Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 140
________________ પ્રેરણાની પાવનમૂર્તિ આગળ બોલતાં પૂજ્ય સાધ્વીજી મહારાજે કહ્યું કે બહેનોએ સેવાના ક્ષેત્રમાં પણ ઝંપલાવવું જોઈએ અને માનવતાની જ્યોત જલતી રાખવી જોઈએ. તે માટે પૂજ્ય રવિશંકર મહારાજના શબ્દોનું પુનરુચ્ચારણ કરતાં તેમણે કહ્યું કે ‘એક વખત એક જગ્યાએ હુલ્લડ થયું. સરકાર તરફથી કરફ્યુ લાદવામાં આવ્યો. હુલ્લડ થયું તે જગ્યાએ કેટલીય લાશો પડેલી હતી. કેટલોક સમય જવાથી ખૂબ જ દુર્ગંધ ફેલાવા લાગી. શ્રી રવિશંકર દાદા અને તેમની ટુકડીએ છેવટે તે લાશોની અંતિમ વિધિ કરી. ત્યાર પછી કેટલાયે સમય સુધી તેમના હાથમાંથી દુર્ગંધ ખસી નહીં. સેવાના ક્ષેત્રમાં ઝંપલાવનારે આમાંથી એ પણ ધડો લેવાનો છે કે સેવા અને સૂગ કદી સાથે નહીં રહી શકે. સૂગને તીલાંજલિ આપવી જ પડશે.’ ઉપરોક્ત પ્રસંગે એક ભાઈ દાદા પાસે આવ્યા અને કહ્યું, ખરેખર, ખૂબ દુઃખદ ઘટના બની ગઈ, ઘણા માણસો મરી ગયા.’ પૂજ્ય દાદાએ જવાબ આપ્યો. માણસો મરી ગયા તે તો દુઃખદ છે જ.પરંતુ તેથી વધુ કરુણ તો માણસમાંથી માનવતા-માણસાઈ મરી પરવારી ગઈ છે - તે છે. બહેનો ! આપણે સહુએ સમાજને આવા ઉગ્ર-તામસ વાતાવરણમાંથી શાંત અને સ્વસ્થ વાતાવરણમાં લાવવા ખૂબ ખૂબ કામ, સહનશીલતા, ધીરજ, સેવા અને શ્રમ કરવો પડશે. આપણામાંથી કુસંપને દૂર કરવો પડશે. સ્વ તરફ દૃષ્ટિ કરીને આત્મલક્ષી બનીએ. આપણામાં રહેલી ત્રુટીઓને દૂર કરીએ. અંતમાં તેમણે કહ્યું કે આપ સહુના જીવન શુભભાવના અને શુભ કાર્યોમાં વ્યતીત થાય એ જ પ્રાર્થીએ. મારા પૂજ્ય ગુરુદેવ તબિયતને કારણે આવી શક્યા નથી. પરંતુ એમના શુભાશીષ પણ આપની સાથે જ છે. ૬ महत्तरापदविभूषिता, साधीतमा श्री मृगावतीची प्रशस्तिस्तोत्रम् કાવ્યાંય - प्रो. रामकुमारजी (?) सुविश्रुते भारतवर्षदेशे दिल्लीनगर्या शुभराजधान्याम् । शोभाकरे संस्कृतिमंदिरे तु श्री आत्मवल्लभेतिकृतनामधेये । पद्मावतीमन्दिरपार्श्वभूमि यस्याअभूत् पावनकालधर्मः । महत्तरा सा श्रमणीविशुद्धा मृगावती श्रीर्जयतात् युगे युगे ।। (૨) सरधारनगर, गुजरातप्रान्तं याऽशोभयज्जन्मधरां पवित्राम् । देवीस्वरूपां गुणशीलरूपां धात्रीञ्च श्रीशीलवतीमविन्दत् । या द्वादशाब्दे शिशुकालमध्ये चारित्रदीक्षां कठिनामधारयत् ।। महत्तरा ।। (F) या सौम्यतां चन्द्रमसोऽधिगच्छत्, तेजः प्रपूर्ण च प्रभाकरस्य । गम्भीरतां सागरतुल्यरूपां, वाग्देवतातुल्यमगाधज्ञानम् । दृष्टिं सुधावर्षकरीममोघां, चारित्रदाढयं गिरिमेरुतुल्यम् ।। महत्तरा ।। (૬) आनन्दसूरेश्च पराक्रमत्वं श्रीवल्लभस्य शुभदीर्घदृष्टिः । सुरेः समुद्रस्य च भक्तिभावः यस्यागुणानां गणना विराटा । आशीरवाप्य गुरुवल्लभस्य सेवाव्रतं जीवनलक्ष्यमाधृतम् ।। महत्तरा ।। (';) यस्यानने वत्सलतायुतास्मितिः सुशोभिताऽभूत अरविन्दशोभा । यस्या आत्मनि संस्कृतिगौरवत्वं वाण्यां सुधासिक्तविमोहनत्वम् । खादी वस्त्रैः परिशोभिता सा शुभ्रामरालीव विराजते स्म ।। महत्तरा ।। (૬) वल्लभगुरोः शास्तिमवाप्य या गता श्रीअहमदाबादनगरे सुरम्ये । ૧૯

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161