________________
*****
ष
षट्कर्णो भिद्यते मन्त्र - चतुः कर्णश्च धार्यते । द्विकर्णस्य तु मन्त्रस्यं ब्रह्माप्यन्तं न गच्छति ॥१॥
કોઇ પણ છાની વાત છ કાને પડતાં તે ફેલાઈ જાય છે, અને ચાર કાને હોય ત્યાં સુધી કદાચ તે વધારે બહાર ન પડે, પરંતુ જો બે કાને હોય તો સાક્ષાત્ બ્રહ્મા પણ તેનો અંત ન લાવી શકે. ॥૧॥ षड्दोषाः पुरुषेणेह हातव्या भूतिमिच्छता ।
निद्रा तन्द्रा भयं क्रोध आलस्यं दीर्घसूत्रता ॥२॥ પોતાની આબાદી ઇચ્છનાર પુરુષે નિદ્રા, તંદ્રા(સુસ્તી), ભય, ક્રોધ, આલસ્ય અને દીર્ઘસૂત્રતા એ છ દોષોનો અવશ્યમેવ ત્યાગ કરવો જ જોઇએ. ॥૨॥
૨૩૩