Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 148
________________ પ્રેરણાની પાવનમૂર્તિ ક્યુરેટર તરીકે સારી કામગીરી બજાવી છે. પ્રાચીન હસ્તલિખિત પ્રતો, મંદિરો તેમજ મૂર્તિઓના ભગ્નાવશેષો તથા કલાકૃતિઓ, તેમાં રાખવામાં આવેલ છે. વિશ્વવિખ્યાત પ્રોફેસર તથા કલામર્મજ્ઞ શ્રી મધુસૂદન ઢાંકીસાહેબે આ સમિતિના અધ્યક્ષ તરીકે સારું માર્ગદર્શન પૂરું પાડેલ છે. (૬) કલાત્મક પ્રવેશદ્વાર : પૂ. આ. શ્રી વિજય ઇન્દ્રદિસૂરિજી મ.ની પ્રેરણાથી સ્મારકસ્થળ ઉપર કલાત્મક મુખ્ય પ્રવેશદ્વાર બનાવવાનું નક્કી થયેલ. શેઠ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલે તે માટે રૂ. ૧૧ લાખનું યોગદાન આપ્યું. મુખ્ય સ્મારકભવન અને પ્રવેશદ્વારની વચ્ચેની જગ્યાને પણ આકર્ષક અને સુંદર બનાવવામાં આવેલ છે. (૭) દિલ્હીમાં ‘વલ્લભવિહાર'માં વાસુપૂજ્યસ્વામીનું મંદિર : દિલ્હીમાં વલ્લભ-સ્મારકની આજુબાજુમાં જૈનો રહેવા આવી શકે તે માટે ‘આત્મવલ્લભ કો-ઓપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી'માં રહેણાકો બનાવવામાં આવ્યા. દિલ્હીથી રૂપનગર સંઘના પ્રમુખ, સન્નિષ્ઠ અને લોકપ્રિય નેતા લાલા રામલાલજી(તેલવાલા)એ શ્રી વાસુપૂજ્યસ્વામીનું સંપૂર્ણ દેરાસર બનાવડાવી શ્રી વલ્લભવિહાર સોસાયટીને અર્પણ કર્યું. (૮) કાંગડા તીર્થમાં તળેટીના મંદિરની પ્રતિષ્ઠા : પૂ. મહત્તરાજીની સાધનાથી પુનઃ અધિકૃત થયેલ કાંગડાના સુપ્રસિદ્ધ તીર્થની તળેટીમાં નિર્માણ પામેલ મંદિરમાં સાધ્વી સુવ્રતાશ્રી મહારાજ આદિ ઠાણા ત્રણની પ્રેરણાથી ગુરુ વલ્લભ દીક્ષાશતાબ્દિ વર્ષના ઉપલક્ષમાં પંજાબ શ્રીસંઘો અને મુંબઈ આદિ અન્ય સંધોના દેવદ્રવ્યનું યોગદાન મળ્યું. જે નૂતન મંદિર બનાવવામાં જે આવ્યું તેમાં એપ્રિલ ૧૯૯૦માં પૂ. ઇન્દ્રદિસૂરિજીના વરદ હસ્તે મૂળનાયક આદિનાથજીની ૫૦૦ વર્ષ પ્રાચીન પ્રતિમા તથા અન્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. પૂ. સુવ્રતાથીજી, પૂ. સુયશાશ્રીજી, પૂ. સુપ્રજ્ઞાશ્રીજી વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્ય સંપન્ન થયું. (૯) ચંડીગઢમાં મંદિરની પ્રતિષ્ઠા : નિર્માણ પામતા ચંડીગઢ મંદિરમાં સાધ્વી સુવ્રતાથીજી મહારાજ ઠાણા ત્રણની પ્રેરણાથી સાધ્વી શ્રી મૃગાવતી મહારાજની દીક્ષાઅર્ધશતાબ્દીના ઉપલક્ષમાં વિપુલ આર્થિક યોગદાન અપાવ્યું. ચંડીગઢમાં જૈનમંદિરની પ્રતિષ્ઠા ૧૯૯૭માં પૂ. આ. નિત્યાનંદસૂરિજીના કરકમલો દ્વારા કરવામાં આવી. પૂ. સુત્રતાશ્રીજી, પૂ. ૮૪ પરિશિષ્ટ-૭ સુયશાશ્રીજી, પૂ. સુપ્રશાશ્રીજી વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્ય સંપન્ન થયું. (૧૦) લુધિયાણામાં સુપાર્શ્વનાથ જૈનમંદિરનું પુનઃનવનિર્માણ અને પ્રતિષ્ઠા : લુધિયાણામાં ચૌડાબજારમાં આવેલ સુપાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિરનો જીર્ણોદ્ધાર કરીને પુનઃનવનિર્માણ કરવામાં આવ્યું અને તેની પ્રતિષ્ઠા ગચ્છાધિપતિ વર્તમાન આચાર્ય શ્રીમદ્ વિજય રત્નાકરસૂરીશ્વરજીના હસ્તે ઈ. સ. ૨૦૦૫માં ધામધૂમથી કરવામાં આવી. (૧૧) માલેરકોટલામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર : પૂ. આત્મારામજી મહારાજે માલે૨કોટલામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠા કરાવેલ તેને ૧૦૦ વર્ષ પૂરા થયા પછી ઈ. સ. ૧૯૮૧માં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૨) લુધિયાણામાં ‘વલ્લભનગર જૈન ઉપાશ્રય’ : લુધિયાણામાં પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીના સમયમાં ‘વલ્લભનગર જૈન ઉપાશ્રય’નો શિલાન્યાસ થયા પછી તે કામ ખોરંભે પડી ગયું હતું. આ ઉપાશ્રયનો પુનઃ શિલાન્યાસ કરાવીને તેનું ઉદ્ઘાટન પૂ. નિત્યાનંદસૂરિ મહારાજની નિશ્રામાં કરવામાં આવ્યું, જે સાધ્વી સુવ્રતાશ્રીજી મહારાજ ઠાણા ત્રણની પ્રેરણાથી થયું. (૧૩) સન ૨૦૦૦માં જન્મભૂમિ સરધારમાં થયેલાં કાર્યો : ઈ.સ. ૧૯૬૫ સરધારના ચાતુર્માસ દરમિયાન પૂ. મૃગાવતીશ્રીજી મહારાજજીએ ભાઈશ્રી પ્રાણલાલ દોશીને પ્રેરણા આપી ‘આપ સરધાર શ્રીસંઘના આ સંકુલ (મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા)ની સાર સંભાળ રાખજો.' ભાઈશ્રી પ્રાણલાલ દોશીએ પોતાના સુપુત્ર શ્રી નવીનચંદ્રભાઈ પાસે પણ પૂ. મહારાજસાહેબની સામે દર ચોમાસે વંદન દર્શન કરવા જવાનું વચન લીધું. ઉપાશ્રય નં.૧નો પૂ. ગુરુદેવ વિજય વલ્લભસૂરિજીની સ્મૃતિમાં બે રૂમ સાધ્વી શીલવતીશ્રીજી અને સાધ્વી મૃગાવતીશ્રીજી મહારાજની સ્મૃતિમાં ઈ. સ. ૨૦૦૦માં પુનઃનવનિર્માણ કરાવ્યું. શ્રી નવીનભાઈ પ્રાણલાલ દોશીએ સરધાર શ્રીસંઘને અર્પણ કર્યા. મુંબઈ ઈ. સ. ૧૯૯૯માં વયોવૃદ્ધ પરમભક્ત સુશ્રાવક શ્રી લાભુભાઈ પાનાચંદ દોશીના સાનિધ્યમાં મુંબઈમાં વસતા સરધાર નિવાસીઓની મિટિંગમાં જન્મભૂમિ સરધારમાં દાદા આદિનાથ જિનાલયની વર્ષગાંઠમાં જવા માટેનો નિર્ણય ૨૫

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161