Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 137
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પાઠ સાંભળે, પણ તે પાઠ તેના મનમાં જરા પણ ટકવાનો નથી, પણ વર્ગની બહાર આવતાં જ તે કહેશે કે વર્ગમાં હું શું ભણ્યો એની મને ખબર જ નથી. આવો વિદ્યાર્થી વિદ્યા માટે અનધિકારી છે. નેતરનું ઘટ્ટ રીતે ગૂંથેલું પાત્ર હોય, તેમાંથી જેમ ટીપું પણ પાણી ટપકતું નથી તેમ જે વિદ્યાર્થીની મનોભૂમિકા વિઘા મેળવવા ઉત્સાહ સાથે એકાગ્રતાયુક્ત બની હોય તેમાંથી આચાર્યું કે શિક્ષકે શીખવેલ એક પણ હકીકત બહાર ચાલી જતી નથી. આવો છાત્ર વિદ્યાપ્રાપ્તિનો અધિકારી કહેવાય. કેટલાક વિદ્યાર્થીઓ ઘી કે ચા ગળવાની ગળણી જેવા હોય છે. ગળણીમાં જેમ ઘીનો મેલ-કીટું કે ચાના કૂચા જ ભરાઈ રહે પણ તન્વરૂપ ધી કે સુગંધી મીઠી ચા બહાર ચાલી જાય, તેમ આચાર્યું કે શિક્ષકે કહેલી વાતો કે હકીક્તોમાંથી જે વિદ્યાર્થીની મનોભૂમિકા કેવળ કૂચા જેવો ભાગ સંઘરી રાખે તેવી હોય અને ભણતરની ઉમદા વાતોને બહાર ચાલી જવા દે તેવી હોય તે વિદ્યાર્થી વિદ્યાનો અનધિકારી છે. આથી ઊલટું, જેમ હંસપક્ષી દૂધ અને પાણી મળી ગયો હોય છતાં એમાંથી માત્ર દૂધ દૂધ જ પી જાય છે અને પાણી પડતું મેલે છે, તેમ જે વિદ્યાર્થી શિક્ષકે કહેલી વાતોમાંથી સારસારરૂપ હકીકતો તારવીને મનમાં સંઘરી રાખે અને પાણી જેવા ભાગને પડતો મેલે, તે વિદ્યાર્થી વિદ્યાનો અધિકારી ગણાય. પાડો તળાવમાં પાણી પીવા પડે છે તો તે બધું જ પાણી ડહોળી નાખે છે, એથી પોતે ચોખ્ખું પાણી પી શકતો નથી તેમ બીજાં જાનવરો પણ ચોખ્ખું પાણી મેળવી શકતાં નથી. તેમ જે છાત્ર જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે પોતાનું ડહાપણ બતાવવા શિક્ષકને આડીઅવળી નકામી વાતો પૂછી કે નકામી ચર્ચા ઊભી કરી વર્ગને અને કહેવાતા પાઠને ડહોળી નાખે તેથી તે પોતે તો વિઘાને પામી ન શકે પણ વર્ગમાં બેઠેલા બીજા જિજ્ઞાસુઓ પણ શિક્ષક દ્વારા સમજાવાતા પાઠને પામી શકતા નથી. આવો વિદ્યાર્થી વિદ્યાને માટે પાત્ર ન કહેવાય. એથી ઊલટું, જેમ ઘેટું પોતાના બંને ગોઠણ નીચે રાખી તળાવના પાણીને ડોળ્યા વગર જ પાણી પીવે છે અને બીજાં પશુઓ પણ ચોખ્ખું પાણી પી શકે છે, તેમ જે વિદ્યાર્થી ચૂપચાપ એકાગ્રમન થઈને ગુરુ દ્વારા અપાતી હકીકતોને સાંભળે, પરિશિષ્ટગ્રહણ કરે, તેમાં જરા પણ ડોળાણ ન કરે, તેથી તે પોતે જરૂર વિઘાને પામે અને સહાધ્યાયીઓ પણ વિદ્યાને મેળવી શકે, આવો વિદ્યાર્થી વિદ્યાને માટે સુપાત્ર લેખાય. મચ્છર માણસને કરડીને તેનું લોહી પી પોતાને પોષે છે, આમ તે પોતાનું પોષણ કરતાં માણસને ડંખ માર્યા વિના રહેતો નથી. તેમ જે વિદ્યાર્થી ગુરુ પાસેથી વિધા મેળવતાં ગુરુને ડંખ મારે અર્થાત્ આ તો માત્ર ગોખણિયો છે વગેરે કહી ગુરુની નિંદા કરે અથવા અધ્યાપકની સામું તિરસ્કારભાવથી બોલે તે છાત્ર વિધાને માટે કુપાત્ર છે. તેથી ઊલટું, જેમ જ ળો માણસને જરા પણ દુઃખની ખબર ન પડે તેમ તેનું લોહી પી પોતાનું પોષણ કરે છે, તેમ જે વિદ્યાર્થી પોતાની ભક્તિ, નમ્રતા અને વિદ્યા માટેના ખંત વગેરે ગુણોથી અધ્યાપકને એવો વળગે કે એને ભણાવતાં ભણાવતાં જરાય થાક ન જણાય અને ઊલટું તે વિદ્યાર્થી તરફ ખેંચાતો જ રહે આ જાતનો વિદ્યાર્થી વિદ્યાનો ખાસ અધિકારી ગણાય. શાસ્ત્રકારે આમ લૌકિક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીની યોગ્યતા અને અયોગ્યતાનું ઘણું સ્પષ્ટ દર્શન કરાવેલ છે. તે જ રીતે અધ્યાપક, શિક્ષક કે ગુરુની યોગ્યતા અને અયોગ્યતા દર્શાવવા માટે પણ કેટલીક ઉત્તમ હકીકત આ પ્રમાણે બતાવેલ છે. એક લોભી બ્રાહ્મણને કોઈ એક દાતાઓ સસ્તામાં સ્વર્ગ મેળવવા સારુ માંદલી-બેઠેલી જ ગાયનું દાન કર્યું. પેલા લોભી બ્રાહ્મણે દાતાને એ પણ ન પૂછવું કે આ ગાય ઊભી તો કરો યા તે કેટલું દૂધ આપે છે ? વગેરે.. પછી જ્યારે ઘેર લઈ જવા સારુ બ્રાહ્મણ ગાયને પૂંછડે ઝાલીને બેઠી કરવા ગયો, ત્યારે એને ખબર પડી કે ગાય તો માંદલી છે અને વસુ કી ગયેલી છે તેથી દૂધ તો આપતી જ નથી. હવે બ્રાહ્મણને એમ થયું કે આ બલાને કોઈને તદ્દન સસ્તામાં વેચી મારું. કોઈ બીજો એવો જ એક લોભિયો ઘરાક મળ્યો. તેણે શરૂઆમાં તો પૂછવું કે ભાઈ, આ ગાયને બેઠી તો કરો, પણ બ્રાહ્મણે કહ્યું કે જેમ મેં ખરીદેલી છે તેમ જ તમારે ખરીદવી પડશે. બીજી પૂછપરછની વાત નથી. પેલા લોભિયાએ બ્રાહ્મણ પર વિશ્વાસ રાખીને બેઠેલી ગાય તદન પાણીની કિંમતે ખરીદી. પછી ગાયને બેઠી કરવા તેનું કર

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161