Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 159
________________ પ્રેરણાની પાવનમૂર્તિ આપણામાં એવી હિમ્મત અને વિશ્વાસ આપે કે, આપણે સાધ્વીજીના અક્ષય વારસાને જાળવી રાખીએ. - રતિલાલ પી. ચંદરયા (લંડન) પુજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ વિશાળ દૃષ્ટિકોણ ધરાવતાં હતાં. વલ્લભસ્મારક માટે એમણે અભિગ્રહ કર્યો હતો અને દૂધનો ત્યાગ કર્યો હતો. એમણે પોતાની સર્વ કાર્યશક્તિ સ્મારક માટે લગાડી હતી. એમની વાણીમાં એવી તાકાત હતી કે એનો અનાદર કરવાનું સરળ ન હતું. વલ્લભસ્મારક સમાજને આપેલ એમની સર્વશ્રેષ્ઠ ભેટ છે. એમનાં અપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. રતનલાલ જૈન, (ભૂતપૂર્વ ધારાસભ્ય) પુજ્ય મહારાજશ્રીજીએ ભગવાન મહાવીરના જીવો અને જીવવા દો' સંદેશને ધાર્મિક ક્રિયાકાંડ સુધી સીમિત ન રાખતાં એને વ્યાવહારિક રૂપ આપ્યું. સમાજના લોકોની મુશ્કેલીઓ અને આપણી સમસ્યાઓનું સમાધાન કરી ધર્મનો પ્રચાર કર્યો. વાસ્તવમાં એમણે આપણને સાચા જૈન બનાવવા પૂર્ણ કોશિશ કરી. હું કહું છું કે ધર્મની સાથોસાથ એક વ્યાવહારિક વ્યક્તિ બનાવવાની એમની શક્તિ અનન્ય હતી. તેઓ સમન્વયવાદી અને સમતાવાદી હતા. સૌ પ્રત્યે સદ્ભાવના રાખતાં હતાં. તેઓ પોતે જ એક મોટું સ્મારક હતા. તેઓ એક સંસ્થા હતાં. આપણે જે સ્મારક બનાવીએ તેની સાથે સમાજમાં એકતા સાધોને યાદ કરી ભગવાન મહાવીરના એક નેજા હેઠળ એકઠાં થઈ, અસલી સ્મારક સ્થાપીએ. માનવસેવા, સૌની સેવા અને સૌ પ્રત્યે સ્નેહ એ આપણું ધ્યેય બનવું જોઈએ. આ શબ્દો સાથે પૂજ્ય મહત્તરાજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. - ધર્મપાલજી ઓસવાલ (લુધિયાણા) મૃગાવતીજી પૂર્ણ રૂપે જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનને સમર્પિત 309 પરિશિષ્ટ-૧૦ હતા. એમની વિદાયથી જૈન ધર્મને મોટી ખોટ પડી છે. એમના આત્માને પરમ શાંતિ મળે અને એમના ઉચ્ચ આદર્શો વલ્લભસ્મારક દ્વારા સાકાર થાય એવી પ્રાર્થના કરું છું. - ડૉ. બંસીલાલ ભટ્ટ (પશ્ચિમ જર્મની) પૂ. મૃગાવતીજીના સ્વર્ગવાસથી માત્ર જૈનોને જ નહિ પરંતુ સમસ્ત રાષ્ટ્રને ખોટ પડી છે. આવી વ્યક્તિઓ ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની જાય છે. એમના આત્માને ચિર શાંતિ મળો. - આત્મારામ ભોગીલાલ સુતરિયા (અમદાવાદ) પરમ પૂજ્ય મૃગાવતીજી મહારાજ સાહેબના કાળધર્મ પામવાથી અમે ખુબ શોકમગ્ન થયા છીએ. આવી પ્રતિભા વખતોવખત જન્મતી નથી. વાસ્તવમાં આપણે સૌ રાંક થઈ ગયા છીએ. - અમૃતલાલ મુ. ત્રિવેદી છેલછે 300 ચંદુલાલ પી. ત્રિવેદી (અમદાવાદ)

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161