________________
बधिरयति कर्णविवरं वाचं मूकयति नयनमन्धयति । विकृतयति गात्रयष्टिं सम्पद्रोगोऽयमद्भुतो राजन् ।।१९।। હે રાજન! આ સંપત્તિરૂપ રોગ ખરેખર અદ્ભુત જ છે કે જે કર્ણને બધિર(બહેરા) બનાવે છે, વાણીને બંધ કરે છે, લોચનને અંધ બનાવે છે તથા શરીરના અવયવોને જે વિકારમય બનાવી દે છે. ૧૯
ब्रह्मध्ने च सुरापे च चौरे भग्नव्रते तथा । निष्कृतिर्विहिता लोके कृतघ्ने नास्ति निष्कृतिः ।।२०।।
બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર અને વ્રતનો ભંગ કરનાર-એમનો દુનિયામાં હજી છૂટકો થઈ શકે, પરંતુ કૃતદન(કર્યા ગુણને હણનાર) નો છૂટકારો કદાપિ થઈ શકતો નથી. ૨all
बहवः पङ्गवोऽपीह नराः.शास्त्राण्यधीयते । विरला रिपुखड्गान - धारापातसहिष्णवः ॥२१॥
આ જગતમાં એવા પંગુ(પાંગળા)જનો પણ ઘણા હશે કે જેઓ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પરંતુ શત્રુની તલવારના ઝપાટા સહન કરનારા તો વિરલજનો જ હશે. ર૧ बालस्यापि रवः पादाः पतन्त्युपरि भूभृताम् । तेजसा सह जातानां वयः कुत्रोपयुज्यते ।।२२।। બાલરવિના કિરણો પણ પર્વત ઉપર પડે છે, કારણકે જેઓ તેજની સાથે જન્મ પામે છે, તેમના વયનું કાંઈ પ્રમાણ રહેતું નથી, J)૨૨) बन्धनस्थो हि मातङ्गः सहस्रभरणक्षमः। अपि स्वच्छन्दचारी वा स्वोदरेणापि दुःखितः ।।२३।। હાથીને બંધનમાં રહેવું પડે છે, છતાં તે હજારોનું ભરણ પોષણ કરવાને સમર્થ છે અને શ્વાન(કુતરો) સ્વચ્છંદચારી છતાં તે પોતાના ઉદરના નિમિત્તે પણ દુઃખી થાય છે. ર૭ll
–
૧૮૦
-