Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 135
________________ પરિશિષ્ટ-૫ પ્રેરણાની પાવનમૂર્તિ વર્ષ સુધી એક ખંડમાં મૌન ધારણ કરીને બેઠા હતા. કાનપુરમાં વસતી એક ગુજરાતી સન્નારીનો ઘણો મોટો પરિવાર છે. એ જપ-તપ અને ગૃહકાર્ય કર્યા પછી રોજ ચાર કલાક અવશ્ય મૌન રાખે છે અને એ હંમેશાં કહે છે, “મહારાજ ! મૌનથી મારી આધ્યાત્મિક શક્તિ વધે છે.' સ્વાધ્યાય પ્રેમ : શ્રાવકે પ્રતિદિન સ્વાધ્યાય કરવો જોઈએ. બાર પ્રકારની તપશ્ચર્યામાં સ્વાધ્યાયને પણ તપ માનવામાં આવે છે. સ્વાધ્યાયથી સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પાપકર્મોની નિર્જરા થાય છે, પરંતુ વ્યાપારી કોમમાં સ્વાધ્યાય પ્રત્યે ક્યાંથી પ્રેમ જાગે ? તમે સહુ સ્વાધ્યાયનું મહત્ત્વ સારી રીતે જાણો છો. પંજાબમાં સાધુ-સાધ્વીનો યોગ ઓછો સાંપડે છે અને તેઓ પધારે, તો પણ ત્રણ-ચાર વર્ષ બાદ ચાલ્યા જાય છે, આથી જ શ્રાવકો માટે સ્વાધ્યાય કરવો અતિ આવશ્યક છે, ધર્મ અને સમાજની રક્ષા માટે ગુરુ આત્મવલ્લભના ક્ષેત્રમાં તો સ્વાધ્યાય કરવાની અધિક જરૂરિયાત છે. વાણી અને વર્તન : સાધકનાં વાણી અને વર્તન એકસમાન હોવાં જોઈએ. લોકો પોતાનાં બાળકોને કહે છે, “સાચું બોલો, જૂઠું બોલવું નહીં', પરંતુ તેઓ સ્વયં જૂઠું બોલતા હોય છે. એક વાર એક માતા બાળકને લઈને મહાત્મા પાસે ગઈ અને કહેવા લાગી, ‘મારો છોકરો ગોળ બહુ ખાય છે અને એને કારણે બીમાર પડી જાય છે. વૈદ્યોએ એને ગોળ ખાવાની મનાઈ કરી છે, પણ એની ટેવ એ છોડતો નથી. હું આપની પાસે એ માટે આવી છું કે તમે એને ગોળ ખાવાની મનાઈ કરો, જેથી આ બીમારીથી એ છુટકારો મેળવી શકે.” મહાત્માજીએ અત્યંત વૈર્યપૂર્વક એ સ્ત્રીની વાત સાંભળી અને કહ્યું કે, ‘પંદર દિવસ પછી આવજે'. પંદર દિવસ બાદ એ સ્ત્રી ફરી પોતાના બાળકને લઈને મહાત્માની પાસે આવી. મહાત્માજીએ બાળકને ગોળ ખાવાનું છોડી દેવા કહ્યું અને બાળકે ગોળ નહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી. આ જોઈને પેલી સ્ત્રી વિચારમાં પડી. એણે કહ્યું, ‘જો આપ એને પ્રતિજ્ઞા જ આપવા માગતા હતા, તો એ દિવસે કેમ ન આપી ? આ કાર્ય તો આપ એ દિવસે પણ કરી શક્યા હોત.' મહાત્માજીએ કહ્યું, ‘બેન ! પંદર દિવસ પહેલાં હું સ્વયં ગોળ ખાતો હતો, તેથી તે બાળકને કઈ રીતે અટકાવી શકું ? હવે મેં ગોળ ખાવાનું છોડી દીધું છે એટલે જ આ બાળક પર મારો પ્રભાવ પડ્યો છે.” કહેવાનો અર્થ એ છે કે શ્રાવકે એની કથની અને કરણી એકસમાન રાખવી જોઈએ કે જેથી એની વાતનો બીજા લોકો પર પ્રભાવ પડે. કુટુંબનું પાલન : શ્રાવકે પોતાના કુંટુબના પાલણપોષણ માટે ન્યાયનીતિથી કમાણી કરવી જોઈએ. એણે ધનના મોહમાં એટલા બધા ડૂબી જવું જોઈએ નહીં કે જેથી ધર્મ-અધર્મ, પાપ-પુણ્ય, આદિનો કોઈ વિચાર જ કરે નહીં. અન્યાય અને અનીતિથી મેળવેલું ધન પોતાને જ માટે નહીં, બલ્ક પરિવારજનોને માટે પણ હાનિકારક બને છે. જેમણે ખોટા રસ્તે કમાણી કરી છે, એમનાં સંતાનો કુમાર્ગે ચાલે છે. જેમની કમાણી શુદ્ધ હોય, એમનાં સંતાનો ધાર્મિક અને સંસ્કારયુક્ત હોય છે. આ બધી બાબતોનું આચરણ કરનારી વ્યક્તિ શ્રાવકધર્મનું પાલન કરીને સ્વજીવનનું કલ્યાણ કરી શકે છે. વિદ્યાર્થી અને શિક્ષકની યોગ્યતા અને અયોગ્યતાની ભૂમિકા શ્રી મહાવીર જૈન વિદ્યાલય, સુવર્ણમહોત્સવ ગ્રંથનો બીજો ખંડ ‘લોકોપયોગી સાહિત્ય' એ નામે શ્રી જયભિખુના સંપાદન હેઠળ ૧૯૬૮માં પ્રગટ થયો હતો. આ ગ્રંથમાં પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજે વિદ્યાર્થીઓના જુદા જુદા પ્રકારો દર્શાવીને ગુરુશિષ્યના સંબંધ અંગે હૃદયસ્પર્શી રજૂઆત કરી છે. જ ર૫૮

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161