________________
યત્નાનુસારે વિદ્યા પ્રાપ્ત થાય છે, પુણ્યાનુસારે લક્ષ્મી મળે છે, દાનાનુસાર યશ અને કર્માનુસારે બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ll૩૭
यथा गजपतिः श्रान्त-श्छायार्थी वृक्षमाश्रितः । विश्रम्य तं द्रुमं हन्ति तथा नीचः स्वमाश्रयम् ॥३८॥ .
જેમ શ્રમિત થયેલ ગજપતિ છાયાની ઇચ્છાથી વૃક્ષનો આશ્રય કરે છે, અને વિશ્રામ પામીને તે વૃક્ષનો નાશ કરે છે, તેમ નીચજનો પોતાના આશ્રયનો નાશ કરે છે. ૩૮ यौवनं जरया ग्रस्तं शरीरं व्याधिपीडितम् । मृत्युराकाङ्क्षति प्राणां-स्तृष्णैका निरुपद्रवा ।।३९।। યૌવન જરાથી ગ્રસ્ત છે, શરીર વ્યાધિથી પીડિત છે અને મૃત્યુ પ્રાણો લેવાને તત્પર છે, પણ એક તૃષ્ણા ઉપદ્રવરહિત છે. ૩૯ :
ये मज्जन्ति निमज्जयन्ति च परास्ते प्रस्तरा दुस्तरा, वार्थो वारि तरन्ति वानरभटान् सन्तारयन्तेऽपि च । नैते ग्रावगुणा न वारिधिगुणा नो वानराणां गुणाः; श्रीमद्दाशरथेः प्रतापमहिमा सोऽयं समुज्जृम्भते ।।४।। જે દુસ્તર શિલાઓ પોતે ડૂબે અને બીજાને ડૂબાડે છે, તે શિલાઓ સમુદ્રના જળમાં તરે અને વાનર સુભટોને તારે; એ કાંઇ પત્થરના ગુણો, સમુદ્રના ગુણો કે વાનરોના ગુણો સમજવાના નથી, પરંતુ તે સમજ્જવલ મહિમા શ્રીમાન્ રામચંદ્રજીનો સમજવો. ૪oll यास्याम्यायतनं जिनस्य लभते ध्यायंश्चतुर्थं फलं, षष्ठं चोत्थितुमुद्यतोऽष्टममथो गन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात्प्राप्तस्ततो द्वादशं; मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलम् ।।४१।। “હું ભગવંતના મંદિરમાં જઇશ' એવો સંકલ્પ કરવાથી એક ઉપવાસનો
- २१२