________________
ગઈ વસ્તુનો શોક ન કરવો, અને ભવિષ્યના માટે ચિંતા ન કરવી. ચતુર જનો સદા વર્તમાન યોગથી જ વર્તે છે.।।૧૮।
गुरूणां विद्यया विद्वान् पितृवित्तेन वित्तवान् । शूरः परसहायेन नन्दिष्यति कियच्चिरम् ।।१९॥
ગુરુની વિદ્યાથી વિદ્વાન્ બની બેઠેલ, પિતાના ધનથી ધનવાનૢ થયેલ અને પરની સહાયતાથી શૂરવીર થયેલ કેટલો વખત ટકી શકશે ? ।।૧૯।। गतागतं जगत्यत्र ऋतवः षट् प्रकुर्वते ।
अङ्गे ग्रीष्मो दृशोर्वर्षा मातस्ते ध्रुवतां ययौ ।।२०।। આ જગતમાં છએ ઋતુઓ ગમનાગમન કર્યા કરે છે. પરન્તુ હે માત ! તારા અંગમાં ગ્રીષ્મ અને દૃષ્ટિમાં વર્ષાઋતુ ખરેખર સ્થિરતા પામી ગઇ લાગે છે. ૨૦
गतः परिजनः सर्वः क्षीणं च प्राक्तनं धनम् । मरूभूमाविव मयि कुतस्तत्कमलोदयः ॥ २१ ॥
મારા પરિજન બધા ચાલ્યા ગયા અને મારું પૂર્વનું ધન બધું ક્ષીણ થઈ ગયું. તો મરુભૂમિ(મારવાડ)ના કમળની જેમ મારી પાસે હવે લક્ષ્મીનો ઉદય ક્યાંથી હોય ? ॥૨૧॥
ग्रामभवे विश्वव्यापके सद्यशः पटे ।
उत्पादयति मालिन्यं नृणां शशिमुखी मषी ।। २२ ।।
ગુણગ્રામથી ઉત્પન્ન થયેલ અને વિશ્વમાં વ્યાપક એવા પુરુષોના યશરૂપ પટને સ્ત્રીરૂપી મસી મલિન બનાવે છે. II૨૨
ग्रीष्मादनु भवेद् वृष्टी रात्रेरनु भवेद्दिनः ।
वियोगादनु संयोगः स्यान्न वेति वद स्वसः ।।२३।।
ગ્રીષ્મઋતુ પછી વરસાદ, રાત્રિ પછી દિવસ અને વિયોગ પછી સંયોગ થાય કે નહિ ? હે મારી પ્રિયબેન ! તે કહો. ॥૨૩॥
૮૩