________________
અંતર્ધન જેમની પાસે છે, હે રાજાઓ! તમે તેમના તરફ અભિમાન કરશો નહિ, કારણકે તેમની સાથે હરીફાઈ કોણ કરી શકે? રિા हृदयानि सतामेव कठिनानीति मे मतिः । खलवाग्विशिखैस्तीक्ष्णैर्भिद्यन्ते न मनाग् यतः ॥३॥ . હું ધારું છું કે સંતજનોના હૃદયો કઠિન જ હોય છે, કારણકે દુર્જનોના વચનો રૂપ તીક્ષ્ણ બાણોથી જે કદાપિ ભેદાતા નથી. III हे लक्ष्मि ! क्षणिके स्वभावचपले मूढे च पापाधमे, .. न त्वं चोत्तमपात्रमिच्छसि खले प्रायेण दुश्चारिणिं। ये देवार्चनसत्यशौचनिरता ये चापि धर्मे रता- : स्तेभ्यो लज्जसि निर्दये गतमतिर्नीचो जनो वल्लभः ।।४।। ક્ષણિક, સ્વભાવે ચપળ, મૂઢ, પાપાધમ, ખલ અને નિર્દય એવી છે લક્ષ્મી! તું ખરેખર! દુશ્ચારિણી લાગે છે, તેથી ઉત્તમ પાત્રને તું ઇચ્છતી નથી. જે લોકો દેવપૂજામાં તત્પર, સત્ય, શૌચ અને ધર્મમાં સદા આસક્ત છે તેમનાથી તો તું જાણે લજજા પામે છે, માત્ર બુદ્ધિહીન અને નીચજન જ તને વલ્લભ છે. I૪ , हे दारिद्रय ! नमस्तुभ्यं सिद्धोऽहं त्वत्प्रसादतः । पश्याम्यहं जगत्सर्वं न मां पश्यति कश्चन ।।५।। હે દારિદ્રય! તને નમસ્કાર છે. તારા પ્રસાદથી હું સિદ્ધ થઈ ગયો છું, તેથી હું બધા જગતને જોઈ શકું છું, પણ મને કોઈ જોઈ શકતું નથી. આપા हंसः श्वेतो बकः श्वेतः को भेदो बकहंसयोः । नीरक्षीरविभागे तु हंसो हंसो बको बकः ॥६॥ હંસ પણ શ્વેત અને બગલો પણ શ્વેત હોય છે, તો હંસ અને બગલામાં ભેદ શો? ખરેખર! નીર અને ક્ષીરના વિભાગમાં હંસ તે હિંસ અને બગલો તે બગલો ગણાશે. કોઈ
– ૨૮૨ -