________________
નથી. જુઓ, શંભુ-શંકર ચંદ્રમાને પોતાના મસ્તકપર ધારણ કરે છે અને રાહુ તેને ગ્રહણ કરવાને ઇચ્છે છે. ૫૪૪॥
महतां तादृशं तेजो यत्र शाम्यन्त्यनौजसः ।
अस्तं यान्ति प्रकाशेन तारका हि विवस्वतः ।।४५ ॥
મોટાજનોમાં એવા પ્રકારનું કાંઈ અસાધારણ તેજ હોય છે કે જેમાં બળહીનજનો અંજાઈ જાય છે. જુઓ સૂર્યના તેજથી તારાઓ અસ્ત થઈ જાય છે. ૪૫
मूकः परापवादे परदारनिरीक्षणेहियश्चान्धः ।
पङ्गुः परधनहरणे स जयति लोकत्रये पुरुषः ।।४६ ।। જે પરાપવાદ બોલવામાં મુંગો છે, પરસ્ત્રીને જોવામાં જે અંધ સમાન છે અને પરદ્રવ્યનું હરણ કરવામાં જે પાંગળો છે, તે પુરુષ ત્રણે લોકમાં જયવંત રહો. II૪૬॥
मा भूत्सज्जनयोगो यदि योगो मा पुनः स्नेहः ।
यदि स्नेहो विरहो मा यदि विरहो जीविताशा का ।। ४७ ।।
.
સજ્જનપુરુષનો યોગ કદાપિ ન થજો, કદાચ યોગ થાય તો ત્યાં સ્નેહ ન થશો, વળી સ્નેહ થાય તો તેનો વિરહ ન થજો અને જો વિરહ થયો, તો પછી. જીવિતની આશા કેવી? II૪૭।।
'मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा,
.. स्त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून पर्वतीकृत्य नित्यं;
निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ।।४८ ।। મન, વચન અને કાયા એ ત્રણે યોગમાં જે પુણ્યરૂપ અમૃતથી પરિપૂર્ણ છે, ઉપકારોની શ્રેણિથી જે ત્રણે ભુવનને પ્રસન્ન કરે છે અને પરના પરમાણુમાત્ર ગુણને પર્વત સમાન ગણીને જે નિરંતર પોતાના અંતરમાં
૧૯૯