસંગે વીસ લાખ
રૂપિયાનું ભંડોળ એકત્રિત કરાવ્યું. શ્રી આત્માનંદ જૈન સભા-મુંબઈનો રજત મહોત્સવ :
મુંબઈમાં ૧૯૬૬ના ભાયખલ્લા ઉપાશ્રયમાં ચાતુર્માસ દરમિયાન ‘શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ'નો રજત મહોત્સવ અને ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય નો સુવર્ણ
- ૨૩૫
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૨
મહોત્સવ ઊજવાયો. એ પ્રસંગે પંજાબમાંથી ૫00 ગુરુભક્તો ‘ગુરુવલ્લભ સમાધિમંદિર ની સામૂહિક યાત્રા અને મહત્તરા સાધ્વીશ્રીને સ્મારક નિર્માણ માટે પંજાબ પધારવા વિનંતી
કરવા મુંબઈ પધાર્યા હતા. માલેર કોટલા : ‘ગુરુ વલ્લભ સમાધિમંદિરનો પાયો, શિલાન્યાસ અને
નિર્માણ મુરાદાબાદ : ‘વિજયસમુદ્રસૂરિ સમાધિમંદિર 'ને મહત્ત્વપૂર્ણ આર્થિક
યોગદાન અપાવ્યું. અંબાલા : ‘એસ.એ.એન જૈન હાઈસ્કૂલમાં લાલા તેજપાલ પદ્મકુમાર
દ્વારા ખૂબ વિશાળ ‘સમુદ્ર હોલ'નું નિર્માણ. ઝંડિયાલા : દાદાવાડીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પૂ. મૃગાવતીશ્રીજીના સાંનિધ્ય અને સદુપદેશથી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ ઇત્યાદિ: લુધિયાણા : લુધિયાણામાં ઈ. સ. ૧૯૫૬માં પૂ. શ્રી મૃગાવતીશ્રીજીના
ઉપદેશથી ત્યાગની એવી હવા જામી કે સર્વ જાતિના લોકોએ પોતાનાં આભૂષણો ઉતારી આપ્યાં. ‘શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલના ભવ્ય અને વિશાળ ભવનના નિર્માણ માટે લાખો રૂપિયાનું ભંડોળ એકઠું થઈ ગયું. નવા ભવનનો શિલાન્યાસ ૬ ઑક્ટોબર, ૧૯૫૭ સવારે ૮ વાગે દાનવીરા શેઠ શ્રી લછમનદાસજી ઓસવાળના હાથે બહુ ધૂમધામથી થયો. હાલ ત્યાં સ્કૂલમાં ક000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી
રહ્યા છે. અંબાલા : ‘શ્રી આત્માનંદ જૈન કૉલેજ' અંબાલાને આર્થિક સહયોગ
આપવા માટે ‘શ્રી આત્મવલ્લભ જૈન ઍજ્યુકેશન ફાઉન્ડેશન'ની સ્થાપના કરાવી. મેધાવી અને નિર્ધન છાત્રોને આર્થિક મદદ કરવા *શ્રી આત્મવલ્લભ શીલવતી વિદ્યાર્થી સહાયતા કોશ'નો આરંભ કરાવ્યો. અંબાલામાં ‘એસ. એ. જૈન હાઈસ્કૂલ’, ‘મૉડેલ સ્કૂલ', ‘કન્યા ઉચ્ચ વિઘાલય’ અને ‘શિશુ વિદ્યાલય'ની પ્રગતિ
૨૩૬
માટે આર્થિક યોગદાન અપાવ્યું. ભારતની જૈન શિક્ષણસંસ્થાઓના વિકાસ માટે અર્થસિચન : હોશિયારપુર,
ઝડિયાલા અને નકોદરમાં શ્રી આત્માનંદ જૈન સ્કૂલોને પ્રાથમિકથી મિડલ અને મિડલથી હાઈસ્કુલ બનાવવા પ્રેરણા અને સહાય આપી. ગુરુ વલ્લભ જન્મશતાબ્દીના ઉપલક્ષમાં બંગલુરુમાં રન્ના કૉલેજ (દિગમ્બર), સિદ્ધવન કૉલેજ (ધર્મસ્થલદિગમ્બર), હાઈસ્કૂલ, મુડબિદ્રી, દિગમ્બર), મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પૂજ્ય માતાશ્રીની યાદમાં સરધાર પબ્લિક સ્કૂલ, પટ્ટી (અમૃતસર) મહાવીર સ્કૂલ, માલેરકોટલા શ્રી આત્માનંદ જૈન હાઇસ્કૂલ, જાની સ્કૂલ (મેરઠ) વગેરેને આર્થિક સહાય અપાવી. બેંગલુરુમાં આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની
સ્મૃતિમાં અને તેઓની જન્મશતાબ્દીના ઉપલક્ષ્યમાં
શિક્ષણ સંસ્થાના નિર્માણ માટે પ્રેરણા. લાઇબ્રેરીની સ્થાપના : ‘આત્મવલ્લભ પ્રેમભવન' દિલ્હી, કિનારી બજારમાં,
‘સુધર્મા લાઇબ્રેરી'ની સ્થાપના. અંબાલામાં એસ. એ. જૈન કૉલેજમાં ‘શ્રીમતી કૌશલ્યાદેવી હરભગવાનદાસ’ (લાઇબ્રેરી)
ભવનની સ્થાપના કરાવી. બનારસ
‘પાર્શ્વનાથ વિદ્યાશ્રમ'માં બે વિદ્વાનો તૈયાર કરવા એકાવનએકાવન હજારનું અનુદાન અપાવ્યું. ‘જૈન યોગ કા આલોચનાત્મક અધ્યયન', ‘ધી કોન્સેપ્ટ ઑફ પંચશીલ ઇન ઇન્ડિયન થોટ' આ બે પુસ્તકોના પ્રકાશન માટે
આર્થિક યોગદાન આપ્યું. મુંબઈ : શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં વિદ્યાર્થી માટે સાડા બાર
હજારનું શ્રી મોહનલાલ કાલીદાસ શેઠ ટ્રસ્ટ દ્વારા અપાવ્યું. શ્રીમતી બનારસોદેવી ઓસવાળ પબ્લીક ચેરિટેબલ ટ્રસ્ટ : શેઠ શ્રી રતનચંદજી
ઓસવાળ અને એમના સુપુત્ર યુવા ચેતનાના પ્રતિક શ્રી શ્રીપાલજી ઓસવાળ અને એમના ભાઈઓએ આચાર્યશ્રી
૨૩૭
Page #125
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની સમાજમાં જ્ઞાનપ્રસારની ભાવનાને પૂર્ણ કરવા માટે અને શ્રી મૃગાવતીજીની પ્રેરણાથી ધર્મપરાયણ શ્રીમતી બનારસોદેવી (ધર્મપત્ની શ્રી રતનજી ઓસવાળ)ની ધર્મપ્રવૃત્તિને સાકાર રૂપ આપવા માટે આ ટ્રસ્ટની ઈ.સ. ૧૯૭૮માં સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા નિર્ધન છાત્રોને ભણવા માટે સ્કોલરશીપ આપવામાં આવશે અને એમ.બી.એ., એમ.સી.એ. કરવા વાળાને વિના વ્યાજે
સ્કોલરશીપ લોન આપવામાં આવશે. શ્રી શ્વેતાંબર જૈન પાવાગઢ તીર્થ : ગુરુ વિજય ઇન્દ્રદિસૂરિ મહારાજની પાવન
પ્રેરણાથી નિર્મિત આ તીર્થમાં પૂ. શીલવતીશ્રીજી મહારાજ અને સાધ્વી સુજ્યેષ્ઠાશ્રીજી મહારાજ ની સ્મૃતિમાં બે રૂમો કરાવ્યા હતાં. પછી સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની સ્મૃતિમાં એક હોલ માટે પ૧ હજાર મોકલાવ્યા હતાં. પણ
આ બધી રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો. મૃગાવતીશ્રીજીના ઉપદેશ અને સાંનિધ્યમાં સંપન્ન થયેલ જનકલ્યાણનાં કાર્યો :
અમૃતસર અને રાજ કોટનાં અંધ વિદ્યાલયને આર્થિક મદદ અપાવી. લુધિયાણાની ‘મિસ બ્રાઉન હૉસ્પિટલ'ને આર્થિક મદદ અપાવી. લુધિયાણામાં પૂ. મૃગાવતીજીની પ્રેરણાથી લાલા લક્ષ્મણદાસ ઓસવાલે પોતાની માતા અક્કીબાઈના નામથી આંખની હૉસ્પિટલ બનાવી. લુધિયાણામાં લાલા વિદ્યાસાગર ઓસવાલની ૧૨ કરોડની યોજનાવાળી ‘શ્રીમતી મોહનદઈ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર નો શિલાન્યાસ પૂ. મહત્તરાજીના શુભહસ્તે કરાવવામાં આવ્યો. પૂ. મૃગાવતીશ્રીજીના ઉપદેશથી ઈ. સ. ૧૯૬૯માં મુંબઈમાં ભાયખલા ચાતુર્માસ દરમિયાન મધ્યમવર્ગના સાધર્મિક ભાઈઓને સસ્તા ભાડાના રહેઠાણ ‘જૈનનગર યોજના'નો
૨૩૮
પરિશિષ્ટ-૨ પ્રારંભ થયો અને ભંડોળ એકત્રિત થયું. કાંદિવલી મુંબઈમાં ‘મહાવીરનગર’, વિજયવલ્લભવિહાર', ‘વિજયસમુદ્રદર્શન’ જે પૂ. ગુરુદેવ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સાધર્મિકો માટે લીધેલા અભિગ્રહના નિમિત્તે વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સં. ૨૦૨૪માં શરૂ કરેલી આ યોજનામાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ ખૂબ જ સિચન કર્યું. ૩૪૪ બ્લોકો બાંધીને આપવામાં આવ્યા. સં. ૨૦૩૨ (શિલાલેખમાંથી) અમૃતસરમાં સાધર્મિક સહાયતા માટે ‘પૈસા ફંડ યોજના” શરૂ કરવામાં આવી. દિલ્હીમાં રોહિણીમાં ૨૧ જૂન, ૧૯૮૫ના રોજ વલ્લભવિહાર (શ્રી આત્મવલ્લભ ગ્રુપ હાઉસિંગ સોસાયટી)નો શિલાન્યાસ. * શ્રી વલ્લભ-સ્મારક'ના પ્રાંગણમાં ૧૫ જૂન, ૧૯૮પના રોજ ‘શ્રી આત્મવલ્લભ ધર્મ જ શવંત મેડિકલ ફાઉન્ડેશન' સંચાલિત ‘વિજયવલ્લભ જૈન હૉમિયોપેથિક ઔષધાલય'નો લાલા ધર્મચંદના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.
શ્રી મહાવીર જૈન હૉસ્પિટલ’ સૂરત, ‘વિજયવલ્લભ સાર્વજનિક હૉસ્પિટલ’ વડોદરા, ‘વિજયવલ્લભ ક્લિનિક' જમ્મુ, ‘વિજયવલ્લભ ઔષધાલય' જગાંવ, ‘વિજયવલ્લભ હૉમિયોપેથિક ઔષધાલય' લુધિયાણા વગેરે અનેક તબીબી ક્ષેત્રોને આર્થિક યોગદાન આપવામાં આવ્યું. માતા ચક્રેશ્વરી દેવી - સરહન્દ તીર્થના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક યોગદાન આપવામાં આવ્યું, ૨૧ જૂન, ૧૯૮૧ના અહીં પધાર્યા. તીર્થોદ્ધાર માટે રૂપિયા ૧૦ હજાર તરત જ એકત્ર થઈ ગયા. મૃગાવતીશ્રીજીના ઉપદેશથી લુધિયાણામાં ‘ઉપાધ્યાય સોહનવિજય પ્રિન્ટિંગ પ્રેસ'ની સ્થાપના કરવામાં આવી.
+ ૨૩૯
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ સાધર્મિક ભાઈઓ માટે “શ્રી સોહનવિજય ઉદ્યોગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી, જેમાં ઘણાંય પરિવારોને લાભ મળેલ છે. બેંગલુરુ-ગાંધીનગરમાં મૃગાવતીજીની પ્રેરણાથી ‘હીરાચંદ નાહર દેવભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો. માલેર કોટલામાં ‘જ્ઞાનચંદજી જૈન ધર્મશાળા” અને ‘રોશનલાલજી જૈન ધર્મશાળા'નું નિર્માણ કરવામાં આવ્યું. સરધારમાં ‘શ્રી આત્મવલ્લભ અતિથિગૃહ”નું નિર્માણ કરવામાં આવ્યું. હસ્તિનાપુર ધર્મશાળામાં ક રૂમ અને ૩ બ્લોક કરાવ્યા અને તીર્થવિકાસ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું. કાંગડાતીર્થની ધર્મશાળાના ૧૬ રૂમ માટે યોગદાન આપવામાં આવ્યું. પૂ. મૃગાવતીજીએ મૈસૂરમાં આયંબિલ શાળા માટે વિપુલ આર્થિક ફંડ કરાવ્યું. કાંગડા તીર્થમાં ભોજનશાળા શરૂ કરાવીને વિપુલ આર્થિક યોગદાન કરાવ્યું. હસ્તિનાપુરની ભોજનશાળા માટે બેંગલુરુના શ્રીસંઘ તરફથી સૌથી પહેલાં મહત્ત્વપૂર્ણ આર્થિક
યોગદાન કરાવ્યું. જીવદયાનાં કાર્ય : માંડલ ગૌશાળામાં તિથિ, રાધનપુર પાંજરાપોળમાં તિથિ,
બિકાનેરમાં દુકાળ વખતે દહાણુથી ઘાસચારાનાં વેગન મોકલાવ્યાં. દર વર્ષે જીવદયા માટે પ્રેરણા આપી. ગૌશાળાઓ
અને પાંજરાપોળોને આર્થિક મદદ મોકલાવી. દહેજ પ્રથા, કુરુઢિઓ, કુપ્રથાઓ, ફેશનપરસ્તી વિરુદ્ધ આંદોલન અને વ્યસન
મુક્તિ પ્રચાર : આ આંદોલનને સક્રિય કરવા માટે જલંધરના બહેન શ્રીમતી દુર્ગાદેવીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. શ્રી આત્માનંદ જૈન સ્ત્રી સુધારા સભા બનાવી. જીરામાં ૨૧
પરિશિષ્ટ-૨ માર્ચ, ૧૯૫૮માં પંજાબ જૈન યુવક સંમેલન બોલાવ્યું. પંજાબનાં ગામેગામ અને શહેરોમાં મૃગાવતીજીના ક્રાંતિકારી ઉપદેશથી અનેક યુવક-યુવતીઓએ દહેજ ન લેવાની પ્રતિજ્ઞા લીધી. અનેક સ્ત્રીપુરુષોએ લાલી, લિપસ્ટિક, ફેશનપરસ્તી,
જૈનેતરોએ માંસ, ઈંડાં અને શરાબનો ત્યાગ કર્યો. માનવતાવાદી ઉપદેશો : મૃગાવતીશ્રીજીએ મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ, સનાતન
મંદિર, આશ્રમ, અગિયાર, મેદાન, બજાર વગેરે
જાહેર સ્થળોએ સાચા માનવી બનવાનો ઉપદેશ આપ્યો. મંડળોની સ્થાપના, શિબિર, નેત્રયજ્ઞ : પંજાબમાં યુવક મંડળોની સ્થાપના.
દિલ્હી, અંબાલા, મૈસૂર, મેરઠ, સરધના વગેરે સ્થળોએ મહિલા મંડળની સ્થાપના. વીર સંગીત મંડળ, શાહદરા સત્સંગ મંડળ, મુંબઈ, માલેરકોટલા, લુધિયાણા, અંબાલામાં શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. લહરા(જીરા)માં નેત્રયજ્ઞનું આયોજન અને પટ્ટી, અંબાલા, લુધિયાણા વગેરે
શહેરોમાં સ્વાધ્યાય મંડળોની સ્થાપના કરાવી. શ્રી વલ્લભસ્મારકની વિવિધલક્ષી યોજનાને સારી રીતે ચલાવવા ભિન્ન ભિન્ન ટ્રસ્ટોની સ્થાપના કરાવી :
(૧) “શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ ટ્રસ્ટ' (૨) ‘શ્રી વાસુપૂજ્ય જૈન શ્વેતામ્બર ટેમ્પલ ટ્રસ્ટ' (૩) ‘દેવી પદ્માવતી ચેરિટેબલ ટ્રસ્ટ’ (૪) “ શ્રી વલ્લભ-સ્મારક ભોજનાલય ટ્રસ્ટ' (૫) ‘ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડોલૉજી ટ્રસ્ટ' (૯) ‘સાધ્વી સુજ્યેષ્ઠાશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ' (૭) શ્રી વલ્લભસ્મારકની વ્યવસ્થા જાળવી રાખવા લોકોને
પ્રેરણા આપી. પ૦ લાખ રૂપિયાનાં ટ્રસ્ટ બનાવ્યાં, જેની અડધી રકમ સ્મારકને મળતી રહેશે. મુંબઈમાં માતાગુરુ શ્રી શીલવતીશ્રીજી મહારાજના સ્મરણાર્થે * શ્રી આત્મવલ્લભ શીલ સૌરભ ટ્રસ્ટની સ્થાપના કરાવી.
e
Page #127
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
બહેનો અને સાધ્વીઓને પ્રાકૃત અને સંસ્કૃતનું શિક્ષણ ટ્રસ્ટ
દ્વારા આપવાની વ્યવસ્થા છે.
અધિવેશનો
લોકોને પ્રેરણા આપી અનેક શૈક્ષણિક અને ચેરિટેબલ ટ્રસ્ટોની સ્થાપના કરાવી.
તેમને અપાયેલી પદવીઓ : ઈ. સ. ૧૯૭૧માં મુંબઈમાં જિનશાસનરત્ન વિજયસમુદ્રસૂરિજી મહારાજે મૃગાવતીશ્રીજીને ‘જૈનભારતી’ ની પદવી પ્રદાન કરી.
ઈ. સ. ૧૯૭૯માં કાંગડા તીર્થમાં પરમાર ક્ષત્રિયોદ્ધારક ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિન્નસૂરિ મહારાજે મૃગાવતીશ્રીજીને ‘મહત્તરા' અને ‘કાંગડા તીર્થોદ્વારિકાની પદવી પ્રદાન કરી.
: જૈનભારતીજીની નિશ્રામાં અને શ્રી દીપચંદ ગાર્ડીની
અધ્યક્ષતામાં વલ્લભ સ્મારકના શિલાન્યાસના અવસરે અખિલ ભારતીય શ્વેતામ્બર જૈન કૉન્ફરન્સના ૨૪મા અધિવેશનનું ૨૯-૩૦ નવેમ્બર, ૧૯૭૯ના રોજ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.
ત્રીજી આંતરરાષ્ટ્રીય જૈન કૉન્ફરન્સમાં ભાગ લેવાવાળા દેશ-વિદેશના હજારો પ્રતિનિધિઓનો અભિનંદન સમારોહ આચાર્યશ્રી સુશીલમુનિ અને સાધ્વીશ્રી મૃગાવતીજીની નિશ્રામાં અને સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ ડોક્ટર શ્રીમતી મધુરીબેન (અધ્યક્ષા, વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ)ની અધ્યક્ષતામાં વિજયવલ્લભસ્મારકમાં સંપન્ન થયો.
લુધિયાણા, માલેરકોટલા, દિલ્હી વગેરે સ્થળોએ ‘શ્રી આત્માનંદ જૈન મહાસભાનાં ઘણાં અધિવેશનો મૃગાવતીશ્રીજીની નિશ્રામાં થયાં.
શ્રી વલ્લભસ્મારકના પ્રાંગણમાં મૃગાવતીશ્રીજીના આશીર્વાદ, પ્રેરણા અને નિશ્રામાં સંપન્ન થયેલ કાર્યો :
દેવી પદ્માવતીનું મંદિર : ભૂમિખનન : લાલા રામલાલજી પ્રધાન
૨૪૨
પરિશિષ્ટ-૨
શિલાન્યાસ : છોટેલાલજી શાહદરા
T
પ્રતિષ્ઠા ઃ શાંતિલાલજી જૈન, મેસર્સ મોતીલાલ બનારસીદાસ દ્વાર ઉદ્ઘાટન : તિલકચંદજી મુન્હાનીના સુપુત્રો શ્રી શશિકાંત, રવિકાંત અને નરેશચંદના હસ્તે.
શીલ-સૌરભ વિદ્યાવિહાર : છાત્રાવાસનું ઉદ્ઘાટન ઃ દીપચંદ એસ. ગાર્ડી ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી : ઉદ્ઘાટન : પ્રતાપભાઈ ભોગીલાલ
શ્રી વલ્લભ-સ્મારક ભોજનાલય : ઉદ્ઘાટન : તિલકચંદજી મુન્હાનીના સુપુત્રો શ્રી શશિકાંત, રવિકાંત અને નરેશચંદના હસ્તે
જૈન સાહિત્ય પર વિદ્વત્ ગોષ્ઠિ : પૂ. મૃગાવતીશ્રીજીની નિશ્રામાં ૪ અને ૫ ઑગસ્ટ ૧૯૮૫ના શ્રી ભોગીલાલ લહેરચંદ સંસ્થાનના ઉપક્રમે ભારતીય અને જૈન પુરાવિદ્યાના ગણમાન્ય તત્ત્વવેત્તાઓની એક વિદ્વત્ ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુ પ્રતિમાની પ્રતિષ્ઠા : શ્રી વલ્લભસ્મારકમાં ભવ્ય ગુરુ પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો લાભ શ્રી આત્મવલ્લભના અનન્ય ભક્ત શૈલેશભાઈ હિમ્મતભાઈ કોઠારીએ લીધો.
ભગવાન વાસુપૂજ્ય મંદિરમાં સ્થાપિત થયેલ ભવ્ય જૈન પ્રતિમા અને ગુરુમૂર્તિના પ્રવેશ તથા પ્રતિષ્ઠાનો લાભ :
8
ભગવાન વાસુપૂજ્યજી ભગવાન પાર્શ્વનાથજી
ભગવાન આદિનાથજી
ભગવાન મુનિસુવ્રતસ્વામી
ગૌતમસ્વામી વિજયાનંદસૂરિ વિજયવલ્લભસૂરિજી
ગુરુ સમુદ્રસૂરિ
8
લાલા ધર્મચંદ, પદ્મકુમાર, વી. સી, જૈન. શાંતિલાલજી, મોતીલાલ બનારસીદાસ
: રામલાલ ઇન્દ્રલાલજી, (તેલવાલે)
ઃ નરપતરાય ખૈરાયતીલાલ (એન.કે.)
: શાંતિલાલજી, (એમ.એલ.બી.ડી.)
: ગણેશદાસ પ્યારેલાલ, રાજકુમાર રાયસાહેબ
: ચન્દ્રપ્રકાશ કોમલ કુમાર,
: રતનચંદ જૈન ઍન્ડ સન્સ, (આર. સી. આર. ડી.)
૨૪૩
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૨
શ્રી બી ગુલામ મહમદ, શ્રી ગુલઝારીલાલ નંદા, શ્રીમતી તારકેશ્વરી સિંહા, હિમાચલ પ્રદેશના શિક્ષણમંત્રી શ્રી દૌલતસિંહજી ચૌહાણ, હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ શ્રી ટી. યુ. મહેતા, મૈસૂરના મહારાજા, માલેરકોટલાના નવાબ શ્રી ઇફ્તખાર અલીખાં, ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહ, શ્રી રવિશંકર મહારાજ , દુલા ભાયા કાગ, કર્ણાટકમાં ધર્મસ્થળના વીરેન્દ્ર હેગડે, સત્યનારાયણ ગોયન્કા, આચાર્ય રજનીશ, ચિમનલાલ ચકુભાઈ, ડૉ. સાગરમલ જૈન, શ્રી દાદા ધર્માધિકારી, વિનોબા ભાવે બૌદ્ધ ભિક્ષુ આર્યબુદ્ધરક્ષિતર્થર, જેવા વ્યક્તિવિશેષો સાથે મુલાકાત થઈ. : વિ. સં. ૨૦૪૨ની અષાઢ સુદ બારસ ૧૮ જુલાઈ, ૧૯૮૬ સવારે ૮-૧૫ કલાકે શ્રી વલ્લભસ્મારક મુકામે.
દેવલોકગમન
સાધુ મહારાજ ઉપાશ્રય નિર્માણ લાભનો આદેશ : દેવરાજજી સિંગાપુરવાલે, સાધ્વીજી મહારાજ ઉપાશ્રય નિર્માણ લાભનો આદેશ : તિલકચંદ એન્ડ સન્સ, કાર્યાલય-નિર્માણ લાભનો આદેશ : ખેરાયતીલાલજી (એન.કે .), લાલા સુંદરલાલજી , મોતીલાલ બનારસીદાસ, રામલાલજી , રતનચંદજી , જલપાનગૃહ (કેન્ટિન) નિર્માણ લાભનો આદેશ : લાભચંદજી રાજ કુમારજી, અતિથિગૃહ-નિર્માણ લાભનો આદેશ : અરુણાબેન અભયકુમાર ઓસવાલ. ઐતિહાસિક ચાતુર્માસ : ઈ. સ. ૧૯૭૮માં કાંગડા હિમાચલ પ્રદેશમાં ચાતુર્માસ
કરી પપ વર્ષથી બંધ આદિનાથ ભગવાનના મંદિરનાં દ્વાર ખોલાવ્યાં. મૃગાવતીશ્રીજીની પ્રેરણાથી કાંગડા તીર્થ ભોજનશાળાની સ્થાપના થઈ અને ધર્મશાળાનો વિકાસ કરવામાં આવ્યો. મૈસૂરમાં સાધ્વીજીનો પ્રથમ ચાતુર્માસ વલ્લભસ્મારક સ્થળ પર ૧૯૮૪માં ચાતુર્માસ મુંબઈ ખારમાં પંજાબ જૈન ભ્રાતૃસભા અહિંસા હોલમાં પ્રથમ ચાતુર્માસ ભગવાન મહાવીરની ૨૫00મી નિર્વાણ વર્ષ ઉજવણીને
સફળ બનાવવા ૧૯૭૪માં અથાગ પ્રયત્નો કર્યા. પદયાત્રી : ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન-મારવાડ, પંજાબ, મુંબઈ,
કોલકાતા, મહારાષ્ટ્ર, પૂના, કર્ણાટક, મૈસૂર, બેંગલુરુ, મૂડબિદ્રી, જમ્મ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે સ્થળોમાં
લગભગ ૬૦ હજાર માઈલની પદયાત્રા, ભાષાજ્ઞાન : પ્રાકૃત, અર્ધમાગધી, પાલિ, સંસ્કૃત, ગુજરાતી અને હિંદી
ઉપર પ્રભુત્વ, ઉર્દુ, બંગાળી, મારવાડી અને અંગ્રેજી ભાષાઓનું
પણ સારું જ્ઞાન હતું. દેશપ્રેમ : બચપણથી જ દેશપ્રેમની પ્રતિજ્ઞા લઈ, ગાંધી રંગે રંગાઈ,
સ્વતંત્રતા સૈનિકો સાથે આંદોલનમાં સક્રિય ભાગ લઈ શુદ્ધ
ખાદી ધારણ કરી. મુલાકાતો : ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ, કાશ્મીરના મુખ્યમંત્રી
૨૪૪
ત્પન્ન
Page #129
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૩
ચાતુર્માસની યાદી
5
=
9
}
S
}
S
}
S
9
૨૦૨૪
-
મૈસૂર
P
P
=
=
9
9
અમદાવાદ
૨૦૧૮ ૧૯૬૨ અમદાવાદ
૨૦૧૯ ૧૯૬૩ પોરબંદર
૨૦૨૦ સરધાર
૨૦૨૧ મુંબઈ (ભાયખલા) ૨૦૨૨ મુંબઈ (પાયધૂની) ૨૦૨૩ ૧૯૬૭ દહાણુ
૧૯૬૮
૨૦૨૫ ૧૯૬૯ બેંગલુરુ
૨૦૨૬ ૧૯૭૦ મુંબઈ (ખાર)
૨૦૨૭ ૧૯૭૧ અમદાવાદ
૨૦૨૮ ૧૯૭૨ દિલ્હી
૨૦૨૯ ૧૯૭૩ દિલ્હી
૨૦૩૦ ૧૯૭૪ સરધનો
૨૦૩૧ ૧૯૭૫ દિલ્હી
૧૯૭૬ લુધિયાણા
૨૦૩૩ ૧૯૭૭ કાંગડા
૧૯૭૮ દિલ્હી
૧૯૭૯ દિલ્હી
૨૦૩૩ ૧૯૮૦ અંબાલા
૧૯૮૧ ચંડીગઢ
૨૦૩૮ ૧૯૮૨ દિલ્હી
૨૦૩૯ ૧૯૮૩ દિલ્હી (વલ્લભ-સ્મારક) ૨૦૪૦ ૧૯૮૪ દિલ્હી (વલ્લભ-સ્મારક) ૨૦૪૧
૧૯૮૫ (વિ. સં. ૨૦૪૨ને અષાઢ સુદ બારસ, ૧૮ જુલાઈ, ૧૯૮૬ના રોજ વલ્લભ-સ્મારકમાં દેવલોકગમન થયું.)
S
- પૂજ્ય મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીનાં
ચાતુર્માસની યાદી ચળ
વિક્રમસંવત ઈ. સ. વેરાવળ
૧૯૯૫ ૧૯૩૯ જૂનાગઢ
૧૯૯૬ ૧૯૪૦ પાલીતાણા
૧૯૯૭ ૧૯૪૧ પાલીતાણા
૧૯૯૮ ૧૯૪૨ વીરમગામ
૧૯૯૯ ૧૯૪૩ રાધનપુર
૨000 ૧૯૪૪ પાંથાવાડા
૨૦૦૧ ૧૯૪૫ સીપોર,
૨૦૦૨ ૧૯૪૬ હિંમતનગર
૨૦૦૩ ૧૯૪૭ કપડવંજ
૨00૪ ૧૯૪૮ ઘાણેરાવ
૨૦૦૫ ૧૯૪૯ નાગોર
૨૦૦૬ ૧૯૫૦ આગ્રા
૨૦૦૭ ૧૯૫૧ ઝરિયા
૨૦૦૮ ૧૯૫૨ કોંલકાતા
૨૦૦૯ ૧૯૫૩ અંબાલા
૨૦૧૦ ૧૯૫૪ માલેર કોટલા
૨૦૧૧ ૧૯૫૫ અમૃતસર
૨૦૧૨ ૧૯૫૬ લુધિયાણા
૨૦૧૩ ૧૯૫૩ અંબાલા
૧૯૫૮ દિલ્હી (કિનારી બજાર) ૨૦૧૫ ૧૯૫૯ સઢરા
૨૦૧૬ ૧૯૬૦ અમદાવાદ
૨૦૧૭ ૧૯૬૧
૨૦૩૨
S
o
o
; ; ; ; ; ܘ ܟ ܕܼ G G G G G ; ܘ ܟ ܕܼ ܇ ܇ ܇ ܗ̄
-
૨૦૩૫
૨૦૩૭
=
"
છે.
૨૦૧૪
Page #130
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૪
મર્મવાણીનાં મોતી પૂ. શ્રી મહત્તરાશ્રીની મર્મવાણીનાં મોતી
જીવનપ્રકાશ હાથમાંથી કોઈ લઈ જશે, પણ ભાગ્યમાંથી કોઈ લઈ શકતું નથી. બે હાથ, ઇમાન (સચ્ચાઈ) અને ભગવાન જેના દિલમાં છે, તે કદી ભૂખ્યો રહેશે નહીં. જેવું જીવનઘડતર કરવું હોય, તેવું કરી શકાય છે. આપણે કેવા બનવું છે, તે આપણે પોતે નક્કી કરવાનું છે. રથ તો ફરી મળી જ છે, પરંતુ સારથિ માર્ગથી ચલિત થઈ ગયો, તો મુશ્કેલી થઈ જશે. ગુરુમહારાજ આપણને પ્રકાશ આપે છે, પરંતુ ગતિ તો આપણે સ્વયં કરવી પડશે. આપણે હળીમળીને રહીએ, વહેંચીને ખાઈએ. વાણી મનુષ્યની ઊંચાઈનો માપદંડ છે. જો ગૃહસ્થાશ્રમ પ્રેમપૂર્ણ, શાંતિપૂર્ણ અને આનંદભર્યો ન હોય, તો બાકીના ત્રણ આશ્રમોને આપણે સારા કઈ રીતે બનાવી શકીશું ? જે બહારની ધન-સમૃદ્ધિ નથી વહેંચી શકતો, તે ભીતરની સમૃદ્ધિને કઈ રીતે જાણી શકશે ? જીવનમાં આચરણ જોઈએ, આચરણ વિનાના વિચારો કબાટમાં બંધ એવી વસ્તુઓ જેવા છે. પ્રથમ ગુરુના પ્રેમપાત્ર બનો, તો વિશ્વાસપાત્ર બનશો અને એ પછી કૃપાપાત્ર બનશો. સાચો પ્રેમ હશે તો વિશ્વાસ આવશે અને વિશ્વાસ હશે તો કૃપા આપમેળે વરસશે જ.. સહજ મળવું પ્રકૃતિ છે, માગવું વિકૃતિ છે, વહેંચવું સંસ્કૃતિ છે. સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની, ખીંચ લિયા સો રક્ત બરાબર, યહ ગોરખ કી વાણી.
આપણે બધાએ ફાયર બ્રિગેડની જેમ ઉપશમ જળથી ઝઘડાઓનો અંત લાવવો જોઈએ. લોભી વ્યક્તિ કદી પ્રેમ ન કરી શકે, પ્રેમ તો ગમતાનો ગુલાલ કરવાનું, લ્હાણી અને વહેંચણી કરવાનું શીખવે છે. જે સર્વસ્વ આપી દેવા તૈયાર છે તે બધું મેળવી લે છે. જ્યારે બીજ પોતાનું અસ્તિત્વ ઓગાળી દે છે, ત્યારે વૃક્ષ બનીને બગીચાને હર્યોભર્યો કરે છે. મિટા દે અપની હસ્તિકો, અગર તૂ મર્તબા ચાહે, કે દાના પાકમેં મિલકર, ગુલે ગુલઝાર હોતા હૈ. જે દે છે તેને મળે છે, જે લૂંટાવે છે, તેના પર વરસે છે. જગતને સદાય આપવાનું શીખો, ક્યારેય માગવાનું ન શીખો. આપણે ક્વૉલિટી જોઈએ, ક્વૉન્ટિટી હોય કે ન હોય.
ગુણસમૃદ્ધિ જેની બાજુ માંથી ચક્રવર્તી રાજાની સેના પસાર થઈ જાય તો પણ તેની ખબર ન પડે, તેવી એકાગ્રતા ધરાવતો વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આપણા હૃદયમાં અહિંસા હશે, તો સાધનોમાં પણ આવશે, બાકી માત્ર અહિંસાનાં સાધનોથી કંઈ નહીં વળે. સમતા, સરળતા અને સ્વાભાવિકતા એ ભગવાન મહાવીરસ્વામીના ધર્મનો સારે છે. દાન દેનારનું જીવન ફળ-ફૂલથી લચેલા વૃક્ષ જેવું પ્રફુલ્લ હોય છે. અનેક થાકેલા મુસાફરોને તે કેટલી બધી વિશ્રાંતિ આપી શકે છે !
સાધુતાનું શિખર વક્નત્વકળા અથવા વિદ્વત્તા એ સાધુતાનો માપદંડ નથી. આચારવિચારની શુદ્ધિ અને બ્રહ્મચર્ય એ સાધુતાના ગુણ છે. જો એમાં વધારામાં વિદ્વત્તા હોય, તો સોનામાં સુગંધ ભળી સમજો. વ્યાખ્યાન આપવું સાધુનો વ્યવસાય નહીં, કિંતુ સ્વાધ્યાય છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫
ભાવનાનું આકાશ
ભાવનાનું આકાશ
મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીએ ધર્મ, સમાજ અને રાષ્ટ્રને માટે નવજાગરણનો સંદેશ આપ્યો છે. વહેમો અને કુરૂઢિઓની કુંભકર્ણ નિદ્રામાં સૂતેલા સમાજને એમણે એવો તો જગાડ્યો કે એ સમાજ એ કુ-પ્રથાઓને દૂર કરવા માટેનો સંકલ્પ કરવા લાગ્યો. સ્વાધ્યાયથી માંડીને અનેકાંતવાદ સુધીના સાત્ત્વિક ધર્મવિચારોની એમણે સમજ આપી. સમય આવે શ્રીકૃષ્ણ, જગદ્ગુરુ શંકરાચાર્ય, રમણ મહર્ષિ અરવિંદ ઘોષ, સ્વામી રામતીર્થ, શ્રીમદ્ રાજચંદ્ર, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, ગુરુ નાનક વગેરેનાં જીવનમાંથી પણ મળતા બોધને સમજાવીને એમણે વ્યાપક જનસમૂહને સન્માર્ગની કેડી બતાવી.
આવા મહત્તરા સાથ્વશ્રી મૃગાવતીજીનાં પાંચેક લખાણો ઉપલબ્ધ થયાં છે. અને એ લખાણોની વિશેષતા એ છે કે એકમાં ગુરુચરણે વંદના છે, તો બીજામાં સાધ્વીસમાજના ઉત્થાનને માટે નક્કર આયોજન છે, ત્રીજામાં શ્રાવકને એના સાચા કર્તવ્યની ઓળખ આપી છે તો ચોથા લેખમાં એમણે વિદ્યાર્થીઓના પ્રકારો દર્શાવીને સાચી દિશા ચીંધી છે અને પાંચમાં લેખમાં નારીના મહત્ત્વને અનેક દૃષ્ટાંતો દ્વારા દેઢતાપૂર્વક દર્શાવ્યું છે.
આમ, આ પાંચ લેખોના વિષય જોઈએ તો એમ લાગે કે ભલે એ મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીએ પ્રસંગોપાત્ત લખ્યા હશે પરંતુ એમાં ચતુર્વિધ સંઘના વિશાળ આકાશનો અનુભવ થાય છે. ચાલો, એ આકાશને નીરખીએ.
પાવન અને પ્રભાવક વ્યક્તિત્વને ઉજાગર કર્યું છે.
વીતરાગ પ્રભુનો ધર્મ સ્યાદ્વાદમય છે. પ્રભુના ધર્મમાં કોઈ આગ્રહ નથી. સ્યાદ્વાદ જેવો વિશાળ અને અદૂભૂત સિદ્ધાંત અહીં સમજાવવાનો મારો હેતુ નથી, મારે તો અહીં ફક્ત કેટલીક પ્રાસંગિક વાત કરવી છે.
જનસાધારણની ભાષામાં ‘જ' એકાંતવાદ છે, અને ‘પણ’ અનેકાંતવાદ છે. ‘હું જ સાચો છું’, ‘મારી વાત જ બરાબર છે,’ ‘હું જે કહું છું તે જ સાચું છે', મને જ અધિકાર મળવો જોઈએ', ‘મારી વાત જ સ્વીકારવી જોઈએ’ - આ ભાષા એકાંતવાદની છે. અહીં લડાઈ છે, ઝઘડો છે, કલેશ છે, વિગ્રહ છે. કર્મબંધન છે. તમામ માનસિક ને શારીરિક બીમારીઓનું ઘર છે. આત્મવિશ્વાસને રોકનાર છે. જ્યારે ‘પણ'માં ‘કેટલાક અંશે તમારી વાત બરાબર છે, ને કેટલાક અંશે મારી વાત પણ બરાબર છે.’, ‘અમુક અપેક્ષાએ તમે સાચા છો અને અમુક અપેક્ષાએ હું પણ સાચો હોઈ શકું છું.’, ‘તમે કહો છો તે કેટલીક રીતે સાચું પણ છે,’ ‘તેની પણ વાત માનવી જોઈએ’, ‘તેને પણ થોડો અધિકાર છે.' - આ ભાષા અનેકાંતવાદની છે.
અહીં સમાધાન છે, શાંતિ છે, પ્રેમ છે, સદ્ભાવ છે, સત્ય છે, કર્મનિર્જરાનું કારણ અને ઊર્ધ્વગતિનું સોપાન છે. જો આ સિદ્ધાંત આપણા દિલમાં વસી જાય; સંઘ, સમાજ, દેશ અને વિશ્વમાં વ્યાપક બની જાય તો ધરતી નંદનવન બની જાય.
આવો ઉદાર સાર્વભૌમ સિદ્ધાંત ગુરુ વલ્લભના જીવનને સ્પર્શી ગયો હતો. તેઓ હંમેશાં સત્યશોધક રહ્યા, અનેકાંતવાદ તેઓનાં કાર્યોમાં, તેઓનાં લખાણોમાં, તેઓની વાણીમાં - સર્વત્ર ઉપલબ્ધ થાય છે, જ્યારે જ્યારે તેઓને લાગ્યું ત્યારે તેઓએ ‘સર્વસંહિતાય'ને ધ્યાનમાં રાખીને જ ઉપદેશ આપ્યો.
ક્યારેય આગ્રહ રાખ્યો નથી. દરેક ફિરકાઓનું સંગઠન, સાધર્મિક ઉત્કર્ષ, જ્ઞાનના પ્રસાર-પ્રચાર જેવાં સર્વહિતકર શુભ કાર્યોમાં પણ તેઓનો આગ્રહ ન હતો.
મને જ્યારે પણ વિચાર આવે છે ત્યારે એ જ ખ્યાલ આવે છે કે વાસ્તવમાં પ્રભુનો - વીતરાગનો ધર્મ તેઓને સ્પર્યો હતો. મેં જીવનમાં સાધુ-સંતોમાં આવા નિરાગ્રહી સંત ભાગ્યે જ જોયા છે. સ્યાદ્વાદ સિદ્ધાંતને જીવનમાં સ્થાન આપનાર આવા પરમપાવન નિરાગ્રહી, મહાસંતનાં ચરણોમાં મારા સવિનય કોટિ કોટિ વંદન.
લેખ-૧
જેઓને પ્રભુનો-વીતરાગનો ધર્મ સ્પર્યો હતો
ગુરુવલ્લભના જીવનને આદર્શ માનીને અધ્યાત્મના પંથે વિહાર કરનાર મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીએ આ લેખમાં પરમ પાવન નિરાગ્રહી ગુરુ દેવ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના
wo
Page #132
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫
પ્રેરણાની પાવનમૂર્તિ
લેખ-૨ સાધ્વી સંઘ -એક વિનંતી મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીનો આ વિનંતી પત્ર એક ઐતિહાસિક પત્ર છે. જૈન સમાજના શ્વેતાંબર સાધ્વી સમુદાયને અભ્યાસ, જ્ઞાનપ્રાપ્તિ અને શાસ્ત્રાભ્યાસ દ્વારા નવી દિશા ચીંધવાનો ખામાં પ્રયત્ન છે. પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટેની તીવ્ર ભાવના છે. એમના હૃદયની પારાવાર વેદના વિનંતી રૂપે સાકાર થઈ છે. વળી, દીક્ષાર્થી બહેન કે સાધ્વીજીના અભ્યાસને માટેની નક્કર યોજના પણ આ સીમાચિહ્નરૂપ વિનંતીપત્રમાં પ્રગટ થાય છે.
ભગવાન મહાવીરનો સાધ્વીસંઘ ભૂતકાળથી વર્તમાન સુધીમાં અત્યંત વિશાળ રહ્યો છે અને હાલ વિશાળ છે. હજી ય સાધ્વી સંઘમાં નાની નાની ઉંમરની સાધ્વીઓનો ત્યાગ જોઈને જનમાનસે શ્રદ્ધાથી નમી પડે છે. નાની ઉંમરમાં કે યુવાવસ્થામાં અને તે પણ આજના ભૌતિક યુગમાં ‘ત્યાગ' કરવાનો અને સાધુમાર્ગ અપનાવવાનો મુખ્ય ઉદ્દેશ તો આત્મકલ્યાણ છે.
આત્મકલ્યાણની સાધના માટે સમતા, સંયમ, સરળતા, નમ્રતા, વિવેક, અકિંચનતા અને આચાર-વિચાર આદિ ગુણોની જરૂર રહે છે. આ ગુણો જ આત્માર્થી સાધુતાની કસોટી છે. વિદ્વત્તા કે વખ્તત્વ આદિ ગુણો આત્માર્થી સાધુતાની બાબતમાં ગૌણ છે. એ સાચું છે કે આવી આત્માર્થી સાધુતામાં સ્વકલ્યાણના ઇરછુકો દ્વારા સંઘ, સમાજ , દેશ અને રાષ્ટ્રનું કલ્યાણ થાય છે, પરંતુ આ વર્ગ શિક્ષિત હોય તો આ કાર્ય ઘણી આસાનીથી થઈ શકે.
આજના સમયમાં જનસમુદાયમાં વ્યાવહારિક શિક્ષણ વધી રહ્યું છે. શિક્ષણ અને જ્ઞાનવિજ્ઞાનનાં ક્ષેત્રમાં દુનિયા ઘણી પ્રગતિ સાધે છે. બીજી બાજુ આજના વિલાસી વાતાવરણમાં લોકોમાં આધ્યાત્મિક ભૂખ પણ પ્રગટી છે. શિક્ષિત ભાઈબહેનોમાં મોટા પ્રમાણમાં આસ્તિકતા હજુ પણ જોવા મળે છે. ધાર્મિક ભાવના પણ દૃષ્ટિગોચર છે.
“કોઈ ઝુકાવનાર હોય, તો દુનિયા ઝૂકી જાય છે' એ કથન અનુસાર સાધ્વી સમુદાય દ્વારા ધર્મમાર્ગમાં જનસાધારણની રુચિ જગાડવા માટે,
વ્યસનોથી મુક્ત કરવા માટે, આચાર-વિચાર અને ખાનપાનની શુદ્ધિમાં અગ્રેસર થવા માટે, સાદાઈ અને શ્રમની પ્રતિષ્ઠા સમજાવવા માટે, આદર્શ ગૃહસ્થાશ્રમની રચનાની પ્રેરણા આપવા માટે, સમાજને નિર્બળ કરનારી કુપ્રથાઓ અને બાહ્યાડંબરોની હાનિકારકતા સમજાવવાનું કાર્ય સાધ્વી સમાજને સોંપવું જોઈએ. સંઘ-સમાજ અને દેશની ઉન્નતિમાં જણાતા અહિત પ્રત્યે જાગૃતિ લાવવા માટે, ત્યાગને અપનાવીને આધ્યાત્મિક ઉન્નતિ વધારવાની પ્રેરણા આપવા માટે, સાંપ્રદાયિક સંકુચિતતાનો ત્યાગ કરીને વ્યાપક, વિશાળ, ઉદાર ભાવનાઓ જગાડવાનું મહત્ત્વ સમજાવવા માટે પણ સાધ્વી સમાજ કામ કરી શકે. પ્રભુના શાસનની સાચી સેવા કરવા માટે તેઓ સહુને પ્રેમપૂર્વક સમજાવી શકે. આનાથી વ્યક્તિ અને સમાજ બંનેને ઘણો લાભ થશે અર્થાત્ આ કાર્ય માતૃશક્તિ દ્વારા સરળતાપૂર્વક કરી શકાય.
પૂજ્ય પંજાબ કેસરી યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પ્રાયઃ એમ કહેતા કે ‘આજ સુધી ધર્મની રક્ષા બહેનોએ કરી છે અને એ જ કરશે.' અને મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે, ‘જીવનમાં જે કંઈ પવિત્ર અને ધાર્મિક છે, એનું બહેનોએ વિશેષ પાલન કર્યું છે.'
આ બધી બાબતોનો વિચાર કરતાં સાહજિક રીતે ખ્યાલ આવે છે કે ત્યાગમૂર્તિ સમ સતી-સાધ્વીઓ દ્વારા કેટલું મોટું કાર્ય થઈ શકે તેમ છે. સમગ્ર સાધ્વી વર્ગ જો વિદ્યા અને જ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિ સાધે અને એમના ચારિત્રબળમાં જ્ઞાન-વિદ્યાનું બળ પણ ઉમેરાય તો એમનામાં કેવું સુંદર તેજ પ્રગટ થાય. સાધ્વીજી મહારાજનો અભ્યાસ વધશે તો જ્ઞાન વધશે. સાચું જ્ઞાન અને સમજ વધશે, તો સાધ્વી લોકકલ્યાણનાં કાર્યો તથા સંઘ અને સમાજની ઉન્નતિનાં અનેક કાર્યો કરી શકશે. સમાજના અગ્રણીઓ કે સંઘના આગેવાનો આ દિશામાં ગંભીર પ્રયાસ કરે તો તેઓ ઘણું કામ કરી શકે તેમ છે.
પૂ. આચાર્ય ભગવંતોના ચરણમાં નમ્ર વિનંતી છે કે ઉદારતાપૂર્વક આ બાબતમાં પોતાની આજ્ઞા ફરમાવેપૂજ્ય સાધ્વીજી મહારાજ સ્વયં પોતાની શિધ્યા-પ્રશિયા સાધ્વીજીને જ્ઞાનમાર્ગે આગળ ધપાવવાનો અને અભ્યાસી બનાવવાનો નિશ્ચય કરે. તેજસ્વી સાધ્વીજી પણ સ્વ-કલ્યાણ અર્થે પૂજ્ય ગુરૂદેવો અને સાધ્વીજીનાં ચરણોમાં નમ્રભાવથી આ વિશે નિવેદન કરે અને આ રીતે
પર
Page #133
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સાધ્વીજી સંઘ સ્વયં સ્વઉન્નતિના શિખર પર આરૂઢ થવાની હિંમત અને ભાવના રાખે.
આપણા સાધ્વીસંઘમાં સેંકડો તેજસ્વી અને વિદુષી સાધ્વીઓ તૈયાર થઈ શકે તેમ છે, માત્ર જરૂર છે એ દિશામાં સમજપૂર્વક પ્રયાસ કરવાની.
કેટલાંક સાધ્વીજી મહારાજમાં અભ્યાસવૃત્તિ, વિદ્યાપ્રાપ્તિની લગની અને શાસ્ત્રાભ્યાસની તીવ્ર ઇચ્છા દૃષ્ટિગોચર થાય છે, પરંતુ તેમને એ માટે અનુકૂળતા સાંપડતી નથી. આને માટે શ્રીસંઘોએ ખાસ વ્યવસ્થા અને વિશેષ અનુકૂળતા કરી આપવાની આવશ્યકતા છે.
ભારતની રાજધાની દિલ્હીમાં શહેરથી દૂર, પ્રશાંત વાતાવરણમાં ખેતરોની હરિયાળીની વચ્ચે પ્રકૃતિના સાન્નિધ્યમાં પૂ. યુગદ્રષ્ટા, અજ્ઞાનતિમિરતરણી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું મહાપાવન સ્મારક બની ગયું. એમાં શ્રી ભોગીલાલ લહેરચંદના નામથી એક શોધપીઠ ચાલે છે. એમાં ઉચ્ચ અભ્યાસ કરનારાઓ સંશોધન અને સંપાદનનું કાર્ય કરી શક્શે. એ સિવાય નાની-નાની સાધ્વીજી અને દીક્ષાર્થી બહેનોને માટે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય, કોષસાહિત્ય, ન્યાય આદિ ધાર્મિક અભ્યાસની પૂર્ણ વ્યવસ્થા અને અનુકૂળતા કરવામાં આવશે.
દીક્ષાર્થી બહેનોને માટે ઓછામાં ઓછાં ત્રણ વર્ષ અને વિશેષ ઉચ્ચ અભ્યાસને માટે પાંચ વર્ષનો અભ્યાસક્રમ ઘડવો જોઈએ. આગમોના અભ્યાસમાં શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી નંદીસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી સૂયગડાંગ સૂત્ર વગેરેનો અભ્યાસ કરાવવાની સાથોસાથ દર્શન, યોગ, કાવ્યસાહિત્ય, પ્રાકૃત આદિ વિષયોના નિષ્ણાત પંડિતોને એકઠા કરીને અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે તો નિર્ધારિત સુંદર પરિણામ પ્રાપ્ત થશે. સાધ્વીજી મહારાજના અભ્યાસની પ્રગતિની દેખરેખ માટે વિદ્વાન શ્રાવકોની એક સમિતિ હોય અને સુજ્ઞ શ્રાવકોની એક અન્ય સમિતિ પણ બનાવવામાં આવે, જે આ અંગે જરૂરી વ્યવસ્થા કરે કે સાધ્વી મહારાજ એમની સંયમયાત્રાની સાથોસાથ સ્વસ્થતાપૂર્વક જ્ઞાનાભ્યાસ કરી શકે.
આપણા સમાજમાં પૈસાની કમી નથી. ઉત્સવો અને અન્ય કાર્યોમાં
૫૪
પરિશિષ્ટ-પ
ઉદારતાપૂર્વક ખર્ચ કરવામાં આવે છે. ધર્મકાર્યો પણ યોગ્ય સમય અને યોગ્ય ક્ષેત્ર અનુસાર ચાલી રહ્યાં છે, પરંતુ એ બધામાં આ કાર્ય તો અતિ મહત્ત્વનું છે. આ દિશામાં સ્થાનકવાસી શ્રીસંઘે મુંબઈ-ઘાટકોપરમાં શ્રમણી વિદ્યાપીઠની સ્થાપના કરીને અત્યંત સુંદર કાર્ય કર્યું, જે પ્રશંસનીય અને અભિનંદનીય છે.
આજકાલ ગૃહસ્થ પોતાનાં બાળકોને અભ્યાસાર્થે બોર્ડિંગ, પાઠશાળા, કૉલેજો તેમજ છેક વિદેશ સુધી મોકલે છે. પૂજ્ય સાધ્વીજી મહારાજ પણ પોતાની શિષ્યાઓને વિદુષી બનાવવા માટે ૨૦-૨૫ અથવા ૫૦-૧૦૦ માઈલ દૂર કેમ ન મોકલે ? જેનાથી એમનું જીવન મહાન થાય, સંઘનું હિત સધાય અને દેશમાં ધર્મપ્રચારના ઉપકારનો લાભ મળે.
અભ્યાસાર્થી સાધ્વી સંઘના ગુરુ-સાધ્વીજી મહારાજોને આ મારી વિનમ્ર વિનંતી છે.
(વિજયાનંદ, જાન્યુઆરી, ૧૯૮૮, પૃ. ૪૩)
લેખ-૩ શ્રાવકનું કર્તવ્ય
જૈનભારતી, મહત્તરા શ્રી મૃગાવતીજી દ્વારા ૧૯૭૭ની ૧૧મી જુલાઈએ મોહનદેઈ (હાલ લુધિયાણા)માં આપવામાં આવેલા પ્રવચનનો સાર વિજયાનંદના ૧૯૮૪ એપ્રિલના અંકમાં પ્રકાશિત થયો હતો. આમાં શ્રાવકની ગુણસમૃદ્ધિની સરળ છતાં માર્મિક ચર્ચા કરી છે.
ધર્માનુરાગી ભાઈઓ અને બહેનો,
આજના વ્યાખ્યાનમાં શ્રાવકના ગુણોનું વર્ણન કરવામાં આવશે. સૌ પ્રથમ તો એ જાણીએ કે સાચો શ્રાવક કોને કહેવાય ? સાચા શ્રાવકની પરિભાષા શી છે અને એનું કર્તવ્ય શું છે ?
સાચો શ્રાવક સદૈવ ધર્મમાં તત્પર રહે છે. મન, વચન અને કાયાથી એ સહુનું ભલું ઇચ્છનારો હોય; એની વાણી એવી મીઠી હોય કે જેના શ્રવણથી પ્રત્યેક વ્યક્તિના હૃદયને ટાઢક મળે અને જે વાણી સહુનું હિત, મિત અને પ્રિય કરનારી
૫
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
હોય; એ શ્રાવક ૧૮ પાપસ્થાનકોથી ડરનારો હોય; દાન, શીલ, તપ અને શુભ ભાવનામાં પૂર્ણ આસ્થા રાખનારો હોય તથા એની જીવનચર્યા વિવેકપૂર્ણ હોય એ વ્યક્તિ શ્રાવક કહેવાનો અધિકારી છે.
દાની : શ્રાવકે દાન આપવામાં ઉત્સાહ રાખવો જોઈએ. એવું દાન કરવું જોઈએ કે જેનાથી એના શરીરનું રોમેરોમ પ્રસન્ન થઈ જાય. સાચા દિલથી કરેલું દાન સાત્ત્વિક હોય છે. સાત્ત્વિક દાનથી આનંદપ્રાપ્તિ થાય છે. દાન કરનારી વ્યક્તિનું જીવન એક હર્યાભર્યા વૃક્ષ જેવું હોય છે. વૃક્ષ પોતાનાં ફળોને પોતે આરોગતું નથી, એ જ રીતે દાની વ્યક્તિ પણ પોતાની સંપત્તિનો ઉપયોગ પરોપકાર માટે કરવો લાભદાયક માને છે. ધનનો મોહ ત્યજી શકે, એ જ દાન કરી શકે. જે બહારનું ધન આપી શકતો નથી, તે આંતરજીવનની સંપત્તિ કઈ રીતે આપી શકશે ?
પ્રત્યેક ગૃહસ્થે પોતાની શક્તિ અનુસાર દાન આપવું જોઈએ. ગાયભેંસ આદિનું દૂધ દોહવાનું બંધ કરો, તો એ દૂધ આપવાનું બંધ કરશે. કૂવામાંથી જળ સીંચવાનું બંધ કરો, તો એ દૂષિત થઈ જશે. એ રીતે જે વ્યક્તિ દાન આપતો નથી, તે પોતાને ઘણી મોટી હાનિ કરે છે. પોતાના ધનને ઉત્તમ કાર્યોમાં પ્રયોજનાર ૫૨ લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે છે. દાન આપ્યા પછી ક્યારેય પસ્તાવું જોઈએ નહીં. લોભી મનુષ્ય દાન આપી શકતો નથી. જંગલમાં જેમ માનવી એકલવાયાપણું અનુભવે છે, એવી જ સ્થિતિ સંસારમાં લોભીની થાય છે.
લોકપ્રિય : શ્રાવકે લોકપ્રિય બનવું જોઈએ. કોઈ એમ સવાલ ઉઠાવે કે લોકપ્રિયતાનો વળી ધર્મ સાથે શું સંબંધ ? પરંતુ એમણે ભૂલવું જોઈએ નહીં કે જે વ્યક્તિ સ્વભાવે નમ્ર હોય છે, એ જ સર્વને પ્રિય હોય છે. એને જ બધા ચાહતા હોય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખ્યું છે, ‘અશાંત વ્યક્તિ ધર્મને સ્પર્શી પણ શકતો નથી.
‘ભાવડે’ શબ્દનો અર્થ : શ્રાવકનો અર્થ આપણે વ્યાપક રીતે કરવો જોઈએ. પંજાબમાં શ્રાવકને ‘ભાવડા’ કહેવામાં આવે છે. ભાવડા એટલે એવા શ્રાવક કે જેના ભાવ ઊંચા હોય, વિશાળ હોય, જે પ્રભુપંથનો પ્રવાસી હોય, જે માનવતાના ગુણોનો ભંડાર હોય અને જે સત્યનો પ્રેમી હોય. આ જ સાચો ભાવડા છે અને એ જ સાચો શ્રાવક છે.
૫
પરિશિષ્ટ-પ
માતાપિતાનો ભક્ત : શ્રાવકે મિલનસાર, સહનશીલ અને માતાપિતાના ભક્ત થવું જોઈએ. માતાએ આપણા પર ઘણા ઉપકાર કર્યા છે, પરંતુ લોકો પોતાનાં માતાપિતાના આશીર્વાદ લેતા નથી. તેઓ વાસક્ષેપ લેવા માટે મુનિ મહારાજ પાસે આવે છે, પણ એમનું કાર્ય સિદ્ધ થયા પછી એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવતા નથી. જમાનો બદલાયો નથી, મન બદલાયું છે. આબૂના આચાર્ય શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજની સેવામાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. એમણે કહ્યું હતું, ‘મારે માટે કોઈ આવતા નથી.’
શુદ્ધતા : શ્રાવક-શ્રાવિકાઓએ પોતાનાં ધાર્મિક ઉપકરણોની યોગ્ય સારસંભાળ લેવી જોઈએ. બહેનો લોખંડના કબાટમાં મખમલી ડબ્બામાં ખૂબ સંભાળથી પોતાનાં આભૂષણો રાખે છે, કેટલીક બહેનો તો એમ પણ કહે છે, ‘મહારાજ, આ સાડી મેં વર્ષો પહેલાં ખરીદી હતી, પરંતુ મેં એને એટલી બધી સાચવીને રાખી છે કે જાણે આજે જ ખરીદી હોય તેવું લાગે.’ આ વાત યોગ્ય છે, પરંતુ જો એમની અનાનુપૂર્વી, પંચ પ્રતિક્રમણ કે નવસ્મરણનાં પુસ્તકો જોવામાં આવે, તો એમ લાગે કે કોઈ ભંગારની દુકાનનો માલ છે. આપણે આપણાં કીમતી વસ્ત્રો કરતાં પણ ધાર્મિક ઉપકરણોની સવિશેષ સંભાળ લેવી જોઈએ અને પ્રભાવના આદિમાં આ ઉપકરણો વહેંચવાં જોઈએ. પ્રભાવનાનો અર્થ છે, ‘પરની ભાવના વધે’ અર્થાત્ બીજાની ભાવના પણ ઊર્ધ્વ બને એને પ્રભાવના કહેવાય.
બહેનો પૂજામાં રોજ નવી નવી સાડીઓ પહેરીને જાય છે અને એ જ સાડીઓ પહેરીને બજારમાં જાય છે. વિવાહ, લગ્ન અને અન્ય સાંસારિક કાર્યમાં પણ એ સાડીઓ જોવા મળે છે. પૂજાની સાડી તદ્દન શુદ્ધ અને અલગ હોવી જોઈએ. સાડીમાં કાળો રંગ હોવો જોઈએ નહીં. વ્યાખ્યાન આપતી વખતે મને જે વાત યાદ આવે છે, તે કહું છું. ભલે એ કદાચ પ્રસંગોચિત ન પણ હોય. અન્ય ધાર્મિક ઉપકરણો જેટલી જ શુદ્ધિ સાડીની બાબતમાં હોવી આવશ્યક છે.
મૌન સાધના : શ્રાવક-શ્રાવિકાઓએ પ્રતિદિન થોડા સમય માટે મૌન રાખવું જોઈએ. ઉપવાસ કરતી વખતે તો મૌન વિશેષ આવશ્યક છે. એનાથી ઘણી શક્તિ સાંપડે છે. ડૉક્ટરોનું કહેવું છે કે એક શબ્દ બોલવાથી પાશેર દૂધની શક્તિ હણાઈ જાય છે. ભગવાન કૃષ્ણએ મૌનનું મહિમાગાન કર્યું છે. મહાત્મા ગાંધીજી પ્રત્યેક સોમવારે મૌનવ્રત રાખતા હતા. મહાત્મા અરવિંદ ઘોષ ચાલીસ
૨૫૭
Page #135
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫
પ્રેરણાની પાવનમૂર્તિ વર્ષ સુધી એક ખંડમાં મૌન ધારણ કરીને બેઠા હતા. કાનપુરમાં વસતી એક ગુજરાતી સન્નારીનો ઘણો મોટો પરિવાર છે. એ જપ-તપ અને ગૃહકાર્ય કર્યા પછી રોજ ચાર કલાક અવશ્ય મૌન રાખે છે અને એ હંમેશાં કહે છે, “મહારાજ ! મૌનથી મારી આધ્યાત્મિક શક્તિ વધે છે.'
સ્વાધ્યાય પ્રેમ : શ્રાવકે પ્રતિદિન સ્વાધ્યાય કરવો જોઈએ. બાર પ્રકારની તપશ્ચર્યામાં સ્વાધ્યાયને પણ તપ માનવામાં આવે છે. સ્વાધ્યાયથી સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પાપકર્મોની નિર્જરા થાય છે, પરંતુ વ્યાપારી કોમમાં સ્વાધ્યાય પ્રત્યે ક્યાંથી પ્રેમ જાગે ? તમે સહુ સ્વાધ્યાયનું મહત્ત્વ સારી રીતે જાણો છો. પંજાબમાં સાધુ-સાધ્વીનો યોગ ઓછો સાંપડે છે અને તેઓ પધારે, તો પણ ત્રણ-ચાર વર્ષ બાદ ચાલ્યા જાય છે, આથી જ શ્રાવકો માટે સ્વાધ્યાય કરવો અતિ આવશ્યક છે, ધર્મ અને સમાજની રક્ષા માટે ગુરુ આત્મવલ્લભના ક્ષેત્રમાં તો સ્વાધ્યાય કરવાની અધિક જરૂરિયાત છે.
વાણી અને વર્તન : સાધકનાં વાણી અને વર્તન એકસમાન હોવાં જોઈએ. લોકો પોતાનાં બાળકોને કહે છે, “સાચું બોલો, જૂઠું બોલવું નહીં', પરંતુ તેઓ સ્વયં જૂઠું બોલતા હોય છે.
એક વાર એક માતા બાળકને લઈને મહાત્મા પાસે ગઈ અને કહેવા લાગી, ‘મારો છોકરો ગોળ બહુ ખાય છે અને એને કારણે બીમાર પડી જાય છે. વૈદ્યોએ એને ગોળ ખાવાની મનાઈ કરી છે, પણ એની ટેવ એ છોડતો નથી. હું આપની પાસે એ માટે આવી છું કે તમે એને ગોળ ખાવાની મનાઈ કરો, જેથી આ બીમારીથી એ છુટકારો મેળવી શકે.”
મહાત્માજીએ અત્યંત વૈર્યપૂર્વક એ સ્ત્રીની વાત સાંભળી અને કહ્યું કે, ‘પંદર દિવસ પછી આવજે'.
પંદર દિવસ બાદ એ સ્ત્રી ફરી પોતાના બાળકને લઈને મહાત્માની પાસે આવી. મહાત્માજીએ બાળકને ગોળ ખાવાનું છોડી દેવા કહ્યું અને બાળકે ગોળ નહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી.
આ જોઈને પેલી સ્ત્રી વિચારમાં પડી. એણે કહ્યું, ‘જો આપ એને પ્રતિજ્ઞા
જ આપવા માગતા હતા, તો એ દિવસે કેમ ન આપી ? આ કાર્ય તો આપ એ દિવસે પણ કરી શક્યા હોત.'
મહાત્માજીએ કહ્યું, ‘બેન ! પંદર દિવસ પહેલાં હું સ્વયં ગોળ ખાતો હતો, તેથી તે બાળકને કઈ રીતે અટકાવી શકું ? હવે મેં ગોળ ખાવાનું છોડી દીધું છે એટલે જ આ બાળક પર મારો પ્રભાવ પડ્યો છે.”
કહેવાનો અર્થ એ છે કે શ્રાવકે એની કથની અને કરણી એકસમાન રાખવી જોઈએ કે જેથી એની વાતનો બીજા લોકો પર પ્રભાવ પડે.
કુટુંબનું પાલન : શ્રાવકે પોતાના કુંટુબના પાલણપોષણ માટે ન્યાયનીતિથી કમાણી કરવી જોઈએ. એણે ધનના મોહમાં એટલા બધા ડૂબી જવું જોઈએ નહીં કે જેથી ધર્મ-અધર્મ, પાપ-પુણ્ય, આદિનો કોઈ વિચાર જ કરે નહીં. અન્યાય અને અનીતિથી મેળવેલું ધન પોતાને જ માટે નહીં, બલ્ક પરિવારજનોને માટે પણ હાનિકારક બને છે. જેમણે ખોટા રસ્તે કમાણી કરી છે, એમનાં સંતાનો કુમાર્ગે ચાલે છે. જેમની કમાણી શુદ્ધ હોય, એમનાં સંતાનો ધાર્મિક અને સંસ્કારયુક્ત હોય છે.
આ બધી બાબતોનું આચરણ કરનારી વ્યક્તિ શ્રાવકધર્મનું પાલન કરીને સ્વજીવનનું કલ્યાણ કરી શકે છે.
વિદ્યાર્થી અને શિક્ષકની યોગ્યતા
અને અયોગ્યતાની ભૂમિકા શ્રી મહાવીર જૈન વિદ્યાલય, સુવર્ણમહોત્સવ ગ્રંથનો બીજો ખંડ ‘લોકોપયોગી સાહિત્ય' એ નામે શ્રી જયભિખુના સંપાદન હેઠળ ૧૯૬૮માં પ્રગટ થયો હતો. આ ગ્રંથમાં પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજે વિદ્યાર્થીઓના જુદા જુદા પ્રકારો દર્શાવીને ગુરુશિષ્યના સંબંધ અંગે હૃદયસ્પર્શી રજૂઆત કરી છે.
જ ર૫૮
Page #136
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫
પ્રેરણાની પાવનમૂર્તિ જગત આખામાં જ્યાં સુધી વિદ્યાની પ્રાપ્તિ કરનારા વિદ્યાર્થીઓ કે શિષ્યો છે, ત્યાં સુધી તેમને વિદ્યાની પ્રાપ્તિમાં નિમિત્ત બનનારા આચાર્યો, ઉપાધ્યાયો, અધ્યાપકો કે પ્રોફેસરો હોવાના, અને જ્યાં સુધી કોઈ પણ પ્રકારની વિઘા હયાત છે તથા તેને મેળવવાની પ્રવૃત્તિ ચાલે છે, ત્યાં સુધી વિદ્યાર્થીઓ પણ રહેવાના જ. આ રીતે વિચાર કરતાં વિદ્યા, વિદ્યાર્થીઓ અને તેમને શીખવનારા - એ ત્રણેનો સંબંધ અનિવાર્યપણે રહેવાનો.
વિદ્યા, જે બીજાના (શિક્ષના) કોઠામાં છે, તેને પોતાના (વિદ્યાર્થીના) કોઠામાં લાવવી એ કાંઈ સહેલું કામ નથી. પ્રથમ તો વિદ્યાની પ્રાપ્તિ માટે વિદ્યાર્થી યોગ્ય ભૂમિકા ધરાવે છે કે કેમ ? એ હકીકત ખાસ જોવી પડે છે. એ જોવા માટે ઉમર, ઉત્તરોત્તર વર્ગોમાં ચડતી થવી, એ જોવા કરતાં વિદ્યાર્થીની મનોભૂમિકા વિદ્યા મેળવવાને યોગ્ય છે કે કેમ ? એ વિશેષપણે તપાસવું જોઈએ. વળી, જે રીતે વિદ્યાર્થીની મનોભૂમિકા તપાસવી પડે છે એ જ રીતે વિદ્યા શીખવનાર અધ્યાપક કે પ્રોફેસર યા શિક્ષકની મનોભૂમિકા પણ વિદ્યા આપવાને લાયક છે કે નહીં ? એ પણ તપાસવું એટલું જ જરૂરી છે.
આ અંગે પ્રાચીન અનુભવી આચાર્યોએ ઘણા ઘણા વિદ્યાર્થીઓના સંસર્ગમાં આવી તેમની ચિરસ્થિતિનો અભ્યાસ કરી, અમુક જાતનું તારણ કાઢીને જણાવેલ કે વિદ્યાર્થીની અમુક જાતની મનોભૂમિકા હોય તો તે વિદ્યા લેવાનો અધિકારી છે. અને વિદ્યાને શીખવનાર પણ અમુક એક વિશેષ પ્રકારની મનોભૂમિકા ધરાવતો હોય તો તે વિદ્યાને શીખવવાનો અધિકારી છે. જૈન આગમ “શ્રી નંદિસુત્ર'માં અને ‘આવશ્યકસૂત્રમાં આ અંગે ખાસ ચર્ચા આવે છે. આમ તો ‘નંદિસૂત્રનો મુખ્ય વિષય જ્ઞાનની ચર્ચા છે તથા ‘આવશ્યકસૂત્ર'નો મુખ્ય વિષય આવશ્યકની ચર્ચા છે, તેમ છતાં શાસ્ત્રકારે શાસ્ત્રનો પ્રારંભ કરતાં જ વિદ્યાર્થીની અને આચાર્યની કેવી મનોભૂમિકા હોવી જોઈએ એ અંગે કેટલાંક લૌકિક ઉદાહરણો તથા કથાઓ આપીને ઘણી સ્પષ્ટ અને સૌને સમજાય તે રીતે જે હકીકત જણાવેલ છે તે અંગે અહીં સંક્ષેપમાં લખવાની વૃત્તિ છે.
વિદ્યા એટલે કેવળ ગોખણપટ્ટી નથી, તેમ કેવળ શુષ્ક વિચારસરણી કે પાઠનું સ્મરણ માત્ર પણ નથી; માનવના જીવનઘડતરમાં વિદ્યાનો અસાધારણ
ફાળો છે એટલે જ શાસ્ત્રકારે વિદ્યાર્થી અને આચાર્યની મનોભૂમિકા વિશે ચર્ચા કરેલ છે.
શરૂઆતમાં યોગ્ય ને અયોગ્ય વિદ્યાર્થીની મનોભૂમિકા વિશે ચર્ચા આવે છેઃ
નરમ કાળી માટી હોય અને તેની ઉપર સાધારણ વરસાદ પડે તોપણ એની અસર કાળી માટીમાં ઊંડે સુધી પહોંચે છે, તે જ રીતે વિદ્યાર્થી નરમ હોય તો જ તેના ઉપર વિદ્યાની અસર ઉત્તમ રીતે થાય છે. નરમ એટલે નમ્ર, સરળ અને આચાર્ય-પ્રોફેસરની વિદ્યાપ્રાપ્તિ સાથે સંબંધ ધરાવતી આજ્ઞાને વશવર્તી હોય, સ્વચ્છંદી નહીં. એટલે વિદ્યાર્થીની મનોભૂમિકા સૌથી પ્રથમ નમ્રતાયુક્ત હોવી જોઈએ. યોગ્ય વિદ્યાર્થીનું પ્રથમ લક્ષણ નમ્રતા છે.
એથી ઊલટી ભૂમિકાવાળો વિદ્યાર્થી વિદ્યાપ્રાપ્તિ માટે અયોગ્ય લેખાય છે. જેમ કાળમીંઢ પથ્થર ઉપર ગમે તેટલો વરસાદ પડે તોપણ તે ઉપરથી ભલે પલળેલો દેખાય પણ અંદરથી ભીંજાતો નથી, એ જ રીતે જે વિદ્યાર્થી અત્યંત દુરાગ્રહી, અક્કડ-અભિમાની હોય તે બહારથી ભલે હોશિયાર દેખાતો હોય યા વાચાળ હોય, છતાં તેના ચિત્ત પર વિદ્યાની કોઈ અસર થતી નથી. આ જાતનો વિદ્યાર્થી વિદ્યાની પ્રાપ્તિ માટે યોગ્ય ન ગણાય.
ઘડો કાણો હોય, કાંઠા ભાંગેલો હોય, તો તેમાં પાણી બરાબર ટકતું નથી, થોડુંઘણું ટકે પણ સરવાળે તો એ પણ નીકળી જાય છે, તેમ જે વિદ્યાર્થી ચંચળતાને લીધે કાણા કે કાંઠાભાંગલા ઘડા જેવો હોય તેના ચિત્તમાં વિદ્યા સ્થિરપણે જામી શકતી નથી, અને જે થોડીઘણી વિદ્યા મેળવેલી હોય તે પણ સરવાળે - એટલે કે પાસ થવાનું કામ પતે એટલે ચાલી જાય છે. આ જાતનો વિદ્યાર્થી વિદ્યા માટે અયોગ્ય છે.
જે ઘડો તદ્દન સારો-તાજો હોય તેમાં પાણી ભરો તો ટીપુંય બહાર જશે નહીં. તેમ જે વિદ્યાર્થી સ્થિરતાવાળો અને એકલક્ષી હોય તેના ચિત્તમાં પડેલી વિદ્યા જીવનપર્યત સ્થિર રહે છે અને જરા પણ નકામી બનતી નથી. આવો વિદ્યાર્થી વિદ્યાપ્રાપ્તિ માટે યોગ્ય ગણાય..
કેટલાક વિદ્યાર્થી ચારણી જેવા હોય છે. જેમ ચારણીમાં ટીપું પણ પાણી ટકી શકે નહીં, તેમ ચારણી જેવા ચંચળ મનનો વિદ્યાર્થી ગુરુ પાસે ભલે કાન દઈને
Page #137
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પાઠ સાંભળે, પણ તે પાઠ તેના મનમાં જરા પણ ટકવાનો નથી, પણ વર્ગની બહાર આવતાં જ તે કહેશે કે વર્ગમાં હું શું ભણ્યો એની મને ખબર જ નથી. આવો વિદ્યાર્થી વિદ્યા માટે અનધિકારી છે.
નેતરનું ઘટ્ટ રીતે ગૂંથેલું પાત્ર હોય, તેમાંથી જેમ ટીપું પણ પાણી ટપકતું નથી તેમ જે વિદ્યાર્થીની મનોભૂમિકા વિઘા મેળવવા ઉત્સાહ સાથે એકાગ્રતાયુક્ત બની હોય તેમાંથી આચાર્યું કે શિક્ષકે શીખવેલ એક પણ હકીકત બહાર ચાલી જતી નથી. આવો છાત્ર વિદ્યાપ્રાપ્તિનો અધિકારી કહેવાય.
કેટલાક વિદ્યાર્થીઓ ઘી કે ચા ગળવાની ગળણી જેવા હોય છે. ગળણીમાં જેમ ઘીનો મેલ-કીટું કે ચાના કૂચા જ ભરાઈ રહે પણ તન્વરૂપ ધી કે સુગંધી મીઠી ચા બહાર ચાલી જાય, તેમ આચાર્યું કે શિક્ષકે કહેલી વાતો કે હકીક્તોમાંથી જે વિદ્યાર્થીની મનોભૂમિકા કેવળ કૂચા જેવો ભાગ સંઘરી રાખે તેવી હોય અને ભણતરની ઉમદા વાતોને બહાર ચાલી જવા દે તેવી હોય તે વિદ્યાર્થી વિદ્યાનો અનધિકારી છે.
આથી ઊલટું, જેમ હંસપક્ષી દૂધ અને પાણી મળી ગયો હોય છતાં એમાંથી માત્ર દૂધ દૂધ જ પી જાય છે અને પાણી પડતું મેલે છે, તેમ જે વિદ્યાર્થી શિક્ષકે કહેલી વાતોમાંથી સારસારરૂપ હકીકતો તારવીને મનમાં સંઘરી રાખે અને પાણી જેવા ભાગને પડતો મેલે, તે વિદ્યાર્થી વિદ્યાનો અધિકારી ગણાય.
પાડો તળાવમાં પાણી પીવા પડે છે તો તે બધું જ પાણી ડહોળી નાખે છે, એથી પોતે ચોખ્ખું પાણી પી શકતો નથી તેમ બીજાં જાનવરો પણ ચોખ્ખું પાણી મેળવી શકતાં નથી. તેમ જે છાત્ર જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે પોતાનું ડહાપણ બતાવવા શિક્ષકને આડીઅવળી નકામી વાતો પૂછી કે નકામી ચર્ચા ઊભી કરી વર્ગને અને કહેવાતા પાઠને ડહોળી નાખે તેથી તે પોતે તો વિઘાને પામી ન શકે પણ વર્ગમાં બેઠેલા બીજા જિજ્ઞાસુઓ પણ શિક્ષક દ્વારા સમજાવાતા પાઠને પામી શકતા નથી. આવો વિદ્યાર્થી વિદ્યાને માટે પાત્ર ન કહેવાય.
એથી ઊલટું, જેમ ઘેટું પોતાના બંને ગોઠણ નીચે રાખી તળાવના પાણીને ડોળ્યા વગર જ પાણી પીવે છે અને બીજાં પશુઓ પણ ચોખ્ખું પાણી પી શકે છે, તેમ જે વિદ્યાર્થી ચૂપચાપ એકાગ્રમન થઈને ગુરુ દ્વારા અપાતી હકીકતોને સાંભળે,
પરિશિષ્ટગ્રહણ કરે, તેમાં જરા પણ ડોળાણ ન કરે, તેથી તે પોતે જરૂર વિઘાને પામે અને સહાધ્યાયીઓ પણ વિદ્યાને મેળવી શકે, આવો વિદ્યાર્થી વિદ્યાને માટે સુપાત્ર લેખાય.
મચ્છર માણસને કરડીને તેનું લોહી પી પોતાને પોષે છે, આમ તે પોતાનું પોષણ કરતાં માણસને ડંખ માર્યા વિના રહેતો નથી. તેમ જે વિદ્યાર્થી ગુરુ પાસેથી વિધા મેળવતાં ગુરુને ડંખ મારે અર્થાત્ આ તો માત્ર ગોખણિયો છે વગેરે કહી ગુરુની નિંદા કરે અથવા અધ્યાપકની સામું તિરસ્કારભાવથી બોલે તે છાત્ર વિધાને માટે કુપાત્ર છે.
તેથી ઊલટું, જેમ જ ળો માણસને જરા પણ દુઃખની ખબર ન પડે તેમ તેનું લોહી પી પોતાનું પોષણ કરે છે, તેમ જે વિદ્યાર્થી પોતાની ભક્તિ, નમ્રતા અને વિદ્યા માટેના ખંત વગેરે ગુણોથી અધ્યાપકને એવો વળગે કે એને ભણાવતાં ભણાવતાં જરાય થાક ન જણાય અને ઊલટું તે વિદ્યાર્થી તરફ ખેંચાતો જ રહે આ જાતનો વિદ્યાર્થી વિદ્યાનો ખાસ અધિકારી ગણાય.
શાસ્ત્રકારે આમ લૌકિક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીની યોગ્યતા અને અયોગ્યતાનું ઘણું સ્પષ્ટ દર્શન કરાવેલ છે. તે જ રીતે અધ્યાપક, શિક્ષક કે ગુરુની યોગ્યતા અને અયોગ્યતા દર્શાવવા માટે પણ કેટલીક ઉત્તમ હકીકત આ પ્રમાણે બતાવેલ છે.
એક લોભી બ્રાહ્મણને કોઈ એક દાતાઓ સસ્તામાં સ્વર્ગ મેળવવા સારુ માંદલી-બેઠેલી જ ગાયનું દાન કર્યું. પેલા લોભી બ્રાહ્મણે દાતાને એ પણ ન પૂછવું કે આ ગાય ઊભી તો કરો યા તે કેટલું દૂધ આપે છે ? વગેરે.. પછી જ્યારે ઘેર લઈ જવા સારુ બ્રાહ્મણ ગાયને પૂંછડે ઝાલીને બેઠી કરવા ગયો, ત્યારે એને ખબર પડી કે ગાય તો માંદલી છે અને વસુ કી ગયેલી છે તેથી દૂધ તો આપતી જ નથી. હવે બ્રાહ્મણને એમ થયું કે આ બલાને કોઈને તદ્દન સસ્તામાં વેચી મારું. કોઈ બીજો એવો જ એક લોભિયો ઘરાક મળ્યો. તેણે શરૂઆમાં તો પૂછવું કે ભાઈ, આ ગાયને બેઠી તો કરો, પણ બ્રાહ્મણે કહ્યું કે જેમ મેં ખરીદેલી છે તેમ જ તમારે ખરીદવી પડશે. બીજી પૂછપરછની વાત નથી. પેલા લોભિયાએ બ્રાહ્મણ પર વિશ્વાસ રાખીને બેઠેલી ગાય તદન પાણીની કિંમતે ખરીદી. પછી ગાયને બેઠી કરવા તેનું
કર
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૫
પૂંછડું આમળવા લાગ્યો પણ ગાય બેઠી જ ન થઈ, ત્યારે તેને ખબર પડી કે ગાય માંદી છે અને પોતે સસ્તામાં લેવા જતાં છેતરાયો છે. એટલે એણે વિચાર્યું કે હું પણ કોઈ બીજાને આને વળગાડી દઉં. એમ બીજો ઘરાક આવ્યો, પણ તેણે તો ગાય વિશે અનેક સવાલો કર્યા ત્યારે પેલાએ કહ્યું કે મેં જેમ લીધેલ છે તેમ તારે લેવી હોય તો બે રૂપિયા ભલે ઓછા આપજે. એ સાંભળીને નવો ઘરાક બોલ્યો કે તું તો બુદ્ધ છે, મારે રૂપિયા એવા હરામના નથી જેથી તારી પેઠે છેતરાઉં..
આ રીતે જે અધ્યાપક-શિક્ષક શાસ્ત્ર કે સાહિત્ય શીખવતી વખતે વિદ્યાર્થીને એમ કહે કે ભાઈ, જેવું હું શીખ્યો છું તેવું મેં તમને શીખવ્યું, વિદ્યાર્થી તે બાબત તર્ક કરે યા તો વિશેષ ચર્ચા કરે તો શિક્ષક એમ જવાબ આપે કે મેં તો મને જેવું મળ્યું તેવું જ શીખવ્યું, એ અંગે મેં પણ મારા અધ્યાપક પાસે કોઈ તર્ક નહીં કરેલો અથવા વિશેષ સમજણ નહીં માંગેલી, એટલે તમે પણ આ અંગે કોઈ તર્ક ન કરો. આમ કહેનાર અધ્યાપક કે શિક્ષક પેલા બ્રાહ્મણ જેવો અજ્ઞાની છે અને ભણાવવાનો અનધિકારી છે.
આથી ઊલટું, જે શિક્ષક, જોઈ-તપાસીને ગાયને દાનમાં લેનાર ચતુર બ્રાહ્મણની પેઠે , પોતાના ગુરુ પાસેથી વિદ્યા મેળવતાં માત્ર શબ્દસ્પર્શી જ ન રહે પણા વિશેષ તર્કો અને મનન-ચિંતન કરીને મૂળ વાત વિશે અનેક માહિતી મેળવે અને છાત્રોને પણ કેવળ શબ્દસ્પર્શી ન બનાવતાં તર્કનો ઉપયોગ કરવાનું સૂચન કરે તથા નવી નવી હકીકતોને શોધવાની તક આપે તથા તુલનાત્મક પદ્ધતિની સમજણ આપીને વિશેષ શોધ કરવા પ્રેરણા આપે અને કેવળ પ્રાચીન લોકોના શબ્દો ઉપર જ અંધવિશ્વાસ રાખવાની વાતને ગૌણ રાખે, તેવો શિક્ષક વિદ્યા દેવાનો પૂરો અધિકારી છે.
વળી, ગુરુએ કે શિક્ષકે આપેલ પાઠને જ્યારે છાત્ર ગોખતો હોય ત્યારે શિક્ષકને એમ જણાય કે છાત્ર ખોટું ગોખે છે અથવા ખોટું વિચારે છે ત્યારે શિક્ષક વિદ્યાર્થીને સૂચન કરે કે, ભાઈ તું તો ખોટું ગોખે છે અને વિચારે છે પણ ખોટું! આ સાંભળી છાત્ર ચિડાઈને કહે કે લ્યો સાહેબ, તમે જ મને આમ શીખવેલ છે અને આમ વિચારવાની ભલામણ કરેલ છે, છતાં તમે કેમ ફરી જાઓ છો અને મારી ભૂલ બતાવો છો ? આ સાંભળી શિક્ષક ગુસ્સે થઈ જાય અને વિદ્યાર્થીને કહે કે અલ્યા, તારે ભણવાનું ધ્યાન તો રાખવું નથી અને મારી ભૂલ કાઢવી છે, આવો
૨૬૪
તું નાલાયક છે એની તો મને આજે જ ખબર પડી - આમ એ બંને ઝઘડો ઊભો કરે અને ન બોલવાનું બોલવા માંડે તો એવો છાત્ર તો અયોગ્ય લેખાય જ, પણ શિક્ષક પણ વિદ્યાદેવીની ભૂમિકા વગરનો છે એમ સમજવું.
આથી વિપરીત, જ્યારે વિદ્યાર્થી શિક્ષકની સરતચૂકની વાત કરે ત્યારે શિક્ષક નમ્રપણે એમ કહે, ભાઈ, સંભવ છે કે તને ભણાવતી વખતે મારું ધ્યાન ન રહ્યું હોય અને ખોટો પાઠ અપાયો હોય તથા આમ ચિંતન કરવાની ભલામણમાં પણ મારી ભૂલ થઈ હોય, પણ ભાઈ, ખરો પાઠ આમ છે અને તેનું ખરું ચિંતન આમ કરવું જોઈએ - આમ કહેનારો આ જાતનો નમ્ર ગુરુ કે શિક્ષક વિદ્યા દેવાનો ખરો અધિકારી છે.
આ રીતે આ નાના લેખમાં શિષ્ય અને ગુરુની યોગ્યતા તથા અયોગ્યતા વિશે જે વિવેચન પંડિત શ્રી બેચરદાસજી દોશી પાસે અભ્યાસ કરતી વખતે મને મળેલું તે અહીં રજૂ કરેલ છે. ભૂલ માટે ક્ષમા માગું છું. તથા ભૂલની મને જાણ કરવાની પ્રાર્થના કરું છું.
લેખ-૫
બહેનોને પ્રેરણાત્મક સંદેશ
પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ તા. ૧૧-૬-૬૫ના રોજ રાજકોટમાં ‘શ્રી કાન્તા સ્ત્રી વિકાસગૃહ ની મુલાકાત લીધી હતી અને તે પ્રસંગે સંસ્થાની વ્યવસ્થા, શિક્ષણ, ગૃહઉદ્યોગ વગેરે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તે પછી બહેનોને પ્રેરણા મળે તેવી રીતે દૃષ્ટાંતો દ્વારા મનનીય પ્રવચન આપ્યું.
બહેનો ધારે તો ઘણું કામ કરી શકે તેમ છે. અત્યારના સમાજની પરિસ્થિતિ અને વાતાવરણને પલટાવવા બહેનોએ સદાચાર, સંયમ, સાદાઈ કેળવવા ખૂબ જ આવશ્યક છે. આ સદ્ગુણોથી જીવનમાં ઘણો વિકાસ સાધી શકાશે.
દુનિયાના મહાપુરુષો, મહાત્માઓ, ભગવાન બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ, ગુરુનાનક, મહર્ષિ દયાનંદ સરસ્વતી, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેએ સ્ત્રીઓની ઉન્નતિ અને વિકાસ માટે ઘણું કહ્યું છે.
- ઉપ
Page #139
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
જૈન શાસ્ત્રો, મનુસ્મૃતિ, ગીતા, ભાગવત, રામાયણ તથા અન્ય ધર્મના ગ્રંથોમાં લખ્યું છે કે આત્માના ગુણોના વિકાસ માટે સાદાઈ, સંયમ, ત્યાગ કેળવી આગળ વધે તેટલી જીવનમાં સફળતા મળી શકે.
કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં બહેનો કામ ન કરી શકે. સ્ત્રી તો સહનશીલતાની મૂર્તિ છે. વિનોબાજીએ ‘સ્ત્રીશક્તિ’ પુસ્તક લખ્યું છે. તે દરેક બહેનોએ અવશ્ય વાંચવું જોઈએ. અને તે મુજબ પોતાના જીવનમાં આચરણ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
બહેનો રાજ્ય ચલાવી શકે છે, યુદ્ધ કરી શકે છે અને સમાજને સુવ્યવસ્થિત પણ બનાવી શકે છે. ભૂતકાળમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અદ્ભૂત શૌર્ય બતાવી દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપ્યું. અશોકના પુત્રી સંઘમિત્રાએ ધર્મના પ્રચાર માટે સિલોન (શ્રીલંકા) વગેરે દૂર દેશાવરોમાં ફરી પોતાનું સારુંયે જીવન વીતાવ્યું. મહારાણી વિક્ટોરીયાએ બુદ્ધિકૌશલ્યથી રાજ્ય ચલાવ્યું. વર્તમાનકાળમાં શ્રીમતી વિજયલક્ષ્મી પંડિત, શ્રીમતિ ઇંદિરાબેન ગાંધી વગેરે દેશની સ્વતંત્રતા અને આબાદી માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
પૂજ્ય શંકરાચાર્યજી અને મંડન મિશ્રની ધાર્મિક ચર્ચામાં છેવટે મંડન મિશ્ર હારી જાય છે ત્યારે મંડન મિશ્રની સ્ત્રી ભારતીદેવીએ કહ્યું કે પત્ની એ પતિનું અર્લીંગ છે અને એ દૃષ્ટિએ મારી સાથે શાસ્ત્રાર્થમાં જીત્યા પછી જ આપની જીત ગણી શકાય. ત્યારબાદ તત્ત્વની ચર્ચામાં ભારતીદેવીએ અધ્યાત્મ અને અનુભવજ્ઞાનથી શ્રી શંકરાચાર્યજીને પણ વિચાર કરતાં કરી મૂક્યા હતા.
આ ઉપરાંત સતી સાવિત્રી, સતી દમયંતી, ચંદનબાળા અને અન્ય સતીઓના જીવન આપણને ખૂબ જ પ્રેરણા આપી જાય છે. આપણે સહુ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવવા પ્રયત્ન કરીશું તો ખરેખર જીવન ધન્ય બની જશે.
આ સમયે સાદાઈ, સંયમ, સહનશીલતા અને ત્યાગની ખૂબ જ જરૂર છે અને તો જ અત્યારના ભૌતિક વાતાવરણમાં સુખ અને શાંતિ મેળવી શકાશે. જીવનની સફળતા ઇચ્છતી દરેક વ્યક્તિએ સાદાઈને સ્થાન આપવું જ પડશે. પારમાર્થિક માર્ગે વળવું જ પડશે.
મહાત્મા ગાંધીજીએ બહેનોને સંબોધતા એક પ્રવચનમાં કહ્યું હતું કે ‘જો તમે
૨૬૬
પરિશિષ્ટ-પ
કોઈ પણ લાલચમાં ન સપડાવ, તમારું જીવન બિલકુલ સાદું અને સંયમી હશે, બહારના મોજશોખને સ્થાન નહીં આપો, ત્યાગ, સાદાઈ અને સહનશીલતાના ગુણો કેળવશો તો તમારે કોઈપણ વાતથી - વાતાવરણથી ગભરાવાની જરૂર નથી. માટે નિર્ભય બનો.’
આગળ બોલતા પૂજ્ય સાધ્વીજીએ કહ્યું કે તમારા ગૃહસ્થાશ્રમ જીવનમાં પણ સહનશીલતા, ગંભીરતા, પારમાર્થિક વર્તન, વ્યાવહારિક આવડત, સંયમ, ત્યાગ અને સાદાઈને જેટલા પ્રમાણમાં અપનાવશો તેટલા પ્રમાણમાં શાંતિ અને સફળતા મળશે. જીવન જીવવાની આ જ કળા છે. આ કળા જેણે હસ્તગત કરી લીધી તેણે પોતાનું જીવન સાર્થક કર્યું સમજવું.
એક ફારસી કવિએ કહ્યું છે કે જીવન જીવવાની કળા જેને આવડી આધ્યાત્મિક માર્ગે વળી, જેણે પોતાના આત્મા તરફ સર્વ શક્તિ કેન્દ્રીત કરી, તેને પછી બીજું કંઈ જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી.
મહાત્મા ગાંધીજીના પ્રવચનનો એક દાખલો ટાંકતા પૂજ્ય સાધ્વીજીએ કહ્યું કે માતાની જવાબદારી સૌથી વધુ છે. તે દુનિયાને મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ અને મહાત્મા ગાંધીજી જેવા મહાત્માઓની ભેટ આપી શકે છે. પરંતુ તે મહાત્માઓના જીવનમાં સૌથી અગત્યનો ભાગ ભજવનાર, તેમના સાત્ત્વિક અને આધ્યાત્મિક જીવનમાં પ્રાણ પૂરનાર તેમની જનેતા-માતા જ હતી. એટલે માતા એ જ શિક્ષણ અને સુસંસ્કારની સર્વોચ્ચ યુનિવર્સિટી છે.
આપણે સહુ એક જ ઈશ્વરના સંતાન છીએ. આપણી વચ્ચે કાંઈ પણ ભેદભાવ, સંકુચિતતા, પ્રાંતવાદ, ભાષાવાદ, જાતિ અને ધર્મભેદને ફગાવી દઈ સર્વ જગ્યાએ એકતા સ્થાપીને ‘વસુધૈવ કુટુંબકમ્’ને આપણા જીવનનો આદર્શ મંત્ર બનાવીએ.
બહેનોને સંબોધતા એમણે કહ્યું કે ધાર્મિક વાંચન, મનન અને શ્રવણ માટે વધુ નહીં તો ઓછામાં ઓછું દિવસમાં અડધો કલાક જેટલો સમય પણ કાઢો. હંમેશ નિયમિત પ્રાર્થના કરો. પ્રાર્થના એ તો જીવનનું સહુથી મહત્ત્વનું અંગ છે. પ્રાર્થનાથી જ આપણે ઈશ્વર સાથે - આત્મા સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરી શકીશું. પ્રાર્થનાથી જ આપણે વિશ્વશાંતિ સ્થાપવામાં ફાળો આપી શકીશું.
૧૩
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આગળ બોલતાં પૂજ્ય સાધ્વીજી મહારાજે કહ્યું કે બહેનોએ સેવાના ક્ષેત્રમાં પણ ઝંપલાવવું જોઈએ અને માનવતાની જ્યોત જલતી રાખવી જોઈએ. તે માટે પૂજ્ય રવિશંકર મહારાજના શબ્દોનું પુનરુચ્ચારણ કરતાં તેમણે કહ્યું કે ‘એક વખત એક જગ્યાએ હુલ્લડ થયું. સરકાર તરફથી કરફ્યુ લાદવામાં આવ્યો. હુલ્લડ થયું તે જગ્યાએ કેટલીય લાશો પડેલી હતી. કેટલોક સમય જવાથી ખૂબ જ દુર્ગંધ ફેલાવા લાગી. શ્રી રવિશંકર દાદા અને તેમની ટુકડીએ છેવટે તે લાશોની અંતિમ વિધિ કરી. ત્યાર પછી કેટલાયે સમય સુધી તેમના હાથમાંથી દુર્ગંધ ખસી નહીં. સેવાના ક્ષેત્રમાં ઝંપલાવનારે આમાંથી એ પણ ધડો લેવાનો છે કે સેવા અને સૂગ કદી સાથે નહીં રહી શકે. સૂગને તીલાંજલિ આપવી જ પડશે.’
ઉપરોક્ત પ્રસંગે એક ભાઈ દાદા પાસે આવ્યા અને કહ્યું, ખરેખર, ખૂબ દુઃખદ ઘટના બની ગઈ, ઘણા માણસો મરી ગયા.’ પૂજ્ય દાદાએ જવાબ આપ્યો. માણસો મરી ગયા તે તો દુઃખદ છે જ.પરંતુ તેથી વધુ કરુણ તો માણસમાંથી માનવતા-માણસાઈ મરી પરવારી ગઈ છે - તે છે. બહેનો ! આપણે સહુએ સમાજને આવા ઉગ્ર-તામસ વાતાવરણમાંથી શાંત અને સ્વસ્થ વાતાવરણમાં લાવવા ખૂબ ખૂબ કામ, સહનશીલતા, ધીરજ, સેવા અને શ્રમ કરવો પડશે. આપણામાંથી કુસંપને દૂર કરવો પડશે. સ્વ તરફ દૃષ્ટિ કરીને આત્મલક્ષી બનીએ. આપણામાં રહેલી ત્રુટીઓને દૂર કરીએ.
અંતમાં તેમણે કહ્યું કે આપ સહુના જીવન શુભભાવના અને શુભ કાર્યોમાં વ્યતીત થાય એ જ પ્રાર્થીએ. મારા પૂજ્ય ગુરુદેવ તબિયતને કારણે આવી શક્યા નથી. પરંતુ એમના શુભાશીષ પણ આપની સાથે જ છે.
૬
महत्तरापदविभूषिता, साधीतमा श्री मृगावतीची प्रशस्तिस्तोत्रम्
કાવ્યાંય
- प्रो. रामकुमारजी
(?)
सुविश्रुते भारतवर्षदेशे दिल्लीनगर्या शुभराजधान्याम् । शोभाकरे संस्कृतिमंदिरे तु श्री आत्मवल्लभेतिकृतनामधेये । पद्मावतीमन्दिरपार्श्वभूमि यस्याअभूत् पावनकालधर्मः । महत्तरा सा श्रमणीविशुद्धा मृगावती श्रीर्जयतात् युगे युगे ।।
(૨)
सरधारनगर, गुजरातप्रान्तं याऽशोभयज्जन्मधरां पवित्राम् । देवीस्वरूपां गुणशीलरूपां धात्रीञ्च श्रीशीलवतीमविन्दत् । या द्वादशाब्दे शिशुकालमध्ये चारित्रदीक्षां कठिनामधारयत् ।। महत्तरा ।।
(F)
या सौम्यतां चन्द्रमसोऽधिगच्छत्, तेजः प्रपूर्ण च प्रभाकरस्य । गम्भीरतां सागरतुल्यरूपां, वाग्देवतातुल्यमगाधज्ञानम् ।
दृष्टिं सुधावर्षकरीममोघां, चारित्रदाढयं गिरिमेरुतुल्यम् ।। महत्तरा ।।
(૬)
आनन्दसूरेश्च पराक्रमत्वं श्रीवल्लभस्य शुभदीर्घदृष्टिः ।
सुरेः समुद्रस्य च भक्तिभावः यस्यागुणानां गणना विराटा । आशीरवाप्य गुरुवल्लभस्य सेवाव्रतं जीवनलक्ष्यमाधृतम् ।। महत्तरा ।।
(';)
यस्यानने वत्सलतायुतास्मितिः सुशोभिताऽभूत अरविन्दशोभा । यस्या आत्मनि संस्कृतिगौरवत्वं वाण्यां सुधासिक्तविमोहनत्वम् । खादी वस्त्रैः परिशोभिता सा शुभ्रामरालीव विराजते स्म ।। महत्तरा ।।
(૬) वल्लभगुरोः शास्तिमवाप्य या गता श्रीअहमदाबादनगरे सुरम्ये ।
૧૯
Page #141
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૬
પ્રેરણાની પાવનમૂર્તિ आगमप्रभाकरश्रीपुण्यविजयात् सुखलालबेचरदलसुखसुधीभ्यः । साध्वीषुमध्ये सर्वाऽगमानां ज्ञानं प्रपेदे प्रथमक्रमेण ।। महत्तरा ।।
ज्ञानं च कार्याणिनिरीक्ष्य यस्याः वृत्तिं परोपकारपरां निरुप्य ।
'जैनभारती' पद: सुश्रेष्ठां समुद्रसूरिः प्रमुदा समर्पयत् । श्रीइन्द्रगुरुणा 'महत्तरा तु श्री कांगडातीर्थ-उद्धारिका' कृता ।। महत्तरा ।।
(८) धन्या महा शीलवंतीच माता, शिल्पीय तज्जीवनमालिखत्सा ।
यस्याश्च वत्सलतागुणेन मृगावती तु महनीयतां गता । श्रेष्ठा सुज्येष्ठा विनय-प्रकृष्टा प्रभावितां यामकरोद्गुणैः स्वैः । मृगावतीश्री जिनसाधनायां यस्याः सदैव-सहयोगमाप्नोत् ।। महत्तरा ।।
ज्ञानविशालं, सुगुणैकमालं, ब्रह्मव्रतोद्दीप्ततरं च भालम् ।
महिलायुवाजागरणं विशालं, विच्छेदकरणं मिथ्यात्वजालम् । विध्वंसकरणमज्ञानव्यालं, यस्याः गुणाः भावयितुं सदाऽलम् ।। महत्तरा ।।
(१०) प्राणान्तकालेऽपि समाधिवृत्तिः यस्याः धृतिश्चैव प्रशंसनीया । 'स्वस्थाऽस्मि' वाक्यं महनीयमासीत् महत्तरायाः महिमाप्रदर्शकम् । चिकित्सकै विस्मयपूर्णदृष्टया दृष्टं तु धैर्यस्य परंनिदर्शनम् ।। महत्तरा ।।
महत्तरा श्री मृगावतीजीनी स्तुति
- प्रो. श्री जयकान्त (पं. अश्विनीकुमारजी दासना शिष्य) या देवी समलञ्चकार जनुषा, सौराष्ट्रदेशं शुभम्; बाल्येऽवाप्तवती स्वमातृवंदनांभोजान्मतं निर्मलम् । पाखण्डादितमोविकारहरणे, यस्या वचो दीधितिः; कल्याणं चकमे नृणां करुणया, सा भारती मोदताम् ।।१।।
कारुण्यामृतपूरपूरितलसद्, गाम्भीर्य शोभावती; सिद्धान्तानुगुणानुकारि वसनं, धौतं सदा विभ्रती । लोकोद्धारचिकीर्षयेयमसकृज्जैनं मतं तन्यती;
साध्वीरत्नमृगावती विजयतां, ज्ञानत्विषा भास्वती ।।२।। अनन्तसौजन्यमवाकिरन्ती, लोकस्य दौर्जन्यमपाकरोति । स्वतेजसा निश्छलचेतसेयं, मृगावती मङ्गलमातनोति ।।३।।
ध्यानेन संन्यस्तविभेदबुद्धिः, संकल्पदासी कृतकार्यसिद्धिः ।
तपोधना शास्त्रविचार दक्षा, मृगावती त्रिजगतः प्रतिष्ठा ||४|| स्वकार्य संसाधन विप्रमादां, पिकोपम्स्फीतरवां विशुद्धाम् । मृगावतीमस्तसमस्तदोषां, वन्दामहे नित्यमगाधसत्त्वाम् ।।५।।
संस्थाप्य या संस्कृतिरक्षणार्थ, संस्था: बहुत्र स्ववचः प्रभावैः ।
भव्याकृति स्निग्ध विनम्रभावा, महत्तरा जैनविचार शीला ।।६।। मन्दस्मितैरप्रतिम प्रभावैः, सन्देहपुजञ्च निवारयन्ती । स्वकण्ठनिस्यन्दितपूतनद्या, मनोमलं नुर्विमलीकरोति ।।७।।
अज़ानपुजं विफलीकरोति, हृदिस्थकामान् सफलीकरोति ।
देशस्य दैन्यञ्च विभावयन्ती, महानतं पञ्चकमादधाति ।।८।। विनष्ट संकीर्ण मनोविकारा, गृहीतधर्मार्जन सुप्रकारा । प्रवाहितज्ञानमयाम्बुधारा, विभातु साध्वीगतदिव्यतारा ।।९।।
सदैव दीनेष्वनुकम्पमाना, विद्वत्समाराधनमीहमाना । अनाथविद्यार्थिषु चेष्टमाना, मृगावती श्रीजगति प्रधाना ।।१०।।
यस्याः सुदृष्टिः रविरश्मिनिर्मला योग्यं नरं चिन्हयितुं समर्था ।
विमर्थ्य सम्यक् धनकोट्याधीशं निःस्वार्थभावमतिकर्मठञ्च । प्रतिभायुतं राजकुमारजैनमाकारितं स्मारककार्यहेतोः ।। महत्तरा ।।
यावत् प्रवाहः पवनस्यलोके, यावच्च प्राणस्थितिः सृष्टिमध्ये ।
यावच्च चन्द्रस्य दिवाकरस्य व्योमेप्रभा भाति द्युतिप्रभावा ।। तावत् यशः सुमहत्तरायाः भविताऽमरं काव्यनिबन्धनेषु ।। महत्तरा ।।
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૬
जिनालय मेरु पर्वत की भांति खडा किया । राज वैद्य जसवंतराय जैन ने यह स्तवना करने के लिअ मुझे निर्देश किया, किन्तु खेद है कि वे इन ५ गाथाओं को सुने बिना ही पंचत्य को प्राप्त हो गए ।
श्री मृगावतीजी म. की संस्तावना (प्राकृतमा)
- श्री भंवरलाल नाहटा गुणगण मणि सुनिहाणा जणणी जस्स सीलवई अज्जा । वेरग्ग रंग रंजिय किसोर वये चारित्त गहणत्थ ।।१।।
जुगवीरो आयरिओ सव्व गच्छ समभाव धर पवरो ।
गहिय सह पवज्जा गुरु वल्लह सूरि कर कमले ।।२।। कलिकाया महाणयरे पज्जोसवण पवयणो सुकओ । सुविहिय संधाराहण कारविय सुकित्ति वित्थारो ।।३।।
जाओ महप्पभावो संविग्ग रंग, पवड्ढमाण पच्चक्खो ।
कंगड कोट्दरिओ सुसम्म निव कय नेमि जिण काले ।।४।। ढिल्लयां वल्लह भुवर्ण बहु वित्थर आरंभिओ जेण । चण्डीगढे मेरुसमो जिणालयो सुह रायहाणीसु ।।५।।
जसवंतराय विज्जो कहिय मिणं संथवण कज्जे ।
हा! खेय, पत्त पंचत्त अनिसुणिय गाहा पंचगा एसा ।।६।। गुणों के समूह रूप रत्नों की निधान, आर्या श्री शीलवती जिनकी जननी थीं, ऐसी किशोर वयस्का (मृगावतीश्रीजी) चारित्र ग्रहण के हेतु वैराग्य रंग में रंजित हो गई। सर्व गच्छों के प्रति समभाव धारण करनेवाले, युगवीर आचार्य श्री विजयवल्लभसूरिजी गुरु महाराज के करकमलों से माताजी के साथ ही
आपने भगवती प्रव्रज्या ग्रहण कर ली । कलकत्ता महानगर में जिन्होंने (गुरु महाराज के आदेश से) सुविहित खरतर संघ को पर्युषणा पर्वाराधन प्रवचनादि देकर कराया, जिससे कीर्ति का विस्तार हुआ । आर्या श्री का संवेग रंग प्रत्यक्ष बढा और महान प्रभावशालिनी हुई । आपने नेमिनाथ तीर्थंकर के समय में नरेश्वर सुशर्मा के स्थापित किए तीर्थ, नगरकोट कांगडा का उद्धार किया । आपने दिल्ही में गुरु महाराज श्री विजय वल्लभसूरि के स्मृति भवन का भागीरथ कार्य प्रारम्भ किया और पंजाब की राजधानी चण्डीगढ़ में भी शुभ
१.
श्रद्धांजलि
- महेन्द्र कुमार मस्त वह महान तेजोमयी तथा युगदृष्टा साध्वी मृगावतीश्रीजी, जो परम्परा थी इस युग की आदि साध्वी ब्राह्मी व सुन्दरी की, जो परम्परा थी चन्दनबाला की और जो मिसाल थी मध्ययुगीन याकिनी महत्तरा की ।
वह मृगावती जो सुनाया करती थी यशोविजय आनन्दघन व श्रीमद् राजचन्द्र, जो कहा करती थी - स्वाध्याय करो और जागृत करो कुण्डलिनी वह जो पथानुगामी थी आत्म वल्लभ की
और उनके आदर्शों की । वह मृगावती जो जन्मदायिनी थी कांगडा, लहरा और वल्लभ स्मारक से तीर्थों की, वह जो स्मारक बनाते-बनाते खुद एक स्मारक हो गई, यह जिसने दी नई विचार दृष्टि
और भावी पीढियों को दे गई मंदिर माता पद्मावती ।
वह मृगावती जिसने शिलान्यास किया उत्तर भारत के सबसे बड़े कैंसर अस्पताल का २०34
Page #143
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૬
रहनुमां मार्गदर्शक, मसायल समस्याएँ, तामीर भवननिर्माण, अहद पक्का निश्चय, मसरूर प्रसन्न, लम्हों क्षण, रिंद मस्तमौला
और महादेव की तरह खुद पी लिया जहर इस भयंकर रोग का ताकि
मानव मात्र इससे छुटकारा पा सके । एसी महान तेजोमयी तथा युगदृष्टा साध्वी मृगायतीश्रीजी जिसे पाने के लिए भारतमाता रूपी नर्गिस ने हजारों साल तपस्या की व दोबारा सदियों तक न होंगे जिसके दर्शन उसके पावन चरण कमलों में सादर सश्रद्धा सभक्ति नमन व समर्पित है श्रद्धांजलि ।।
कहां जा रहे हो ?
- सुशील कुमार 'रिंद' कहां जा रहे हो रहनुमां हमारे । अभी बहने दो अमृत के धारे ।। कहां जा... अभी काम बहुत अधूरे पड़े हैं, अभी कुछ मसायल तो यूं ही खड़े हैं । है दरकार कुछ और एहसां तुम्हारे ।। कहां जा.... स्मारक तुम्हें था जो जां से भी प्यारा, हो तामीर जल्दी अहद था तुम्हारा । शरू करके अब हो रहे हो किनारे ।। कहां जा... स्वगों की खुशियों से मसरूर हो तुम, जहां भर की तकलीफों से दूर हो तुम । तडपते सिसकते हैं सेवक तुम्हारे ।। कहां जा.... निगाहों में आंसू दिलों में है हलचल, बिखरने को है कुछ लम्हों में ये महफिल । अगर चांद तुम हो तो हम हैं सितारे ।। कहां जा.... स्मारक से जोडी है अपनी कहानी, रहेगी युगों तक ये तेरी निशानी ।। ये कुरबानी तेरी के होंगे नजारे । कहां जा.... अभी जाने की भी कोई ये उमर थी, चौरासी में चौबीस की रिंद कसर थी ।। ये नाराजगी के है लगते इशारे ।। कहां जा... कहां जा रहे हो रहनुमां हमारे । अभी बहने दो अमृत के धारे ।। कहां जा...
जीवन झांकी
- कु. प्रोमिला जैन एडवोकेट, लुधियाना सुनो सुनाये कथा इक महासती की, जैन भारती महत्तरा मृगावती की । सरधार की भूमि भी कितनी भाग्यवान थी, अवतरित हुई वहीं पे ये साध्वी महान थी । विक्रम संवत उन्नीसौ ब्यासी का शुभ वर्ष, माता-पिता के मन में छाया अपार हर्ष । चैत्र मास की जब आई सुदि सप्तमी, डुंगरशी संघवी के घर जन्मी थी लक्ष्मी । माता शिवकुंवर की थी वो लाडली बेटी, पुत्र चिन्ता भी थी जिसने माता की मेटी । माता के पुण्य जागे तो संन्यास ले लिया, बारह वर्ष की भानु को भी साथ ले लिया । मां-बेटी का सांसारिक नाता छोड दिया था, सुशिष्या और गुरु का नाता जोड लिया था । माता जो संयम लेके बनी शीलवती जी,
और शीलवती की सुशिष्या मृगावती जी । छोटी सी उम्र में सभी थे ग्रंथ पढ लिए, न जाने कितने ग्रंथ थे कण्ठस्थ कर लिये । साध्वी संघ में वो साध्वी महान थी, आत्म-वल्लभ की वाटिका की यो तो शान थी । चेहरे से उनके छलकता इक दैवी नूर था, न जाने कितने दुःखियों के दुख थे हर लिये । जो सत्य था वो उसको कहने से न डरती थी, आता था उनको हुनर दिल में उतर जाने का ।
२७५
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
परिशिष्ट-५
बात कहने का था अंदाज निराला, अंधेरा मिटे मन से हो जाये उजाला | उनमें छुपे गुणों को गुरु वल्लभ ने पहचाना, वो है महान नारी, इस बात को माना । कल्पसूत्र यांचने की आज़ा दी उन्हें, वह पहेली साध्वी थी, मिला मान ये जिन्हें । जिस गुरु ने इतना उनको मान दिया था, जग में ऊँचा उस गुरु का नाम किया था । बनवाया स्मारक वल्लभ का ऐसा शानदार, आता है करने दर्शन, जहां सारा संसार । जो काम लिया हाथ में किया संपूर्ण लगन से, तन और मन से जिनधर्म को यो समर्पित थी । जब तक रही जिन्दा, जुटी रही यो परहित थी, क्रूर नियति ने उन्हें कम समय दिया था, छोटी सी उम्र में ही हमसे छीन लिया था । बीस सौ व्यालीस संवत था जब आया, आषाढ सुदि द्वादशी ने कहर था ढाया । काल बन के सितमगर लेने इन्हें आया, चारों तरफ था जैसे मातम कोई छाया । आंखो से आंसू बह रहे थे दिल था दुःख भरा, श्रद्धांजली देने को सारा देश उमड़ पड़ा । गुरुजी तेरा उपकार हम भुला नहीं सकते, लाख्न चाहें तुमको वापिस ला नहीं सकते । सुशिष्या सुब्रताने काम गुरु का संभाला, उन्हीं के रंग ढंग में स्वयं को रंग डाला । रहते हैं जिन्दा कौम पे जो जान खोते हैं, धर्म पे जान देने वाले अमर होते हैं। आशीर्वाद आपका गुरुजी रहे सदा, हे प्रोमिला की हाथ जोड कर यही दुआ ।
नीत शीश झकाऊं मैं । संत जनो के पद पंकम में, नित उठ शीश झुकाऊं मैं, मृगावती जैसी सतियों को, आज कहां से पाऊं मैं ।।१।। जिनके अमृत उपदेशों से, जनजीवन उपवन सरसा था, हर भूला भटका राही भी, अपनी मंजील का पथ पाता, आंखों से बहती थी करुणा, अपने को नहलाऊं मैं ।।२।। मृगावती जिनकी गरिमा से गुंज रहा, धरती अंबर ये सारा है, सारे जगमें युग युग बहती, जिनके पुण्यो की धारा है, उनकी अनुपम गाथा को, शब्दों में क्या बतलाऊं मैं ।।३।। मृगायती जो अपने और पराये के, भेदों से उपरत रहते थे, जो निन्दा और प्रशंसा दोंनो, को समता से सहते थे, क्षीर सिन्धु सम उनका जीवन, दिलकी प्यास बुझाऊं मैं ||४|| मृगावती परहित में जो रत रहते थे, नि:स्वार्थ सेवा करते थे, अपनी मंगलमय वाणी से, जन जन की पीडा हरते थे, ऐसी पावन आत्मा उनकी, बलिहारी नित जाऊं मैं ।।५।। मृगावती
स्मृति
१.
- सन्तोष जैन परम विदुषी मृगायतीजी, कैसी जन कल्याणी थी । मरुधर में बहती हो सरिता, ऐसी उनकी वाणी थी ।। तप संयम की देवी थी वह, मानवता की मूरत थी । मन्दिर की प्रतिमा हो जैसी, ऐसी दिलकश सूरत थी ।। नयनों से था नेह छलकता, सहज ही मन को छू जाता । दर्श करे इक बार जो प्राणी, बस फिर उनका हो जाता ।। युग-युग धरती तप करती है, ऐसी कली तब खिलती है । मधुबन जिससे महक है उठता, शीतल छाया मिलती है ।। कैसे करुं गुणगान तुम्हारा, शब्दों की बारात नहीं । सागर को बाहों में भरना, मेरे बस की बात नहीं ।।
. २०७
Page #145
--------------------------------------------------------------------------
________________
६.
७.
८.
मान मिला सम्मान मिला बहु, फिर भी मान नहीं आया । फूलों से झुक जाती डाली, कुछ ऐसा मन को भाया ।।
गुरु भक्ति के रंग में रंगी, उनकी परम आराधक थीं । होम दिया था जिसमें जीवन ऐसी अद्भुत साधक थी ।। वल्लभ ज्योति जग में फैली, कुछ ऐसी अभिलाषा से । स्मारक की भी नींव थी रखी, कितनी उंची आशा से ।। ११. पूर्व की किरणों ने जग को, सदा दिया उजियारा हैं ।
९.
१०.
१२.
પ્રેરણાની પાવનમૂર્તિ
कांगडा तीर्थधाम बना था, अजूबा तूने उद्धार किया ।
लहरा में लहराया झण्डा, अजब तूने उपकार किया ।।
पंजाब की धरती पर विचरे थे, गुरु का वचन निभाने को । वल्लभ की फिर याद दिलाने, वल्लभ के दिवाने को ।।
१३.
तूने भी यह रीत निभाकर देश का रूप निखारा है ।। तेरे श्रम से दिल्ही को भी, तीर्थ का वरदान मिला । स्मारक पर जिन ध्वजा लहरा, और श्रीसंघ को सन्मान मिला ।।
जर्रा जर्रा इस धरती का, तेरे गीत सुनायेगा ।
बल्लभ के संग तेरा भी अब नाम अमर हो जाएगा ।।
गुरुनी जी दिल्ली पधारो
दिल्ही श्रीसंघ की तरफ से विनती
जयपुर में पधारे हैं, महाराज चलते चलते । विदुषी मृगावती जी महाराज चलते चलते ।। टेक |
आदेश है गुरु का दिल्ली में पहुँचने का । पलभर ना शान्त बैठे, महाराज चलते चलते ।।१।।
अम्बर से आग बरसी, धरती ने आग उगली ।
लेकिन कदम रुके ना, हवाबाज़ चलते चलते ||२||
आदेश गुरुजी का भक्तों की जिन्दगी है । बतलाया तुमने हमको, यह राज़ चलते चलते ॥३॥
૨૩૮
परिशिष्ट-9
सच्ची गुरु की भक्ति, कोई इन गुरु से सीखे ।
गाता है इनका नगमा, हर साज़ चलते चलते ||४|| इतिहास फिर दोहराया, पंजाब केसरी का । आये थे बिनोली से, सरताज चलते चलते ||५||
मैसूर में थी बरसी, अनुपम तुम्हारी वाणी । जयपुर में वही देखें, अन्दाज़ चलते चलते ।।६।।
महावीर शताब्दी है, दिल्ली बुला रही है । गूंजे वहां गुरु की आवाज चलते चलते ॥७॥
अ 'राम' क्या सुनाउं, बल्लभ गुरु की सिफ्ते ।
हमें दे गये समुन्द्र, सा ताज़ चलते चलते ॥८॥
अरमान मेरे दिल के, क्या 'राम' पूरे होंगे । दिल्ली में पधारेंगे, महाराज चलते चलते ।।९।।
कांटा बनकर चुभती थी
-
नाजर जैन, चण्डीगढ
काल की नजरों में, ख्याति तेरी, कांटा बनकर चुभती थी, हैरान था काल, जब आ आ कर, दुनियां चरणों में झुकती थी । बाल अवस्था से ही तुमने, जीत लिया दुनिया का दिल, युग-युग से सम्बन्ध हो जैसे, ऐसे गए दुनिया से मिल, नई नई जब तेरे अरमां की बनके बदलियां उठती थीं । काल की नजरों में ख्याति तेरी, कांटा बनकर चुभती थी ।
हर परीक्षा की आंधी और तूफान, बन गए सब तेरे, दे दिया सिंह, सरपों ने रास्ता बन गए पूनम अंधेरे, आंगन में रजनी के, तेरे प्यार की ज्योति जगती थी । काल की नजरों में, ख्याति तेरी, कांटा बनकर चुभती थी। रूप तेरा मानव का था, पर देवों वाले काम किये, स्वर्ग से जो उपहार लाए, 'महत्तराजी' कौम को तुमने दिये, जैसे सचमुच हो तुम 'चन्दना' ऐसी जग को लगती थी । काल की नजरों में, ख्याति तेरी, कांटा बनकर चुभती थी ।
206
Page #146
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-5
પ્રેરણાની પાવનમૂર્તિ 'वल्लभ-स्मारक' तो तेरे अरमान का, बन गया इक श्रृंगार,
झडियां संक्रांत की लगती जहां, हर इक दिन बन गया था त्यौहार, नित्य बजते जहां बैंड थे बाजे, प्रातः नृत्य करती थी । काल की नजरों में, ख्याति तेरी, कांटा बनकर चुभती थी । हिन्दु, मुसलिम, सिख, ईसाई, 'नाजर' हर इक धर्म से प्यार, तेरी नजर में भारत, 'वीर प्रभु' का था परिवार, इस युग की अवतार थी, कोई दर्शन को दुनिया टुटती थी । काल की नजरों में, ख्याति तेरी, कांटा बनकर चुभती थी ।
परीक्षा में उत्तीर्ण हुई वल्लभ प्रणेता जैन भारती कागड़ा तीर्थोद्धारिका महत्तरा साध्वी श्री मृगावतीजी महाराज
- धरमपाल जैन, बी.ए. ओनर्स, लुधियाना एक दिन बैठे थे वल्लभ सोच में पंजाब की । कौन लेगा सार मेरे बाद इस पंजाब की ।।
मैं तो बैठा दूर हूं आयु भी बढ़ती जा रही ।
___ ऋण गुरु का कैसे चुकाऊं, बस यह ही चिन्ता खा रही ।। उमंग पर थी जो उमंगे उमंग बन कर रह गई । ललित की सब लालिमा भी मरुस्थली में रह गई ।।
मुम्बई में बैठे गुरु का ध्यान कलकत्ता में गया ।
शील श्री जी की लाडली मृगावती पर जा टिका ।। सोचा विचारा प्रभाव परखा और गुरु मुस्करा दिये । निज काम्बली आशीश दे आदेश उन्हें लिखवा दिये ।।
आदेश पा गुरुदेव का मृगावती जी चल दिये ।
देखने गुलजारे आतम वल्लभ का वे चल दिये ।। पंजाब की प्यासी धरा ने स्वागत अम्बाला में किया । इन्तजार में गुरुदेव की पहला चौमासा वहीं किया ।।
गुरु आए नहीं आदेश आया मौन सा उनके लिये । मैं नहीं आउंगा समुद्र मार्ग दर्शन के लिये ।।
२८०.
यह है गुरु आतम का बगीचा चप्पा चप्पा फरसना । कांगडा लहरा में जाकर श्रद्धा सुमन भी अर्चना ।।
पंजाब के हर भाग में गुरुणी किया प्रवास था ।
झडी अमृत की लगाई लुधियाना का वर्षावास था ।। प्रचार विद्या का बढे विद्यालयों का प्रोत्साहन किया । बुरी रसमों को मिटाने डंकाए युद्ध था बना दिया ।।
नारी जाति को सबल बनाने महिला मण्डल कई बने ।
युवक मंडल संगीत मंडल स्थाध्याय मंडल भी बने ।। ज्ञान गरिमा देख आपकी आचार्य आत्म ने सरस्वती था कहा । गुरु समुद्र ने जैन भारती गुरु इन्द्र ने महत्तरा पद दिया ।।
कांगडा सरहन्द लहरा तीर्थ संज्ञा पा गये ।
लुधियाना पर की कृपा पंचतीर्थों बना गये ।। प्रेरणा दी श्रीसंघ को बल्लभ स्मारक की महान । बहुमुखी स्मारक सफल बनाने लगाया अपना दिलोजान ।।
निर्वाण शताब्दी और कान्फ्रेंस में योगदान भुला सकते नहीं ।
महासभा सजीव कर दी यह भी झुटला सकते नहीं ।। वल्लभ स्मारक बनाया नींव बनकर स्वयं उनकी तामीर बन गये । कल तक जो साक्षात् थे अब वे स्वयं तसवीर बन गये ।।
सुशिष्या आप की सुज्येष्ठा जी परम निष्ठावान थी ।
४० वर्ष तक सेवा जो की उसकी न कोई मशाल थी ।। सम्भव है जगह बनाने आसन बिछाने पहले ही वो चल दिये । जगह ढूंढी आसन बिछाया संकेत आपको कर दिये ।।
शिष्याएं आपकी सुव्रताश्री, सुयशा जी एवं सुप्रज्ञा ।
निष्ठावान है महावीर की श्रीसंघ की सेवा में है सदा ।। है शक्ति नहीं इस कलम में गुणगान कर सकता नहीं । हो कृपा दृष्टि इस 'धर्म' पर अहसान भुला सकता नहीं ।।
Page #147
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૭
સ્મૃતિસુવાસ-૧
પૂ. મૃગાવતીશ્રીજી મહારાજની પ્રેરણાથી વચનબદ્ધ થયેલાં
કાર્યોનું મૂર્ત સ્વરૂપ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીનું સ્વાચ્ય છેલ્લાં ત્રણ-ચાર મહિના થોડું અસ્વસ્થ રહ્યું. તેઓ વ્યાખ્યાનમાં શ્રીસંઘની સમક્ષ જે કાંઈ ભાવના રજૂ કરતાં તેને લોકો ઝીલી લેતા. તેઓ જેનું નામ લેતાં તે તરત ઊભા થઈને તેમની સૂચનાનો, વાતનો સ્વીકાર કરી લેતા. આ રીતે વલ્લભસ્મારકમાં બે ઉપાશ્રય, બે ઉપાસનાગૃહ, જલપાન ગૃહ, કાર્યાલય વગેરે કાર્યો એમનાં કાળધર્મ પછી થયાં. આ ઉપરાંત તેમણે શરૂ કરેલાં, પણ અપૂર્ણ રહેલાં ધર્મકાર્યો પણ એમના કાળધર્મ બાદ સંપન્ન થયા.
પૂ. મહત્તરાજીએ સાધ્વીશ્રી સુત્રતાજીને કુશળ શિલ્પીની જેમ ઘડ્યાં હોવાથી એમની પ્રેરણાને સહારે શ્રીસંઘ દ્વારા આ કાર્યો સિદ્ધ થઈ શક્યા.
આવાં કેટલાંક કાર્યો નીચે પ્રમાણે છે : (૧) બે ઉપાશ્રય તથા બે ઉપાસનાગૃહ :
વલ્લભ-સ્મારકમાં પૂ. સાધુભગવંતો તથા પૂ. સાધ્વીજી મહારાજો માટે ઉપાશ્રયનું અને ઉપાસના કરનારા માટે બે ઉપાસનાગૃહનું નિર્માણ કરવામાં આવ્યું.
પૂ. સાધ્વીજી મહારાજ માટે ‘રામપ્યારી તિલકચંદ જૈન ઉપાશ્રય', પૂજ્ય સાધુ મહારાજ માટે ‘પ્રકાશવતી દેવરાજ મુન્હાની જૈન ઉપાશ્રય' તથા આ બંને ઉપાશ્રયની નીચે કમલાબેન જયંતીલાલ શાહ ઉપાસનાગૃહ ’ અને ‘સવાણી ટ્રાન્સપોર્ટ ઉપાસનાગૃહ'નું ઉદ્ઘાટન તા. ૧-૨-૧૯૮૮ના રોજ કરવામાં આવ્યું. આ ચારેય સંસ્થાઓનું બાંધકામ પ્રત્યેકનું ૨૭૮૬ વર્ગફૂટ છે. (૨) કાર્યાલય, ચિકિત્સાલય, જલપાનગૃહ (કેન્ટીન), અતિથિગૃહ :
આ બધાના જે આદેશો અપાયા હતા (જુઓ પૃ. ૨૪૨-૨૪૩) તે સર્વ સંસ્થાઓ તૈયાર થઈ જતાં સ્મારકના પરિસરમાં કાર્યરત થઈ. (૩) બી. એલ. ઇન્સ્ટિટ્યૂટમાં સેમિનાર વગેરે :
સ્મારકમાં બી. એલ. ઇન્સ્ટિટ્યૂટમાં અવારનવાર સેમિનાર, પુસ્તક પ્રકાશન વગેરેનું આયોજન થતું રહ્યું. તેમાંની શરૂઆતની કેટલીક પ્રવૃત્તિઓની વિગત આ પ્રમાણે છે :
(૧) સપ્ટેમ્બર ૨૭, ૨૮, ૨૯ ૧૯૮૬ના રોજ આચાર્ય હરિભદ્રસૂરિ ઉપર ત્રિદિવસીય ગોષ્ઠી રાખવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ ડૉ. લોકેશ ચંદ્ર હતા. આ પ્રસંગે બી. એલ. ઇન્સ્ટિટયૂટના પ્રવચન હોલનું નામ “આચાર્ય હરિભદ્રસૂરિ હૉલ રાખવામાં આવ્યું.
(૨) માર્ચ ૨૧ થી ૨૪ ૧૯૮૭માં ‘અહંતુ પાર્શ્વ” ઉપર ગોષ્ઠી યોજાઈ જેમાં મુખ્ય અતિથિ શ્રીમતી કપિલા વાત્સાયન હતાં.
(૩) સપ્ટેમ્બર ૨પ થી ૨૭ ૧૯૮૭ના રોજ આચાર્ય હરિભદ્રસૂરિ ઉપર બીજી ગોષ્ઠી યોજાઈ તેમાં મુખ્ય અતિથિ પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ ડૉ. ઇરફાન હબીબ હતા.
(૪) ડિસેમ્બર ૧૯૯૦માં ‘જૈનદર્શન અને જ્ઞાનમીમાંસા” ઉપર ગોષ્ઠી યોજાઈ જેમાં ડૉ. દોલતસિંહ કોઠારી મુખ્ય અતિથિ હતા.
આ પછી બીજી કેટલીય ગોષ્ઠીઓ અને શોધગ્રંથોનાં પ્રકાશનો થયાં. આ ઉપરાંત દર વર્ષે સમર સ્કૂલમાં પણ નિઃશુલક આવાસીય શિબિરમાં પ્રાપ્ત વગેરે શીખવવામાં આવે છે. (૪) વલ્લભસ્મારકની પ્રતિમાઓનો પ્રવેશ તથા પ્રતિષ્ઠા :
આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજની દીક્ષાશતાબ્દીના વર્ષને ધ્યાનમાં રાખીને આ. ઇન્દ્રન્નિસૂરિજીની આજ્ઞા અનુસાર પૂ. સાધ્વીજી શ્રી સુત્રતાશ્રીજીની નિશ્રામાં ૩૧ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ પ્રતિમાઓની શોભાયાત્રા કાઢવામાં આવી અને ૧ ફેબ્રુઆરી ૧૯૮૮ના રોજ આ પ્રતિમાઓનો વલ્લભસ્મારકમાં પ્રવેશ કરાવવામાં આવ્યો.
- આ પ્રતિમાઓની પ્રતિષ્ઠા તા. ૧૦-૨-૧૯૮૯ના રોજ કરવામાં આવી. આ નિમિત્તે ૧૧ દિવસનો ઓચ્છવ રાખવામાં આવેલ. ૮૦ સાધુ-સાધ્વીજીઓ તથા વિશાળ જનસમુદાય ઉપસ્થિત હતો. પ્રવેશ તથા પ્રતિષ્ઠાનો લાભ લેનારની વિગત પરિશિષ્ટ-૨ સુવાસિત જીવનપથ (પૃ. ૨૪૨-૨૪૩)માંથી પ્રાપ્ત થશે. (૫) જૈન સંગ્રહાલય :
પૂ. મહેત્તરાજીની ભાવના અનુસાર સ્મારકના પરિસરમાં એક જૈન સંગ્રહાલયની સ્થાપના પૂ. સાધ્વીજી સુત્રતાશ્રીજી મહારાજે કરાવી છે. વર્ષોથી એકઠી કરેલ ચીજો અને પૂ. નિત્યાનંદજી મ. દ્વારા એ કઠી કરવામાં આવેલ સામગ્રીને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે. શ્રી સુમંતભાઈ શાહે તેના
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
ક્યુરેટર તરીકે સારી કામગીરી બજાવી છે. પ્રાચીન હસ્તલિખિત પ્રતો, મંદિરો તેમજ મૂર્તિઓના ભગ્નાવશેષો તથા કલાકૃતિઓ, તેમાં રાખવામાં આવેલ છે. વિશ્વવિખ્યાત પ્રોફેસર તથા કલામર્મજ્ઞ શ્રી મધુસૂદન ઢાંકીસાહેબે આ સમિતિના અધ્યક્ષ તરીકે સારું માર્ગદર્શન પૂરું પાડેલ છે.
(૬) કલાત્મક પ્રવેશદ્વાર :
પૂ. આ. શ્રી વિજય ઇન્દ્રદિસૂરિજી મ.ની પ્રેરણાથી સ્મારકસ્થળ ઉપર કલાત્મક મુખ્ય પ્રવેશદ્વાર બનાવવાનું નક્કી થયેલ. શેઠ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલે તે માટે રૂ. ૧૧ લાખનું યોગદાન આપ્યું. મુખ્ય સ્મારકભવન અને પ્રવેશદ્વારની વચ્ચેની જગ્યાને પણ આકર્ષક અને સુંદર બનાવવામાં આવેલ છે. (૭) દિલ્હીમાં ‘વલ્લભવિહાર'માં વાસુપૂજ્યસ્વામીનું મંદિર :
દિલ્હીમાં વલ્લભ-સ્મારકની આજુબાજુમાં જૈનો રહેવા આવી શકે તે માટે ‘આત્મવલ્લભ કો-ઓપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી'માં રહેણાકો બનાવવામાં આવ્યા. દિલ્હીથી રૂપનગર સંઘના પ્રમુખ, સન્નિષ્ઠ અને લોકપ્રિય નેતા લાલા રામલાલજી(તેલવાલા)એ શ્રી વાસુપૂજ્યસ્વામીનું સંપૂર્ણ દેરાસર બનાવડાવી શ્રી વલ્લભવિહાર સોસાયટીને અર્પણ કર્યું.
(૮) કાંગડા તીર્થમાં તળેટીના મંદિરની પ્રતિષ્ઠા :
પૂ. મહત્તરાજીની સાધનાથી પુનઃ અધિકૃત થયેલ કાંગડાના સુપ્રસિદ્ધ તીર્થની તળેટીમાં નિર્માણ પામેલ મંદિરમાં સાધ્વી સુવ્રતાશ્રી મહારાજ આદિ ઠાણા ત્રણની પ્રેરણાથી ગુરુ વલ્લભ દીક્ષાશતાબ્દિ વર્ષના ઉપલક્ષમાં પંજાબ શ્રીસંઘો અને મુંબઈ આદિ અન્ય સંધોના દેવદ્રવ્યનું યોગદાન મળ્યું. જે નૂતન મંદિર બનાવવામાં જે આવ્યું તેમાં એપ્રિલ ૧૯૯૦માં પૂ. ઇન્દ્રદિસૂરિજીના વરદ હસ્તે મૂળનાયક આદિનાથજીની ૫૦૦ વર્ષ પ્રાચીન પ્રતિમા તથા અન્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. પૂ. સુવ્રતાથીજી, પૂ. સુયશાશ્રીજી, પૂ. સુપ્રજ્ઞાશ્રીજી વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્ય સંપન્ન થયું.
(૯) ચંડીગઢમાં મંદિરની પ્રતિષ્ઠા :
નિર્માણ પામતા ચંડીગઢ મંદિરમાં સાધ્વી સુવ્રતાથીજી મહારાજ ઠાણા ત્રણની પ્રેરણાથી સાધ્વી શ્રી મૃગાવતી મહારાજની દીક્ષાઅર્ધશતાબ્દીના ઉપલક્ષમાં વિપુલ આર્થિક યોગદાન અપાવ્યું. ચંડીગઢમાં જૈનમંદિરની પ્રતિષ્ઠા ૧૯૯૭માં પૂ. આ. નિત્યાનંદસૂરિજીના કરકમલો દ્વારા કરવામાં આવી. પૂ. સુત્રતાશ્રીજી, પૂ.
૮૪
પરિશિષ્ટ-૭
સુયશાશ્રીજી, પૂ. સુપ્રશાશ્રીજી વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્ય સંપન્ન થયું. (૧૦) લુધિયાણામાં સુપાર્શ્વનાથ જૈનમંદિરનું પુનઃનવનિર્માણ અને પ્રતિષ્ઠા :
લુધિયાણામાં ચૌડાબજારમાં આવેલ સુપાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિરનો જીર્ણોદ્ધાર કરીને પુનઃનવનિર્માણ કરવામાં આવ્યું અને તેની પ્રતિષ્ઠા ગચ્છાધિપતિ વર્તમાન આચાર્ય શ્રીમદ્ વિજય રત્નાકરસૂરીશ્વરજીના હસ્તે ઈ. સ. ૨૦૦૫માં ધામધૂમથી કરવામાં આવી.
(૧૧) માલેરકોટલામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર :
પૂ. આત્મારામજી મહારાજે માલે૨કોટલામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠા કરાવેલ તેને ૧૦૦ વર્ષ પૂરા થયા પછી ઈ. સ. ૧૯૮૧માં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
(૧૨) લુધિયાણામાં ‘વલ્લભનગર જૈન ઉપાશ્રય’ :
લુધિયાણામાં પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીના સમયમાં ‘વલ્લભનગર જૈન ઉપાશ્રય’નો શિલાન્યાસ થયા પછી તે કામ ખોરંભે પડી ગયું હતું. આ ઉપાશ્રયનો પુનઃ શિલાન્યાસ કરાવીને તેનું ઉદ્ઘાટન પૂ. નિત્યાનંદસૂરિ મહારાજની નિશ્રામાં કરવામાં આવ્યું, જે સાધ્વી સુવ્રતાશ્રીજી મહારાજ ઠાણા ત્રણની પ્રેરણાથી થયું. (૧૩) સન ૨૦૦૦માં જન્મભૂમિ સરધારમાં થયેલાં કાર્યો :
ઈ.સ. ૧૯૬૫ સરધારના ચાતુર્માસ દરમિયાન પૂ. મૃગાવતીશ્રીજી મહારાજજીએ ભાઈશ્રી પ્રાણલાલ દોશીને પ્રેરણા આપી ‘આપ સરધાર શ્રીસંઘના આ સંકુલ (મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા)ની સાર સંભાળ રાખજો.' ભાઈશ્રી પ્રાણલાલ દોશીએ પોતાના સુપુત્ર શ્રી નવીનચંદ્રભાઈ પાસે પણ પૂ. મહારાજસાહેબની સામે દર ચોમાસે વંદન દર્શન કરવા જવાનું વચન લીધું.
ઉપાશ્રય નં.૧નો પૂ. ગુરુદેવ વિજય વલ્લભસૂરિજીની સ્મૃતિમાં બે રૂમ સાધ્વી શીલવતીશ્રીજી અને સાધ્વી મૃગાવતીશ્રીજી મહારાજની સ્મૃતિમાં ઈ. સ. ૨૦૦૦માં પુનઃનવનિર્માણ કરાવ્યું. શ્રી નવીનભાઈ પ્રાણલાલ દોશીએ સરધાર શ્રીસંઘને અર્પણ કર્યા.
મુંબઈ ઈ. સ. ૧૯૯૯માં વયોવૃદ્ધ પરમભક્ત સુશ્રાવક શ્રી લાભુભાઈ પાનાચંદ દોશીના સાનિધ્યમાં મુંબઈમાં વસતા સરધાર નિવાસીઓની મિટિંગમાં જન્મભૂમિ સરધારમાં દાદા આદિનાથ જિનાલયની વર્ષગાંઠમાં જવા માટેનો નિર્ણય
૨૫
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
સ્મૃતિસુવાસ-૨
લેવામાં આવ્યો. નવીનભાઈએ બધાને પોતાને ખર્ચે લઈ જવાની ભાવના બતાવી અને મિટિંગમાં સહર્ષ આ વાત સ્વીકારાઈ. નવીનભાઈએ આ રીતે સરધાર નિવાસીઓને પાંચ વરસ સુધી દર વરસે લાવવાનો લાભ લીધેલો હતો. આ પછી દર વરસે જવા ધીરે ધીરે બધા જ જોડાતા ગયા અને ઉત્સાહ પણ વધતો ગયો. ત્યારથી દર વર્ષગાંઠ પર આવીને ખૂબ જ ઉત્સાહપૂર્વક સંઘ જમણ કરે છે. સારી બોલીઓ બોલીને પુણ્ય કાર્ય અને પ્રેમસંવાદન કરે છે. મુંબઈથી સરધાર આવતી વેળાએ દરે વર્ષે એક અલગ તીર્થોની યાત્રા કરાવવાનો પણ લાભ લે છે. (૧૪) જન્મભૂમિ સરધારમાં થયેલાં કાર્યો :
ઈ.સ. ૧૯૬૫ના સરધારના ચાતુર્માસ દરમિયાન પૂ. શીલવચીશ્રીજી, પૂ. મૃગાવતીશ્રીજીની પ્રેરણાથી નિર્મિત શ્રી આત્મવલ્લભ અતિથિગૃહ (હોલ)ના પુનઃ નવનિર્માણનો લાભ શ્રીમતી કિરણબેન મનમોહનસિંહજી - લુધિયાણા (હાલ ચેન્નાઈ)એ લીધો. સ્ટોરરૂમ તથા રસોડાના પુનઃ નવનિર્માણનો લાભ લી શાંતિલાલ ખિલૌનેવાલે (દિલ્હી)એ લીધો. જેને પૂર્ણ કરવાની જવાબદારી સરધાર શ્રીસંઘના કર્મઠ કાર્યકર્તાઓ શ્રી જયેશભાઈ દોશી અને કલ્પકભાઈ દોશીએ ખૂબ જ મહેનત, ચીવટ અને ચોક્સાઈથી લીધી. (૧૫) શ્રી આત્મવલ્લભ જેન ઉપકરણ કેન્દ્ર :
મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ તા. ૧૮ જુલાઈ, ૧૯૮૭ના રોજ આ કેન્દ્રનું ઉદ્ઘાટન પૂ. વિજયવલ્લભસૂરિ મહારાજના અનન્ય ભક્ત શ્રી રતનચંદજી કોઠારી (ઇંદોર)ના કર કમલથી સંપન્ન થયું, જેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપકરણો, પુસ્તકો-પ્રતિમાઓ વગેરે સહેલાઈથી મળવા લાગ્યા.
આ કેન્દ્રના સંચાલનની જવાબદારી સેવાભાવી, પરગજુ શ્રીમતી સુધાબહેન શેઠે સંભાળી અને પૂરી લગન અને જવાબદારી સાથે કાર્ય કર્યું. એમની સાથે સાથે દિલ્હી રૂપનગર શ્રીસંઘના સન્માનનિય ખજાનચી કર્તવ્યનિષ્ઠ અને શાસનસમર્પિત શ્રી મિલાપચંદજીભાઈએ પણ સંપૂર્ણ સહયોગ આપ્યો.
પૂ. સાધ્વીશ્રી મૃગાવતી મહારાજની
ભાવનાનુસાર થયેલા કાર્યો (મહત્તરા પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજનું પોતાનું જીવન તો પ્રકાશપંજ સમાન હતું અને તેમની ભાવનાઓ આકાશને આંબે તેવી વિશાળ હતી. વાસ્તવિક જીવનના અવરોધો કયા કયા છે તેનો તેમને ખ્યાલ હતો અને તે દૂર કરવા માટે તેઓ સદા પ્રયત્નશીલ હતા. તેમના સમુદાયમાં તેમની શિષ્યાઓમાં પણ આ ભાવનાઓનો પ્રવાહ જોવા મળે છે. ક્ષર દેહે આ દુનિયા છોડી દેવા છતાં તેમની ગેરહાજરીમાં પણ તેમની ભાવનાને અનુરૂપ ગુરુ આજ્ઞા અનુસાર થયેલા કાર્યોની વિગતો કંઈક આ પ્રમાણે છે.)
| દિવ્ય આશિષ : પૂ. સાધ્વીશ્રી શીલવતીજી મહારાજ , સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ , સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજી મહારાજ
પ્રેરણા : સાધ્વીશ્રી સુવતીજી મ.સા., સાધ્વીશ્રી સુયશાજી મ.સા., સાધ્વીશ્રી સુપ્રજ્ઞાજી મ.સા. (૧) દીક્ષાશતાબ્દી વર્ષ :
પૂ. મૃગાવતી મહારાજની ભાવનાથી વિજયવલ્લભસૂરિ મહારાજના દીક્ષાશતાબ્દી વર્ષના ઉપલક્ષમાં વિજયવલ્લભસ્મારકમાં સાધ્વીશ્રી સુવ્રતાજી મહારાજની નિશ્રામાં બે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. ધાર્મિક રૂપમાં પંચકલ્યાણક પૂજા, બૃહત્ ધર્મસભા, ૧૭પ આયંબિલ અને ૨૫૦ સામુહિક સામાયિક. બધા ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને શ્રીસંઘના આબાલવૃદ્ધોએ ખૂબ જ ઉત્સાહથી લાભ લીધો. ૧૧ મે, ૧૯૮૭માં તે કાર્યક્રમ ઉજવાયો હતો. ફરી ૧૭ મે ૧૯૮૭ના રોજ સ્મારક સ્થળમાં જ વિકલાંગ સહાયતા, જીવદયા અને નેત્રયજ્ઞ શિબિર થયા. જેમાં ભારત સરકારના ઉશ્યન રાજ્યમંત્રી શ્રી જગદીશ ટાઇટલર પ્રમુખ અતિથિરૂપે પધાર્યા, સમારોહની અધ્યક્ષતા શ્રી કુલાનંદજીએ (ભારતીય કાર્યકારી પાર્ષદ (શિક્ષા) દિલહી પ્રશાસન) કરી તથા ચૌધરી ભરતસિંહ (સંસદ સદસ્ય) અને બંધારણવિદ્દ, બ્રિટનમાં ભારતીય રાજદૂત
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૮
તરીકે રહી ચુકેલા ડૉ. લક્ષ્મીમલ્લજી સિંઘવી વિશેષ અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા હતાં. આમાં ૧૦૧ વિકલાંગોને કૃત્રિમ હાથ-પગ આપ્યાં, જેથી તેઓ આત્મનિર્ભર થઈ શકે અને આર્થિક સહાય પણ આપી, જેનાથી સ્વ-રોજગારીથી સમ્માનિત જિંદગી જીવી શકે. ટ્રાઇસિકલ, સિલાઈ મશીનો, વાસણો વગેરે આપ્યાં, અને ૧૭0 લોકોએ નેત્રદાન શપથપત્ર અર્પણ કર્યા. વિકલાંગોએ શ્રદ્ધા ભાવથી માંસ, મદીરા ત્યાગના નિયમો સાધ્વીજી મહારાજ ની સભામાં લીધાં.
પૂ. મહત્તરાજી મૃગાવતીજીએ વલ્લભસ્મારકની ભૂમિની મુલાકાત લીધા બાદ પૂ. ગુરુ વલ્લભની દીક્ષાશતાબ્દિ અહીં થનારા સ્મારકમાં મનાવવાની ભાવના પૂ. ઇન્દ્રન્નિસૂરિજી પાસે પત્રમાં વ્યક્ત કરી હતી. તેના અનુલક્ષમાં ૧૪મી માર્ચ ૧૯૮૮ના દિવસે પૂ. ગુરુ મહારાજ શ્રી ઇન્દ્રદિગ્નસૂરિજીની નિશ્રામાં ધામધૂમથી દીક્ષાશતાબ્દિ વર્ષનો સમાપન સમારોહ ઉજવાયો. આ પ્રસંગે શ્રીમતી અરૂણાબેન અભયકુમારજી ઓસવાલ પૂ. ઇન્દ્રદિન્નસૂરિજીની પ્રેરણાથી સાતક્ષેત્રના સિંચન માટે રૂ. એક કરોડનું દાન આપ્યું.
ટ્યૂબવેલ : ગુરુદેવના દીક્ષાસ્થળ, રાધનપુરમાં ‘શ્રી આત્માનંદ જૈન મહાસભા' ઉત્તર ભારતે દુષ્કાળના કારણે ટ્યૂબવેલ લગાડવા માટે ૬૧OOO રૂપિયાની રકમ મોકલાવી.
પાંજરાપોળ : આણંદજી કલ્યાણજી પેઢી સંચાલિત છાપરીયાળી પાંજરાપોળ પાલીતાણા માટે ‘શ્રી આત્માનંદ જૈન મહાસભા'એ ગુજરાતમાં દુષ્કાળ સમયે પેઢીના અધ્યક્ષ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈને ત્રણ લાખની રકમ મોકલાવી. (૨) લફની જૈન દેરાસર :
વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજયરત્નાકરસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિમાં એમની પ્રેરણાથી નિર્મિત દેરાસર માટે વિપુલ આર્થિક યોગદાન કરાવ્યું. (૩) શ્રી મહાવીર જૈન શ્વેતાંબર મંદિર :
વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજયરત્નાકરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી હમ્બડા રોડ લુધિયાણા ઉપર બનેલા આ જિનાલયમાં કુપનો દ્વારા પાંચ લાખનું યોગદાન અપાવ્યું.
(૪) શ્રી આત્મવલ્લભ જૈન આરાધના ભવન :
નવીન શાહદારા દિલ્હીમાં આ ઉપાશ્રયનું ભૂમિપૂજન ૧૦-૨-૧૯૮૮ના રોજ શ્રી ખજાનચીલાલ જૈન પરિવારે અને શિલાન્યાસ તથા ઉદ્ઘાટન રાયસાહબ રાજ કુમારજી(અંબાલા)એ કર્યો (૫) શ્રી આત્મવલ્લભ જૈન ધાર્મિક પાઠશાળા :
અધિષ્ઠાતા શ્રી માધી શાહજી દ્વારા સંચાલિત લુધિયાણા ચાવલ બજારમાં ચાલતી આ પાઠશાળાના સ્થાયી ફંડ માટે આચાર્ય શ્રી નિત્યાનંદસૂરિજી મહારાજની પ્રેરણાથી આરંભાયેલા ફંડમાં ઈ.સ. ૧૯૯૩ના ચાતુર્માસમાં ચાર લાખ રૂપિયા થયા. () શ્રી આત્મવલ્લભ જૈન મહિલા મંડળ :
નવીન શાહદરા દિલ્હીમાં આ મંડળની સ્થાપના કરી જે હાલ બહુ સુચારુરૂપે ચાલે છે. (૭) કન્યા છાત્રાલયમાં એક રૂમ :
ગુરુ વિજયઇન્દ્રદિનસૂરિજી મહારાજની નિશ્રામાં નીકળેલો વિજય વલ્લભસ્મારક દિલ્હીથી હસ્તિનાપુર પદયાત્રી સંઘ જ્યારે દુહાઈ (ગાજિયાબાદ) પહોંચ્યો ત્યારે તે દિવસે સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજનો ૬૩મો જન્મદિવસ હતો. જન્મદિવસ ઉજવીને શ્રીસંઘે ભાવવિભોર થઈને એક રૂમ માટે ૨૭000 રૂપિયા અને પાંચ પંખા ભેટ કર્યા. શ્રી કીર્તિભાઈ ગાંધીએ આ ખુશીમાં શ્રીસંઘને
ઠા-પાણી-નાસ્તો કરાવવાનો લાભ લીધો. (૮) ગિરિવિહાર ભોજનશાળા :
આ સંસ્થામાં શ્રીમતી સંતોષરાણી મોતીસાગર જૈન દુગ્ગડે (અંબાલા) ત્રણ લાખનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. (૯) આત્મવલ્લભ એજ્યુકેશન ટ્રસ્ટ :
શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ વડે સંચાલિત આ ટ્રસ્ટમાં શ્રી અશોકભાઈ ઓસવાળે રૂ. ૧ લાખનું યોગદાન આપ્યું. (૧૦) શ્રી આત્મવલ્લભ શ્રમણોપાસક ગુરુકુલ : વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય રત્નાકરસૂરીશ્વરજીની
- ૨૮૯
Page #151
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૮
પ્રેરણાથી નિર્મિત આ ગુરુકુલમાં શ્રીમતી નિર્મલાબેન જોગેન્દ્રપાલજીએ (જલંધર) એક વિદ્યાર્થીને ભણવા માટે ઈ. સ. ૨૦૧૦માં યોગદાન આપ્યું. (૧૧) શ્રી આત્માનંદ જેન ગુરુકુલ ઝગડિયા :
ગુરુદેવ વિજયવલ્લભસૂરિ મહારાજની પ૦મી પુણ્યતિથિના ઉપલક્ષમાં ઈ.સ. ૨૦૦૪માં કટક શ્રીસંઘ દ્વારા પ૧ હજાર રૂપિયા મોકલ્યાં અને શ્રી વિપિનભાઈ સાધનાબેન બદાની (અમેરિકા) પરિવારે સરધાર ચાતુર્માસમાં પૂ. મૃગાવતીશ્રીજી મહારાજની ૨૭મી પુણ્યતિથિના ઉપલક્ષમાં રૂ. એક લાખ અગિયાર હજારની રકમ આપીને લાભ લીધેલ છે, જેના વ્યાજમાંથી એક વિદ્યાર્થી સદા ભણતો રહેશે. (૧૨) શ્રી આત્મવલ્લભ સાધર્મિક શિક્ષણ ઉત્કર્ષ કોષ :
શેઠશ્રી પ્રતાપ ભોગીલાલજીના સૌજન્યથી આણંદજી કલ્યાણજીએ પેઢીના પ્રમુખ શ્રી સંવેગભાઈ લાલભાઈની અધ્યક્ષતામાં સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની ૨૩મી પુણ્યતિથિ કનાસાના પાડે પાટણમાં બહુ ધામધૂમથી ઉજવાઈ. શંખેશ્વર જીવણદાસ ગોડીદાસ પેઢીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીયકભાઈ અને પ્રમુખ વક્તા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ હતાં. આ અવસર ઉપર પંજાબ, કાનપુર, મુંબઈ, ચેન્નાઈ આદિ અનેક પ્રદેશોથી લોકો પધાર્યા. શ્રી હરબંસલાલ ઇન્દ્રલાલજી કસુરવાળાના સંઘપતિપણા નીચે એમ.ડી.એચ. પરિવારના ૪૦ સદસ્યો બહુ ભાવથી આવ્યા હતા અને આ પરિવારે ખૂબ જ લાભ લીધો હતો. મૃગાવતી મહિલા મંડળની સદસ્યાઓએ બહુ સુંદર અને રોચક પ્રોગ્રામ આપીને શોભા વધારી. શ્રી કમલકિશોરજી સુરખેવાળાએ સભાનું કુશળ સંચાલન કર્યું. પૂ. મૃગાવતીજી મહારાજના ફોટાને માળા અર્પણ કરવાનો લાભ શ્રી મનમોહનસિંહજી ચેન્નઈવાળાએ લીધો હતો. પછી પાટણ ચાતુર્માસમાં પૂ. વિજયવલ્લભસૂરિ મહારાજ ની ૫૬મી પુણ્યતિથિ ઉપર લુધિયાણા શ્રીસંઘના ૬૦ ગણમાન્ય વ્યક્તિઓ અને ભાઈ-બહેનો પધાર્યા હતા. શ્રી વિજયવલ્લભસૂરિજીના ફોટાને માળા અર્પણ કરવાનો લાભ લુધિયાણા શ્રીસંઘના પ્રમુખ શ્રી કશ્મીરીલાલજીએ લીધો હતો. આ બે પુણ્યતિથિના ઉપલક્ષમાં આ ટ્રસ્ટની સ્થાપના કરી, જેમાં બીજા બધાએ ઘણો લાભ લીધો. આ ટ્રસ્ટમાં ભણવાવાળા વિદ્યાર્થીઓને વિના વ્યાજ ઉપર લોન આપવામાં આવશે.
(૧૩) સ્કોલર અને પુસ્તક પ્રકાશન :
એલ. ડી. અમદાવાદના ડિરેક્ટર વિદ્ધવર્ય ડૉ. શ્રી જીતેન્દ્રભાઈ બી. શાહની પ્રેરણાથી ઈ.સ. ૨૦૦૭-૦૮ના ચાતુર્માસમાં શ્રીમતી સુરેશાબેન જગદીશભાઈ મહેતા (મુંબઈ) અને શ્રીમતી જીવનપ્રભા દેવેન્દ્રકુમારજી (દિલ્હી)એ જ્ઞાનોદય ટ્રસ્ટમાં એક એક સ્કોલરને ભણાવવાના ખર્ચનો લાભ લીધો, શ્રીમતી કમલાબેન હેમચંદજી (મૈસૂર)એ પંડિત બેચરદાસજી દ્વારા લિખિત ‘જૈનદર્શન'ના પ્રકાશનનો લાભ લીધો. શ્રીમતી ચંદનબાલા ધરમદેવજી નૌલખા (લુધિયાણા) પરિવારે ‘૫, બેચરદાસ જીવરાજ દોશી સ્મારક નિધિમાં લાભ લીધો. (૧૪) વિજયાનંદસૂરિ હોલ :
શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગારોહણ શતાબ્દીની પૂર્ણાહુતિના ઉપલક્ષમાં ગઢદીવાલામાં (ગામનું નામ) આ હોલ કરાવ્યો. (૧૫) માતા શાંતિદેવી ધાર્મિક પુરસ્કાર :
ધાર્મિક શિક્ષણ દ્વારા પાઠશાળાના બાળકોનો સર્વતોમુખી વિકાસ થાય, જીવનનિર્માણમાં સુંદર સંસ્કારોનું સિંચન થાય, ધાર્મિક શિક્ષણ માત્ર ગોખણપટ્ટી ન બની રહેતા તે રોજિંદા જીવનમાં ઉતરે એવા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ નિઃસ્વાર્થ, શાસનનિષ્ઠ શ્રી સ્નેહલભાઈ અને સેવાભાવી સુ, શ્રી નયનબહેનની સેવાઓથી ખુશ થઈને શ્રી દ્વારકાદાસજીના સુપુત્રો શ્રી સુભાષકુમાર તથા શ્રી પ્રવીણકુમારે માતા શાંતિદેવીની સ્મૃતિમાં ભાવનગરમાં સુભાષનગરના શ્રીસંઘની પાઠશાળાના બાળકોને, વ્યાજમાંથી કાયમી ધાર્મિક પુરસ્કાર આપી શકાય તે રીતે રકમ ભેટ આપી. (૧૬) પાટણના વિદ્વાનો-પુજારીઓના બહુમાન :
ઈ.સ. ૨૦૦૯માં પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પકમી પુણ્યતિથિ નિમિત્તે પાઠશાળાઓમાં સાધુ-સાધ્વીજી મહારાજને ભણાવવાવાળા વિદ્વાનોનું બ્લૅકેટથી બહુમાન કરવામાં આવ્યું, જેનો લાભ શ્રી પ્રેમચંદભાઈ લુધિયાણાવાળાએ લીધો હતો. ૧૨૫ દેરાસરોના લગભગ ૧૧૦ ગોઠીઓને શર્ટ આપ્યા, જેનો લાભ શ્રીમતી કસ્તુરબેન રવિલાલભાઈએ (મુંબઈ) લીધેલ. કામવાળી ૧૦૦ બહેનોને શાલ આપી, જેનો લાભ શ્રી
રા
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૮
ઇન્દ્રકુમાર ડી. કે. ઓસવાળ અને શ્રી સુભાષસાગર ચંદન હોજરીવાળાએ લીધેલ. પૂજારીઓ અને બહેનો બધા ને ૫ કિલો ઘઉની થેલી આપી અને પાટણ શ્રી સંઘે ૫૧ રૂપિયાના કવર આપીને બધાને તિલક કર્યા. (૧૭) સમી પાંજરાપોળ :
આ પાંજરાપોળની યોજનામાં રૂ. એક હજારની એક કુપનની સ્કીમ બહાર પાડી અને તેમાં રૂ. ૨૫ હજારની રકમ એકઠી થઈ. પંડિતવર્ય શ્રી વસંતભાઈએ આ કામ સંભાળેલ. (૧૮) સર્વોદય હૉસ્પિટલ :
બિદડા કચ્છમાં બનેલી આ હૉસ્પિટલમાં સાધ્વી સુયશાશ્રીજી મહારાજની શત્રુંજય દાદાની ૯૯ યાત્રાની ખુશીમાં શ્રી શશીભાઈ જયંતભાઈ બદાનીએ ઈ.સ. ૨૦૧૦માં એક રૂમ માટે સાડા ચાર લાખની રકમ શ્રી વિજયભાઈ છેડાને મોકલાવી અને વિકલાંગોને પગ આપવા માટે ૫૦ હજારનો લાભ શ્રીમતી ચંદનબાળા ધર્મદેવજીએ લીધો હતો. (૧૯) અંબાલામાં સિદ્ધાચલજીનો પટ્ટ, ઉપાશ્રયનો ગેટ અને હોલ :
શ્રીમતી સંતોષરાણી મોતીસાગર દુગ્ગડે (અંબાલા) શ્રી સુપાર્શ્વનાથ જૈન મંદિરમાં સિદ્ધાચલજીનો સરસ પટ્ટે કરાવ્યો, જે દર્શનાર્થે ભેટ આપેલ છે અને ઉપાશ્રયનો ગેટ અને ‘સંતોષ મોતીસાગર હોલ” બનાવવાનો લાભ લીધેલ છે. (૨૦) લેબ વિંગ:
લુધિયાણામાં ‘વિજયાનંદ ડાયાગ્નોસ્ટિક સેન્ટર' નામની આ વિગ શ્રી નથુરામ જેનના સુપુત્રરત્ન સ્વ. લાલા દ્વારકાદાસજી પટ્ટીવાળાની પુણ્યસ્મૃતિમાં એમના ધર્મપત્ની શ્રીમતી શાંતિદેવી અને એમના સુપુત્રો સુભાષકુમાર જૈન અને પ્રવીણ જૈન પરિવારે (લુધિયાણા) સ્થાપિત કરી પ્રજાની સેવામાં સમર્પિત કરેલ
(૨૨) બૃહત્ કલ્પસૂત્રજીના પ્રથમ ભાગનું પુનઃ પ્રકાશન :
જૈન આત્માનંદ સભા, ભાવનગરના મંત્રીશ્રી હર્ષદભાઈની પ્રેરણાથી પૂ. આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજ સાહેબ દ્વારા સંપાદીત આ ભાગના પુનઃ પ્રકાશનનો લાભ શ્રીમતી ચંદનબાળા બહેનના માસખમણની ખુશીમાં શ્રી ધરમદેવજી નૌલખા પરિવાર (જીરા, હાલ લુધિયાણા) એ લીધેલ છે. (૨૩) મુનિસુવ્રતસ્વામી જૈન મંદિર :
- વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યશ્રી રત્નાકરસૂરિ મહારાજની પ્રેરણાથી હોશિયારપુર જૈન કૉલોનીમાં નિર્માણાધીન આ મંદિરમાં શ્રી નમીનાથ જૈન શ્વેતાંબર મંદિરના દેવદ્રવ્યથી કટકના શ્રીસંઘે એકાવન હજાર અને મૈસુરથી શ્રી હિંમતભાઈ અમૃતભાઈ, શ્રી હેમચંદભાઈ, શ્રી ચુનીલાલભાઈ અને શ્રી કુટરમલજીએ અગિયાર અગિયાર હજારની રકમ મોકલાવીને લાભ લીધેલ છે. (૨૪) શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠ :
જીરા ગામમાં આવેલ પૂ. આત્મારામજીની સમાધિની જગ્યામાં ઈ.સ. ૧૯૯૪માં શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠનું ભૂમિપૂજન શ્રીમતી વિદ્યાવતી શ્રીપાલજી જૈન (મેસર્સ નવીન ભારત હોઝિયરી, લુધિયાણા) શિલાન્યાસ શ્રી ધર્મપાલજી ઓસવાળના કરકમલોથી સંપન્ન થયા. ચોમાસુ પૂરું થતાં જ વિદ્યાપીઠના ઉદ્ઘાટનનો લાભ કૂપન દ્વારા ભાઈશ્રી અશોકકુમારજી જૈન (ડી.કે.ઓસવાળ) કસુરવાળાને મળ્યો.
(૨૧) સાધુસાધ્વી વૈયાવચ્ચ :
સમેતશિખર પેઢીના આ ફંડમાં ઋજુવાલીકા (બરાકર) તીર્થમાં કરેલા ચાતુર્માસ દરમિયાન શ્રીસંઘના સભ્યોએ ઉદારતાથી રૂપિયા પંચાવન હજાર લખાવ્યા.
Page #153
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૬
સ્મૃતિસુવાસ-૩ જૈન ભારતી મહત્તરા સાધ્વી મૃગાવતીશ્રીજી મ.સા.ની
સ્મૃતિમાં અપ્રતિમ શ્રદ્ધાથી સમ્પન્ન થયેલાં કાર્યો (વર્ષો વીતી ગયા છતાં જેની છબી પોતાના હૃદયમાં કોતરાઈ ગઈ છે તેવા ભાવનાશીલ ભક્તો પૂ. મહારાજીની સ્મૃતિમાં હજીય જે સત્કાર્યો કર્યા કરે છે તેવા કાર્યો સાથે પૂ. મહત્તરાજીના નામને પણ જોડવાનું ભૂલતા નથી. આવા કેટલાંક કાર્યો આ પ્રમાણે છે.) (૧) મહત્તરા સાધ્વી મૃગાવતીજી ફાઉન્ડેશન :
૧૮મી જુલાઈ ૧૯૮૬ના રોજ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજના કાળધર્મ પછી બીજા દિવસે ૧૯મી જુલાઈના રોજ એક વિશાળ આયોજન વચ્ચે મહત્તરાજીને ભારતના અગ્રગણ્ય મહાનુભાવો, સંસ્થાઓ, ચારેય સંપ્રદાયના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી. પૂ. મહત્તરાજી પ્રત્યે પોતાની સાચી શ્રદ્ધા વ્યક્ત કરવા માટે અને તેમની સ્મૃતિને સ્થાયી બનાવવા માટે એક સ્થાયી ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય તે જ શ્રદ્ધાંજલિ સભામાં કર્યો. તત્કાલ લાખો રૂપિયાના વચનો પ્રાપ્ત થઈ ગયા. ટ્રસ્ટનું નામ ‘મહત્તરા સાધ્વી મૃગાવતીજી ફાઉન્ડેશન' રાખ્યું. આ ટ્રસ્ટ દ્વારા અનેક લોકકલ્યાણ અને શિક્ષાપ્રસારના કાર્યો થાય છે. (૨) પૂ. મૃગાવતી સમાધિમંદિરનું નિર્માણ :
પૂ. મહત્તરાશ્રી મૃગાવતીજી મ.નાં સમાધિમંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ તા. ૧૬-૨-૧૯૮૭ના રોજ શ્રીમતી અરુણાબહેન અભયકુમારજી ઓસવાલ (લુધિયાણા)ના હસ્તે કરવામાં આવ્યો, ૧૯૮૮માં સમાધિમંદિર તૈયાર થઈ ગયું. તેની ઉપર ચારે બાજુ માટી ચઢાવીને તેને પર્વતીય ગુફાનું રૂપ આપવામાં આવ્યું કારણ કે મહારાજીને શાંતિ-એકાંતવાસ અતિ પ્રિય હતાં.
આ સમાધિમંદિરમાં સ્વાતંત્ર્યસેનાની પ્રખ્યાત શિલ્પી, પદ્મશ્રી કાંતિલાલ બી. પટેલે બનાવેલ ઇટાલિયન માર્બલની, જાણે બોલતી હોય તેવી, બનાવેલી પૂ. મૃગાવતીજીની પ્રતિમા ભરાવવાનો લાભ અમેરિકાવાળા શ્રી શશિકાન્તભાઈ બદાણી પરિવારે લીધો. આ પ્રતિમાની પ્રતિષ્ઠાનો લાભ શ્રી નરપતરાય ખેરાયતીલાલ (એન.કે.) પરિવાર દિલહીએ લીધો.
પૂ. મૃગાવતીજીની ચરણપાદુકાની પ્રતિષ્ઠાનો લાભ શ્રી રામલાલ ઇન્દરલાલ પરિવારે (દિલડી) લીધો. આચાર્ય વિજય ઇન્દ્રદિસૂરિની આજ્ઞા પ્રમાણે પૂ. સુત્રતાની નિશ્રામાં તેની પ્રતિષ્ઠા તા. ૧-૧૧-૧૯૯૬ના રોજ ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી. વાસ્તુકલા પ્રમાણે બનાવાયેલ સમાધિમંદિર બેમિસાલ છે. (૩) જેન ભારતી મૃગાવતી વિદ્યાલય :
સ્મારક સ્થળ ઉપર પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીની યાદમાં એક વિદ્યાલયની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. શ્રીમતી ત્રિલોકસુંદરી તેજપાલજી તથા તેમના સુપુત્રો શ્રી પદ્મકુમારજી તથા શ્રી અભિનંદનકુમારજી ઘોડેવાલા પરિવારે મહત્ત્વપૂર્ણ યોગદાન આપીને તા. ૩૦-૧-૧૯૯૨ના રોજ શિલાન્યાસ કર્યો.
તેના નિર્માણ માટે અનેક દાનવીરોએ દાન આપ્યું. તેમાં (૧) શ્રી નરપતરાય ખેરાયતીલાલ (એન.કે .), (૨) શ્રી શશિકાન્ત મોહનલાલ બદાણી, (૩) રામલાલ ઇન્દ્રલાલ જૈન, (૪) લાલા રતનચંદજી જૈન, (૫) શ્રી જ્ઞાનચંદજી જૈન, (૬) શ્રી ખજાંગીલાલ જૈન પરિવાર (કે. કે. રબ્બર) વગેરે પરિવારોએ વિપુલ આર્થિક યોગદાન આપીને વિદ્યાલયના સંરક્ષકપદનો સ્વીકાર કર્યો. ઇંગ્લેન્ડમાં ભારતના ઉચ્ચાયુક્ત ડૉ. લક્ષ્મીમલજી સિંઘવીએ વિદ્યાલયના મુખ્ય સંરક્ષકપદને સ્વીકાર્યું. એરમાર્શલ પી. કે. જેને સંસ્થાના ચેરમેન તરીકે શરૂઆતથી દીર્ધકાળ સુધી નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું. આ વિદ્યાલયનો શિલાન્યાસ કર્યા બાદ ઝડપથી કામ હાથમાં લઈને તા. ૧-૪-૧૯૯૩ના રોજ આ વિઘાલયને ચાલુ કરવામાં આવ્યું. તેમાં વિનોદબાલા સૂદને મુખ્ય અધ્યાપિકા તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. તેઓએ પાયાના પથ્થરરૂપ કામ કર્યું. તે જ રીતે શ્રી ડી. કે. જૈન ઓનરરી મેનેજર તરીકે બાળકોના સંસ્કરણનું તથા સંસ્થાનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે, જેથી વિદ્યાલયનો વ્યવસ્થિત વિકાસ થઈ રહ્યો છે. અહીયાં નર્સરી અને કે.જી ,ના વ્યવસ્થિત અભ્યાસ માટે અલગથી એક નર્સરી સ્કૂલ બનાવવામાં આવી છે, જેનો લાભ લાલા નરપતરાય ખેરાયતીલાલ (એન.કે.) પરિવારે લીધો છે. તેના ચેરમેન તરીકે શ્રી નરેન્દ્રકુમાર જૈન સુવ્યવસ્થિત કાર્ય કરી રહ્યા છે.
૨૯૪
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૬
(૪) ભગવતી મૃગાવતી ગુજરાતી વિશ્વકોશ :
ગુજરાતી વિશ્વકોશ એટલે ગુજરાતી ભાષામાં તૈયાર થયેલો એન્સાઇકલોપીડિયા. વિશ્વની તમામ વિદ્યાઓ અને જ્ઞાનને સમાવતો પચીસ હજાર પૃષ્ઠોનો અને ત્રેવીસ હજાર પ્રમાણભૂત લખાણોવાળો ગુજરાતી વિશ્વકોશ પચીસ ભાગમાં પ્રગટ થયો છે. ગુજરાતી વિશ્વકોશે પોતાનું નવું ભવન બાંધ્યું ત્યારે એ ભવન પર ભાષા, સંસ્કારપ્રેમી ઉદ્યોગપતિ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના સહયોગથી ‘શ્રી ભગવતી-મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીભવન’ એવું નામાભિધાન કરવામાં આવ્યું અને આજે એ ભવ્ય ઇમારત પર આ નામ શોભાયમાન છે અને અત્યારે એ ગુજરાતની સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર બની ચૂક્યું છે. (૫) સાધ્વીશ્રી મૃગાવતીજી નેત્રવિભાગ :
લુધિયાણામાં એમ.જે .એસ. હૉસ્પિટલમાં શ્રી ધરમદેવ ચંદનબાળા જૈન (જીરાવાલા) લુધિયાના અને એમના સુપુત્રો નૌલખા પરિવારે જનસેવામાં પોતાની અપ્રતીમ શ્રદ્ધાથી આ વિભાગ સમર્પિત કર્યો. () મૃગાવતી જૈન ઉપાશ્રય :
ઇન્દ્ર કમ્યુનિટિ સેન્ટર સુંદરનગર લુધિયાણાના માળ ઉપર બનેલો આ ઉપાશ્રય મૃગાવતી શ્રાવિકા સંઘના પ્રમુખ શ્રીમતી સરસ્વતીદેવી, શ્રીમતી પુષ્પલતા, શ્રીમતી શીલાવંતી અને શ્રીમતી નિર્મળાબહેન વગેરે બહેનોએ બનાવડાવીને શ્રીસંઘને અર્પણ કર્યો. (૭) મૃગાવતી જૈન મહિલા મંડળ :
મૃગાવતી શ્રાવિકા સંધ સુંદરનગર, લુધિયાણાના ઉપપ્રમુખ શ્રીમતી શીલાવતીએ આ મંડળની સ્થાપના કરી. આ મંડળ દર વર્ષ પૂ. મહારાજજીનો જન્મદિવસ બહુ ભાવથી ઉજવે છે અને સરસ ચાલે છે. (૮) જેનભારતી મૃગાવતી ધર્માર્થ ઔષધાલય :
| દગડ હીરાલાલ કલાવતી જૈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જૈનભારતી મૃગાવતી ધર્માર્થ ઔષધાલયમાં , વલ્લભવિહાર સોસાયટી, રોહિણી (દિલ્હી) ક્ષેત્રમાં સવારમાં હોમિયોપેથી, સાંજના આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલે છે. ઔષધાલય બહુ સારી રીતે ચાલે છે. લોકો ખૂબ લાભ લે છે.
(૯) પૂ. મહત્તરા સાધ્વીજી શ્રી મૃગાવતીજી સ્મૃતિ પારિતોષિક
શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ તરફથી પૂ. મૃગાવતીશ્રીજી મહારાજના કાળધર્મ બાદ તુરત આ પારિતોષિકનો પ્રારંભ થયો. બૃહદ મુંબઈની ધાર્મિક પાઠશાળાઓમાં ‘શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ” દ્વારા પ્રતિવર્ષ વિવિધ ધાર્મિક કક્ષાઓની લેવાતી પરિક્ષામાં વિશેષ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને પારિતોષિક (પુરસ્કાર) આપવામાં આવે છે. (૧૦) શ્રી મૃગાવતી જેન સિલાઈ સ્કૂલ :
જૈન ભારતી યુવતી સંઘ રોપડના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન જેમણે આ યુવતી સંઘની શરૂઆત કરી અને ૨૫ વર્ષ સુધી ખૂબ સારી રીતે તેને ચલાવી અને ૮ જૂન, ૧૯૯૨માં સિલાઈ અને ભરતકામ શીખવવા માટેની સ્કૂલ શરૂ કરીને ઘણા વર્ષ સુધી ચલાવી. આના જ એક વિભાગ રૂપે શાકાહારી ભોજન બનાવવાનું શિખવાડતા હતાં. પણ હવે સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની સ્મૃતિમાં તેઓએ જૈન ઉપાશ્રયમાં એક રૂમ શ્રી મૃગાવતી જૈન સિલાઈ સ્કૂલ અને જૈન ભારતી યુવતી સંધ તરફથી ભેટ આપ્યો છે. (૧૧) મૃગાવતી જૈન સ્ટડી સેન્ટર :
અંબાલા કૉલેજ માં ‘મૃગાવતી જૈન સ્ટડી સેન્ટર ' ચાલે છે અને આ સ્ટડી સેન્ટરના અન્વયે દર વર્ષે સેમિનારમાં જુદા જુદા વિદ્વાનોને બોલાવીને જુદા જુદા વિષયો ઉપરનાં વ્યાખ્યાનો યોજવામાં આવે છે. (૧૨) મૃગાવતી સમાધિ મંદિર :
શ્રી કીર્તિભાઈ ગાંધીએ આ અલૌકિક સમાધિમંદિરનું નિર્માણ ગુજરાત એપાર્ટમેન્ટમાં પોતાના ઘરના એક જુદા રૂમમાં કરાવ્યું છે. સાધ્વીજીની પ્રતિમાની પ્રતિષ્ઠાનો મહત્ત્વપૂર્ણ લાભ શ્રીમતી કલ્પનાબેન બિપિનભાઈ કોબાવાળાએ લીધો છે. (આ પૂરું વર્ણન પુસ્તકનાં પેજ ૧૧૧ પર છે.) (૧૩) જેનભારતી સાધ્વી મૃગાવતી હૉલ :
શ્રી આત્માનંદ જૈન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી અંબાલા જૈન કૉલેજના વિભાગમાં એમ.સી.એ.નું શિક્ષણ અપાય છે એમાં આ હોલનું નિર્માણ કરાવ્યું છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
શ્રુત સહયોગીઓની યાદી
(૧૪) પાટણ અને સરધાર ગૌશાળા :
સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની ૨૩મી પુણ્યતિથિના ઉપલક્ષમાં પાટણગૌશાળામાં અને ૨૭મી પુણ્યતિથિના ઉપલક્ષમાં સરધાર ગૌશાળામાં પંજાબી ગુરુભક્તોએ એમના નામની તિથિ લખાવી. (૧૫) પાર્શ્વનાથ વિદ્યાશ્રમ (બનારસ) :
સાધ્વીજી મહારાજની સ્મૃતિમાં એક વિદ્વાન તૈયાર કરવા માટે રૂ. એકાવન હજાર આ સંસ્થામાં ભેટ અપાવ્યા. (૧૬) મહત્તરા મૃગાવતી ગેસ્ટ રૂમ :
યુસુફ મહેરઅલી સેંટરના અન્તર્ગત તારા ગામમાં આદિવાસીઓના સ્વાથ્ય લાભ માટે ‘તારા હેલ્થ ઍન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ'માં શ્રી શૈલેષભાઈ હિંમતલાલ કોઠારીએ ગેસ્ટરૂમ માટે યોગદાન આપેલ છે. (૧૬) સરધારમાં એક રૂમ :
એક રૂમ બંધાવીને ૨૫-૪-૨૦૦૮ના રોજ સંઘને અર્પણ કરેલ છે. સરધારમાં એક રૂમનો સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાશ્રીજી મહારાજની પુણ્યસ્મૃતિમાં શ્રીમતી ઇન્દિરાબેન શશીભાઈ બદાનીએ લાભ લીધેલ છે.
પંજાબના અનેક મહિલા મંડળો સાધ્વીશ્રી મૃગાવતીજીની પુણ્યતિથિ અને જન્મતિથિ બહુ ભાવથી ઉજવે છે. મૈસુર મહિલા મંડળ અને શ્રીસંઘ અને પાઠશાળાવાળાઓ મળીને બે દિવસ બહુ ઉલ્લાસથી મનાવે છે. દિલ્હી વલ્લભવિહાર સોસાયટી રોહિણીયેત્રમાં શ્રીમતી સુધાબહેન શેઠ અનેક મંડળો અને વ્યક્તિઓને નિમંત્રણ આપીને સત્સંગ અથવા પૂજાના રૂપમાં જન્મતિથિ ઉજવે છે. છેલ્લા ત્રણ વર્ષથી શ્રીમતી જીવનપ્રભાબેન પણ સાથે લાભ લે છે.
પ્રેરણાની પાવનમૂર્તિના
શ્રુતસહયોગીઓ રૂ. ૫૦૦૦ (૧) શ્રીમતી હીરાબહેન કાંતિલાલજી ડી. કોરા મહામાત્ય - શ્રી મહાવીર જૈન
વિદ્યાલય મુંબઈ. (૨) શ્રી અશોકભાઈ કાંતિલાલજી ડી. કોરા, શ્રી મહાવીર જૈન વિદ્યાલય,
મુંબઈ (૩) શ્રીમતી પ્રેમિલાબેન વિનયભાઈ ગોગરી, મુંબઈ (૪) શ્રીમતી હસુમતિબહેન અમુભાઈ પરિવાર, મૈસૂર (૫) શ્રી અશોકભાઈ મિલાપચંદજી કટારિયા, દિલ્હી, રૂપનગર (૯) શ્રી ભરતભાઈ શાંતિલાલજી ચૌધરી, દિલ્હી (૭) શ્રીમતી શિલ્પાબહેન હર્ષદભાઈ મનસુખભાઈ મહેતા, દિલ્હી-રૂપનગર (૮) શ્રીમતી તારાબહેન હુકમચંદજી, હાલ દિલ્હી (૯) શ્રીમતી કલ્પનાબહેન બિપીનભાઈ કોબાવાલા, દિલ્હી (૧૦) શ્રીમતી હસુમતિ કાંતિલાલજી જૈન દાળવાળા, દિલ્હી જલગાંવ (૧૧) શ્રી પ્રભુદાસ શ્યામલજી દોશી પરિવાર, સરધાર (૧૨) શ્રી અજયભાઈ લાભુભાઈ દોશી, સરધાર, હાલ મુંબઈ (૧૩) શ્રી નવીનભાઈ પ્રાણલાલ દોશી, સરધાર, હાલ મુંબઈ (૧૪) શ્રી વસંતભાઈ કેવળચંદ સંઘવી, સરધાર, હાલ મુંબઈ (૧૫) શ્રીમતી હાંસુબહેન હરજીવનદાસ દોશી, મુંબઈ (૧૬) શ્રીમતી મધુબહેન બદાણી (મુંબઈ, હાલ અમેરિકા)
ર
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
પરિશિષ્ટ-૧૦ સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી પૂજ્ય ગુરુદેવના સમુદાયમાં એક સિંહણ જેવી સાધ્વી હતી. હિંમતપૂર્વક તેમણે ગુરુ દેવના કાર્યો કર્યા છે તે ખૂબ અનુમોદનીય છે.
- આચાર્ય પદ્મવિજયજી
જૈનભારતી, કાંગડા તીર્થોદ્ધારિકા, મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ સાહેબના કાળધર્મ બાદ દિલ્હી, પંજાબ તથા સમગ્ર ભારતમાં ઠેર ઠેર ગુણાનુવાદ સભાઓ થઈ, ઠરાવો થયા, વિદ્વાનોના શોકસંદેશાઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો તેમાંથી કેટલાંક ચૂંટેલા સંદેશાઓની આ છે ઝલક.
સાધ્વીશ્રી મૃગાવતીજી જૈન ઇતિહાસમાં એક અમર સાધ્વી થઈ ગયા. તેમણે જૈન સંઘ અને માનવકલ્યાણ માટે જે મહાન કાર્યો કર્યા છે તે સદા ચિરસ્મરણીય રહેશે.
- મુનિશ્રી નગરાજજી
ગામેગામ અને નગરનગરમાં વ્યાખ્યાન આપીને ભારતીય સંસ્કૃતિની પરંપરાને અકુષ્ણ રાખવા માટે યુવાશક્તિને વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીજીએ યુગવીર આચાર્યશ્રી વલ્લભસૂરિજીના આજ્ઞાનુવર્તી બનીને પ્રેરિત કરી. સામાજિક સંગઠન અને દહેજ પ્રથાની વિરુદ્ધ અવાજ ઉઠાવીને દેશનું નૈતિક જાગરણ કર્યું.
- આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિશસૂરિજી
મહત્તરા સાધ્વીશ્રી મંગાવતીશ્રીજીના આકસ્મિક કાળધર્મ થવાથી અમે પોતે સ્વયં વ્યથિત થયા છીએ.
- મુનિ જંબૂવિજયજી
આપે સ્વર્ગસ્થ ગુરુ દેવોનાં મિશનને પૂરા કરવા માટે પોતાની જાતને સમર્પિત કરી દીધાં છે. વલ્લભસ્મારક આપની કીર્તિપતાકાને અમુણ રાખશે.
- સાધ્વી શ્રી સુમંગલાશ્રીજી
સાધ્વી મૃગાવતીશ્રીજી મહારાજ આટલું વિશાળ, વિરાટે, ભવ્ય વિવિધલક્ષ્મોત્કર્ષ વિજયવલ્લભસ્મારક બનાવી શકશે એવો કોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો, પરંતુ સાધ્વીજી મહારાજે હિંમત ન છોડી, નિરાશ ન થયા. તે સમજતા હતા કે એવરેસ્ટવિજય એક પગલામાં થતો નથી. પર્વતારોહકોનું જીવન પર્વત જેવું કઠિન હોય છે. મૃગાવતી શ્રીજીએ આવું જ કઠિન જીવન વિતાવ્યું છે. તેમની પાસે ધીરજની ઢાલ અને આત્મશ્રદ્ધાની તલવાર હતી, જેનાથી તેમણે રસ્તામાં આવનારા કષ્ટો અને મુસીબતોને મારી ભગાડ્યા અને આવનારા અંતરાયો અને પ્રતિકૂળતાઓને સમતાભાવથી સહન કર્યા.
- સાધ્વી સુવ્રતાશ્રીજી
આ દેદીપ્યમાન સુર્ય એકાએક અસ્ત થઈ ગયો. આ મહાન વિભૂતિ અનાયાસ ચાલી જવાથી સમાજમાં અપૂરણીય ક્ષતિ થઈ છે.
- હીરાલાલ જૈન (અધ્યક્ષ, શ્રી મધર મહિલા શિક્ષણ સંઘ, વિદ્યાવાડી, જિ. પાલી, રાજસ્થાન)
મહત્તરાશ્રીજીએ બાળપણમાં દીક્ષા લઈને જે રીતે સંયમસાધના, સમાજસેવા, સંઘઉન્નતિ અને વલ્લભસ્મારક જેવી આંતરરાષ્ટ્રીય યોજનાઓમાં સમર્પણભાવ કર્યો હતો તે પ્રશંસનીય અને અનુમોદનીય છે.
- આચાર્ય જનકચંદ્રસૂરીશ્વરજી
આપશ્રીએ અમારે ત્યાં ૧૯૭૨ના ચાતુર્માસમાં આપ આપસમાં ભાઈચારા અને પ્રેમમિલનનું જે સ્વરૂપ શ્રીસંઘમાં બનાવ્યું તેને જૈન સમુદાય સદાય યાદ રાખશે. તેઓ જૈન એકતા માટે સદા સમર્પિત મહાન વ્યક્તિત્વ હતા. - શ્રી પંજાબ જૈન ભ્રાતૃસભાના સભાસદ
(ખારે, મુંબઈ)
Page #157
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૦
પ્રેરણાની પાવનમૂર્તિ મહત્તરાજી મહારાજના દેવલોકગમનની સાથે પંજાબ જૈન સમાજના ઇતિહાસનો એક સુવર્ણ અધ્યાય સમાપ્ત થઈ ગયો. એક આદર્શ શ્રમણીના રૂપમાં તેમની સમાજને ભેટ અદ્વિતીય છે. તે સાચા અર્થમાં ચારિત્રનિષ્ઠ આર્યારત્ન હતા.
- શ્રી બલદેવરાજજી જૈન (ભૂતપૂર્વ મહામંત્રી, શ્રી આત્માનંદ જૈન સભા, લુધિયાણા)
આ સ્થાનના ખાલીપણાને ભરવા કોઈ ઉપાય નથી.
એમના ચરણોમાં મારા તરફથી, શ્રી આત્માનંદ જૈન કૉલેજ ટ્રસ્ટ અને મેનેજમેન્ટ સોસાયટી તથા શ્રી આત્મવલ્લભ જૈન એજ્યુકેશન ફાઉન્ડેશન તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં ભગવાનને પ્રાર્થના કરું છું કે, આપણને એમના બતાવેલા માર્ગ પર ચાલવા, એમના અધૂરાં કાર્યો પૂર્ણ કરવા અને એમની પ્રેરિત સંસ્થાઓની પ્રગતિમાં સહાયરૂપ થવા શક્તિ પ્રદાન કરે.
- રાજકુમાર જૈન (મંત્રી, શ્રી આત્માનંદ જૈન કૉલેજ પ્રબંધક કમિટી, અંબાલા,
શ્રી આત્મવલ્લભ જૈન એજ્યુકેશન ફાઉન્ડેશન, અંબાલા )
આજે એ વાત માનવા મન તૈયાર નથી કે મહત્તરા સાધ્વી મૃગાવતીજી મહારાજ આપણી વચ્ચે નથી. એ મહાન વિભૂતિના દર્શન કરનાર દરેક વ્યક્તિને થતું કે, મહારાજ સાહેબ પોતાના પ્રત્યે ખુબ નેહ, ખૂબ વાત્સલ્ય બતાવે છે. જેને પૂછો તે એક જ વાત કહેશે, મહારાજ સાહેબ પોતાની ખૂબ નજીક હતા. જેમ આપણે એક ફોટોગ્રાફને જોઈને કહીએ કે, એ મારી તરફ જુએ છે, પરંતુ આજે એ હકીકતનો સ્વીકાર કરવો પડશે કે, તેઓ અનેક સ્મૃતિઓ પોતાની પાછળ છોડીને ગયાં છે.
મહારાજસાહેબ પ્રત્યેની આપણી સાચી શ્રદ્ધાંજલિ બે શબ્દ કે બે આંસુથી નહિ પૂર્ણ થાય, આપણે એમનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવાનો સંકલ્પ કરવાનો છે. એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે.
- ખેરાયતીલાલ જૈન પ્રમુખ, શ્રી જૈન શ્વેતામ્બર મહાસભા, ઉત્તર પ્રદેશ )
મહત્તરાજીના સ્વર્ગવાસથી આજનો દિવસ જૈન સમાજના ઇતિહાસમાં અત્યંત શોકપૂર્ણ દિવસ માનવામાં આવશે. એમના અધૂરાં નો પૂરાં કરવા સર્વસ્વ સમર્પી દઈએ.
- શ્રી જૈન છે. મુ. સંઘ
(બડીત, મેરઠ).
પૂ. મૃગાવતીજી મહારાજના નિધનના સમાચાર સાંભળી અધ્યાપકગણ અને છાત્રો શોકસાગરમાં ડૂબી ગયા છે. સાધ્વીશ્રી સમસ્ત જૈન જગતના બાળકોના હૃદયમાં સમાયેલા હતા. એમના આશીર્વાદથી અમારું વિદ્યાલય આજે હરિયાણા પ્રાંતમાં સર્વોચ્ચ અને અગ્રગણ્ય વિદ્યાલયોમાં સ્થાન પામ્યું છે. દિવંગત પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.
- એસ.એ. જેન હાઇસ્કૂલ (અંબાલા)
પરમ વિદુષી મહત્તરા સાધ્વીરત્ન શ્રી મૃગાવતીજી મહારાજનો ૧૮મી જુલાઈ ૧૯૮૬ના રોજ સ્વર્ગવાસ થતાં સમસ્ત જૈન સમાજને, વિશેષ રૂપે ઉત્તર ભારતના જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજને ભારે ખોટ પડી છે. ઉત્તર ભારતની અનેક જૈન સંસ્થાઓ એમની પ્રેરણાથી વિકસી હતી. શ્રી આત્માનંદ જૈન કૉલેજ, અંબાલા ઉપર એમણે વિશેષ કૃપા વરસાવી હતી. કૉલેજને આર્થિક સંકટમાંથી બહાર લાવવા એમણે ‘શ્રી આત્મવલ્લભ જૈન એજયુકેશન ફાઉન્ડેશન” સ્થાપવા માટે પ્રેરણા આપી હતી. એમના વ્યક્તિત્વમાં વાત્સલ્ય અને આત્મીયતાનો પ્રવાહ સૌને ભીજવી જતો. સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ એમને પોતાના માનતી હતી. પ્રત્યેક વ્યક્તિ એમ જ કહેતી, ‘મારાં મહારાજ શ્રી ખૂબ સ્નેહાળ છે.”
પૂજ્ય મૃગાવતીજી મહારાજ જૈન સમાજના અનન્ય પ્રેરક અને માર્ગદર્શક હતાં. જૈન સંસ્થાઓએ મોટો આધાર ગુમાવ્યો છે. તેઓ જૈન ફિલસૂફીના ઊંડા અભ્યાસી હતાં. તેમની સેવાઓ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. એમના પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.
- એસ.એ. જૈન કૉલેજ, (અંબાલા)
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૧૦
પૂજ્ય મૃગાવતીજી મહારાજે યુવાનોમાં સેવાભાવના અને જૈન ધર્મના પ્રચારની ભાવના નિર્માણ કરી હતી. યુવાનોને હંમેશાં એમની પાસેથી માર્ગદર્શન અને વાત્સલ્ય મળતાં. એમને પરમ શાંતિ મળો એ જ પ્રાર્થના.
- શ્રી આત્મવલ્લભ જૈન સેવા મંડળ (અંબાલા)
મૃગાવતીજી જૈન સમાજના કોઈ એક સંપ્રદાયના ન હતા, પરંતુ સમાજના એક આદર્શ તેજસ્વીની, હિતષ્ટા, કલ્યાણસાધિકા અને સન્માર્ગપ્રેરિકા હતાં. તેઓ ઘણાં વર્ષોથી જૈન શાસનની પ્રભાવના અને જૈન તીર્થંકરોની વાણીના પ્રચાર-પ્રસારમાં કાર્યરત હતાં. ત્યાગ, તપસ્યાની સાથોસાથ વિદ્વત્તાનો અપૂર્વ સમન્વય મૃગાવતીજીમાં જોવા મળતો હતો
સાધ્વીજીની પ્રેરણાથી વલ્લભસ્મારક નિર્માણનું કાર્ય ઉચ્ચ કોટિએ ચાલી રહ્યું હતું, આવાં પરમ પ્રભાવક સંપન્ન સાધ્વીજીનો વિયોગ એ આપણા સૌ માટે અતિ દુ:ખદાયક ઘટના છે.
અખિલ ભારતવર્ષીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ પરિવાર દિવંગતા સાધ્વીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. એમના આત્માની શાંતિ અને સદ્ગતિ માટે પ્રાર્થના કરે છે. જૈન સમાજને અપીલ કરે છે કે, પૂજ્ય સાધ્વીજીના આદેશનું અનુકરણ કરી એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરે.
- અખિલ ભારતવર્ષીય જે. સ્થા. જૈન કૉન્ફરન્સ
પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીએ જૈન સમાજની પ્રગતિ અને ઉત્થાન માટે જીવનભર કાર્ય કર્યું. નગર-નગરમાં અહિંસા, સંયમ, તરૂપી સદ્ધર્મનો પ્રચાર કર્યો. એમના કાળધર્મથી જૈન સમાજે એક અમુલ્ય રત્ન ગુમાવ્યું છે. મહારાજીને પરમ શાંતિ મળો એ જ પ્રાર્થના.
- શ્રી આત્માનંદ જૈન સભા (જમ્મતવી)
મહત્તરાજી માત્ર જૈન સમાજનાં જ નહિ સમસ્ત વિશ્વની મહાન વિભૂતિ હતાં. પોતાની આત્મિક શક્તિથી તેઓ સૌને આકર્ષિત કરતાં હતાં. એમણે મહિલાઓના ઉત્કર્ષ માટે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. ધર્મ અને સમાજ સેવા માટે યુવાનોમાં નવી ચેતના જગાડી. માનવસેવા અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે એમણે અનેક કાર્યો કર્યા. ગુરુ વલ્લભના મિશનને પૂર્ણ કરવું એ જ એમનો સંકલ્પ હતો. એમને ચિર શાંતિ મળો એવી પ્રાર્થના કરીએ છીએ.
- રોટરી ક્લબ ઓફ અંબાલા સિટી
પૂજ્ય મૃગાવતીજી મહારાજે પોતાના સંયમી જીવન દ્વારા જીવનનો ઉચ્ચ આદર્શ પૂરો પાડ્યો હતો. ભાવિ પેઢીઓ એમની સેવાઓ અને ધર્મપ્રચારને યાદ કરતી રહેશે. શ્રી આત્મવલ્લભ જૈન સ્મારકનિધિ એમના ધર્મપ્રસારનું જીવંત દૃષ્ટાંત છે.
શોધસંસ્થાન, જૈન કલા, સંગ્રહસ્થાન અને પબ્લિક સ્કૂલ માટેની એમની સેવાઓ ચિરસ્મરણીય રહેશે.
એમણે અચૂક રીતે પરમ પદ પ્રાપ્ત કર્યું હશે, પરંતુ જૈન સમાજને મોટી ખોટ પડી છે. આપણે રાંક બની ગયાં છીએ.
- સુરેન્દ્રમોહન જૈન મહાવીર સિનિયર મૉડેલ સ્કૂલ (દિલ્હી)
| પરમ વિદૂષી મહત્તરાજીના સ્વર્ગવાસના દુઃખદ સમાચાર સાંભળી આઘાતની લાગણી અનુભવી છે. જેમની પાસેથી માર્ગદર્શન મેળવી જીવન સજાવ્યું હતું, એમના જવાથી દિશાહીન હતપ્રત બની ગયા છીએ.
- શ્રી મહાવીર જૈન સભા (કુલ્લુ, હિમાચલ પ્રદેશ)
પૂજ્ય મૃગાવતીજી મહારાજ એક એવો પ્રકાશપુંજ હતાં કે એમણે અનેક આત્માઓમાં ‘જૈન જ્યોત જગાવી છે. આપણે સૌ એમના મિશનને સમર્પિત થઈએ અને પ્રભુ મહાવીરને એવી પ્રાર્થના કરીએ કે
જે ૩૦૫
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
આપણામાં એવી હિમ્મત અને વિશ્વાસ આપે કે, આપણે સાધ્વીજીના અક્ષય વારસાને જાળવી રાખીએ.
- રતિલાલ પી. ચંદરયા (લંડન)
પુજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ વિશાળ દૃષ્ટિકોણ ધરાવતાં હતાં. વલ્લભસ્મારક માટે એમણે અભિગ્રહ કર્યો હતો અને દૂધનો ત્યાગ કર્યો હતો. એમણે પોતાની સર્વ કાર્યશક્તિ સ્મારક માટે લગાડી હતી. એમની વાણીમાં એવી તાકાત હતી કે એનો અનાદર કરવાનું સરળ ન હતું. વલ્લભસ્મારક સમાજને આપેલ એમની સર્વશ્રેષ્ઠ ભેટ છે. એમનાં અપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. રતનલાલ જૈન, (ભૂતપૂર્વ ધારાસભ્ય)
પુજ્ય મહારાજશ્રીજીએ ભગવાન મહાવીરના જીવો અને જીવવા દો' સંદેશને ધાર્મિક ક્રિયાકાંડ સુધી સીમિત ન રાખતાં એને વ્યાવહારિક રૂપ આપ્યું. સમાજના લોકોની મુશ્કેલીઓ અને આપણી સમસ્યાઓનું સમાધાન કરી ધર્મનો પ્રચાર કર્યો. વાસ્તવમાં એમણે આપણને સાચા જૈન બનાવવા પૂર્ણ કોશિશ કરી. હું કહું છું કે ધર્મની સાથોસાથ એક વ્યાવહારિક વ્યક્તિ બનાવવાની એમની શક્તિ અનન્ય હતી. તેઓ સમન્વયવાદી અને સમતાવાદી હતા. સૌ પ્રત્યે સદ્ભાવના રાખતાં હતાં. તેઓ પોતે જ એક મોટું સ્મારક હતા. તેઓ એક સંસ્થા હતાં. આપણે જે સ્મારક બનાવીએ તેની સાથે સમાજમાં એકતા સાધોને યાદ કરી ભગવાન મહાવીરના એક નેજા હેઠળ એકઠાં થઈ, અસલી સ્મારક સ્થાપીએ.
માનવસેવા, સૌની સેવા અને સૌ પ્રત્યે સ્નેહ એ આપણું ધ્યેય બનવું જોઈએ. આ શબ્દો સાથે પૂજ્ય મહત્તરાજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
- ધર્મપાલજી ઓસવાલ (લુધિયાણા)
મૃગાવતીજી પૂર્ણ રૂપે જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનને સમર્પિત
309
પરિશિષ્ટ-૧૦
હતા. એમની વિદાયથી જૈન ધર્મને મોટી ખોટ પડી છે. એમના આત્માને પરમ શાંતિ મળે અને એમના ઉચ્ચ આદર્શો વલ્લભસ્મારક દ્વારા સાકાર થાય એવી પ્રાર્થના કરું છું.
- ડૉ. બંસીલાલ ભટ્ટ (પશ્ચિમ જર્મની)
પૂ. મૃગાવતીજીના સ્વર્ગવાસથી માત્ર જૈનોને જ નહિ પરંતુ સમસ્ત રાષ્ટ્રને ખોટ પડી છે. આવી વ્યક્તિઓ ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની જાય છે. એમના આત્માને ચિર શાંતિ મળો.
-
આત્મારામ ભોગીલાલ સુતરિયા (અમદાવાદ)
પરમ પૂજ્ય મૃગાવતીજી મહારાજ સાહેબના કાળધર્મ પામવાથી અમે ખુબ શોકમગ્ન થયા છીએ. આવી પ્રતિભા વખતોવખત જન્મતી નથી. વાસ્તવમાં આપણે સૌ રાંક થઈ ગયા છીએ. - અમૃતલાલ મુ. ત્રિવેદી
છેલછે
300
ચંદુલાલ પી. ત્રિવેદી (અમદાવાદ)
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પરિશિષ્ટ-૧૦
Page #161
--------------------------------------------------------------------------
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પરિશિષ્ટ-૧૦