Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 149
________________ પ્રેરણાની પાવનમૂર્તિ સ્મૃતિસુવાસ-૨ લેવામાં આવ્યો. નવીનભાઈએ બધાને પોતાને ખર્ચે લઈ જવાની ભાવના બતાવી અને મિટિંગમાં સહર્ષ આ વાત સ્વીકારાઈ. નવીનભાઈએ આ રીતે સરધાર નિવાસીઓને પાંચ વરસ સુધી દર વરસે લાવવાનો લાભ લીધેલો હતો. આ પછી દર વરસે જવા ધીરે ધીરે બધા જ જોડાતા ગયા અને ઉત્સાહ પણ વધતો ગયો. ત્યારથી દર વર્ષગાંઠ પર આવીને ખૂબ જ ઉત્સાહપૂર્વક સંઘ જમણ કરે છે. સારી બોલીઓ બોલીને પુણ્ય કાર્ય અને પ્રેમસંવાદન કરે છે. મુંબઈથી સરધાર આવતી વેળાએ દરે વર્ષે એક અલગ તીર્થોની યાત્રા કરાવવાનો પણ લાભ લે છે. (૧૪) જન્મભૂમિ સરધારમાં થયેલાં કાર્યો : ઈ.સ. ૧૯૬૫ના સરધારના ચાતુર્માસ દરમિયાન પૂ. શીલવચીશ્રીજી, પૂ. મૃગાવતીશ્રીજીની પ્રેરણાથી નિર્મિત શ્રી આત્મવલ્લભ અતિથિગૃહ (હોલ)ના પુનઃ નવનિર્માણનો લાભ શ્રીમતી કિરણબેન મનમોહનસિંહજી - લુધિયાણા (હાલ ચેન્નાઈ)એ લીધો. સ્ટોરરૂમ તથા રસોડાના પુનઃ નવનિર્માણનો લાભ લી શાંતિલાલ ખિલૌનેવાલે (દિલ્હી)એ લીધો. જેને પૂર્ણ કરવાની જવાબદારી સરધાર શ્રીસંઘના કર્મઠ કાર્યકર્તાઓ શ્રી જયેશભાઈ દોશી અને કલ્પકભાઈ દોશીએ ખૂબ જ મહેનત, ચીવટ અને ચોક્સાઈથી લીધી. (૧૫) શ્રી આત્મવલ્લભ જેન ઉપકરણ કેન્દ્ર : મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ તા. ૧૮ જુલાઈ, ૧૯૮૭ના રોજ આ કેન્દ્રનું ઉદ્ઘાટન પૂ. વિજયવલ્લભસૂરિ મહારાજના અનન્ય ભક્ત શ્રી રતનચંદજી કોઠારી (ઇંદોર)ના કર કમલથી સંપન્ન થયું, જેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપકરણો, પુસ્તકો-પ્રતિમાઓ વગેરે સહેલાઈથી મળવા લાગ્યા. આ કેન્દ્રના સંચાલનની જવાબદારી સેવાભાવી, પરગજુ શ્રીમતી સુધાબહેન શેઠે સંભાળી અને પૂરી લગન અને જવાબદારી સાથે કાર્ય કર્યું. એમની સાથે સાથે દિલ્હી રૂપનગર શ્રીસંઘના સન્માનનિય ખજાનચી કર્તવ્યનિષ્ઠ અને શાસનસમર્પિત શ્રી મિલાપચંદજીભાઈએ પણ સંપૂર્ણ સહયોગ આપ્યો. પૂ. સાધ્વીશ્રી મૃગાવતી મહારાજની ભાવનાનુસાર થયેલા કાર્યો (મહત્તરા પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજનું પોતાનું જીવન તો પ્રકાશપંજ સમાન હતું અને તેમની ભાવનાઓ આકાશને આંબે તેવી વિશાળ હતી. વાસ્તવિક જીવનના અવરોધો કયા કયા છે તેનો તેમને ખ્યાલ હતો અને તે દૂર કરવા માટે તેઓ સદા પ્રયત્નશીલ હતા. તેમના સમુદાયમાં તેમની શિષ્યાઓમાં પણ આ ભાવનાઓનો પ્રવાહ જોવા મળે છે. ક્ષર દેહે આ દુનિયા છોડી દેવા છતાં તેમની ગેરહાજરીમાં પણ તેમની ભાવનાને અનુરૂપ ગુરુ આજ્ઞા અનુસાર થયેલા કાર્યોની વિગતો કંઈક આ પ્રમાણે છે.) | દિવ્ય આશિષ : પૂ. સાધ્વીશ્રી શીલવતીજી મહારાજ , સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ , સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજી મહારાજ પ્રેરણા : સાધ્વીશ્રી સુવતીજી મ.સા., સાધ્વીશ્રી સુયશાજી મ.સા., સાધ્વીશ્રી સુપ્રજ્ઞાજી મ.સા. (૧) દીક્ષાશતાબ્દી વર્ષ : પૂ. મૃગાવતી મહારાજની ભાવનાથી વિજયવલ્લભસૂરિ મહારાજના દીક્ષાશતાબ્દી વર્ષના ઉપલક્ષમાં વિજયવલ્લભસ્મારકમાં સાધ્વીશ્રી સુવ્રતાજી મહારાજની નિશ્રામાં બે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. ધાર્મિક રૂપમાં પંચકલ્યાણક પૂજા, બૃહત્ ધર્મસભા, ૧૭પ આયંબિલ અને ૨૫૦ સામુહિક સામાયિક. બધા ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને શ્રીસંઘના આબાલવૃદ્ધોએ ખૂબ જ ઉત્સાહથી લાભ લીધો. ૧૧ મે, ૧૯૮૭માં તે કાર્યક્રમ ઉજવાયો હતો. ફરી ૧૭ મે ૧૯૮૭ના રોજ સ્મારક સ્થળમાં જ વિકલાંગ સહાયતા, જીવદયા અને નેત્રયજ્ઞ શિબિર થયા. જેમાં ભારત સરકારના ઉશ્યન રાજ્યમંત્રી શ્રી જગદીશ ટાઇટલર પ્રમુખ અતિથિરૂપે પધાર્યા, સમારોહની અધ્યક્ષતા શ્રી કુલાનંદજીએ (ભારતીય કાર્યકારી પાર્ષદ (શિક્ષા) દિલહી પ્રશાસન) કરી તથા ચૌધરી ભરતસિંહ (સંસદ સદસ્ય) અને બંધારણવિદ્દ, બ્રિટનમાં ભારતીય રાજદૂત

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161