________________
शीलं शातयति श्रुतं शमयति प्रज्ञां निहन्त्यादरं,
दैन्यं दीपयति क्षमां क्षपयति व्रीडामपि ह्यस्यति । तेजो जर्जरयत्यपास्यति मतिं विस्तारयत्यर्थितां; पुंसः क्षीणधनस्य किं न कुरुते वैरं कुटुम्बग्रहः ।। ३० ।।
જ્યારે પુરુષ નિર્ધન થાય છે, ત્યારે તેનું શીલ તથા શ્રુત ક્ષીણ થાય છે, પ્રજ્ઞા(બુદ્ધિ) હણાઇ જાય છે, દીનતા વધે છે, ક્ષમા અને લજ્જા દૂર થઈ જાય છે, તેજ જર્જરિત બને છે, મતિ ભ્રમિત થાય છે, યાચકતા વધે છે અને વધારામાં તેનું કુટુંબ પણ તેની સાથે વિરોધ કરવા તત્પર થાય છે. II૩૦ના
.
शीलं रक्षतु मेघावी प्राप्तुमिच्छुः सुखत्रयम् ।
प्रशंसां वित्तलाभं च प्रेत्य स्वर्गे च मोदनम् ।।३१।।
પ્રશંસા, ધનલાભ અને પરભવમાં સ્વર્ગના સુખો-એ ત્રણ પ્રકારના સુખને જો પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો ધીમાન્ પુરુષોએ પોતાના શીલનું બરાબર સંરક્ષણ કરવું. ॥૩૧॥
शशिनीव हिमार्त्तानां धर्मार्त्तानां रवाविव ।
मनो न रमते स्त्रीणां जराजीर्णेन्द्रिये पतौ ।। ३२ ।। શીતથી અકળાયેલા પુરુષોને જેમ ચંદ્રમા પર આદર ન હોય અને ગરમીથી અકળાયેલા પુરુષોને જેમ સૂર્ય પર આદર ન હોય, તેમ જરાથી જીર્ણ અને ક્ષીણ થયેલા પતિ પર સ્ત્રીઓ અનુરાગ ધરાવતી નથી. ।।૩૨।। शीततापादिकष्टानि सहते यानि सेवकः ।
धनाय तानि चाल्पानि यदि धर्माय मुच्यते ||३३||
નોકર પુરુષ ધનની ખાતર જે શીત, તાપાદિક કષ્ટો સહન કરે છે, તે કરતાં અલ્પ કષ્ટ પણ જો તે ધર્મની ખાતર સહન કરે તો દુઃખમુક્ત થઈ જાય. ।।૩૩।।
૨૩૧