________________
જેને ઘેર્યરૂપ પિતા છે, ક્ષમારૂપ માતા છે, શાંતિરૂપ સ્ત્રી છે, સત્યરૂપ પુત્ર છે, દયારૂપ ભગિની છે, મનોનિગ્રહરૂપ ભ્રાતા છે, ભૂમિતલરૂપ શધ્યા છે, દિશાઓરૂપ વસ્ત્ર છે અને જેને જ્ઞાનામૃતરૂપ ભોજન છે. તે મિત્ર! જે યોગિરાજને આવા કુટુંબીઓ છે તેને કોનાથી ભય સંભવે? અર્થાત્ તે સદા નિર્ભય જ હોય છે. ध्यानशस्त्रं बकानां च वेश्यानां मोहशस्त्रकम् । साधुत्वशस्त्रं धूर्तानां परप्राणार्थहारकम् ।।१०।। બગલાઓનું ધ્યાનરૂપ શસ્ત્ર, વેશ્યાઓનું મોહરૂપ શસ્ત્ર અને ધૂર્તજનોનું સાધુત્વરૂપ શસ્ત્ર, એ પરના પ્રાણ અને અર્થને હરનાર હોય છે. ૧oll धनैर्निष्कुलीनाः कुलीना भवन्ति - ઘનૈરાપર્વ માનવા નિસ્તત્તિ ! धनेभ्यः परो बान्धवो नास्ति लोके
ઘના યä થનાર્નયષ્યમ્ ૧૧૫ અકુલીનજનો પણ ધનથી કુલીન બને છે, ધનથી માણસો આપત્તિને ઓળંગી જાય છે, જગતમાં ધન કરતાં બીજું કોઈ પરમ બંધુ નથી, માટે ધનને જ મેળવવામાં મચ્યા રહો, મચ્યા રહો. ||૧૧||
धनदो धनमिच्छूनां कामदः काममिच्छताम् । धर्म एवापवर्गस्य पारम्पर्येण साधकः ।।१२।। ધનને ઇચ્છનારા જનોને ધન આપનાર અને કામ-સુખ ઇચ્છનારાઓને કામ આપનાર એવો ધર્મ પરંપરાથી મોક્ષ સાધી આપે છે. ll૧રા धर्मो जगतः सारः सर्वसुखानां प्रधानहेतुत्वात् । तस्योत्पत्तिर्मनुजात् सारं तेनैव मानुष्यम् ।।१३॥
સર્વ સુખોનો પ્રધાન હેતુ હોવાથી ધર્મ એ જ જગતમાં સારી વસ્તુ છે, તેની ઉત્પત્તિ મનુષ્યભવમાં થતી હોવાથી મનુષ્યપણાને સારરૂપ કહેલ છે. ૧૩ – ૧૩૨
–