Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 65
________________ પ્રેરણાની પાવનમૂર્તિ ગુરુ આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજીએ એક સમયે આદેશ આપ્યો હતો કે ચંડીગઢ મંદિરના નિર્માણને માટે પ્રયત્ન કરો અને તે માટે જનજાગરણ કરવા શેષકાળમાં લુધિયાણામાં ગયાં. એનાં આસપાસનાં ગામોમાં વ્યાખ્યાન આપ્યાં અને ૧૯૮૨માં ચંડીગઢમાં પ્રવેશ્યાં. છેક ૧૯૫૫માં સાધ્વીશ્રી પોતાનાં માતાગુરુ શ્રી શીલવતીજી સાથે આ નગરમાં આવ્યાં હતાં અને અહીં આવનાર શ્વેતાંબર સાધુ-સાધ્વીઓમાં એ સર્વપ્રથમ હતાં. ગુરુ આજ્ઞાને શિરોધાર્ય કરતાં તેમણે ૧૯૮૨નો ૪૪મો ચાતુર્માસ ચંડીગઢમાં કર્યો. એમના આગમન સાથે ભગવાન મહાવીરસ્વામી જૈનમંદિરની સ્થાપનાનું કાર્ય શરૂ થયું. સહુ કોઈની ઇચ્છા હતી કે રાષ્ટ્રના આ એક નવીનતમ અઘતન નગરમાં જિનાલયની રચના થાય. ખૂબ થોડા સમયમાં ભૂમિખનન અને શિલાન્યાસ કરવામાં આવ્યા. કાર્યકર્તાઓને આ અશક્ય લાગતું હતું, પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજીની પ્રેરણાએ એને શક્ય બનાવી દીધું. આ સમયે શિલાન્યાસ પૂર્વે મુશળધાર વરસાદ વરસતો હતો. સહુ કોઈ ચિંતિત હતા કે શું થશે ? મુહૂર્ત કઈ રીતે સચવાશે ? સમગ્ર પંજાબમાંથી દસ બસ ભરીને શ્રાવકો આવ્યા હતા. દિલ્હીથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત હતા. ચોતરફ પાણી ભરાઈ ગયું હતું તેથી શિલાન્યાસ કઈ રીતે કરવો તે સમસ્યા હતી. બધાએ માની લીધું કે આજે તો શિલાન્યાસ થશે જ નહીં. આ સમયે સાધ્વીશ્રી મૃગાવતીજી અંદરના ખંડમાં ચાલ્યાં ગયાં. ધ્યાનસ્થ થઈને બેસી ગયાં અને થોડીવારમાં મુહૂર્તના સમય પહેલાં મુશળધાર વરસાદ બંધ થઈ ગયો. શિલાન્યાસ સ્થળ તરફ સાધ્વીજી મહારાજ પાછળ બધા જ લોકો અને બેન્ડવાજાવાળા ચાલવા લાગ્યા. અડધા કલાકમાં સાધ્વીજી પહોંચી ગયાં. શિલાન્યાસના સ્થળે પાણી ભરાઈ ગયાં હતાં. યુવાનોએ પેન્ટ ચડાવીને ડોલે ડોલે પાણી બહાર કાઢ્યું અને શિલાન્યાસની જગ્યા ચોખ્ખી કરી અને શિલાન્યાસનું કાર્ય વિધિપૂર્વક સંપન્ન થયું. તે પછી બધા બેસે ક્યાં ? ત્યારે સાધ્વી શ્રી મૃગાવતીજી એમને વૈષ્ણવ મંદિરમાં લઈ ગયાં. મંદિરના મહંતે આદરસત્કાર કર્યો. અહીં સભા થઈ. મંદિરમાં લાઉડ સ્પીકર પણ હતાં અને અસંભવ સંભવ બન્યું. આ બધાં કાર્યોમાં કર્મઠ, ઉત્સાહી અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પ્રમુખશ્રી આત્મ-કાંતિના ઓજસ પદ્મકુમારજી, સેક્રેટરી શ્રી સુરેન્દ્રભાઈ, કોષાધ્યક્ષ લાલા શાદીલાલજી, શ્રી સુશીલકુમારજી વગેરે ની અથાગ મહેનત હતી. ઈ.સ. ૧૯૮૨ના ચંડીગઢના આ ચાતુર્માસ દરમિયાન દિગંબર જૈન ધર્મશાળાની પાછળ અવાવરુ જગ્યામાં સર્વે દર (રાફડો) બનાવેલો હતો. એ બાજુની બારીમાંથી સર્પના બચ્ચાઓ અંદર આવી જતા. સવારે-બપોરે કાજો (કચરો) લેતા ત્યારે સર્પના બચ્ચાઓ નીકળતા. ખબર પડતાં કાર્યકર્તાઓએ કહ્યું કે સપેરાને લાવીને એને અહીંથી હઠાવી દઈએ પણ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું કે ભલે સુખેથી પોતાના ઘરે એ ત્યાં રહે. અમને કાંઈ નડતા નથી. કાંઈ કરવાની જરૂર નથી. આખું ચોમાસું સુખરૂપ પૂર્ણ થઈ ગયું. સર્પ પણ પોતાના ઘરે સુખેથી રહ્યા. કોઈ કોઈને નવું નહીં, એને જ કહેવાય ‘અહિંસા પ્રતિષ્ઠાયાં તત્ સદ્ધિો વૈર ત્યાગઃ' પ્રભુ મહાવીરની અહિંસા પૂજ્ય સાધ્વીજી મહારાજને સ્પર્શી ગઈ હતી. અમેરિકાના તત્ત્વવેત્તા થોરોએ કહ્યું હતું કે જ્યારે મારા ખોળામાં સાપ, વીંછી, કાનખજૂરા આવીને નિઃશંક થઈને રમશે ત્યારે હું પોતાને પૂરો અહિંસક માનીશ. સાધ્વીશ્રી મૃગાવતીજીનું સ્વાસ્થ બરાબર રહેતું નહોતું. તેથી સહુએ એમને દિલ્હી જવા માટે આગ્રહ કર્યો. મહત્તરાજીએ પ્રત્યેક માનવીમાં વલ્લભસ્મારકની ભાવના જગાવી હતી. સમય જતાં વલ્લભસ્મારક સાધ્વીજી ની મહાન પ્રેરણાનું પ્રતીક બની રહ્યું. એમનો ૪૫મો ચાતુર્માસ દિલ્હીમાં અને ૪૬મો અને ૪૭મો ચાતુર્માસ વલ્લભસ્મારકમાં થયો. સાધ્વીશ્રી મૃગાવતીજીના સુડતાલીસમા ચાતુર્માસ દરમિયાન ૧૯૮પની ૯મી નવેમ્બરે રાત્રે દસ વાગે સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની શિષ્યા સેવામૂર્તિ શ્રી સુજ્યેષ્ઠાજીએ નશ્વર શરીરનો ત્યાગ કરીને અનશ્વર, અજર આત્માનું રૂપ ધારણ કરી લીધું. સાધ્વીશ્રી સુજ્યવ્હાજીનો જન્મ ખેરાલુ-તારંગા હીલની પાસે આવેલા સીપોર ગામમાં થયો હતો અને એમની દૃઢ ધર્મભાવના અને તપશ્ચર્યાને કારણે એમણે ઓગણીસમા વર્ષે દીક્ષા ગ્રહણ કરી. એમની મોટી દીક્ષા ૧૯૪૭ના એપ્રિલના અંતમાં પૂ. પંજાબી આચાર્ય મહારાજ વિજયઉમંગસૂરીશ્વરજીના શુભહસ્તે સંપન્ન થઈ હતી.

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161