________________
દાનથી તો પશુ, પાષાણ અને વૃક્ષો પણ પ્રશંસાપાત્ર બને છે માટે એક દાનગુણ જ સર્વોત્તમ ગણાય છે, અન્ય કોટિ ગુણોથી પણ શું? પઙા दातव्यं भोक्तव्यं सति विभवे सञ्चयो न कर्तव्यः पश्येह मधुकरीणां सञ्चितमर्थं हरन्त्यन्ये ॥ ५७ ॥
જો ધન હોય તો ભોગવવું અને દાન આપવું, પરંતુ તેનો સંચય ન કરવો. જુઓ, મધમાખીઓ મધનો સંચય કરે છે, પછી તેનું અન્યજનો હરણ કરી જાય છે. ।।૫૭ના
देयं भो ह्यधने धनं सुकृतिभिर्नो सञ्चितं सर्वदा, श्रीकर्णस्य बलेश्च विक्रमपतेरद्यापि कीर्तिः स्थिता । आश्चर्यं मधु दानभोगरहितं नष्टं चिरात्सञ्चितं; निर्वेदादिति पाणिपादयुगलं घर्षन्त्यहो मक्षिकाः ।। ५८ ।। સજ્જનોએ ધનનું નિર્ધનજનોને દાન આપવું યુક્ત છે, પણ તેનો સંચય કરતાં તો તે રહેતું જ નથી. જુઓ, કર્ણ, બલિ અને વિક્રમરાજાની કીર્તિ દાનથી અત્યાર સુધી પણ વિદ્યમાન છે. આશ્ચર્યની વાત છે કે દાન કે ભોગમાં ઉપભોગ ન લેતાં ચિરકાળથી સંચિત કરેલ મધુ નષ્ટ થયું, આ કારણથી જં જાણે ખેદ પામીને મક્ષિકાઓ પોતાના હાથ પગ ઘસતી હોય તેમ માલુમ પડે છે. II૫૮॥
द्वारं द्वारं रटन्तीह भिक्षुकाः पात्रपाणयः । दर्शयन्त्येव लोकाना-मदातुः फलमीदृशम् ।। ५९ ।।
જુઓ, 'ભિક્ષુકો હાથમાં પાત્ર લઇને દ્વાર દ્વાર પ્રતિ ભટકે છે અને લોકોને એમ જણાવે છે કે આ અમને દાન ન દેવાનું ફલ પ્રાપ્ત થયું છે, માટે તમે ન આપશો, તો અમારા જેવા થશો. ।।૫।। देहीति वक्तुकामस्य यद्दुःखमुपजायते ।
दाता चेत्तद्विजानीया-द्दद्यात्स्वपिशितान्यपि, ના૬૦ના
૧૨૭