Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 151
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પરિશિષ્ટ-૮ પ્રેરણાથી નિર્મિત આ ગુરુકુલમાં શ્રીમતી નિર્મલાબેન જોગેન્દ્રપાલજીએ (જલંધર) એક વિદ્યાર્થીને ભણવા માટે ઈ. સ. ૨૦૧૦માં યોગદાન આપ્યું. (૧૧) શ્રી આત્માનંદ જેન ગુરુકુલ ઝગડિયા : ગુરુદેવ વિજયવલ્લભસૂરિ મહારાજની પ૦મી પુણ્યતિથિના ઉપલક્ષમાં ઈ.સ. ૨૦૦૪માં કટક શ્રીસંઘ દ્વારા પ૧ હજાર રૂપિયા મોકલ્યાં અને શ્રી વિપિનભાઈ સાધનાબેન બદાની (અમેરિકા) પરિવારે સરધાર ચાતુર્માસમાં પૂ. મૃગાવતીશ્રીજી મહારાજની ૨૭મી પુણ્યતિથિના ઉપલક્ષમાં રૂ. એક લાખ અગિયાર હજારની રકમ આપીને લાભ લીધેલ છે, જેના વ્યાજમાંથી એક વિદ્યાર્થી સદા ભણતો રહેશે. (૧૨) શ્રી આત્મવલ્લભ સાધર્મિક શિક્ષણ ઉત્કર્ષ કોષ : શેઠશ્રી પ્રતાપ ભોગીલાલજીના સૌજન્યથી આણંદજી કલ્યાણજીએ પેઢીના પ્રમુખ શ્રી સંવેગભાઈ લાલભાઈની અધ્યક્ષતામાં સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની ૨૩મી પુણ્યતિથિ કનાસાના પાડે પાટણમાં બહુ ધામધૂમથી ઉજવાઈ. શંખેશ્વર જીવણદાસ ગોડીદાસ પેઢીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીયકભાઈ અને પ્રમુખ વક્તા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ હતાં. આ અવસર ઉપર પંજાબ, કાનપુર, મુંબઈ, ચેન્નાઈ આદિ અનેક પ્રદેશોથી લોકો પધાર્યા. શ્રી હરબંસલાલ ઇન્દ્રલાલજી કસુરવાળાના સંઘપતિપણા નીચે એમ.ડી.એચ. પરિવારના ૪૦ સદસ્યો બહુ ભાવથી આવ્યા હતા અને આ પરિવારે ખૂબ જ લાભ લીધો હતો. મૃગાવતી મહિલા મંડળની સદસ્યાઓએ બહુ સુંદર અને રોચક પ્રોગ્રામ આપીને શોભા વધારી. શ્રી કમલકિશોરજી સુરખેવાળાએ સભાનું કુશળ સંચાલન કર્યું. પૂ. મૃગાવતીજી મહારાજના ફોટાને માળા અર્પણ કરવાનો લાભ શ્રી મનમોહનસિંહજી ચેન્નઈવાળાએ લીધો હતો. પછી પાટણ ચાતુર્માસમાં પૂ. વિજયવલ્લભસૂરિ મહારાજ ની ૫૬મી પુણ્યતિથિ ઉપર લુધિયાણા શ્રીસંઘના ૬૦ ગણમાન્ય વ્યક્તિઓ અને ભાઈ-બહેનો પધાર્યા હતા. શ્રી વિજયવલ્લભસૂરિજીના ફોટાને માળા અર્પણ કરવાનો લાભ લુધિયાણા શ્રીસંઘના પ્રમુખ શ્રી કશ્મીરીલાલજીએ લીધો હતો. આ બે પુણ્યતિથિના ઉપલક્ષમાં આ ટ્રસ્ટની સ્થાપના કરી, જેમાં બીજા બધાએ ઘણો લાભ લીધો. આ ટ્રસ્ટમાં ભણવાવાળા વિદ્યાર્થીઓને વિના વ્યાજ ઉપર લોન આપવામાં આવશે. (૧૩) સ્કોલર અને પુસ્તક પ્રકાશન : એલ. ડી. અમદાવાદના ડિરેક્ટર વિદ્ધવર્ય ડૉ. શ્રી જીતેન્દ્રભાઈ બી. શાહની પ્રેરણાથી ઈ.સ. ૨૦૦૭-૦૮ના ચાતુર્માસમાં શ્રીમતી સુરેશાબેન જગદીશભાઈ મહેતા (મુંબઈ) અને શ્રીમતી જીવનપ્રભા દેવેન્દ્રકુમારજી (દિલ્હી)એ જ્ઞાનોદય ટ્રસ્ટમાં એક એક સ્કોલરને ભણાવવાના ખર્ચનો લાભ લીધો, શ્રીમતી કમલાબેન હેમચંદજી (મૈસૂર)એ પંડિત બેચરદાસજી દ્વારા લિખિત ‘જૈનદર્શન'ના પ્રકાશનનો લાભ લીધો. શ્રીમતી ચંદનબાલા ધરમદેવજી નૌલખા (લુધિયાણા) પરિવારે ‘૫, બેચરદાસ જીવરાજ દોશી સ્મારક નિધિમાં લાભ લીધો. (૧૪) વિજયાનંદસૂરિ હોલ : શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગારોહણ શતાબ્દીની પૂર્ણાહુતિના ઉપલક્ષમાં ગઢદીવાલામાં (ગામનું નામ) આ હોલ કરાવ્યો. (૧૫) માતા શાંતિદેવી ધાર્મિક પુરસ્કાર : ધાર્મિક શિક્ષણ દ્વારા પાઠશાળાના બાળકોનો સર્વતોમુખી વિકાસ થાય, જીવનનિર્માણમાં સુંદર સંસ્કારોનું સિંચન થાય, ધાર્મિક શિક્ષણ માત્ર ગોખણપટ્ટી ન બની રહેતા તે રોજિંદા જીવનમાં ઉતરે એવા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ નિઃસ્વાર્થ, શાસનનિષ્ઠ શ્રી સ્નેહલભાઈ અને સેવાભાવી સુ, શ્રી નયનબહેનની સેવાઓથી ખુશ થઈને શ્રી દ્વારકાદાસજીના સુપુત્રો શ્રી સુભાષકુમાર તથા શ્રી પ્રવીણકુમારે માતા શાંતિદેવીની સ્મૃતિમાં ભાવનગરમાં સુભાષનગરના શ્રીસંઘની પાઠશાળાના બાળકોને, વ્યાજમાંથી કાયમી ધાર્મિક પુરસ્કાર આપી શકાય તે રીતે રકમ ભેટ આપી. (૧૬) પાટણના વિદ્વાનો-પુજારીઓના બહુમાન : ઈ.સ. ૨૦૦૯માં પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પકમી પુણ્યતિથિ નિમિત્તે પાઠશાળાઓમાં સાધુ-સાધ્વીજી મહારાજને ભણાવવાવાળા વિદ્વાનોનું બ્લૅકેટથી બહુમાન કરવામાં આવ્યું, જેનો લાભ શ્રી પ્રેમચંદભાઈ લુધિયાણાવાળાએ લીધો હતો. ૧૨૫ દેરાસરોના લગભગ ૧૧૦ ગોઠીઓને શર્ટ આપ્યા, જેનો લાભ શ્રીમતી કસ્તુરબેન રવિલાલભાઈએ (મુંબઈ) લીધેલ. કામવાળી ૧૦૦ બહેનોને શાલ આપી, જેનો લાભ શ્રી રા

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161