Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 75
________________ પ્રેરણાની પાવનમૂર્તિ ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! - આપવા લાગ્યા હતા, એથીય વિશેષ સાધ્વીશ્રીના ઉપદેશથી એમણે દારૂ, ઈંડાં, માંસ આદિનું ભક્ષણ અને બીજાં દુર્બસનોનો પણ ત્યાગ કર્યો હતો. કાંગડાની પ્રજામાં પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી પ્રત્યે અપાર ભાવના જાગી. સહુ એમના દર્શનથી પાવન થવા ઉત્સુક બન્યા. એવામાં દિવાળીનું પર્વ આવતાં ઉત્સવનું વાતાવરણ રચાઈ ગયું. એ સમયે ધનતેરસના દિવસે સહુએ સાધ્વીજી મહારાજને પોતાના ઘેર પગલાં કરવા આગ્રહભરી વિનંતી કરી. સાધ્વીજી મહારાજ પધારે એ એમના જીવનનો પરમ આનંદ-ઉત્સવ હતો. આથી સાધ્વીશ્રી મૃગાવતીજી પોતાના સાધ્વી સમુદાયને લઈને આ ઘરોમાં પગલાં કરવા ગયાં. દરેક વ્યક્તિએ પોતાના ઘરને સરસ રીતે લીંપીને સજાવીને રાખ્યું હતું. ઘરની દીવાલો પર વેલબુટ્ટાની આકૃતિઓ કે રંગબેરંગી ચિત્રો હતાં. એથીય વિશેષ તો સહુના હૃદયમાં આનંદનો સાગર હિલોળા લેતો હતો. એ વર્ષે પર્યુષણ પર્વની ભવ્ય રીતે ઉજવણી થઈ અને આ ચાતુર્માસ સમયે દેશના જુદા જુદા ભાગોમાંથી હજારો યાત્રિકો આવ્યા હતા. આ સમયે લાલા શાંતિસ્વરૂપજી અને એમની સમિતિએ અત્યંત ભાવપૂર્વક સાધર્મિક ભક્તિ કરી હતી. જંગલ જેવા આ સ્થાનમાં આટલી બધી વ્યક્તિઓ માટે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ક્યાંથી મળે? ભોજનની વ્યવસ્થા કે સૂવાની વ્યવસ્થા કઈ રીતે થઈ શકે ? આવી અનેક મુશ્કેલીઓ પડે તેમ હતી, પરંતુ આ કાર્યકરોના ધર્મઉત્સાહને પરિણામે યોગ્ય સમયે સહુને જરૂરી ચીજવસ્તુઓ મળી જતી. હકીકત એ હતી કે આ બધી સામગ્રી અહીંથી એકસો કિલોમીટર દૂર આવેલા હોશિયારપુર શહેરમાંથી મંગાવવી પડતી હતી. - આ પૂર્વે કાંગડા તીર્થમાં બાબા આદિનાથનાં દર્શન કરવા માટે આટલો વિરાટ લોકસમૂહ ક્યારેય આવ્યો નહોતો. તે સમયે આકાશવાણીના સીમલા કેન્દ્ર દ્વારા ૧૯૭૮ની ૧૩મી નવેમ્બરે રાત્રે સવા નવ વાગે પૂર્વ ધારાસભ્ય પ્રો. ચંદ્રવર્કરનો ‘હિમાચલમાં જૈન ધર્મ પરંપરા’ વિશેનો વાર્તાલાપ પ્રસારિત થયો હતો. અત્યાર સુધી માત્ર ચાતુર્માસ પૂરતી જ ભગવાનની પૂજા અને દર્શનની સરકારી અનુમતિ હતી, પરંતુ ગુરુવલ્લભની પ્રેરણા ધરાવતાં સાધ્વીજી મહારાજ સદાને માટે પૂજા-દર્શનનો અધિકાર મેળવવા ચાહતાં હતાં. આ માટે તેઓ નિરંતર સાધના, પ્રાર્થના અને જપ કરતાં રહ્યાં. ઈ.સ. ૧૯૭૮ની ૨૦મી ઑક્ટોબરે પુરાતત્ત્વ વિભાગના બીજા એક ઉચ્ચ અધિકારી શ્રી હેમેન્દ્ર કૃષ્ણનારાયણ (શ્રીનગર પુરાતત્ત્વ વિભાગના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ) એમના નિયમ પ્રમાણે સર્વે કરવા અહીં આવ્યા. તેઓ કાશ્મીરના વતની હતા. જાણે કોઈ આકર્ષણથી ખેંચાઈને કેન્દ્ર સમ્રાર દારા ઘર અનુમતિ ગ્રાશ આવ્યા હોય અને No. 1/1v78-M-31371 કોઈ એમને સાદ Government of India Archaeological Survey of India પાડીને અહીં Mantoo Building, Rajbrgh, બોલાવતું હોય, તેવી Sbrinagar, Dated the 6-11-1978 અધિકારીને અનુભૂતિ The Secretary, Shri Shwetamber Jain Kangra થઈ હતી. Tirath Yatra Sangh. Hoshiarpur (Punjab) સાદ વાર જી Sub: Worship in the Jain temple in Kangra Fort. Sir, મહારાજની એકાંત With reference to your letter No, nill dated 2 30.10.1978 on the subject cited above I am to L. 88401-11 inform you that worshippers, can worship in the પ્રાર્થના અને અવિરત temple between 7 a.m. to 12 p.m, and 6 p.m. to જપનું એ પરિણામ officer is being instructed accordingly. Your faithfully, પણ હોઈ શકે. Sd/-(H. K. Narain) - સાધ્વીજીએ એમને Superintending Archaeologist. ત્યાંની સઘળી પરિસ્થિતિથી વાકેફ કર્યા. પોતાની અને આસપાસના લોકોની ભાવના પ્રગટ કરી. એનાથી પ્રભાવિત થઈને આ મંદિર ખુલ્લું રાખવાનો હુકમ અધિકારી શ્રી હેમેન્દ્ર કૃષ્ણનારાયણે પોતાના કાર્યાલયમાંથી જ કર્યો. વાત અહીં જ સમાપ્ત ન થઈ. અધિકારીના મનમાં સાધ્વીજીની વાત બરાબર ઠસી ગઈ. એમણે સામે ચાલીને કિલ્લાની ચાવીઓ પણ તીર્થ કમિટીના સભ્યોને ધરી દીધી. ચોતરફ હર્ષોલ્લાસનો સાગર ઊછળવા લાગ્યો. સહુને થયું કે અમારો કાંગડાબાબાનો દરબાર હંમેશાંને માટે ખૂલી ગયો. હવે ભક્તોને ભગવાનની પૂજા-સેવા કરવાનો રોજ લાભ મળશે. વિશાળ જનમેદની આનંદભેર નાચવાકુદવા લાગી. ૧૩૮ - ૧૩૯

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161