Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 121
________________ સુવાસિત જીવનપથ જન્મ : વિ. સં. ૧૯૮૨, ચૈત્ર સુદ સાતમ, ઈ. સ. ૧૯૨૬, ૪ એપ્રિલ જન્મસ્થળ : રાજ કોટથી ૩૦ કિલોમીટર દૂર સરધાર ગામ જન્મ નામ : ભાનુમતી પિતાજી : શ્રી ડુંગરશીભાઈ સંઘવી (મુંબઈમાં કાપડનો વેપાર હતો. વિ. સં. ૧૯૮૪માં અવસાન પામ્યા.) માતાજી : શ્રીમતી શિવકુંવરબહેન દીક્ષાગામ : પાલીતાણા, વિ. સં. ૧૯૯૫, માગશર વદ ૧૦, (ઉત્તર ભારત મુજબ પોષ વદ દશમ) (૧૨ વર્ષ ૮માસની ઉંમરે) દીક્ષાગુરુ : શ્રી શીલવતીજી મહારાજ (સાંસારિક માતા શિવકુંવરબહેન). દીક્ષાનામ : સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ આજ્ઞાવર્તિની : કલિકાલકલ્પતરુ, અજ્ઞાનતિમિરતરણી, યુગવીર, જૈનાચાર્ય - પંજાબકેસરી પ. પૂ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા. શિધ્યાસમુદાય : શિષ્યા : (૧) પ. પૂ. સુજ્યેષ્ઠાશ્રીજી મ. સા. દીક્ષા : ઈ. સ. ૧૯૪૬ સીપોર (ગુજરાત) કાળધર્મ - ૯ નવેમ્બર, ૧૯૮૫, દિલ્હી (૨) પ. પૂ. સુત્રતાશ્રીજી મ. સા. દીક્ષા : ૧૩ એપ્રિલ, ૧૯૬૦, લુધિયાણા (પંજાબ) પ્રશિષ્યા : (૧) પ. પૂ. સુયશાશ્રીજી મ. સા. દીક્ષા : ૨૧ ફેબ્રુઆરી, ૧૯૭૧, મુંબઈ (૨) પ. પૂ. સુપ્રજ્ઞાશ્રીજી મ. સા. દીક્ષા : ૨૪ મે, ૧૯૮૧, લુધિયાણા પરિશિષ્ટ-૨ અભ્યાસ : (૧) વ્યાકરણ - પાણિનીય સિદ્ધાંત કૌમુદી (૨) કાવ્ય - રઘુવંશ હીર સૌભાગ્ય કાવ્ય, શ્રી શાંતિનાથ મહાકાવ્ય, કિરાત, માઘ, નૈષધ, નળદમયંતી કાવ્ય (૩) કોશ - અમરકોશ (૪) છંદ - વૃત્તરત્નાકર (૫) અલંકાર - કાવ્યદીપિકા, કાવ્યદર્પણ વગેરેનો અભ્યાસ પંડિતશ્રી હરિનંદન ઝા અને પં. શ્રી છોટેલાલજી શર્મા પાસે કર્યો. પ્રાકૃત માર્ગોપદેશિકા અને દશહજાર ગાથા પ્રમાણ વસુદેવહિડીનો અભ્યાસ પંડિત શ્રી જટાશંકરજી પાસે કર્યો. ન્યાયત્તર્કસંગ્રહ; ન્યાય સિદ્ધાંત મુક્તાવલી વગેરે ગ્રંથોનો અભ્યાસ પં. શ્રી રવિદત્ત ત્રિવેદીજી પાસે કર્યો. જૈન આગમોનો અભ્યાસ પંડિત બેચરદાસજી દોશી પાસે, તથા જૈન, બૌદ્ધ અને વૈદિક અને ત્રણ પરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ પંડિત સુખલાલજી પાસે અને દાર્શનિક અભ્યાસ પંડિત દલસુખભાઈ માલવણિયાજી પાસે કર્યો. . જિનશાસનરત્ન વિજયસમુદ્રસૂરિ ગુરુદેવની આજ્ઞાથી અમદાવાદમાં આગમપ્રભાકર મહારાજ શ્રી પુણ્યવિજયજીના માર્ગદર્શન હેઠળ આ અભ્યાસ કર્યો. સાધુતાની સુવાસ સર્વધર્મ પરિષદમાં : જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ઈ. સ. ૧૯૫૩માં કલકત્તામાં ચાતુર્માસ દરમિયાન યોજાયેલી સર્વધર્મ પરિષદમાં જૈન ધર્મની અપૂર્વ પ્રભાવના કરી. પાવાપુરીના અધિવેશનમાં ઈ. સ. ૧૯૫૪માં શ્રી ગુલઝારીલાલ નંદાની અધ્યક્ષતામાં પાવાપુરીમાં ભારત સેવક સમાજ તરફથી યોજાયેલા અધિવેશનમાં ૮૦ હજાર લોકોની હાજરીમાં જૈન ધર્મ વિશે વ્યાખ્યાન આપ્યું અને જૈન ધર્મની અભૂતપૂર્વ પ્રભાવના કરી. e - ૨૩૧ —

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161