Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 72
________________ ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! જે પ્રેરણાની પાવનમૂર્તિ અર્થાત્ ‘જૈનોના કૂવા' તરીકે પ્રસિદ્ધ હતો. પંજાબમાં જેનોને ‘ભાવડા’ કહે છે. અને ‘જિસકે ભાવ બડે હૈ વો ભાવડાં’ એવો એનો અર્થ થાય છે. વિ. સં. ૧૯૩૨માં આ પાવન તીર્થનું મહિમાગાન કરતાં સ્તવનો મળે છે અને અહીંયાં રહેલા સ્તંભો અને તૂટેલી દેરીઓ એમ કહે છે કે કદાચ પ્રાચીન સમયમાં એક કાળે અહીં ભવ્ય બાવન જિનાલય વિદ્યમાન હશે. બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનના સમયનું આ તીર્થ આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની વિશાળ મનોહર પ્રતિમા ધરાવે છે. ૩૯.૫ ઇંચ અને ૩૧ ઇંચની લંબાઈ-પહોળાઈ ધરાવતી શ્યામ વર્ણની બંને ખભા પર લટકતી વાળની લટવાળી શ્રી આદિનાથ ભગવાનની આ અત્યંત નેત્રાનંદકારી એવી અદ્વિતીય મૂર્તિ છે. વળી આ જ જિનાલયના રંગમંડપમાં શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયક શાસનદેવી માતા અંબિકાનું ભવ્ય ભવન આવેલું છે. આસપાસના પ્રદેશમાં આવેલા જૈન અવશેષો એક સમયે હિમાચલ પ્રદેશમાં પ્રવર્તી રહેલી જૈન ધર્મની જાહોજલાલીની ગવાહી આપે છે. જૈન શ્રેષ્ઠીઓથી સમૃદ્ધ આ જૈન નગરીમાં ખરતરવસહી, પેથડવસહી, આલિગવસહી જેવાં જિનાલય હતાં, જેમાં મૂળનાયક તરીકે અનુક્રમે શાંતિનાથે ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને આદિનાથ ભગવાન બિરાજમાન હતા. વિ. સં. ૧૯૩૪માં કનકસમગણિ મહામુનિરાજ સંધસહિત આ ગૌરવશાળી તીર્થના દર્શને આવ્યા હતા. મુનિરાજશ્રી જિનવિજયજી મહારાજે ‘વિજ્ઞપ્તિ ત્રિવેણી’ નામના કાંગડા તીર્થની યાત્રા સંબંધિત એક પ્રાચીન વિશાળ ઐતિહાસિક વિજ્ઞપ્તિપત્રનું પુનર્લેખન કર્યું, જે ગ્રંથ સ્વરૂપે “જૈન આત્માનંદ મહાસભા' ભાવનગર દ્વારા ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થયું છે. તેમાંથી આ તીર્થની પ્રાચીનતાના અનેક પુરાવાઓ અને એ સમયે બનેલી ધર્મપ્રેરક ઘટનાઓની વિગતો પ્રાપ્ત થઈ. તેઓ પાટણના ગ્રંથભંડારોમાં સંશોધનકાર્ય કરતા હતા, તે સમયે આ વિજ્ઞપ્તિપત્ર હાથ લાગ્યો અને તેમણે આ વિસ્મૃત તીર્થની શોધ ચલાવી. તેઓએ આ કાર્ય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને સોંપ્યું. ૧૯૨૩માં ગુરુવલ્લભની છત્રછાયામાં હોશિયારપુરથી કાંગડા આવેલા વિશાળ યાત્રાસંઘે જૈન સિદ્ધાંત પ્રમાણે આદીશ્વર દાદાનું પૂજન કર્યું અને આ સમયે એક અત્યંત નાનકડા જિનાલયમાં આદીશ્વર ભગવાનની મનોહર વિશાળ પ્રતિમા જોઈને ઊંડો આઘાત લાગ્યો. એમના આદેશથી તત્કાળ ‘અખિલ ભારતીય કાંગડા તીર્થોદ્ધાર કમિટી'ની રચના થઈ અને સરકાર પાસે એવી માગણી મૂકવાનું નક્કી કર્યું કે કિલ્લામાં એક સુંદર નવીન મંદિર અને યાત્રીગણ માટે ધર્મશાળા બનાવવાની મંજૂરી આપે તેમજ એનો સઘળો ખર્ચ આ કમિટી ઉપાડશે. પંજાબ-લાહોરના ગવર્નર અને પુરાતત્ત્વ વિભાગના નિર્દેશકને વિનંતી કરવામાં આવી, પરંતુ સરકારી કાયદાને પરિણામે એને મંજૂરી મળી નહીં. એ પછી ફરી એક વાર ૧૯૨૭ની ૧૦મી સપ્ટેમ્બરે પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાએ આ માટે પ્રયાસ કર્યો, પરંતુ એને સફળતા સાંપડી નહીં. ૧૯૩૨માં પુનઃ પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ એમાં પણ નિષ્ફળતા જ મળી. આ નાનકડા જિનાલયમાં આવેલી જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની પ્રતિમા ભૈરવદેવને નામે ઓળખાતી હતી અને તેમના પર તેલ અને સિંદૂર ચડાવવામાં આવતું હતું. આ પ્રતિમા પુનઃ પ્રાપ્ત કરવા વારંવાર પ્રયત્નો થયા. ૧૯૪૦માં પંજાબકેસરી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ફરી યાત્રાસંઘ લઈને કાંગડા આવ્યા. આ સમયે એમણે અધિકારીગણને આગ્રહ કર્યો. ૧૯૫૨માં તીર્થોદ્ધાર માટે પાંચમો પ્રયત્ન કરવામાં આવ્યો. એ પછી વળી ત્રણેક વિશેષ પ્રયત્નો થયા. શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પણ પ્રયત્નો કર્યા, પરંતુ ધારી સફળતા મળી નહીં. ૧૯૬૭માં કસ્તૂરભાઈ લાલભાઈ સ્વયં કાંગડા તીર્થમાં આવ્યા હતા, પરંતુ સરકારી નિયમોનું બંધન જોતાં તેઓને આ તીર્થ પુનઃ પ્રાપ્ત કરવું અશક્ય લાગ્યું. આમ પ્રયત્નોની હારમાળા ચાલી, પણ કાંગડા તીર્થોદ્ધારની સ્થિતિ શક્ય નહોતી બનતી. આને માટે આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજીએ આ પાવનધામનો મહિમા સહુને સમજાવ્યો. તેઓ આ તીર્થોદ્ધાર માટે જીવનપર્યંત પ્રયાસ કરતા હતા. તળેટીમાં નવીન જિનાલય અને ધર્મશાળાની સ્થાપના માટે વિશાળ ભૂમિ મેળવી. દૂરદર્શી આચાર્યશ્રીને અંતરજ્ઞાનથી આ તીર્થના પુનરોદયનો ભાસ થઈ ગયો હતો, પરંતુ એમની ઉપસ્થિતિમાં જે શક્ય ન બન્યું, તે એમની જન્મશતાબ્દીના વર્ષમાં શક્ય બન્યું. ૧૯૭૦માં દાની સાહેબે સરકારી અધિકારી તરીકે આ સ્થળની મુલાકાત 33

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161