Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 312
________________ અરથીને અકલ નહિ કામી ન ગણે દોષ । સ્નેહી સંકટ નવિ ગણે લોભી નહિ સંતોષ ॥૨૫॥ આખાની આશા થકી અરધો તજવા જાય | ખોવે બંને ખાંતથી એ મૂરખનો રાય ॥૨૬॥ આવરદા ઓછી રહી પ્રભુથી કીયો ન પ્રેમ । ખાઈ ગયા તીડ ખેત્રને પછી પસ્તાવું કેમ II૨૭ણા * ઇચ્છે જેવું અવરનું તેવું આપણું થાય માનો નહી તો કરી જુઓ જેથી તરત જણાય I॥૧॥ ઇચ્છે સુખ ભૂંડાઇથી તે ક્યાંથી મલનાર । આકતણું બી વાવતાં આંબો નહિ જ થનાર ॥૨॥ ઇચ્છે ભૂંડું અવરનું તેનું ભુંડું થનાર । અન્ય કાજ ખાડો ખણે તેમાં તે પડનાર ॥૩॥ * ઉજડ ખેડા ફિર વશે નિર્ધનીયાં ધન હોય । ગયા ન યોવન સંચરે મુવા ન જીવે કોય ॥૧॥ ઉંચા `કુલ કિસ કામકા જ્યાં નહી પ્રભુકો નામ | ઇસસે તો શૂક જ ભલા જસ મુખ બોલે રામ II૨॥ ઉપજે મતિ જન મન વિશે જેહવું ભાવી હોય । -શુદ્ધ માર્ગ સૂજે નહી કોઇ સમજાવે તોય II3Iા ઉઘાડા દીવા વિશે પતંગ જેમ જપલાય । તિમ નારીના નેત્રમાં ભ્રષ્ટજનો ભરમાય ॥૪॥ ઉંચૂં જોતો બલદીઓ નીચું જોતી નાર । એકલ હટ્ટો વાણીઓ એ ત્રણ દૂર નિવાર પા ૨૮૭

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338