Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આત્મત્તિક વિશ્લેષણ બહુતત્ત્વવાદ, ક્ષણભંગવાદ, કાર્યકારણભેદવાદ (અસત્કાર્યવાદ) આદિ ભણી લઈ જાય છે. આ બે મૂળભૂત દષ્ટિઓમાંથી નિષ્પન્ન થનાર સિદ્ધાન્તોની લાક્ષણિકતાઓને અને તે સિદ્ધાન્તોનાં પરિણામોને પંડિતજી એવી રીતે સમજાવે છે કે પાઠકની દૃષ્ટિ ઉઘડી જાય અને દાર્શનિક ચિત્તનને સમજવાની-માણવાની તેની ક્ષમતા કેળવાય. પંડિતજીએ પ્રમાણશક્તિની મર્યાદાનો પ્રશ્ન ચર્ચાને બાહ્યાર્થવાદ (realism), વિજ્ઞાનાદ્વૈતવાદ યા બ્રહ્માદ્વૈતવાદ (idealism), અને અજ્ઞેયવાદ (agnosticism)ના તાર્કિક આધાર અને હાર્દની સમજણ આપી દીધી છે.
મૂળભૂત બે દષ્ટિઓની (સામાન્યગામિની અને વિશેષગામિનીની) એકાન્તિકતાની સામે તેમની અનૈકાન્તિકતાની સ્થાપના જૈનાચાર્યોએ કરી. તેમણે તે બન્ને દૃષ્ટિઓનો સમન્વય કર્યો, અનેકાન્તસિદ્ધાન્તની સ્થાપના કરી. અનેકાન્તવાદને પૂર્ણ તાર્કિક સિદ્ધાન્ત તરીકે પ્રતિપાદિત કરવા જૈનાચાર્યોએ નયવાદ, સપ્તભંગી અને નિક્ષેપવાદને ઘડ્યા અને વિકસાવ્યા. આ બધાંનુ રસપ્રદ વિવેચન પંડિતજીએ તેમની પ્રસ્તાવનામાં આપ્યું છે.
જૈનાચાર્યનું ભારતીય તર્કશાસ્ત્રમાં શું પ્રદાન છે એ તર્કશાસ્ત્રના એક એક મહત્ત્વના મુદ્દાને લઈ પંડિતજીએ દર્શાવ્યું છે અને વિશેષતઃ હેમચન્દ્રાચાર્યનું ભારતીય તર્કશાસ્ત્રમાં શું પ્રદાન છે તે જાણવા માટે પંડિતજી આપણને તેમનાં તુલનાત્મક ઐતિહાસિક દાર્શનિક ટિપ્પણો જોઈ જવા ભલામણ કરે છે. આમ ભારતીય તત્ત્વવિદ્યાના ધુરંધર પંડિત સુખલાલજીએ લખેલી આ પ્રસ્તાવના વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણાત્મક, માહિતીસભર અને ભારતીય ચિન્તનના નવનીતરૂપ છે.
ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ પંડિતજીએ લખેલાં દાર્શનિક ટિપ્પણો અભ્યાસીઓ અને સંશોધકોને બહુ જ ઉપયોગી છે. તેમનાં ટિપ્પણોમાં ભિન્ન ભિન્ન દર્શનોના ગ્રન્થોમાંથી થોકબંધ ઉતારાઓ આપી શબ્દસામ્ય અને અર્થસામ્ય દર્શાવવામાં આવેલ છે. તર્કશાસ્ત્રની અનેક વિભાવનાઓનું સૂક્ષ્મ અને તુલનાત્મક વિવેચન કરવામાં આવ્યું છે. તર્કશાસ્ત્રની અનેક મહત્ત્વની વિભાવનાઓનો વિકાસ કેવી રીતે થયો તેનું ઐતિહાસિક દિગ્દર્શન વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે પરંપરાઓને લઈને સર્વગ્રાહીપણે કર્યું છે. આવાં અનેક ટિપ્પણો સ્વતંત્ર નિબંધારૂપ છે. ઉદાહરણ તરીકે જુઓ દ્રવ્ય, સ્મૃતિ, સર્વજ્ઞત્વ, દર્શન આદિ ઉપરનાં ટિપ્પણો. પંડિતજી પોતે જણાવે છે કે આ ટિપ્પણો અને પ્રસ્તાવના લખવા પાછળનો તેમનો આશય તો ભારતીય દાર્શનિક ચિન્તનની બધી પરંપરાઓના વ્યાપક અધ્યયન માટેની પૂર્વભૂમિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org