Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 117
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પ્રકાશપુંજના અજવાળે બકે કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે કહ્યું છે તેમ, “અન્યના ભીતરમાં પ્રવેશ કરવાની શક્તિ અને અન્યને સંપૂર્ણ રીતે પોતાના બનાવી લેવાનો જાદુ જ પ્રતિભાનું સર્વસ્વ અને એનું વૈશિષ્ટય છે.’ એકવાર સાધિકા જાનકી અત્યંત બીમાર હતા, ત્યારે ખૂબ સ્નેહથી એમની સંભાળ લીધી હતી. વળી જાનકીએ એ પણ જોયું કે પૂ. સાધ્વીશ્રી બીમાર હતા, ત્યારે અપાર શારીરિક દર્દ વચ્ચે પણ સ્મારકના કાર્ય માટે દિવસભર કાર્યરત હોવા છતાં પોતાની (જાનકીની) સંભાળ પણ લેતા હતા. ૧૯૭૬માં આવેલા બીજા અમેરિકન બોબ (બાહુબલિ)એ કહ્યું, (હું એમના મુખની આસપાસ દૈવી આભામંડળ જોઉં છું.)' બીજા એક સાધક રોબર્ટ (મિત્ર) કહે, (ઓહ ! તેઓ શાંતિમય આંદોલનો ફેલાવી રહ્યા છે, એવું હું અનુભવું છું.)” આ રીતે અમેરિકન સાધકોના ચિત્ત પર એક કરુણામૂર્તિની શાશ્વત મુદ્રા અંકિત થઈ ગઈ. એમ કહેવાય છે કે પરમતત્ત્વને કોઈ કાર્ય સંપન્ન કરવું હોય, તો એ પ્રતિભાનું નિર્માણ કરે છે. એમના જીવનમાં જ્ઞાનની ભવ્યતા હતી, ધર્મકાર્યોમાં સફળતા હતી અને સમાજમાં કીર્તિ હતી તેમ છતાં એમના ચિત્તને ક્યારેય અભિમાન સ્પર્યું નહોતું. સરળતા, સમતા અને સ્વાભાવિકતાના તાણાવાણાથી ગુંથાયેલું આ વિરલ જીવન સહુને માટે પ્રેરણાની પાવનમૂર્તિ બની રહ્યું. એક વિરાટ પ્રતિભા વિશાળ જનસમૂહની દૃષ્ટિ સમક્ષથી વિદાય પામે છે, પરંતુ એમના સ્વપ્નો હૃદયને પ્રેરતા, પુરુષાર્થને જગાડતા અને ધર્મભાવને પ્રગટાવતા રહે છે. મહત્તરા સાધ્વી શ્રી મૃગાવતીજીએ વલ્લભસ્મારકનાં સઘળાં કાર્યોને એક વ્યાપક, સુદઢ અને દૃષ્ટિવંત સ્વરૂપ આપીને વિદાય લીધી અને એને પરિણામે જ એમણે આલેખેલા પથ પર ભવ્ય વલ્લભસ્મારકની રચના આજે ગરિમાં ધારણ કરીને ઊભી છે. સ્મારકના અણુએ અણુમાં મહારાજીની પ્રતિભાનાં પ્રકાશનો અને એમની પ્રેરણાનો સહુને અનુભવ થયો. ૧૯૮૭ની અઢારમી જુલાઈએ એમની પ્રથમ પુણ્યતિથિએ ઉત્તર ભારતના જૈન સંઘના શ્રાવકો તથા મુંબઈ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગુરુભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પરમ વિદુષી સાધ્વીશ્રી સુવ્રતાશ્રીજી મહારાજની પવિત્ર નિશ્રામાં સાડા પાંચ કલાક સુધીનો કાર્યક્રમ યોજાયો. આ વિશાળ સમારોહમાં લુધિયાણા શ્રીસંઘના પ્રમુખ લાલા શ્રીપાલ બિહારે શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આચાર્ય વિજયવલ્લભસૂરિના અનન્ય ભક્ત એવા શ્રી રતનચંદજીએ ઇંદોરથી પધારીને સમારંભની અધ્યક્ષતા કરી હતી.

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161