Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
(૫) પ્રસ્તુત પ્રકાશનની ઉપયોગિતા પંડિત સુખલાલજીની વિસ્તૃત મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવના અને તેમણે લખેલાં જ્ઞાનવર્ધક ઐતિહાસિક તુલનાત્મક દાર્શનિક ટિપ્પણોથી અનેક ગણી વધી ગઈ છે. આ પ્રસ્તાવના અને ટિપ્પણો ઈ.સ. ૧૯૩૯માં પ્રકાશિત તેમના પ્રમાણમીમાંસાના સંપાદનમાં હિન્દીમાં છે. તેમનો સૌપ્રથમ વાર ગુજરાતી અનુવાદ અહીં કરવામાં આવ્યો છે. છાસઠ છાસઠ વર્ષો સુધી તે ગુજરાતીમાં અનૂદિત થયા વિના રહ્યાં એ શું સૂચવે છે ? તે એ સૂચવે છે કે આપણે જૈનો સૈદ્ધાત્ત્વિક અને શાસ્ત્રીય ગ્રન્થોના પઠનપાઠન અને પરિશીલનમાં રુચિ ધરાવતા નથી. આપણી રુચિ વિધિવિધાનો અને કથાસાહિત્યમાં વધુ પડતી વિકસી છે. દ્રવ્યાનુયોગ ઉપેક્ષિત છે, કથાનુયોગ અને વિધિવિધાનોની બોલબાલા છે. સમતુલા જળવાય એ જરૂરી છે. આ પ્રસ્તાવના અને ટિપ્પણોનું મૂલ્ય સમજવા માટે અહીં ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના મૂર્ધન્ય વિદ્વાન પ્રાધ્યાપકો ડૉ. એસ. કે. મુકરજી અને ડૉ. દેવીપ્રસાદ ચટ્ટોપાધ્યાયના શબ્દો હું ટાંકીશ. પંડિતજીએ સંપાદિત કરેલ સંસ્કૃત પ્રમાણમીમાંસાના અંગ્રેજી અનુવાદની (પ્રકાશિત ઇ.સ. ૧૯૪૬) પ્રસ્તાવનામાં અનુવાદક ડૉ. મુકરજી લખે છે : “સમીક્ષાત્મક હિન્દી પ્રસ્તાવના અને ટિપ્પણો સહિત મૂળ સંસ્કૃત કૃતિ પ્રમાણમીમાંસાના સંપાદક પંડિત સુખલાલ સંઘવી તરફ અમે અમારી કૃતજ્ઞતા અને આભારની લાગણી નિખાલસપણે વ્યકત ન કરીએ તો તે કેવળ અમારી માનસિક વિકૃતિ ગણાય. પંડિત સુખલાલજી જૈન સમાજમાં સર્વોત્કૃષ્ટ વિદ્યાવંત પુરુષ છે અને ભારતના અગ્રણી વિદ્વાનોમાંના એક છે. બૌદ્ધ, જૈન અને ન્યાય દર્શનોનું તેમનું જ્ઞાન આપણને દંગ કરી દે છે અને તેમના આવા જ્ઞાને તેમને જૈન દર્શનની શ્રેષ્ઠ કૃતિઓનું સંપૂર્ણ પ્રભુત્વ અને ચોકસાઈથી સંપાદન કરવાનું સામર્થ્ય બઢ્યું છે. તેમણે કરેલા પ્રદાન માટે જગત તેમનું ઋણી રહેશે. સંસ્કૃત વિદ્વત્તાના પરંપરાગત ક્ષેત્રમાં જે જૂજ જબરા બૌદ્ધિકો હજુ પણ આપણને પ્રાપ્ય રહ્યા છે તેમાંના એક પંડિતજી છે. જો પંડિતજી યુરોપમાં જન્મ્યા હોત તો આખાય યુરોપખંડનું ઉમળકાભર્યું સન્માન તે પામ્યા હોત.” પંડિતજીની
9. "It will be sheer perversity if we do not frankly put on record
our obligation and gratitude to Pandit Sukhlal Sanghavi, the editor of the original text with a critical introduction and notes in Hindi. Pt. Sukhlalji is the most learned man in the Jaina Community and one of the foremost scholars of India. His knowledge of the Buddhist, Jaina and Nyaya Systems is astounding and this has enabled him to edit the masterpieces of Jaina Philosophy with perfect mastery and accuracy. The world will remain indebted to him for his contributions. He
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org