________________
કાર્ય છે તેવા પુરુષો યમ કરતાં પણ વધારે ભયંકર સમજવા. એક
यथा परोपकारेषु नित्यं जागर्ति सज्जनः । तथा परोपकारेषु जागर्ति सततं खलः ॥१८॥ જેમ સજ્જનો પરોપકાર કરવાને સદા તત્પર છે, તેમ ખલ પુરુષ અન્યનો અપકાર(હાનિ) કરવામાં સદા તૈયાર રહે છે. કટ यद्यदिष्टतमं तत्तद्देयं गुणवते किल । अत एव खलो दोषान् साधुभ्यः सम्प्रयच्छति ।।६९।। જે જે અત્યંત ઇષ્ટ છે, તે તે ગુણવંતને આપવું, એટલા માટેજ ખલજનો સંત પુરુષોને દૂષણો આપે છે. Iકલા
यद् वदन्ति चपलेत्यपवादं नैव दूषणमिदं कमलायाः । दूषणं जलनिधेर्हि भवेत्तद्यत्पुराणपुरुषाय ददौ ताम् ।।७०।।
લક્ષ્મી ચપળ છે' એમ લોકો જે લક્ષ્મીને દૂષણ આપે છે, તેમાં લક્ષ્મીનો દોષ જરા પણ નથી, પરંતુ તેના પિતા સમુદ્રનો દોષ છે, કે જેણે પુરાણપુરુષ(કૃષ્ણ-વૃદ્ધ)ને તે પરણાવી. પછoll
यत्राभ्यागतदानमानचरणप्रक्षालनं भोजनं, सत्सेवा पितृदेवतार्चनविधिः सत्यं गवां पालनम् । धान्यानामपि सङ्ग्रहो न कलहश्चित्तानुरूपा प्रिया; हृष्टा प्राह हरिं वसामि कमला तस्मिन् गृहे निश्चला।७१।।
એકદા લક્ષ્મી વિષ્ણુને કહેવા લાગી કે હે સ્વામિનાથ! જ્યાં અતિથિઓને દાન માન સાથે ચરણ પ્રક્ષાલન કરીને ભોજન આપવામાં આવે છે, જ્યાં સસેવા થાય છે, જ્યાં મા-બાપ અને દેવતાઓની પૂજા કરવામાં આવે છે, જ્યાં સત્ય છે અને જ્યાં પોતાના વચનનું પાલન કરવામાં આવે છે, જ્યાં ધાન્યનો સંગ્રહ કરવામાં આવે છે, જ્યાં કલહનું નામ પણ નથી તથા જ્યાં પતિના મનને અનુકૂળ સ્ત્રી છે એવા ભવનમાં હે નાથ! હું નિશ્ચળ થઇને નિવાસ કરું છું. ૭૧ી
– ૨૧૯ શરૂ