Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 302
________________ सर्वद्रव्येषु विद्यैव द्रव्यमाहुरनुत्तमम् । अहार्यत्वादनर्घत्वा-दक्षयत्वाच्च सर्वदा ॥३॥ સર્વ દ્રવ્યોમાં વિદ્યાને જ અનુપમ દ્રવ્ય કહેલ છે, કારણકે તે કોઇનાથી હરણ ન થઈ શકે, અમૂલ્ય અને સર્વદા અક્ષય છે. કall सद्विद्या यदि का चिन्ता वराकोदरपूरणे । शुकोऽप्यशनमाप्नोति राम रामेति च ब्रुवन् ॥६४।। જો સદ્વિદ્યા પોતાની પાસે મોજુદ છે, તો પછી બિચારા પેટને પૂરવાની શી ચિંતા? કારણકે રામનામનું ઉચ્ચારણ કરતાં શુક(પોપટ) પણ પોતાના ઉદરનું પોષણ કરે છે. ઉ૪. सुकवेः शब्दसौभाग्यं सुकविर्वेत्ति नापरः । कलादवन्न जानाति परः कङ्कणचित्रताम् ॥६५॥ સુકવિના શબ્દસૌભાગ્યને સુકવિ વિના અન્ય કોઈ જાણી શકતું નથી, કારણકે કંકણની કારીગીરીને સુવર્ણકાર વિના અન્ય કોણ જાણી શકે? કપાય - सत्यं तपो ज्ञानमहिंसता च विद्वत्प्रणामं च सुशीलता च। . एतानि यो धारयते स विद्वान्न केवलं यः पठते स विद्वान् દુદ્દા સત્ય, તપ, જ્ઞાન, દયા, સુજ્ઞજનોને પ્રણામ અને સુશીલતા-એ ગુણોને જે ધારણ કરે છે-તે વિદ્વાનું સમજવો. કેવળ જે મુખપાઠ માત્ર જ કરે છે, તે વિદ્વાનું નથી. પકડો सम्पदो महतामेव महतामेव चापदः । वर्धते क्षीयते चन्द्रो न तु तारागणः क्वचित् । ६७।। સંપત્તિ કે આપત્તિ પણ મહાપુરુષોને જ પ્રાપ્ત થાય છે. જુઓ, ચંદ્રમા વધે છે અને ક્ષય પામે છે, પરંતુ તારાઓ કંઈ વૃદ્ધિ કે ક્ષય પામતા નથી. કા

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338