________________
++**
મ
भव्या मानुष्यतां भाग्यैः प्राप्य रत्नखनीमिव । વિષયાવિવેòન હાર્યો રત્નત્રયાપ્રઃ ||૧||
હે ભવ્યજનો! ભાગ્યયોગે રત્નોની ખાણની જેમ મનુષ્યજન્મ પામીને વિષયરૂપી પથરાઓનો ત્યાગ કરીને રત્નત્રય(જ્ઞાન, દર્શન, ચારિત્ર)નો આદર કરવો ઉચિત છે. ૧
भुञ्जते स्वकृतं कर्म विश्वे विश्वेऽपि जन्तवः । शोकमात्रफला ह्येते पितृभ्रातृसुतादयः ।।२।। જગતમાં સમસ્ત જંતુઓ માત્ર પોતાના કરેલાં કર્મ જ ભોગવે છે, અને પિતા, ભ્રાંતા તથા સુતાદિક છે, એ તો કેવળ શોક ઉત્પન્ન કરાવનારા જ છે.
भवलक्षसुखं शीलं विषयाः क्षणसौख्यदाः । विचक्षणः क्षणार्थं को भवानेकान् विनाशयेत् ।।३।।
શીલ લાખો ભવના સુખને આપનાર છે અને વિષયો એક ક્ષણમાત્રના સુખને આપનાર છે, તો એક ક્ષણવારના સુખોની ખાતર કયો વિચક્ષણ પુરુષ અનેક ભવોને બગાડે છે. II3II
भेदाः पञ्च प्रमादस्य मदनस्येव सायकाः ।
+ ૧૮૧