Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 116
________________ પ્રેરણાની પાવનમૃતિ ‘જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ આવતી નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી ત્યાં સુધી સારી રીતે ધર્માચરણ કરી લેવું.” મહત્તરાજીનું સ્વાથ્ય લાંબા સમયથી અસ્વસ્થ હોવા છતાં એમની ધાર્મિક પ્રવૃત્તિ અખંડ ઉલ્લાસ સાથે અવિરતપણે ચાલતી હતી. શરીરમાં ગંભીર બીમારી ઘર કરી ગઈ હતી, પણ તેની ફિકર શી ? એમનો આત્મા તો ‘સદા મગનમેં રહેના માં લીન હતો. એમના મુખ પર સ્મિત સદા ફરકતું હોય. એ અંગે એમના પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ દાખવનાર શ્રી પ્રતાપભાઈ ભોગીલાલે એમનું સ્મરણ આલેખતાં લખ્યું છે, ‘પોતાની બીમારી નિમિત્તે ખર્ચ ન થાય અથવા તો ઓછો ખર્ચ થાય તે એમના લક્ષમાં રહેતું. મારા જેવા એમનાં ભક્તો એમના સ્વાથ્ય માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હતા, ત્યારે ખોટો ખર્ચ ન કરવો એમ કહી અમને તેઓ વારતા અને કહેતા કે, ‘ભાઈઓ, શા માટે મારી પાછળ ખર્ચ કરો છો ?” જ્યારે અમે એમને ઉત્તર રૂપે કહેતાં કે, ‘આમાં તો અમારો સ્વાર્થ છે’, ત્યારે હળવાશથી હસતાં હસતાં તેઓ કહેતાં કે, “સ્વાર્થી થવું એ સારું ન કહેવાય, હોં.' મૃગાવતીશ્રીજીમાં નિર્મળ ચારિત્ર, વચનસિદ્ધિ અને કર્તવ્યશક્તિનો એક આગવો પ્રભાવ અનુભવવા મળતો. ૧૯૭૬માં પૂજ્યશ્રી ચિત્રભાનુજીના ન્યૂયોર્કના જૈન ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટરના સાધકો અમેરિકાથી દિલ્હી આવ્યા હતા. તેઓ પૂ. શ્રી ચિત્રભાનુજી સાથે મહત્તરાજીનાં દર્શનાર્થે ગયા, ત્યારે એમના એક અમેરિકન અનુયાયી જૂને ફોગ (જાનકી) તો સાધ્વીજીના વ્યક્તિત્વથી એટલા બધા આકર્ષિત થયા કે એ બોલી ઊઠ્યા, (એમની ઉપસ્થિતિથી એવી શાંતિનો અનુભવ કરું છું કે જેને હું વર્ણવી શકતી નથી..)” અને એ પછી જાનકીને મહત્તરાજીનું એવું પ્રબળ આકર્ષણ જાગ્યું કે તેઓ એમને મળવા માટે અવારનવાર આવતા હતા. એક વખત જૂન ફોગે પૂ. સાધ્વીશ્રીને પ્રશ્ન કર્યો કે, ત્યારે તેઓશ્રીએ જવાબ આપ્યો કે જૂન ફોગ જણાવે છે કે આ પ્રશ્ન ઘણા સંતોને પૂછયો, પણ કોઈએ આવો પ્રમાણિક જવાબ આપ્યો નથી. સાધિકા જાનકી એ સમયની પરિસ્થિતિનું આ રીતે વર્ણન કરે છે, ‘૧૯૮૧માં એમને પુનઃ મળવા હું સદ્ભાગી બનીહું એમની પાસે બેઠી, એમણે મારી આંખોમાં પ્રેમપૂર્વક જોયું અને પછી પોતાને માટે કહ્યું, ‘હું પૂર્ણ નથી.' બસ એટલું જ . એમની નમ્રતા, સચ્ચાઈ અને માનવીય તત્ત્વ એ પ્રગટ કરી રહ્યાં હતાં. મને આ વાત અંદરથી સ્પર્શી ગઈ. મારા માટે તેઓ ત્યારથી સહયાત્રી, ગુરુ અને મિત્ર બની રહ્યા. ‘હે ભવ્ય, પ્રિય આત્મા, તમને હું નમસ્કાર કરું છું. મારામાં શ્રદ્ધા મૂકવા માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ જ અંતરના ઊંડાણથી તમારી પ્રશંસા કરું છું. ભવ્ય રીતે નિરખવામાં તમે ખૂબ મદદ કરી છે. હું તમને વંદન કરું છું. મન્થણ વંદામિ.” અને એ પછી જાનકી મહત્તરાજીને પોતાના માર્ગદર્શક, સલાહકાર અને પ્રેરક માનવા લાગ્યા. જાનકીને એમની પાસેથી પ્રેમાળ અને નિઃસ્વાર્થ સ્નેહનો અનુભવ થયો અને એને પરિણામે જાણે પોતે પૂર્વે ગુમાવેલું ગૌરવ અને હિંમત પુનઃ પ્રાપ્ત કરી શક્યા, તેવી વિરલ અનુભૂતિ થઈ. એમની ધર્મવિષયક શંકાઓનું સમાધાન કર્યું અને જૈનમાર્ગ પરનો જાનકીનો વિશ્વાસ કાયમ રહ્યો. બધા જ જૈનતીર્થોની યાત્રા કરી, પૂજા કરી જૈન ગ્રંથો વાંચ્યા. સાધ્વીજી મહારાજની સાથે દરરોજ અને ચૌદશનું પ્રતિક્રમણ પણ કરતા. જ્યારે પૂછયું કે તમને આમાં શું સમજણ પડે તો કહે પ્રાકૃત ભાષાની ધ્વનિઓ સાંભળવી મને બહુ ગમે. આનંદધનજીનાં પદો મધુર સ્વરે ગાતા. અમેરિકન સાધિકા જાનકીની જૈનધર્મ પ્રત્યે એટલી બધી શ્રદ્ધા વધી ગઈ કે તેઓને દીક્ષા લેવાની ઇચ્છા થઈ પરંતુ પૂ. મહારાજ જી એ કહ્યું તમે અહિયાનું વાતાવરણ નહીં સહી શકો એટલા માટે તમે ગૃહસ્થ જીવનમાં રહીને આરાધના અને સાધના કરો. પછી તેઓ દર્શન કરવા માટે પૂ. સાધ્વીજી મહારાજની આપેલી પીળી કામળી (સાધુવેશ) સાથે લઈને આવતા. એમને ભારત પ્રત્યે ખૂબ આસ્થા હતી. સાધ્વીજી મહારાજની ગેરહાજરી પછી પણ વારંવાર પત્ર આવતા હતા કે મારે આપની પાસે આવીને રહેવું છે અને ભારતમાં જ મરવું છે. પછી ભારતમાં જન્મ લેવો છે. પછી એમને સમજાવ્યું કે ત્યાં અમેરિકામાં રહીને પણ તમે ભારતનું ધ્યાન કરશો તો ભારતમાં જન્મ થઈ જશે. અસાધારણ પ્રતિભાને કોઈ ચમત્કારિક વરદાનની જરૂર હોતી નથી, - રર૧

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161