________________
प्रिया क्षान्तिः पुत्रो विनय उपकारः प्रियसुहृत्; सहायो वैराग्यं गृहमुपशमो यस्य स सुखी ।।२१॥
જેને યોગાભ્યાસરૂપ પિતા છે, વિષયવિરતિરૂપ જેને માતા છે, વિવેકરૂપ જેને ભ્રાતા છે, નિરંતરની અનિચ્છારૂપ જેને ભગિની છે, ક્ષમારૂપ પત્ની છે, વિનયરૂપ જેને પુત્ર છે, પર ઉપકારરૂપ જેને પ્રિય મિત્ર છે, વૈરાગ્યરૂપ જેને સહાય છે અને ઉપશમરૂપ જેને ભવન છે, તે જ મહાત્મા પરમ સુખી છે. ૨૧
प्रहरद्वयमार्गेऽपि नराः कुर्वन्ति शम्बलम् । न कुर्वन्ति परत्रार्थे वर्षकोटीप्रयाणके ।। २२ । અહો! જુઓ તો ખરા કે બે પહોરની મુસાફરી કરવા જતાં પુરુષો ભાતાની ગોઠવણ કરે છે, અને પરલોકસંબંધી કોટી વર્ષોના પ્રયાણમાં પણ પુણ્યરૂપ ભાતા માટે કાળજી રાખતા નથી. ।।૨૨।। प्रमादः परमद्वेषी प्रमादः परमं विषम् ।
प्रमादो मुक्तिपूर्दस्युः प्रमादो नरकालयः ।। २३ ।।
પ્રમાદ-એ પરમ શત્રુ છે, પ્રમાદ-એ તીવ્ર વિષ છે, પ્રમાદ-એ મુક્તિનગરીના ચોરરૂપ છે, અને પ્રમાદ એ નરકનું સ્થાન છે. II૨૩।। पुमानत्यन्तमेधावी त्रयाणां फलमश्नुते । अल्पायुरनपत्यो वा दरिद्रो वा न संशयः ॥ २४ ॥
અત્યંત ધીમાન્(બુદ્ધિશાળી) પુરુષ, અલ્પ આયુષ્યવાળો, સંતાનરહિત અથવા તો દરિદ્ર એ ત્રણનું અવશ્ય ફળ ભોગવે છે. ૨૪ पृथ्व्यप्तेजोमरुद्रूणां जीवान् श्रद्दध्महे कथम् । प्रत्यक्षादिप्रमाणाना - मगम्यान् व्योमपुष्पवत् ।।२५।।
પૃથ્વી, અપ્, તેજસ્, વાયુ અને વનસ્પતિ-એ વિગેરેમાં જીવો છે, એમ અમારાથી કેમ માની શકાય? કારણકે પ્રત્યક્ષાદિ પ્રમાણોને તે અગમ્ય હોવાથી આકાશપુષ્પ સમાન છે, એમ નાસ્તિકજનો કહે છે. II૨૫॥
૧૩૦