________________
૧૧
સુધીને અંજન શલાકા મહત્સવ ભાવનગર શ્રી સંઘે તે રીતે ઉજવ્ય છે કે ભાવનગરના પ્રારંભકાળથી આજદિન સમય દરમિયાન એટલે લગભગ ૩૦૦ વર્ષમાં પ્રથમ વાર જ હેવાથી અભૂતપૂર્વ બન્યો. ૩૦૦ જિનબિંબની અંજન શલાકા, તે અંગે ભવ્ય રચનાઓ, પાંચેકલ્યાણકની ભાવપૂર્વક ઉજવણી અને પ્રત્યેક ઉજવણી વખતે હજારો-લાખો માનની મેદની.
મહોત્સવ દિન દરમિયાન અનુકંપા, વદ્યા તથા સાધર્મિક ભક્તિના પવિત્ર કાર્યો તેમ ધર્મરાજા ગુરુદેવના ૭૫ મા જન્મદિવસની ભવ્ય ઉજવણી, ગુરુ ગુણ સ્તવનાને કાર્યક્રમ ૩ મુમુક્ષ બહેનને દીક્ષા, તેમજ અંજન મહત્સવ દિન સુધીમાં ૩૦૦૦ જૈનીઓના ઘરની વસ્તી ધરાવતાં શ્રીસંઘમાં કેઈના પણ ઘેર અમંગળ પ્રસંગ (મરણ) ન બનો. લાખો રૂપિયાના દેવદ્રવ્યની ઉછામણી વગેરે કાર્યો થયા હતા. તેમ જૈન અજૈન સર્વ વેપારી બંધુઓએ આ મહોત્સવમાં લાભ લેવા સવારે ૧૨ વાગ્યા સુધી પિતાની દુકાને બંધ રાખી અપૂર્વ ઉલ્લાસ દાખવ્યો હતો. વડવા તેમ મહાવીર વિદ્યાલયના જિન મંદિરની પ્રતિષ્ઠા
અંજન મહોત્સવ બાદ ભાવનગર શ્રી સંઘે વડવાના શ્રી જિન મંદિરમાં જે જે જિન પ્રતિમાજીઓ શિલ્પ શાસ્ત્રાનુસાર વ્યવસ્થા કરવાનું પૂજ્ય ગીતાર્થ આચાર્ય મહારાજની સૂચના હતી તે પ્રમાણે ૨૨ જિન પ્રતિમાઓને મહા સુદ ૫ ના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો હતો.
જ્યારે શ્રી મહાવીર વિદ્યાલયના નૂતન જિન મંદિરને પ્રતિષ્ઠા મહોત્સવ પણ મહા સુદ ૧૦ ના વિદ્યાલય તરફથી અપૂર્વ ઉમંગ ઉત્સાહપૂર્વક કરાવવામાં આવ્યો હતો.
નૂતન જિન મંદિરનું શિલાન્યાસ મહા વદ ૩ ના શાસ્ત્રીનગરમાં ભાવનગર શ્રી સંઘ તરફથી થનાર નૂતન જિન મંદિરનું શિલારોપણ ભવ્ય રીતે થયું હતું.