________________
पुष्पोच्चयः पयः क्रीडा दोला स्त्री नाट्यगीतयः ।। हास्यं कौतुकिता चेति यौवनद्रोः फलावली ॥२६॥ પુષ્પો ચૂંટવા, જળક્રીડા કરવી, દોલા(હીંડોળા), સ્ત્રીવિલાસ, નાટક, ગીત, હાસ્ય અને કૌતુકપણું-એ યોવનરૂપ વૃક્ષના ફળો છે. રડા परं करोमि किं नारी-वाग्दाक्षिण्यनियन्त्रितः । सुवृत्तोऽपि गले बद्धः स्त्रीभिः क्षिप्तोऽवटे घटः ।।२७।। અહો! શું કરું કે સ્ત્રીના વચનદાક્ષિણ્યથી હું નિયંત્રિત(બદ્ધ) થઈ ગયો છું. જેમ ઘડો સુવૃત્ત(ગોળાકાર) હોય, છતાં સ્ત્રીઓ તેના ગળામાં દોરડી બાંધીને તેને કુવામાં નાખે છે. ll पित्रादिषु प्ररूढस्य स्नेहस्यापि न दुर्घटम् । धान्यवद्दलनं यत्र स्त्रीघरट्टः स नूतनः ।।२८।। અહો! આ તો સ્ત્રીરૂપ ઘરટ્ટ(ઘંટી) કોઈ વિચિત્ર પ્રકારનો જ છે, કે જેમાં માતાપિતાદિકનો સ્નેહ પણ ધાન્યની જેમ સત્વર દલિત થઈ જાય છે. ૨૮ ' . . .
परस्परं विरोधिन्यो यासां चिंत्तवचःक्रियाः । तासु लोभाभिभूतासु विश्रम्भः शम्भीलीषु कः ॥२९॥ જેમની મન, વચન-અને કાયાની ક્રિયાઓ પણ પરસ્પર વિરોધી(ભિન્ન) છે એવી લોભથી પરાભૂત થયેલ કુટણી જેવી સ્ત્રીઓમાં વિશ્વાસ કેવો? ર૯ परार्थेकधियो धन्या मध्यास्तु स्वार्थसाधकाः । न परार्थं न च स्वार्थं साधयन्त्यधमाः पुनः ।।३०।। જેઓ સદા પરોપકાર કરવામાં જ તત્પર છે તેઓ ધન્ય છે, મધ્યમપુરુષો સ્વાર્થ સાધવાને તત્પર હોય છે, અને અધમપુરુષો પરમાર્થ કે સ્વાર્થ કંઈ પણ સાધી શકતા નથી. IIઉol.
– ૧૧૧ *