SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ કોમલ બુદ્ધિ બાલકો વાલો તેમ વલાય । શૂકા તરુપરે વાલતાં પછી તે તૂટી જાય ॥૨૫॥ કદી ઘર ઘોડા હાથીઓ રમણી સુંદર ગાત । એક દિન એવો આવશે ભૂખ્યા ન મલે ભાત ।।૨૬। કવિજન કાવ્ય કરી મરે ગુણ ચાખે ગાનાર ! સોની ઘાટ ઘડી મરે રાય સજે શણગાર ૨૭ના કો વેલા ગજ ઘોડલા ચામર છત્રની છાય । કો વેલા પર્ગે ચાલવું તાતી વેલુમાંય ।।૨૮। કૃપણ ધન સંચય કરે અભણ બેસે રાજ । માખી મધને સંગ્રહે એ સહુ પરને કાજ ।।૨૯। કડવી હોય લીંબડી મીઠી તેંહની છાય । બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય ।૩૦। કપટીકે મન કપટ વસે સૂરા મન સંગ્રામ I લોભીકે મન ધન બસે કબીરકે મન રામ ॥૩૧॥ કાંચન તજવો સહેલ હૈ સહેલ પ્રિયાકો, નેહ | ઈર્ષ્યા નિંદા પરતણી કઠીન ત્યાગવી તેહ ॥૩૨॥ કુંજર મુખસે કણ ગિરે ખૂટે નહિ તસ આહાર / કીડી સો કણ લે ચલી તૃપ્ત હુઓ પરિવાર II૩૩| કરજ કરી ધન વાવરે ફૂલાવ્યો ફૂલાય । વલતો વિમાસણ કરે એ મૂરખનો રાય II૩૪॥ કરે અકારજ આપનું થાય કુમતિ જે વાર । હાથ ચઢ્યું હથીઆર તે મારે પગે ગમાર II૩૫ાં કાજલ તજે ન શ્યામતા સજ્જન તજે ન હેત | દુર્જન તજે ન કુટિલતા એ જાણો સંકેત ।।૩૬। ૨૯૦
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy