Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 152
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પરિશિષ્ટ-૮ ઇન્દ્રકુમાર ડી. કે. ઓસવાળ અને શ્રી સુભાષસાગર ચંદન હોજરીવાળાએ લીધેલ. પૂજારીઓ અને બહેનો બધા ને ૫ કિલો ઘઉની થેલી આપી અને પાટણ શ્રી સંઘે ૫૧ રૂપિયાના કવર આપીને બધાને તિલક કર્યા. (૧૭) સમી પાંજરાપોળ : આ પાંજરાપોળની યોજનામાં રૂ. એક હજારની એક કુપનની સ્કીમ બહાર પાડી અને તેમાં રૂ. ૨૫ હજારની રકમ એકઠી થઈ. પંડિતવર્ય શ્રી વસંતભાઈએ આ કામ સંભાળેલ. (૧૮) સર્વોદય હૉસ્પિટલ : બિદડા કચ્છમાં બનેલી આ હૉસ્પિટલમાં સાધ્વી સુયશાશ્રીજી મહારાજની શત્રુંજય દાદાની ૯૯ યાત્રાની ખુશીમાં શ્રી શશીભાઈ જયંતભાઈ બદાનીએ ઈ.સ. ૨૦૧૦માં એક રૂમ માટે સાડા ચાર લાખની રકમ શ્રી વિજયભાઈ છેડાને મોકલાવી અને વિકલાંગોને પગ આપવા માટે ૫૦ હજારનો લાભ શ્રીમતી ચંદનબાળા ધર્મદેવજીએ લીધો હતો. (૧૯) અંબાલામાં સિદ્ધાચલજીનો પટ્ટ, ઉપાશ્રયનો ગેટ અને હોલ : શ્રીમતી સંતોષરાણી મોતીસાગર દુગ્ગડે (અંબાલા) શ્રી સુપાર્શ્વનાથ જૈન મંદિરમાં સિદ્ધાચલજીનો સરસ પટ્ટે કરાવ્યો, જે દર્શનાર્થે ભેટ આપેલ છે અને ઉપાશ્રયનો ગેટ અને ‘સંતોષ મોતીસાગર હોલ” બનાવવાનો લાભ લીધેલ છે. (૨૦) લેબ વિંગ: લુધિયાણામાં ‘વિજયાનંદ ડાયાગ્નોસ્ટિક સેન્ટર' નામની આ વિગ શ્રી નથુરામ જેનના સુપુત્રરત્ન સ્વ. લાલા દ્વારકાદાસજી પટ્ટીવાળાની પુણ્યસ્મૃતિમાં એમના ધર્મપત્ની શ્રીમતી શાંતિદેવી અને એમના સુપુત્રો સુભાષકુમાર જૈન અને પ્રવીણ જૈન પરિવારે (લુધિયાણા) સ્થાપિત કરી પ્રજાની સેવામાં સમર્પિત કરેલ (૨૨) બૃહત્ કલ્પસૂત્રજીના પ્રથમ ભાગનું પુનઃ પ્રકાશન : જૈન આત્માનંદ સભા, ભાવનગરના મંત્રીશ્રી હર્ષદભાઈની પ્રેરણાથી પૂ. આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજ સાહેબ દ્વારા સંપાદીત આ ભાગના પુનઃ પ્રકાશનનો લાભ શ્રીમતી ચંદનબાળા બહેનના માસખમણની ખુશીમાં શ્રી ધરમદેવજી નૌલખા પરિવાર (જીરા, હાલ લુધિયાણા) એ લીધેલ છે. (૨૩) મુનિસુવ્રતસ્વામી જૈન મંદિર : - વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યશ્રી રત્નાકરસૂરિ મહારાજની પ્રેરણાથી હોશિયારપુર જૈન કૉલોનીમાં નિર્માણાધીન આ મંદિરમાં શ્રી નમીનાથ જૈન શ્વેતાંબર મંદિરના દેવદ્રવ્યથી કટકના શ્રીસંઘે એકાવન હજાર અને મૈસુરથી શ્રી હિંમતભાઈ અમૃતભાઈ, શ્રી હેમચંદભાઈ, શ્રી ચુનીલાલભાઈ અને શ્રી કુટરમલજીએ અગિયાર અગિયાર હજારની રકમ મોકલાવીને લાભ લીધેલ છે. (૨૪) શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠ : જીરા ગામમાં આવેલ પૂ. આત્મારામજીની સમાધિની જગ્યામાં ઈ.સ. ૧૯૯૪માં શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠનું ભૂમિપૂજન શ્રીમતી વિદ્યાવતી શ્રીપાલજી જૈન (મેસર્સ નવીન ભારત હોઝિયરી, લુધિયાણા) શિલાન્યાસ શ્રી ધર્મપાલજી ઓસવાળના કરકમલોથી સંપન્ન થયા. ચોમાસુ પૂરું થતાં જ વિદ્યાપીઠના ઉદ્ઘાટનનો લાભ કૂપન દ્વારા ભાઈશ્રી અશોકકુમારજી જૈન (ડી.કે.ઓસવાળ) કસુરવાળાને મળ્યો. (૨૧) સાધુસાધ્વી વૈયાવચ્ચ : સમેતશિખર પેઢીના આ ફંડમાં ઋજુવાલીકા (બરાકર) તીર્થમાં કરેલા ચાતુર્માસ દરમિયાન શ્રીસંઘના સભ્યોએ ઉદારતાથી રૂપિયા પંચાવન હજાર લખાવ્યા.

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161