Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 20
________________ હિંદી પ્રસ્તાવના અને ટિપ્પણોનો અંગ્રેજી અનુવાદ પુસ્તકાકારે (*Advanced Studies in Indian Logic and Metaphysics' નામે) ઈ.સ. ૧૯૬૧માં ઇન્ડિયન સ્ટડીઝ : પાસ્ટ અને પ્રેઝન્ટે પ્રકાશિત કરેલો. તે પુસ્તકના સંપાદક ડૉ. દેવીપ્રસાદ ચટ્ટોપાધ્યાય પોતાની સંપાદકીય નોંધમાં લખે છે : “...એવી વિદ્વત્તા કે જે જેટલી પારગામી અન્ય કોઈ પણ પ્રાચીન વિદ્યાની શાખામાં છે તેટલી જ પારગામી તત્ત્વજ્ઞાનમાં છે તેનું વિરલ દૃષ્ટાન્ત તે (પંડિતજી) છે. વળી, તેમનામાં આપણને જ્ઞાનકોશ જેવું સર્વગ્રાહી મન મળે છે – જો કે તે મન પ્રધાનપણે વિદ્વત્તાની પરંપરાગત પ્રણાલીને સમર્પિત છે અને આ વસ્તુએ પ્રમાણમીમાંસાના તેમના સંપાદનને અત્યંત અમૂલ્ય બનાવી દીધું છે. વિશેષતઃ તો મૂળ સંસ્કૃત સંપાદન સાથે જોડેલાં તેમણે લખેલાં ટિપ્પણો ભારતીય તત્ત્વજ્ઞાનને લગતી સામગ્રીની સમૃદ્ધિથી એટલાં ભરેલાં છે કે તેની બરાબરી કરી શકે તેવું લખાણ ભારતના કે પરદેશના આધુનિક વિદ્વાનોનાં લખાણોમાં મળવું દુર્લભ છે.” પ્રસ્તાવનામાં પંડિતજીએ ગાગરમાં સાગર ભરી દીધો છે. સમગ્ર ભારતીય ચિન્તનને સમજવાની એક અદ્ભુત ચાવી પંડિતજીએ આપી છે. વિવિધ ભારતીય દર્શનો બે મૂળભૂત દષ્ટિઓનો – સામાન્યગામિની (અભેદગામિની) અને વિશેષગામિની (ભદગામિની)નો જ વિસ્તાર છે. જૈનો આ બે દષ્ટિઓને દ્રવ્યાર્થિક દષ્ટિ અને પર્યાયાર્થિક દૃષ્ટિ કહે છે. સામાન્યગામિની દષ્ટિસમન્વયની પદ્ધતિ (method of synthesis)નો આશરો લે છે અને વિશેષગામિની દષ્ટિ વિશ્લેષણની પદ્ધતિ (method of analysis)નો આશરો લે છે. આત્મત્તિક સમન્વય એકતત્ત્વવાદ (બ્રહ્મવાદ), કૂટસ્થનિત્યવાદ, કાર્યકારણઅમેદવાદ (સત્કાર્યવાદ) આદિ ભણી લઈ જાય છે જ્યારે is one of the few intellectual stalwarts in the traditional field of Sanskrit scholarship that still are left to us. Had he been born in Europe he would have received the unstinted homage of the whole continent.” "...he is rare specimen of that scholarship which is as thorough in philosophy as in any other branch of ancient learning. In him we come across the encyclopaedic mind again, though devoted mainly to the traditional line of scholarship. And this has made his edition of the 'Pramanamimamsa' so invaluable : particularly his annotations to the text are full of such wealth of Indian philosophical materials the parallel of which is not easy to come across in the writings of the modern scholars in India and abroad." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 610