________________
સત્ય, શીલ, તપ, અસ્તેય અને પાંડિત્ય વિગેરે ગુણો છે- પણ જો દયા નથી તો તે નાથ વિનાના નગર સમાન સમજવા. ૧૩
सुकृतस्यात्र किं सारं किं सारं नरजन्मनः । विद्यायाश्चापि किं सारं किं सारं शर्मणां पुनः ।।१४।।
આ જગતમાં સુકૃતનું સાર શું? મનુષ્યજન્મનું સાર શું? વિદ્યાનું સાર શું? અને સુખોનું સાર શું? ૧૪ll
सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राजते । स्वात्यां सागरशुक्तिमध्यपतितं तन्मौक्तिकं जायते; प्रायेणाधममध्यमोत्तमगुणः संसर्गतो जायते ।।१५।। તપ્ત લોખંડની ઉપર જળબિંદુ પડવાથી તેનું નામ પણ જણાતું નથી, તે જ જળબિંદુ જ્યારે કમળના પત્રપર જો રહેલ હોય તો તે મોતી સમાન શોભે છે અને તે જ બિંદુ સ્વાતિનક્ષત્રમાં સમુદ્રની છીપમાં પડે તો તેનું મોતી બંધાય છે, માટે પ્રાય: અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ સંસર્ગથી જ થવા પામે છે. ll૧પ सन्मार्गस्खलनं विवेकदलनं प्रज्ञालतोन्मूलनं, गांभीर्योद्वहनं धृतेश्च शमनं नीचत्वसम्पादनम् । सध्यानावरणं त्रपापहरणं पापप्रपापूरणं; धिक्कष्टं परदारवीक्षणमपि त्याज्यं कुलीनेन तत् ।।१६।।
અહો! પરસ્ત્રીને જોવા માત્રથી પણ પુરુષ સન્માર્ગથી સ્કૂલના પામે છે, વિવેકથી તે ભ્રષ્ટ થાય છે, પ્રજ્ઞારૂપ લતાને તે છેદી નાખે છે, ગાંભીર્ય અને પૈર્યનો તે લોપ કરે છે, નીચપણાને ઉત્પન્ન કરે છે, સુધ્યાનને આચ્છાદિત કરે છે, લજ્જાને દૂર કરે છે, પાપરૂપ પરબને તે પૂરણ કરે છે, માટે કુલીનજનને તે સદા ત્યાગવા યોગ્ય છે. તેના स्वस्तुतेः परनिन्दायाः कर्ता लोकः पदे पदे ।