Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust
________________
કદી કષ્ટ પામ્યા વિના ગુણ પામે નહિ કોય । વધ બંધન સહે ફૂલ જો તો ગુણવાલું થાય ॥૧૩॥ કટુ લાગે કલ્યાણના વચન વિચારો આપ કટુ ઔષધ પીધા વિના મટે ન તનકો તાપ ।।૧૪॥ કોયલ નવ દીયે કોઈને હરે ન કોઈનું કાગ | મીઠા વચનથી સર્વનું કોકીલ પર અનુરાગ ॥૧૫॥
કાયા કાચો કુંભ છે જીવ મુસાફર પાસ । તારો ત્યાં લંગે જાણજે જ્યાં લગે શ્વાસોશ્વાશ ।।૧૬।। કાલા કેશ મટી ગયા બન્યા સર્વ સફેત । યૌવન જોર જતું રહ્યું ચેત ચેત નર ચેત II૧૭॥
કામી ક્રોધી કૃપણ નર માનીને મદ અંધ । ચુગલ જુવારી ચોરટા દેખત આઠે અંધ ॥૧૮॥
કેશરીકેશ ભુયંગમણી શરણાગત સૂરાય | સતીપયોધર કૃપણધન ચઢતિ હત્ય મુઆય ॥૧૯॥
કુલહીણાની ચાકરી દુર્જન કેરો સંગ । પરનારીની પ્રીતડી જાણ ઘડીનો રંગ ॥૨૦॥
કટકા કાચ બીલોરના સાકર સમ દેખાય । ભૂલેં ભોજનમાં મલે જીમતાં જીવ જ જાય ॥૨૧॥ કાક બેઠાયો પાંજરે પઢીયો ચારે વેદ । વિવેક વાત શીખ્યો નહી રહ્યો ઢેઢ કો ઢેઢ ॥૨૨॥ કુલધન બલ ભલેં પામીઆ શીખ્યા શાસ્ત્ર વિચાર । તુલસી પ્રભુભક્તિ બિના ચારે વરણ ચમાર રા કલા કાવ્ય શ્રુતજ્ઞાનમાં સજ્જનના દિન જાય । નિદ્રા કામ કિલેશમાં મૂરખ કાલ ગમાય ॥૨૪॥
૨૮૯
Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338