________________
+86 +
श
श्री शान्तिनाथादपरो न दानी दशार्णभद्रादपरो न मानी । श्रीशालिभद्रादपरो न भोगी श्रीस्थूलभद्रादपरो न योगी । । १ । । શ્રીશાંતિનાથ કરતા બીજો કોઈ દાતા નથી, શ્રીદશાર્ણભદ્ર સમાન કોઈ માની નથી, શ્રીશાલિભદ્ર સમાન કોઈ ભોગી નથી અને શ્રીસ્થૂલીભદ્ર સમાન કોઈ યોગી નથી. ॥૧॥
श्लोकार्थेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः ।
परोपकारः पुण्याय पापाय परपीडनम् ।।२ ।
જે તત્ત્વ કોટી ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે તે હું તમને માત્ર અર્ધશ્લોકમાં કહી બતાવું છું, તે એ કે પરોપકાર કરવાથી પુણ્ય ઉપાર્જન થાય છે અને પરને દુઃખ દેવાથી પાપ બંધાય છે. રા
शतं विहाय भोक्तव्यं सहस्रं स्नानमाचरेत् ।
लक्षं विहाय दातव्यं कोटिं त्यक्त्वा जिनं भजेत् ||३||
સો કામ તજીને ભોજન કરી લેવું, હજાર કામ તજીને સ્નાન કરવું, લાખ કામ તજીને દાન આપવું અને કોટિ કામ તજીને અરિહંતની સેવા કરવી. શા
शतेषु जायते शूरः सहस्रेषु च पण्डितः ।
→વ ૨૫૪