Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કોમલ બુદ્ધિ બાલકો વાલો તેમ વલાય । શૂકા તરુપરે વાલતાં પછી તે તૂટી જાય ॥૨૫॥
કદી ઘર ઘોડા હાથીઓ રમણી સુંદર ગાત । એક દિન એવો આવશે ભૂખ્યા ન મલે ભાત ।।૨૬।
કવિજન કાવ્ય કરી મરે ગુણ ચાખે ગાનાર ! સોની ઘાટ ઘડી મરે રાય સજે શણગાર ૨૭ના કો વેલા ગજ ઘોડલા ચામર છત્રની છાય । કો વેલા પર્ગે ચાલવું તાતી વેલુમાંય ।।૨૮। કૃપણ ધન સંચય કરે અભણ બેસે રાજ । માખી મધને સંગ્રહે એ સહુ પરને કાજ ।।૨૯।
કડવી હોય લીંબડી મીઠી તેંહની છાય । બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય ।૩૦।
કપટીકે મન કપટ વસે સૂરા મન સંગ્રામ I લોભીકે મન ધન બસે કબીરકે મન રામ ॥૩૧॥
કાંચન તજવો સહેલ હૈ સહેલ પ્રિયાકો, નેહ | ઈર્ષ્યા નિંદા પરતણી કઠીન ત્યાગવી તેહ ॥૩૨॥ કુંજર મુખસે કણ ગિરે ખૂટે નહિ તસ આહાર / કીડી સો કણ લે ચલી તૃપ્ત હુઓ પરિવાર II૩૩|
કરજ કરી ધન વાવરે ફૂલાવ્યો ફૂલાય । વલતો વિમાસણ કરે એ મૂરખનો રાય II૩૪॥
કરે અકારજ આપનું થાય કુમતિ જે વાર । હાથ ચઢ્યું હથીઆર તે મારે પગે ગમાર II૩૫ાં કાજલ તજે ન શ્યામતા સજ્જન તજે ન હેત | દુર્જન તજે ન કુટિલતા એ જાણો સંકેત ।।૩૬।
૨૯૦

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338