________________
+8
પ્રિયે નિહ્વાવિ છિત્ત્વા શીતં જીમ્નામિ નો પુનઃ ||રૂર।। વાયુથી ઉછળતા અગ્નિમાં હું પડીશ, વિષભક્ષણ કરીશ અને જીભ છેદીને મરણ પામીશ, પરંતુ શીલનો લોપ કદાપિ કરનાર નથી. II૩૨॥ . न हि स्वगृहविद्यायां शिष्याः प्रायेण सादराः । स्वरूपायामपि स्वीय- कामिन्यां कामुका इव ।। ३३ ।।
પોતાની સ્ત્રી રૂપવતી છતાં કામીપુરૂષો જેમ પરસ્ત્રીમાં આસક્ત રહે છે, તેમ પોતાની ગૃહવિદ્યામાં પ્રાયઃ શિષ્યો આદરરહિત હોય છે. II૩૩॥ न च राजभयं न च चौरभयं इह लोकसुखं परलोकहितम् । वरकीर्तिकरं नरदेवनतं श्रमणत्वमिदं रमणीयतरम् ||३४|| અહો ! જ્યાં રાજભય કે ચોરભય નથી, જેથી આ લોકમાં સુખ અને પરલોકમાં હિત થાય છે, જે શ્રેષ્ઠ કીર્તિને ઉત્પન્ન કરનાર છે અને જેને દેવો તથા મનુષ્યો નમે છે, એવું શ્રમણત્વ-સાધુપણું અત્યંત રમણીય ગ્રહણ કરવા યોગ્ય છે. ।।૩૪।।
निर्दयत्वमहङ्कार - स्तृष्णा कर्कशभाषणम् ।
नीचपात्रप्रियत्वं च पञ्च श्रीसहचारिणः ।। ३५ ।।
નિર્દયતા, અહંકાર, તૃષ્ણા, કઠોરભાષણ અને નીચપાત્રની પ્રિયતા-એ પાંચ દોષો લક્ષ્મીના સહચારી સર્વદા સાથે જ રહે છે. ૩૫ 'नयेन नेता विनयेन शिष्यः शीलेन लिङ्गी प्रशमेन साधुः । जीवेन देहः सुकृतेन देही वित्तेन गेही रहितो न किञ्चित् રૂદા ન્યાયથી નેતા, વિનયથી શિષ્ય, શીલથી સંન્યાસી(બ્રહ્મચારી), પ્રશમથી સાધુ, જીવથી દેહ, સુકૃતથી આત્મા, અને ધનથી ગૃહસ્થ શોભે છે, પણ જો તેઓ એ ગુણો વિનાના હોય તો કંઈ પણ કામના નથી. II૩૬ न दातुं नोपभोक्तुं वा शक्नोति कृपणः श्रियम् ।
૧૪૫