________________
દરિદ્ર પુરુષની વાણી શુભ, હિતકારી તથા અર્થ શબ્દોથી વિભૂષિત છતાં તે ધનવંતોની પાસે આદરપાત્ર થતી નથી, કારણકે ભેરીના નાંદ પાસે વીણાનો અવાજ શું કામ આવે? ટકા , वासश्चर्म विभूषणं शवशिरो भस्माङ्गलेपः सदा, ह्येको गौः स च लाङ्गलाद्यकुशलः सम्पत्तिरेतादृशी । इत्यालोच्य विमुच्य शङ्करमगाद्रत्नाकरं जाह्नवी; ...... कष्टं निर्धनिकस्य जीवितमहोदारैरपि त्यज्यते ।।७।। જેને માત્ર ચર્મરૂપ વસ્ત્ર છે, મુડદાંના મુંડ(મસ્તક) રૂપ જેને ભૂષણ છે, સદા ભસ્મરૂપ જેને અંગલેપ છે, જેને એક પોઠીઓ(બળદ) છે અને તે પણ હળ વિગેરેમાં કામ ન આવે તેવો છે, આવા પ્રકારની સંપત્તિ જોઈ વિચારી ગંગા શંકરનો ત્યાગ કરીને રત્નાકર પાસે ગઈ. અહો! નિધનપુરુષનું જીવન ખરેખર અત્યંત કષ્ટરૂપ છે કે જે પોતાની સ્ત્રીથી પણ તજાય છે. I૮૭ . विना कार्येण ये मूढा गच्छन्ति परमन्दिरम् । अवश्यं लघुतां यान्ति कृष्णपक्षे यथा शशी ।।८८॥ જે મૂર્ખજનો પ્રયોજન વિના અન્યના ઘરે જાય છે, તેઓ કૃષ્ણપક્ષના ચંદ્રમાની જેમ અવશ્યમેવ લઘુતાને પામે છે. ૮૮ वाणी रसवती यस्य भार्या पुत्रवती सती । लक्ष्मीनिवती यस्य सफलं तस्य जीवितम् ।।८९॥ જેની વાણી મીઠાશભરી છે, જેની સ્ત્રી સતી અને પુત્રવતી છે તથા જેની લક્ષ્મી-દાનયુક્ત છે તેનું જીવિત સફળ છે. દા विद्या मित्रं प्रवासेषु भार्या मित्रं गृहेषु च । व्याधितस्यौषधं मित्रं धर्मो मित्रं मृतस्य च ॥१०॥ પ્રવાસ(મુસાફરી)માં વિદ્યા મિત્રની ગરજ સારે છે, ઘરમાં સ્ત્રી-મિત્ર સમાન છે રોગીને ઔષધ મિત્ર સમાન છે અને પરલોકમાં ધર્મ મિત્ર