________________
ઇંદ્રોએ પોતાના મુગટ જેમના ચરણમાં મૂકેલ છે તથા ત્રણ ભુવનના સ્વામી એવા જિનેશ્વર પણ પૂર્વકૃત પુણ્યોને લીધે જ જિન થઈ શકે છે../૧ર. भवाम्भोधौ विपद्वारि-पूरभाजि निमज्जताम् । नरजन्मतरीलाभे भवान्निर्यामकायते ।।१३।। વિપત્તિરૂપ જળપ્રવાહયુક્ત એવા ભવસાગરમાં મનુષ્યજન્મરૂપ નાવની પ્રાપ્તિ થતાં ડૂબતા પ્રાણીઓ માટે હે ભગવન્! આપ નિર્ધામિક(નાવિક) સમાન છો. ૧૩
મહૂિડતુ ચૈત્યસ્થ કુસુમમરાશિ : गतरोगेव (रोग इव?) वैद्यस्य नासौ नतिमपि व्यधात् ।।१४।। કુસુમ અને આભરણાદિક ચિત્યની ભક્તિ તો દૂર રહો, પરંતુ રોગરહિત પુરુષ જેમ વેદ્યને નમે તેમ તે ભગવંતને નમસ્કાર પણ કરતો ન હતો. I૧૪
. . भर्ता यद्यपि नीतिशास्त्रनिपुणो विद्वान्कुलीनो युवा, दाता कर्णसमः प्रसिद्धविभवः स्त्रीसंगदक्षो गुरुः। स्वप्राणाधिककल्पिता स्ववनिता स्नेहात्सदा पालिता; कान्ता तं पशुवद्विहाय तरुणी जारं पतिं वाञ्छति ।।१५।। કદાચ પોતાનો પતિ નીતિશાસ્ત્રમાં કુશળ હોય, વિદ્વાન, કુલીન અને યુવાન હોય, કર્ણ સમાન દાતાર હોય, પ્રસિદ્ધ વૈભવવાળો હોય, સ્ત્રીસમાગમમાં દક્ષ હોય, ઘણા જનોને માનનીય હોય, તથા પોતાની સ્ત્રીને નિરંતર પોતાના પ્રાણ કરતાં પણ અધિક ગણીને સ્નેહથી તેનું પાલન કરતો હોય, તથાપિ તરુણી કાંતા પશુની જેમ તેનો ત્યાગ કરીને જાર પતિને ઇચ્છે છે. ૧પ. भीमं वनं भवति तस्य पुरं प्रधानं,
सर्वो जनः सुजनतामुपयाति तस्य ।।